Posted by: rajprajapati | 14/10/2013

પ્રારબ્ધ બદલીને સુખી થાઓ

પ્રારબ્ધ બદલીને સુખી થાઓ

આપના જીવનને પ્રેમાળ અને સંતોષસભર બનાવો

 

         જીવન નો આધાર આહાર–વિહાર અને નિરાહાર તેમજ વિરામ ઉપર રહેલો છે શરીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને પ્રકાશથી બનેલુ અને સંચાલીત છે દરેક શરીરને એક તેજસ્વીતા અને નિસ્તેજતા હોય છે અન્ન–પાણી અને ક્રિયાઓથી શરીરના પ્રકાશ અને વાયુ તત્વોનુ નિયમન કરીને પવિત્ર ઓરા જાળવી શકાય છે  ઓરાના પ્રકાશથી શરીરને તેજસ્વિતા મળે છે તેજસ્વિતાથી પ્રકૃતીમાં યોગ્ય પરીબળો અને યોગ્ય વ્ય્વસ્થાઓ નિર્માણ થતી રહે છે જેટલુ શરીર તેજસ્વી હશે તેટલુ પ્રારબ્ધ સંતોષજનક અને સુખમય બનશે   

         જીવનની સારી કર્મગતિ માટે વ્હેલા ઉઠવાથી સુર્યપ્રકાશના વિટામીનો અને જરૂરી તત્વો શરીરને મળે છે આથી વ્હેલા પાંચ વાગે ઉઠીને  નિત્ય ક્રિયા બાદ થોડીવાર યોગાસનો અને પ્રાણાયામ અચુક કરો ઘરના બધા સભ્યો એક સાથે વતૃળાકારે બેસીને પ્રાણાયામ કરે તો તે પરીવાર કાયમી સુખી રહે છે દિવસની નિયત બે –સંધ્યા પહેલા અચુક સ્નાન કરો વ્હેલી સવારે અને સાંજે સ્નાન કરવાથી પરસેવા અને બીજા પ્રદુષણોથી દુષિત થયેલુ શરીર બાહ્ય રીતે શુધ્ધ થશે

         જેમાંથી રક્ત,માંસ,હાડકા અને રતીધાતુ બને છે તેવા ભોજનની બાબતમાં સતર્ક બનો અને સાવધાન બનો, ભોજન શુધ્ધ-પોષક અને સમતોલ હોવુ જોઇએ જીભને ગમે તેવું નહી પણ શરીરને બધા તત્વો સમતોલ મળે તેવું હોવું જોઇએ ભોજન દિવસમાં એકવાર લો અને ખુબ ચાવીને ધીમે ધીમે- મૌન રહીને ભોજન આરોગો ભોજન માટે સાંજનો સંધ્યા બાદ નો તરાત નોસ્માય વધુ અનુકુળ હોય છે  

         ભોજન રાંધ્યા પહેલા અનાજને વનસ્પતિઓને તેને સારી રીતે સાફ કરીને પછી, શુધ્ધ પાત્રોમાં રાંધો રાંધેલુ ભોજના બીજા પાત્રમાં ભરીને પછી પીરસો તાજુ જમો, વાસી ભોજન ક્યારેય ના જમશો            

         ભોજન લેવા માટે સિધ્ધાસનમાં પ્લાઠીવાળીને બેસો જ્યારે પણ ભોજન માટે બેસો ત્યારે સમગ્ર પરીવાર એક સાથે ભોજન લેવા બેસો અને શરૂઆત સાથે કરો તેમજ ભોજન પુરૂ કરીને બધા સાથે જ ઉઠો ભોજન પચી તરત વધુ પાણી ના પીશો ૧૫-૨૦ મીનેટ સુધી પાણી ના પીવું અને પચી થોડુ ગરમ અને ઠંડુ પાણી ભેગુ કરીને એક ગ્લાસ પાણી પીવો

         હંમેશા દિવસમાં બે-વાર સ્નાન કરો-સ્નાન કરતા પહેલા તુલસીના થોડા પાન અચુક ચાવીને પછી બેસીને અથવા ઉભા ઉભા નાકથી ખુબ ઉંડા શ્વાસ લઇને  રોકી રાખો પછી ધીમે ધીમે મુખથી બહાર કાઢો. આમ ૮-૧૦ વાર કરવાથી શરીર પ્રાણાવાયુથી રક્ત વાહીનીઓ ગતિમાન થશે અને કાર્બન ડાયોકસાઇડ વાયુ બહાર આવી જશે ખુબ વધુ ફુંક મારવાથી જે લોકોને ચક્કર આવતા હોય એ નબળાઇઓ દુર થશે – સ્નાન કર્યા બાદ થોડીવાર સુધી શરીર ઉપરથી પાઅણી લુછવું નહીં  પાણીમાં રહેલા ઇલેકટ્રોન અને હાઇડ્રોજનના કણો શરીરની ચામડીના છીદ્રો દ્વારા શરીરમાં પ્રવેશે છે આથી પાંચ મીનીટ શ્વાસોશ્વાસની ક્રિયાઓ કર્યા બાદ જ શરીરને લુછશો

         વસ્ત્ર શરીરનું આંખનું અને મનનું પણ આભુષણ છે તેના કારણે સાથે સાથે શરીર અમટે યોગ્ય વસ્ત્રો ધારણ કરવા જરૂરી છે શ્વેત વસ્ત્રો આજના સમયમાં શ્રેષ્ઠ રંગ છે ત્યાર બાદ આકાશ અને વૃક્ષોના રંગો સાઅરા ગણાશે  વસ્ત્રો જુના હોય કે નવા હોય પણ હંમેશા ચોખ્ખા અને લળવા વજનના પહેરો વસ્ત્રો આકર્ષણનું કારણ  છે વસ્ત્રો નેતા રંગો મુજ્બ કીરણોનું આકર્ષણ અને અપાકર્ષણ કરે છે સફેદ રંગ બધા રંગોનું અપાકર્ષણ કરે છે તો કાળો રંગ બધા રંગોનું આકર્ષણ કરે છે કાળો રંગ મલીનતા અને રૂપ આપે છે ત્યારે અન્ય રંગો પણ તેના ગુણો પ્રમાણે મલીનતા અને પવિત્રતાને આકર્ષે છે આથી  અનેક રીતે એકબીજામાં ભળેલા રંગોના વસ્ત્રો કદીય ના ધારન કરવા. શક્ય હોય ત્યાં સુધી એક જ રંગના અને ભેળસેળ વિનાની ડીઝાઇનોના વસ્ત્રો પહેરવા જેના કારણે માનસીક સ્થીરતા અને સમતોલન જણાવશે દરેક દિવસ અને નક્ષત્રો ના રંગ છે તે પ્રમાઅણે ના રંગો અપનાવશો તો વધુ સારૂ પરીણામ મળે છે

         હવે રોજગારી અને જીવન નિર્વાહના કર્મો અંગે ખાસ સાવધાન બનો આજીવીકા અને સામાજીક  નિર્વાહ માટે રોજગાર કર્મો કરવા આવ્શ્યક છે પણ આ કર્મો જીવનું પ્રારભ્દ નિર્માણ કરવામં સય્થી વધુ ભાગ બને છે જીવનનું પ્રારબ્ધ ધન સંપતિ કે વિદ્યાથી નિર્માણ થતુ નથી  જીવનનું આગળનુ અને વર્તમાનનું ભાગ્ય શબ્દ આચરન અનુશાસન અને અધિકૃત કર્મોને આધારે થાય છે  કર્મો ભાગ્ય અને પ્રારબ્ધનો મુળ સિધ્ધાંત છે

તો સત્ય અને પવિત્રતા કર્મોના મુળ તત્વો છે સત્યનું પાલન નથી તો બાકીનું બધુ વ્યર્થ છે તેજસ્વી શરીર અને તમામ જ્ઞાન વ્યર્થ બની જશે સત્યનું આચરણ કરતાં દોષ થતો લાગે તો તેવા કર્મોને ત્યજવા જરૂરી છે પણ અસત્યનું આચરણ કદાપિ નહીં કરવું

         નિર્વાહ માટેના કોઇપણ કર્મોમાં કર્તવ્યનું પાલન કરવું ફરજીયાત છે કર્તવ્ય નિભાવ્યા વિના પ્રાપ્ત બધુ ફળ પાપરૂપ છે અને પ્રારબ્ધને દુઃખદ બનાવનાર મુખ્ય પરીબળ બને છે (ક્ર્મશઃ)  

          

 

 

  

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: