Posted by: rajprajapati | 05/06/2013

માફિયા એમ્પરેર ઓફ સેન્ચ્યુરી

ધી લીજેન્ડ ઓફ એશીયા,   માફિયા એમ્પરેર ઓફ સેન્ચ્યુરી

દાઉદ ઇબ્રાહિમ કાસકર ઇન્ટરનેશલ મેનેજમેન્ટ યુનિવર્સીટી

 

રાજસતા મેળવવા માટે રાજનિતી  જોઇએ પણ રાજનિતી ઉપર સતા મેળવવા માફીયાનિતી જોઇએ ભારતમાં બોમ્બ ધમાકા થાય તો તેમાં માફીયાનો હાથ હોય છે એટલે કે દાઉદ ઇબ્રાહિમ કાસકરનું મેનેજમેન્ટ હોવાની બુમરાળ પોલીસ અને રાજકારણી દ્વારા ટેલીવિઝન ઉપર કરવામાં આવે છે ક્રિકેટના સટ્ટાનું મુખ્ય મેનેજમેન્ટ પણ દાઉદભાઇનું હોવાનું ગણાવાય છે અભિનેતાઓ, નેતાઓ, ક્રિકેટરો, ઉદ્યોગપતિઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં દાઉદ સાથે સીધા કે આડકતરા સંબંધ હોવા તે પાવરવાળી  બાબત છે. 

         ભારતની બધી પોલીસ આંતકવાદી પ્રવૃતીઓમાં મેનેજમેન્ટ પણ આ દાઉદ ઇબ્રાહિમ કાસકરનું હોવાના નિવેદનો કરે છે. પાકીસ્તાન હોય કે ભારત હોય, નેપાળ હોય કે બાંગ્લાદેશ હોય, અશીયાખંડના મોટાભાગના દેશોમાં થતી આંતકવાદી પ્રવૃતીઓ અને ડ્રગ્સની હેરાફેરી, નકલી કરન્સી વગેરેનો વેપારા ધંધો દાઉદ ઇબ્રાહિમ કાસકરના મેનેજમેન્ટથી ચાલતો હોવાનું કહેવામાં આવે છે.

         દાઉદ ઇબ્રાહિમ કાસકર એક હરતી ફરતી આંતરરાષ્ટ્રીય મેનેજમેન્ટ યુનિવર્સીટી જેવું બહુમુખી અને પ્રગાઢ બૌધિક વ્યકતિત્વ હોવાનું આ ૨૦ વર્ષમાં સાબિત થયુ છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દાઉદ ઇબ્રાહિમ કાસકર માફિયા ગણાય છે પણ મેનેજમેન્ટની વાત આવે તો તે પોતે એક મેનેજમેન્ટ યુનિવર્સીટી છે એશીયાખંડના તમામ રાજકારણીઓ અને બધી સલામતિ એજન્સીઓમાં જેટલી બુધ્ધી અને ચાતુર્ય હશે તેટલુ એકલા દાઉદ ઇબ્રાહિમ કાસકરમાં છે તેવું આજ સુધીમાં ભારત સહિત દુનિયાભરની સલામતી એજન્સીઓ સાબિત કરી આપ્યુ છે.

         દાઉદ ઇબ્રાહિમ કાસકરને નજરે જોનારા અને તેનો સાચો ફોટો જોયો હોય તેવા કેટલા લોકો હશે ? એવી કેટલી સરકારો છે કે જેની પાસે દાઉદ ઇબ્રાહિમનો આજના સમયનો ફોટો હશે ? ૧૯૮૩ નો શારજંહા ક્રિકેટ સ્ટેડીયમના ફોટા પછીનો કોઇ ફોટો ભારતની સલામતિ એજન્સીને હાથ લાગ્યો નથી કે તાજેતરનો કોઇ ફોટો છેલ્લા ૫ વર્ષમાં પ્રસિધ્ધ થયો નથી.

  ખિતાબે પાકીસ્તાન અને ભારતરત્ન બંને સંયુક્ત રીતે આપવા જેવું કોઇ વ્યક્તિત્વ હોય તો દાઉદ ઇબ્રાહિમ કાસકર છે કારણ કે તેની પાસે હાઇડેફીનેશનનો મેનેજમેન્ટ પાવર છે આ માણસ ૧૦૦ યુનિવર્સીટી બરાબર છે દાઉદ ઇબ્રાહિમ કાસકર શરદ પવારને બદલે મહારાષ્ટ્રીયન નેતા બન્યો હોત તો આજે ભારત અને પાકિસ્તાનમાં શાંતી હોત અને ભારતના વડાપ્રધાન પદે ચોક્કસપણે દાઉદ ઇબ્રાહિમ કાસકર પ્રમાણીક સરકાર ચલાવતો હોત. અને ખાસ તો એકપણ ભ્રષ્ટ રાજકરણી પેદા ના થયો હોત. ભારત અને પાકિસ્તાનની બદકિસ્મતી છે કે દાઉદ ઇબ્રાહિમ જેવો બુધ્ધીશાળી માણસા ગુનાખોરીના માર્ગે ચાલ્યો ગયો જો રાજનિતીના માર્ગે હોત તો ભારત દુનિયાનો શક્તિશાળી દેશ અને પાકિસ્તાન દુનિયાભરમાં અણુઉર્જા વેચતો દેશ હોત. 

દાઉદ ઇબ્રાહિમને માફિયા બનાવવામાં ભારતના એક મહારાષ્ટ્રીયના નેતા જવાબદાર હોવાનું  ચર્ચાય છે  આજે પણા દાઉદનું ભારતની રાજનિતીને લગતું કામકાજ આ મહારાષ્ટ્રીયના નેતાના શીરે હોય છે ક્રિકેટના સટ્ટામાં દાઉદનું ખુબ સારૂ મેનેજમેન્ટ હોવાનું ચર્ચાય છે તેમાં ક્રિકેટ સાથે સંકળાયેલા આ મહારાષ્ટ્રીયના નેતાની સીધી ભાગીદારી હોવાનું વાંચકોએ જાતે સમજવાનું હોય છે.

         દાઉદ ઇબ્રાહિમના સંપર્કો હોવા તે એક રીતે તો રાજકારણીઓ માટે એક પાવરની વાત હોય છે ગુજરાતમાં જમીન કૌભાંડોમાં સંડોવાયેલા ધારાસભ્યો અને સંસદસભ્યોના પાયદળીયાઓ શાનથી કહેતા ફરે છે કે અમારે તો છેક સુધી સબંધ છે થોડા વર્ષો પહેલા એક ખંડણીના મામલામાં જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અપહરણ થયેલુ ત્યારે દુબઇમાં બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા ગુજરાતી નેતાના ભાઇ એવા પુર્વમંત્રીના દિકરાએ મદ્યસ્થી કરીને આ અદાણીને મુક્ત કરાવેલ હતા તેવું ચર્ચાતું હતું

         તાજેતરમાં પેચીદા બનેલા ઇસરત હત્યા કેસમાં તેને ત્રાસવાદી તરીકે કાગળ ઉપર દેખાડવા ગુજરાત પોલીસના હુશીયાર અધિકારીઓએ પોતે ગેરકાયદેસરના હથીયારો એન્કાઉન્ટર પછી ત્યાં ગોઠવી દિધેલા હતા તેવું અખબારોમાં જાહેર થયેલુ છે તો આ એ.કે.૪૭ સેવન જેવા ગેરકાયદેસર હથીયારો ગુજરાતી પોલીસ પાસે આવ્યા કેવી રીતે તે પણ ગુજરાતની પ્રજાએ જાણવા અને સમજવા જેવો મુદો છે ત્રાસવાદી પ્રવૃતીઓમાં વપરાતી એ.કે.૪૭-૫૬ પોલીસ પાસે ગેરકાયદેસર રીતે ક્યાંથી આવી- શું ગુજરાત પોલીસના ઘણા અધિકારીઓ પણ દાઉદ ઇબ્રાહિમના ફિલ્ડ સ્ટાફમાં હશે ?

            ગુજરાતના કચ્છ જીલ્લાની સંવેદનશીલ સીમારેખા પાકિસ્તાન સાથે જોડાયેલી છે અને દાઉદભાઇનું આલીશાન નિવાસસ્થાન પણ પાકિસ્તાનમાં છે કચ્છ જીલ્લા બોર્ડરના રેન્જ ડી.આઇ.જી તરીકે વણઝારા સાહેબ હતા ત્યારે ઘણા ગેરકાનુની કામો પોલીસના નામે નોંધાયા અને તે બધા આજે જેલમાં જલ્સા કરે છે આ બધુ આપોઆપ તો શક્ય નથી કોઇ ચોક્ક્સ રાજનેતાની મહાત્વાકાંક્ષા પોષવા અને તેને  રાષ્ટ્રીય કક્ષાએ હિરો બનાવાના એક આયોજનરૂપે કદાચ આતંરરાષ્ટ્રીય કાવતરાના ભાગરૂપે કોમવાદી પ્રવૃતીઓ કરાવવામાં આવી હોય તેવું પણ બની શકે છે ગુજરાત પોલીસના રૂ. ૧૨૦૦૦ ના પગારદાર અમુક કોન્સટેબલો અત્યારે અબજોપતિ છે તે પ્રમાણભુત કરે છે કે રાજ્યના અમુક નેતા અને અમુક ઉદ્યોગપતિઓ આંતરરાષ્ટ્રીય માફિયાઓ સાથે વિધિસર જોડાયેલા હોય શકે છે

         અમદાવાદમાં ૨૦-૨૫ બાઇકોનો કાફલો લઇને બાઇકર્સ ગેંગ નિકળે છે ૫-૧૦ કિલોમીટરના જાહેર રસ્તા ઉપર ધુમ મચાવી તોડફોડ કરીને પલકવારમાં ગાયબ થઇ જાય છે તે સમયે પોલીસની અનેક ગાડીઓ પેટ્રોલીંગમાં સતત ફરતી પણ હોય છે આ શું સાબિત કરે છે ? પોલીસ અને રાજકારણીઓ સાથે મળીને કાયદાની સતા ઉપર રહીને ગુનાખોરી કરે છે માની લો કે પોલીસવાનમાં દારૂની હેરાફેરી કરવામાં આવે તો કોણ રોકી શકે છે          

          કોઇપણ માણસને અને તેની નોકરીને ખરીદી શકતી એક અલૌકિક હસ્તી એટલે દાઉદ ઇબ્રાહિમ કાસકર છે દાઉદભાઇનો કારોબાર કેટલો વિસ્તરેલો છે તેની દાઉદભાઇને પોતાને ખબર નથી કારણ કે માફિયા કારોબારની કોઇપણ બાબત કોઇપણ કરે તો તેના આખરી નેતા તરીકે દાઉદ ઇબ્રાહિમનું નામ આપવાની એશીયાના કોઇપણ લુખ્ખાને છુટ છે અને દેશની કે કોઇ રાજ્યની પોલીસ સંદતર નિષ્ફળ જાય ત્યારે ગુનાહિત પ્રવૃતીઓની જવાબદારી દાઉદ ઇબ્રાહિમના નામે નોંધીને ફાઇલે કરવામાં આવે છે

         દાઉદ ઇબ્રાહિમ ખરેખર જો ગુજરાતમાં આવે અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્યોગપતિ તરીકે વિધીસર મુલાકાત કરી જાય તો પણ કોઇને શંકા થઇ શકે નહીં કારણ કે દાઉદ ઇબ્રાહિમ કેવો દેખાય છે તે ગુજરાત પોલીસને કે મુખ્યમંત્રીના સલામતિ સ્ટાફને પણ ખબર નથી શુટ-બુટ અને ટાઇમાં આવેલા કોઇપણ ઉદ્યોગપતિને મળવા માટે તો ગુજરાતના મુખ્યમંત્રી હંમેશા તૈયાર હોય છે તો દાઉદભાઇ શા માટે ઉદ્યોગપતિ તરીકે બીજા નામે મળી શકે તેમાં ખોટુ શું છે ?

          દરીયાઇ સીમા રેખાના દરેક રાજ્યોના મુખ્ય રાજનેતાઓ સાથે દોસ્તી રાખવાની દાઉદની ખાસ જરૂરત રહેલી હોવાથી ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તામીલનાડુ, રાજસ્થાન અને પંજાબના સતા લાલચુ અને મહત્વાકાંક્ષી રાજકારણી સાથે દાઉદ ઇબ્રાહિમ કોઇને કોઇ રીતે અન્ય નામોથી અન્ય માધ્યમોથી જોડાયેલ રહે તો જ ભારતમાં તેનો કારોબાર ચાલી શકે છે.

ગુજરાત પોલીસે ઇસરત હત્યા કેસમાં મુકેલા એ.કે.૪૭ જેવા ગેરકાયદેસર હથીયારો આડકતરી સાક્ષી પુરે છે કે ગુજરાતના કોઇક નેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દાઉદ ઇબ્રાહિમ જેવા માધ્યમો સાથે ગુનાખોરીના કાર્યક્રમોમાં વિધીસર જોડાયેલા છે.

         કાયદાની સતા પોલીસ અધિકારીઓના હાથમાં હોય છે તો સરકારની સતા રાજકારણીઓના હાથમાં હોય છે આ બંનેને ખરીદી શકતો ઉદ્યોગપતિ એટલે દાઉદ ઇબ્રાહિમ કાસકર, દારૂના સ્થાનીક ધંધાર્થીઓ ડી.એસ.પી., ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીઓને ભરણ-હપ્તા આપીને તાબમાં રાખી  શકતા હોય તો આંતરરાષ્ટ્રીય માફિયાઓ રાજ્યો અને કેન્દ્ર સરકારના અમુક રાજકારણીઓને તાબામાં કરી શકે તેમાં નવાઇ જેવું શું છે ?

         દાઉદ ઇબ્રાહિમ કાસકર સાથે સંપર્કો છે તેવું ગાઇ-વગાડનારા લોકોમાં જમીન માફિયાઓ અને હિરાના મોટા વેપારીઓ મોખરાનું સ્થાન ધરાવે છે ગુજરાતમાંથી છેલ્લા ૫ વર્ષમાં ગુજરાતના સૌથી વધુ રાજકારણીઓ અને તેના પરીવારજનો તેમજ રાજકારણીઓની ભાગીદારી ધરાવતા લેન્ડ ડેવલોપર્સોએ  દુબઇ, બેંગકોક, સિંગાપોર અને મલેશીયાની સૌથી વધુ મુલાકાત લીધી છે આ દેશો દાઉદના ધંધાના રીજીયોજનલ દેશો છે આપણા આ પ્રવાસીઓ હોટેલોમાં પણ રૂમ સર્વીસ આપનાર મુસ્લીમ વેઇટરોને સૌથી પહેલો પ્રશ્ન એક જ પુછતા હોય છે કે દાઉદના કોઇ માણસ સાથે મુલાકાત થઇ શકે શકશે ?

         આજે સૌથી શક્તિશાળી કોઇ હોય તે માફિયાઓ છે અને એશીયાખંડમાં સૌથી વધુ બુધ્ધીશાળી માફીયા દાઉદ ઇબ્રાહિમ કાસકર છે અને તેનો સુંદર કારોબર ચાલે છે તે મિત્રો સાથે વફાદારીથી કામ કરવાની ઉચ્ચી પ્રતિષ્ઠા પણ ધરાવે છે રેડ કોર્નર નોટીસ માથે મુકીને પોતાનો આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ ચલાવતા આ માણસના નામે ગુજરાત-મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કર્ણાટક અને દિલ્હીના જમીન કૌભાંડો સહેલાઇથી ઉકેલી શકાતા હોય છે

          જેનું નામ ખાનગી ધોરણે દાઉદ ઇબ્રાહિમના સાથે જોડાય તેનાથી લોકોમાં ડર પેદા થાય છે જેના કારણે જેવા તેવા લલ્લુ પંજુ નડતા નથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ઘણા જમીન માફીયાઓના નામો દાઉદ ઇબ્રાહિમના સંપર્કમાં હોવાનું ખાનગી બજારમાં ચર્ચાતુ રાખીને પોતાની  સ્થાનીક ડોન સાબિત કરનારા લુખ્ખાઓની સંખ્યા ગુજરાતમાં નોંધનીય છે   

         આજે એમ.બી.એ.- આઇ.આઇ.એમ.માં ભણનારા બુધ્ધીશાળી વિદ્યાર્થીઓ સૌથી પહેલા દાઉદ ઇબ્રાહિમ કાસકરના મેનેજમેન્ટનો અભ્યાસ કરવો જોઇએ કારણ કે ભારતમાં થતી રાષ્ટ્રીયકક્ષાની કોઇપણ ગેરકાનુની પ્રવૃતી માટે, આંતકવાદીઓને પહોંચાડવામાં, મોટા જમીન કૌભાંડોમાં, ડ્રગ્સા કેરીયર્સ, નાના-મોટા બોમ્બ ધડાકાઓમાં, ક્રિકેટની સટ્ટાખોરીમાં જ્યા જુઓ ત્યાં દાઉદ અને ફકત દાઉદનું નામ ચર્ચાતુ રહે છે આમ દાઉદ ઇબ્રાહિમ કાસકર સર્વસ્વ છવાયેલું આ સદીનું એક એમ્પરર વ્યક્તિત્વ છે દાઉદ જે  ધારે તે કરી શકે છે પણ ભારત અને પાકીસ્તાનના વડાપ્રધાનો ભેગા મળીને જે ધારે તે કરી શકે નહીં આથી દાઉદ ઇબ્રાહિમ એશીયાખંડનું એકા લીજેન્ડ વ્યક્તિત્વ છે માણસ ખોટા માર્ગે વળ્યો તેમાં સંજોગો અને તે સમયના રાજકારણીઓ અને તત્કાલીન પોલીસ અધિકારીઓ પણ જવાબદાર છે દાઉદ ઇબ્રાહિમને એકવાર પોઝીટીવ નજરે જોવામાં આવે તો એશીયામાં સૌથી વધુ સારૂ મેનેજમેન્ટ દાઉદ ઇબ્રાહિમ કાસકરનું ગણાશે. દાઉદ એક પ્રેમાળ બાપ છે ભાઇ-ભાંડુ માટે મરી ફીટનાર બાંધવ છે જો દાઉદ ઇબ્રાહિમ માફિયા ના હોત તો કદાચ એશીયાનો સૌથી મોટો ઉદ્યોગપતિ જરૂર હોત.       

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: