Posted by: rajprajapati | 17/02/2016

દરેક જ્ઞાતિના સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને અનામત મળવી જોઇએ

દરેક જ્ઞાતિના સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને અનામત મળવી જોઇએ

તાજેતરની રાજકીય અને સામાજીક ઘટનાઓ અને વાતાવરણથી એવું સ્પષ્ટ થાય છે કે ગુજરતનો સમાજ અને ભારતનો સમાજ અવળા માર્ગે ફંટાય રહ્યો છે

ગુજરાતમાં પછાત વર્ગને મળતા અનામતના લાભો માટે રાજ્યની સૌથી સમૃધ્ધ જ્ઞાતિના લોકોએ આંદોલન ચલાવ્યુ સામે પક્ષે અનામતનો લાભ મેળવતી જ્ઞાતિઓએ પ્રતિ આંદોલન કર્યુ આ બધુ થાય તેની પાછળ ફકત રાજકારણ જવાબદાર નથી પણ સતત વધતી બેરોજગારી અને શિક્ષણનો વેપાર પણ મહત્વના છે

શિક્ષણનું વ્યાપારીકરણ થયા પછી રાજય સરકાર શિક્ષણની સેવાઓમાંથી સમુળગા હાથ ખંખેરી રહી છે તો બીજી તરફ વ્યવસાયીક શિક્ષણ વ્યવસ્થાઓમાં બાળકો “ઢ ” થતા જાય છે તેથી સામાન્ય રચનાત્મકતાનો વિકાસ થતો નથી રોજગાર માટે ટેબલ ખુરશીમાં મગજ ચોંટાડી ચુકેલી આવતી પેઢીઓમાં રચનાત્મકતાની ઉણપ આવતી જાય છે શિક્ષિત બેરોજગારીની સાપેક્ષે અશિક્ષિત બેરોજ્ગારી વધુ છે મજુર અને કારીગર વર્ગના લોકો પાસે હવે ફરી ભણવાની અને ડીગ્રીઓ મેળવવાની ઉંમર નથી

રોજગારીની સમસ્યા પાછળ રાજકીય ભ્રષ્ટાચારનો બહુમુલ્ય ફાળો હોય છે શિક્ષણનો વેપાર રાજનીતિનો ભ્રષ્ટાચાર છે તેમ બેરોજગારી પણ ભ્રષ્ટ રાજનીતિની દેન છે એકના એક લોકો વર્ષો સુધી સતા ભોગવતા રહે છે એક રીતે જોઇએ તો ટુંકી મુદતની રાજાશાહી જેવું છે

અનામત માટેની માંગણી કરનાર પાટીદાર અને અન્ય સવર્ણોની વાત સાચી હોવા છતાં અનામતના લાભો અંગેની સંવૈધાનીક જોગવાઇઓ પ્રમાણે તદન વિપરીત અને ખોટી છે અનામતના લાભો દરેક જ્ઞાતીના શૈક્ષણિક અને સામાજીક પછાત વર્ગના લોકોને આપવા માટે શોભાના ગાઠીયા જેવું આયોગ હોય છે આર્થીક અને સામાજીક અવલોકન કરવાની સરાકર પાસે કોઇ વ્યવસ્થાઓ નથી તેથી કેટલા લોકો સામાજીક અને આર્થીક તેમજ શૈક્ષણિક પછાત છે તે નક્કી કરી શકાતુ નથી તેથી પછાતના લાભો વારંવાર અપાય છે અને પછાત વર્ગના લોકો વર્ષોથી લાભ મેળવીને શ્રીમંત થયા પછી પણ પછાત બની લાભો મેળવે છે

સામાજીક અને શૈક્ષણિક પછાતના ઉધ્ધાર માટે ભારતના સંવિધાનની જોગાવાઇ જોઇએ તો સત્ય સમજાશે સંવિધાનના ભાગ-૧૬ના અનુચ્છેદ ૨૪૦ ને સમજીએ ….

( “ અનુચ્છેદ ૩૪૦କ –(૧) ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગિની સ્થિતિ અને તેમને વેઠવી પડતી મુશ્કેલીઓની તપાસ કરવા અને તેવી મુશ્કેલીઓ દૂર કરવા અને તેમની સ્થિતિ શુધારવા માટે સંઘે અથવા કોઇ રાજ્યે લેકવા જોઇતા પગલાં વિષે અને સંઘે અથવા કોઇ રાજ્યે તે હેતું માટે આપવા જોઇતા અનુદાન વિષે અને તેવા અનુદાન જે શરતોએ આપવા જોઇએ તે વિષે ભલામણો કરવા રાષ્ટ્રપતિ હુકમ કરીને પોતાને યોગ્ય લાગે તેવી વ્યક્તિઓનું બનેલુ એક આયોગ નીમી શકશે અને આવા આયોગની નિમણુક કરતા હુકમથી તે આયોગને અનુસરવાની કાર્ય પધ્ધતિ મુકરર કરી શકશે.

(૨) એવી રીતે નીમેલુ આયોગ તેને વિચારણમાં સોંપેલી બાબતોની તપાસ કરશે અને તેને જણાવેલી હક્કિતો દર્શાવતો અને પોતાને યોગ્ય લાગે તેવી ભલામણો કરતો રીપોર્ટ રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરશે

(૩) એ રીતે રજુ થયેલા રીપોર્ટ ઉપર લેવામાં આવેલા પગલાંની સ્મજુતી આપતી યાદી આથે રાષ્ટ્રપતિ તે રીપોર્ટની એક નકલ સંસદના દરેક ગૃહ સમક્ષ મુકાવશે…………)

સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોની સ્થિતિ અંગેની તપાસ અને તે સ્થિતિ સુધારવા માટે પગલા લેવા આયોગની રચના કરવાનો ઉલ્લેખ છે આ અનુચ્છેદમાં ક્યાંય જ્ઞાતિ શબ્દનો ઉલ્લેખ નથી રાજયની અંદરના પછાત વર્ગોની સ્થિતિ સુધારવા માટે આયોગ છે આમ કોઇ જ્ઞાતિને અનામત કે ખાસ દરજ્જો આપવાની સ્વતંત્ર સતા રાજ્ય સરકાર પાસે નથી ભુતકાળમાં દેશના રાજકીય પક્ષો અને રાજકારણીઓએ દરેક જ્ઞાતિના પછાત વર્ગોને બદલે પોતાના મતની રાજનિતી માટે પછાત વર્ગને બદલે આખેઆખી જ્ઞાતિઓને અનામત દરજ્જો અપાવી દિધેલ છે

દરેક જ્ઞાતિ અને દરેક કોમમાં ત્રણ પ્રકારના વર્ગો હોય છે શ્રીમત વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આમ પ્રત્યેક જ્ઞાતિમાં ગરીબ વર્ગ હોય છે તે વર્ગના સામાજીક અને શૈક્ષણિક પછાત લોકોને અનામત દરજ્જે સમાજના મધ્યમ વર્ગમાં સામેલ કરવા ઉચીત પગલા લેવા આયોગની રચના થયેલી છે આયોગનું નામ પછાત વર્ગનું પંચ એવું છે પછાત જ્ઞાતિઓનું પંચ નથી

અનામત માટે દરેક વર્ગના લોકોએ આયોગમાં વિગતો આપી, ગરીબ વર્ગના લોકો- પરીવારોનો સર્વે કરાવી, તેને પ્રમાણિત કરી, તેઓને કેવા અને ક્યા લાભો કેટલા સમય સુધી, આપવા તેનો તે માટે રાજ્ય સરકાર દ્વારા લેવા જરૂરી પગલાંઓની ભલામણો સાથે રાષ્ટ્રપતિ સમક્ષ રીપોર્ટ કરવાનો હોય છે રાજ્ય સરકાર અને આયોગને પણ કોઇ વર્ગને સ્વતંત્ર રીતે અનામતના લાભો આપવાની સતા નથી

ઓબીસી જ્ઞાતિઓમાં પણ શ્રીમત વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે તેવી રીતે બિનઅનામત ગણાતી સવર્ણોની જ્ઞાતિઓમાં શ્રીમત વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે રાજકીય સ્વાર્થ અને મતની ગંદી રાજનીતિમાં ક્યારેય સંવિધાનના અનુચ્છેદના નિયમો અને પેટા નિયમોના પવિત્ર અર્થઘટન કરવામાં આવ્યા નથી પક્ષ પલ્ટુ હોય તેવા વિશ્વાસઘાતીઓથી આજની રાજનીતિ ચાલે છે તેથી પવિત્ર અર્થઘટન કરે કોણ તે પણ સમસ્યા છે જ્ઞાતિવાદી રાજનીતિ ધરાવતા આપણા મુખ્ય બંને પક્ષો આ સમસ્યા પેદા કરે છે

આજે ગુજરાતમાં ભાજપનું શાસન છે તે પહેલા કોંગ્રેસનું શાસન હતું પરંતુ બંને પક્ષમાં ઓરીજનલ કોંગ્રેસી અને ભાજપી નક્કી કરી શકાતા નથી આ રાજકીય પક્ષો કોમર્શેયલ કંઅપ્નીઓ જેવા છે સામાન્ય નાગરીકના મતાધિકાર અને કરવેરાની તીજોરીનો ધંધો કરવા સિવાય રાજકીય પક્ષો કોઇ કામ કરતાં નથી ભાજપ અને કોંગ્રેસના પ્રથમ હરોળના નેતાઓ કરોડોપતિ અને અબજોપતિ છે

શિક્ષણનો વેપાર બંધ થાય અને શિક્ષણ મફત મળતું થયા તો શિક્ષણ ખર્ચનો બચાવ થાય અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરીવારો ઉપરથી એક મોટો બોજો દુર થાય, રોજગારી માટે સહકારી સ્તરે ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્પાદન એકમો અને વ્યાપારી એકમો સ્થાપવા જરૂરી છે, રાજ્યમાં ૩,૬૦,૦૦૦ હેકટર જમીન ફાજલ પડી છે આ જમીનોને ફર્ટીલાઇઝ કરવાથી કૃષિ ઉત્પાદન વધારવું જોઇએ ગુજરાત પાસે ૪ કરોડથી થી વધુ યુવાઓ છે તેમા ૨ લાખથી વધુ બેરોજગાર અથાવ અનિયમિત રોજગારમાં છે જે બેરોજગારી બરાબર છે

રાજય સરકારમાં દમનકારી લોકો શાસનમાં છે સામાન્ય માનવીની અને ગરીબોની દયનીય સ્થિતિ સુધારવાની પડી નથી જ્યાંથી મળે ત્યાંથી પૈસા ખેંચવા સિવાય આજનારાજકારણીઓની બીજી કોઇ નીતિ નથી ડગલે ને પગલે લાંચ રીશ્વત ફરજીયાત છે આમ જોઇએ તો લોકશાહીને લાયક પ્રશાસન આપી શકે તેવો હાલમાં ચૂંતાયેલો એકપણ નેતા નથી તેની વ્યક્તિગત બુધ્ધી ઠોકી ઠોકીને રાજયની બરબાદી વધારવા સિવાય કોઇ કામ થતું નથી માટે રાજયની પ્રજાએ હવે જ્ઞાતિવાદ છોડીને વાસ્તવવાદમાં આવવાની જરૂર છે

પાટીદારો રાજપુતો બ્રાહ્મણો જેવી અનેક સવર્ણ જ્ઞાતિઓમાં ગરીબ અને પછાત વર્ગ છે દરેકજ્ઞાતિના પછાત પરીવારોના વર્ગને અનામતનો લાભ આપીને સમાજના સામાન્ય પ્રવાહમાં જોડવા પડશે

ભાજપ અને કોંગ્રેસના એકવાર ચૂટાયેલા બધા નેતાઓની સંપુર્ણ બાદબાકી થાય તો જ રાજ્યમાં શિક્ષણ મફત મળશે અને વધુને વધુ રોજગારી નિર્માણ કરી શકાશે

રાતદિવસ રાજકીય અભિગમથી કાર્યક્રમો કરનારા નેતાઓથી ક્યારેય નિષ્પક્ષ વિકાસ અને સમરસ પ્રશાસન થઇ શકતું નથી રાજ્ય સરકાર જુદા જુદા વિભાગો અને યોજનાઓના નામે કાર્યક્રમો કરવાના કરોડો-અબજોના ખર્ચા કરે છે પણ આજ સુધીમાં ભારતનું સંવિધાન અને રાજયમં કંઇ કંઇ ચીજ વસ્તુઓ ઉપર કેટલો કરવેરો વસુલ થાય છે તેની ટેક્સ જંત્રીની બુક સરકારી ખર્ચે છપાવીને રાજયાના દરેક ઘર સુધી પહોચાડી નથી લાખો રૂપીયાનો પગાર લેતા અધિકારીઓ આમાન્ય માણસને પૈસા લીધા વિના કામ કરી આપતા નથી પ્રશાસનના રાજ્ય સેવકો હવે પ્રજા ઉપર સુબેદારી કરી રહ્યા છે ત્યારે રાજય્ની પ્રજાએ સત્ય સમજીને નવનિર્માણ માટે સક્રિય થવું પડશે

રાજ્યની સુવ્યવસ્થાઓ અને મફત શિક્ષણ તથા બેરોજગારીની સમસ્યાઓને નાબુદ કરવા પાટીદાર, કોળી, અને ઠાકોર સહિત દરેક જ્ઞાતિના યુવા નેતાઓએ અનામત અને બિન અનામતના આંદોલન છોડીને સાચુ આંદોલન કરવું જોઇએ

દરેક જ્ઞાતિના આગેવાનોએ રાજકીય પક્ષોમાં જોડાયને પોતાની જ્ઞાતિઓના સોદા કર્યા છે પોતાના અંગત સ્વાર્થે આખી જ્ઞાતિઓને કોઇને કોઇ પક્ષના ગુલામ બનાવ્યા છે યુવાનોએ જ્ઞાતિવાદ છોડીને યુવા અને નવરચનાના વાદે લોકશાહી આંદોલન કરવાની જરૂર છે

 

 

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: