Posted by: rajprajapati | 13/01/2017

વાયબ્રન્ટ સમીટ – ઔધૌગીક ષડયંત્ર

આઠમા વાયબ્રન્ટ સમીટના ઔધૌગીક ષડયંત્રનું સમાપન

પ્રજાના પૈસે ઉદ્યોગપતિ બનતા કાવતરાખોરો

સરકાર પોતે દલાલની ભુમીકા કરે છે

ભારતમાં ગાજેલી અને વિશ્વભરમાં પ્રચાર કરવામાં આવતી વાયબ્રન્ટ સમીટની દ્વિવાર્ષિક શ્રેણીમાં ૨૦૦૩ થી ૨૦૧૭ સુધીમાં થયેલા રોકાણોના આંકડાઓની માયાજાળ માત્ર પ્રજાને છેતરવાનું સરકારનું ષડયંત્ર હોવાનું સાબિત થઇ રહ્યુ છે, આઠ સમેંલનોમાં આશરે કુલ ૭૪,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦ (ચુમોતેર લાખ કરૉડના સમજુતી કરારો થયા છે) જ્યારે ૨૦૦૩ થી ૨૦૧૭ સુધીનું આશરે બજેટ ૧૩૧,૦૦,૦૦૦ (એકસો એકત્રીસ લાખ કરોડ) છે

ગુજરાત સરકારના સમાન વર્ષોના બજેટ કરતા પાંચ ગણું વધારે રોકાણ કરારો થયા છે સરકાર જણાવે છે કે ૬૫ ટકા રોકાણ થાય છે એટલે કે આશરે ૪૮,૦૦,૦૦૦ કરૉડના ઉદ્યોગો અને વેપારમાં રોકાણ થયા છે જે રાજયના સરેરાશ બજેટ કરતાં સાડા ત્રણ ગણું અધધ રોકાણ છે અને બીજી તરફ ૩૦ લાખ લોકો બેરોજગાર છે હકિકતમાં બેરોજગારી અને સમીટને કોઇ લેવા દેવા નથી,

         જે લોકો સમજુતી કરારો કરે છે તે લોકો કરોડો રૂપીયા બેંન્ક લોન લે છે અને તે કરોડોની લોન મળે તો રોકાણ કરે છે, બે ન્કોમાં મધ્યમ વર્ગની બચતનાં પૈસા જમા પડયા હોય છે તે પૈસાની લોન લેવામાં આવે છે ૮ થી ૯ ટકા વ્યાજ મેળવવા માટે ડીપોઝીટ કરેલા મધ્યમ વર્ગના બચતના પૈસાથી અબજો રૂપીયાની પ્રોજેકટ લોન અને વધુમાં શેર બજારમાંથી કરોડો રૂપીયા ખેંચવામાં આવે છે આમ બધા પૈસા મધ્યમ વર્ગની બચતના પૈસા છે ઉદ્યોગપતિઓના પોતાનો એક રૂપીયાનું રોકાણ હોતું નથી,

         અંબાણી, અદાણી, જેવા ૫૦ વધુ ઉદ્યોગપતિઓએ ૨૦૦૩ થી ૨૦૧૫ સુધીમાં જેટલું રોકાણ કર્યુ છે તે બધા રૂપીયા બેન્કોમાંથી લીધી લોન છે અને શેરબજારમાંથી મેળવેલા પૈસા છે સરવાળે બધા પૈસા મધ્યમ વર્ગની પ્રજા અને બેરોજગાર યુવાઓના પરીવારજનો પૈસા છે, ઉદ્યોગપતિઓના ઘરનો પોતાનો એકપણ રૂપીયાનું રોકાણ કરવામાં આવતું નથી,

         ભારતમાં ૩,૦૦,૦૦૦ કરોડની લોનો હજી પરત મળી નથી મોટા ઉદ્યોગપતિઓ લોન ભરતા નથી, બે ન્કો કહે છે ૩,૦૦,૦૦૦ કરોડના એન.પી.એ. છે આ મોટી રકમની લોનો વાળાનો આંકડો છે વાસ્તવિક આંકડો ૮,૦૦,૦૦૦ કરૉડથી વધુની એન.પી.એ. ન્બો છે એક કરોડથી ૧૦૦ કરૉડ સુધીની મધ્યમ ઉદ્યોગોની લોનો ડુબી ગઇ છે તેનો આંકડો જાહેર કરવામાં આવતો નથી,  દેશના ૮૦ વધુ ઉદ્યોગપતિઓએ આશરે ૬.૦૦.૦૦૦ કરોડ રૂપીયા પ્રજાના ઓળવી લીધા છે મધ્યમ વર્ગની બચતના પૈસાનું રોટેશન કરીને આ પૈસા ઉદ્યોગપતિઓને લોન પેટે આપી બેન્કોના મોટા મેનેજરો કરોડોનો પગાર અને અબજો રૂપીયાના કમીશનો મેળવે છે,

         એકના ડબલ અને વ્યાજની લાલચે મધ્યમ વર્ગના લોકો બચતના પૈસા બે ન્કોમાં જમા કરાવે છે આવા અબજો રૂપીયા રોટેશનમાં હોય છે એક સાથે બધાને એકના ડબલ આપવાના હોતા નથી, બધાને જુદા જુદા સમયે એકના ડબલ આપવાના હોય છે બચત અને વ્યાજ માટે જમા થતી ૬૦ ટકા મુડી અરસપરસ ફરતી રહે છે અને ૪૦ ટકા રકમ ઉદ્યોગપતિઓને લોન આપીને ફડચામાં નાખી દેવામાં આવે છે,

         ભારતના લોકો એક સાથે પોતાની મુડી પરત માંગે તો ભારતની આખી અર્થ વ્યવસ્થા તુટી શકે તેમ છે, ઉદ્યોગપતિઓનું અસ્તિત્વ ખત્મ થઇ શકે છે, બધા ઉદ્યોગો તો પ્રજાના પૈસાના છે ભારતમાં હક્કિતમાં કોઇ ઉદ્યોગપતિઓ નથી, સરકારને એજન્ટ તરીકે ઉપયોગ કરતાં આર્થીક કાવતરાખોરો છે,  

જનપ્રતિનિધિઓની સરકાર સાર્વજનીક મિલ્કતો, સરકારી ખરાબાઓ અને પડતર જમીનો તેમજ ગૌચરની જમીનો નીમ કરીને ઉદ્યોગપતિઓને આપે છે ઉત્પાદનો ઉપર વસુલાતા કરોડો રૂપીયાના કરવેરા માફ કરી પ્રજાની તીજોરીને નુકસાન કરીને પાર્ટી ફંડ તેમજ ચૂંટણી ફંડ મેળવે છે સરકારની ભુમીકા એકંદરે દલાલ જેવી બની જાય છે, દલાઓ અને વચેટીયાને હટાવી સરકારના અમુક અધિકારીઓ અને નેતાઓ પોતે દલાલી કરતા હોય છે,  ૩૦૦ જેટલા લાયઝનીંગ ઓફિસરોની ભરમાર કાયમી ધોરણે સરકારમાં કામ કરી રહી છે મંત્રીઓના ભાઇઓ કંપનીઓના લાયઝનીંગ ઓફિસર તરીકે નોકરી કરે છે,

         ઉદ્યોગ વિભાગના ઇન્ડેક્ષ્ટ-બી દ્વારા આ સંમેલનનું દ્વિવાર્ષિક આયોજન કરવામાં આવે છે બંધારણીય જોગવાઇઓનો ભંગ કરીને સીધા ૨૪૦૦૦ ના હંગામી પગારદારોને કાયમી કરી દેતી આ મહા કૌભાંડી બ્યુરો છે આ બ્યુરોને હોટેલ બૂંકીંગ, વિદેશ પ્રવાસ, નિમંત્રણ પત્રો, ફાઇલો, લેધર બેગો, લેધર ડાયરીઓ, કેટરીંગ કો ન્ટ્રાકટ, લકઝરીસ મોટરો વગેરેના કામોમાંથી દરેક સમીટ દરમ્યાન લાખો રૂપીયાના કમીશનો મળે છે

         ઇન્ડેક્ષ્ટ-બી અને જી.એસ.પી.સી. ફકત ભ્રષ્ટાચર કરવાના સરકારી યુનીટૉ છે આ એકમોના બધા કામો ભ્રષ્ટ રીતે અને ગેરરીતીથી કરવામાં આવે છે આ બંને એકમોમાં માસીક ૨૪૦૦૦ ના પગારથી કોન્ટ્રાકટથી ભરતી થાય છે અને તેને એકાદ વર્ષ પછી કાયમી કરવામાં આવે છે ઇન્ડેક્ષ્ટ-બીમાં હાલ નોકરી કરતા કો ન્ટ્રાકટ બેઝ કર્મચારીઓ સચીવો અને અધિકારીઓના સંતાનો અને સગાસંબધિઓ છે મોટાભાગનાને સમીટના આંમત્રણો માટે બે થી ત્રણ દેશોમાં સરકારી ખર્ચે વી.વી.આઇ.પી કેટેગરીમાં પ્રવાસ કરવાનો લાભ આપવામાં આવે છે,

૩૦૦ થી ૧૨૦૦ અને ૫૦૦૦ સુધીની જમવાની થાળીના કામોમાં ૩૦ ટ્કા અને હોટેલના રૂમ બૂકીંગમાં ૪૦ ટકા કમીશન હોય છે લેધર ગીફ્ટ અને અન્ય સ્ટ્શનરી મટીરીયલ પેન ડ્રાઇવ, ઇલેક્ટ્રોનીક સામનમાં ૨૦ થી ૨૫ ટકા કમીશન હોય છે લકઝરીયસ કારો અને બસોના આપેલા કામોમાં ટ્રાવેલ્સ એજન્ટો પાસેથી ૩૦-૩૫ ટકા કમીશન મળે છે, ખુરશી- સોફા અને અન્ય સર્વીસ તથા હોર્ડીંગ, પોસ્ટર, લાઇ ટીંગના કરોડોના કોંન્ટ્રાકટમાંથી ૪૦ ટકા જેટલુ કમીશન મળે છે, આમ જોઇએ તો ઇન્ડેક્ષ્ટ-બી દ્વારા કરાતા આ સંમેલનો એક ભ્રષ્ટ અને પ્રજાના પૈસાની ઉઅજવણી કરવાનું અને કરોડોના કમીશનો મેળવવાનું ષડયંત્ર છે,

૭૪,૦૦,૦૦૦ કરોડમાંથી ૬૫ ટકા એટલે કે ૪૮,૦૦,૦૦૦ કરોડના ઉદ્યોગો હોય તો રાજયની કરવેરાની આવક પ્રતિ વર્ષ આશરે ૨૦,૦૦૦ કરોડ વધવી જોઇએ અને જેનાથી ગુજરાતમાં બધાને શિક્ષણ મફત આપી શકાય છે, આ સમેંલનો સાચા હોય તો ગુજરાતમાં સીધી અને આડકતરી રોજગારીને કારણે એકપણ નાગરીક બેરોજગાર હોય નહીં,

પ્રજા શેર અને અન્ય રીતે બચત કરે છે તે મધ્યમ વર્ગના લોકોની બચતના પૈસાની લોન લઇને ઉદ્યોગપતિઓ રોકાણ કરે છે અને અતિશ્રીંમત બનતા જાય છે સરકારં ચલવનારા દલાલી કરતા જાય છે અને પ્રજાને વધુને વધુ ગુલામ બનાવતા જાય છે મજબુર અને નિસહાય બનાવતા જાય છે, શિક્ષિત બેરોજગારોને ઉદ્યોગપતિઓ શિક્ષિત મજુર ગણીને રોજગારી આપી મહેરબાની કર્યાની વાતો કરે છે પણ પ્રજાના પૈસે અને પ્રજાના પરસેવાથી ચાલતા આ સરકારના ષડયંત્રો સામે યુવા શક્તિઓએ ઉભા થવાની અને પ્રજાના પૈસે ઉદ્યોગપતિ બની જતા કાવતરાખોરો સામે જાગ્રુત બની આંદોલન ચલાવવાની અને આવા ષડયંત્રો ચલાવતા પક્ષની સરકારોને કાયમી ધોરણે સતાથી દુર કરવા જનઆંદોલન અને લોક જાગ્રુતી આંદોલન ચલાવવાની માંગણી ઉઠી રહી છે.

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: