Posted by: rajprajapati | 20/06/2016

શિક્ષણના વેપારથી રાજ્યની પ્રજાને મુક્ત કરવાનો વિકલ્પ શું ?, લોકશાહી સરકાર બનાવો.

 શિક્ષણના વેપારથી રાજ્યની પ્રજાને મુક્ત કરવા એકમાત્ર વિકલ્પ શું ?

ભ્રષ્ટાચાર અને ગેરવહિવટનો એકમાત્ર ઉકેલ

રાજકીય પક્ષોની સરકારને હટાવો અને પ્રજાની લોકશાહી સરકાર બનાવો

આજની સરકારો વાસ્તવમાં લોકશાહી સરકાર નથી પ્રજાનો મત લેનારા રાજકીય પક્ષો ઉદ્યોગપતિઓ અને મોટા વ્યવસાયીકો પાસેથી પાર્ટીફંડ અને ચૂંટણીફંડ લઇને ઉદ્યોગપતિઓના હિતમાં સરકારની નિતીઓ બનાવે છે વિધાનસભ્યો પણ પક્ષના શિસ્તમાં બંધાયેલા હોવાથી પક્ષની ભ્રષ્ટનીતિમાં સામેલ હોય છે.

રાજકીયા પક્ષો વિનાની સરકાર બનાવવા માટે રાજય વ્યાપી સંગઠ્ઠન હોવું જોઇએ સંગઠ્ઠન બનાવવા સંગઠ્ઠન ચલવવા તેમજ રાજ્યની પ્રજાને જાગૃત કરીને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બહુમતિથી જીતવા માટે ૩૦૦ કરોડ જેટલા રૂપીયાની જરૂર પડે તેમ છે. ગુજરાતમાં ૬,૧૭,૦૦,૦૦૦ જેટલા નાગરીકો છે અને ૫,૭૪,૦૦,૦૦૦ મતદારો છે ત્યારે માત્ર જેના સંતાનો માટે  નિશુલ્ક શિક્ષણ ઇચ્છે છે તેઓ ત્રીસ દિવસ સુધી પ્રતિદિન ફકત ૧૦ રૂપીયા પોતાના ઘરમાં “ રાષ્ટ્રધર્મા ધનરાશી” અથવા “સરસ્વતિ ક્ષમાદાન” તરીકે જમા કરશે તો એક મહિનામાં ૩૦૦ રૂપીયા થશે આ રીતે ગુજરાતના ૨,૦૦,૦૦,૦૦૦ વાલીઓ કે જેઓ મતદાર છે તેવા દરેક મતદારો એક મહિનામાં ૩૦૦ આપે તો ૬,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપીયા થશે ૬૦૦ કરોડ રૂપીયા થશે  એક મહિનામાં આપણે ૬૦૦ કરોડ રૂપીયા જમા કરી શકીશું,

૧૮૨ બેઠક ઉપર પ્રતિ બેઠક ૨ કરોડનો ખર્ચ ગણીએ તો ૩૬૪ કરોડનો ચૂંટણી ખર્ચ થશે અને જેણે અનુદાન આપ્યુ છે તે વાલીઓ પોતે મતદાર છે એટલે વન-વે મતદાન પણ થશે

રાજકીય પક્ષોના હાથ અને પગ ઉદ્યોગપતિઓ પાસે બંધાયેલા છે એટલે તેની મરજી હશે તો પણ પ્રજા માટે કામ કરી શક્શે નહીં રાજકીય પક્ષની સરકારો ક્યારેય લોકશાહીની તટસ્થ સરકાર બનાવી શકે નહી અને ક્યારેય લોકશાહીની પ્રમાણીક સરકાર ચલાવી શકે નહીં. 

પ્રજાએ ભ્રષ્ટાચાર મુક્ત પ્રમાણીક સરકાર રચવા માટે પોતાના ખીસ્સામાંથી ચૂંટણી ફંડ અને જ્ઞાતિવાદ છોડીને મતદાન આપવું પડશે.

ગુજરાતમાં શિક્ષણ ફ્રી કરવા માટે આપણી સરકાર પાસે ૩૦૦૦૦ કરોડ રૂપીયા વધારે જોઇએ, અત્યારે સરકારની ખોટી ખનીજ નીતિ છે અને ખનીજ ચોરી ખુબ વધુ છે સરકારની પ્રમાણીક ખનીજ નીતિ કરવામાં આવે તો ખર્ચ બાદ કરતાં ૫૨૦૦ કરોડની ખનીજ આવક મળી શકે તેમ છે, સરકારમાં ૧૨૦૦૦ કરોડથી વધારે તદન ખોટા ખર્ચ થાય છે. પ્રજાની તીજોરીમાંથી થતા જાહેરા કાર્યોમાં ખાતમુહર્ત., લોકાર્પણ, કૃષીમેળા, ગરીબ કલ્યાણ મેળા, શાળા પ્રવેશોત્સવ. ગુણોત્સવ જેવા રાજકીય પ્રચારના કાર્યક્ર્મો અને પ્રવાસો નાબુદ થાય તો ૧૨૦૦૦ થી ૧૮૦૦૦ કરૉડ રૂપીયા બચી શકે તેમ છે.

અત્યારની રાજકીય સરકારો ઉદ્યોગપતિઓની એજંસીઓ છે લોકશાહી મુલ્યો સાથે આ રાજકીય સરકારોને કોઇ સબંધ નથી રાજકીય પક્ષો તેનાલાખો કાર્યકરો સાથે છેતરપીંડી કરે છે પક્ષમાં ક્યાંથી અને કેટલુ ફંડા અને અનુદાન આવે છે અને તેનો ખર્ચ ક્યા અને કોણ કરે છે તે પક્ષના નોંધાયેલા સક્રિયા કાર્યકરોને પણ સ્પષ્ટ રીતે ખબર નથી રાજકીય પક્ષો પોતે કાળાનાણાંથી ચાલે છે પક્ષમાં અમુકા લોકો વર્સઃઓથીસતા ઉપર રહે છે રાજકીય પક્ષોમાં વારસાઇ સતા હોય છે જે લોકો સતા ઉપર બેસી જાય કહ્હે તેનો પરીવાર વારસાઇ સતા ભોગવે છે લાખો કાર્યકરોને જ્ઞાતીવાદ અને કોમવાદમાં ફસાવીને ફકત સંગઠ્ઠનના કાર્યક્ર્મો અને ચૂંટણી પ્રચારમાં મફત મજુરી કરાવાય છે.

રાજકીય પક્ષોના સંગઠ્ઠનો અને ચૂંટણીમાં સક્રિય રીતે વર્ષોથી કાર્ય કરતાં હજારો હોદેદારો આજેપણ સતાનો લાભ મેળવી શક્યા નથી પણ ઉપરથી શિક્ષણના વેપારનો ભોગ બનીને લાખોની શિક્ષણ ફી  ભરવા મજબુર છે, જેના સંતાનો શિક્ષણમાં છે અને જે પક્ષોના કાર્યકરોને પણા શિક્ષણ ફી ભરવી પડે છે તેવા દરેક મતદાર રાજકીય એજન્સીઓની સરકારના ભ્રષ્ટાચારમાં ત્રાસી ચુક્યા છે ત્યારે આપણે સૌએ એકવાર જ્ઞાતીવાદ છોડીને રાજ વ્યવસ્થાઓના મુળભૂત પરીવર્તન માટે સક્રિય થવું જોઇએ..

કોઇ રાષ્ટ્રીય કે રાજ્યકક્ષાના રાજકીય નેતાઓ આપણા સીધા સંપર્કમાં રહેતા નથી એકવાર ચૂંટણીનું મતદાન પુરૂ થાય તે પછી ફરી ચૂંટની ના આવે ત્યાં સુધી મોટા નેતાઓ સામાન્ય નાગરીકોને મળતા નથી  સતા આવ્યા પછી પ્રજાનો દ્રોહ થાય છે પ્રજા મજબૂર છે, સતાધારીપક્ષ અને વિરોધપક્ષ હળીમળીને ભ્રષ્ટાચાર કરે છે સતાધારી પક્ષના જાહેર ભ્રષ્ટાચાર ફકત આક્ષેપો અને નિવેદનો કરનાર વિરોધ પક્ષ પાસે પુરાવાઓ હોય તો કોર્ટમાં જાહેરહિતની ફરીયાદ કરવાને બદલે પોતાના મોટા કામો અને કરોડોના કમીશન વાળા કોન્ટ્રાકટ મંજુર કરાવી લે છે.

સામાન્ય મતદારે મફત શિક્ષણ અને  પ્રમાણીક લોકશાહી સરકાર રચવા માટે જ્ઞાતીવાદ અને કોમવાદની સાથે રાજકીય પક્ષોને છોડીને પોતે ૩૦૦-૫૦૦-૧૦૦૦ રૂપીયા એકવાર અનુદાન આપીને બિનરાજકીય મતદાન કરવું જોઇએ, આ બધુ શક્ય  છે ફક્ત આપણે પોતે એકમહિના માટે રોજે રોજે માત્ર રૂ. ૧૦નો ભારતમાતા અને સરસ્વતિમાતતાના નિમિતથી જમા કરે….

આપણે  સત્ય- પ્રમાણીકતા અને માનવતાની રાજ્ય વ્યવસ્થાઓ નિર્માણ કરવા ઇચ્છતા હોય તો સક્રિય બનો આપના પોતાના સમાન અધિકારો માટે જાગૃત બનો..   

.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: