વૃક્ષદેવતાયૈ નમઃ સૃષ્ટીની વિચારશક્તિ એટલે તરૂવર
ઝાડ કાપવાની નિંપુણતા ધરાવતા કુહાડીબાજોને ક્યારેય ખબર નથી હોતી કે તે જે વિચારે છે તે વિચાર અને તેના શબ્દો તેને નજીકના વૃક્ષ દ્વારા મળી રહ્યા છે છોડમાંથી ફુલ ખુંચવી લેનારા ધર્માંધ માણસને ખબર નથી હોતી કે આ છોડ તેના ભાઇ બહેન છે. અને ફુલો તેના ભત્રીજા અને ભાણેજો છે કારણ કે સૃષ્ટી ઉપર માણસ જેવો નાલાયક જીવ બીજો કોઇ નથી મફતનું અને બીજાનું છે તે પોતાનું કરીને ભોગવી લેવાની વૃતી થી જીવતો માનવી હંમેશા સૃષ્ટીના નિયમોને તોડીને પ્રકૃતીને ગંદી કરવા સિવાય સારૂ કોઇ કામ કરી શકતો નથી
વૃક્ષોને ઝાડ ગણીએ છીએ વૃક્ષો વિશેની આપણી ઓળખ ખુબ અલ્પ છે વૃક્ષો છાયડો આપે છે અને કાર્બન ડાયોકસાઇડનું શોષણ કરે છે શુધ્ધ ઓકીસજન આપે છે વૃક્ષના લાકડાઓમાંથી ફર્નીચર બને છે વરસાદ માટે ઘનીભવનની પ્રક્રિયામાં વૃક્ષનો ફાળો રહેલો છે વગેરે વગેરે માહિતીઓથી બધા જાણકાર છે પરંતુ વૃક્ષો અને છોડવાઓ આપણે બોલેલા શબ્દો અને અક્ષરોને સંગ્રહિત કરે છે અને તેનું સંકલન અને વિકલન પણ કરે છે તેવું તો કોઇને જાણમાં હોતું નથી
શ્રીમદ ભગવદ ગીતામાં જણાવ્યા પ્રમાણે પીપળો વિષ્ણુ સ્વરૂપ છે તો તુલસીને વિષ્ણુજીના પત્નિરૂપે પૂજવામાં આવે છે અનિકેત માન્યતા પ્રાપ્ત સનાતન ધર્મના શાસ્ત્રોમાં પવિત્ર વૃક્ષોની પવિત્રતા વિશે જાણકારી છે પૃથ્વી ઉપર તો હજારો પ્રકારના વૃક્ષો અને વેલીઓ તથા છોડ છે તેની વિશેષતા શું છે તે કોઇ શાસ્ત્રમાં પ્રગટ થયેલુ નથી પવિત્ર વૃક્ષો છે તેમ દિવ્ય વનસ્પતિઓ વિશે પણ અમુક ધર્મશાસ્ત્રોમાં જણાવાયુ છે આના પરથી એટલુ તો કહી શકાય કે વૃક્ષો અને માણસ વચ્ચે કોઇ ગુઢ અને રહસ્યાત્મક સબંધ છે
પક્ષીઓના અવાજમાં પણ કોઇ મંત્ર છે દરેક પક્ષી અને પશુનો અવાજ જુદો છે અને વધુમાં વધુ દરેક પશુ પક્ષી સામાન્યતઃ એક-બે-ત્રણ જેટલા જુદા જુદા ઉચ્ચાર કરી શકે છે કાગડો ક્રો.. ક્રા. કૌ.. વગેરે ઉચ્ચારે છે તે એક રીતે તો મંત્રમાં વપરાતા બીજ છે તેમ બધા પશુઓ અને પક્ષીઓ પણ જે ઉચ્ચારો કરે છે તે કોઇ શબ્દ અથવા કોઇ બીજ નો ઉચ્ચાર કરે છે પશુ પક્ષીઓ જળચરો અને અન્ય સરીસૃપો તો એક –બીજ ઉચારી શકે છે એકાદ બે શબ્દો ઉચ્ચારી શકે છે ફકત માણસ તેની હૈસીયત કરતાં વધુ અક્ષરો અને શબ્દોનો પ્રયોગ કરે છે અને સમગ્ર સૃષ્ટીનો દાટ વાળે છે માણસ અઠવાડીયામા એકવાર બે મીનીટ બોલે તો પણ ચાલે તેમ છે બાકીનું બોલ બોલ તો તે સૃષ્ટીમાં નિરર્થક શબ્દોની ગંદકી પેદા કરવા કરે છે
સૃષ્ટી ઉપર જેટલુ પણ જન્મે છે તે મુળ તો એક બીજમાંથી જન્મે છે અને તેને સંલગ્ન કોઇને કોઇ ગર્ભાવસ્થામાં આકાર પામે છે માણસ રજ અને ધાતુ ના એટલે કે પૃથ્વી અને આકાશ તત્વોના મીલનથી બનતા બીજમાંથી આકાર પામે છે જેવું જે પ્રકારનું બીજ તેવું તેનું ફલન અને તેવો તેનો આકાર જન્મે છે બાજરીનું બીજ જમીનના ગર્ભમાં આકાર પામીને છોડનું રૂપ ધારણ કરીને જમીનની બહાર પ્રગટ થાય છે પાણીએ અને હવામાંથી પોષણ પામીને બાજરીના બીજમાંથી નીકળેલો છોડ ડુંડી દ્વારા બીજા અનેક બીજ આપે છે જેનો માણસ અને પશુ-પક્ષીઓ આહાર તરીકે ઉપભોગ કરે છે જળ અને વાયુ અને આહારના પોષણથી દરેક જીવો જીવન જીવે છે જેમાં જીવોને આવતા વિચારો અને જીવોને મળતી અજ્ઞાત વિચાર શક્તિ માટે વૃક્ષો સૌથી વધુ જવાબદાર છે બાવળ ફકત દાતણ અને બળતણ કે ફર્નિચર માટે વપરાય છે પણ બાવળના પાંદડાઓમાંથી હવાના બળથી અમુક ચોક્કસ શબ્દો ઉત્પન થઇને હવામાં પ્રસારીત થતા હોય છે જે નજીક રહેલા માણસો પશુ-પક્ષીઓના શ્વાસથી પ્રવેશે છે અને વિચારરૂપે ગતી કરે છે.
આ વાત સમજણમાં ના આવે તો મહાવીર અને બુધ્ધ જેવા તપસ્વીઓને પીપળા નીચે બેસવાથી જ્ઞાન થયેલાનું તો બધા જાણે છે પીપળા નીચે એકવાર બેસવાથી જ્ઞાન નથી થયુ હોતુ પણ વર્ષો પર્યત નિયમિત બેઠક કરવાથી પીપળાના પર્ણોમાંથી અને વૃક્ષના બીજા ભાગોમાંથી બીજકો અને અક્ષરોથી બનતા શબ્દો તરંગ સ્વરૂપે વાતાવરણમં ફેલાતા હોય છે તે સતત ગ્રહણ કરીને જ્ઞાનની પ્રાપ્તી થયેલી હોય છે
જેમ પીપળામાંથી જ્ઞાન વહે છે તેમ દરેક વૃક્ષોમાંથી અને દરેક વેલીઓ અને છોડમાંથી પણ કોઇક ને કોઇક અક્ષરો વહેતા રહે છે અને તે રીતે સંપાદન અને સંકલન વિકલન થતા રહે છે વર્ષો પહેલાના શબ્દો આપણને યુગો પછી વિચારમાં પ્રગટે છે તેમાં સૌથી વધુ ભુમીકાઓ વૃક્ષોની હોય છે જે ભલભલા જ્ઞાનીઓની સમજણ અને જાણકારી બહારનો વિષય છે
એક વૃક્ષમાં સમાયેલા અક્ષરો અને શબ્દો કે વચનોનો આખો સંગ્રહ તેના પ્રત્યેક બીજમાં મુળ એક્ષ-રે કોપીની જેમ સંચવાયેલો અને ભૌતિકરૂપે વહન થતો હોય છે બાજરાનુ કે વડનું બીજ નાનું હોય છે પણ તેના ગર્ભમાં કરોડો-અબજો શબ્દોની લાયબ્રેરીઓ બ્લ્યુ-પ્રીન્ટની જેમ જીનેટીકરૂપમાં સંગ્રહિત હોય છે જે કાળક્રમે ક્યારેક વૃક્ષ કે છોડરૂપે પ્રગટ થઇને વાતાવરણમાં વાયુ તરંગરૂપે અક્ષરો વહાવતા રહે છે
દુનિયાના બધા લોકો માટે આ વાત અજાણી હોય શકે છે છે પણ પુર્ણ સત્ય છે કે નહીં તે જાણવા અને સમજવા તથા અનુભવવા માટે જાતે પ્રયત્ન કરી શકાય તેટલી સહેલી બાબત છે
એક મહિના સુધી એક પીપળાના વૃક્ષ નીચે નિયત સમયે અથવા તો સંધ્યા કે બ્રહ્મમુર્હતમાં ચોક્કસ સમય માટે પલાઠીવાળીને શુધ્ધ આસન ઉપર આંખો બંધ કરીને મૌન બેસવાથી પીપળામાંથી ઉત્સર્જીત થઇને વહેતા અક્ષરો શ્વાસમાં આવશે અને ચોક્કસ વિચારોને ઉત્પન કરશે જે આપણા સામાન્ય વિચારોથી ઘણા જુદા હશે આમ ૨૭ નક્ષત્રો પુરા થાય તેટલા દિવસો માટે એક પછી એક એમ આંબાના વૃક્ષનું, આંકાડાના વૃક્ષનું, બાવળના વૃક્ષનું, ખેરના વૃક્ષનું, વડના વૃક્ષનું એમ બે- ત્રણ વર્ષ સુધી જુદા જુદા વૃક્ષોનું સાનિધ્ય અને સહવાસ કરતા રહો જેવા જેવા વિચારો અને જેવી કલ્પનાઓ મનમાં ઉત્પન થતી હોય તેને બેઠક પછી તરત શબ્દશઃ નોંધ કરતાં રહો અને વૃક્ષોની ભીતર સમાયેલા યુગો પુરાણા વાતાવરણમાં ફેલાયેલા શબ્દોને વર્તમાન ભાષામાં કન્વર્ટ થયેલા સ્વરૂપોમાં મેળવી શકશો
દરેક વૃક્ષ અને વેલીઓ–છોડવાઓને શક્ય હોય ત્યાં સુધી નવડાવવા જોઇએ અગરબતી કે અન્ય રીતે સવાર સાંજ ધુપ આપીને તેનો સુક્ષ્મ કીટો અને જંતુથી રક્ષણ આપવું જોઇએ વૃક્ષ આપણા માટે અચેતન છે વૃક્ષ અને વેલીઓ તથા દરેક પ્રકારની વનસ્પતિઓ ભગવદ સ્વરૂપ છે તેમજ આપણા બધા માટે માતૃ અને પિતૃ તુલ્ય છે પણ આપણે હજી સુધી તેને ફર્નિચરની નજરે જોઇ રહ્યા છીએ કારણ કે આપણા વેશધારીઓ, સાધુ-સંતો, જ્ઞાનીઓ , તત્વચિંતકો, આધ્યાત્મિક સાધકોએ જાતે આ વિશે કોઇ જાતની તપાસ કરી નથી આ વૃક્ષ દેવાતઓ સાથે સગપણ બનાવ્યુ નથી
દરેક વૃક્ષને પોતાનો છંદ હોય છે દરેક વૃક્ષને પોતાના નક્ષત્ર છે એટલે કે દરેક વનસ્પતિઓ સ્વરબંધ અને લયબધ્ધ હોય છે દરેકને તેની લાગણીઓ અને સંવેદનાઓ હોય છે આ વનસ્પતિ જગત માનવ જગત કરતાં વધુ લાગણીશીલ હોય છે તેને પોતાનો ગમો અને અણગમો પણ હોય છે વનસ્પતિઓ સજીવ છે તેવું તો બધા સ્વિકારે છે વૃક્ષોમાં અક્ષરોનો સંગ્રહ થાયા છે તે જાતે અનુભવ્યા વિના સ્વીકારી શકશે નહીં
ધર્મ અને સંપ્રદાયો દ્વારા ફેલાતી ધર્માધંતાને કારણે માણસ સતત વધુને વધુ સ્વાર્થી અને લાલચી બનતો જાય છે છોડ વાવે તો ફુલોની લાલચથી વાવે છે તુલસીપૂજન કરે છે તો પુણ્ય કમાવા માટે પૂજન કરે છે સ્તુતી કરે છે પ્રાર્થના કરે છે કે મંત્રો જપે છે તો ફકત સ્વાર્થ અને પુણ્યનું સુખ પામવા માટે કરે છે.
આયુર્વેદિક ઉપયોગમાં વૃક્ષ- વેલીઓ છોડાવાઓના મુળ, પાંદડા અને છાલના રસ રસાયણના આયુર્વેદિક ઉપયોગ જાણમાં છે પણ વૃક્ષો આપણા શ્વાસમાં સતત અક્ષરોના તરંગો મોકલતા રહે છે તેની જાણ નથી સાધુ-સંતો અને જ્ઞાનીઓ તો એમ કહે છે કે શબ્દો નાભીમાંથી નાદ સ્વરૂપે પ્રગટે છે પણ ક્યાંથી અને કેવી રીતે કોના દ્વારા અક્ષરો પ્રગટે છે તે કોઇ શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી અને કથાકારો પણ કથાઓમાં કહેતા નથી કે અક્ષરો નાભીમાં કેવી રીતે ઉત્પન થાય છે? ભીતરમાંથી અક્ષરો સ્વરપેટીમાં કેવી રીતે ઉત્પન થાય છે ? શબ્દો ક્યાંથી ઉત્પન થાય છે તે કોઇ તપસ્વીઓએ આજ સુધી વિશ્વાસપુર્વક જાહેર કર્યુ નથી કારણ કે આ જ્ઞાનીઓ વૃક્ષની શક્તિઓ વિશે જાણતા નથી વૃંદાવન અને હિમાલયમાં કે ગીરનારની ગીરીકંદરાઓમાં તપષ્યાઓ કરી ચુકેલાઓએ કે વિહાર કરી ચુકેલાઓ પોતાની જાતને ભાગવતાચાર્ય તરીકે સમાજમાં પુજાવા માંડે છે પણ તે પોતે જાણતા નથી કે તેના પોતાના ઉપદેશાત્મક શબ્દો મનમાં કેવી રીતે ઉત્પન થયા છે.
સંસારમાં કોઇ મનુષ્ય સીધી રીતે અને સરળતાથી કોઇ સત્ય સ્વીકારતો નથી જે જાતે મરે છે તે સ્વર્ગે જાય છે તેમ જાતે આ વનસ્પતિઓનું સાનિધ્ય અનુભવશે તે પોતે વિવિધ વનસ્પતિઓમાં રહેલી અક્ષરો અને શબ્દો તથા વાક્યોને વાતાવરણમાંથી ચુસીને સંગ્રહિત કરવાની શક્તિને જાણી શકશે છે પીપળો, તુલસી, આંકડો, ખેર, ઉંબરો, આસોપાલવ અને આંબા જેવા વનસ્પતિઓ હંમેશા સત્ય અને મંત્રો જેવા છંદોબ્ધ શબ્દોને સંગ્રહિત કરે છે તો બાવળ, બોરડી, કુંવાર જેવા કાંટાળી વનસ્પતિઓ અપશબ્દો અને અસત્યપુર્વક ઉચ્ચારેલા અક્ષરોને શોષી શકે છે આમ આપણી આસપાસ આપોઆપ પ્રગટ થયેલી કે બીજ છોડ દ્વારા ઉગાડેલી વનસ્પતિઓ વિચારો ઉપર સીધી પ્રભાવીત હોય છે
પવિત્ર વનસ્પતિઓ વચ્ચે રહેતા હોવા છતાં મલીન આહાર વિહારનો પણ વૈચારીક શક્તિઓ ઉપર પ્રભાવ છે છતાંપણ વનસ્પતિઓથી વાતાવરણમાં વહી રહેલા અક્ષરો માણસના જીવનને સીધી અસરો કરે છે અને દરેક મનુષ્ય જાતે તેને અનુભવી શકે છે માત્ર ધીરજપુર્વક આ બાબતને જાણવી અને સમજવી જરૂરી છે ભુમીનો પ્રભાવ પણ વનસ્પતિ ઉપર હોવા છતાં જેવો વાયુ વનસ્પતિને મળતો રહે તેવા શબ્દો તે વનસ્પતિઓમાંથી ઉત્પન થતા રહીને સુક્ષ્મ તરંગ સ્વરૂપે મનમાં પ્રવેશતા હોય છે
એક ઘટાદાર વૃક્ષ આખા સમાજમાં કે હજારો માનવીના મનમાં સતત પોતાના સંગ્રહિત અક્ષર વહાવી શકવા શક્તિમાન છે આપણે ક્યારેય કોઇ સારા વૃક્ષની નીચે ચુપચાપ બેસી પણ શકતા નથી વિષ્ણુના ઉપાસકોએ પીપળા નીચે, દતાત્રેયના ઉપાસકોએ ઉંબરા નીચે, દુર્ગાશક્તિઓના ઉપાસકોએ આંબા અને આસોપાલવના વૃક્ષ નીચે, હનુમાનજીના ઉપાસકોએ આંકડાના વૃક્ષ નીચે, ગણપતિજીના ઉપાસકોએ ખેર અને આંબળાના વૃક્ષો નીચે નિયતસમયે કાયમી બેસવાની ટેવ પાડીને સાનિધ્ય કેળવવાથી આ વૃક્ષોમાં સમાયેલી શક્તિઓને જાતે સમજી અને પામી શકશો
વૃક્ષને કાપવું તે મહાપાપ છે કારણ કે વૃક્ષમાં અનેક પવિત્ર મંત્રો અને સુવિચારો સંગ્રહાયેલા છે વૃક્ષને અચેતન નહીં પણ સંસારના બીજા જીવોને વિચારો પહોંચાડનારા વૃક્ષો વિના સંસારનું જીવન ખુબ વિકટ બની જશે વૃક્ષ દરેક રીતે આપણું રક્ષણ અને પોષણ કરે છે વિકાસ અને ફર્નિચરનું સુખ મેળવવા કે રોડ રસ્તાઓ બનાવવા લાખો વૃક્ષોની હત્યાઓ કરવામાં આવે છે કરોડો છોદવાઓનું સતત નિંકદન નિકળી રહ્યુ છે તે આમ તો સામાન્ય લાગે છે પણ વૃક્ષો કાપવા એટલે દેવતાઓની હત્યા જેટલુ પાપ લાગે છે વૃક્ષ કાપનારને રાક્ષસ કે દાનવ અને માનવજગત સહિત જીવજગતના વિનાશક ગણવામાં આવે છે કોઇ વૃક્ષ ઉછેરી ના શકો તો પણ કોઇ વૃક્ષના ઝાડ-પાન કે તેને કાપીને આ તરૂવર દેવોની હત્યામાં ભાગીદારી કે દાનવ ના બનશો તો પણ તે સાક્ષાત દેવપૂજન જેટલુ પુણ્યશાળી છે
( રાજ પ્રજાપતિ –ગાંધીનગર – ૯૪૨૮૬૬૧૧૬૬ )
Advertisements
ખુબ જ સરસ
જે ક્યારેય ન જાણવા મળે તેવું.
By: jatin j. chavda on 23/10/2015
at 4:33 pm