Posted by: rajprajapati | 20/08/2013

મોદી સરળતાથી વડાપ્રધાન બનશે

ભારત ગાંધી પરીવારની પેઢી નથી પણ લોકશાહી રાષ્ટ્ર છે

કોંગ્રેસ ચિદમ્બરમને હડસેલીને રાહુલ ગાંધીને વડાપ્રધાનપદે જાહેર કરશે તો

 મોદી સરળતાથી વડાપ્રધાન બનશે

કોંગ્રેસનો નવો યુવા વર્ગ ભાજપ તરફી ક્રોસ વોંટીગ કરશે

ઉત્તર અને દક્ષિણ ભારતના ૨૫ ટકા મુસ્લીમ મતો નરેન્દ્ર મોદીની તરફેણમાં જશે

 

આગામી લોકસભા ૨૦૧૪ ની સામાન્ય ચૂંટણી કોંગ્રેસ અને મોદી વચ્ચે હોય તેમ આખા દેશનું મીડીયા નરેન્દ્ર મોદીને પુરતું ફોકસ આપી રહી છે

         મોદી, મત ખેંચી લાવવાની લાગણી પેદા કરતાં શબ્દ પ્રયોગોથી જાહેર જનતાની માનસીકતાને પ્રભાવિત કરે છે અને તેને સાંભળવા વાળાઓ ના હોય તો પણ પુરો ખર્ચ અને સુવિધા પુરી  પાડી સરકારી અને બિન સરકારી તેમજ પક્ષ અને સેવાભાવી સંસ્થાઓના સાધનો અને માધ્યમો દ્વારા મતદાન કરનારા નાગરીકોને સભા સ્થળે લાવવામાં આવે છે

         મોદીની દરેક સભા અને દરેક ભાષણ હોમવર્ક કરેલુ અને સ્થાનીક લોકોને સીધુ અસર કરતા હોય છે જેના નામે અબજો રૂપીયાની ગ્રાંટ ફાળવીને કરોડોના ભ્રષ્ટાચાર થાય છે તે લોકોના કાનમાં ભુતકાળની ખામીઓ અને આંખમાં ભવિષ્યના સપનાં આંજવાની કળાથી નરેન્દ્ર મોદી ગુજરાતને ઝબ્બાના ખીસ્સામાં રાખીને ફેરવે છે મોદી ક્યારેય એકલ દોકલ ટીવી કેમેરા સામે નાના મુદે ટીપ્પણીઓ અને પ્રતિભાવો આપતાં નથી પણ બે-ચાર વાક્યો બોલીને દિવાસળી ચાંપીને………….

          જવાહરલાલ નહેરૂ ઇન્દીરા ગાંધી રાજીવ ગાંધી અને હવે રાહુલ અથવા પ્રિયંકા ગાંધી તો શું આ ભારત લોકશાહી દેશ છે કે ગાંધી કુટુંબની માલીકી પ્રોપર્ટી છે દરેક સિનિયરો અને વડાપ્રધાન કક્ષાના દરેક પીઢ કોંગ્રેસીઓને રાજીવ ગાંધીને આંગળી પકડી રમાડનારા પીઢ કોંગ્રેસી વડિલોને હવે રાહુલ ગાંંધીની ગુલામી કરવી નથી

         મુસ્લીમોના મત મેળવવા લઘુમતિ તરીકે સામાન્ય પ્રવાહથી અળગા રાખીને અનેક સુવિધાઓ અને વ્યાપારી લાભોથી વંચીત રાખ્યા  છે અનામતના નામે સામાન્ય પ્રવાહથી  અળગા કર્યા છે જેથી ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાયના રાજ્યોમાં મુસ્લીમો આર્થીક રીતે અને સામાજીક રીતે નબળા રહેલા હ્ચે જેમાં કોંગ્રેસની મત વિશેની એક લાલસા અને અનામત વોંટ બેંકનો ઇસ્યુ રહેલો છે જે આજે શિક્ષિત મુસ્લીમોને અને મુસ્લીમના યુવા મતદાતાઓને સમજાય છે ભાજપમાં મુસ્લીમો માટે પુરતી જગ્યા રહેલી છે ગુજરાત ભાજપ લઘુમતિ સેલના અધ્યક્ષ મર્હુમ કાદર સલોત ભાજપના નામાંકિત ભાજપી મુસ્લીમ નેતા હતા આજે પણ ભાજપમાં અનેક પદો પર મુસ્લીમ બિરાદરો બેઠા છે

         ભારતમાં જેમ કોંગ્રેસ મુસ્લીમોને છેતરે રહી છે તેમ પાકીસ્તાનમાં રાજકીય પક્ષો પણ પાકીસ્તાન સ્થીત મુસ્લીમોને છેતરી રહ્યા છે આથી કાશ્મિર અને સીમાવર્તી પ્રશ્નોમાં પાકીસ્તાન અને ભારતના અબજો રૂપીયા બરબાદ થઇ રહ્યા છે આજે ૬૬ વર્ષ પછી નરેન્દ્ર મોદી એક સાહસિક અને સફળ નેતૃત્વ અને કલાસુઝવાળા લોકનાયક  તરીકે દેશની ૧૨૬ કરોડની જનતા સમક્ષ ઉભરી આવ્યા છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો રાજ્યોની અને દેશની સુરક્ષા મજબુત બનશે, આંતરીક ભ્રષ્ટાચાર નાબુદ થશે અને વિકાસશીલને બદલે વિકસીત દેશોની હરોળમાં ભારતનું સ્થાન મજબુત રીતે આગળ રહેશે

          મોદીના ગુજરાત વિકાસના અબજો રૂપેયાના પ્રચાર અને પી.આર.ઓ. નેટવર્કથી દેશ અને દુનિયાના ભારતીય લોકો પ્રભાવિત થયા છે ભ્રષ્ટ્રાચાર માટે કમીશનીયા દલાલોની આખી વ્યવસ્થાઓ દુર કરીને મોદી સરકારમાં અધિકારીઓ પોતે ઉદ્યોગપતિઓની દલાલી કરીને વિકાસ યાત્રા ચલાવે છે મોદી પોતે લોકાયુક્તની નિમણુંક થવા નથી દિધી પણ ભાજપ પોતે લોકપાલ માટે દેશની જનતાને મુર્ખ બનાવે છે આમ યોગ્ય સમયે અને યોગ્ય પ્રસંગે મતદારો અને પ્રજાજનોને મુર્ખ બનાવવાની રાજનીતિમાં મોદી હવે કોંગ્રેસથી આગળ નિકળી  ચુક્યા છે

         કોંગ્રેસ અને સોનીયા ગાંધી જો હવે રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરશે તો સૌથી પહેલા કોંગ્રેસના દિગ્ગજ અને કોંગ્રેસને ટકાવી રાખનારા વડિલ નેતાઓ નારાજ રહેશે હવે ગાંધી પરીવારની યાદવાસ્થલીથી કોંગ્રેસનો બહુમતિ વર્ગ અણગમો કરતો થયો છે આતો એવુ બને છે કે કોંગ્રેસ પક્ષના વડાપ્રધાન થવુ હોય તો ગાંધી નહેરૂ પરીવારમાં જન્મ લેવો પડે આ વણ લખી રાજકીય ચર્ચાઓ હવે દેશભરન પીઢ કોંગ્રેસીઓ અને યુવા કોંગ્રેસીઓમાં ઘર કરી ચુકી છે ઉતર ભારતનો વિકાસ ૬૬ વર્ષથી રૂધાય છે સીમાપારની સમસ્યાઓ વધે છે ત્યારે દરેક રાજ્યો ઉપર બે ત્રણ કુટુંબોની કાયએમે રજવાડા જેવી સતાઓ ચાલે છે આ બધી વિષમતામાંથી દેશની પ્રજાને કોમવાદ અને જ્ઞાતિવાદના વાડાઓમાંથી બહાર લાવી એકસુત્રતાથી સાથે રાખીને વિકાસની હરણફાળ ભરવાની ચોક્કસ રાજનીતિમાં મોદી સફળ નેતા સાબિત થઇ રહ્યા છે

         રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોંગ્રેસ જાહેર કરશે તેવું લાગતું નથી સોનીયા ગાંધી આ વિશાળ દેશ રીમોટ કંટ્રોલથી ચાલવી જાણે છે મનમોહનસિંહ જેવા ખુબ ગંભીર અને પદની ગરીમા જાળવી શકતાં વડાપ્રધાન મુકી શકે છે એટલે પ્રચારમાં ભલે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મીડીયા પોલ ચલાવાતં હોય પણ આખરે કોંગ્રેસ વર્તમાન નાઁઆંમત્રી અને પુર્વ ગૃહમંત્રી ચિદમ્બરમને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરશે તેવી આશંકાઓ મજબુત બની રહી છે

         મુસ્લીમ વૈજ્ઞાનીક શ્રી અબ્દુલ કલામ સાહેબ ભારતના રાષ્ટ્રપતિ બન્યા હોય તો તે કોંગ્રેસનો બિનસાંપ્રદાયિકતાનો પ્લસ પોઇન્ટ છે તેની સામે મોદી કોમવાદી હોવાની અને મુસ્લીમ વિરોધી હોવાની ખરડાયેલી પ્રતિષ્ઠા ધરાવે છે મોદીપાસે પ્રજાના પૈસે પ્રજાની મિલ્ક્તો વેચીને અને મુળભુત અધિકારો છીનવીને વિકાસ કરવાનો પ્લસ પોઇન્ટ છે રામમંદિરનું જે થયુ તે દેશના લોકોએ જોયુ અને જાણ્યુ, રાજકીય માઇલેઝ માટે ભાજપના નેતાઓએ રામમંદિરની કારસેવાના નામે ઘણા સ્ટંટ કરીને દેશના  હિન્દુ વાદી પક્ષ તરીકે અસીમ ખ્યાતિ મેળવીને સતા પણ મેળવી હતી જે લાંબો સમય ટકી નહીં બિન સંપ્રદાયીક દેખાવ કરવામાં પાકીસ્તાન ગયેલા નાયબ વડાપ્રધાન અડવાણીની પ્રતિષ્ઠા ખરડાય હતી આથી દેશના બહુમતિ મતદારો આજે પણ રાજસતા માટે નિતીમતા છોડીને ગમે તે હદે જનારા પક્ષ તરીકે જોવે છે

         મોદીના ગુજરાત સાશનના ૧૦ વર્ષમાં અનેક કૌભાંડો બહાર આવ્યા છે લોકાયુક્ત અને એન્કાઉન્ટરો અને કોમવાદી રમખાણોમાં મોદીની ઇચ્છશક્તિ દેશ અને દુનિયામાં જાણીતી બની છે ગુજરાત બાળ હત્યા,ગૌ હત્યા, સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા, કિસાન હત્યા, અને સંત હત્યા માટેનું હબ બની ગયુ છે આંગડીયા લુંટો અને જમીન કૌભાંડ તથા વ્યાપક ખનીજ ચોરી તેમજ શિક્ષણના વેપારમાં ગુજરાત પ્રથમ નંબરે હોવા છતાં  ગુજરાત કોંગ્રેસના કોઇપણ નેતા તેની વિગતો જાહેર સભાઓ અને ચૂંટણી સભાઓ અને ચૂંટણી સમયની ન્યુઝ ચેનલોના ભાષણમાં આપતાં નથી આથી મોદીની વાસ્તિવિક વાતો ચૂટણી સમયે મતદારો સુધી પહોચતી નથી.

         ભાજપના નેતાઓ પોતે ભ્રષ્ટાચારથી કમાયેલા કરોડો રૂપીયામાંથી પ્રચાર પ્રસાર માટે ઘરના કરોડો રૂપીયા વાપરે રહ્યા છે અને સતા મેળવીને તેના બદલે ૧૦ ગણા વળતર મેળવે છે તેની સામે ગુજરાત કોંગ્રેસના અબજોપતિ નેતાઓ અને  ભારતના અબજોપતિ કોંગ્રેસીઓ પોતાની તિજોરીમાંથી ચૂટંણી સમયે અને સંંગઠ્ઠનના કામોમાં રૂપીયા વાપરતા નથી આથી સંગઠ્ઠન આર્થીક રીતે પાંગળુ અને માયકાગલુ રહે છે ચૂંટણી પહેલા નાનામાં નાના બુથ કાર્યકરને પણ ખાવા ‘પીવા’ અને વાહન અને મોબાઇલ ખર્ચના મહિને પાંચ-દશ હજાર રૂપીયા આપીને ભાજપના નેતાઓ તેને ગધેડાની જેમ કામ કરાવીને અઢળક મતો ખેંચી લાવે છે

          મોદી અને અમિત શાહની ચૂટંણી જીતવાની એક જ મોડસ ઓપેરીન્ડી છે દરેક બુથની મતદાર યાદીમાં સૌથી વધુ મત જે જ્ઞાતિના હોય તે જ્ઞાતિના યુવાન-યુવતિને સંગઠનનો એક વોર્ડ કક્ષાનો હોદો જરૂર આપવો અને સંગઠ્ઠનમાં તેની વાહ વાહ ચલાવીને તેને માસીક ખર્ચના ૮-૧૦ હજાર બે- ચાર વાર આપીને પક્ષની સમૃધીમાં તેની અંગત સમૃધ્ધી હોવાના સપનાઓથી તેને ભાજપ ભક્ત બનાવી દેવાનો આ બુથ લેવલ કાર્યક્ર્તાઓ મત ખેંચી લાવવાની સૌથી પહેલી કડી છે

         બીજા તબક્કે ગામ અને તાલુકાઓના સંગઠ્ઠ્નના હોદા માટે સીનીયર અને જુનીયર નેતા માતે જે ગામમાં સૌથી વધુ મતદાન જે જ્ઞાતિનું થતુ હોય તેના એક જાણીતા નેતાને સંગઠ્ઠનના તાલુકા અધ્યક્ષ બનાવી દેવાના દરેક ગામમાં પણ જેના મત વધુ હોય તે જ્ઞાતિનાને મુખ્ય હોદા પ્ર કાર્યરત કરવાન અને તેને છોંટણી પહેલાથી સંગઠ્ઠનમાં કાર્યરત કરીને તેને પુરતું નાણાંકીય ભંડોળ પુરૂ પાડવું મોદીના ચૂંટણી એજન્ડાની આ મહત્વની બીજી કડી છે

         ચૂંટણી સમયે વહિવટી અને રાજકીય રીતે જેનું કોઇ મુલ્ય કે ગણના નથી તેવા સંગઠ્ઠનના અનેક મોરચાઓ ખોલીને સ્થાનીક  યુવતિ અને યુવાનોને હોદા આપીને તેને થોડુ ફંડ ફાળવીને જાહેર પ્રજામં સતત પક્ષની કર્ણોપકર્ણ વાતો કરતાં અને દોડતા કરી દેવાના, મહિલાઓના રસોડા સુધી પક્ષની વાતો ચર્ચાતી રહે તે માટે આકર્ષક- મોર્ડન- કોલેજીયન યુવતિઓને સંગઠ્ઠનના મહિલા મોર્ચાના પ્રવક્તા જેવા બકબક કરતાં અને સતત લોકસંપર્કમા કામગીરી કરતાં હોદાઓ ઉપર નિમણુંકો આપીને મહ્લા મતો માટે કાર્યરત કરી દેવાથી તેનુ યુવા મતદારોમાં સીધુ આકર્ષણ પેદા થયેલુ રહે છે આ મહત્વની ત્રીજી કડી છે

         દરેક વિસ્તારના મંદિરો-આશ્રમોના સંતો-મહંતો અને વડાઓને પણ પક્ષના જીલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના જાહેર કાર્યક્રમોમાં આમંત્રણ આપીને સન્માન સાથે મંચ ઉપર સૌથી આગળ બેસાડી સ્થાનીક નેતાઓ અને સગંઠ્ઠનના વડાઓ આશિર્વાદ લેતા હોય તેવી જથ્થાબંધ કાર્યક્રમો અને સન્માન કાર્યક્રમો રાખો જેથી પક્ષના નેતાઓ તરફ લાગણીનો અહોભાવ જાગશે અને પ્રજાનો પક્ષ તરફની લાગણી વધતી રહેશે ચૂંટણી સમયની મતદાન ખેંચવાની ગુજ્જુ રાજનીતિની આ મહત્વની ચોથી કડી છે…. (ક્રમશઃ) 


 

 

 

 

Advertisements

Responses

  1. મોટાભાગે સહમત્


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: