Posted by: rajprajapati | 18/08/2013

ઝવેરાત વેચીને મકાન શણગારવાનો વિકાસ

ઝવેરાત વેચીને મકાન શણગારવાનો વિકાસ

ભારત માટે ગુજરાતનો વિકાસ… દેશ માટે ગુજરાતનો વિકાસ…..

                  ભારતમાં બીજા કોઇ રાજ્યોના વિકાસ કે લોકશાહી સાથે દેશને કોઇ લેવાદેવા નથી ફકત ગુજરાતનો વિકાસ થાય તો ભારતનો વિકાસ થાય….

              ગધેડા પાસે વધુ કામ કરાવો તેની મહેનતથી પૈસા કમાવા અને ઉપરથી નિયમિત ડફણા માર્યા કરો તો ગધેડાઓ ખુશ રહે છે અને માલીકની ગુલામી વફાદારીથી કરે છે.. જો આ સિધ્ધાંત સમજો તો ભારતની લોકશાહી અને રાજકારણ સરસ રીતે સમજી શકાશે……..

                આદરણીય સ્વ. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા ત્યારે પણ રાજ્યનો ઘણો વિકાસ થયો હતો ત્યારની રાજયની નાણાંકીય વ્યવસ્થાઓ પ્રમાણે વિકાસ થયો હતો આજે નરેન્દ્ર મોદી પાસે જે બજેટ છે તે બજેટ જીવરાજ મહેતા પાસે હોત કે તે સમયના કોઇપણ મુખ્યમંત્રી પાસે હોત તો આખુ ગુજરાત પેરીસ બની ગયુ હોત. વાત એટલી સમજવાની છે કે ખોટ છુપાવીને નફાની વાત રજુ કરવામાં રાજકારણીઓ પાવરધા હોય છે.

             નરેન્દ્ર મોદીનો વિકાસ મંત્ર એટલે ખોટ છુપાવીને  તથા મુળભુત જવાબદારી પુરી નહીં કરીને નવા ખર્ચ કરવામાં આવે તેને વિકાસ ગણાવે છે. રાજયમાં શિક્ષણનું ૧૦૦ ટકાનું વ્યાપારી કરણ થયુ છે જે પ્રમાણે વસ્તીમાં બાળકો છે તે પ્રમાણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓના તેના આરક્ષણ માટેની વ્યવસ્થાઓ રાજય સરકાર કરી શકી નથી.. રાજ્યની આંતરીક પરીવહન સેવા તદન ખરાબ હાલતમાં છે ૧૦૦ કરોડના કાર્ય સામે તેનો પ્રચાર ખર્ચ ૫૦ કરોડનો થાય છે લોકોને એ પણ સમજણ નથી કે મુખ્યમંત્રી રોજ રોજ રખડયા ના કરે રાજયની સામાન્ય વહિવટની તેની જવાબદારીઓ મુખ્ય હોય છે.. જે અધિનિયમો પ્રમાણે રાજયનો વહિવટ ચલાવવાનો છે તે પ્રમાણેની તેની જવાબદારીઓ હવેની કોઇ સરકાર પુરી કરી શકે તેમ નથી…. અને તેવી પ્રમાણિક ઇચ્છાશક્તિ પણ હવે આપણા રાજકારણીઓમાં રહી નથી.

             ગુજરાતના ખર્ચથી નરેન્દ્ર મોદી ભારતના બીજા રાજ્યોમાં પોતાનો ખુબ પ્રચાર કરે છે તેની વડાપ્રધાન બનવાની મહાત્વાકાંક્ષા માટે ગુજરાતનો ભોગ લેવાય રહ્યો છે. નરેન્દ્ર મોદીમાં કોઇ જાદુ નથી અને બીજા રાજયના મુખ્યમંત્રીઓ મુર્ખ નથી. બધા મુખ્યમંત્રીઓ મોદી કરતા વધુ સારો વિકાસ કરી શકે છે પણ મોદીની જેમ ખોટને નફા તરીકે રજુ કરવાનું કોઇ ફાવતુ નથી.. ગુજરાતમાં ઉદ્યોગપતિઓ કરોડો રૂપીયાનું રોકાણ કરે છે તો બીજા રાજ્યમાં શું કોઇ ઇંફ્રાસ્ટ્રકચર નહીં હોય ગુજરાતમાં બંદરો છે તો બીજા ૧૦ રાજ્યોમાં પણ બંદરો છે. ગુજરાતમાં જેમ આંતરીક વહિવટી અધિકારીઓ છે તેવા બધા રાજ્યમાં અધિકારીઓ છે. માત્ર મોદી રાજયની પ્રજાને ગેરમાર્ગે દોરીને ઉદ્યોગપતિઓને જે લાભ આપે છે તે લાભો બીજા રાજ્યના મુખ્યમંત્રીઓ આપતા નથી. મોદી ઝવેરાત વેચીને મકાન શણગારવાને વિકાસ તરીકે ખપાવે છે. ગુજરાતની પ્રજા વ્યાપારી પ્રજા છે સહનશીલ પ્રજા છે શિક્ષિત પ્રજા છે પણ આ બધા કરતા તેનો મોટો અવગુણ છે કે તે સત્ય અને અસત્યનો ફરક સમજતી નથી.

                મોદી પાસે જે વિઝન છે તેના કરતા પણ ઉચ્ચા વિઝન કેશુભાઇ પટેલ પાસે હતા મોદી જેમ પ્રચાર કરે છે સતત કાર્યક્રમો કરીને લોકોના મનમાં પોતાને બહોશ અને નંબર વન મુખ્ય મંત્રી ગણાવે છે તે પાછળ રાજયની તીજોરીમાંથી કરોડો રૂપીયાનો બેફામ ખર્ચ કરવામાં આવે છે.. સચીવાલયમાં જે રીતે વહિવટની કપરી સ્થીતી બની ગઇ છે કે અમુક અધિકારીઓ ય્દ્યોગપ્તિઓના દલાલ બનીને સરકારમાં કામ કરી રહ્યા છે અમુક દલાલોને નિવવૃતી બાદ પણ સતા ઉપર રાખવામાં આવે છે 

   લાખો લોકોને ફિક્સ પગારમાં રાખીને ૫-૫ વર્ષ શોષણ થાય છે તો બીજી તરફ હંગામી સ્ટાફને ૪૫૦૦૦ થી ૭૫૦૦૦ નો માસીક પગાર આપીને ચાર વર્ષથી લાભ અપાય છે કાયમી સરકારી કર્મચારીઓને સરકારી ખર્ચે  વિદેશ પ્રવાસ કરવા સરકારની મંજુરી જોઇએ છે પણ હંગામી કર્મચારીઓ સરકારી હેતુંઓ માટે દુનિયાના ૧૦-૧૨ દેશો ફરી શકે છે આમ તો આ સરકાર નથી સાર્વજનીક માલ મિલ્કતો વેચીને ગુજરાતના નાગરીકોને છેતરીને મત મેળવી સતા પર રહેલી એક કંપની છે. 

 (ક્રમશઃ)

Advertisements

Responses

  1. કેશુભાઇ પાસે વિઝન હતુ ?
    હતુ તો શુ હતુ જણાવશો ?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: