Posted by: rajprajapati | 05/06/2013

કસુંબલ કુમકુમ એટલે સૌભાગ્યની રંગોળી પુરતી મહેંદી

કસુંબલ કુમકુમ એટલે સૌભાગ્યની રંગોળી પુરતો મંહેદીનો રંગ

          મહેંદીના ઘુંટાયેલા મીજાજને લખવા માટે એશીયાટીક સિંહોથી જાણીતા ગીર વિસ્તારની આ વાત આજે ફરી યાદ આવી ગઇ હું ગીરના એક ગામમાં રહેતો હતા ત્યારે એકવાર હું નદીમાં ધુબાકા મારીને ચડી પહેરવા કાંઠે બેઠેલો ત્યારે બાજુના ખેતરની મહેંદીની વાડ પાસે બેસીને ગામની છોકરીઓ ગીતો ગાતી હતી મને થયુ કે મારી જેમ નિશાળેથી ગુલ્ટી મારીને ઢાંગીઓ ખેતરોમાં મહેંડી તોડે છે છોકરીઓ સાથે એક છોકરી એવી હતી કે તેના થોડા દિવસો પહેલા લગ્ન હતા તે ગીતો કેમ ગાતી હતી અને મહેંદીના પાન ચુંદડીમાં ભેગા શા માટે  કરતી હતી તે ત્રણ દાયકા પછી સમજાયુ છે    

          લગ્ન કે શુભ પ્રસંગે મંહેદી મુકવાની પ્રથા ક્યારથી અમલમાં આવી તે નક્કી કરી શકાતું નથી પણ મંહેદી વિનાનો કોઇ સૌભાગ્ય પ્રસંગ શક્ય નથી મહેંદી સ્ત્રીઓ માટે જેટલી અનિવાર્ય છે તેનાથી વધુ પુરૂષ વર્ગ માટે લાગણીના ઉદીપક જેવી હોય છે યુવા હૈયાને મહેંદી રોમેન્ટીક બનાવે છે તો સ્ત્રીઓને મહેંડી શરમાળ પણ બનાવે છે પણ સરાવલે તો મહેંદી પ્રેમસગાઇનું પ્રતિક હોય છે 

         એક હૈયાની ચુરપ્રશુર લાગનીને મૌન રીતે બીજા હૈયા સુધી પહોંચાડતો રંગ મંહેદીનો હોય છે કુદરતની વ્યવસ્થાઓ પણ અજીબો ગરીબ હોય છે પિયુ માટે પોતાનો પ્રેમ અને જોબનનું જોમ કેટલું ઘટ છે તે નવોઢાની લાલ ચટક મહેંદીથી પિયુજીને ખબર પડતી હોય છે લગ્ન સમયે નવોઢા સ્ત્રી અચુક મહેંદી મુકે છે તેની પાછળ નવદંપતીના સૌભાગ્યની ભાવના રહેલી છે શુભ પ્રસંગો પર મહેંદી મુકવાથી પ્રંસગ વધુ ઉમંગ દાયક બની જતો હોય છે મહેંદી દ્વારા જોનારાને પ્રેમની અભિવ્યક્તિ અનુભવાય છે

         લગ્નના ૨૧ દિવસ પહેલા પૂનમ કે એકાદશીના દિવસે જેના લગ્ન હોય તે કન્યા સખીઓ સાથે મહેંદીના છોદ પાસે જઇ કુમકુમ અને અક્ષતથી ચાલ્લો કરીને મહેંદીને આમંત્રીત કરતી હતી મંહેદીના છોડ નીચે દિવડો કરીને કન્યા છોડને પ્રાર્થના કરતી કે તેના લગ્નજીવનમાં સદાય સૌભાગ્ય જળવાય રહે તે માટે તમારા રસતત્વને આમંત્રીત કરીએ છીએ પૂનમ કે એકાદશીના બીજા દિવસે સવારે સખીઓ છોડ ઉપરથી મહેંડીના પાન ઉતારતી હતી ત્યાં ଑પધારજો જ્યારે જુની રૂઢીગત પરંપરાઓ અમલમાં હતી ત્યારે મંહેંદીના છોડ નીચે કન્યાની ચુંદડી પાથરીને બધી સખીઓ મહેંદીના પાન તોડીને તેમાં ભેગા કરતી પછી આ મહેંદીને લગ્ન ગીતો ગાતા ઘુંટવામાં આવતી હતી

         આમંત્રણ આપીને બીજા દિવસથી ત્રણ દિવસ માટે રોજ સવારે સખીઓ સાથે તે છોડના પાંદડાઓ ઉતારવા જતા, મંગળ ગીતો ગાતા ગાતા ચુંદડીમાં ભેગા કરેલા પાનને ત્રણ દિવસ સુધી એકઠા કરીને ચોથા દિવસે વાટીને ઘુંટવાની શરૂઆત થાય છે રોજ સખીઓ ભેગી થઇ મંહેદીને વારંવાર ઘુંટે છે કંસુબો ઘુંટાય તો વધુ મદ ચડે તેમ કન્યાએ હૈયુ રેડીને ઘુંટેલી મહેંદીનો રંગ વધુ ઘટ અને પાકો બને છે મંડપમુહર્તના ત્રણ દિવસ પહેલાથી બે વાર કન્યાના હાથ-પગ અને વાળમાં ભાભીઓ તથા સખીઓ મહેંદી મુકે આવે છે જેના પહેલા ખોળે દિકરો હોય તેવી પરણીતાના હાથે મંહેદી મુકાવવાથી પુત્રરત્નની પ્રાપ્તિ થવાની  ભાવના પણ વણાયેલી છે

         મોર્ડન અને ફેશનના આ વર્તમાનમાં લગ્ન એક ફોર્માલીટી બની ગયા છે પૈસાનો દેખાડો અને સુખી હોવાનુ પ્રદર્શન કરવા અનાવશ્યક ખર્ચથી થઇ રહેલા લગ્નોમાં મહેંદી બ્યુટીશીયનના તૈયાર કોનમાં કેદ થયેલી છે આ ટ્રેન્ડમાં વિતેલા દિવસોની સૌભાગ્ય પરંપરાઓ વિસારી દેવાય છે એક શહેરથી બીજા શહેર અને એક ગામથી બીજા ગામ સુધી નવપરણિતોની લાગણીને પહોંચાડતી મહેંદી પરંપરા માટે “ મહેંદી તે વાવી માળવે ને રંગ ગયો ગુજરાત રે …..મહેંદી રંગ લાગ્યો” ગવાતું રહ્યુ છે મહેંદીનો ખિલતો રંગ પ્રિતનો રંગ છે મહેંદી જેટલી ઘટ રંગ પકડે તેટલી ઘાટી પ્રિત નવદંપતિમાં ખિલે છે     

         તામ્રપત્ર કે ભોજપત્ર ઉપર પંડીતો શુભયંત્રોની રચના કરે છે તેમ વિધિસર દાડમની ડાળખી લાવીને કન્યાના હાથ-પગ ઉપર મહેંદી મુકવામાં આવે છે બાજોઠ ઉપર બેસાડીને હળદર કુમકુમ અને ચંદનના છાંટણાવાળી ચુંદડી ઓઢાડીને કન્યાના હાથ ઉપર મહેંદી મુકીને સૌભાગ્યની વિધી થાય છે આધ્યાત્મિક રીતે મહેંદીદીની રસમને લગ્નજીવનમાં ખુબ મહત્વની ગણાવાય છે સૌભાગ્યનું યંત્ર કન્યાના હાથમાં રચવામાં આવે છે કારણકે મંહેદીમાં શુભાકર્ષણનો પ્રાકૃતીક ગુણ રહેલો છે વાતાવરણમાંથી શાંતીના વિચારોની સાથે સાથે હાથ પગ અને માથા ઉપર મુકાયેલી મહેંદીથી કન્યાના શરીરને શિતળતા મળે છે કેમ માન્યતા મુજબ મહેંદીને લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવે છે

         પૌરાણિક સમયમાં ખાસ પ્રકારના યજ્ઞોમાં આહુતી આપનારા ઋષિમુનીઓ પણ ચોક્કસ પ્રકારથી હાથમાં મહેંદી મુકતા હતા કળીયુગને તામસી અને રાજસી ગણાવાયો છે એટલે કળીયુગમાં ભગવદ્દજનો પણ પગમાં નિયમિત મહેંદી મુકીને માનસીક શિતળતા જાળવે છે મહેંદીની અગત્યતા બ્યુટીશીયનોના પાર્લરોમાં સમાતી જાય છે કોનમાં કેદ થઇ ચુકી છે ત્યારે મંહેદીના પાન ચૂંટીને ઘુંટી ઘુંટી ચટકદાર મહેંદી મુકવાની પળોજળ કરવાનો હવે કોઇ પાસે સમય નથી જેથી મહેંદીના ગુણતત્વો અને મહાત્મયને લોકો ભુલી ચુકયા છે

         મહેંદી મુકેલી નવવધુના હાથમાં મહેંદીનો રંગ રહે ત્યાં સુધી તેને કોઇ ઘરકામ કરવા દેવામાં આવતું નથી મહેંદીને આપણે આભુષણ તરીકે ઓળખી રહ્યા છીએ પરંતુ હક્કિતમાં પ્રાચિન અને અર્વાચીન સમયમાં મહેંદી હંમેશા શુભપ્રસંગોમાં અવલ્લ દરજ્જે રહી છે મહેંદી ડીઝાઇનીંગ અને મહેંદી પાઉડર તથા મહેંદી કોન બનાવવાનો એક વિશાળ ગૃહઉદ્યોગ હજારો લોકોને રોજગારી આપે છે રોજગાર અને આવક માટે મહેંદી સાથે સંકળાયેલા લોકોને મહેંદીની સાથે જોડાયેલા મહાત્મયો અને અમુક વૈજ્ઞાનીક અભિગમોની જાણ નથી હોતી

મહેંદીમાં એક ખાસ પ્રકારનું અને મોહક સુંગધી દ્વવ્ય સમાયેલુ છે જે મંથનથી વધુ અસરકારક બને છે મહેંદીની સુંગધનો તંત્ર વિજ્ઞાનમાં પણ સારો ઉપયોગ થઇ શકે છે મહેંદીમાથી નીપજતા હીના અને ફીરદોસ જેવા અત્તરોનો ઉપયોગ ઘણી માંત્રીક અને અજ્ઞાત શક્તિઓની કૃપા મેળવવા થાય છે મહેંદી વિશે હજારો કવિતાઓ, ગઝલો અને શેરો લખાયા છે જેના કારણે કવિઓના મનમાં મહેંદીનો રંગ વધુને વધુ ઘટ બનતો રહે છે આથી મહેંદીને ક્યારેય ભુતકાળ કે ભવિષ્ય કાળ બનશે નહીં મહેંદી કાયમ વર્તમાન બની રહેશે.          

                                                            (રાજ પ્રજાપતિ –ગાંધીનગર – ૯૪૨૮૬૬૧૧૬૬)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: