Posted by: rajprajapati | 23/08/2013

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો ?

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો

પ્રજાલક્ષી વ્યવસ્થાઓમાં જડમુળથી પરીવર્તન આવશે

રાજકીય સતાશાહીને બદલે વાસ્તવિક લોકશાહીનો ઉદય

          લોકસભાની આગામી ચૂંટણીને લઇને ભાજપ તરફે વડાપ્રધાન પદના ઉમેદવાર મોદી નિશ્વિત મનાઇ રહ્યા છે ચૂંટણીઓ જીતવાની અને દરેક વર્ગની પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવાની વાકછટા ધરાવતાં મોદીના વિરોધિઓ મોદી વિશે અનેક વાતો અને ટીપ્પણીઓ કરે છે લાલકુષ્ણ અડવણી અને મનમિહનસીંહ જેવા વડિલો હજી ગાંધીજીની જેમ સુવાળો મિજાજ રાખે છે તેની સાપેક્ષે મોદીનો મિજાજ ભગતસિંહ અને વિવેકાનંદ જેવો મિશ્ર છે આથી મોદી વડાપ્રધાન બને તો ભાજપની સાથે સાથે કરતાં દેશના બધા રાજકારણીઓને પોતાની પેઢીઓની જેમ ચાલતી દુકાનો હંમેશા માટે બંધ થવાની ખાત્રી થઇ રહી છે

        મોદી વિશે લગભગ અનેક વાતો અને સમાચારો સતત વંચાતા અને સભળાતાં રહે છે તેમાં સાવ શબ્દશઃ સાચા અને પુરવારં થાય તેવા કોઇ સમાચાર હોતા નથી મોદીની વિરોધી હોય તે નેગેટીવ લખે છે અને મોદીની તરફેણમાં હોય તે ફકત પોઝીટીવ લખે છે પણ ખરેખર  મોદી ભાજપ માટે કે રાજકીય હેતુ માટે અથવા પોતાની અંગત મહત્વાકાંક્ષાથી વડાપ્રધાન બનવા કોશિષ કરે છે કે તેનો મુળભુત હેતું પ્રજાલક્ષી છે તે દેશની પ્રજા જાણતી નથી   

        આજે વડાપ્રધાન બનવા જઇ રહેલા મોદીના ગુજરાતમાં પહેલીવાર કેશુભાઇ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતાં ત્યારે નરેન્દ્ર મોદી એમ.એલ.ક્વાર્ટરમાં અવારનાવાર વડાપાંઉનો નાસ્તો ખાઇને પણ દિવસો કાઢી ચુક્યા છે મોદીને ત્યારે પૈસાનું દાન અને સહયોગ મળે તેમ હતાં પણ મોદીએ કોઇના પૈસા કે સુવિધા લીધી નહોતી તેવું તેની સાથે રહી ચુકેલા મિત્રોમાંથી મળતી માહિતીના કારણે તેની સાચી વાસ્તવિકતા જાણી શકાય છે સંઘના કાર્યકર તરીકે રોજ અમદાવાદ અને આસપાસ બીજા કાર્યક્રમો કરવામાં રાત્રે મોડે આવવાથી ગાંધીનગરમાં તેને જમવાનું મળતું નહી પણ મોદી જ્યાં રહેતા તે ક્વાર્ટરવાળા મિત્રો મોદી માટે છેવટે નાસ્તાની વ્યવસ્થા કરી રાખતા હતા મોદીએ  જીંદગી સંઘર્ષમાં કાઢી છે અને આજે પણ એક મીનીટ તેના મનને શાંતી નથી તે માણસ આજે પણ ફકત સાડાચાર કલાકની ઉંઘ લે છે ઓછી ઉંઘને આરામમાં સરભર કરવાં યોગ અને વ્યાયામ અને ડાયેટ પ્લાન તેને ઉપયોગી થાય છે

         દેશમાં બંધારણની અમુક ખામીઓ અને રાજકીય પરીવારોના કબ્જાઓમાં રહેલા રાજ્યોમાં બેફામ યાદવાસ્થળીઓને કારણે બેસુમાર ભ્રષ્ટાચાર ચાલ્યો છે લઘુમતિઓના આખા સમાજને કોંગ્રેસ અને પ્રાદેશીક પક્ષોએ અલગ તારવી ભારતમાં કોમવાદના બે ભાગલા પાડીને રાજનીતિ ચલાવી છે મોદી કોઇ જ્ઞાતિ કે કોમની તરફેણમાં નથી હોતા બીજી મહત્વની વાત કે જવાહરલાલ નહેરૂ અને ઝીણાની ભુલથી કાશ્મીર  વિવાદ પેદા થયો અને અંતે તે ભારત અને પાકીસ્તાન વચ્ચે આંતકવાદના દોઝખનું કારણ બન્યો કોંગ્રેસના નેતાઓની સતા લાલસાની તે સમયની ભુલને પરીણામે ભારત આજે મહાસતા બનવાને બદલે આર્થીક અને સમાજીક ઉત્થાનમાં તુટી રહ્યુ છે

        અમેરીકા, બ્રિટન, આફ્રિકા, અને કેનેડાની જેવા ૪૫ થી વધુ દેશોની ઉત્પાદકતા અને પરીશ્રમની રોનકમાં લાખો ભારતીયોનો પરસેવો સીંચાયો છે જો ભારતીયોના પરીશ્રમોથી દુનિયાના બીજા દેશો જાહોજલાલી મેળવી શકતા હોય તો ભારત પોતે કેમ મહાસતા અને જગત જમાદાર ના બની શકે ?,  મોદી વડાપ્રધાન બનશે તો પાકીસ્તાન સાથેના સબંધો બગાડશે નહીં પણ મોદીને કારણે પાકીસ્તાનના રાજકીય નેતાગીરીઓમાં પરીવર્તન આવશે ભારત અને પાકીસ્તાનની રાજનીતિમાંથી કોમવાદ દુર કર્યા વિના સીમાવર્તી સમસ્યાઓ નાબુદ થશે નહીં મોદી વડાપ્રધાન હશે તો રાજ્યોનો સંમાતર વિકાસ થશે પ્રાદેશીક પક્ષો ક્રમશઃ નાબુદ થઇ  શકશે ખીચડા સરકારને બદલે ભવિષ્યમાં સ્પષ્ટ બહુમતિ સાથે એક પક્ષ સરકાર બનાવી બંધારણમાં મહત્વના સુધારાઓ હાથ ધરીને રાજકારણ અને સમાજના જાહેર ક્ષેત્રોમાંથી અપરાધિકરણ નાબુદ કરી શકાશે

         આજે મોદી દેશના તેમજ રાજ્યોના ભ્રષ્ટાચારીઓને સાથે સબંધો રાખતાં હોવાની જોવા મળે છે અનેક ભ્રષ્ટ અધિકારીઓને સાથે રાખે છે કારણ કે મુખ્ય સ્થાન સુધી પહોંચવા અને સ્પષ્ટ બહુમતિની સરકાર બનાવી બંધારણમાં અને ભારતીય દંડસંહિતાના વિવિધ અધિનિયમોમાં પાયાના સુધારા લાવવા હોય તો રસ્તાઓમાં પડેલા પણ વ્યવદ્થામં પહેલાથી ગોઇઠવયેલાને સ્વિકારી લેવા પડે છે પણ તેથી તેની સાથે તેના કોઇપણ ભ્રષ્ટાચારમાં મોદીની સહમતિ હશે તેવું માની લેવાની જરૂર નથી, કોઇ ભ્રષ્ટાચારીઓ સાથે મોદી રાજકીય સબંધ રાખે છે પણ તેને દિલથી સ્વિકારી શકે નહીં

..      આ મોદી વિશેની તેના મનની સૌથી ખાનગી વાત છે મોદી એક વાર વડાપ્રધાન બને તો બીજી ટ્રમમાં સ્પષ્ટ બહુમતિની સરકર બનશે અને ૨૦૧૮-૧૯ ના ઐતિહાસિક વર્ષોમાં  હાલની સ્થીતીએ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વના બંધારણીય અને સંવૈધાનીક સુધારાઓ થશે આજે સંસદમાં અને વિધાનસભાઓમાં લગભગ સીવીલ અને હાર્ડકોર ક્રિમીનલો વધતા જાય છે કોઇપણ રીતે તેવા લોકો મતદાન મેળવીને ચુંટાય આવે છે આથી તેના ટેકાથી સરકાર રચવાની ફરજ પડે છે

        મોદી જાણે છે કે ઉદ્યોગપતિઓને કરવેરા અને અન્ય રીતે લાભ ના મળે તો તે ચૂંટણી ફંડ આપતા નથી દેશમાં  અને રાજ્યોમાં સતા સ્થાન સુધી પહોંચવા માટે અઢળક રૂપીયાની જરૂર પડેછે સતા સુધી પહોંચવા અને જે સંગઠ્ઠનને નિભાવવું પડે છે તેના માટે પણ કરોડો રૂપેયાનું ફંડ જોઇએ તે નાના મોટા ઉદ્યોગપતિઓ પાસેથી મળી શકે છે એટલે ઉદ્યોગપતિઓને લાભ આપવા સિવાય બીજો કોઇ રસ્તો નથી મોદીને જગ્યાએ કોઇપણ વ્યક્તિને ફંડની જરૂર પડે છે અને તેના માટે ઉદ્યોગપતિઓની મદદ લેવી પડે છે.

        ગુજરાતમાં થઇ રહેલા દરેક ભ્રષ્ટાચાર અને કૌભાંડોની મોદીને પુરતી માહિતી હોય છે મોદી પોતે ૧૦૦ ટકા પ્રમાણિકતાથી સરકાર ચલાવે તો ૯૦ ટકા અધિકારીઓ અને કર્મચારીઓને છુટા કરવા પડે તેમ છે ગેરરીતીઓ અને નાની-મોટી ભ્રષ્ટાચારની બાબતો લાંચ આપનારી પ્રજાને કારણે સંભવતી હોય છે દુનિયાનો કોઇ નેતા ૧૦૦ ટકા પ્રમાણીકતાથી સરકાર કહલાવી શકે નહીં આખી વ્યવસ્થાને એક સાથે જડમુળથી સુધારી શકાતી નથી મોદીને જેમ વ્યવસ્થાઓ સુધારવાના પ્રયત્નો  કરનારા પોતે પ્રમાણીક હોયા તો એક પછી એક સુધારા કરી શકાય છે

        મોદીએ  બે-ત્રણ ઝભ્ભા સાથે બગલ થેલો લઇને ખુબ રઝળપાટ કરી છે અનેક નેતાઓના ઉપહાસ સહન કર્યા છે કારણ કે મોદી જ્યારે સામાન્ય કાર્યકર હતા ત્યારે આજના અનેક વડિલા નેતાઓએ તેને ઉપેક્ષિત પણ કર્યા છે મોદી સરકારના ૧૦ વર્ષનો સરેરાશ એક લાખ કરોડના નાણાંકીય કૌભાંડો ઓડીટર જનરલના ચોપડે ગણાવાય રહ્યા છે તે નાણાંકીય ઉચાપત કે લેદી-દેતીના કૌભાંડ નથી પણ જુદી જુદી રીતે વહીવટી અને ફિલ્ડની સમય મર્યાદાની અવધિને કારણે વધુ થયેલા ચુકવણાના નુકસાનના આંકડાઓ હોય છે કોઇ નેતા કે અધિકારીએ ઉચાપત કરીને કૌભાંડ કર્યુ છે તેવી હક્કિતો હોતી નથી.

        ભારતના દરેક પક્ષના નેતાઓ અને દરેક રાજકીય અગ્રણીઓના અનેક ધંધા કારોબાર ચાલે છે બંગલાઓ અને અન્ય મિલક્તો છે સ્વિત્ઝર્લેન્ડ, યુ.એસ.એ, યુ.કે, અને આફ્રિકાની અનેક યુનાઇટેડ બેંકોમાં ખાતાઓ છે તે પ્રમાણે મોદી પાસે આજે પણ કાંઇ નથી, કોઇ મિલકતો નથી, અને સૌથી મહત્વની બાબત તો એ છે કે મોદીના એક પણ અંગત મિત્ર અને સગાસબંધી કે કુંટુબના એકપણ સભ્યને તેના મુખ્યમંત્રી હોવાનો એક ટકો લાભ મળ્યો નથી અને મળતો નથી અને ક્યારેય મળશે નહીં, તેના સગા ભાઇઓ તેની સામે કામ લઇને આવી શકતા નથી તેની સામે દેશના બીજા નેતાઓ દસમાંથી આઠ કામ તેના કુટુંબ અને સગા–સબંધીઓ અને મિત્રો હિતમાં હોય તેવા કરતાં હોય છે

        ભારતના મોટા ભાગની સમસ્યાઓના મુળમાં ભારતના સંવિધાનની ખામીઓથી બિનજરૂરી અને ગુનાહિત વ્યવસ્થાઓઓને પોષતા કાયદાઓ અને અધિનિયમો છે એક ભ્રષ્ટાચારીને નેતા કે અધિકારીને ભ્રષ્ત સાબિત કરતાં સીધા અને સરળ કાયદાઓ નથી તેની સામે આર્થીક ગુનાઓમાંથી બચવાના આનેક કાયદાઓમાં છીંડા  છે  આથી ફોજદારી અને કરવેરાઓના આખા માળખામાં  ધરમુળથી ફેરફાર આવશ્યક છે અને તે ફકત બહુમતિની સ્પષ્ટ સંસદ હોય તો થઇ શકે છે નાણાંકીય ભંડોળ અને સંગઠ્ઠનના મેનેજમેન્ટમાં પાવરધા નંરેન્દ્ર મોદી એકવાર વડાપ્રધાન બનશે તો બીજી વખતે સ્પષ્ટ બહુમતિ હશે અને લગભગ બહ્દા રજ્યોમાં પણ એકસમાન વિધાંનસભાઓ હશે તે નિશ્વિત છે

        મોદી આજે પ્રાદેશીક પક્ષોના ભ્રષ્ટ નેતાઓનો સહકાર લઇ રહ્યા છે તે માત્ર ૧૯૫૧થી લોકશાહીના નામે ભારતને ગુલામમાં રાખી બેઠેલી કોંગ્રેસના વિરોધી છે એટલા પુરતી તેની લાયકાત છે બાકી એક વાર મોદી વડાપ્રધાન બનશે પછી એક પછી એક પ્રાદેશીક પક્ષો અને ભ્રષ્ટાચારી હાકેમોના સુર્યાસ્ત થશે તે પણ નિશ્વિત છે મોદી પોતે ભુખ અને હાડમારી સહન કરી છે મોદી ૧૧ વર્ષર્થી સતામાં આવ્યા છે પણ તેના પહેલા તો તેનું જીવન સાવ આમ આદમી જેવુ રહ્યુ  છે મોદી પોતે વર્ષો સુધી જમીન ઉપરની પથારીમાં સુતેલા સ્વયંસેવક છે ભુખ-થાક અને પરીશ્રમની પીડા તેણે પોતે ખુબ વેઠી છે જેથી આખી આ સમાજ વ્યવસ્થાઓમાં ક્યાં અને કેવી ખામીઓ છે તે  મોદી જાતે અનુભવી ચુક્યા છે અને તેના માટે બંધારણ અને અધિનયમન કાયદાઓ અને ચૂંટણી કાયદાઓમાં પાયાના સુધારાઓ આવશ્યક છે આથી મોદીને વડાપ્રધાન બનવું ના હોય તો પણ દેશની પ્રજાએ તેને બનવાની ફરજ પાડવી જોઇએ તેવું રાજકીય ચિંતકોનુ માનવું છે

        દુનિયામાં ખિસ્તીઓના દેશો છે, મુસ્લીમ દેશો છે અને બીજી કોમના સ્વતંત્ર રાષ્ટ્રો છે પણ હજી સુધી દુનિયામાં હિન્દુઓનું પોતાનું કોઇ સ્વતંત્ર રાષ્ટ્ર નથી તેનું કારણ તદન વાહિયાત અને ફકત સતા મેળવવા બિન સાંપ્રાદાયિકતાનો ઢોલ  વગાડયા કરતો કોંગ્રેસ પક્ષ જવાબદાર છે ભારતનુ સંવિધાન બિનસાંપ્રાદાયિક છે પણ દેશ તો હિન્દુ રાષ્ટ્ર ગણાવો જોઇએ.

 દુનિયામાં અનેક આંતરરાષ્ટ્રીય પ્રવાહો અને અનેક વ્યાપરી વિનિમયોના બદલતાં વલણોને કારણે દુનિયાભરમાં ફેલાયેલા કરોડો હિન્દુઓને ક્યારેય પરત ફરવું પડે તો તેવા હિન્દુઓ માટે દુનિયામાં પોતાનો કોઇ હિન્દુ દેશ નથી, નેપાળ હિન્દુ છે પણ તે દુનિયાભરના હિન્દુ માટે પુરતો ના થઇ શકે, દુનિયામાં ભારત એકમાત્ર સૌથી વધુ હિન્દુ બહુમતી ધરાવતો દેશ છે તેથી ભવિષ્યની વૈશ્વિક અરાજકતાઓ સામે અગમચેતી અને સલામતી માટે ભારતને સંપુર્ણ હિન્દુ રાષ્ટ્ર બનાવવું આવશ્યક છે આજે દેશમાં અનેક હિન્દુ નેતાઓ અને રાજકરણીઓ છે પરંતું તે બધા ભ્રષ્ટાચરમાં ડુબી ચુકેલા છે મોદીની જેમ ઝડપી  અને સચોટ સંચાલન માટે  નિર્ણયો લેવાની તિવ્રતા અન્ય કોઇ નેતાઓમાં નથી આથી ભારતના ઉજજ્વળ ભવિષ્ય અને સલામતિ માટે પણ નરેન્દ્ર મોદીને સૌથી શ્રેષ્ઠ લોકનેતા ગણવામાં આવી રહ્યા  છે  

         ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી આમ તો કોંગ્રેસ અને મોદીનું ભાવિ નક્કી કરશે તેવું કહેવાય છે પણ રાજનૈતિક ચિંતકોના મતે ૨૦૧૪ ની ચૂંટણી કોંગ્રેસ અને મોદીના ભાવ કરતાં, દેશના ભાવી માટેની દિશા નકકી કરશે  હજી પણ દેશની પ્રજા કોંગેસને માથે બેસાડી રાખશે તો સીમાવર્તી સમસ્યાઓ, આંતકવાદ, મોંઘવારી , રીશ્વત ખોરી, બેરોજગારી, ગરીબી અને રાજકીય તેમજ સામાજીક અપરાધિકરણ વધશે, દેશનું સામાજીક વ્યવસ્થાપન અંધકારમાં ધકેલાયને રાજકીય તેમજ વહિવટી કટોકટીમાં બરબાદ થતુ જશે માટે દેશ ભરમાં લોકસભાની ચૂંટણી પહેલા ઘરઘર સુધી લોકજાગૃતી અને એક સ્વયંભુ લોકજુવાળ દેશ માટે એક સારો નિર્ણય તેવી રાજકીય પંડીતોમાં ચર્ચાઓ રહ્યુ છે.         

Advertisements

Responses

  1. રાજભાઈ તમે ખુબ સરસ વાત કરી , માનનીય નરેન્દ્રભાઈ મોદી ના સામાજીક જીવન ચારિત્ર ની સંપુર્ણ ઝાંખી કરાવી …… ખુબ ખુબ આભાર


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: