Posted by: rajprajapati | 13/10/2013

NARENDRA MODI….?…. WHO IS …?

WHO IS  NARENDRA  MODI….?

NARENDRA MODI. એક રાજનૈતિક બ્રાન્ડ છે મોદી એક વ્યક્તિત્વ રહ્યુ નથી… અનુસરવું કે ના અનુસરવું પણ એક વાત ચોક્કસ છે કે મોદી બ્રાન્ડથી ઘણા ધોતીયા ઢીલા થયા છે…….NARENDRA MODI માટે સોશીયલ મીડીયા કરતાં દરેક પ્રદેશ સુધી પરીવર્તનનો એજન્ડા પહોચાડવો જરૂરી છે. ……. NARENDRA MODIની એકલાની સતા નથી હોવાની તેની સાથે આપણી જરૂરતો જોડાયેલી છે.. માણસ પાકો ખેલાડી છે પણ આ તકે NARENDRA MODI બ્રાન્ડને કારણે રાજકારણમાંથી યાદવાસ્થળી અને પરીવારવાદનો સફાયો થઇ શકે તેમ છે બાકી રાજનિતીમાં કરવા પડતા ભ્રષ્ટાચાર અને કાવાદાવાઓ તો NARENDRA MODI પણ કરે છે જો ના કરે તો ૫૦ વર્ષથી બાપીકી પેઢી સમજી ચોંટી ગયેલાઓને કોણ ઉખેડી શકે…

NARENDRA MODI વિશે જે બોલો-જે કહો તે અહીં ફેસબૂકમાં રહેવાનું તેની કોઇ સીધી અસર મતદાન પર થવાની નથી….. એટ્લુ ચોક્કસ કહી શકાય કે NARENDRA MODI ગુજકેટનો કાયદો અટવાય ગયો ત્યારથી ભારતના ખુણે ખુણે પોતાના ખીલા ઠોક્યે રાખે છે.. ભારતમાં સૌથી વધુ અંડરગ્રાઉન્ડ પોલીટીકલ ચેનલ NARENDRA MODI ધરાવે છે…. એટલે ૨૦૧૪ ની ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષો કોંગ્રેસથી વધુ બેઠકો લાવે તો નવાઇ જેવું નથી…. NARENDRA MODI ના સંગઠનમાં નેતાઓ પોતાને તીજોરીમાંથી પણ કરોડો રૂપીયાનો ખર્ચ કરે છે એટલે કે રોકાણ કરે છે… NARENDRA MODI ના ફકંશનમાં ૩૦૦ થી ૧૨૦૦ સુધીની ડીશ જમવામાં હોય છે તેના માટે રૂપીયા ક્યાંથી આવે છે તે કોઇ જોતું નથી પણ ભાજપમાં ભ્રષ્ટાચાર કરનારા નેતાઓ કરોડો રૂપીયાનું ચૂંટણીમાં (રોકાણ) કરે છે અને પછી જીતીને ૧૦-૧૫ ગણા કમાય લે છે .. ચૂંટણી જીતવાની આ જુગાર સફળ થયો છે.. NARENDRA MODI એ ગુજરાતના ખર્ચે દેશમાંથી અત્યાર સુધીમાં ૫ લાખ લોકોને જુદા જુદા વિષયોના રાષ્ટ્રીય સંમેલનો કરીને બોલાવીને ભાષણને બદલે પોતાના કૌશલ્યોની આખી કથાઓ તેના ગળે ઉતારી દિધી— હજી ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થશે ત્યાં સુધીમાં ગુજરાતના મહાત્મા મંદિરમાં ગુજરાત બહારથી ૧૫ લાખ લોકો આવીને જમશે અને NARENDRA MODI ની વાતો સાંભળશે વિકાસની વાતો અને ફોટાઓ જોશે.. NARENDRA MODI.ના વિડીયો અને ભાષણૉની સીડીઓ લઇ જશે…..
NARENDRA MODI પાસે ફકત ગુજરાતની સતા છે NARENDRA MODI પાસે ફકત ગુજરાતની આપી શકાય તેવી જમીનો છે અને કોંગ્રેસ પાસે તો આખા ભારતની તીજોરીઓ છે ભાજપ કરતાં તો કોંગ્રેસ પાસે વધુ રાજ્યોની સતા છે તો કોંગ્રેસ શા માટે જુદા જુદા વિષયો ઉપર જુદા બહાને કરોડોનું આંધણ કરીને રાષ્ટ્રીય સંમેલનો કરતાં નથી.. જુઓ મિત્રો .. NARENDRA MODI એ પ્રજાની નાડ પારખી છે સપના બાતવે તો લોકો લાલચી છે એટલે આજે નથી તો કાલે થશેની અપેક્ષાથી મોદી તરફ વધુને વધુ આકર્ષતા જાય છે….. ભ્રષ્ટાચારમાં NARENDRA MODI અને ભાજપ કોંગ્રેસ કરતાં ખુબ આગળ છે.. ગુજરાતમાં છેલ્લા ૪૦ વર્ષોમાં નથી થયા એટલા જમીન કૌભાંડો અને ગેરકાયદેસર બાંધકામો ફકત ૧૦ વર્ષના મોદી રાજમાં થયા છે … પણ NARENDRA MODI સામે ગુજરાત કોંગ્રેસ કશુય કરવા માંગતી નથી અને કરશે પણ નહીં …..

        NARENDRA MODI એ તેના પોતાના માટે ક્યાં સંપતિ ઉભી કરી છે ? NARENDRA MODI નું પોતાનું બેન્ક બેલેન્સ કેટલુ ?  રમખાણૉ થયા અને કોમી ઘટનાઓ બની તેમાં NARENDRA MODI ની રાજકીય ઇચ્છાશક્તિ હોવાના જાહેર આક્ષેપો છે પણ NARENDRA MODI સામે ખરેખર કોઇ પુરવાર કરી શકાય એવી કડી હોય તો કોંગ્રેસે આજ સુધી NARENDRA MODI ને જેલને બહાર રહેવાની તક આપી ના હોય… NARENDRA MODI સાથે ઘણા ગુનેગારો અને ઘણા કૌંભાડીયાઓ જોડાયેલા છે કેટલાય સબિત થયેલા અને બિનસાબિત ખનીજો ચોરોથી ગુજરાત ભાજપ પણ  ખરડાયેલુ છે ભાજપ ખનીજ ચોરોનો માતૃપક્ષ છે..આ એ લોકો છે જે પુષ્કળ પૈસા અને મેન પાવર પુરો પાડે છે આ લોકો તેને આપેલા રાજકીય ટારગેટ પુરા કરી આપે છે કોંગ્રેસે જેને વિધીસર જન્મ આપ્યો છે તે રાજકારણનું અપરાધિકણ એટલી હદે વકરેલુ છે કે  પૈસા અને મેનપાવર -મસલ્સ પાવર વિના ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવી શક્ય નથી ગુજરાતમાં મુખ્યમંત્રી બનતા પહેલા NARENDRA MODI ધોતી-લોટા સાથે રઝળપાટ કરી ત્યારે તેની હાડમારી કોણે જોઇએ છે NARENDRA MODI ૧૪ વર્ષ પહેલા રાજકીય ફલક ઉપર NARENDRA MODI એક અશ્પૃશ્ય લોકસેવક જેવી ભુમીકામાં હતા તે કોઇએ ભુલવું ના જોઇએ…

NARENDRA MODI  વિશે જાણવા જેવુ તેનુ પુર્વ જીવન છે તેની અધ્યાત્મ સમજણ છે મોદીની પોતાની જ્ઞાતિ  કોઇ લાભ થયો હોય તેવો એક કિસ્સો છે.. ના નથી… મોદી સરકારમાં આજે પણ બેફામ ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ સતત તેના રડારમાં છે.. આ લોકોનું ભ્રષ્ટ આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. લોબીનું દેશવ્યાપી નેટવર્ક એટલું શક્તિશાલી હોય કે તેની ચેનલના એક મહ્ત્વના ખેલાડીને તોડવા જાવ તો આખી રાજ્ય સરકાર ગાયબ કરી શકે તેટલી સરકારી વ્યવસ્થા તંત્ર ઉપર પકડ અને સતા હોય છે માની લો કે NARENDRA MODI બધા ભ્રષ્ટ આઇ.પી.એસો. અને આઇ.એ.એસ.ને કાઢી મુકે તો તંત્ર કોન ચલાવે.. ?   આપણને ખબર છે તેમ ક્યાં ભ્રષ્ટાચાર થાય છે તેની તેને ખબર છે સો ટ્કા પ્રમાણીકતા કોઇ દિવસ સતા ટકતી નથી અને મેળવવી શકય નથી NARENDRA MODI સો ટ્કા પ્રમાણિકતાથી કર્ય કરે તો ગુજરાતના ૭૫ ટકા અધિકારીઓને બરતરફ કરવા પડે  તેમ છે આ લોકોને બરતરફ કરીને તેની જગ્યા પર કોઇ તેની ઉતરતી કેડરને મુકીશકવાની સતા કાયદામાં નથી એના માટે બહુમતિની કેન્દ્ર સરકારમાં નાવ કાયદાઓ ઘડવા પડે તેમ છે   NARENDRA MODI થી વિરૂધ્ધમાં અનેક અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ છે મોદીએ જેવા સાથે તેવા બનવા ઘણી ગંભીર ભુલો કરી છે આપણે એક નાનકડી દુકાન ચલાવવામાં ખુબ પરેશાન થઇ એ છીએ તો NARENDRA MODI ક્યાં એમ.બી.એ . કે આઇ.આઇ.એમ.કરેલુ છે તો એકલે હાથે બધુ એક નજરથી સંભાળી શકે… પગમાં ઘુઘરા બાધીને નાચાવનુ6 હોય પણ ઘુંઘરાનો અવાજ કોઇને ના ખબર પડવી તેવા નાચને રાજનીતિ કહેવાય છે આમ NARENDRA MODI વિરોધીઓ અને સમર્થકો સમજ્યા અને જાણ્યા વગર  ફેંકવાની બંધ કરવા જેવી છે (લખ્યા કરૂ તો મારે NARENDRA MODI કથા લખવી પડે તેમ છે)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: