Posted by: rajprajapati | 18/08/2013

પ્રજા પોલીસને સહકાર કેમ આપતી નથી ?

 પ્રજા પોલીસને સહકાર કેમ આપતી નથી ?

         સરકારી મહેકમમાં પોલીસને શિસ્તબંધ ખાનગી એજન્સી ગણવામાં આવે છે પરંતુ સૌથી વધુ અશિસ્ત પણ પોલીસ ખાતામાં હોય છે પોલીસની નજર વ્યક્તિગત રીતે સતત બદલતી હોય છે પ્રજાજનોને સમાનતાથી જોવાની ટેવ પોલીસની નથી હોતી જેના કારણે પોલીસથી સામાન્ય લોકો પરેજી રાખે છે. પોલીસની કાર્ય પધ્ધતિ સામાન્ય લોકોને અપમાનજનક ભાવ પેદા કરે તેવી હોય છે જેના કારણે સામાન્ય લોકો પોલીસથી દુર રહેવામાં શાણપણ સમજે છે  

         હાલમાં પોલીસ પોતે અદાલતના ન્યાયધિશ જેવી કામગીરી કરે છે જેના પરીણામે ગુનેગારોને વધુ સવલતો અને છટકબારીઓ મળી જાય છે પક્ષપાત અને નાગરીક હક્કોમાં ભેદભાવ રાખવાને કારણે પોલીસ સતત ગુનેગારના દાયરામાં ઘેરાયેલી રહે છે

          સામાન્ય કે ગરીબ અથવા સીધા સાદા નબળા નાગરીકો માટે પોલીસ એટલે કાયદાના નામે ઉધ્ધતાય કરતો સરકારી ત્રાસવાદ ગણે છે પોલીસનો નાનામાં નાનો કર્મચારી બીજાને કાયદાની રૂએ પોતાનાથી નીચા ગણે છે જ્યારે પોતાને કાયદાના હાકેમ ગણે છે કારણ કે સામાન્ય પ્રજાજન કાયદાની પધ્ધતિ જાણતો નથી પોલીસને ધારાધોરણસર નાગરીકોની ફરીયાદ નોંધવાનો અને ફરીયાદને આધારે તપાસ અંગે નકકી કરેલા કાયદાઓ પ્રમાણે દોષિતોને શોધવાના અને લેખીતમાં જાણ કરીને તેને પ્રાથમિક પુરાવાના આધારે અટકમાં લઇને અદાલતમાં રજુ કરીને પછીથી આગળની તપાસ કરવાની હોય છે પણ આપણી પોલીસ ફરીયાદ દાખલ કરીને તરત ઉલ્લેખીત કે આક્ષેપીત શખ્સોની ધરપકડ કરીને તપાસ કરે છે

          પોલીસને રાષ્ટ્રચિન્હ ધારણ કરવાનું સન્માન આપેલુ છે રાષ્ટ્રપતિના કોઇ મુકુટમાં રાષ્ટ્રચિન્હ નથી વડાપ્રધાન કે અન્ય કોઇ મંત્રીશ્રીઓના મુકુટમાં પણ રાષ્ટ્રચિન્હ નથી ફકત પોલીસની ટોપીમાં શાનદાર રાષ્ટ્રચિન્હનું સન્માન ઝળહળે છે પરંતુ પોલીસનું વર્તન અને વ્યવહાર રાષ્ટ્રના સર્વોચ્ચ સન્માનને અપાનીત કરનારૂ હોય છે સામાન્ય પ્રજાજનો પોલીસને માન અને લાગાણીથી જોતા નથી કારણ કે રાષ્ટ્રચિન્હની શાન અને શિસ્ત જાળવવામાં પોલીસ નાકામયાબ રહે છે

              પોલીસનો પગાર-ભથ્થા વાહનો અને બાકીના તમામ ખર્ચાઓ પ્રજાના પરસેવામાંથી ચુકવાય છે પગારની નોટો સરકારી પ્રેસમાં છપાતી નથી પણા પ્રજાના કરવેરામાંથી ચુકવાય છે છતાં સામાન્ય નાગરીકો અને પોલીસની વચ્ચે ૩૬ નો આંકડો રચાય છે પોલીસની વર્દી પહેર્યા પછી પોલીસ કર્મચારી પોતાને કાયદો સમજે છે કાયદાના મુલાજીમ સમજતી નથી અને જે કાયદાનું પોતે પાલન નથી કરતાં તે  કાયદાનું પાલન કરાવવા બીજાને ઉપર બળ કરે છે જેથી પ્રજાજનોમાં પોલીસ તરફ કોઇ અનુકંપા જાગતી નથી પોલીસ પ્રજાજનોને માન આપશે, સન્માનભર્યુ વર્તન કરશે તો પ્રજા પોલીસને સાથ આપશે સામાન્ય રીતે પોલીસ કામગીરીમાં સહકાર આપવાની વાત આવે તો પનોતી નોતરવા જેવુ થાય છે

                રીક્ષા ડ્રાયવરો અને તે કક્ષાના કાયદાઓથી વિમુખ લોકો પોલીસને પંચનામાં અને પોલીસ કામગીરીમાં પંચ કે સાક્ષી તરીકે રહેતા હોય છે તૈયાર કરેલા પંચનામાઓમાં રીક્ષા ડ્રાયવરો કે નાના ગરીબ ધંધાર્થીઓને પોલીસ બોલાવે ત્યારે પાછળથી સહી કરીને કોર્ટ કચેરીઓમાં હાજરી આપે છે તે લોકો કે તેના વર્ગના લોકો સાથે પોલીસનું વર્તન હંમેશા તિરસ્કારભર્યુ અને ઉધ્ધતાઇ ભર્યુ હોય છે

               ગુનેગારોને પોતાના શિકાર ગણતી પોલીસને કાયદાની રૂએ કેસો દાખલ કરવાની અને કેસોની તપાસ કરીને દોષિતોને શોધીને અદાલતોમાં રજુ કરવાની સતા છે પણ કેસો દાખલ કરવાની અને તપાસ કરવાની બાબતમાં અનેક કાયદાઓ રહેલા છે કેસોની તપાસમાં એક દોષિતને ગુનેગાર સાબિત કરવાની આખી પધ્ધતિ નક્કી કરેલી છે પોલીસ ગમે તેને પકડીને દોષિત બનાવી શકતી નથી કે નિર્દોષને ગુનેગાર સાબિત કરી શકતી નથી

                પોલીસને પ્રજાના સહકારથી સમાજમાં રહેલા દોષિતોને પકડીને અદાલતોમાં સજા માટે રજુ કરવાના હોય છે પોલીસ વિભાગને ભારતીય દંડસંહિતાની ઘણી સતા મળી હોવા છતાં કાયદાની રૂએ તો ખાનગી એજન્સી છે પોલીસથી સામાન્ય રીતે લોકો થોડા પરેજી રાખે છે પોલીસનો થોડો ડર રહેલો છે તેમાં સૌથી મોટી ગેરસમજણ છે કાયદાઓનો અને ભારતીય દંડ સંહિતા અધિનિયમનો અને ક્રિમિનલ પ્રોસીજર કોડની જાણકારી હોતી નથી

                     પોલીસ કોઇપણ માણસને ગમે ત્યારે બોલાવી કે પુછપરછ કરી શકતી નથી પોલીસ કારણ હોય તો પણ મૌખીક રીતે કોઇને પોલીસ સ્ટેશનમાં બોલાવી શકે નહીં પોલીસ તપાસ દરમ્યાન પોલીસ પોતાની રીતે કોઇ પંચનામા કે સાક્ષીઓ નોધી શકે નહીં પોલીસને ફકત કાયદાની અમલવારી નિયત પધ્ધતિથી કરવાની છે વાસ્તવમાં પોલીસને કાયદાની કોઇ સતા આપેલી નથી સમન્સ વિના કે લેખીત જાણ વિના કોઇ વ્યક્તિને પોલીસ કોઇપણ કેસ સબંધિત બાબતમાં પુછપરછ પણ કરી શકે નહીં

                      ગુનેગાર હોય તોપણ માર મારવાની, ગાળો ભાંડવાની કે પછી કોર્ટની મંજુરી વિના કોઇની માલીકીના મકાન, જમીન કે પછી હદમાં પ્રવેશ કરવાની સતા નથી પોલીસને દરેક કામ પ્રજાની સાથે રહીને કરવાના છે પોલીસ કેસ દાખલ કરનાર નાગરીક જે કોઇ પણ વ્યક્તિના નામો આરોપી તરીકે લખાવે તો આપેલા નામના નાગરીક કે નાગરીકો સામે પણ પ્રથમ દર્શનિય ગુનો  બનતો ન હોય તો આરોપી તરીકે આપેલા નામના કોઇપણ નાગરીકની સ્વતંત્રતા ઉપર પોલીસ કબ્જો મેળવી શકતી નથી.

                     કોઇપણ તપાસ સબંધિત પંચનામા કરવા માટે પોલીસને સામાન્ય નાગરીકોમાંથી પંચો તરીકે પ્રજાજનોની કાયમી જરૂરત રહેલી છે પણ પોલીસની કામગીરીની આખી પધ્ધતિ એટલી ઉધ્ધતાઇભરી હોય છે કે સામાન્ય નાગરીકોને પોલીસને કોઇ સહકાર આપવાની લાગણી રહેતી નથી. પંચાયત કચેરીના પટાવાળા માટે લાગણી થઇ શકે છે પણ પોલેસના ઉચ્ચ અધિકારીને સહકાર આપવામાં બધા દુર હટી જાય છે પોલીસની આવી બેહુદા ઇમેજ પાછળ પોલીસ પોતે જવાબદાર છે

               પોલીસને ગુનેગારો ઝડપવા કે માહિતીઓ મેળવવા માટે બાતમીદારો ઉપર આધાર રાખવો પડે છે સામાન્ય રીતે લોકો ગુન્હાહિત પ્રવૃતીની જાણકારી પોલીસને આપવાની માનસીકતા કેળવતા નથી પોલીસના કર્મચારીઓ દરેકને ગુનેગાર બનાવી દેવાનું આંજણ લુછી નાખે તો પણ સમાજની વસ્તી પૈકીના  ૧૨ ટકા ગુનેગારોની ગુનાહિત પ્રવૃતીઓથી સમાજને બચાવી શકાશે

            પોલીસને ફરજ દરમ્યાન અને તે પછી પણ પ્રજાજન સાથે કેવું વર્તન કરવું તે શીખી લેવા જેવું છે પોલીસને એટલુ યાદ રાખવા જેવું છે કે તેનો પગાર અને ભથ્થા કોઇ નેતાની તીજોરીમાંથી નથી આવતા પરંતુ સામાન્ય નાગરીકોના કરવેરાથી પોતાના ઘરનો ચુલો ચાલે છે પોલીસ પોતાના દષ્ટિકોણ બદલે તો પ્રજા પણ પોલીસને દિલથી સહકાર આપશે

           પોલીસના ઉચ્ચ અધિકારીઓ ફકત એટલુ તો શોધી કાઢવાનું છે કે સામાન્ય નાગરીકો પોલીસને મદદ કરવાથી દુર કેમ ભાગે છે ? નાના કર્મચારીઓ ફરજ દરમ્યાન સામાન્ય નાગરીકો સાથે કેવું વર્તન અને વ્યવહાર દાખવે છે? પોલીસ સીધા સાદા નાગરીકો માટે એક રીતે દુશ્મન જેવી હોય છે લોકો પોલીસથી ડરે છે કેસ દાખલ કરવાની સતાને કારણે પોલીસ પણ પોતાનો રૂઆબ દેખાડવા અમુક સમયે ખોટા કેસો પણ દાખલ કરે છે અને પોતાના તાબે નહીં થનારને કોર્ટના ધક્કે ચડાવે છે

           સામાન્ય રીતે પોલીસની કામગીરીની શરૂઆત ગાળોથી થતી હોય છે કોઇને પણ બે-ચાર થપ્પડ મારવી કે બેચાર લાકડી ફટકારી લેવાનો સ્વભાવ કેળવી ચુકેલી પોલીસને હવે આ ઔચિત્યમાંથી બહાર આવી જવાની જરૂર છે.

           દરેક વ્યક્તિ સામે કાયદાનો પાવર વાપરવા કરતાં સાચી કામગીરીથી ખરા ગુંનેગારોને ઝડપવા અને સજા થાય તેવી વાસ્તવિક કામગીરી  માટે પોલીસે વર્તન અને વાણી વ્યવહારમાં જડમુળથી ફેરફાર કરવો આવશ્યક છે ગુનો બનતો અટકાવવાની પહેલી તક બનાવ સમયે હાજર રહેલા સામાન્ય નાગરીકોના હાથમાં હોય છે પોલીસની કામગીરીની પધ્ધતિ બદલે તો પ્રજા પોતે પોલીસ માટે ખડેપગે થઇ શકે છે            

            પોલીસનું વર્તન સામાન્ય નાગરીકો સાથે સન્માનભર્યુ બને તો ગુનેગારોને નશ્યત કરવામાં અને સામાજીક સુલેહ શાંતી જાળવવામાં પોલીસને પ્રજાનો ખુબ સહકાર મળી રહેશે તેના માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પોતાના તાબાના કર્મચારીઓના સામાન્ય રીતે થતા વર્તનને તપાસીને સારા વાણી  વર્તન અને વ્યવહારથી પ્રજાના દિલમાં માનભરી જગ્યા બનાવાવાના સુચનો આપવાની જરૂર છે પ્રજાનો સહકાર વધશે તો ચોક્કસપણે ગુનેગારો અને ગુનાહિત પ્રવૃતીઓમાં નોંધનીય ઘટાડો થશે

             ગુનાહિત પ્રવૃતીઓ અને ગુનેગારો કોઇને પસંદ નથી પણ ગુનાહિત પ્રવૃતીઓ પેદા થતી ડામી દેવા અને દરેક સામાન્ય નાગરીકો પોલીસને ડગલેને પગલે સહકાર આપવા ઉત્સાહીત બને તે માટે પોલીસે વાણી-વર્તન અને વ્યવહારમાં સારા અને સ્તુત્ય સુધારા કરવા આવશ્યક છે

Advertisements

Responses

  1. વાહ સરસ લેખ


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: