Posted by: rajprajapati | 05/06/2013

ભ્રષ્ટચારનો વિરોધ ફકત ઇર્ષાવત કે ભાગબટાઇ વૃતી

ભ્રષ્ટચારનો વિરોધ ફકત ઇર્ષાવત કે ભાગબટાઇ વૃતી   

ભારતનું કોઇપણ અખબાર વાંચો તેમાં સૌથી પહેલા લીંડીગ ન્યુઝ તો ભ્રષ્ટાચારના હશે, એવું લાગે કે ભ્રષ્ટાચાર ના હોય તો ભારતના છાપાઓ અને રાજકારણનું અસ્તિત્વ ખત્મ થઇ જશે, વાંચનની રુચી પણ ભ્રષ્ટ થતી જતી હોવાથી હવે કટાર લેખો કરતાં ગલગલીયા કરતાં લેખો વધુ વંચાય છે યુવાનોનું વાચન સેકસ સમસ્યાના લેખોથી શરૂ થાય તે છેક ફિલ્મી લેખો ઉપર વિરામ પામે છે ભ્રષ્ટાચારને લગતા સમાચારો સૌથી વધુ પત્રકારો વાંચે છે અને પોતાને તેમાંથી કાંઇક મળે તેવી શકયતાઓ તપાસતા હોય છે પણ સામાન્ય વાંચક ભ્રષ્ટાચારના સમાચારોથી હવે પ્રભાવિત થતો નથી કારણકે તે પોતે ભ્રષ્ટાચાર કરાવની તક શોધવામાં હોય છે

ભ્રષ્ટાચારને કારણે આજનું પત્રકારીત્વ અને નેતાગીરીઓ ટકી છે સરકાર તરફથી અખબારોને મળતા લાભો બંધ થયા પછી અખબાર ચલાવવું અને પત્રકારોને વેતન આપવું મુશ્કેલ બની ગયુ છે તેથી શોખીન કે રોફ જમાવવા માંગતા બેરોજગારો અખબારો સાથે જોડાયેલા રહીને દાળ રોટી કાઢી લે છે આમ પણ ડીગ્રી વગરના બુધ્ધીશાળી બેરોજગારો માટે જર્નાલીઝમ સારૂ પ્લેટફોર્મ છે બ્લેકમેંઇલીંગ ના કરે તો પણ ભ્રષ્ટાચારના કિસ્સાઓમાંથી બાયપાસ લાભો મળતા રહે છે જેના કારણે ચોથી સતાવાળાઓ પણ ભ્રષ્ટાચારને ખાળી શકે તેમ નથી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય તેવા લોકો સંબધિત પત્રકારોને મિત્રભાવે મદદરૂપ બનતા હોય છે હવે ભ્રષ્ટાચાર પત્રકારો અને અખબારો માટે જીવાદોરી સમાન બની ચુકયો છે ભ્રષ્ટાચાર નાબુદ થાય તો બધા નેતાઓ પણ પાણીપુરી અને સીંગદાળીયા વેચતા થઇ જાય તેવું છે

         રોજે રોજ પ્રસિધ્ધ થતાં ભ્રષ્ટાચારના સમાચારોથી સરકારને અને રાજકારણીઓને કોઇ ફર્ક પડતો નથી કારણે કે જેના પૈસાનો ભ્રષ્ટાચાર થાય છે તે પ્રજાને હવે ભ્રષ્ટાચાર વ્હાલો લાગે છે ભ્રષ્ટાચાર વિનાનો કોઇ નેતા પ્રજાને સ્વિકાર્ય નથી થયેલા ભ્રષ્ટાચારની તપાસ માત્ર ભાગ મેળવા માટે થતી હોય છે સરકારના અધિકારીઓ ભ્રષ્ટાચારીઓ પાસેથી અહેવાલ મંગાવે છે “સચિવાલયની ભાષામાં અહેવાલ મંગાવવો એટલે ભાગ મંગાવવો” એવો થાય છે કોણે શું કર્યુ અને કંઇ રીતે ભ્રષ્ટાચાર થયો તે બાબતમાં ઉચ્ચ અધિકારીઓની કોઇ જવાબદારી હોતી નથી “ભ્રષ્ટાચાર સામેની ફરીયાદ આવે એટલે તેનો ભાગ લાગે છે તેવું માનનારાઓથી સચીવાલય ઉભરાય છે”

સરકારમાં ભ્રષ્ટાચારની ફરીયાદો થાય છે લાખોની સંખ્યામાં ફરીયાદો આવે છે ન્યાય માટે લડતા લોકો પણ અરજીઓ અને પુરાવાઓ રજુ કર્યા કરે છે સચીવાલયના અધિકારીઓ નીમક નાખીને મીઠો જવાબ આપે છે કે “અહેવાલ મંગાવ્યો છે પણ હજી આવ્યો નથી અહેવાલ આવશે પછી તપાસ કરીશુ” અને કાર્યવાહી હાથ ધરીશુ અરજદાર એવુ સમજે છે કે આ કોઇ કાયદાની કોઇ પ્રોસીજર હશે. ભ્રષ્ટાચાર વિરૂધ્ધની કોઇપણ અરજી પછી એવો જવાબ આવે કે “અહેવાલ આવ્યો નથી તો સમજવુ કે ભાગ આવ્યો નથી” જ્યા સુધી સચીવાલયના તપાસ અધિકારીઓ કે ઉચ્ચ અધિકારીઓને ભાગ મળતો નથી ત્યાં સુધી સાચા ખોટા પત્ર લખીને ભ્રષ્ટાચાર કરનારને ભાગ મોકલવા માટે યાદી પાઠવતા રહેવાની હોય છે પણ ભ્રષ્ટાચારની બાબતમાં શિક્ષાત્મક પગલા તો ક્યારેય લેવાના હોતા નથી.

પ્રજાને પોતાના અધિકારો અને પબ્લીક ફંડના વ્યવહારોની સમજણ નથી ત્યાં સુધી અધિકારીઓ અને રાજકારણીઓએ ભ્રષ્ટાચાર કરવામાં શાણપણ સમજ્યુ છે કારણ કે ભ્રષ્ટાચારનો જેટલો વિરોધ થાય છે તે મોટેભાગે ઇર્ષાવત થાય છે ભ્રષ્ટાચાર કરીને વધુ કમાવા મળે તેવી જગ્યાએ પોસ્ટીંગ માટે અધિકારીઓ પણ સતાધીશ અધિકારીઓ અને નેતાઓને પૈસા પહોંચાડે છે સરકાર પોતે ભ્રષ્ટાચારના સિધ્ધાંત ઉપર ચાલતી હોય છે સરકારના મંત્રીઓની સાથે એવા લોકો કામ કરતા હોય છે કે જે ખુબીપુર્વક અને કુશળતાથી દરેક બાબતમાંથી સતત ભાગ કાઢતા રહે છે    

રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર કરે છે અને વિરોધ પક્ષ તેનો વિરોધ કરે છે તે પણ ઇર્ષા અને ભાગ માટે કરે છે વિરોધપક્ષમાં પણ પ્રજાનો મત લઇને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ભ્રષ્ટાચારના પુરાવાઓ પત્રકારો અને તંત્રીઓને પહોંચાડનારા વિરોધપક્ષના નેતાઓ પોતે પ્રજાના પ્રતિનિધિ તરીકે હાઇકોર્ટમાં જાહેરહિતની ફરીયાદ કરી શકે છે પણ ભષ્ટાચારમાં માત્ર ભાગ માંગવા સિવાય તેનો જાહેરહિતમાં બીજો કોઇ ઉદેશ હોતો નથી ફકત રોકકળ કરીને ભાગ મળી જાય એટલે બીજો મુદો શરૂ કરી દે છે પણ ભ્રષ્ટાચાર સામે પુરાવાઓ હોવા છતાં વિરોધપક્ષના નેતાઓ દ્વારા કાનુની કાર્યવાહી કરવાને બદલે પ્રજાને મુર્ખ બનાવવા રોકકળ કરતાં હોય છે.  

સચીવાલય કે જીલ્લાના મુખ્ય અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરીયાદ કરનાર અરજદારોમાં પણ જે થયુ છે તેમાંથી કાંઇ ટુકડો મળી જાય તેવો મુખ્ય ઉદેશ હોય છે ભ્રષ્ટાચારમાં ભાગ પડાવનારાઓમાં તેના ઉચ્ચ અધિકારીઓ, આ.ટી.આઇ. એકટીવીસ્ટો, પત્રકારો, રાજકારણીઓ હોય છે ભ્રષ્ટાચાર બાબતે અરજદારને પણ સરેરાશ તો કાંઇક મળી જાય તો માંડવાલી કરવાની ખેવના વધુ હોય છે

સામાન્ય રીતે ભ્રષ્ટાચાર કરનારને લોકો ખરાબ ગણતા નથી પણ તેને ઇર્ષાભાવથી જુએ છે તે ભ્રષ્ટાચાર કરીને વધુ કમાઇ શકે છે સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવી શકે છે નાના મોટા બંગલાઓમાં રહી શકે છે ગાડીઓ ફેરવી શકે છે અને પોતાને આ ભૌતિક સુવિધા નથી તેથી તેથી હવે ભ્રષ્ટાચાર ફકત ઇર્ષાને પાત્ર બની ગયો છે ભ્રષ્ટાચારથી પૈસા વધુ કમાણી નહીં કરી શકનારાઓ ભ્રષ્ટાચારના વિરોધમાં ચર્ચાઓ કરે છે જ્યારે તેને પોતાને તક મળે ત્યારે તે પોતે તો ભ્રષ્ટાચાર કરીને કમાઇ લેવા તલપાપડ હોય છે

ક્યાંય ભ્રષ્ટાચાર નથી અને ભ્રષ્ટાચાર એજ વ્યવહાર છે ભ્રષ્ટાચાર એજ શિષ્ટાચાર છે જે કામ લાંચ રૂશ્વતથી એક કલાર્ક કરે શકે છે તે કામ એક પ્રમાણિક ચીફ સેક્રેટરી કરી શકતો નથી અને ભ્રષ્ટાચારના વ્યવહારોથી અધિકારી અને તેના આખા હોદાને લોકો ખરીદી શકે છે ભ્રષ્ટાચારીનું કોઇ નૈતિક અસ્તિત્વ નથી હોતું અને તેને સ્વમાન કે અપમાન જેવુ હોતું નથી તેના ચહેરા ઉપર સદાય બેશરમી નીતરતી હોય છે છતાં પણ સંસારીક જવાબદારીઓ, ગંદી અને ગુનાહિત પ્રવૃતીથી ચાલતી સરકારોમાં ભ્રષ્ટાચાર એક સુખી જીવનનો સાચો ઉપાય છે જ્યારે અને જ્યાં પણ તક મળે ત્યારે ભ્રષ્ટાચાર કરી લેવો અને ભ્રષ્ટાચાર કરનાર પાસેથી ભાગ મળે તો સહર્ષ સ્વિકારી લેવો તે આજના સમયની સાચી સમજણ છે

ભ્રષ્ટાચાર કરવા અને ભ્રષ્ટાચારમાં ભાગ પડાવવા માટે કોઇ ક્વોલીફિકેશનની જરૂર નથી હવે સચીવો આઇ.પી.એસ. અને આઇ.એ.એસ. અધિકારીઓ પણ તેની માન્ય કિંમત લઇને તેની જાત અને પોતાનો હોદો વેચી રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચારને સર્વસ્વિકૃતી આપવી જરૂરી છે આપણને મળેલી સભ્યતાની સંસ્કૃતીમાં ક્યાં ભ્રષ્ટાચાર નહીં કરવા વિશે કહેવાયુ નથી અને કોઇપણ ધર્મગ્રંથમાં ભ્રષ્ટાચારને પાપ તરીકે વર્ણવવામાં આવેલુ  નથી ભ્રષ્ટાચારની કમાણીથી પાપ થતુ નથી જે બધા સ્પષ્ટ જોઇ શકે છે

ભ્રષ્ટાચાર સુખ અને સમૃધ્ધીની સરળ ચાવી છે કળીયુગમાં ભગવાન પણ પ્રસાદ વિના રાજી થતા નથી લાંચ-રુશ્વત અને ભ્રષ્ટાચારને ભારતીય સંસ્કૃતીમાં એક પ્રમાણિક અને નિષ્પાપ હિસ્સો ગણવો જોઇએ કારણે કે ભગવાનની કથાઓ વેચતા કથાકારો પણ આચરણમાં ભ્રષ્ટાચારને શીરો માન્ય ગણે છે ગરીબની ઝુંપડપટ્ટીના ગંદા વસવાટમાં કોઇ કથાકાર કે સંત મહંત પોતાની એરકડીશન્ડ ગાડી લઇને કથા કરાવ કે પગલા કરવા જતાં નથી એજ પુરવાર કરે છે કે ગરીબી પોતે અભીશાપ છે અને ગરીબી હોય તો દુર કરવા માટે ભ્રષ્ટાચારનો શિષ્ટાચાર સર્વોત્મ ઉપાસના છે મંદિરો અને આશ્રમો પણ ભ્રષ્ટાચારથી ખદબદી ચુક્યા છે વ્યભીચારો અને બેસુમાર કરમુક્ત કમાણીમાં સંતો મહંતો પણ ભ્રષ્ટાચારને માથે ચડાવીને ચાલે છે

ભ્રષ્ટાચાર કે ભ્રષ્ટાચારીને આપણે માનપુર્વક જોવાની ટેવ પાડવી પડશે અને તક મળે ત્યાં ભ્રષ્ટાચાર કરીને આ સંસ્કારોને આનુવશીંક બનાવવામાં સહભાગી થવાની જરૂર છે ભ્રષ્ટાચારનો ઇર્ષાવત વિરોધ કરવાથી સરાવળે માનસીક અશાંતી મળે છે પણ ને સ્વિકારી લેવાથી તનમન અને ધનનું સુખ પ્રાપ્ત થાય છે મોંઘવારી અનિયમિત આજીવીકા અને બેરોજગારીને કારણે માણસને સીધી સાદી રીતે જીવવા માટે પણ ઘણા પૈસાની જરૂર પડે છે પ્રમાણિકતા અને નૈતિકતા શબ્દકોષમાં વિલિન થઇ ચુક્યા છે ત્યારે ભ્રષ્ટાચારને એક ધર્મરૂપે સ્વિકારવો જોઇએ

લોકશાહીમાં પોતાની મરજીથી મતદાન કરીને પોતાનો પ્રતિનિધી ચૂંટવાની સતા બધા નાગરીકો અને મતદારોને હોવા છતાં પ્રતિદિન વધુને વધુ ભ્રષ્ટ અને ગુનેગાર ઉમેદવારને લોકો મત આપીને સરકારમાં સતા પર બેસાડે છે સમાજના બહુમતિ નાગરીકોની મરજી ભ્રષ્ટાચારની તરફેણમાં રહે છે તો સુખશાંતીના ઉત્તમ માર્ગ તરીકે ભ્રષ્ટાચારને સર્વજન સુખાય સર્વજન હિતાય ગણીને સ્વિકારવો જોઇએ સમાજના વિકાસમાં બધાએ ભ્રષ્ટાચાર કરીને સિંહફાળો આપવો તેમાં રાષ્ટ્રનો અને પોતાનો વિકાસ છે

કારણ કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી સામે આજ સુધીમાં કોઇ શિક્ષાત્મક પરીણામ આવ્યુ નથી ભ્રષ્ટાચાર કરનારાઓ દિવસે દિવસે વધુને વધુ સુખીએ અને શક્તિમાન બની રહ્યા છે મોટા ભ્રષ્ટાચારીઓ અને મોટા કૌભાંડકારો આજે દેશની સરકારોમાં મંત્રીઓ બની રહ્યા છે રાષ્ટ્રીયનેતાઓ બની રહ્યા છે ભ્રષ્ટાચારની વિરોધમાં રહેનારાઓ આજે પણ કંગાળ છે અને તેના જીવનનો કિંમતી સમય વ્યર્થ વેડફી રહ્યા છે.             

                                           ( રાજ પ્રજાપતિ – ગાંધીનગર – ૯૪૨૮ ૬૬૧૧૬૬ )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: