Posted by: rajprajapati | 05/06/2013

વહિવટી કટકીબાજોનું ભ્રષ્ટ નેટવર્ક ધરાવતી સરકારી સીન્ડીકેટો

વહિવટી કટકીબાજોનું ભ્રષ્ટ નેટવર્ક ધરાવતી સરકારી સીન્ડીકેટો

સરકાર ચલાવવાનું કામ ભુતની દુનિયાના મેનેજમેન્ટ જેવું હોય છે રાજકીય ભુતાવળો અને ભ્રષ્ટાચારના વડલાઓને પોષવાના હોય છે સરકારની રચના બહુમતિ સભ્યો ધરાવતા રાજકીય પક્ષના નેતાના વડપણ હેઠળ રાજકરણીઓ રચી શકે છે પ્રજાનો મત લઇને સતા પર બેસી જનારા પ્રજાના પ્રતિનિધિઓ જીત્યા પછી રાજા બની જાય છે પણ સરકારના વહિવટી અધિકારીઓ તેનો કબ્જો લેતા હોય છે

સરકારો બંધારણના નિયમોના પેટા નિયમોને આધારે વહિવટી અધિકારીઓ ચલાવતા હોય છે દેશભરના સનદી અધિકારીઓના હાથમાં સરકારો ચલાવવાની સતા હોય છે રાજકારણીઓ એવું માનતા હોય છે કે અમે સરકાર ચલાવીએ છીએ પણ સચીવાલયના ટોપ કેડરના અધિકારીઓના હાથા બનેલા હોય છે રાજકારણીઓને પ્રજાલક્ષી યોજનાઓ કેમ બનાવવી અને તેમાંથી સીધી અને આડકતરી રીતે વધુને વધુ પૈસા કેમ પેદા કરવા તે સિવાય બીજુ લક્ષ્ય હોતું નથી તેનો સીધો ફાયદો સનદી અધિકારીઓ મેળવે છે  

રાજકારણીઓ વિરોધીને સામ દામ દંડથી નશ્યત કરીને સતા મેળવા બુધ્ધી ચલાવે છે તો વહિવટમાંથી ભ્રષ્ટાચાર કરીને પૈસા કેમ પેદા કરવા તેના રસ્તાઓની સમજણો રાજકારણીઓને સનદી અધિકારીઓ પુરી પાડતા હોય છે સરકારમાં કેવી રીતે ભ્રષ્ટાચાર કરી શકાય છે તે સમજાવવાનું અને અને તેની યોજનાઓ નિયમો અને જરૂર પડ્યે વિધાનસભાઓ અને સંસદમાં કાયદાઓ ઘડવાનું કામ પણ સનદી અધિકારીઓના માર્ગદર્શનથી સતાધારી પક્ષોના ખંભે બંદુક મુકી થતું હોય છે

ગુજરાતમાં નગરપાલીકાઓ અને મહાનગરપાલીકાઓમાં બાંધકામ ખાતાના અધિકારીઓ અને કમિશ્નરો, વહિવટદારોએ ગેરકાયદેસર બાંધકામો બનાવનારા બિલ્ડર્સો સાથે મળી પુષ્કળ ભ્રષ્ટાચાર  કરીને રાજ્યભરમાં બાંધકામ અંગેના નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર બાંધકામોનો વ્યાપક વ્યવસાય ચલાવ્યો જેમાં રાજકારણીઓ અને અધિકારીઓએ ખુબ કમાણી કર્યા પછી આવા અનિયમિત બાંધકામો તોડવાની લાખોની સંખ્યામાં ફરીયાદો થઇ એટલે સનદી અધિકારીઓએ ગુજરાતના  મંત્રીમંડળને રાજ્યની વ્યાપક સમસ્યા ગણાવી, વૈધાનીક સતાનો દુર ઉપયોગ કરાવીને આખી સરકારને ભ્રષ્ટાચારની ભાગીદાર સાબિત કરીને અનિયમિત વિકાસને નિયમિત કરવાનો કાયદો બનાવવા હાથા તરીકે સ્તુત્ય ઉપયોગ કરીને સરકારમાં સનદી અધિકારીઓની સતાનો ઐતિહાસિક પરચો આપ્યો છે     

ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરી લેવાનો કાયદો ઘડીને ઝડપથી ગુનાહિત  પ્રવૃતીથી નિર્દોષ થવા માટે ગુજરાતની પ્રજાના પ્રતિનિધિઓ એક સુરમાં પ્રભાતિયા ગાતા હતા જેના લીધે ફલીત થયુ કે પ્રજાના પ્રતિનિધિઓનો માનસીક કબ્જો રાજ્યના સનદી અધિકારીઓના હાથમાં હોય છે બે દાયકાથી રાજકારણીઓ પ્રેરીત અને રાજકારણીઓ દ્વારા ચલાવાયેલા ગેરકાયદેસર બાંધકામના વિકાસમાં ભ્રષ્ટાચારનો ચોખ્ખો નફો અધિકારીઓએ કરેલો હતો છતાં રાજય સરકારે પોતાની જવાબદારી સ્વિકારીને ભ્રષ્ટાચારને કાયદેસર કરવા કાયદો ઘડવાની ફરજ કરવી પડી છે

દરેક રાજ્યની પબ્લીક ફંડની સાર્વજનીક આવક માટે ખનીજ વેચાણ અને કરવેરા ઉપર મુખ્ય આધાર હોય છે ખનીજ અને કરવેરાઓ સરકાર ચલાવવા માટે કરોડરજ્જુ સમાન છે કરવેરામાંથી સીધો ભ્રષ્ટાચાર થઇ શકતો નથી પણ કરચોરી થઇ શકે છે જ્યારે ખનીજોમાં ગેરકાયાદેસર ખનીજો વેચીને સીધો નફો કરી શકાય છે રાજ્યની આવકમાં ૨:૫ જેવો હિસ્સો ખનીજ સંપતિઓના વેચાણનો હોય શકે છે અને સૌથી વધુ ચોરી રાજ્યમાં ખનીજની થતી હોય છે અને આ ચોરી પ્રજાના પ્રતિનિધિઓની સીધી દેખરેખ નીચે કરી શકાતી હોય છે પણ આખી વ્યવસ્થા ઉભી કરવા માટે ભ્રષ્ટાચારની આવકમાંથી ૨૦ થી ૩૦ ટકા નફો અધિકારીઓ મેળવતા હોય છે

        જાહેર અને જીવન જરૂરી સુવિધાઓ પુરી પાડવાની દરેક સેવાઓ અને યોજનાઓના કોન્ટ્રાકટ અને કામોમાંથી નેતાઓ અને અધિકારીઓ એકબીજાની કડી રચીને કમાતા હોય છે રાજ્યમાં જીલ્લા કક્ષાના ફિલ્ડ ઓફિસરો તરીકે સતા ભોગવતા કલેકટરો, જીલ્લા વિકાસ અધિકારીઓ, કમિશ્નરો, ચીફ ઓફીસરો, કાર્યપાલક અધિકારીઓ ઉપર મંત્રીમંડળના સચીવો અને અગ્રસચીવોની સીધી પકડ અને દેખરેખ હોય છે

        અગ્રસચીવો ઉપર ખાતાના મંત્રી અને મુખ્યમંત્રીની સીધી પકડ હોય છે રાજ્યની કોઇપણ નિતી નક્કી કરવા અને તેને અનુલક્ષી યોજનાઓ ઘડવામાં સચીવાલયના અને મંત્રીઓના સચીવોની પુરી પકડ રહેલી હોય છે ખાતાના સચીવોને નિયમો સાથે તુલના કરવાની હોય છે તો મંત્રીમંડળના સચીવોએ ભ્રષ્ટાચાર કરવાની બારીઓ બનાવવાની હોય છે બંધારણીય અને વૈધાનીક સતાનો દુરઉપયોગ કરવામાં મંત્રીઓ અને રાજકારણીની કોઇ સાબિતી કે સીધી સંડોવણી સાબિત ના થાય તે રીતે નવા કાયદાઓ અને નવા ઠરાવો, પરીપત્રો અમલમાં લાવવાની સમજણ સચીવાલયના સચીવો મંત્રીઓને આપતા હોય છે

        જીલ્લા કક્ષાએ કલેકટરો અને જીલ્લા વિકાસ અધિકારીઓ સામે કરવામાં આવતી ભ્રષ્ટાચારની સંખ્યાબંધ ફરીયાદો કચરા પેટીમાં જાય છે કારણકે કલેકટરોને ફકત નાયબ કલેકટરો અને અધિક કલેકટરો મામલતદારો કરેલી કાર્યવાહીઓ અને અહેવાલોના આધારે આદેશો અને હુકમો ઉપર સહીઓ કરવાની હોય છે સીધી રીતે બધા એક બીજાને દોષિત બતાવી શકતા નથી, દોષનો ટોપલો નીચેના ત્રીજા વર્ગના કર્મચારીઓ ઉપર આવે તે રીતે અધિકારીઓના સહીઓથી થતી હોય છે એટલે ભ્રષ્ટાચારની મલાઇઓ રાજકારણીઓ અને ઉપલા અધિકારીઓ ખાઇ જાય  છે પણ સાચી તપાસ થાય તો ગુનેગાર તો ચોથા અને ત્રીજા વર્ગના કર્મચારીને ઠરાવવાના હોય છે

        ખનીજચોરી અને કરવેરાની ચોરીઓમાં બારીઓ બતાવવાની અને ચોરીઓ કરવાની જોગવાઇનું નિર્દેશન ખાતાના જીલ્લા કક્ષાના અધિકારીઓ સ્થાનીક રાજકારણીઓને કરીને આપે છે જેના આધારે નેતાઓ અને અધિકારીઓ ઉતરોત્તર પૈસા કમાયને સંપતિવાન બની શકે  છે

ગુજરાતના ૮૦ ટકા સનદી અધિકારીઓ વિદેશોમાં ડોલર અને પાઉન્ડથી મિલ્કતો ખરીદી ચુકયા છે ગુજરાતના નિવૃત અને ચાલુ સનદી અધિકારીઓના વિદેશ સ્થીત અને રાજ્યમાં રહેતા સંતાનો કરોડો રૂપીયાની મિલ્કતોના અને ગાડીઓના માલીક બન્યા છે અનેક સચીવો અને ઉચ્ચ અધિકારીઓના પરીવારજનો દેશની નામી કંપનીઓમાં મોટા હિસ્સાના શેર હોલ્ડર બની શક્યા છે તેનું એકમાત્ર કારણ સનદી અધિકારીઓની રાજ્યવ્યાપી અને રાષ્ટ્રવ્યાપી સીન્ડીકેટો છે         

        કચ્છના એક પાટલી બદલુ ધારાસભ્ય પાસે તેના પરીવારજનો અને સગાસંબધીઓના નામે ૩૮૦ કરોડથી વધુની મિલ્કતો છે તેની આ ભ્રષ્ટાચાર યાત્રામાં ધારાસભ્ય કરતાં તેને બારીમાંથી ગળકાવનારા સનદી અધિકારીઓના પરીવારજનો પાસે ૧૨૦૦ કરોડથી વધુની સંપતિઓ અને આવકો છે જમીનો ખનીજો અને કોંટ્રાકટોમાંથી કરોડો રૂપીયા કમાતા રાજકારણીઓની આવકમાંથી સરેરાશ ૩૦ થી ૪૦ ટકા હિસ્સો સનદી અધિકારીઓ બારોબાર કમાય શકતા હોય તેટલી સીન્ડીકેટ મજબુત રીતે ટેકનીકલી મીકેનીઝમ ધરાવતી હોય છે

        અમદાવાદ જેવા મેટ્રો સીટીઓમાં મોંઘી મિલક્તોના વેચાણ માટે સૌથી પહેલી વિગતો સનદી અધિકારીઓના દલાલો સામે રજુ થતી હોય છે ગુજરાતમાં ચાલુ અને નિવૃત સનદી અધિકારીઓ ૮૦૦થી વધુ છે જેમાં આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. અધિકારીઓ સંયુકત રીતે સતાનો દુર ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરતા હોય છે

        ગુજરાતમાં રીલાયન્સ ને અદાણી જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓના પાયા નાખવામાં અને તે સિવાય દેશની અને વિદેશની ગ્લોબલ કંપનીઓના ઉદ્યોગો લવવામાં મહત્વની ભુમીકા ભજવનારા બે મુખ્ય અધિકારીઓ આજે નરેન્દ્ર મોદીના ડાબા-જમણા હાથ સમાન છે અદાણી અને ઓટો મોબાઇલ્સ કંપનીઓના અને ખનીજોની કંપનીઓ લાયઝન તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતાં સનદી અધિકારી વયમર્યાદાને કારણે નિવૃત થયા પછી પણ મુખ્યમંત્રીએ પોતાની સાથે બાંધી રાખવાની ફરજ પડી છે આ અધિકારીની નીચે ખાણખનીજ પેટ્રોકેમીક્લ્સ અને ઉર્જા સહિત મહેસુલના સચીવોની ૧૪-૧૫ અધિકારીઓની સીન્ડીકેટ કાર્યરત છે, રીલાયન્સને જમીનો અપાવવામાં પરીમલ નથવાણી સાથે ખભેખભો મીલાવીને કલેકટર તરીકે કામગીરી કરનારા સનદી અધિકારી મુખ્યમંત્રીના ક્રાઇમ ને પોલીટીકલ ટ્રબલ શુટર તરીકે સી.બી.આઇ. અને રાષ્ટ્રીય તપાસ એજન્સીઓમાં સનદી અધિકારીઓની સીન્ડીકેટ ધરાવે  છે

ગુજરાતમાં પોલીટીકલ ક્રિમીનલો અને વહિવટીકક્ષાએ ભ્રષ્ટાચારમાં નિપુણ અધિકારીઓની રાજ્ય વ્યાપી માહિતીઓ અને મોટાભાગની સનદી સીન્ડીકેટો ઉપર વર્ચસ્વ ધરાવતાં જી.એ.ડી.ના નિવૃત સનદી અધિકારીને પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં સતાની રૂએ ઉચ્ચ અધિકારી તરીકે સાચવાની ફરજ પડતી હોય છે નરેન્દ્ર મોદી જેવા મુત્સદી રાજકારણીને પણ રાજ્યના સનદી અધિકારીઓની સીન્ડીકેટોનું સંચાલન સંભાળતા ત્રણ સનદી અધિકારીઓને અનુકુળ કામ કરવાની ફરજ પડતી હોય છે જે સનદી અધિકારીઓની વહિવટી અને પરોક્ષ રાજનિતીજ્ઞ તાકાત દર્શાવે છે

સનદી અધિકારીઓની સીન્ડીકેટોને અનુકુળ રહેવાથી સરકાર ચલવાતા પક્ષને પુરતુ ફંડ અને ભ્રષ્ટાચારની ચાવીઓ મળે છે જો સનદી અધિકારીઓની સીન્ડીકેટો સરકારની વિરૂધ્ધમાં ચાલે તો કોઇ પક્ષ કે ગમે તેવો મુત્સદી રાજકારણી એક અઠાવાડીયુ સરકાર ચલાવી શકે નહીં

ભારતના દરેક રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ફરજ પર રહેલા ૨/૩ ટકા સનદી અધિકારીઓ કોઇને કોઇ રાજકીય પરીવાર અથવા રાજકીય પક્ષને સહકાર આપીને પોતાની સીન્ડીકેટોથી વ્યાપક ગેરવહિવટ કરી શકે છે છતાં પણ ભારતની વિવિધ સરકારોમાં ૧/૩  સનદી અધિકારીઓ ભ્રષ્ટાચારી સીન્ડીકેટોથી મુક્ત અને સ્વતંત્ર ફરજ બજાવે છે જેના કારણે દેશ અને રાજ્યોમાં લોકશાહીનું થોડુ થોડુ અસ્તિત્વ ટકી રહ્યુ છે.    

 ગુજરાતમાં જાહેર સેવામાંથી શિક્ષણને ધંધાનું સ્વરૂપ આપવામાં સૌથી મોટો ફાળો સનદી સીન્ડીકેટનો છે જે સીન્ડીકેટના કારણે શિક્ષણનો ધંધો થયો છે તે સીન્ડીકેટની બુધ્ધીથી સરકારી જમીનો, ગૌચરની જમીનો અને જમીન સંપાદન કરીને કૃષિની જમીનો ઉદ્યોગપતિઓને આપીને કરોડો રૂપીયાનું ફંડ અને કમીશન મેળવવાની વિકાસનિતી અમલમાં મુકવામાં આવી છે આ સીન્ડીકેટ દ્વારા નરેંદ્ર મોદી પોતાની રાજનિતી સફળતાપુર્વક ચલાવી રહ્યા છે        

        નરેદ્ર મોદી તો સેવાભાવી માણસ હતા, સતાનો કોઇ મોહ નહોતો કે સતા માટે કોમી રમખાણો અને હત્યાઓ કરાવીને એન્કાઉન્ટરોના નામે ત્રાસવાદ વિરોધી નેતા તરીકે પ્રસિધ્ધી મેળવવાની જરૂર હતી નહીં, ભાજપના આંતરીક સંકટને કારણે મુખ્યમંત્રી બનવાની તક મળી હતી ત્યારથી સનદી સીન્ડીકેટની બુધ્ધીથી નરેન્દ્ર મોદીએ રાજકારણી તરીકે પોતાની જાતને ઢાળી છે તેમાં સનદી સીન્ડીકેટોનો મહત્વનો પ્લે રહેલો છે   

લોકશાહી મુલ્યો અને સિધ્ધાંતોની નૈતિકતાને ધોરણે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદને લાયક નથી છતાં સામાન્ય મતદારને જરૂરત મુજબ રીઝવવાના અને દેશના અને ખાસ તો પશ્ચિમ ભારતના રાજ્યોની બહુમતિ પ્રજાની અંધશ્રધ્ધાની તિવ્રતા અને સપના જોવાની લાલચી વૃતીઓથી જાણકર અને અનુભવી હોવાથી મતદાન મેળવાની આગવી સુઝ છે જે ચૂંટાવા માટે  જરૂરી છે તેથી સીન્ડીકેટોએ મોદીને સહકાર આપીને કાયમી ધોરણે પોતાના સારથી બનાવી દિધા છે

 સનદી અધિકારીઓના રાષ્ટ્રીય સંગઠ્ઠનના સહકારથી અને ગુજરાતી સનદી અધિકારીઓના લાયઝનીંગથી નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન બનવા રાષ્ટ્રીય પબ્લીસીટી કરી રહ્યા છે આમ સનદી અધિકારીઓની સીન્ડીકેટો અને તેમાં વર્ચસ્વ ધરાવતા અધિકારીઓ રાજનિતીમાં ઉથલપાથલ અને ભ્રષ્ટાચારની આખી વ્યવસ્થામાં મહત્વની ભુમીકા ધરાવતા હોય છે 

 પબ્લીકના પૈસાથી કરેલા સાર્વજનીક કામોના ફોટોગ્રાફ અને લખાણો તથા કાર્યક્રમોની ઝાકઝમાળ દ્વારા બહોળી પ્રસિદ્ધી આપવાની મીડીયા પોલીસી સનદી અધિકારીઓની સીન્ડીકેટની બુદ્ધીનું ફરજંદ છે એક ચોકલેટ ખાવાથી આખી જીંદગી ચાલે તેટલુ આર્યન મળે કે ના મળે પણ આવી બાલભોગ યોજના માટે ચોકલેટ બનાવનારી કન્ફેશનરી કંપની લાખો રૂપીયાનો નફો કરે તેમાં ભાગ પડાવીને કમાણી કરી શકવાની સીન્ડીકેટની ઇચ્છાઓને મંત્રીમંડળે સ્વિકારવી પડે છે   

સરકાર ચલાવવા અને પબ્લીકમાંથી કરવેરા તેમજ ખનીજ વેચાણથી મળેલા અબજો રૂપીયાને વાપરવા માટેના સંખ્યાબધ્ધ કાયદાઓ અને નિયમો છે જે રાજકારણીઓ શીખીને આવતા નથી તેથી રાજ્ય કે કેન્દ્રની સરકારમાં મુખ્ય સીન્ડીકેટોને આધિન રહીને દરેક મંત્રીમંડળોએ સરકાર ટકાવી રાખવાની હોય છે દરેક રાજ્યમાં જેમ સનદી સીન્ડીકેટો છે તેમ દેશમાં રાષ્ટ્રીય સીન્ડીકેટ અસ્તિત્વ ધરાવે છે ૧૫ જેટલા રાજ્યોની સનદી સીન્ડીકેટો અને રાષ્ટ્રીય સીન્ડીકેટ સાથે નરેન્દ્ર મોદીની સાંઠગાઠ બની શકશે તો ૨૦૧૪માં ભારતના વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી અચુક બેસી જશે

સનદી અધિકારીઓ અને પેટા અધિકારીઓની સીન્ડીકેટો પ્રજાના પ્રતિનિધિઓને દુનિયાની કોઇ યુનિવર્સીટીમાં અપાતુ ના હોય તેવુ આગવું પોલીટીકલ સાયન્સ ભણાવીને ભ્રષ્ટતાના ભુત બનાવી દે છે ભારતમાં ઘરે ઘર સુધી ભારતનું સંવિધાન અને વિવિધ અકયદાઓના પુસ્તકો વંચાવા શરૂ થશે નહી ત્યાં સુધી દરેક રાજકારણીઓને ભ્રષ્ટ કરવાનું અને પ્રજાના કરવેરાઓ અને ખનીજોમાંથી અબજો રૂપીયાનો ભ્રષ્ટાચાર આચરતી સનદી સીન્ડીકેટો ભ્રષ્ટાચાર કરતી અને ફેલાવતી રહેશે.  


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: