Posted by: rajprajapati | 20/06/2013

સચિવાલયમાં સરપ્રાઇઝ વિઝીટ

સચિવાલયના વિભાગોની કચેરીઓમાં સરપ્રાઇઝ વિઝીટ,

કામચોર અને રિશ્વતખોર કર્મચારીઓને સ્વર્ગ સમાન સતા.

 

આદરણિય નરેન્દ્રભાઇ મોદી સાહેબ,

 

(૧) સચિવાલયમાં કાયમી કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર રૂ. ૧૯૦૦૦ છે સ્ટેનો ટાઇપીસ્ટ, પટાવાળાઓ, ડ્રાયવરો, એસ.ઓ., કલાર્ક વગેરેનો પગાર ૧૯૦૦૦ થી વધુનો હોય છે વધુમાં વધુ ૮૫૦૦૦ પગાર ધરાવતાં કર્મચારીઓ છે આ નસીબદારો દર મહિને ૬ થી ૮ કલાકનું કુલ કામ કરે છે જેથી ફાઇલોના ઢગલાઓ થયેલા છે  

(૨) સચિવાલયમાં હાજરી પુરવા માટે પંચીગ કાર્ડની પધ્ધતિ અમલમાં છે તેથી સંખ્યાબંધ કર્મચારીઓ બપોર પછી,  મીંટીગમાં ગયા છે અથવા સાહેબના કામે ગયા છે વગેરે બહાનાઓ સાથે કાર્ડ સાથી કર્મચારીઓને આપીને ફરજ ઉપર હાજર હોતા નથી (ગુરૂ થી શની સચિવાલયમાં અમુક કર્મચારીઓને રજા ગણાય છે)      

(3) મિત્ર કર્મચારીઓ સાથે કાર્ડ પંચીગ માટે મોકલીને અમુક કર્મચારી આખો દિવસ ફરજ ઉપર હાજર હોતા નથી (કર્મચારી યુનિયનોના સભ્યો અને નેતાઓ સાપ્તાહિક મુલાકાતો લેવા આવે છે)

(૪) દુર દુરના સ્થળોએથી સરકારી કામે આવેલા રાજ્યના અરજદારો વિભાગોની કચેરીઓમાં જાય છે ત્યારે મહત્વના ટેબલ ધરાવતાં એસ.ઓ. અને નાયબ એસ.ઓ. આસપાસની કેન્ટીનમાં બેઠા હોય છે

(૫) સચિવાલયમાં આવેલી કેન્ટીનોમાં કર્મચારીઓ બેઠા રહે છે પણ ટેબલ ઉપરની ફાઇલોનું કામ કરતાં નથી કોઇ વારંવાર આવે તો એક જવાબ આપવામાં આવે છે કે પોલીસી મેટર હોવાથી ફાઇલ મંત્રીશ્રીના ટેબલ ઉપર નિર્ણય કરવા મોકલેલી છે  મંત્રીશ્રીના સચિવો પણ પુર્તતા માટે  ફાઇલ વિભાગમાં ફરી મોકલેલી છે નો જવાબ આપે છે જેક અથવા પૈસા વિના કોઇ અરજદારનું કામ થતું નથી તે હક્કિત છે

(૬) ભ્રષ્ટાચારની ફરીયાદોમાં આક્ષેપિત કર્મચારીઓને કેન્ટીનમાં અથવા સચિવાલય બહાર બોલાવાય છે

(૭) રિશ્વતના વ્યવહારો નક્કી કરવા માટે જુના સચિવાલયની પાસેનું મીના બજાર સૌથી જાણીતુ સ્થળ છે તે સિવાય બ્લોક નં.- ૧૪ ના ત્રીજા માળે અને “બ્લોક નં.- ૨ ના ત્રીજા માળે” આવેલી કેન્ટીનો અને ઉદ્યોગભવનમાં આવેલી બન્ને કેન્ટીનો”, પોલીસભવન સામેની અને ગેટ નં.૪ ની સામે આવેલી ચાની લારીઓ પણ મહત્વના સ્થળો છે  

(૮) મહેસુલ, માર્ગ અને મકાન, શહેરી વિકાસ, પ્રદુષણ બોર્ડ, આદિજાતી વિકાસ, સમાજ કલ્યાણ, ખાણ અને ખનીજ, વિભાગના કર્મચારીઓ રીશ્વત મળે નહીં ત્યાં સુધી કામ નહીં  કરવાનો સંકલ્પ ધરાવે છે (અરજદારો ટીકીટ ભાડા અને અન્ય ખર્ચ કરીને ધક્કા ખાવાને બદલે કર્મચારીઓને વ્યાજબી રીશ્વત આપવા મજબુર બને છે)    

 

ઉપરની વિગતો સાથે અરજ છે કે એક નવા પગલારૂપે માનનિય મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળ અને અગ્રસચિવો દ્વારા મહિનામાં એક-બે વાર જુના-નવા સચિવાલય અને ઉદ્યોગભવન અને અન્ય કચેરીઓમાં સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવે અને દરેક કેન્ટીનોમાં સલામતિના કારણોસર, કામચોરો ઉપર નિયંત્રણ રાખવા સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવવાની કાર્યવાહીઓ કરવામાં આવશે તો સચિવાલયમાં ૨૦૦૮ થી જુન ૨૦૧૩ સુધીની, ૮૦૦૦થી વધુ અરજદારોની અનિર્ણિત ફાઇલોનો નિકાલ કરી શકાશે અને મંત્રીશ્રીઓને પણ તેનો વિભાગ જાતે જોવાની ઉમદા તક મળશે, મંત્રી બન્યા પછી કોઇપણ મંત્રીશ્રી તેના વિભાગની મુલાકાતે જતા નથી.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: