Posted by: rajprajapati | 03/10/2013

મોદીને લોકાયુક્ત નહીં, જુડીશીયલ પટાવાળા જોઇએ છે

મોદીને લોકાયુક્ત નહીં, જુડીશીયલ પટાવાળા જોઇએ છે

લોકાયુક્ત વિધેયકની ક્ષતિઓ વિશે તેરમી વિધાનસભામાં ચર્ચા

 (તા. ૦૧.-૧૦-૨૦૧૩,  ગાંધીનગર)        

         રાજ્ય સરકાર ચલાવતાં રાજકીય પક્ષોના સ્થાપિત હિતોથી જાહેર નાણા ભંડોળ અને જાહેર હિતની બાબતોને નુકસાન કરવામાં આવે ત્યારે સામાન્ય નાગરીકના જ્યુડીશીયલ પ્રતિનિધિ તરીકે લોકશાહીની પ્રણાલીમાં જાહેર જુડીશીયલ પબ્લીક પોસ્ટ તરીકે લોકાયુક્તની નિમણુંક કરવાની પ્રણાલી જળવાયેલી છે જેને આપણે લોકાયુક્ત તરીકે જાણીએ છે આ લોકાયુક્ત અંગેના કાયદાઓ રાજ્યની વિધાનસભા ઘડતી હોય છે અને તેના નિયમોને આધિન લોકાયુક્તની નિમણુંક કરવમાં આવે તો કાયદા અનુસાર લોકાયુક્ત કામગીરી કરી શકે છે.

         લોકશાહીના સામાન્ય નાગરીકો દ્વ્રારા મતદાનથી જાહેરસેવક તરીકે ચૂંટવામાં આવતા રાજકીય કે બિનરાજકીય લોકપ્રતિનિધિઓની વિધાનસભા અને શાસકપક્ષની સરકાર હસ્તક અનેક વૈધાનિક અને કાયદાઓ ધડવાની સતા હોવાથી ચૂંટાયેલા જાહેર સેવકો દ્વ્રારા વૈધાનીક સતાઓ અને વહિવટી સતાઓનો દુરઉપયોગ થાય  છે તેમજ સરકારના મંત્રીમંડળની વિશેષ સતાઓ દ્વારા અનિયમિતતાઓથી ગેરલાભ લઇને પ્રજાના અધિકારોનું હનન કરતાં હોય તો જાહેર પ્રજાવતિ જાહેર સેવકો ઉપર નિયંત્રણ રાખવા અને જાહેરપ્રજાની ફરીયાદો પરથી પુરાવા આધારે દંડનીય કાર્યવાહી કરવા એક પબ્લીક જ્યુડીશીયલ પોસ્ટ રાખવાની પ્રણાલી રાખવામાં આવેલી છે      લોકાયુક્ત હોય તો રાજ્ય સરકાર ઉપર જાહેર પ્રજાનું આડકતરૂ નિયંત્રણ રહી શકે છે. રાઇટ ટુ રીકોલના કાયદાઓના વિકલ્પે લોકાયુક્ત અને લોકપાલની પબ્લીક જ્યુડીશીસરી પોસ્ટ હોવી લોકશાહી માટે અત્યંત આવશ્યક છે મોદીએ જે વિકાસ કર્યો છે તેની પાછળ સામાન્ય પ્રજાના મુળભુત ગણાતાં અધિકારોનું હનન કરવામાં આવ્યુ છે સરકારી પૈસાની ગ્રાન્ટથી ખાનગી સ્કુલો દ્વારા શિક્ષણનો વેપાર ચાલુ કરવામાં આવ્યો છે વાસ્તવમાં જાહેર વહિવટી ખર્ચ, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, ન્યાય તેમજ જાહેરસુવિધાની વ્યવસ્થાઓ માટે થતાં ખર્ચ માટે કરવેરાઓ વસુલ કરીને જાહેર ભંડોળ ઉભુ કરવામાં આવે છે પણ લોકાયુક્ત ના હોવાથી આ ફરજો છોડીને વિકાસના નામે પોતાનો વ્યકિતગત પ્રચાર કરવામાં જાહેરભંડોળનો દુરઉપયોગ કરી શકાયો છે

         રાજ્ય સરકારે આરોગ્ય, શિક્ષણ અને જાહેરહિતની અનેક બાબતોમાં લોક્શાહી મુલ્યો ત્યજીને પ્રજાના સમાન અધિકારોને પુરા કરવાને બદલે જાહેર ફંડને અન્ય કામોમાં વાપરીને મુળભુત ફરજો નિભાવેલ નથી રાજ્ય સરકારના વિભાગો અને નિગમોના સરકારી કાર્યક્રમો દ્વારા હંમેશા રાજકીય પ્રચાર અને રાજકીય ઉદેશો માટે કરોડો રૂપીયાનો ખર્ચ થાય છે મોદી શાસનના છેલ્લા વર્ષોમાં રૂ ૧.૦૦.૦૦.૦૦.૦૦.૦૦૦ ખોટા ખર્ચ અને બિનજરૂરી લાભો આપવામાં  આવ્યા છે જો લોકાયુક્તનું અસ્તિત્વ હોતતો કદાચ મોદી રાજ્યના જાહેર ભંડોળનો દુરઉપયોગ કરીને પોતાને રાષ્ટ્રીય નેતા તરીકે લોકપ્રિય કરી ના શક્યા હોત;

               ગુજરાતમાં નિયમિત લોકાયુક્ત હોત તો ૧૦ વર્ષના શાસનમાં લાખો રાજસેવકોના વેતનનું હંગામી અને કોન્ટ્રેકટથી અપાતી નિમણુંકો દ્વારા શોષણ કરવામાં આવ્યુ તેના બદલે પુરા વેતનથી તેઓને તેના લાભો મળી શક્યા હોત, લોકાયુક્તના ૧૯૮૬ ના કાયદા પ્રમાણે તટસ્થ લોકાયુક્તની હાજરી હોત તો મોદીનો અંગત વિકાસ થઇ શક્યો ના હોત,  તેની સરકારના બધા જાહેર હિસાબો સબબ લોકાયુક્ત દ્વારા તેને દંડીત કરાયા હોત,  આ એક વાસ્તવિકતા હોવાથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોઇપણ ભોગે અનેક અડચણો અને કાયદાકીય અવરોધો લાવીને લોકાયુક્તની નિમણુંકને અટકાવી રાખી હતી.

         મોદીને સુપ્રીમ કોર્ટ દ્વારા લોકાયુક્ત મામલે પછડાટ મળ્યા પછી નિમાયેલા અને જેના કારણે આખી સમસ્યાનો જન્મ થયો તેવા નિવૃત ન્યયામુર્તીશ્રી રમેશ મહેતાએ આખરે પોતાના સ્વમાનના મુદે લોકાયુક્ત પદનો અસ્વિકાર કરતાં લોકાયુક્તની નવી નિમણુંક કરવાની આખુ બુક અકાઉન્ટ બંધ થયુ હતુ ફરી નવી શરૂઆત કરવાની થતી હતી, આ તકનો લાભ લઇને મોદી સરકારે લોકાયુક્તને બદલે શાસકપક્ષ અને મુખ્યમંત્રીને કલીનચીટ આપવાનું કામ કરે તેવા જુડીશીયલ પટાવાળાની નિમણુંક કરવા નવું લોકાયુક્ત વિધેયક ૨૦૧૩ બહુમતિથી પસાર કરેલુ, તેને રાજ્યપાલશ્રીએ વિચારણા બાદ ખામીઓ અંગે સંદેશો પાઠવી પરત મોકલતા ફરી તેરમી વિધાનસભાના બીજા સત્રમાં ચર્ચા માટે રજુ થયેલુ, વિરોધ પક્ષની ગેરહાજરીને કારણે પુર્વમુખ્યમંત્રીશ્રી કેશુભાઇ પટેલની થોડી માંગણીઓને અવગણીને ફરી રાજ્યપાલશ્રીની મંજુરી માટે મોકલવામાં આવેલ છે.

               લોકાયુક્તની જરૂરીયાતથી સામાન્ય નાગરીક તદન અજાણ હોય છે આજના મોટાભાગના નાગરીકોને પોતે રોજીંદો કેટલો કરવેરો ભરે છે?  તેની જાણ નથી, તેના કરવેરાના ખર્ચ કોણ કેવી રીતે વાપરે છે? તેની જાણ નથી, સમાન બંધારણીય અધિકારોની ૮૫ ટકાથી વધુ પ્રજાને જાણ હોતી નથી, રાજકીય પક્ષોની રાજનીતિ સામાન્ય માણસને લોકશાહીના નાગરીકોને અધિકારોથી વંચીત રાખીને રાજાશાહી સતા ભોગવાની હોય છે,

               સામાન્ય નાગરીકના સમાન અધિકારોની પુતર્તા અંગે જાહેરસેવકો ઉપર નિયત્રંણ રાખતા ન્યાયીક પદને લોકાયુક્ત કહી શકાય છે ન્યાયપાલીકાની જેમ સામાન્ય નાગરીક સરકાર દ્વારા થતા ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓ સામે ન્યાય મેળવી શકે અને જવાબદાર જાહેરસેવક અને રાજ્યસેવક સામે કાર્યવાહી કરી શકે તે માટે લોકાયુક્તની પબ્લીક ઇન્ટ્રેસ્ટ જુડીશીયલ પોસ્ટ છે ગુજરાતમાં લોકાયુક્ત હોત તો હાઇકોર્ટમાં થયેલી સંખ્યાબંધ પી.આઇ.એલ..નો કરોડો રૂપેયાનો ખર્ચ કરવાની પ્રજાજનોને જરૂરત ઉભી થઇ નહોત

         લોકાયુક્ત સરકાર પર ન્યાયીક નિયત્રંણ રાખતી જ્યુડીશરી પોસ્ટ હોવાથી તેને સરકાર દ્વ્રારા નિયુક્ત કરવાની કે તેની નિમણુંકમાં શાસકપક્ષ અથવા વિરોધપક્ષની આવશ્યકતા રહેતી નથી, કોઇપણ નિવૃત અથવા ચાલુ રાજ્યસેવકને ખરેખર તો લોકાયુક્ત અને લોકપાલ જેવી જાહેર હિતની પોસ્ટ સાથે કોઇ સ્નાનસુતકનો પણ સબંધ હોવો જરૂરી નથી, જેમ મતદાનથી જાહેરસેવકને ચૂંટવામાં આવે છે તેમ જુડીશીયલ કોલેજીયમ અને બંધારણીય વડાની પેનલ દ્વારા લોકાયુક્ત અને લોકપાલની નિમણુંક થવી જોઇએ, રાજનૈતિક પ્રવ્યુથી મુક્ત અને  બાબતમાં કોઇપણ પ્રકારે રાજકીય હસ્તક્ષેપ લોકાયુકત અંગે યોગ્ય નથી, લોકાયુક્ત અથવા લોકપાલની નિમણુંક જુડીશીયલ પોસ્ટ હોવાથી રાજ્યના રાજ્યપાલશ્રી અને રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમુર્તીશ્રી અને રાજ્ય કક્ષાએ સેવા આપતી, કોઇપણ પ્રકારે સરકારી લાભ નહીં મેળવતી બિન સરકારી જાહેર સંસ્થાના અધ્યક્ષ એમ ત્રણ સભ્યોની સમિતિ દ્વારા આપેલ કોઇ ત્રણ જ્યુડીશરી નામો પૈકી એકને રાજ્યના લોકાયુક્ત તરીકે નિમણુંક આપવાની એકમાત્ર સતા ભારતના રાષ્ટ્રપતિશ્રી ઉચ્ચ ન્યાયલયના મુખ્ય ન્યાયમુર્તીશ્રી  અને દેશની જાહેરસેવા સંકળાયેલ બિન સરકારી, કોઇપણ પ્રકારે સરકારી લાભ નહીં મેળવતી જાહેર સંસ્થાના અધ્યક્ષની પેનલ દ્વારા પસંદગી સમિતિ નિયત કરે તે એકની રાષ્ટ્રપતિશ્રીની સહીથી જાહેર ન્યાયસેવક તરીકે લોકાયુક્તની નિમણુંક થવી જોઇએ.

               મોદી સરકારે જે લોકાયુક્ત કાયદો અમલમાં લાવવા વિધેયક પસાર કરવાની કવાયત કરી છે તેને રાજ્યપાલશ્રીએ પહેલીવાર નાકામ બનાવી છે બહુમતિ હોવાથી ફરી બીજો પ્રયત્ન કરવામાં આવ્યો છે તે સન ૨૦૧૩ ગુજરાત લોકાયુક્ત (આયોગ) વિધેયક ક્ર્માંક-૨૪ માં કલમ ૧૧ (૫), કલમ ૩ (૧), કલમ ૧૪,૧૫,૧૬, ,  ની જોગવાઇઓ પ્રમાણે આ કાયદો લોકાયુક્તને બદલે રાજ્યના મુખ્યમંત્રી અને શાસકપક્ષના ભ્રષ્ટાચારને ક્લીનચીટ આપતા બે વહિવટી નિયંત્રકોના તાબા રહેતા જુડીશીયલ પટાવાળાની નિમણુંકનો કાયદો બનાવવાના વિધેયક સમાન ગણી શકાય તેમ છે  

         ભારતમાં જેટલા રાજ્યો છે તે પ્રમાણે ત્રણ વર્ષની મુદત માટે લોકાયુક્તોની નિમણુંકો કરવાનું કાર્ય રાષ્ટ્રપતિ ભવન અને ઉચ્ચ ન્યાયાલય માટે કોઇ મોટી જવાબદારી ગણી શકાય નહીં આથી રાજ્ય સરકારો અને કેન્દ્રની રાજકીય પક્ષોની સરકારોને આ પબ્લીક વીજીલીયન્સ જ્યુડીશરી પોસ્ટની દરેક બાબતથી મુક્ત કરીને તમામ સતાઓ રાષ્ટ્રપતિભવન હસ્તક હોયતેવો કેન્દ્રીય અધિનયમ બંધારણમાં ઉમેરવાની જરૂરત છે, જે જાહેર સેવકો સામે ભ્રષ્ટાચારની તપાસો અને ફરીયાદો થવાની છે તેવા ચૂંટાયેલા રાજ્યસેવકો પોતે કાયદો બનાવીને  કોઇ વડી અદાલતના નિવૃત જજને પોતાના ભ્રષ્ટાચારને ક્લીનચીટ આપવા માટે જ્યુડીશરી પટાવાળા તરીકે નિમણુંક કરવા જેવું વિધેયક લાવે અને તેનો કાયદો ઘડીને જાહેરહિતના સામાન્ય નાગરીકોના અધિકારોની હંમેશા માટે નિવૃતી કરે તે લોકશાહી માટે અતિ ઘાતક બની  શકે છે આવું વિધેયક રાજભવનથી પરત આવ્યા પછી ફરી મંજુર થવા રાજ્યપાલશ્રીને મોકલીને નરેન્દ્ર મોદીએ પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠાને વધુ એક ઝાંખપ આપી હોવાનું રાજકીય પંડીતોમાં ચર્ચાય રહ્યુ છે

         ભારતની વહિવટી અને રાજકીય પરીસ્થીતીઓ ખુબ નાજુક તબક્કામા6 છે ત્યારે સક્ષમ વહિવટી સતા માટે મોદીની આજની પોતાની રાજકીય જરૂરીયાતો સ્તુત્ય છે લોકશાહી મુલ્યોનું દેશભરમાં દેવાળુ નીકળી ગયુ છે, કરવેરાઓની અનિયમિત્તતા, અને રાજ્યવાર પરીવારોની પારીવારીક રાજાશાહી, વિરોધપક્ષની સતામાં રહેલા રાજ્યો પ્રત્યે કિન્નાખોરી જેવા મુદે અનેક સમસ્યાથી દેશ પીડીત છે મોદીએ પોતાના પરીવાર અને પોતાની જાત માટે કોઇ સંપતિ કે કોઇ નાણાંકીય સંગ્રહ નથી કર્યો, પરંતુ લોકાયુક્ત જેવા પદની નિમણુંક ના થવા દઇને જાહેર ભંડોળના નાણાના ખર્ચથી તેના વિરોધીપક્ષો સામે લડત આપવા પોતાની વ્યક્તિગત પ્રતિભાને દેશભરમાં પ્રસારીત કરવા પુષ્કળ ઉપયોગ કર્યો છે લોકાયુક્તની હાજરી હોત તો મોદી રાષ્ટ્રીય ફલક ઉપર પહોંચી ના શકયા હોત,  રાજકીય પરીવાર અને યાદવાસ્થળીથી વિરકત રાષ્ટ્રધર્મની નીતિવાળા નરેન્દ્ર મોદી જેવા કોઇ એક નિરપેક્ષ અને આધ્યાત્મિક સિધ્ધાંતોથી પ્રભાવિત પ્રખર શાસક વિના આઝાદી સમયથી ચાલતી ગાંધી-નહેરૂ કુટુંબની રાજકીય ગુલામીમાંથી દેશની શક્તિઓને રૂધાંતી બહાર લાવી શકાય તેમ નથી,

         છેલ્લી પાંચ લોકસભા ખીચડા સરકારની બની છે તેથી અમુક જાતીવાદી પરીવારો અને કોમવાદી પરીબળોએ દેશના વિકાસને લગતા કાયદાઓ પેદા થવા કે અમલમાં આવવા દિધા નથી, ભારતીય દંડસહિતા  અધિનિયમો, જમીન, ખનીજ અંગેના કાયદાઓ અને જાહેરલાભોના અનેક કાયદાઓના લાભો પ્રજા સુધી પહોંચાડવા અપરાધિક સભ્યોને સતાથી દુર કરવા અને વૈધાનીક ગૃહો સુધી પહોંચતા અટકાવવાના કાયદાઓ ઘડવા અને અમલમાં લાવવા  માટે એક પક્ષની અને એક પ્રખર વ્યક્તિના શાસનની સરકાર બનવી જરૂરી છે

         નરેન્દ્ર મોદીએ ભારત ભ્રમણના અનુભવોથી ગુરૂજ્ઞાન પામીને ગુજરાતના જાહેર ભંડોળનો વિકાસના નામે ઉપયોગ કર્યો છે કોંગ્રેસ અને બીજાપક્ષોના ફંડદાતા ઉદ્યોગપતિઓઓને પોતાના દાયરામાં ખેંચી લાવેલ છે, આમ આઝાદી પછી પ્રથમવાર બિનરાજકીય અને જાહેરહિતના ચોક્કસ ઇરાદાઓને પાર પાડવા નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ફલક ઉપર સફળ પ્રયત્ન કરી રહ્યા છે આ બધુ સ્તુત્ય છે પણ લોકાયુક્તનો આ નવો કાયદો આજે મોદીના સરકાર માટે લાભદાયી હશે પણ ભવિષ્યમાં કોઇ ધંધાદારી રાજકારણી સતા ઉપર આવશે ત્યારે આ જયુડીશીયલ પટાવાળા જેવી અર્થહિન લોકાયુક્તની સતા ગુજરાતને મોટુ નુક્સાન કરશે તે પણ નિર્વિવાદ છે       

 

                                                                      રાજ  પ્રજાપતિ.. ગાંધીનગર  

         Political corruption is the use of power by government officials for illegitimate private gain. Misuse of government power for other purposes, such as repression of political opponents and general police brutality, is not considered political corruption. Neither are illegal acts by private persons or corporations not directly involved with the government. An illegal act by an officeholder constitutes political corruption only if the act is directly related to their official duties, is done under color of law or involves trading in influence.

Forms of corruption vary, but include bribery, extortion, cronyism, nepotism, patronage, graft, and embezzlement. Corruption may facilitate criminal enterprise such as drug trafficking, money laundering, and human trafficking, though is not restricted to these activities.

The activities that constitute illegal corruption differ depending on the country or jurisdiction. For instance, some political funding practices that are legal in one place may be illegal in another. In some cases, government officials have broad or ill-defined powers, which make it difficult to distinguish between legal and illegal actions. Worldwide, bribery alone is estimated to involve over 1 trillion US dollars annually.[1] A state of unrestrained political corruption is known as a kleptocracy, literally meaning “rule by thieves”.

Some forms of corruption – now called “institutional corruption”[2] – are distinguished from bribery and other kinds of obvious personal gain. Campaign contributions are the prime example. Even when they are legal, and do not constitute a quid pro quo, they have a tendency to bias the process in favor of special interests and undermine public confidence in the political institution. They corrupt the institution without individual members being corrupt themselves. A similar problem of corruption arises in any institution that depends on financial support from people who have interests that may conflict with the primary purpose of the institution.

 

             

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: