Posted by: rajprajapati | 24/12/2016

વિમુદ્રીકરણ અને કેશલેશ એટલે રાષ્ટ્રીય ષડયંત્ર

નોટબંધી- અજાણ્યા રસ્તે દોડવાથી પડી જવાય છે.

વિમુદ્રીકરણ અને કેશલેશ મધ્યમ વર્ગના ૧૫૦૦૦ કરોડ રૂપીયા બેન્કોમાં ખેંચીને તેમાંથી ૮ લાખ કરોડ જેવા રૂપીયા ઉદ્યોગપતિઓના માટે ઉભા કરવાનું મોદી અને ભાજપ તેમજ રાજકીય પક્ષોનું રાષ્ટ્રીય ષડયંત્ર છે કાળા નાણાંને બહાર લાવવાની વાત તદન ખોટી છે ફકત પ્રજાના બચતના પૈસા બેન્કોમાં ખેચવાનું ષડયંત્ર છે,

કાળા નાણાં અને આતંકવાદને નાબુદ કરવાના આયશથી વિમુદ્રીકરણનો અમલ કરવા જતાં અજાણ્યા માર્ગે દોડવાથી પડી ગયા જેવી સ્થિતીનું નિર્માણ થયુ, કર ન્સી નોટ અને અનધિકૃત આર્થીક વ્યવહારોને કોઇ સબંધ છે તેવું કહેવા માટે દુનિયાના કોઇ અર્થ શાસ્ત્રીની તૈયારી નથી, વ્યાપાર અને સામાજીક વિનિમયોમાંથી કરવેરાઓ વસુલવાની વ્યવસ્થાઓથી ઉપરવટ અનધિકૃત વ્યવહારોથી થતા નાણાંકીય વિનિમયોને નાબુદ કરવાની નેમ સાચી છે પણ તેની અમલવારી કરવામાં થતી ભુલોથી રોજીંદા વ્યવહારોની ગાડી પાટા પરથી ઉતરી ગયાનું ભારતની પ્રજાને અનુભવવા મળ્યુ,

નરેન્દ્ર મોદી કોઇપણ રીતે પોતાની જાતને અતિ લોકપ્રિય બનાવવા સતત મથામણ કરતાં રહે છે ભારતના લોકોને કંઇક નવું અને અદભુત પરીવર્તન કરી દેખાડવાની ઉતાવળમાં વિમુદ્રીકરણનું શસ્ત્ર વાપરી નાખ્યુ અને સરેઆમ નિષ્ફળતા પણ મળી ચુકી છે,

દેશમાં કાળા નાણાંના વ્યવહારો રાજકીય પક્ષો અને રાજકારણીઓના અંગત વ્યવસાયોમાં હોય છે દેશમાંથી કાળું નાણું નાબુદ કરવામાં આવે તો રાજકીય પક્ષો અને અનેક ઔદ્યોગીક પરીવારો નાબુદ થઇ શકે છે દેશમાં ૭૦ ટકાથી વધુ મધ્યમ વર્ગની જનતા છે આ જનતાના રોજીંદા કામકાજોના વિનિમય ખુબ નાની રકમ અને સામાન્ય વયવહારો ઉપર નિર્ભર છે, ૫૦૦ અને ૧૦૦૦ નોટ ના બદલે તેટલા મુલ્યની બીજી નોટ આપવાની હોય તો તેનાથી કાળા વ્યવહારોને કોઇ ફરક પડતો નથી, મોદી સરકારનો નોટબંધીનો અખતરો બધી રીતે નિષ્ફળ રહ્યો તેના ઉપરથી નોટ બદલીના ધંધાથી કોઇ ફયદો થયો નહીં,

         કરવેરા ભર્યા વિનાની આવકોને કાળા નાણાં તરીકે મુલવી શકાય નહીં, કરચોરી કરવી તે માનવગત સ્વભાવ છે કોઇ વ્યક્તિ થોડા વર્ષો સુધી બચત કરીને, નાના ધંધાની આવકો છુપાવીને જે રકમ જમા કરી હોય તે એક પ્રકારની મહેનતની મુડી છે તેમાં ફકત કરવેરા ભર્યા નથી તેના સિવાય બીજી કોઇ રીતે તે કાળુ નાણાં ગણી શકાય નહીં,

કાળા નાણું ક્યાં છે ? ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગગૃહોને અબજો રૂપીયાની કર માફી આપવામાં આવે છે અને તેનો સીધો ફાયદો ઉદ્યોગપતિના પરીવારને મળે છે તે કાળું નાણું છે, ઉદ્યોગગૃહો બેન્કોમાંથી અબજો રૂપીયાની પ્રોજેકટ લોન મેળવે છે અને બીજી તરફ શેરબજારમાં શેર વેચીને પણ અબજો રૂપીયા મેળવે છે શેરના રૂપીયા અને બેન્કની લોનના રૂપીયા તો સામાન્ય પ્રજાજનોના હોય છે પ્રજાના પૈસાથી અને પ્રજાના પરસેવાથી ચાલતા બધા ઉદ્યોગગૃહોના પરીવારો સરકારની ગુનાહિત નીતિઓને કારણે અબજોપતિ બન્યા છે તે બધા કાળા નાણા છે,

રાજકીય પક્ષોના બધા નાણાં કાળા નાણાં હોય  છે કંપનીઓ દ્વારા અપાતા પાર્ટી ફંડના પૈસા પણ આપણે ઉપર જોયુ તેમ પ્રજાના પૈસા હોય છે રાજકીય પક્ષોના દરેક વ્યવહારો અને રાજકીય કાર્યક્રમો અને રેલીઓ અને સભા સરઘસોના લાખો રૂપીયાના ખર્ચાઓ કાળા નાણાં હોય છે આજ સુધી કોઇ રાજકીય પક્ષોએ રાજકીય પક્ષોના હિસાબો દેશ સમક્ષ રજુ કર્યા નથી, મોદી સરકારે પોતાના રાજકીય પક્ષોના અબજોના કાળા વ્યવહારોને બચાવી ભારતની જનતાની ખાનદાની ખુલ્લી કરવાનો પયોગ કર્યો તેનાથી સામાન્ય જનજીવનમાં ખુબ ગંભીર ફટકો પડ્યો છે,

આંતકવાદ અને કાળા નાણાંને પણ કોઇ સબંધ નથી કારણકે આંતકવાદ પ્રવર્તમાન સતા સામેની બળવાખોર માનસીકતા છે આંતકવાદ રાજનીતિનું અનૌરસ સંતાન હોય છે આપોઆપ સ્વસ્ફુરણાથી કોઇ આંતકવાદી પેદા થતો નથી પણ વિધિસર ચોક્કસ સંગઠન સિવાય આંતકવાદ અને નકસલવાદ ચાલી શકે નહીં  હકિકતમાં આંતકવાદ સાથે રાજકીય ઉદેશો સંકળાયેલા હોય છે રાજકીય જુથો દ્વારા બળવાખોરીને સમર્થન અને સહકાર આપવામાં આવતો હોય છે આંતકવાદ અને નકસલવાદ માટે કોઇ ક્લાસીસ કે કોલેજો નથી રાજકીય પેંતરાબાજી માટે કોમવાદ અને જાતીવાદની માનસીકતા ઉભી કરીને ગેરસમજણના અન્યાય સામે લડવાની એક માનસીકતા ઉભી કરવામાં આવે છે તે માત્ર રાજકીય હિતો માટે હોય છે આથી આંતકવાદ અને નકસલવાદની નાબુદી માટે વિનિમય મુદ્રાની બદલી કરવાથી કોઇ ફેરપડતો નથી, રાજકીય પક્ષો રહેશે ત્યાં સુધી આંતકવાદ અને નકસલવાદ ચાલતો રહેશે,

         કાળુ નાણું હંમેશા ભ્રષ્ટાચારથી ઉત્પન થતું હોય છે ભ્રષ્ટ્રાચાર કરવાની સતા ફકત સરકારી અધિકારીઓ અને સતા ઉપર રહેલા રાજકારણીઓના હાથમાં હોય છે ભ્રષ્ટાચાર અને રાજકારણ સીક્કાને બે બાજુ જેવા હોય છે એટલે રાજકીય પક્ષોના રાજકારણ રહેશે ત્યાં સુધી ભ્રષ્ટ્રાચાર રહેશે, ભ્રષ્ટાચાર હોય તો અનિયમિત વ્યવહારો અને કાળા નાણાં રહેશે, નોટ બદલી કરવાથી અને નોટ બંધી કરવાથી કે રોકડના વ્યવહારો ઉપર નિયત્રંણ લાદવાથી કાળું નાણું નાબુદ થાય તેવો વિચાર કરનારા શેખચલ્લીઓ હોય છે,

         ખનીજ ચોરી, જમીન કૌભાંડો, ગેરકાયદેસર બાંધકામો, સરકારી યોજનાઓના કૌભાંડો ચાલુ રહેશે ત્યાં સુધી નિતનવા રસ્તે કાળા નાણાના વ્યવહારો ચાલતા રહેશે, સામાન્ય જનજીવન માટેના દરેક વ્યવહારો પ્રમાણિક હોય છે અને આવકવેરાના કાયદાઓ પ્રમાણે એક વ્યક્તિના એક વર્ષના ખર્ચ માટે ૨,૫૦,૦૦૦ જેવી રકમ સર્વસામાન્ય બાબત છે ભારતમાં ૮૦ ટકા પરીવારોના ચાર છેડા ભેગા કરવા મુશ્કેલ છે ત્યાં અનિયમિત આવક ઉભી કરવાની કોઇ પાસે શક્યતા નથી,

         નોટબંધીના પ્રયોગ પછી ભારતની જનતાને રાજકારણીઓ લોકશાહીના દુશ્મન હોવાનો અનુભવ થયો અને ૬૭ વર્ષ પછી ભારતના લોકોને કોમવાદ, જાતીવાદ અને આતંકવાદને બદલે લોકશાહી મુલ્યો વિશે વિચારવાની ફરજ પડી છે નોટબંધી તેમજ પ્રજાના પૈસાને બેન્કોના કબ્જામાં પ્રતિબંધ કરવાની અને તે માટે કેશલેસના નાટકો કરવાને કારણે પ્રજાને વાસ્તવિક રીતે તાનાશાહીનો અનુભવ થયો, રાષ્ટ્રધર્મ અને દેશપ્રેમના નામે લોકોને ભરમાવવાની રાજકીય ચાલમાં પ્રજા ફસાતી નથી તેવું પહેલી વાર સતાધીશોને પણ જોવા મળ્યુ છે,

         ભારતની જનતાના ઘરઓમાં ૨ લાખથી દસ લાખ સુધીની રોકડ બચતો પડતર રહેતી હતી આવી ૧૦ લાખ કરોડની રોકડને બેંન્કમાં ખેંચી લાવવા માટે વિમુદ્રીકરણનો પ્રયોગ કરવામાં આવ્યો, આમ પણ સામાન્ય સ્થિતીમાં પ્રજા બચતના પૈસા ૫- ૧૦ વર્ષે વાપરતી હોય છે આથી દેશની મોટી રોકડ સરક્યુલેશન વિના પડતર પડી રહેતી હતી, બીજી તરફ ૩ લાખ કરોડથી વધુ રૂપીયા કે જે પ્રજાના હતા તે લોન પેટે બેંકોએ ઉદ્યોગપતિઓ અને શ્રીમતોને આપ્યા હતા તે અબજોની લોનો પરત જમા થઇ નથી અને એન.પી.એ. ગણીને પ્રજાના પૈસાનું બેન્કોએ કૌભાંડ કરી નાખ્યુ છે તે રકમ થી વધુ રકમનું અર્થતંત્ર સરક્યુલેટ કરવા માટે પ્રજાની બચતના ૧૨ લાખ કરોડ ખેંચી લેવામાં આવ્યા છે અને તે નાણાં પરત કરવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

         બેન્કોમાં જમા થયેલા ૧૫ લાખ કરોડમાંથી આશરે ૮ થી ૧૦ લાખ કરોડ ધીમેધીમે પરત કરી વ્યવહારમાં લવાશે બાકીના ૭ થી ૮ લાખ કરોડ મોદીની નજીકના ઉદ્યોગગૃહોને લોન આપવામાં આવશે, સેના માટેના શસ્ત્રોના ઉત્પાદન કરવાના ઉદ્યોગો અનીલ અંબાણી અને રીલાય ન્સ નાખવાની છે તેને ૩ થી ૫ લાખ કરોડની લોન જરૂરી છે તેવી રીતે અદાણી દ્વારા આફ્રીકામાં કોલસાની ૫ લાખ કરોડની ખાણ મેળવવામાં આવી છે અદાણી પાવરને પહેલા અબજોની લોન આપી છે અને શેર બજારમાંથી અબજો રૂપીયા લઇ ચુકયા છે અદાણીને ક્રમશઃ ૪ લાખ કરોડની જરૂર છે અદાણી પ્રજાના પૈસે કોલમાઇન્સ ચલાવશે, અદાણી પોર્ટ ઉપર તેનું ટ્રાસપોર્ટેશન થશે અને અદાણી પાવર સરકારને વિજળી વેચશે, આવી રીતે ભાજપને અબજો રૂપીયાનું ફંડ આપનારા અન્ય બીજા ઉદ્યોગપતિ પરીવારોને પણ ૫૦ થી ૮૦ હજાર કરોડની લોનોની જરૂર છે, ભારતને શસ્ત્રમાં સ્વાવલંબી બનાવવાની વાતો કરીને પ્રજાના પૈસા બેન્કમાં ખેંચીને રીલાયન્સને લોન આપવામાં આવશે,

         વિમુદ્રીકરણની કાર્યવાહીમાં પ્રજાની રોકડ અને પ્રજાના પૈસાને પ્રતિબંધ કરવાની કોઇ જોગવાઇઓ નથી અને પ્રજાના જાહેર નાણાં વ્યવહારોને પ્રતિબંધ કરવો ગેરબંધારણીય બાબત છે, કાળા નાણાં અને આંતકવાદ સાથે મોદીની નોટબંધી અને નોટબદલીને કોઇ લેવાદેવા નથી

         ભારતના મધ્યમ વર્ગ પાસે રોકડરૂપે વ્યવહારરહિત રહેલા ૧૫૦૦૦ કરોડ રૂપીયાને બેન્કોમાં ખેંચીને, આખી પ્રક્રિયા પછી બેન્કોમાં જમા પડી રહેનારા ૮ થી ૧૦ લાખ કરોડ રૂપીયાની તેના પોતાના ફંડરાઇઝર ઉદ્યોગપતિઓને લોન આપવાની એક યોજના છે જેને કેસલેશના નામે સફળ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યુ છે જેથી બેંકો પાસે અબજો રૂપીયાની મુડી ઉભી થઇ શકે,

         કેશલેસ માટે પણ સતત ઇન્ટેરનેટ ચાલુ રાખવું જોઇએ તેના માટે સરેરાશ માસીક ૬૦૦ રૂપીયા વ્યક્તિદિઠ વધારાનો ખર્ચ કરવાનો રહેશે જેનો ફાયદો સેલ્યુલર કંપનીઓને થશે, કેસલેશ માટે સ્વાઇપ મશીનો અને સ્માર્ટ મોબાઇલ ફોન રાખવા ફરજીયાત બનશે તો મોબાઇલ કંપનીઓ અને સ્વાઇપ મશીન ઉત્પાદકોને અબજો રૂપીયાની આવક થશે, કેશલેસ એટલે કે બેંન્કોને દરેક વખતે કમીશન આપીને કરવાના વ્યવહારો, આમ બેન્કો અને સેલ્યુલર કંપનીઓ મારફત પ્રજાને લાચાર બનાવી તેના રોકડ પૈસાની ટ્રીલીયન કરોડની લોનો અંબાણી, અદાણી જેવા ઉદ્યોગપતિઓને આપવાનું આ રાષ્ટ્રીય કાવતરૂ છે અને નરેન્દ્ર મોદી તેમજ ઉર્જીત પટેલ દેશની પ્રજાના ૧૫૦૦૦ કરોડના આ ષડયંત્રના મુખ્ય સુત્રધારો છે, ઉર્જીત પટેલ અંબાણી ગ્રુપના ડાયરેકટર છે, ઉર્જીત પટેલને રીર્ઝવ બે ન્કના ગવર્નરને બદલે રીલાય ન્સ ના ડાયરેકટર તરીકે સમજશો તો આખી યોજના સમજાશે

         જો વિમુદ્રીકરણ અને કેસલેશ કોઇ ષડયંત્ર ના હોય તો ભારતના અનેક સાંસદો અને ધારાસભ્યો અત્યારે ભીખારી થઇ ગયા હોત, ભારતની એકપણ બેન્ક કે એટીએમની લાઇનમાં કોઇપક્ષનો ધારાસભ્ય, સંસદસભ્ય કે  માજી મંત્રી કે પ્રધાન,, એમ કોઇ રાજકારણી ઉભો નથી અને તેના પરીવારના એકપણ સભ્યો ઉભા હોય કે આવ્યા હોઇ તેવું જોવા મળ્યુ નથી,

         વિમુદ્રીકરણ અને કેશલેશ મધ્યમ વર્ગના ૧૫૦૦૦ કરોડ રૂપીયા બેન્કોમાં ખેંચીને તેમાંથી ૮ લાખ કરોડ જેવા રૂપીયા ઉદ્યોગપતિઓના માટે ઉભા કરવાનું મોદી અને ભાજપ તેમજ રાજકીય પક્ષોનું રાષ્ટ્રીય ષડયંત્ર છે કાળા નાણાંને બહાર લાવવાની વાત તદન ખોટી છે ફકત પ્રજાના બચતના પૈસા બેન્કોમાં ખેચવાનું ષડયંત્ર છે,

         વિમુદ્રીકરન અને કેસલેશનું ષડયંત્ર સમજાય તો પ્રજાએ હવે રાજકીય પક્ષો અને સતા ભોગવતા રાજકારણીઓથી દેશને મુક્ત કરવાની પ્રતિજ્ઞા લેવી પડશે, પ્રજાએ બધા રાજકીય પક્ષોને નાબુદ કરવા મતદાન નંહી આપવાના સોંગદ અને સંકલ્પ લેવાનો રહેશે,

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: