Posted by: rajprajapati | 18/08/2013

મોદીના ટમેટાને સફરજન તરીકે પ્રજાએ સ્વિકાર્યા નહીં

મોદીના ટમેટાને સફરજન તરીકે પ્રજાએ સ્વિકાર્યા નહીં

ગુજરાતના ‘ઇમ્પેકટ’ એકટ ગ્રુડા ૨૦૧૨ ની સરેઆમ નિષ્ફળતા

 ગેરકાયદેસર બાંધકામોના ભ્રષ્ટાચારને કાયદેસર કરવામાં ગુજરાત ભાજપની સરકાર નિષ્ફળ

 રાજ્યના બધા શહેરોમાં વાહન વ્યવહાર માટે દરેક રસ્તાઓ વન-વે કરવાની ફરજ પડશે,

 પાર્કીંગની અને માર્જીનની જગ્યાઓ ઉપર બાંધકામ કરીને રાજકીય બિલ્ડરોએ વેચી નાખ્યા છે તેથી રસ્તાઓની ઉપર વાહનોનું પાર્કિંગ કરવું પડે છે

 

         ગુજરાત વિદ્યાનસભાના માર્ચ ૨૦૧૧ના બજેટ સત્રમાં શહેરી વિકાસ મંત્રીશ્રીએ વિધાનસભામાં કહેલુ કે રાજ્યમાં ૨૫,૦૦,૦૦૦ ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાની જાહેરહિતની પબ્લીક ડીમાન્ડ છે અને ગરીબની નાનકડી બારીઓ રેગ્યુલાઇઝ કરવાની અમારી લાગણી છે ગરીબોના મકાનોની નાનકડી બારીઓ રસ્તા ઉપર પડતી હોય તો તેને કાયદેસર કરવાની લાગણીથી અબજોની કમાણી કરનારા રાજકીય બિલ્ડરોના સંખ્યાબંધ ગેરકાયદેસર બાંધકામો નિયમિત કરવામાં આવી રહ્યા છે જેના કારણે રાજ્યના બધા જ શહેરોમાં વાહન વ્યવહાર માટે દરેક રસ્તાઓ વન-વે કરવાની ફરજ પડશે, રસ્તાઓની એક તરફ કાર અને મોટરસાયકલો પાર્કિંગ કરવી પડે છે કારણકે પાર્કીંગની અને માર્જીનની જગ્યાઓ ઉપર બાંધકામ કરીને બિલ્ડરોએ વેચી નાખ્યા છે

         રાજ્યપાલશ્રીએ ૨૦૧૧ માં સરકારના આ કાયદાનું વિધેયક ફરી વિચારણા માટે વિધાનસભાને પાછુ મોકલ્યુ હતું જેમાં ભયસ્થાનોની બાબતોએ સ્પષ્ટ નોંધો કરવામાં આવી હતી પરંતુ સરકારે શરમથી નિચુ જોવાને બદલે થોડા દિવસો પછી સદભાવના નામે ઇસ્લામ ધર્મની ટોપીનો અનાદર કરીને રાજયપાલને પાછા બોલાવવાની માંગણીઓ કરીને રાજ્યપાલ સામે આક્ષેપો કર્યા હતાં જેના પરીણામે રાજ્યપાલ પદની ગરીમાને જાળવીને બીજી વાર વિધેયક પાસ થયુ ત્યારે રાજ્યપાલશ્રીએ મંજુર કરવું પડયુ હતું

         સરકાર સામે ચાલતા કેસોમાં તરફેણ કરવામાં આવે તેવા હેતુંથી હાઇકોર્ટના જજોને હાઇકોર્ટ પાછળ કરોડોની કિંમતના ૫૦૦ મીટરના પ્લોટ આપવાની જાહેરાત કરી હતી અને તેના માટે જમીનોનું સંપાદન પણ થયેલુ છે અને પ્લોટોની ફાળવણી પણ કરવામાં આવ્યાનું સુત્રો દ્વારા જાણવા મળે છે

         રાજ્યપાલશ્રીની મંજુરી પછી પણ આ ગ્રુડા એકટ ૨૦૧૨ સામે ગુજરાત હાઇકોર્ટમાં અલ્ટ્રા વાયરસના મુદે જાહેર હિતની અરજી થઇ હતી જેના પરીણામે એક વર્ષ સુધી આ કાયદાની અમલવારી થઇ શકી નહોતી, એક વર્ષની દલિલો બાદ અમુક ખાસ મુદાઓને ધ્યાને લીધા વિના ગ્રુડા એકટ સામેની અરજી એક તરફી નિકાલ કરીને કાઢી નાખવામાં આવી હતી જેમાં અલ્ટ્રા વાયરસની કોઇ બાબતને ધ્યાને લેવામાં આવી નહોતી ગ્રુડા એકટ ૨૦૧૨ને કારણે તે સમયના બી.પી.એમ.સી. એકટ, રેવેન્યુ એકટ અને જી.ડી.સી.આર.એકટનું સીધુ ઓવરલેપીંગ થતું હતું તેમજ ફરજ પરના અધિકારીઓ, ઇજનેરોએ ભ્રષ્ટાચાર કરીને રાજ્યસેવક શિસ્તતા અધિનિયમનો ખુલ્લો ભંગ કરેલો હતો પરંતુ કોઇ અગમ્ય કારણસર અન્ય કાયદાઓની જોગવાઇઓને થયેલા નુકસાન અને રાજ્યપાલની નોંધોને ધ્યાને લીધા વિના જાહેરહિતની અરજી પણ કોર્ટમાંથી કાઢી નાખવામાં આવી હતી

         હાઇકોર્ટમાંથી જાહેરહિતની અરજી કાઢી નાખવામાં આવતાં સરકારે ગ્રુડા એકટ ૨૦૧૨ના કાયદાની ઝડપી અમલવારી કરવા જાહેરનામાઓ બહાર પાડીને દંડની રકમો નક્કી કરીને બહોળા પ્રમાણમાં જાહેરાતો કરી પણ સરાઅક્રે કરેલી તમામ વાતો જુઠી સાબિત કરીને ગેરકાયદેસર બાંધકામોવાળા ૧/૬ જેટલા લોકો પણ અરજી કરવા આવેલા નથી

         ગેરકાયદેસર બાંધકામો કરનારાઓ કરોડો રૂપીયા કમાયા છે અને સરકારી અધિકારીઓ પણ કરોડો રૂપીયા કમાયા છે આ કાઉઅદામાં ખરેખર નિર્દોષ લોકોને દંડ ભરાવીને ગુનેગાર સાબિત કરવાનો સરકારનો પ્રયત્ન હતો સાચા ગુનેગારો તો બાંધકામ કરનારાઓ અને નગરપાલીકા અને મહાનગરપાલીકાના અધિકારીઓ છે  સાચા ગુનેગારોને મુક્તી અપાવવા સરકારે ગરીબોની બારીઓ રેગ્યુલાઇઝ કરવાની વાતો વિધાનસભામાં કરીને સર્વ સમતિથી આ વિશેષ ગ્રુડા ૨૦૧૨નો કાયદો બનાવ્યો હતો જે વૈધાનિક સતાનો દુર ઉ଑પયોગ ગણાય શકાય છે

         ગેરકાયદેસર અને વેચાયા વિના બાંધકામોના બિલ્ડરોએ ગ્રુડાના સતાધીશો અને સ્થાનીક ઇજનેરોની મદદથી અરજી કરી હતી પણ કોઇ પૈસા ભરવા તૈયાર થયુ નહીં આથી સરકારે ફરી મુદત વધારી ને કાયદામાં વધુ છુટછાટ આપીને દંડની રકમ અડધાથી પણ ઓછી કરી નાખેલી બે વખત મુદતમાં વધારો થયો અને બે વખત દંડની રકમમાં ઘટાડો થયો હતો

         સરકારે છાપાઓમાં સમાચારો પ્રસિધ્ધ કરાવેલા કે આ ગ્રુડાની મુદત પુરી થયા બાદ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે પણ મહાનગરપાલીકાઓ અને નગરપાલીકા હદની બહાર સ્થાનીક વિકાસ સતા મંડળના નામે રાજકારણીઓના મંડળોએ આકાશમાં જેટલી ઉંચે જવાય તેટલી ઉંચી, વગર મંજુરીની એફ.એસ.આઇ. આપીને ૧૩-૧૫ માળના રહેણાંક બિલ્ડગો બનાવવાની જાહેર છુટ આપીને ભાજપની બોડી હોય કે કોંગ્રેસની બોડી હોય બધા રાજકારણીઓ ગ્રુડા૦૦ જેવી સરકારની ગુનાહિત પ્રવૃતીને કાયદાથી રક્ષણ આપવાની ખુલ્લેઆમ નીતિથી ગ્રુડા ૨૦૧૨ આવ્યા પછી ગેરકાયદેસર બાંધકામો કરીને વેચવા ચાલુ કર્યા છે ૧૦૦ મીટરની હદમાં બે જુદા જુદા બાંધકામ નિયમો અમલમાં  હોય અને એક હદમાં એક બીજાથી વિરૂધ્ધના બે કાયદાની સાથે અમલવારી થતી હોય તેવું આ સરકારે કરીને પોતાની વહિવટી નિષ્ફળતા અને ભ્રષ્ટાચારને કાયદેસર કરવાની મોદી સરકારની નીતિને સાબિત કરી છે

         ગેરકાયદેસર બાંધકામો શરૂ થયા હોય ત્યારે અને ચાલુ હતા ત્યારે તે બાંધકામો સામે સ્થાનીક સતાધીશો સામે જેનું હિત અને જાહેર હિત જોખમાતું હતુ તેવા સ્થાનીક પ્રજાજનોએ રાજ્યમાં હજારો અરજી કરવામાં આવી હતી કમિશ્નરો અને ચીફ ઓફીસરોએ એક પણ અરજીને ધ્યાને લીધી નહોતી અને તે સમયના ઇજનેરો અને સરકારી અધિકારીઓ ફકત રોકડો ભ્રષ્ટાચાર કરીને ૨૦૦૨ થી ખુલ્લેઆમ ગેરકાયદેસર બાંધકામો કરીને વેચવાની છુટ આપતાં રહ્યા હતાં

         નગરપાલીકાઓ અને મહાનગરપાલીકાઓના અધિકારીઓ, ટી.ડી.ઓ, ઓવરશીયરો સુપરવાઇઝરો, કાર્યપાલક ઇજનેરો, નાયબ કમિશ્નરો અને કમિશ્નરોએ ગેરકાયદેસર બાંધકામોને છુટો દોર આપીને શહેરી વિકાસ વિભાગને કરોડોની રીશ્વત મેળવી આપી છે તત્કાલીન કમિશ્નરો અને ચીફ ઓફિસરો, ઇજનેરો કરોડોપતિ બન્યા છે અમદાવાદ, સુરત, રાજકોટ અને સુરતના ઇજનેરો અને ટી.ડી.ઓ તથા એસ્ટેટ સ્ટાફ કરોડપતિ બની ગયો છે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મહાનગરપાલીકાઓના ૩૯ ટી.ડી.ઓની ગેરરીતીઓ સાબિત માનીને તેની સામે કાર્યવાહી કરવા સરાકરને આદેશ કરેલ છે જેના કારણે તે ટી.ડી.ઓની કમાણીમાં વધારો થાય એ હેતુંથી આજે અમદાવાદ કોર્પોરેશનમાં પોતાની જગ્યા રેગ્યુલાઇઝ ભ્રષ્ટાચારીના એવોર્ડ સાથે આજે પણ ભ્રષ્ટાચાર કરીને સરકારને આશિર્વાદ આપે છે

         ગુનો કોઇ કરે અને સજા બીજાને કરવામાં આવે તેવી મોદી સરકારની વિકાસ નીતિને પરીણામે ગેરકાયદેસર બાંધકામો કરનારા હજારો બિલ્ડર્સો અને લાંચ લઇને વર્ષો સુધી બાંધકામો કરવામાં મદદગારી કરનારા સરકારી અધિકારીઓને નિર્દોષ ગણીને ગેરકાયદેસર મિલ્કત લેનારા મધ્યમ વર્ગના લોકોને દંડ ભરીને મિલ્કતો નિયમિત કરાવી લેવા મોદી સરકારે ખુણે ખુણે લાખો રૂપીયા ખર્ચીને મોટા હોર્ડીગો લગાવી જાહેરાતો દ્વાર ઝુંબેશ ચલાવી હતી ટમેટાને સફરજન તરીકે કોઇએ સ્વિકાર્યા નહીં.

         તૈયાર વેચાણ લીધેલા મકાનો અને ફ્લેટસને રેગ્યુલાઇઝ કરવા જે ફોર્મ ભરવવામાં આવે છે તેમાં લખાવાય છે કે અમે ગેરકાયદેસર બાંધકામ કરેલુ છે તે હું કબુલ કરૂ છુ વાસ્તવમાં અનિયમિત બાંધકામ તો બિલ્ડરે કરેલુ છે પણ કબ્જો ધરાવનાર, વેચાણ લેનારને બિલ્ડરનો ગુનો પોતાને માથે ઓઢીને લેખીતમાં કબુલ કરાવાય છે ગુનો કરનાર બિલ્ડરો છે પણ તેનો ગુનો નિર્દોષ નાગરીકોને માથે ઠોકવામાં આવી રહ્યો છે જેટલુ બાંધકામ અનિયમિત હોય તેટલું જ નિયમિત કરવાનું હોય છે પણ સતાધિશો ફ્લેટસ અને મકાનોના દુકાનોના નકશા બનાવી તેણે પોતે રાખેલા ઇજનેરો પાસે ૫૦૦૦ થી ૧૫૦૦૦ રોકડા અનધિકૃત રીતે ચુકવવાની ફરજ પાડવામાં આવે છે

          કાયદાની જોગવાઇ મુજબ તો અનિયમિત અને સરકારી બાંધકામ સતાધીશો દ્વારા કમ્પલીશન અને બી.યુ.સર્ટીફીકેટ વગરનું દસતવેજ કરીને વેચવું ફોજદારી ધારા ૪૬૭ મુજબ ફોજદારી ગુનો બને છે અને ૪૬૭ મુજબના એક થી વધુ લોકો સાથે ગુના કરેલા હોય ત્યારે અસામાજીક પ્રવૃતી સબબ પાસામાં તેને બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે પરંતુ ચૂંટણી ફંડની લાખો રૂપીયાની પતાવટ ચાલતી હોવાથી સરકારે બિલ્ડરોને બચાવી લેવા ગ્રુડા ૨૦૧૨ નો સીવીલ ક્રાઇમ રેગ્ય્લાઇઝેશન જેવો કાયદો બનાવ્યો હતો સરવાળે તે નિષ્ફળ ગયો હતો.

         નગરપાલીકાઓ અને મહાનગરપાલીકાઓની બાંધકામ શાખાઓના ઇજનેરો અને સ્થાનીક સતાધિશોએ અનિયમિત બાંધકામો કરવા દેવામાં કરોડોને રીશ્વતો મેળવી છે સરકારી અધિકારીઓને રીશ્વત અને ભ્રષ્ટાચારનો છુટો દોર આપવામાં આવેલો નીતિ નિયમોથી વિરૂધ્ધ ચારે દિશામાં બાંધકામો થતા રહ્યા સરકારી અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ દ્વારા ગુનાહિત પ્રવૃતી સબબ તેની સામે કાર્યવાહી કરવાના સરકાર પાસે કાયદાઓ છે પરંતુ સરકારી સ્ટાફ અને બિલ્ડરોના ગુનાઓને નિર્દોષ નાગરીકો ઉપર ઠોકી બેસાડયા છે

         બાંધકામો નિયમિત કરવાની અરજી કરવા માટે બે-બે વાર મુદતમાં વધારો કરાયો હતો, અરજી સાથે જોડવાના કાગળોમાં મોટા ભાગના કાગળો જોડવામાંથી મુક્તી આપવામાં આવી હતી, બિનખેતી હોય તો પણ કાયદેસર કરવાની જોગવાઇ કરી હતી, દંડની રકમ મફત જેવી કરી હતી, સરકારે અને ભાજપ પક્ષના હજારો લોકોએ અરજીઓ કરવા અને બાંધકામ કાયદેસર કરાવી લેવા અભિયાન ચલાવ્યુ હતું, પરંતુ બધી કસરત પાણીમાં ગઇ છે અને હવે અરજીઓ કરનારાઓ પણ દંડ ભરશે નહી એટલે કોઇ બાંધકામ નિયમિત થશે નહીં,  તત્કાલીન શહેરી વિકાસ મંત્રીશ્રીએ કબુલ્યા પ્રમાણેના રાજ્યમાં ૨૫,૦૦,૦૦૦ જેટલા  ગેરકાયદેસર બાંધકામો છે હવે કોઇ નિયમિત ના કરાવે તો પણ તેને તોડી શકવા શક્ય નથી

         મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓની વેરા રસીદોમાં ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરાવી લેવા બે લીટીઓની જાહેરાતો છાપવામાં આવતી હતી બાંધકામ નિયમિત કરાવવા છાપાઓમાં કરોડો રૂપીયાની જાહેરાતો આપવામાં આવતી હતી રજાના દિવસોમાં કચેરીઓ ખુલ્લી રાખવામાં આવતી હતી

         અરજી કરનારા બધા દંડ ભરશે તેની કોઇ ગેરંટી નથી કારણ કે કુલ ગેરકાયદેસર બાંધકામોના ૭૦ ટકા લોકોએ અરજીઓ કરી નથી ફકત ૩૦ ટકા અરજીઓ આવી છે તે લોકો શા માટે દંડ ભરે ? ૩/૪ ભાગના ગેરકાયદેસર બાંધકામ ધરાવતાં લોકોએ અરજીઓ કરી નથી તેથી જે લોકોએ અરજીઓ કરી છે તે લોકો પણ દંડ ભરશે નહીં કારણ કે બાકીના કોઇના બાંધકામો સરકાર તોડી શકે તેમ નથી બીજી તરફ આજે પણ અનેક નિયમોના ભંગ કરીને ગેરકાયદેસર બાંધકામો ચાલે છે ત્યાંથી ફરજ પરના સ્થાનીક અધિકારીઓ રીશ્વત મેળવીને લાભ મેળવી રહ્યા છે

         ગેરકાયદેસર રીતે ચાલતાં ચાલુ બાંધકામો અને અરજી ના કરી હોય તેવા લોકોની અરજીઓ મુદત બાદ પણ જુની તારીખ નાખીને લેવામાં આવશે મહાનગરપાલીકાઓમાં અરજી નોંધણી રજીસ્ટરોમાં રોજે રોજ એકાદ બે લીટીઓ ખાલી રાખવામાં આવેલી છે જુની તારીખમાં નવી અરજી પાછળથી ચડાવી શકાશે.

         ગેરકાયદેસર બાંધકામો થયા તે વર્ષો સુધી ચાલતા હતા નેતાઓ અને અધિકારીઓ રીશ્વત લેતા હતા બિલ્ડરો અને નેતાઓ ભાગીદારીમાં અને મોટા ભાગના રાજકારણીઓના ઘરના સભ્યો ગેરકાયદેસર શોપીંગ સેન્ટરો અને રહેણાંક બનાવી વેચી રહ્યા હતાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સ્થાનીક નેતાઓ અને ફરજ પરના ઇજનેરોને પણ ભાગીદાર બનાવતાં હતા, ૨૦૦૨થી ૨૦૧૩ સુધી નોનસ્ટોપ ગેરકાયદેસર બાંધકામો ચાલતા રહ્યા છે સરકાર પોતે પ્રમાણિકતાથી કાયદાઓનો ઉપયોગ કરશે નહીં અને અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાનો છુટો દોર આપશે તો ગેરકાયદેસર બાંધકામો ચાલતા રહ્યા છે ચાલે છે અને ભવિષ્યમાં પણ ચાલતા રહેશે, સરકારે લોકાભિમુખ અને પ્રમાણિક શાસન પ્રણાલી અપનાવવાની આવશ્યકતા છે.

Advertisements

Responses

  1. સાચુ લાગ્યુ


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: