Posted by: rajprajapati | 02/07/2016

મારું ભારત બદલી રહ્યુ છે, “લોકશાહીની વાસ્તવિકતાના દર્શન”

સન્માનિય ભારતવાસીઓ, અને વ્હાલા ગુજરાતીઓ,

        આજે આપણે આપણા નાગરીકત્વના અધિકારોની ચર્ચા કરીશું અને આજે આપણે લોકશાહીની વાસ્તવિકતાના દર્શન કરીશું,

        રાષ્ટ્ર અને રાજ્યોમાં લોકશાહીના નામે કોમવાદ અને જાતીવાદના આધારે રાજકીય પક્ષો, પક્ષના ઉમેદવારોને ચૂંટણી જીતાડીને ભ્રષ્ટાચારનું પ્રસાશન ચલાવી રહ્યા છે, ત્યારે આપણે વિચારવું જોઇએ.  

        કારણકે લોકશાહીના નામે ચાલતી માર્કેંટીંગ એજન્સીઓ જેવા રાજકીય પક્ષો એકના એકના ઉમેદવારને ફરી ફરી મેન્ડેટ આપીને લોકશાહીની નૈતિકતા ભંગ કરી રહ્યા છે અને રાજકીય પક્ષો પાસે, પક્ષ ચલાવવાનું અને ચૂંટણીમાં આવતું નાણાંકીય ભંડોળ ક્યાંથી આવે છે ?, તે જાહેર કરતાં નથી તે ફકત બેહિસાબી અને કાળા નાણાં હોય છે, કાળા નાણાંથી રાજકીય પક્ષો અને ચૂંટણી પ્રચાર ચાલે છે આવા રાજકીય પક્ષોએ ભ્રષ્ટ ઉમેદવારોને સતા અપાવી છે  ભ્રષ્ટાચાર માટે રાજકીય પક્ષો જવાબદાર છે,

        આપણી લોકશાહીને આપણા દેશની પ્રજા સમજી શકી નથી, સમજી શકી નથી એટલે પચાવી શકી નથી, લોક્શાહીમાં પ્રજાનું રાજ હોવું જોઇએ, લોકશાહી પ્રજાનો તાજ છે પરંતુ ભારતીય રાજનીતિએ લોકશાહીને હજી સુધી પ્રસ્થાપિત થવા દિધી નથી, પ્રજાના જનપ્રતિનિધિ તરીકે રાજકીય પક્ષના પ્રતિનિધિઓ પ્રશાસન ઉપર માલીકી ધોરણે સતા ભોગવે છે,

        જનપ્રતિનિધિત્વમાં એકપણ રાજકીય પક્ષ સંવૈધાનીક નૈતિકતાનું પાલન કરતાં નથી બધા પક્ષો એકના એક નાગરીક અને તેના પરીવારના નાગરીકોને મેન્ડેટ આપીને પક્ષના અન્ય સભ્યોના અધિકારોનો ભંગ કરી સંવિધાનના અનુચ્છેદ ૧૪ અને ૧૯ નો ભંગ કરે છે આવા ઉમેદવારોને ફરી વાર મતદાન કરીને મતદારો પણ નૈતિક અધિકારોનો ભંગ કરે છે આથી દેશના સામાન્ય પ્રજાજનના મુળભૂત અધિકારોનું શોષણ થતું રહે છે,

        કોમવાદ અને જ્ઞાતિવાદને આધારે રાજકીય પક્ષો મસલ્સ પાવર અને મની પાવર ધરાવતા પરીવારના નાગરીકોને રાજકીય પક્ષોના મેન્ડેટ આપી પ્રજા ઉપર વારંવાર ઉમેદવાર બનાવી મુકવામાં આવે છે એક એકના લોકોને બીજીવાર મતદાન આપવાથી લોકશાહી મુલ્યોનું હનન થાય છે,

        એકના એક નાગરીકને જનપ્રતિનિધિત્વ માટે બીજીવાર મેન્ડેટ આપવું અને મતદારોએ તેને મતદાન આપવું તે રાજકીય પક્ષો અને મતદારો દ્વારા લોકશાહીની હત્યા સમાન છે,

            રાષ્ટ્ર અને રાજ્યની પ્રજા લોકસભા અને વિધાનસભાઓ માટે મતદાન આપે છે પ્રશાસન વ્યવસ્થાઓમાં પોતાના વિસ્તારના એકા નાગરીકને જનપ્રતિનિધિ તરીકે નિમવા માટે મતદાન આપે છે પ્રજા રોજે રોજે ભરતા કરવેરાઓના જાહેર ભંડોળથી પ્રશાસનનું સંચાલન કરવા મતદાન આપે છે, મતદારો એકના એક પરીવારની અને એકના એક નેતાની ગુલામી કરવા માટે મતદાન આપતા નથી છતાં લોકશાહીના નામે ગુલામી ભોગવે છે

        વિવિધ પ્રકારના રોજે રોજે કરવેરા ભરતા ભારતના નાગારીકોને કરવેરાઓની ગણતરી સમજાતી નથી, દરેક પગલે, દરેક ચીજ-વસ્તુઓ ઉપર કન્ઝ્યુમર ટેક્સ, રોડ-ટેક્સ, એક્સાઇઝ, ઇન્કમ ટેક્સ, સર્વીસ ટેક્સ, વગેરેની દૈનિક ગણતરીઓ કરવાની સમજણ આપના દેશના નાગરીકો શિખ્યા નથી,

        પ્રજાના રોજે રોજ અને સતત ભરાય રહેલા કરવેરાઓથી કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેર ભંડોળની તીજોરીમાં અબજો રૂપીયાનો પ્રશાસન માટે વપરાશ કરવા માટે જે મતદાન આપવામાં આવે છે તે મતદાનની અંદાજીત કિંમત આકારી શકાય છે, મતનું મુલ્ય અંદાજીત મુલ્ય નક્કી કરી શકાય છે,

        જે સતામંડળની ચૂંટણી હોય તે સતા મંડળના પાંચ વર્ષના અંદાજીત બજેટના રૂપીયાની સંખ્યાને તે સતામંડળના મતદારોની સંખ્યાથી ભાગાકાર કરવાથી તે ચૂંટણી માટેના મતની અંદાજીત કિમંત આકારી શકાય છે, મતદારનો મત અમુલ્ય ગણાવાય છે પણ તે અર્ધ સત્ય છે મતદાર પોતાના મતની કિમંત આકારી શકે છે

        ઉ.દા…… વિધાનસભાની પાંચ વર્ષના અંદાજીત બજેટની રકમને રાજ્યના મતદારોની સંખ્યાથી ભાગાકાર કરવામાં આવે તો વિધાનસભા ચૂંટણીના મતની અંદાજીત કિમંત નક્કી કરી શકાશે, 

           ગુજરાત વિધાનસભાનું વાર્ષિક નાંણાકીય બજેટ ૧૫ ટકાના દરે વધે છે ૨૦૧૫-૧૬ નું બજેટ ૧,૫૦,૦૦૦,૦૦૦૦૦૦૦ (એક લાખ પચાસ હજાર કરોડ) છે, આગામી વિધાનસભાના પાંચ વર્ષના બજેટનો અંદાજીત સરવાળો રૂ.૯,૨૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (નવ લાખ વીસ હજાર કરોડ) થશે, મતદારોની અંદાજીત સંખ્યા ૫,૮૩,૦૦,૦૦૦ હશે, તેથી તેનો ભાગાકાર કરવાથી એક મતની અંદાજીત કિમંત રૂ. ૧,૫૭,૦૦૦ આકારી શકાય છે,  એક મતવિસ્તારમાં અંદાજીત ૨,૦૦,૦૦૦ મતદારો હોય તો એક ઉમેદવારની આશરે રૂ. ૩૨૦૦,૦૦૦૦૦૦૦ (બત્રીસો કરોડની જવાબદારીઓ આવે છે)

        ભારતના દરેક નાગરીકે મતદાન કરતાં પહેલા ઉમેદવાર વિશે ખુબ ગંભીરતાથી વિચારવું પડશે, પોતાના કરવેરાઓનો દૈનિક હિસાબ કરતા અને નોંધ કરતાં શીખવુ પડશે, જે ઉમેદવારને મતદાન આપે છે તેને પોતાના કરવેરાઓના અબજો રૂપીયાની જવાબદારી કોને આપે છે તેનો વિચાર કરવો પડશે,

        પ્રજા જે ચીજ વસ્તુઓની ખરીદી કરે છે તે ચીજ- વસ્તુઓ ઉપર કન્ઝ્યુમર ટેક્સ વસુલાય છે, ઓછામાં ઓછો ૪ ટકા થી ૩૯ ટકા સુધીનો ટેક્સ વસુલાય છે સરેરાશ ૧૫ ટકા કન્ઝ્યુમર  ટેક્સ વસુલાય છે. પરંતુ ચીજો ઉપર કિંમતની સાથે કેટલા રૂપીયાનો ટેક્સ વસુલાયો છે તેની રકમનો  આંકડો છાપવામાં આવતો નથી તેથી ભરપાઇ થયેલા કરવેરાનો હિસાબ નાગરીકો કરી શકતા નથી,

        દરેક ચીજ વસ્તુઓ ઉપર સ્થાનીક માતૃભાષામાં કરવેરાની રકમ અલગથી છાપવામાં આવે તો દરેક નાગરીક અને દરેક પરીવાર રોજે રોજે ભરાતા ક્ન્ઝ્યુમર ટેક્સનો ખર્ચ નોંધી શકે અને આવી રીતે માસીક,. વાર્ષિક અને પાંચ વર્ષના ભરાયેલા કરવેરાનો હિસાબ કરીને મતદાન કરતાં પહેલા પરીવાર દ્વારા સરકારમાં જમા થયેલા કરવેરાની રકમનો અંદાજ કરી શક્શે,  

        કેન્દ્ર અને રાજ્ય સરકારની નૈતિક ફરજ છે કે અંદાજપત્રમાં કરવેરામાં જાહેર કરેલી ટકાવારીની આનાવારીની (ટેક્સ જંત્રી), આઇ.પી.સી. અને સી.આર.પી. તેમજ ભારતનું સંવિધાન દરેક પરીવારને નિશુલ્ક પુરા પાડવા જોઇએ, જમીન મહેસુલ અને બાંધકામોના અધિનિયમો અને નિયમો પુરા પાડવા જોઇએ, જેથી દરેક નાગરીક અને દરેક પરીવાર સમાજ અને રાજ વ્યવસ્થાઓમાં શિસ્તતાનું પાલન કરી શકે,  

        આપણી રાજવ્યવસ્થાઓમાં પ્રશાસનીક વહીવટ વિજ્ઞાન (Government administration science) નો અભ્યાસ ક્રમ શીખવાડવામાં આવતો નથી જેથી ભ્રષ્ટ અને અનૈતિક લોકો સતા ઉપર આવે છે, દરેક રાજ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિનિયમો, વિધાનસભા અને લોકસભા સંચાલનના નિયમો અને કાર્યરીતીઓ, ઠરાવો, વટહુકમો, કાયદાઓ અને ધારાઓ ઘડવાની કાર્યવાહીઓ, સરકારી વિભાગોના વહિવટની કામગીરીઓ અને તેને લગતા નિયમો તેમજા રાજ્યસેવકોની જવાબદારીઓ તથા જાહેર નાણાંભંડોળના વર્ગીકરણા અને તેના સાર્વજનીક વપરાશની કાર્યરીતીઓના અભ્યાસક્રમો અને રાજ્ય એડમીનીસ્ટ્રેશનના સ્નાતક અનુસ્નાતકના અભ્યાસક્રમો ચાલુ કરાય તો રાજ્ય વ્યવસ્થાઓ અને જનપ્રતિનિધિઓમાં પારદર્શકતા અને પ્રમાણિકતા આપોઆપ આવી શકે છે,

        રાજકીય પક્ષોને ઉદ્યોગપતિઓ અને અનેક ઉત્પાદક ગૃહો તેમજ ખનીજ વપરાશ કરતી કંપનીઓ પાર્ટીફંડ અને ચૂંટણી ફંડના અબજો રૂપીયા આપે છે તેથી રાજકીય પક્ષો પોતાની મરજી મુજ્બના કોમવાદી અને એકનાએક જ્ઞાતીવાદી ઉમેદવારો વારંવાર ઉભા કરીને પ્રજાને ગુલામ બનાવી રાખે છે,

 સંગઠન ચલાવવા અને ચૂંટણીઓ જીતવા માટેના અબજો રૂપિયાનું નાણાં ભંડોળ કોઇ એકલ દોકલ સામાજીક સંગઠન ભેગુ કરી શકે નથી આથી પ્રમાણીક લોકોની હજારો સંસ્થાઓ હોવા છતાં પ્રમાણિક ઉમેદવારોને નાણાંભંડોળના અભાવે ચૂંટણીમાં જીતાડીને પ્રમાણીક શાસન લાવી શકાતું નથી,

        વિજય માલીયા, ગૌતમ અદાણી, રતન ટાટા, મુકેશ અને અનિલ અંબાણી જેવા અનેક ઉદ્યોગપતિઓ પાસે પોતાની મહેનતનો એકપણ રૂપીયો નથી, ૧૦-૧૫ બુધ્ધીશાળી લોકો ભેગા થઇને એક સમિતિ (બોર્ડ) બનાવી કંપની બનાવે છે મોટી બેંન્કોમાંથી પોતાની અમુક પ્રોપર્ટીના આધારે લોન લઇને સહિયારું નાણાં ભંડોળ ઉભુ કરીને પ્રોજેકટ લોન લે છે. વિવિધ બેન્કો પાસેથી લોનો લઇને બજારમાં કંપનીના લાખો શેર વેચીને અબજો રૂપીયાનું ભંડોળ ઉભુ કરીને કંપની ચાલુ કરે છે બેન્કોમાંથી લોન લીધી હોય તે પણ સામાન્ય નાગરીકોની બચતના પૈસા હોય છે અને શેર બજારમાંથી શેર વેચીને અબજો રૂપીયા મેળવે છે તે પણ સામાન્ય નાગરીકના પૈસા હોય છે

દરેક મોટા ઉદ્યોગપતિઓ પાસે રોકાણ કરેલો પોતાની મહેનતનો એકપણ રૂપીયો નથી, અદાણીની કંપનીઓ પ્રજા પૈસાની કંપનીઓ છે અંબાણીની કંપનીઓ પણ પ્રજાના પૈસાની કંપનીઓ છે, ટાટાની કંપનીઓ પ્રજાના પૈસાની કંપનીઓ છે, જેટલી કંપનીઓ શેર બજારમાંથી અને બેન્કોમાંથી લોન લઇને ચાલે છે તે બધી કંપનીઓ પ્રજાના પૈસાની કંપનીઓ છે આવી કંપનીઓ પ્રજાના પરસેવાથી ચાલે છે, આવી કંપનીઓને પબ્લીક બોન્ડથી કો-ઓપરેટીવ બનાવી ઉદ્યોગપતિઓની અબજોની આવકને પ્રજાની તીજોરીમાં લાવી શકાય છે,

        જો રાજકીય પક્ષો નાબુદ થાય તો અંબાણી અને અદાણી ટાટા જેવી ૧૦૦,૦૦૦ થી વધુ કંપનીઓ સરકારની કંપનીઓ બની જશે અને તેની આવક અને નફો રાજ્યની અને કેન્દ્ર સરકારની તીજોરીઓમાં જમા થશે, જેનાથી દરેક સીનીયર સીટીઝનને પુરતું પેન્શન આપી શકાશે, દરેક વિદ્યાર્થીને મફતમાં શિક્ષણ આપી શકાશે, દરેક બેરોજગારને રોજગારી ભથ્થુ આપી શકાશે,

શિક્ષણ અને આરોગ્યની બધી સેવાઓ મફત કરવી હોય દરેક ગામડા અને શહેરોને હક્કિતમાં આધુનીક અને સુવિધાપુર્ણ કરવા હોય તો કંપની રાજ અને રાજકીય પક્ષોને ખત્મ કરવા પડશે, જુઠા બોલા નેતાઓ અને ધંધાદારી એજંસીઓ પાસે માર્કેટીંગ કરાવતા તેમજ બીજાને લખેલી સ્પીચ બોલનારા નેતાઓથી ભારત અને રાજ્યોની રાજ વ્યવસ્થાને મુક્ત કરવી પડશે, 

અત્યારના ચૂંટાયેલા રાષ્ટ્રીય નેતાઓ ફકત જુઠુ બોલી રહ્યા છે બે- પાંચ વર્ષ પહેલા જે બાબતને રાષ્ટ્ર અને પ્રજા માટે જોખમી અને વેપાર-વાણીજ્યને બરબાદ કરનારી કહેનારા નેતાઓ હવે એજ જોખમી અને રાષ્ટ્રને નુકસાન કરતી બાબતોને દેશમાં લાગું કરીને સમગ્ર રાષ્ટ્રની પ્રજા સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે,

રાજકીય પક્ષો અને નેતાઓ સમજે છે કે ચૂંટણી સમયે પ્રજા વિતેલા પાંચ વર્ષના અન્યાય, ભ્રષ્ટ્રાચાર, કૌભાંડો અને અરાજકતાને ભુલી જાય છે ચૂંટણીમાં નવી લાલચો અને નવી વાતો કરીને દેશની પ્રજાને વારંવાર છેતરી શકાય છે, કોમવાદ અને જ્ઞાતીવાદનું વાતાવરણ ઉભુ કરીને પ્રજાના મત ખુંચવી શકાય છે, એક્વાર સતા ઉપર બેસી ગયા પછી પાંચ વર્ષ સુધી પ્રજા સતા ઉપરથી ઉતારી શકે તેમ નથી તેથી ચાર વર્ષ સુધી ભ્રષ્ટાચાર અને અન્યાય કર્યા પછી ચૂંટણી પહેલા પ્રજાના કામો કરયના અબજોના આંકડાઓ રજુ કરીને પ્રજાને છેતરવામાં આવતી રહે છે,

કોઇપણ પક્ષ સરકાર ચાલવે છે તે પક્ષ પોતના પક્ષના પૈસાથી પ્રજાના કામો કરતાં નથી જે કામોઅનેપ્રજાલક્ષી યોજના અમલમાં હોય છે તે બધો પૈસો માત્ર પ્રજનો પૈસો છે રાજકીય પક્ષો યોજ્નાઓના અબજો રૂપીયાના કામો પોતાની કંપનીઓને આપીને અબજો રૂપીયાનો નફો કરે છે,

        ક્યારેય ધારાસભ્યો અને સંસદસભ્યો કે મંત્રીઓ અને પ્રધાનોને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડતી નથી મોટા ઉદ્યોગપતિઓને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડતી નથી ફકત મધ્યમવર્ગના બિલ્ડરો, જવેલર્સ અને નાના ઉત્પાદકોને ત્યાં તેમજ વેપારીઓને ત્યાં ઇન્કમટેકસની રેડ પડે છે, ધારાસભ્યો અને સંસદસભ્યોના વાહનોનું ચેંકીગ થતુ નથી, બીજા બધાના વાહનોનું ચેંકીગ થાય છે, વિરોધપક્ષના નેતાઓ શાસક પક્ષના ભ્રષ્ટાચાર વિશે સમાચાર માધ્યમોમાં નિવેદનો કરે છે, પણ હાઇકોર્ટમાં જઇને ભ્રષ્ટાચાર સામે ફરીયાદ કરતાં નથી, રાજકીય નેતા બની જવાથી તેના માટે દેશના કાયદાઓનું કોઇ આધિપત્ય રહેતું નથી, રાજકીય પક્ષો અને વારંવાર સતા ઉપર આવતા રાજકારણીઓ ભ્રષ્ટાચાર અને અરાજકતા માટે જવાબદાર છે, નેતાઓને કોઇ કાયદાઓનું પાલન કરવાની જરૂરત રહેતી નથી,

        રાજકીય પક્ષોનો નાણાંકીય કારોબાર કાળનાણાંથી ચાલતો હોય છે અને રાજકીય પક્ષો ઉદ્યોગગૃહોની એજન્સી જેવા હોય છે સતા ઉપર રહેલા રાજકીય પક્ષો ખનીજ ચોરી કરી શકે છે અને સાર્વજનીક યોજનાઓના કામોમાંથી ભ્રષ્ટાચાર આચરી શકે છે લોકશાહીનો વધુને વધુ ફાયદો મોટા ઉદ્યોગપતિઓ મેળવતા હોય છે, સામાન્ય નાગરીકોને ફકત ગુલામી કરવાની રહે છે,

        રાજકીય પક્ષો તેના પોતાના કાર્યોકરો અને નાના હોદેદારોને પણ પક્ષની નાણાંકીય વ્યવસ્થાઓ અને આવકા તથા ખર્ચનો હિસાબ આપતા નથી,

        રાજકીય પક્ષોના કાર્યકરો અને સંગઠનના હોદેદારોને પણ શિક્ષણનો વેપાર કરતી દુકાનો ઉપર લાખો રૂપીયાની ફી ભરવી પડે છે મોંઘવારીનો માર સહન કરવો પડે છે, કોઇપણ રાજકીય પક્ષ તેના નોંધાયેલા કાર્યકરો અને હોદેદારો માટે મફત શિક્ષણ અને જીવના જરૂરીયાતની ચીજ વસ્તુ સસ્તી મળી રહે તેવી વ્યવસ્થાઓ કરતી નથી, એટલે કે રાજકીય પક્ષમાં કામા કરતાં હજારો કાર્યકર્તાઓને રાજકીય પક્ષ મોંઘવારી અને શિક્ષણના માતબાર ખર્ચા ભોગવા મજબુર બનાવે છે, સંગઠન અને પ્રચાર માટે કામ કરાવે છે અને ઉપરથી મોંઘવારી અને શિક્ષણના વેપારનો ભોગ પણા બનાવે છે, જે રાજકીય પક્ષ પોતના પક્ષના લોકો માટે મફત શિક્ષણા વ્યવસ્થાઓ આપતો ના હોય તે રાજકીય પક્ષને કાર્યકરો અને હોદેદારોએ તાત્કાલીક છોડી દેવો જોઇએ,

        જ્ઞાતીવાદથી મતદાન કરનારરા મતદારોને તેની જ્ઞાતીની શિક્ષણ સંસ્થાઓમાં મફત શિક્ષણ અપાતું નથી કે જ્ઞાતીના ડોકટરોની હોસ્પીટલમાં મફત સારવાર અપાતી નથી, સમાજ વ્યવસ્થાઓને વિભાજીત કરવા અને માનવતાને ખત્મ કરવા રાજકીય પક્ષો જ્ઞાતીવાદ અને કોમવાદને ફેલાવી રહ્યા છે,

        સામાન્ય નાગરીક લાખો રૂપીયાના કરવેરાઓ ભરે છે અને મતદાન કરે છે પણ કોઇ ઉમેદવારને સેવાદાન રૂપે ચૂંટણી ફંડ આપતા નથી તેથી પ્રમાણીક ઉમેદવાર સંગઠન અને નાણાંના અભાવે જનપ્રતિનિધિ બની શકતા નથી,

         આજ સુધી તો આમ ચાલતું રહ્યુ છે,  પણ…….. હવે આમ.. નહીં ચાલે,…….આપણે સૌ સમજણ અને સભ્યતાથી આપણા સમાજની અને રાજયની વ્યવસ્થાઓ સુધારીશું રાજકીય પક્ષોના ભ્રષ્ટ લોકોને સતા ઉપરથી દુર કરીશું,  

        હવે આપણે ભારતને વાસ્તવિક લોકશાહી રાષ્ટ્ર નિર્માણ કરવા માટે મતનું મુલ્ય આકીંશુ, કરવેરાઓના હિસાબ રાખીશું, અને પ્રતિદિન એક વ્યક્તિદિઠ એક રૂપીયો ભારતમાતાને અર્પણ કરીને ચૂંટણી માટે ધનસંગ્રહ કરીશું,

        દરેક પરીવાર પોતાના ઘરમાં ભારતમાતાના નામનું અથવા રાષ્ટ્રધર્મના નામનું દાનપત્ર રાખવું જોઇએ અને ઘરની દરેક વ્યક્તિ દિઠ દૈનિક એક એક રૂપીયો જમા કરશે, આ નાણાંનો ઉપયોગ માત્ર રાજ્યના બિનરાજકીય અને પ્રમાણિક સંગઠનના ઉમેદવારો માટે કરવામાં આવશે મતદારોના પોતના મતદાન અને પોતાના ચૂંટણી ફંડથી ચૂટાયેલા પ્રજાના સાચા પ્રતિનિધિઓની રાજય સરકાર બનશે તો રાજ્યમાંથી કાયમી ધોરણે શિક્ષણનો વેપાર નાબુદ થશે,

        રાજયમાં શિક્ષણનો વેપાર કરવો અને વેપાર કરતી સંસ્થાઓમાં સંતાનોને ભણાવવા માટે લાખો રૂપીયાની ફી આપી આ શિક્ષણના વેપારને સમર્થન આપવાના પાપથી પ્રજાજનોએ મુક્ત બનવું પડશે, સરસ્વતિ, લક્ષ્મિ અને મહાકાલી માતાના આપણી માતાઓ છે પૂજનીય છે શિક્ષણ એટલે સરસ્વતિના વેપાર કરનારા અને કરાવનારા રાજકીય પક્ષો અને તેના ઉમેદવારોને મતદાન કરવું સમાજદ્રોહ છે અધર્મ છે, આવા અધર્મને આપણે છોડવો પડશે ત્યાગ કર્વો પડશે, અધર્મ કરનારા રાજકીય પક્ષોનો ત્યાગ કરવો પડશે,

        રાજયની વસતીમાં રહેલી જ્ઞાતીઓની જનસંખ્યાની ગણતરી કરીને આપણે નવા યુવાન ઉમેદવારોની પસંદગી કરીશું, અને તેને મતદાન આપીશું,

        આપણા ૨૫-૨૭ વર્ષના યુવક- યુવતીઓ ડોકટર બની શકે છે, ઇજનેર બની શકે છે, પાયલોટ બની શકે છે. આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. બની શકે છે, ક્રિકેટર બની શકે છે અભીનેતા બની શકે છે મેનેજર બની શકે છે ચાર્ટેડ એકાઉન્ટન્ટ બની શકે છે, તો પછી ધારાસભ્ય અને સંસદા સભ્ય શા માટે બની શકે નહીં,

        ખેડુત અનાજ અને કપાસ ઉગાડે છે, મજુરો પાક તૈયાર કરે છે, વેપારીઓ તેને ખરીદે છે આપણે જે અન્ન ખાઇએ તે પણા બીજા ઉગાડે છે, આપણને છાયડો અને ફર્નિચર આપનારા વૃક્ષો બીજાએ વાવેલા છે આપણા વાહનો બીજા લોકોએ બનાવ્યા છે

        આપણા કપડાનો કપાસ  ખેડુતે ઉગાડ્યો, અને કાપડની મીલના મજુરોએ કાપડ બનાવ્યુ છે,દરજી કાપડ સિવીને કપડા બનાવ્યા છે ત્યારે આપણે કપડા પહેરી શકીએ છીએ, રસોઇના વાસણો બીજાએ બનાવ્યા છે, ઘરની અને પોતાની બધી વસ્તુઓ બીજાએ બનાવી હોય છે આપણે માત્ર તૈયાર ખરીદીને ભોગવી રહ્યા છીએ આપણા પોતાના એકલાના જીવનમાં બીજા જાણ્યા અજાણ્યા અનેક લોકોનો ફાળો છે, આપણે સમાજ વ્યવસ્થાના એક નાનકડા હિસ્સેદાર છીએ, આપણી કોપિ જ્ઞાતી કે કોમા હોતી નથી આપણે ફકત પ્રમણીક માણસો છીએ, એટલે પ્રમાણિક સમાજ વ્યવસ્થાઓ નિર્માણ કરીશું,

        આપણૂં મકાન બીજાએ બનાવ્યુ છે આપણૂં ફર્નીચર બીજાએ બનાવ્યુ છે,આપણે શિક્ષણ બીજા પાસેથી મેળવવું પડે છે, આપણે બધાને એક સરખો પ્રાણવાયુ મળે છે આપણે એક સરખુ પાણી પી રહ્યા છીએ, આપણે બધા જન્મથી મરણ સુધી એકબીજા સાથે જોડાયેલા છીએ,, આ ધરતીનું અન્ન-હવા-પાણી બધાને એકસમાન મળે છે બધાના સંવૈધાનીક અધિકારો સમાન છે, પરંતુ રાજકીય પક્ષોએ આપણી વચ્ચે વિગ્રહો પેદા કર્યા છે, માનવતને નાબુદ કરી છે, રાજ્યસેવકો અને સરકારી વ્યવસ્થાઓને રાજકીય પક્ષોએ ભ્રષ્ટ કરી છે,

        આપણી કોઇ કોમ નથી આપણી કોઇ જ્ઞાતિઓ નથી, આપણે માનવતા અને સંસ્કૃતીના લોકો છીએ, ભારત અને ગુજરાત વિશ્વને સભ્યતાઓ અને સંસ્કારો અને જ્ઞાન-વિજ્ઞાન આપનારી ભુમી છે, જ્ઞાતીવાદ અને કોમવાદના દુષણો રાજકીય પક્ષોએ ઉભા કર્યા છે અસલામતિઓ રાજકીય પક્ષોએ ઉભી કરી છે, રાજકીય પક્ષોએ સમાજ વ્યવસ્થાઓમાંથી માનવતા ખત્મ કરી છે, સંસ્કારો અને સભ્યતાઓનો નાશ કરવાનું કાર્ય રાજકીય પક્ષોએ કર્યુ છે સતા માટે પોતાની મહત્વાકાંક્ષાઓ માટે કોમવાદ અને જ્ઞાતિવાદ ઉભા કરીને સમાજ વ્યવસ્થાઓમાં વિગ્રહો પેદા કર્યા છે,

        મિત્રો, આપણા જીવનનો ૩૫ ટકા સમય ઉંઘવામાં જાય છે, ૨૦ ટકા સમય ખાવ-પીવા અને કપડા પહેરવામાં જાય છે, ૧૫ ટકા સમય ટ્રાંન્સપોર્ટેશનમાં જાય છે, ૨૦ ટકા સમય સામજીક વ્યવહારો અને તેની વ્યવસ્થાઓમાં જાય છે, ૭ થી ૮ ટકા સમય આજીવીકા મેળવવા માટે વપરાયા છે,આપના માણસ તરીકેના જીવનમાં માત્ર ૨ થી ૩ ટકા આપણે આપણા માટે વાપરી શકીએ છીએ આ ૨-૩ ટકાનો સમય પરીવારની અને બીજાની મરજી મુજબ વપરાય છે,

        દોસ્તો, ભાઇઓ બહેનો,……..

        આપણે સૌ એકબીજાથી પરસ્પર જોડાયેલા છીએ આપણે એકબીજા ઉપર નિર્ભર છીએ, આપણે બધા એક સમાન છીએ, હંમેશા સાથે રહેવાનું છે રાગ –દ્રેષના વિચારોથી આપણૂં પોતાનું જીવન અશાંત બને છે, જીવનનો જે હિસ્સો બાકી રહ્યો છે તે જીવન સાથે મળી સુખ શાંતીથી જીવી શકાય તેવી સમાજ વ્યવસ્થાઓ માટે આપણે સૌ સંકલ્પ કરીશું પ્રતિબધ બનીશું, માત્ર વાતો નહીં કઈને આપણે સદભાવના અને પ્રેમનું વાતવરણ બનાવીશું,

કુદરતી રીતે પ્રમાણીકતા અને પવિત્રતાથી માણસ તરીકે જીવી શકીએ તેવી આપણા સમાજમાં કોઇ વ્યવસ્થાઓ નથી, ભારતમાં પુર્ણ લોકશાહી સ્થાપિત થાય તો માણસ માનવતથી અને શાંતીથી ચિંતામુક્ત રીતે જીવી શક્શે, અને માણસ તરીકે જન્મ મળ્યાનો લાભ અને આનંદ મેળવી શક્શે,

         આપણે રાજકીય પક્ષોએ ઉભા કરેલા કોમવાદ અને જ્ઞાતિવાદના બધી બિમારીઓને કાઢવી પડશે, આપને સાથે રહેવાનું છે એકબીજાના સહકાર અને સહવાસમા6 જીવવાનું છે, આપણે આપણી આસપાસ અને આપના રાજ્યમાં તથા આપણા રાષ્ટ્રમાં રાષ્ટ્રધર્મથી જીવવાનુ છે,

        મિત્રો, આપણી પાસે પુષ્કળ માનવ બળ છે, વિશાળ જમીનો છે ,નદીઓ છે, વનસ્પતિઓ છે દરેક રોગોને નાબુદ કરનારી લાખો પ્રકારની વનસ્પતિઓ છે, ભારતના દરેક રાજ્યો પાસે અમુલ્ય સંપતિઓ છે આપણે સાચી લોકશાહી સ્થાપિત કરવાની જરૂર છે, ભારતના સંતો, ફકીરો અને ઋષિઓએ વિશ્વને જ્ઞાન અને વિજ્ઞાન આપ્યુ છે આપણા લોહીમાં સંસારનું યુનિવર્સલ નોલેઝના જીન છે, આપણે વિશ્વની દરેક સમસ્યાઓનું નિવારણ કરવાની શક્તિ ધરાવતા અમૃત ભુમીની પ્રજા છીએ, મંત્રોના સ્વર તરંગો ઉપર હવાઇ જહાજ ઉડાવનારા દેવતાઓના જીન્સ ધરાવતી આપણા ભારતની ભુમીમાંથી આપણે જુઠુ બોલનારા, વિશ્વાસઘાતી, કોમવાદ અને જ્ઞાતીવાદથી માનવતાની હત્યા કરનારા રાજકીય પક્ષો અને રાજકીય પક્ષોના નેતાઓથી દેશની રાજ વ્યવસ્થાઓ અને સમાજ વ્યવસ્થાઓને મુક્ત કરવી પડશે, 

        મિત્રો, આપણી પાસે, આપણા શરીરનો ખુબ ઓછો સમય હોય છે, આપણે સત્યને સ્વિકારવા માટે વિચારવાની જરૂર નથી, આપણે જે ચર્ચા કરી તે ફકત સત્ય છે, ફકત પવિત્રતા છે, ફકત પ્રમાણીકતા છે, 

આપણે પોતે ઘરની દરેક વ્યક્તિ દિઠ રાષ્ટ્રધર્મનો એક એક રૂપીયો રોજે રોજે જમા કરવાનો છે, એકવાર મતદાન આપ્યુ તે નાગરીક અને તેના પરીવારને ફરી મતદાન નહીં કરીએ, લોકશાહીની હત્યાના પાપથી મુક્ત રહીશૂં, આપણે માતા સરસ્વતિ વિક્રય કરાવનારાઓથી રાજ્ય અને રાષ્ટ્રને મુક્ત કરીશું,

        આપણો જન્મ થયો તે પહેલા પણા બધુ હતુ અને આપણા મરણ પછી બધુ રહેવાનું છે, સંપતિ, સતા, જ્ઞાતિ, કોમ, પૈસા, વાહનો, ઇમારતો,ઝવેરાતો,પ્રતિષ્ઠા, બધુ અહી પડયુ રહેવાનું છે, માટે માણસનું અમુલ્ય શરીર પામીને જન્મ્યા છીએ તો પ્રમાણીક અને પવિત્ર સમાજ વ્યવસ્થાઓ અને રાજ વ્યવસ્થાઓ કરવા માટે માનવતાથી સમર્થન આપી,

        આપની સાથેના આ જાહેર સંવાદમાં મારી કોઇ ક્ષતિ રહી હોય કે આપની લાગણી દુભાય હોયા તો ક્ષમા ચાહું છુ, હું આપ સર્વે પ્રત્યે ગર્વ અનુભવું છુ કે હું આપ સર્વેના ના પરીવારનો, આ સમૃધ્ધ ભારતનો સભ્ય છુ અને મારા ભારતીય પરીવારના કરોડો સભ્યો માટે જાહેરા હિતની વાતને રજુ કરી શકું જાહેર સત્યોને સ્વિકારી શકું છું, ધન્યવાદ, 

રાજ પ્રજાપતિ ,   ગાંધીનગર,    ગુજરાત,

૦૯૯૨૫૬૬૧૧૬૬,    ૦૯૯૨૪૬૬૧૧૬૬,    ૦૯૩૨૮૬૬૧૧૬૬,

 ૦૯૮૯૮૬૬૧૧૬૬,    ૦૯૨૨૭૬૬૧૧૬૬,     ૦૯૪૨૮૬૬૧૧૬૬,

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: