Posted by: rajprajapati | 21/12/2014

ઉકરડા ઉપર ઉદ્યાન એટલે ગુજરાતનો વિકાસ

ઉકરડા ઉપર ઉદ્યાન એટલે ગુજરાતનો વિકાસ

રાજ્યમાં વિકાસનો મંત્ર ચલાવાય છે આ વિકાસની વાસ્તવિકતા ઉકરડા ઉપર ઉદ્યાન બનાવાયા જેવી છે

ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં કોન્ટ્રાકટથી સરકારી કામકાજો થાય છે અને નોકરીયાતો પણ ખાનગી એજન્સીઓ દ્વારા વર્ષોથી હંગામી કર્મચારીઓ સરાકરી ખાતાઓમાં કામ કરે છે જેને રાજ્યસેવકની વ્યાખ્યા લાગુ પડતી નથી ખાનગી પેઢી હોય તેમ સરકારના વિભાગો ચાલે છે

સરકાર જે કોઇ પૈસા વાપરે છે તે પ્રજાના કરવેરાના પૈસા છે સરકાર કોઇપણ પગાર ભથ્થા આપે છે ઓફિસો બનાવે છે પેટ્રોલ ડીઝલ સાથેના મોંઘા વાહનો અને ડ્રાયવરો આપે છે બંગલાઓ અને રહેણાંકો આપે છે ટાંકણી થી લઇને આધુનીક કોમ્પ્યુટરો પણ પ્રજાના પૈસાના હોય છે પ્રજા ડગલેને પગલે દરેક ચીજ વસ્તુઓ ઉપર કરેવેરાઓ ભરે છે તે પૈસાથી આ લોકશાહી સરકારો ચાલે છે અને પ્રજાના પૈસે સર્કર મનફાવે તેવા તાગડધિન્ના કરે છે

 ગુજરાત સરકારે ઔદ્યોગીક વિકાસ માટે જુદા વિભાગોની જુદી જુદી નીતિ રાખવાને બદલે બધા વિભાગની એક માત્ર નીતિ રાખી છે બધા વિભાગની કામ કરવાની એક પધ્ધતિ થઇ ગઇ છે કોન્ટ્રાકટમાં કમીશન અથવા હિસ્સેદારી  

બધા વિભાગનો ઉદ્યોગ નામનો એક વિભાગ હોય તેવી સરકારી કાર્યવાહી ચાલે છે શિક્ષણનો ઉદ્યોગ થયો, ખાણ-ખનીજ નો ઉદ્યોગ થયો, માર્ગ અને મકાન વિભાગનો ઉદ્યોગ થયો, શહેરી વિકાસ વિભાગનો ઉદ્યોગ થયો, મહેસુલ વિભાગનો ઉદ્યોગ થયો,

 મોટાભાગના સરકારી ખાતાઓ એક નીતિથી કામ કરી રહ્યા છે ઉદ્યોગનીતિ, દરેક કામનો ઉદ્યોગ થયો, દરેક કામ લોકશાહીને બદલે વેપાર નીતિથી થવા લાગ્યા છે કોઇ એક પક્ષના મોવડી સતાધીશોની કંપની હોય તેમ સરકારી કામકાજો થાય છે

 લાખો કર્મચારીઓને પુરતું વેતન અપાતું નથી ખેડુતોને વિજળી અપાતી નથી સરકારી શાળાઓ અને માધ્યમિક શાળાઓ બંધ કરવા માંડ્યા છે સરકારી કોલેજો બંધ થવા લાગી છે

સરકારી નોકરીઓ ઉપર ફિક્સ પગારના નામે ખુલ્લેઆમ શોષણ થાય છે લાખો કર્મચારીઓનો ૭૫ ટકા અધિકારનો ધારાધોરણસરનો પુરતો પગાર સરકાર ચુકવતી નથી આવી શરૂઆતની ફિક્સ પગારની નોકરી માટે પણ લાખો રૂપીયા રીશ્વત લેવાય છે

 ઓનલાઇન પ્રક્રિયાના નામે રાજ્યની પ્રજાને જાહેર મુર્ખ બનાવાયા છે સરકારના પોતાના વિભાગોએ બનાવેલા સોફટવેરના કી- પીન નંબર વિભાગના સતાધીશો અને ઓપરેતરો પાસે હોય છે સોફ્ટવેરનું અપડેટીંગ અને ઓપરેટીંગ સરકારના આઇ.ટી. ઓપરેટરો કરે છે ઓનલાઇન છે એટલે પારદર્શક છે તેવું માનવાને કોઇ કારણ નથી સત્ય કાંઇક જુદુ જ હોય છે ત્મારા મોબાઇલમાં તમારૂ પોતાનું સેટઅપ હોય તેમ સરકારની માલીકી સોફટવેરમાં સરકારના ઓપરેટરોનું સેટઅપ હોય છે 

 મહેસુલ વિભાગના સમયે સમયે મનફાવે તેવા પરીપત્રો અને ઠરાવોના ૧૯ જેટલા વોલ્યુમ બની ગયા છે જેમ જરૂરત હોય તેમ સતાધીશો મહેસુલના કાયદાઓ અને અધિનીયમોમાં ચિત્રવિચિત્ર જોગવાઇઓ અને સુધારા વધારા કર્યા કરે છે કાગડાને હંસ બનાવે છે સરકાર પોતાના અપ્રીપત્રોનો પોતે ભંગ કરે છે અને પોતે ફરી સુધારાઓ કર્યા કરે છે પ્રજાની અરજીઓ અને ખેડુતોની અરજીઓ ત્રણ-ચાર વર્ષથી અટવાયા કરે છે અને સરકારને પૈસા મળે તો સરકાર રાતોરાત જમીનના હેતુંફેર ઝોન બદલાવ્યા કરે છે

ગેરકાયદેસર બાંધકામો ઇરાદા પુર્વક થવા દેવાય છે અને બિલ્ડરો વેચી લે પછી બે-ચાર વર્ષે ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવાનો કાયદો લાવે છે કાયદામાં લેનારને દંડ કરવામાં આવે છે ચોરને છાવરવા કોટવાળને દંડ ભરવાના કાયદાઓ અને અધિનિયમો અમલમાં છે

 સરકારી ખાતાની જ્યાં ક્યાં મંજુરીઓ લેવાની હોય ત્યાં મંજુરી માટે ફરજીયાત રીશ્વત છે જાણે સરકરનો કોઇ કાયદો હોય તેમ નિયમાનુસારના કામોમાં મંજુરીઓ મેળવવા માટે રીશ્વત નો નિયમ ફરજીયાત છે

 કોન્ટ્રાકટથી કામ થાય તેમાં બિલ મંજુર કરાવવા માટે પણ કમીશન હોય છે અને કોન્ટ્રાકટ મેળવતા સમયે પણ રીશ્વત ફરજીયાત છે. અમુક વિભાગોમાં કર્મચારીઓ નિવૃત થયા છે પણ હજી કાયમી પગાર ધોરણ અપાયુ નથી

 ગુજરાત હાઇકોર્ટ અને અન્ય દિવાની અદાલતોમાં ચાલતા કેસો માટે પ્રજા પક્ષકાર તરીકે કેસો લડયા કરે હ્ચે વકિલોને ફી ભર્યા કરે છે સરકાર જેમાં પક્ષકાર હોય તેવા ૯૫ ટકા કેસો સરકારી અધિકારીઓની બેઇમાની અને મનઘડત પરીપત્રોને કારણે પેદા થયેલા છે

 મંત્રીમંડળ અઠવાડીયામાં ત્રણ દિવસ અડધો અડધો દિવસ પોતાની ઓફિસોમાં હોય છે રાજધાનીમાં આધુનીક કચેરીઓમાં બેસવાની વ્યવસ્થાઓ છે અને મોટો સ્ટાફ આપેલ છે છતાં મંત્રીશ્રીઓ ઉદઘાટનો અને ખાતમુહર્તો કર્યા કરે છે સંમેલનો કર્યા કરે છે મેળાવડાઓ કર્યા કરે છે પોતાના પક્ષના કાર્યક્રમો કર્યા  કરે છે લોકશાહીને બદલે પક્ષની કંપની હોય તેમ આજ સુધી કોઇ મંત્રી પોતાના વિભાગની કચેરીઓ સુધી ગયા નથી

 છેલ્લા ૧૪ વર્ષમાં કોઇપણ મંત્રી તેની જવાબદારીના વિભગાની કચેરીમાં ગયા નથી જાતે વિભાગની કચેરીઓમાં અને બોર્ડ નિગમની કચેરીઓમાં જાત નિરીક્ષણ કર્યુ નથી

 આ સરકાર ફકત પબ્લીસીટી એજન્સીઓ- કેટરીંગ કંપનીઓ-મંડપ સર્વીસ કંપનીઓ- બિલ્ડર્સો-ટ્રાવેલીંગ કંપનીઓ-ટ્રાવેલ એજન્ટો-પ્રિન્ટીંગ કંપનીઓ-ફરનીચર કંપનીઓ-લાઇટ ડેકોરેશન કંપનીઓ- અને કન્સ્લટીંગ કમીશન એજન્સીઓ- અને ઉદ્યોગપતિઓ માટે છે

 શિક્ષણનો વેપાર અને નોકરીયતોનું શોષણ કરનારી સરકારે દોઢ લાખ કરોડનું દેવું કરેલ છે અને હજી રાજ્યના નોકરીયાતોને સાચુ વળતર ચુકવે તો ત્રણ લાખ કરોડનો પગાર ચુકવવાનો બાકી નીકળે છે પુરતો પગાર આપવો નથી ટલે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ખોટી અપીલો કરે છે અને સુનાવણીઓ કરવામાં આવતી નથી

 સરકારમાં નોકરીએ કરનારાઓનું છેલ્લા દશ વર્ષથી શોષણ થાય છે પુરતો પગાર નહીં આપીને રાજ્ય સર્કાર બંધારણના નિયમો અનુઅસાર સમાનતાના અધિકારોનો ભંગ કરે છે

ભેંસને બકરીઓ ગણાવે છે બકરીઓને હાથી ગણાવે છે.

 પ્રમાણિક અને પારદર્શક રાજનેતાઓની સરકાર હોય તો પબ્લીસીટીના બેનરો અને હોર્ડીંગો લગાવઆની જરૂરત રહેતી નથી દુધ હોય તો દુધને દુધ હોવાના પ્રમાણપત્રની જરૂરત રહેતી નથી       

 સફરજન ખાય તો તેના પણ બેનર બનાવે છે હેલીકોપ્ટરને સીટીબસની જેમ ફેરવ્યા ફેરવ કરે છે કોઇ નાગરીકનું કામ હોય તો કાગળો પછી કાગળો અને ધક્કા પછી ધક્કા થાય છે જો ખરેખર કામ કરવાના હોય છે તેના માટે મંત્રીશ્રીઓ અને તેના સચીવો સીધા મોબાઇલ ઉપર સુચનાઓ આપીને તાબડતોબ કામ કરાવીને કાગળોમાં સહી સીક્કા કરાવી લે છે

 સામાન્ય નાગરીકને જે કામ માટે દસ વર્ષ થયા હોય તે કામ કોઇ સતાધીશ નેતાનું હોય તો એક જ કલાકમાં થાય છે

 કાયદેસર નોકરી કરતા અધિકારીની લાભ આપતી ફાઇલ ત્રણ વર્ષે ક્લીયર થાય છે પણ જે ગેરકાયદેસર નોકરી કરી રહ્યાનું સાબિત થયા પછી તે ગેરકાયદેસર કર્મચારીના કામ સરકાર ફોનથી સુચના પાઈને તાત્કાલીક  કરાવે છે.

 વિકાસ થયો નથી ફકત બહુમતીની સરકાર હોવાથી મનફાવે તેમ પ્રજાના પૈસા ઉડાવી રહ્યા છે

અમુક શહેરોમાં સરકારની મોતી ઇમારતો બની છે પણ તે માત્ર કમીશનથી કોન્ટ્રાકટના હેતુથી બનેલ છે

 સરકારના કુલ બજેટના ૪૦ ટકા પૈસો વેડફાય છે ટલે કે રીશ્વત ખોરી અને કમીશનમાં તેમજ ખોટા બિનહેતુ ખર્ચમાં જાય છે

 રોજગારી ઘટી છે વધી નથી ખાનગી કંપનીઓ અને ખાનગી વેપારીઓને ત્યાં નોકરી કરનારને નોકરી મળે તે સરકાર પોતાની ઉપલબ્ધી બતાવે છે સતાધીશોને કમીશન અને મોટી રીશ્વતો આપી ટોકનથી જમીન અને અન્ય લાભો મેળવનારા મોટા ઉદ્યોગોનો વિકાસ થયો છે પણ મધ્યમ અને નાના ઉદ્યોગોનો વિનાશ થયો છે

 ગુજરાતમાં માથાદિઠ આવક મોંઘવારીની સાપેક્ષે ઘટી છે પાણી પુરીવાળો ૨૦૦૦૦ કમાય છે તો પોસ્ટ ગેજ્યુએટનો પગાર ૫૩૦૦ છે કરોડપતિઓ અબજોપતિ થયા છે અને તેની સાપેક્ષે અનેક મધ્યમ વર્ગને સ્થિતી ભિખારી જેવી છે લાખો મધ્યમ વર્ગીય પ્રજા કરજના બોજ નીચે જીવે છે.

 રાજ્યમાં જ્ઞાતિવાદથી સરકારી કામો થાય છે જ્ઞાતિવાદથી કોન્ટ્રાકટ અપાય છે જ્ઞાતિવાદથી જમીનોના કામો થાય છે જ્ઞાતિવાદથી કાર્યક્રમો થાય છે જ્ઞાતીવાદથી રોડ રસ્તાના કામો થાય છે જ્ઞાતિવાદથી એડમીશનો અપાય છે જ્ઞાતીવાદથી ભરતીઓ થાય છે જ્ઞાતીવાદથી બદલી થાય છે

 કૃષિ વિકાસ દર વધ્યો છે તે વાત વાહિયાત છે કારણ કે વિજ કનેકશન મેળવવા માટેની ત્રણ લાખ ખેડુતોની અરજીઓ પેન્ડીંગ છે કુલ જમીન પૈકી કૃષિની જમીનોની ૬૦ જમીનોમાં વર્ષમાં એક સીઝન પાક લેવાય છે લાખો ખેડુતોને પાક વિમો ચુકવાય છે ખેતીનો પક બગડી ગયો હોવાથી પાક વિમો ચુકવાય છે તો ઉત્પાદન ક્યાં ગયું ? કૃષિ વિકાસની વાતો ખોટી છે અથવા તો ખોટી રીતે પાક વિમો ચુકવાય છે

રીશ્વતખોર અધિકારીઓ નેતાઓની હા-એ-હા કરે છે પણ મંત્રી કક્ષાના સતાધીશોની સુચનાઓને પણ ફગાવી રહ્યા છે  

 ગુજરાતને વિકાસનું હબ ગણવામાં આવે છે પણ આ રાજ્યમાં ૨૦૧૧ થી ૨૦૧૩ દરમ્યાનના ત્રણ વર્ષમાં શુન્યથી ૧૮ વર્ષ સુધીની વયના ૧૦૦૦૬ નાગરીકો લાપતા છે

 ગુજરાત વિકાસ કરે છે એટલે હજી સુધીમાં ગ્રામ પંચાયતોના મકાનો નવા બનતા નથી

 ગુજરાતમાં દિવસે ભરચક વિસ્તારોમાંથી ખુલ્લેઆમ લુંટ થાય છે

 ગુજરાત ગૌ હત્યામાં ગીનીઝ રેકોર્ડ નોંધાવશે તેટલી હદે ગૌહત્યાનું પ્રમાણ વધ્યુ છે

 ગુજરાતની વહીવટી વાસ્તવિકતા જોવાથી એટલે જરૂરથી કહી શકાશે કે આ સરકાર લોકશાહી સરકાર નથી ફકત પ્રજાના પરસેવાના પૈસા ઉડાવીને ઉકરડા ઉપર પ્લાસ્ટીકના ફુલોનો ઉદ્યાન બતાવી રહેલ છે

 આજનો વિકાસ આવતા પાંચ વર્ષ પછી વિકૃતી તરીકે પ્રજાને ખુબ પીડા આપશે તેમાં શંકાને સ્થાન નથી

 ગુજરાતના માર્ગે ફિરંગીઓ વેપાર કરવા આવેલા, અંગ્રેજોએ વ્યાપાર માટે કોઠીઓ બનાવી, થાણા બનાવ્યા, લાંચીયા રાજાઓ અને પ્રજા ઇરોધી માનસીકતા ધરાવતા ભળવાઓ અને દલાલોના કારણે ક્રમશઃ સતા ઉપર કબ્જો કરતા ગયા અને થોડા વર્ષો બાદ ઇસ્ટ ઇ ન્ડીયા કંપનીથી અંગ્રેજોએ સમર્ગ ભારતને ગુલામ બનાવ્યુ અને ભારતની પ્રજાએ ૨૦૦ વર્ષ ગુલામી વેઠવી પડી

 ફિરંગીઓ અને અંગ્રેજો આવ્યા હતા ગુજરાત સરકાર પરદેશથી કંપનીઓને બોલાવી લાવે છે સ્થાનીક પ્રજાનું શોષણ કરે છે બંધારણીય અધિકારોનો ભંગ કરે છે

 આવા સતાધીશોને ગ્યાતિવાદથી સતા પર લાવનાર પ્રજા વિકાસના નામે ખોટા સ્વપ્નાઓ જોઇને છેતરાય રહી છે આંતરીક ઘર્ષણો અને જ્ઞાતિવાદના શેરી યુધ્ધોમાં પ્રજા સપડાય જશે ઉદ્યોગપતિઓના ગુલામ બનેલા સતાધીશો પ્રજા ઉપર જોહુકમી કરશે જેથી પ્રજા પોતાના ચૂંટેલા પ્રતિનિધિઓને ગુલામી વેઠશે

 રાજ પ્રજાપતિ  

તા. ૨૧-૧૨-૨૦૧૪

(ગાંધીનગર)

ગુજરાત

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: