Posted by: rajprajapati | 17/02/2016

રાજ્યની પ્રજામાં અંજપો વધતો જાય છે, ચાલો મહા પરીવર્તન કરીએ

રાજ્યની પ્રજામાં અંજપો વધતો જાય છે

સમાજની વ્યવસ્થાઓ ઉપર પડતી રાજકીય વ્યવસ્થાઓની અસરોને કારણે પ્રજામાં અંજપો વધતો જાય છે ત્યારે માનવ સહજ સ્વભાવ મુજબ બધા કોઇ ચમત્કારની રાહ જોઇને બેઠા છે રામાવતાર અને કૃષ્ણાવતારની જેમ રાક્ષસો મારવા કોઇ ભગવાનની રાહ જોવાય રહી છે

આ પ્રમાણેની રાજકીય અને સામાજીક પરીસ્થિતીઓ દરેક સદીઓમાં આવે છે અને તેમાં પીલાતી પ્રજાને ઉગારવા આખરે તેની સાથેનો એક માણસ પ્રથમ પગલુ ભરે છે અને પછી સમાજ તેની પાછળ અનુક્રમણ કરીને પરીસ્થીતીઓને બદલે છે આ કુદરતી ક્રમ છે આ સમય મુળભૂત પરીવર્તનનો છે આપણા રાજયની સ્થિતીઓ અત્યારે કાંઇક તેવા પ્રકારની બનતી જાય છે ચોતરફ અંજ્પો અને અનિશ્ર્ચિતતાનું વાતાવરણ ઉભુ થયુ છે રાજનીતિ પરીવારવાદ અને જ્ઞાતિવાદની સાથે સાથે કોમવાદને પોષે છે જેના પરીણામે સમાજ આંતર વિગ્રહ તરફ ધકેલાય રહ્યો છે

ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલવનાર ગાંધીવાદી ગણાતા અન્ના હજારેજીએ એક નવી આશા જગાડી હતી તે કોંગ્રેસ વિરોધી વાતારવણ બનાવીને, ઠગારી નીવડી, ત્યારબાદ તેના અનુગામી અરવિંદ કેજરીવાલ તરફ આશા બની હતી પણ કેજરીવાલનો જીદી સ્વભાવ અને ભાજપ અને કોંગ્રેસના પ્રંચડ અવરોધો વચ્ચે કેજરીવાલની ગુંજ વેરાતી જાય છે આમ આદમી પાર્ટીના વણલખ્યા નિયમો મુજબ અન્ય કોઇને નેતા બનવા દેવામાં આવતો નથી અને બીજાને સ્વતંત્રતા આપવામાં આવતી નથી કેજરીવાલ આંણી મંડળી આખો દેશ ચલાવવા માંગે છે બીજાની રણનીતિઓનો અને બીજાનીશક્તિઓનો સદઉપયોગ કરવામાં આવતો ના હોવાથી આમ આદમી પાર્ટીથી પ્રજા વિમુખ બનતી જાય છે

ભાજપની ચોટલી આર.એસ.એસ પાસે હોવાથી વારંવાર હિન્દુવાદની રાજનીતિ અમલમાં આવતી હોય છે અને દેશનું વાતાવરણ અંજપાભર્યુ બનતું જાય છે રાજકીય ફલક ઉપર આજે કોઇ પારદર્શક અને સ્વચ્છ લોકનેતાની સક્રિયતાનો અભાવ છે કોઇ લોકનેતા નથી તેવુ નથી પણ પ્રજાનીએ સમક્ષ આવી કોઇ લોકનેતા પ્રજાભિમુખ લડત ચલાવે તેવી કોઇ તૈયારી નથી કે તેટલી હદે ગળે ભરાયા નથી

ગુજરાતમાં પાટીદારોના અનામત આંદોલનના એક સમયમાં દરેક જ્ઞાતીના યુવા નેતાઓએ રાજ્યમાં રેલીઓ અને દેખાવો કરીને એક વિચીત્ર વાતાવારણ ખડુ કરેલુ અને બધી પ્રક્રિયાઓ છેવટે દિશા વિહિન સાબીત થતી જાય છે માનવતા અને સદભાવનાના અભાવે સમગ્ર આંદોલન દરમ્યાન યુવાશક્તિમાં જ્ઞાતિવાદ અને વિગ્રહ ભાવનાએ જન્મ લીધો છે શાસક પક્ષના અસંતુષ્ટો અને વિરોધપક્ષના ચાલાક ખેલાડીઓએ ઠેર ઠેર યુવાશક્તિને પાછલે બારણે પ્રોત્સાહિત કરીને અરાજકતા પેદા કરવા બધા પ્રયાસો કરી જોયા છે.

સતત વધતી મોંઘવારી, ડુબતી શેર બજાર, તુટતું સોનું, અને રાજકારણીઓએ અપનાવેલુ માફિયા કલ્ચર, સરકારી અધિકારીઓનો વ્યાપક ભ્રષ્ટાચાર , ટેકનોલોજીને કારણે કારીગર અને મજુર વર્ગને દૈનીક રોજગારીનો અભાવ, આમ દરેક બાજુથી સામાન્ય માનવી પીસાતો જાય છે ખેતીનો અને પશુપાલનનો વસ્તીના સમપ્રમાણ વિકાસ થતો નથી અને સારી અને નજીકના બજારમાં મળવાપાત્ર ચીજ વસ્તુઓની નીકાસને કારણે દરેક રાજયમાં સામાન્ય અને ગરીબ માણસ ત્રાહીમામ પોકારી રહ્યો છે

શાસકપક્ષની રાજનીતિ રાજ્યની વ્યવસ્થાઓમાં નીરપેક્ષ નથી, સરકારી તંત્ર ફરજ છોડીને રીશ્વતખોરીનો ધંધો માંડી બેઠું છે ત્યારે સતા ઉપરના લોકોની રાજનીતિની જાહેર સમિક્ષા થવી જોઇએ પરંતુ રાજયમાં પ્રસારીત સમાચાર માધ્યમો રોકડી કરી લેવા સિવાય પ્રજાહિતમાં એક પણ ચર્ચા થવા દેતા નથી લોકશાહીમાં સમાચાર માધ્યમોની ગંભીર અને પ્રજાલક્ષી ભુમીકા હોવી જોઇએ તેના બદલે સમાચાર માધ્યમો રાજનીતિના માધ્યમ બની રહ્યા છે

એક ખુણે બનતી ગેરકાનુની કે અરજાકતાપુર્ણ ઘટનાઓને રાજયના દરેક ખુણે પહોંચાડવાની ભુમીકા નીભાવીને સમાચાર માધ્યમોએ માત્ર રાજયના સામાન્ય પ્રજાજનોને સત્યથી વિમુખ રાખ્યા છે યોગ્ય બાબતોને છુપાવીને અયોગ્ય બાબતોનો ફેલાવો કરવામાં ચોક્કસ સમાચાર માધ્યમોએ નીંદનીય ભુમીકા ભજવી છે જેના કારણે રાજયમાં વર્ગવિગ્રહના બીજ ફેલાતા જાય છે આ બધુ રાજ્યનો દરેક માણસ જાણે અને સમજે છે મોટા નામ બનાવીને બેઠેલા રાજયના ડઝનબંધ નેતાઓ સતા ટકાવી રાખવા અને સતા મેળવવા રાજયની પ્રજાના અધિકારોનું હનન કરીને રાજયને અનિશ્ર્ચિતતાના પ્રશાસન તરફ ધકેલી રહ્યા છે

આવી પરીસ્થિતીઓમાં સજ્જનોને સક્રિય થવા અને સજ્જનોને એકમંચ પર આવવાનું કોઇ માધ્યમ બનતું નથી, સમાચાર માધ્યમો પણ રાજયમાં પ્રમાણીક લોકો આગળ આવે અને સજ્જન લોકો સતા ઉપર આવે તે માટે કોઇ સહકાર આપતા નથી, પૈસા મળે તો માધ્યમો કામ કરે છે લોકશાહીના ચોથા સ્તંભની લોકશાહીની ફરજો નીભાવતા નથી, સજ્જનો ભેગા થાય નહીં તેવી જાણે તકેદારી રાખતા હોય તેવુ વલણ જોવા મળે છે

રાજ્યનો દરેક માણસ કરવેરો ભરે છે દરેક મતદાર મતદાન કરીને સુવ્યસ્થાઓ માટે તરસે છે પરંતુ પ્રમાણીક લોકોને એક થવા અને સક્રિય થવાની કોઇ ભુમીકા બનતી નથી સજ્જનોને આગળ કરવા અને પાયાના પરીવર્તન માટે સમાચાર માધ્યમો કોઇ શરૂઆત કરતાં નથી વિવાદો વધે અને વધુને વધુ સમાચારો પેદા થાય તેવી ભુમીકા હોય છે

ધર્માચાર્યો અને સંપ્રદાયીક વડાઓ પોતાના ભક્તો અને દાતાઓને સાચવવામાં પડયા છે રાજ્યધર્મ અને માતૃભુમી પ્રત્યેના માનવતાના ધર્મને માટે આજે કોઇ ધર્મના વડાએ શરૂઆત કરી નથી હાલની પરીસ્થીતીઓ પ્રમાણે નાના મોટા સાધુ સંતો અને સંપ્રદાયોના વડાઓ અને સાહિત્યકારો, લેખકો, વકતાઓએ જ્ઞાતીવાદ અને કોમવાદ છોડીને સામાન્ય માણસને માનવતા અને સમાજવાદ તરફ વાળવા સક્રિય બનવાની જરૂર છે

સરકાર ચલવવાના એકપણ નિયમો અને કાર્યરીતીઓનું જેને કોઇ અનુભવ નથી અને વિધાનસભાના કામકાજ અને નિયમો જાણતા નથી તેમજ સરકાર ચલાવાની જવાબદારી આવે તો મુશ્કેલીઓ વધારે તેવા અમુક યુવનો જ્ઞાતીવાદી રાજનીતિના ભોગ બનીને સમાજમાં બહાર નીકળી આવ્યા છે આ યુવાશક્તિને વડીલો અને ધર્મધુંરધરોએ સાચા અને શ્રેષ્ઠ માર્ગે વાળવા જોઇએ આજે પ્રાચીન કથાઓ અને પ્રાચીન ચરીત્રોની વાતોના સતસંગ કરતાં વર્તમાન સમયમાં સજ્જનતા અને માનવતાનો સંતસંગ શરૂ કરવાની જરૂર છે રાજ્યસાશનમાં સજ્જનોને સક્રિય કરવાની યાત્રા કરવાની જરૂર છે

આપણે સૌએ આજ રાજ્યમાં અને આજ નગરોમાં કાયમી સાથે રહેવાનું છે, કોઇ જ્ઞાતીને શીગડા નથી, કોઇને પુછડા નથી, બધા એક જેવા છીએ પણ બધાના મગજમાં સ્વાર્થ અને જ્ઞાતીઓ ભરાયેલી છે,

ખાવા બેસીએ ત્યારે ખેડુત અને ખેતમજુરને યાદ કરો છો? તમે જે ખાવ છો તે તમે ઉગાડ્યુ નથી અને તમે પકાવ્યુ નથી, જે મકાનમાં રહો છો તે મકાનના મંજુરના સુખ દુઃખનો ક્યારેય વિકાર કર્યો છે? કપડા પહેરો છે તો કપાસ ઉગાડનાર ખેડુત કે કાપડ બનવતા મશીનો ચલાવતા મજુરને યાદ કર્યો છે? વાહન ચલાવો છો તો વાહન બનાવતી ફેકટરીઓમાં કામ કરતાં મજુરના પરસેવાનો વિચાર કર્યો છે ? તમે પોતે વિચારો કે તેમ પોતે કેટલુ પેદા કર્યુ ? કેટલું બનાવ્યુ ? અને કેટલુ ભોગવી રહ્યા છે ?

ગુજરાત સંસ્કૃતીની ભુમી છે ગુજરાત દેવભુમી છે આ ગુજરાત નવસર્જનનું આદિસ્થાન છે નવી શરૂઆત અને નવનિર્માણની ભુમી છે ગાંધીજી અને સરદારની ભુમીના માણસો જ્ઞાતીવાદ અને કોમવાદ કે વર્ગવાદ કરીને અમાનવીય બને તે ખુબ દુઃખદ છે

સતા ઉપર બેઠેલા અને સતા મેળવવા તરસતા રાજકારણીઓ માત્ર પોતાના સ્વાર્થ અને સંપતી માટે કાર્ય કરે છે આજે બધા નેતાઓની આવક અને સંપતી જોઇએ તો આપણને તેમનાથી નફરત થાય તેવું છે આ રાજકારણીઓ સતા મેળવા આપણને જ્ઞાતીવાદી બનાવે છે, બધાને વિખેરે છે, લડાવે છે, પરષ્પર વૈમનસ્ય પેદા કરી સ્પર્ધા કરાવીને, ચૂંટણીઓ જીતે છે અને અરસપરસ સતા પરીવર્તન કરતા રહે છે આ પરીસ્થીતી આગળ ચાલશે તો માફિયાઓ અને ભ્રષ્ટ લોકો વધુને વધુ મજબુત થતા જાશે રાજ્યમાં દમન અને અન્યાયનો પ્રભાવ બળવતર બનતો જશે

મિત્રો, આ બ્લોગના એક પછી એક બધા આર્ટીકલ વાંચો અને આ બ્લોગની વિગતો સોશિયલ મીડીયાથી વધુને વધુ ફેલાવો જેથી પ્રજામાં રહેલી સજજનતા સક્રિય થશે અને આપોઆપ સજ્જ્ન અને પ્રમાણીક લોકો જાગૃત બંનશે અને ઘરની બહાર આવશે

મોંધવારીથી મુકત થવા, બેરોજગારીથી મુક્ત થવા, મફત અને સારૂ શિક્ષણ મેળવવા, અને અધિકારના કામો રીશ્વત આપ્યા વગર આપોઆપ કરાવવા માટે, પ્રમાણીક પ્રસાશન સ્થાપવા આપણે સૌએ જ્ઞાતીવાદ, કોમવાદ અને વર્ગવાદ છોડીને માનવતા અને સદભાવનાથી સાથે મળીને સક્રિય થવુ પડશે.

“હું” અને “તું” ની વાતો કરવા કરતાં “આપણે” બનીએ તો બધુ સરળ છે રાજકીય પક્ષો પાસે મોટા સંગઠનો છે ચૂંટણી લડવા પૈસા હોય છે પણ બીજી તરફ જુઓ તો રાજકીય પક્ષોના સંગઠનની વસતી કરતા બીન રાજકીય લોકોની વસતી ૧૦૦ ગણી વધુ છે અને રાજકીય પક્ષો પાસે પૈસા છે તેના કરતાં બિનરાજકીય લોકો પાસે ૧૦૦૦ ગણા વધુ પૈસા છે માટે પૈસા અને સંગઠન શક્તિનો વિચાર કરવાની જરૂર નથી આપણે સૌ સક્રિય થશુ તે દુનિયાનું સૌથી મોટુ અને પવિત્ર સંગઠન બનશે

ચૂંટણીઓ જીતવા માટે એક રસ્તો નથી અનેક રસ્તા છે મતદાનથી ચૂંટણીઓની હારજીત થાય છે રાજકીય પક્ષોની રાજકીય સરકારોને કારણે પ્રજાને ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાઓ સિવાય કશુંય મળતું નથી માટે સામાન્ય માણસ હવે બિનરાજકીય સરકાર માટે તડપે છે મતદન અને ધનદાન બંને આપવા તૈયાર છે માત્ર આપણા સૌ યુવા મિત્રોએ જ્ઞાતીવાદ અને રાજકીયપક્ષોની ચોખટ મુકીને લોકશાહી મુલ્યો માટે સક્રિય થવની જરૂર છે. આપણે સૌએ એક મંચ ઉપર મળવાની જરૂર છે

સમય અંજપા ભર્યો છે અને જ્ઞાતીવાદી રાજનીતિનો હાથ મજબુત છે એટલે ચુપચાપ સહન કરવાની જરૂર નથી અચાનક સત્ય અને પવિત્રતાની આંધી ઉઠશે અને જોતજોતામાં પરીવર્તન થશે જો આપ સક્રિય થશો તો બધુ શક્ય છે અને જવલંત સફળતાઓ આપણા સ્વાગત માટે તૈયાર છે

તમે આ બ્લોગની લીંક અને બ્લોગની માહિતી ગુજરાતના દરેક માણસ સુધી પહોચાડવા સોશિયલ મીડીયાનો સદઉપયોગ કરશો તો સત્ય અને પ્રમાનીકતાની આંધી બનતા કોઇ વાર લાગશે નહીં.

 

જય ગુજરાત,   જય ભારત

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: