Posted by: rajprajapati | 20/06/2013

મને કોઇ ગમે છે કોઇને મારૂ ગમે છે

મને કોઇ ગમે છે કોઇને મારૂ ગમે છે સરવાળે શુન્ય બને છે

         માણસ સૌથી મુર્ખ છે તેવું તો ના કહેવાય પણ જીવન મુર્ખતાથી જીવે છે તેમ કહી શકાય તેમ છે કારણ કે બહાર જોવા, જાણવા અને મેળવવામાં બધુ ગુમાવી દે પછી પોતાને સુખી માને છે સો રૂપીયાનું સુખ ગુમાવીને દસ રૂપીયાની હંગામી સફળતાથી ખુશ રહેનારો માણસ મુર્ખતા માટે વધુ બુધ્ધી વાપરી નાખે છે

         ધર્મની વાતો કરનારાઓ સૌથી વધુ અધર્મ કરતાં હોય છે સેવા કરનારાઓ સૌથી વધુ હરામનું ખાતા હોય છે ભગવાનની કથા કહેનારાઓને કથાનો સાર અને ગુઢાર્થ ખબર નથી હોતા. મોટો ગુંડો સૌથી વધુ ડરપોક હોય છે પવિત્ર માણસ વધુ અપવિત્ર માનસીકતા ધરાવે છે તો પ્રમાણિકતાની વાતો કરનારા અપ્રમાણિકતાથી જીવતા હોય છે ભણેલા વધુ અભણ અને અશિક્ષિતો વધુ દિક્ષિત હોય છે

         સમજણની વાતો કરનારાઓ સાચુ ક્યારેય સમજતા નથી તો મુર્ખતાનું મ્હોરૂ પહેનારાઓ સરળતાથી, બુધ્ધીપુર્વક કામો પાર પાડતા હોય છે સતા પર બેસનારા વધુ પાવર દેખાડે છે પરંતુ સતા ભોગવનારાઓ નમ્રતાથી ઠંડે કલેજે શાંતીથી જીવતા હોય છે મહત્વાકાંક્ષી સતત દોડતો રહે છે પરીશ્રમ કરે છે તો સિધ્ધીઓ તો ધ્યાનથી ચાલનારાઓ મેળવે છે

         સમાજની દરેક ગતિવિધીઓનું ચુપચાપ નિરિક્ષણ કરો અને પોતાની દરેક ક્રિયાઓ લક્ષણો અને કાર્યોનું પણ તટસ્થ નિરિક્ષણ કરો તો સમજાશે કે મેળવવાની પ્રક્રિયાઓ સતત ગુમાવવા માટે થતી હોય છે એક તરફ કાંઇક મળે છે તો બીજી તરફ કુદરતે આપેલુ ઘણુ બધુ ગુમાવતા રહીએ છીએ

         બાપ કમાઇનું પેટ્રોલ અને બાઇક લઇને બાપના પૈસાથી લીધેલા કપડા અને મા-બાપ થકી મળેલુ રૂપકડું શરીર લઇને કોલેજમાં જવાને બદલે કોઇ છોકરી સાથે ફ્રેન્ડશીપના નામે અય્યાશી કરનારને ક્યારેય વિચાર પણ આવતો નથી કે પોતે કોઇઓ છોકરી સાથે રંગરંલીયા માણે તો બીજી તરફ પોતાની બહેન સાથે ભાભી સાથે કે ઘરની કોઇ મહિલા સાથે બહારનું કોઇ રંગરંલીયા માણતુ હશે, આ બાબત પુર્ણ સત્ય છે માબપના જીનેટીક ફોર્મ અને પરફોર્મા તેના દરેક સંતાનોમાં આનુવંશીક ઉતરતાં હોય છે તેથી છોકરા છોકરીઓ જેવા વ્યવહારો કરતાં હોય છે તેવા વ્યવહારો તેના ભાઇ બહેનો અને ઘરના બીજા સભ્યો કરતાં હોય છે

         જે પતિ બીજાની પત્નિ કે બીજી સ્ત્રી સાથે અનૈતિક સબંધો બનાવે તેની પત્નિને અચુક બીજા પુરૂષ જોડે આપોઆપ અનૈતિક સબંધ બને છે કોઇની પત્નિ બીજા બીજા કુંવારા પુરૂષ સાથે પ્રેમમાં પડે તો બીજી તરફ તેના પતિને પણ કુંવારી છોકરી સાથે સબંધ કેળવાય જાય છે અથવા તો સબંધો હોય છે આમા અપવાદો ઘણા છે પણ જો ભ્રષ્ટ અને હરામનું ધનાને અન્ન ઘરમાં આવતું હોય તો તેની અસરો ચોક્કસપણે ઘર-પરીવારના દરેક સભ્યોમાં ઓછે વતે અંશે આવે છે

         ભ્રષ્ટાચાર કરીને હરામનું કમાનારાઓ કદાચ આ સત્યને સીધી રીતે ખોટુ કહેશે પણ હરામનું અનહક્કનું લેનારાઓ અને ભોગવનારાઓએ હરામનું કમાયેલુ ખાનારા પોતાના સંતાનો- પત્નિઓ બહેનો ભાઇઓ અને દિકરાઓ વિશે વાસ્તવિક અને તપાસ કરી લીધા હોય છે સ્રીઓને સમજવી-જાણવી શક્ય નથી પણ સ્ત્રીઓને શરણે થઇને તેને પામવી સરળ છે

         ભ્રષ્ટ રાજકારણીઓના ઘરમાં પ્રજાની તિજોરીનું જાહેર હક્કનું ધન અને અન્ન આવતું હોય છે દરેક ગરીબ અને ભિખારી પણ આડકતરો કરવેરો ભરતો હોય છે તેને બદલામાં તેના અધિકારની સેવાઓ આપવાને બદલે ભ્રષ્ટાચાર કરીને તેના હક્કના, તેના સાર્વજનીક અધિકારો પુરા કરવા ખર્ચવાન પૈસાને નેતાઓ પોતાના ઘરમાં લઇ જાત હોય તેવા ભ્રષ્ટ રાજકારણીઓની પત્નિઓ, બહેનો, દિકરીઓ, ભાઇઓ, નોકરો વગેરે મોટેભાગે વ્યભિચારી હોય છે ઘરની બહર નિકળીને જે કુદરતી સુખ ના મળતું હોય તે બંગલાઓમાં આવેલા નિમ્નકક્ષાના પાત્રો સાથે માણી લેવાની કુવૃતી આપોઆપ વિકસતી હોય છે

         યુવાનીની પહેલી નજર મસ્ત વિજાતીયસાથી મળે તેવી હોય છે તરૂણાવસ્થા પાર કરીને મુગ્ધતાની પાળે ચડેલું શરીર લાગણીઓના મોજા ઉછાળતુ હોય છે આંખોમાં આકર્ષનની ભરતી ઓટ ચડતી રહે છે ત્યારે છોકરાઓ કે છોકરીઓ એવું નથી વિચારતા કે મને ગમે તેમ મારા બહેનો-ભાઇઓને પણ નજીકનું વિજાતીયપાત્ર ગમતુ હશે આપણે કોઇને દબાવી-મસળીને જલ્સા કરી લેવા તડપતા હોઇએ, કોઇના હોઠ ચુસવાના સપના જોતા હોઇએ ત્યારે આપણા ઘરના બીજાઓ પણ એવુ ઇચ્છતા હોય કે કોઇ તેને બાથમાં દબાવીને તેના હોઠને જોરથી કીસ કરતો હોય,

               આ કુદરતી હક્કિતો અને આનુવંશીંક લક્ષણો સમજવા જોઇએ કારણે કે સર્વ વ્યાપ્ત છે આપણી સાથે અનુભવમાં અને ક્રિયામાં જોડાયેલા છે હું યુવાન બની ત્યારથી મને યુવાન છોકરાઓ ગમે છે અને ઘણા એવા હોય છે કે જેની સાથે બધુ સુખ માણવાનું આકર્ષણ થાય છે તો મારા ભાઇને પણ કોઇ છોકરી સાથે બધુ સુખ ભોગવવાનું આકર્ષણ થતું હોય છે શરીર અને મનની ક્રિયાઓ કુદરતી હોય છે સમયે સમયે કુદરતી આવેગો પણ થાય છે તો જેવું આપણે કરીએ તેવુ આવેગોને કારણે ભાઇઓ બહેનો અને ઘરના બીજા સ્ત્રી-પુરૂષો કરતાં હોય છે જેવા બીજ હોય તેવા  છોડ અને પાન તથા ફળ ફુલ પેદા થાય છે

         માણસમાં વિશેષ ચૈતન્ય અને વાચા છે માણસ નિર્ણય કરીને તેના અમલ માટે સ્વતંત્ર છે તેથી ગમે તેવા આનુવંશીક આવેગો અને ઇચ્છઓને કાબુ પણ કરી શકે છે ખોટુ કરતી જાતને રોકી શકે છે અને સાચુ કરવા જાતને જોતરી શકે છે બાવળમાં કેરી પેઆ થતે નથી તેમ ભ્રષ્ટતાના ધનથી થતુ દાન વધુ વિકારો પેદા કરે છે દર્પણ જે સામે હોય તેનું પ્રતિબિંબ આપે છે પણ પાછળ હોય તેનું પ્રતિબિંબ નથી આપી શકતું તેવી રીતે સુખી થવા સમૃધ્ધીની જરૂર નથી હોતી પણ સુખની સમજણ હોવી જરૂરી છે

         કોઇ જીવ એવો નથી કે જેને પ્રેમની જરૂર ના હોય પણ કોઇનીય પ્રેમ આપવાની તૈયારી નથી હોતી, નાસ્તિકને પરમાત્માના અસ્તિત્વમાં સૌથી વધુ દઢ વિશ્વાસ હોય છે તે ધર્મના નામે અધર્મ કરતો નથી કે ધર્મ પ્રત્યેની કોઇ શ્રધ્ધાને પ્રદર્શિત કરતો નથી તેવી રીતે પ્રેમ આપનારાઓને પ્રેમ મળે છે અને નફરત કરનારાઓને ધિક્કારનો ભોગ બનવું પડે છે પ્રમાણિકતાની વાતો કરવા કરતાં પ્રમાણિક રીતે દરેક કામો કરવા જરૂરી છે

         ‘જૈસી કરની વૈસી ભરની’, -‘જેવું કરો તેવું પામો’, આ બધા સતાતન અને સચોટ વચન છે જે છુપાવતો હોય તેનું ચોરાય જાય છે જે ડરતો નથી તેને સદાય ભયમાં જીવવું પડે છે જે ગરીબ છે તે સુખ માણે છે અને અમીરો સુખ મેળવવાની દોડમાં હાથમાં રહેલુ સુખ વેડફતા હોય છે ભુખ્યા રહેનારાઓ તંદુરસ્ત હોય છે અઢળક સારૂ ખાવાવાળાઓને ફેમીલી ડોકટરો હોય છે

         દુનિયાના કોઇ ગ્રંથ કે પુસ્તકમાં સુખની વ્યાખ્યા આપી નથી કે સંતોષના ગુણધર્મો બતાવ્યા નથી, દુઃખની જાત હોતી નથી તો આનંદની કોઇ ઉમર કે કાળ હોતો નથી, ચાંદ ક્યારેય નાનો મોટો થતો નથી સ્થાનફેરથી આપણે નાનો મોટો નિહાળીએ છીએ, શરીરથી માપીએ નહીં તો જીદંગી ક્યારેય બાળક હતી, યુવાન કે ઘરડી થતી નથી, ગૂરૂ કદી બની શકાતું નથી શિષ્ય કદી રહેવાતું નથી, આપણા જન્મ પહેલા અબજોના અબજો લોકો આવીને મરી પરવાર્યા, આપણા મરણ પછી કેટલાયે જન્મતા રહેશે માત્ર એજ સમજવાની જરૂર છે કે મેળવવાના પુરૂષાર્થમાં, પાસેનું છે તે કિંમતી ગુમાવી તો નથી રહ્યા ને ?

               કુરાન હોય કે ગીતા હોય, બાઇબલ હોય કે ગ્રંથસાહેબ હોય, સંસારના કોઇપણ ધર્મગ્રંથમાં સરવાળે એક સાર આવશે,  સત્યનું પાલન કરો, પવિત્ર કર્મો કરો, બધાને પ્રેમ કરો, અને કરૂણાથી વ્યવહાર કરો, વિવેક અને નમ્રતાથી વર્તન કરો, પાપથી બચતા રહીને પુણ્ય કરો, દરેક જીવમાં ખુદા છે દરેક જીવમાં ભગવાન છે દરેક જીવમાં તેનું જીવન છે તેના જીવનને સુખના આપી શકો તો પણ દુઃખ ના આપો, બીજામાં રહેલો આત્મા તમારા આત્માનો એક ટુકડો છે બંને ભેગા કરી દેશો તો પરમાત્માનો અનુભવ થઇ જશે.

https://rajprajapati.wordpress.com

રાજ પ્રજાપતિ   (ગાંધીનગર)  ૦૯૪૨૮૬૬૧૧૬૬

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: