કૃષિ કાયદાઓ રદ કરવાથી મોટી બેંકોના ઉઠમણા થશે
(સરકારી કંપનીઓ, રેલ્વે, જમીનો, ક્રુડ, ગેસ ડ્રીલીંગ, કૃષિ ઉધોગ, પેકેજીંગ પ્લાન્ટ, ગોડાઉન, પ્રોસેસિંગ યુનિટ, મોલ માટે મિલ્કતો ખરીદવા ભારતની બેંકોએ રીલાયન્સ, અદાણીને અબજોની લોન આપી છે તે બધી એનપીએ, ફડચામાં ગણાય જશે)
કૃષિનું ઔધોગિકકરણ કરવાના ઉદેશ્યથી અમલમાં આવેલા ત્રણ કૃષિ સુધારા કાયદાઓ નાબુદ કરવા દેશભરમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે જ્યારે મોદી સરકાર કૃષિ કાયદા કોઇપણ ભોગે અમલમાં રાખવા અવનવા ષડયંત્રોથી ખેડૂતોને ગેરમાર્ગે દોરવા પ્રયત્નશીલ છે ત્યારે મોદી સરકારની ખેડુત વિરોધી જીદ પાછળના ભેદી રહસ્યો ખુલી રહ્યા છે,
તાજેતરમાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટવીટર સોશિયલ મીડિયા સાઇટ ઉપર જણાવ્યું હતુ કે સરકારે ગૌતમ અદાણીને આપેલી વિવિધ તબક્કાની ૪,૫૦,૦૦૦,૦૦,૦૦,૦૦ (ચાર લાખ પચાસ હજાર કરોડ) ની અઢળક લોન એનપીએ ગણાવીને માફ કરી છે,
ખાસ જોઇએ તો કોઇપણ બેંક ખાતામાં ૩૦૦૦ થી ઓછી રકમ હોય તો દર મહિને દંડ તરીકે બેંકો ચાર્જ વસુલે છે, જેથી મોટાભાગના લોકો બેંક ખાતામાં ઓછામાં ઓછી ૩૦૦૦ ની રકમ કાયમી જમા રાખે છે અંદાજીત આવા ૬૪,૦૦૦, ૦૦,૦૦,૦૦૦ કરોડ બેંક ખાતાઓમાં ૩૦૦૦ રૂપિયા કાયમી જમા રહે છે તે રકમ આશરે ૧,૯૨,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦ એક સો બાણુ અબજ રૂપિયા બેંકોના કબ્જામાં સરકયુલેશન જમા હોય છે એક એક વ્યક્તિને વ્યક્તિગત ૩૦૦૦ ની કોઈ મહત્વની ગણતરી કે નોંધ હોતી નથી પરંતુ એ રીતે જનતાની સરેરાશ મુડીનો વિરાટ જથ્થો બેંકો પાસે જમા હોય છે આ રૂપિયા બેંકોએ અંબાણી અને અદાણીને ગાડીઓ ભરી ભરીને લોનો આપી છે જનતા ના આ રૂપિયાની આ લોનોથી અંબાણી અદાણી ઉદ્યોગપતિ તરીકે વિશ્વના પ્રથમ દસ વ્યક્તિ બનેલા છે,
અદાણીને જનતાના ૪,૫૦, ૦૦૦,૦૦,૦૦,૦૦૦ ની લોન ફડચામાં કાઢી નાખી છે હકીકતમાં અદાણી અને અંબાણીની કંપનીઓ જનતાના પૈસાની લોન અને પ્રજાએ શેર ખરીદીને ભરેલા રૂપિયાની હોવાથી જનતાની સંપતિ છે તેથી લોનો માફ કરવાને બદલે તેમજ એનપીએ કરવાને બદલે કંપનીઓ સાર્વજનિક સંપતિ તરીકે જપ્ત કરી શ્રી સરકાર કરવી જોઇએ,
કૃષિ સુધારા કાયદાઓને અંબાણી, અદાણી સાથે સીધો સંબંધ છે, અદાણીએ અબજો રૂપિયાની લોનો મેળવીને દેશના અનેક રાજયોમાં જમીનો ખરીદી હવા ચુસ્ત ગોડાઉન (સેલ ટેન્ક) વાતાનુકુલિત ગોડાઉન (કોલ્ડ સ્ટોરેજ), પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટ, બનાવ્યા અને બનાવવા માટે જમીનો ખરીદી છે અદાણીનો જથ્થાબંધ માલ વેચવા અંબાણીએ રીલાયન્સ મોલની દેશના દરેક શહેરોમાં ચેઇન ઉભી કરવા અબજો રૂપિયાની મિલ્કતો ખરીદી છે આ બધી ખરીદીઓ અને સંપતિઓ માટે અંબાણી અદાણીને ભારતની તમામ મોટી બેંકોમાંથી અબજો ખર્વો રૂપિયાની લોનો આપી છે આ બધી લોનો જનતાની બચતના બેંકોમાં જમા પડેલા રૂપિયાથી આપવામાં આવી છે,
નોટબંધી કરીને દેશના ઘરે ઘરમાંથી પડેલી બચતના આશરે ૧૫,૦૦,૦૦૦,૦૦,૦૦,૦૦૦ પંદર લાખ કરોડ બેંકોમાં ખેંચી લીધા પછી ૪૦૦૦ રૂપિયા ઉપાડવાનો કાયદો કરીને નોટબંધીથી ખેંચેલા રૂપિયાના અડધા રૂપિયા આશરે ૮,૦૦,૦૦૦,૦૦,૦૦,૦૦૦ આઠ લાખ કરોડ બેંકોમાં જમા રહેલા તેની પણ ઉદ્યોગપતિઓને લોનો આપવામાં આવી, જુદા જુદા ષડયંત્રોથી જનતાના રૂપિયા બેંકોમાં ખેંચીને ઉદ્યોગપતિઓને લોનો આપી આ લોનના પૈસાથી અદાણી, અંબાણીએ સરકારી સંપતિઓની ખરીદી ચાલુ કરી અને સરકારે ભારતની જનતાની ૨૩ મોટી કંપનીઓ સંચાલનના નામે ઉદ્યોગપતિઓને વેચી દિધી,
જનતાના રામમંદિર, રાષ્ટ્રવાદ, કોમવાદ, જાતીવાદ, અંધશ્રદ્ધામાં ગરકાવ છે ડુબી ચુકી છે આ સર્વવ્યાપક મુર્ખતાનો ગેરફાયદો ઉઠાવી ભારતની જનતાના રૂપિયા અને સરકારી સંપતિઓ પચાવી પાડીને અદાણી અંબાણી મોદી ભાજપ સરકારની અસીમ કૃપાથી દુનિયાના પ્રથમ દસ ધનવાનોની યાદીમાં પહોંચી ગયા તો બીજી તરફ દેશ બરબાદ થઈ ગયો,
થોડા દિવસો પહેલા ભારત સરકારની બે વિમા કંપનીઓને જાહેર સેકટરમાં શેરબજારમાં મુકવામાં આવશે, એલ.આઇ.સી ભારતની બીજી રીઝર્વ બેંક જેવી છે એલ.આઇ.સી. ના વિરાટ ફંડમાંથી પણ ઉદ્યોગપતિઓને લોનો આપી છે જેથી એલ.આઇ.સી. ફડચામાં છે આ એલ.આઇ.સી. અને બીજી વાહન વિમા કંપની અંબાણી માલીક બની શકે તે માટે શેરબજારમાં મુકવામાં આવી રહી છે તેના મોટાભાગના શેર જનતાના નામે રીલાયન્સની કંપનીઓ અને શેરદલાલો ખરીદશે, પ્રથમ તબક્કામાં ૩૦ ટકા, બીજા તબક્કામાં ૩૦ ટકા અને ત્રીજા તબક્કામાં ૩૦ ટકા એમ ક્રમશઃ ટુકડે ટુકડે એલ.આઇ.સી.ને વેચતા રહેશે જેમાંથી ત્રણ તબક્કામાં ૫૧ ટકા શેરો રીલાયન્સ ખરીદીને એલ.આઇ.સી. ના માલીક બનશે,
ભારત સરકારે દેશના ગદ્દાર માલીયા, નીરવ મોદી, જેવા લોકોની ૨,૬૦,૦૦,૦૦૦,૦૦,૦૦,૦૦૦ બે કરોડ સાઇઠ લાખની લોનો માફ કરી છે અને અદાણીની સાડા ચાર લાખ કરોડની લોનો માફ કરી છે, કુલ આશરે ૭,૧૦,૦૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ સાત કરોડ દસ લાખ કરોડ રૂપિયા જે જનતાના છે અને બેંકોમાં હતા તે ઉદ્યોગપતિઓને આપી સરકારે જનતા સાથે ગદ્દારી કરી છે એક પ્રકારનો સતાકીય રાષ્ટ્રદ્રોહ કર્યો છે
રીઝર્વ બેંકે એક નવો કાયદો પણ અમલમાં મુકેલો છે બેંકમાં જનતાની ગમે તેટલી રકમ જમા હશે તો પણ બેંક ફડચામાં જાય તો ફકત પાંચ લાખ રૂપિયા ગ્રાહકને પરત મળવા પાત્ર છે, બેંક ખાતેદાર ગ્રાહક છે બેંકો ખાતેદારના બધા રૂપિયા પરત આપવા જવાબદાર નથી, બેંકો ખાતેદારોની જવાબદારીથી સંચાલન કરે છે ખાતેદારોના રૂપિયાની માલીકી બેંકોની નથી પણ ખાતેદારની છે જેથી બેંકો દ્રારા આપવામાં આવતી લોનો ના માલીકો ખાતેદાર છે જેથી ખોટ જાય, ફડચામાં જાય તો માલીક ગણાતા ખાતેદારોની જવાબદારી ગણવામાં આવે છે, બેંકો ઉદ્યોગપતિઓને એની મરજી મુજબ લોનો આપી જનતા રૂપિયા ઉડાવી શકે છે, રીઝર્વ બેંક ફકત પાંચ લાખની જવાબદારી લે છે બાકીના રૂપિયા ખોટ ગણીને જનતાએ ગુમાવવાના રહેશે,
કૃષિ કાયદાઓ ફકત કૃષિ પેદાશો, અનાજ, કઠોળ, શાકભાજી, ફળોનો વેપાર પુરતા સિમિત નથી, ભવિષ્યમાં ખેડૂતોની જમીનોના પણ ઉદ્યોગપતિઓ માલીક બનશે, કૃષિ કાયદાઓ મુળમાં તો જમીન કાયદાઓ છે, કૃષિ કાયદાઓ અદાલતો અને ન્યાયતંત્રથી પર છે ન્યાયતંત્ર પાસે કૃષિ કાયદાઓના વિવાદોના નિર્ણય કરવાની સતા નથી, કૃષિ કાયદાઓના વિવાદો અને ફરીયાદોના નિર્ણયો કરવાની સતા જીલ્લા જમીન મહેસુલ અધિકારી એવા કલેકટરને આપવામાં આવેલી છે આ કલેકટરો પાસે ગણોત અને જમીન મહેસુલ કાયદાઓથી શરતભંગ અને કરારભંગથી જમીનો ખાલસા કરવાની સતાઓ છે તેથી ભવિષ્યમાં કૃષિ કરાર ભંગ બદલ ખેડૂતોની જમીનો ખાલસા કરીને કલેકટરો ઉદ્યોગપતિઓને આપી શકશે,
સરકારે થોડા સમય પહેલા એવો કાયદો કર્યો છે કે કૃષિ ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગ, આરોગ્ય ઉદ્યોગ, શૈક્ષણિક ઉદ્યોગ માટે સરકારી અને ખેડૂતોની જમીનો સરકારની મંજુરી વિના ઉદ્યોગપતિઓ ખરીદી શકશે અને કલેકટરો આવી જમીનોને બિનખેતી કરી શકશે,
જુદાજુદા કાયદાઓને એક સાથે સંકલન કરીને સમજવામાં આવે, કાયદાઓની કલમો અને વિવિધ જોગવાઈઓ સમજવામાં આવે તો કૃષિ કાયદાઓ, ખાનગીકરણના ઠરાવો, જમીન માલીકી હકકના ઠરાવો, વગેરેનો સરવાળો માત્ર એટલો થાય છે જનતાની મિલ્કતો, બચતના રૂપિયા, ખેડૂતોની ઉપજો, ખેડૂતોની જમીનો, ભારતની તમામ સાર્વજનીક કંપનીઓ અને સંપતિઓના માલીક અને મહારાજા બાદશાહો ઉદ્યોગપતિઓ બનશે દેશમાં અંબાણી અદાણીનું કંપની રાજ સ્થપાય ગયુ છે,
દેશમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, બ્યુરોક્રેટસ ભ્રષ્ટાચાર કરે છે ગેરકાયદેસર વહિવટો કરે છે પરંતુ આવા કરોડો અધિકારીઓ સામે કોઇ ફોજદારી ગુનો લાગુ પડતો નથી, દેશના ૪ લાખથી વધુ બ્યુરોક્રેટ અને ૩૦ લાખથી વધુ ઉચ્ચ અધિકારીઓના વ્યાપક ભ્રષ્ટાચાર, ગેરરીતિઓને નાથવા માટે સરકારે ક્યારેય કોઇ કાયદો બનાવ્યો નથી, જનતા ના નોકર ગણાતા રાજયસેવકો સતાના જોરે કાગળ ઉપર ફોજદારી ગુનાઓ કરતાં રહે છે પણ ફોજદારી ગુનો લાગુ પડતો નથી,
કૃષિ કાયદાઓ નાબુદ કરવાનું આંદોલન ફકત ખેડૂતોનું આંદોલન નથી સમગ્ર દેશની જનતાનું આંદોલન છે, બીજી તરફ જોઇએ તો કૃષિ કાયદાઓ આવતા પહેલા અદાણી, અંબાણીએ અબજો રૂપિયાની લોનો લઈને રોકાણ કરી દિધુ છે તેથી જો કૃષિ કાયદાઓ નાબુદ કરવામાં આવશે તો ભારતની મોટી બેંકોમાંથી અદાણી અને અંબાણી તથા બીજા તેના સાથી ઉદ્યોગપતિઓએ લીધેલી અબજોની લોનો એનપીએ થશે અને ભારતની મોટી બેંકો અને વિમા કંપનીઓ ફડચામાં જશે,
કડવી પણ સત્ય હકીકત છે કે હિન્દુ ધર્મના લોકોની શ્રી રામ પ્રત્યેની આસ્થાનો ભયાનક દુરુપયોગ કરીને રાષ્ટ્રવાદ, કોમવાદ કરીને, સોશિયલ મીડિયાથી કરોડો શિક્ષિતોને માનસિક નપુંસક બનાવી દેશને સંપુર્ણ બરબાદ કરી દેવામાં આવ્યો છે,
જો આ અહેવાલ લેખનો એકપણ શબ્દ ખોટો હોય તો ભારતની તમામ બેંકો અને રીઝર્વ બેંક ભારતના ઉદ્યોગપતિઓને આપવામાં આવેલી છેલ્લા ૩૦ વર્ષની લોનો અને છેલ્લા ૬ વર્ષમાં આપવામાં આવેલી લોનોના આંકડાઓ ભારતની જનતા સમક્ષ જાહેર કરશે.
ભારતની બેંકોમાં નાગરીકોના કેટલા ખાતાઓ છે અને એ ખાતાઓમાં કેટલા રૂપિયા છે ઉપરાંત ૨૦ વર્ષમાં લાંબાગાળાની બચતરૂપે કોના કેટલા નાણાં બેંકોમાં જમા છે આ જમા નાણાંમાંથી કેટલી લોનો કોને કોને આપવામાં આવી છે તેના આંકડાઓ ભારતની જનતા સમક્ષ પ્રસિદ્ધ કરવામાં આવે, દરેક બેંકોની શાખાઓ ના આઇ.એફ.એસ.સી. નંબરો છે તેની સાથે એકાઉન્ટ નંબરને પીન નંબર તરીકે જોડીને પૈસાના માલીકોને હિસાબ જોવાની વ્યવસ્થા બેંકોમાં હોવી જોઇએ, દરેક શાખાઓ તેના ખાતેદારોની થાપણો, બચત ખાતાની રકમ ઓનલોઇન જાહેર કરે અને દરેક શાખાઓએ છેલ્લાં ૩૦ વર્ષમાં કોને કેટલી લોન ધિરાણ આપેલ છે તેની રકમ ઓનલાઈન સાઇટ ઉપર પ્રસિદ્ધ કરે.. જે શાખામાં જેનું ખાતુ હોય તેના એટીએમ કાર્ડ નંબરને પીન નંબર તરીકે નાખીને તેની શાખાના તમામ નાણાંકીય વ્યવહારો ચકાસી શકે તેવી વ્યવસ્થા સરકાર અને રીઝર્વ બેંક દ્વારા કરવામાં આવે તો દેશની જનતાને દેશની સાચી સ્થિતિનું વાસ્તવિક સત્ય જાણવા મળશે.