Posted by: rajprajapati | 22/07/2012

ગુજરાત પ્રજાસતાક સમિતિ

ગુજરાત પ્રજાસતાક સમિતિ

   

 લોકશાહીનો બિનરાજકીય ચૂંટણી ઢંઢેરો.

( આ પોસ્ટ અનેક મિત્રોએ વાંચ્યા બાદ અમોને ઘણા ફોન આવેલા છે કે આ ચૂંટણી ઢંઢેરામાં જે બાબતો જણાવી છે તે શક્ય નથી——  આ પોસ્ટ કોઇ સામાન્ય બાબત નથી કારણકે વિધાનસભા કે લોકસભા ચલાવવી તે ખુબ ગંભીર અને ખુબ કુશાગ્ર બુધ્ધીનું અત્યંત અઘરૂ કામ છે. રાજય સરકારમાં લાખો કર્મચારીઓ અને હજારો અધિકારીઓનું વહિવટી તંત્ર પ્રમાણીકપણે ચલાવવું ખુબ કઠીન છ પોસ્ટવાંચનાર દરેક મિત્રોને આ અશકય જેવું લાગે છે પણ આ ઢંઢેરો જાહેરમાં મુકનાર પાસે તેનું સ્પષ્ટ આયોજન છે અનેરાજય સરકાર ચલાવવા અને પ્રમાણીક વહિવટ માટે કેમ.. કેવી રીતે અને કોના દ્વારાક્યા કામો કરવા જોઇએ તેનુંઆવશ્યક વ્યવસ્થાઓ અને માહિતીઓ છે ફેસબૂકમાં અને અનેક રીલેશન સાઇટો પર કવિતાઓ અને જોડકણા લખવા કરતાં જે માતૃભુમીનું અન્ન ખાઇએ છીએ તે માતૃભુમી ઉપર ભ્રષ્ટાચાર કરતા રાજકીય પક્ષોના સતા માટે ઉભા કરેલા ભ્રષ્ટ લોકો કરતાં નવા બિનરાજકીય ઉમેદાવરોને મતદાન આપીને પરીવર્તન તથા ક્રાંતીની આ એક પાયાના જનઆંદોલન માટેપણ આપ ઇન્ટરનેટ નો ઉપયોગ કરી શકો છો- આ બ્લોગની લીન્ક આપ મોબાઇલથી SMS કરીને લાખો મિત્રો સુધી પહોંચાડીને પ્રમાણીક સમાજ અને તટસ્થ તંત્ર વ્યવસ્થા માટેના પરીવર્તન માટે સહભાગી થઇ શકો છો. આજે કેન્દ્ર સરકાર અને રાજ્યો સરકારોમાં વંશ વેલાની રાજકીય વ્યવસ્થાઓ ચાલે છે બાપ- દિકરી-દિકરા-જમાઇઓ- પત્નિ-પુત્રવધુ- એક પછી એક ઘરના લોકો ભ્રષ્ટાચાર કરવા સતા પર આવે છે અમુક લોકો વર્ષોથી રાજકીય પક્ષોના મોવડી તરીકે સતા ભોગવે છે આજે દેશમાં અને રાજ્યમાં સલામતિની કોઇ વિશ્વસનીયતા રહી નથી.પોલીસનો અને સરકારી એજન્સીઓ ભ્રષ્ટ રાજકારણીઓ કાયમી દુર ઉપયોગ કરે છે સમાજ વ્યવસ્થાઓ આમ જ ઉતરોતર કથળતી જશે અને બદતર બનશે તો થોડા વછી સામાન્ય માણસને જીવવું મુશ્કેલ બનશે) આપ આ પોસ્ટરૂપે રજુ કરેલા ચૂંટણી ઢંઢેરાને ગંભીરતા વાંચો અને આ બ્લોગની લીન્ક આપ મોબાઇલથી SMS કરીને આપના મોબાઇલમાં રહેલા નંબરો પર મોકલી આપો) આભાર.. જય ગુજરાત -જય ભારત……

સૌનું રોકાણ — સૌનો પુરૂષાર્થ — સૌનો વિકાસ –સૌનો રોજગાર એટલે  સર્વોદય વિકાસ

     ( બિનરાજકીય રીતે પ્રજાના જાહેર હિત માટે લડી રહેલા ઉમેદવારો માટે )

 

v     સામાન્યવહિવટ——————————————–

 

 •  શહેરીકરણને કારણે જમીનો અને મકાનોમાં બ્લેક માર્કેટીંગ વધી જતા  અનેક સમસ્યાઓ સર્જાય રહી છે જેથી ગ્રામ્ય વિસ્તારોનો આધુનિક સુવિધાઓ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાનો વિકાસ કરાશે.

 •  રાજ્ય સરકારના દરેક ઠરાવો અને પરીપત્રો તથા જી.આર.ની નકલો પ્રત્યેક ગ્રામ પંચાયતો અને વોર્ડની કચેરીઓમાં નિયમિત ઉપલબ્ધ કરાવાશે.

 •  ઉચ્ચ પગાર ધોરણ પ્રમાણે ફરજ બજાવવાના હેતુથી કચેરીઓનો સમય સુધારાશે અને પગાર પ્રમાણે દરેક રાજ્યસેવક પાસેથી પુરતી કામગીરી કરવાશે.

 •  ભુતકાળના તથા હાલના હંગામી નોકરીયાતોને તેની લાયકાત પ્રમાણે કાયમી કરાશે અને તેનું પુરતુ વળતર ચુકવાશે. 

 •  ફરજમાં બેદરકારી રાખનાર કોઇપણ કક્ષાના સરકારી કર્મચારીને સ્થળ ઉપર બરતરફ કરાશે અને તેની જગ્યાએ સ્પોટ એપોઇન્મેન્ટ સિસ્ટમથી સ્થાનિક બેરોજગારની નિમણુંકો કરાશે.

 •  પબ્લીકફંડનાનાણાનો દુરઉપયોગ કે ઉચાપત કરનાર કોઇપણ અધિકારી કે અન્ય નાગરીકને જેલ ભેગા કરીને તેની મિલ્ક્તો જપ્ત કરાશે.

 •  ચુંટાયેલા કોઇપણ નાગરીકને એક વ્યક્તિ એક હોદાની જવાબદારી રહેશે.

 •  રાજ્યમાં કોઇપણ જાહેર સંસ્થાઓ અને સહકારી જગ્યાઓ પર એક વ્યક્તિ એક હોદાની નિતીથી વહિવટી વ્યવસ્થાપન કરાશે.

 •  રાજ્યનો કોઇ નાગરીક એક સાથે બે જગ્યાના હોદા ધારણ કરી શકશે નહીં

 •  વસતીના પ્રમાણમાં દરેક સરકારી કચેરીઓમાં  પુરતો અને પુરતા પગાર સાથેનું કાયમી મહેકમ નિમંણુક કરાશે.

 •  તમામ સરકારી કર્મચારીઓને પણ એક પ્રકારનો ગણવેશ ફરીજીયાત કરાશે. અને રાજ્યસેવકનું વિશિષ્ટ ઓળખપત્ર અપાશે.

 •  કામચોરો,આળસુ અને ગેરરીતી આચરતા કોઇપણ કર્મચારીને સ્થળ પર બરતરફ કરવા “વીજીલીયન્સ ફલાંઇગ સ્કવોડ’’ રચાશે અને સ્થલ પર નિકાલ કરશે.

 •  ઉદઘાટન અને અન્ય રાજકીય સંમારભો બંધ કરાશે. પ્રજો દ્વારા ચૂંટાયેલ કોઇપણ પ્રતિનિધી પ્રજાના કરવેરાથી તેના પ્રજાની સાર્વજનીક સુવીધાની શુભારંભના ખર્ચ કરી શકશે નહીં પ્રજાને મુર્ખ બનાવતા શુભેકચ્છા સંદેશાઓ પાઠવશે નહીં પ્રજાનો પ્રતિનિધી ફકત તેની જવાબદારી પુરી રીતે નિષ્ઠાપુર્વક નિભાવશે.

v લોકશાહીની ચોથી જાગીરને સમપ્રમાણ સતા —————

 •  લોકશાહીના તટસ્થ ઉતરદાયીત્વ માટે પત્રકારોને ૧૦.૦૦૦ થી ૨૫૦૦૦ સુધી માસીક માનદ વેતન અપાશે

 •  આચારસંહિતા અને જાહેરહિતમાં સ્પષ્ટ ઉતરદાયીત્વ નિભાવનાર દૈનિક અને સાપ્તાહિકોને કાગળ અને છાપકામનો ૫૦ ટકા ખર્ચ સમિતિના નિયમોને આધિન ચોક્કસ મર્યાદા સાથે અપાશે.

 •  રાજ્યના બજેટમાંથી લોકશાહીની ચોથી જાગીર માટે કુલ બજેટના ૫ ટકા બજેટની ફાળવણી કરીને વહિવટી તંત્ર અને સામાજીક જવાબદારીઓમાં અખબારોને સાંકળવામાં આવશે.

 •  તાલુકા અને જીલ્લા મથકે નિયમાનુસારના પત્રકારોને ૩ બેડરૂમના ફ્લેટ અપાશે. ચોથી જાગીરના જાહેરસેવકો ( પત્રકારો) માટે  દરેક શહેરમાં બોર્ડરૂમની સિવિધા ઉભી કરાશે અને અલાયદો પ્રેસ કોન્ફરન્સ રૂમ બનાવાશે.

 •  દરેક જીલ્લા અને અને નાના શહેરોમાં પત્રકારો માટે પ્રેસહાઉસનું નિર્માણ કરાશે અનેતેમાં ટોકનભાડાથી ઓફીસ અપાશે. પત્રકારોની કચેરીઓને રાજ્ય સરકાર દ્વારા કોમ્પ્યુટરો અને બ્રોડ-બેન્ડ કનેકશનની સુવિધા અપાશે. 

v મહિલાવિકાસ——————————————-

 •  વિધવા. ત્યકતા અને નિરાધાર કે ઓશિયાળી બની રહેતી બહેન- દિકરીઓ માટે હોસ્ટેલ અને દરેક તાલુકા મથકે અને ગ્રામ્ય કક્ષાએ ગૃહ ઉદ્યોગો ચાલુ કરી સુરક્ષિત અને સંપુર્ણ રોજગાર અપાશે

 •  બહેનો માટે તાલુકા અને ગ્રામ્ય ક્ક્ષાએ રોજગાર પુરો પાડવા અને જરૂરી તાલીમ પુરી પાડવા તાલીમી લધુ ઉદ્યોગોની લોક-ભાગીદારીઓથી સ્થાપના કરાશે.

 •  દરેક તાલુકાઓમાં નિકાસ કેન્દ્રની સ્થાપના થશે અને તૈયાર થતા માલ સામાનની આતરરાષ્ટ્રિય નિકાસ કરાશે. વિદેશી નાણાં ઘરે બેસીને કમાવાની આંતરાષ્ટ્રીય વ્યવસ્થાઓ થશે.  

v જળવ્યવસ્થાપન અને સિંચાઇ —————

v

 •  ગ્રામ્ય વિસ્તારની દરેક નાની મોટી નદીઓને નર્મદા સાથે જોડવામાં આવશે.

 •  લોકભાગીદારીથી વોટર ફિલ્ટરનું ઉત્પાદન કરાશે અને પડતર કિંમતથી દરેક ગામ અને ઘરમાં પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થાઓ કરાશે.

 •  ચેક ડેમો- તળાવોની પાઇપ લાઇનથી નર્મદા કેનાલ સાથે સીધુ જોડાણ અપાશે અને ખેતી માટે બારેમાશ પાણીની વ્યવસ્થાઓ નિર્માણ કરાશે.

 •  ધાર્મિક અને સામાજીક સંસ્થાઓની ભાગીદારીથી નાની નદીઓ ઉપર નાના મોટા ડેમ અને બંધારાઓ બાંધી પાણીનું કાયમી વ્યવસ્થાપન કરાશે.

 •  દરેક ગામમાં અને શહેરોમાં વોર્ડ પ્રમાણે પીવાના શુધ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ સ્થાપશે.

v      કૃષિવ્યવસ્થાપન—————————————

 •  ખેતીની સાચી અને યોગ્ય ઉપજ માટે હોર્ટીકલ્ચર અને ફ્લોરીકલ્ચર સાથે કૃષિની યોજનાઓને તમામ ખેતરો સુધી અમલી કરણ કરાશે.

 •  દેશી અને સેન્દ્રીય ખાતર તેમજ જરૂરી દવાઓ માટે દરેક ગામમાં કાયમી વ્યવસ્થાપન કરાશે.

 •  દરેક ખેતરને રાજ્ય સરકાર તરફથી મફત વિજળી જોડાળ અપાશે અને કૃષિના વિજળી વપરાશને કરવેરામાંથી મુક્તી અપાશે. ખેડુતો અનાજ નહીં પકાવે તો ખાઇશુ શું ?

 • કપાસની નિકાસ પ્રમાણિત કરીને રાજ્યમાં ફરી કાપડ ઉત્પાદન કરતી પબ્લીક ભાગીદારીથી કાપડ મીલો શરૂ કરાશે.

 

v      પશુપાલન ——————————

 •  દરેક ગામમાં સરકારી ધોરણે પશુશાળાઓ અને ગૌશાળાઓ નિર્માણ થશે.

 •  દરેક પાંચ ગામ માટે કાયમી વેટરનીટી ડોકટર અપાશે અને દરેક તાલુકામાં ૫ જેટલી વેટરનીટી વાન અપાશે.

 •  ગૌચરની અને પડતર જમીનો પર સ્થાનીક ગ્રામજનોને સાંકળતું સાર્વજનીક ટ્રસ્ટ  બનાવીને ગામના પશુઓ માટે કૃષિ વિકાસ કરાશે.  

v  ગ્રામ્ય વિકાસ અને યોજનાઓ————————

 •  રાજ્યના વહિવટમાં ગ્રામ પંચાયતોને સીધી સામેલ કરાશે.

 •  જીલ્લા પંચાયતોને વિધાનસમિતીઓ સાથે સીધી જોડાણ કરાશે. અને જીલ્લા વિકાસ સમિતીઓની રચના કરી વિધાનીક સમિતીઓ સાથે રાજ્ય વિકાસ સમિતી રચાશે જે જીલ્લાના વિકાસ અને યોજનાઓને અમલવારી માટે સીધુ સુપરવિઝન કરશે.

 •  દરેક ગામપંચાયતમાં સરકારી ધોરણે બ્રોડ બેન્ડ ઇન્ટરનેટ કનેકશન અને નાગરીક સુવિધા કેન્દ્ર અપાશે.

 •  ગ્રામ્ય વિસ્તારના તમામ રસ્તાઓ ટકાઉ અને મજબુતીથી કોઇપણ ભ્રષ્ટાચાર વિના તૈયાર કરાવાશે. નાની મોટી નદીઓના પુલો બનાવાશે.

v પબ્લીક વીજીલીયન્સકાઉન્સીલ———————–

 •  રાજ્ય સરકારમાં નોકરી કરતાં રાજ્ય સેવકોની અપ્રમાણિકતા અને ભ્રષ્ટાચારની નાબુદ કરવા એડમીનીસ્ટ્રેશન વીજીલીયન્સ કાઉન્સીલની રચના કરાશે. આ કાઉન્સીલ ફકત ૭ દિવસમાં ભ્રષ્ટ કર્માચારી સામે તપાસ કરીને તેને કાયમી બરતરફ કરશે અને નવા રાજ્ય સેવકની તાત્કાલીક ભરતી કરશે..

 •  સરકારી કચેરીઓના ભ્રષ્ટાચારને નાબુદ કરવા ભ્રષ્ટ રાજ્યસેવકો સામે રાજદ્રોહના ગુનાસર ફોજદારી કાર્યવાહીઓ કરાશે.

 •  ભ્રષ્ટ કર્મચારીઓ પાસેથી પબ્લીક ફંડના નાણા વસુલાશે અને જવાબદાર કર્મચારીઓને જેલ ભેગા કરાશે.

v નાણાંકીય વ્યવસ્થાપન——————————

 •  નાગરીકોની સીધી શેર ભાગીદારીથી રાજ્યમાં ૪૦.૦૦૦ શાખાઓ સાથે “ગુજરાત સ્ટેટબેંક” ચાલુ કરાશે અને સરકારી અને જાહેર વહિવટની કાર્યવાહીઓ ગુજરાત બેંકમાંથી થશે.

 •  દરેક નાગરીક તેના નાણાંકીય વ્યવહારો પ્રમાણિક પણે કરી શકે અને કાળાનાણાંના વ્યવહારો નાબુદ કરવા ખાસ યોજના અમલમાં લવાશે.

 •  રાજ્યના બજેટની નકલ દરેક ગ્રામ તાલુકા અને જીલ્લા પંચાયતોને અપાશે

 • ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જીલ્લા પંચાયતો, નગરપાલીકાઓ, મહાનગરપાલીકાઓમાં જાહેર હિસાબ સમિતિની રચના કરાશે અને પ્રતિ વર્ષની આવક જાવક અને બજેટની વિગતો સ્થાનીક વિસ્તારના દરેક ઘરને અપાશે.

 •  દરેક યોજનાઓની સીધી અમલવારી માટે ગ્રામ પંચાયતોથી નાણાંકીય ફાળવણી થશે

 

 •  ન્યાય અને સુરક્ષા વ્યવસ્થાઓ————————————-

 •  રાજ્યમાં દેશની સૌથી મોટી જેલનું નિર્માણ કરાશે. અને ઓનલાઇન કોર્ટથી કૈદીઓની હાજરી લેવાશે. કૈદીઓને જેલ બહાર જવા દેવામાં આવશે નહીં

 •  સજા પામેલા અને ટ્રાયલ કૈદીઓ તથા રીઢા ગુનેગારો માટે જુદી જુદી જેલો નિર્માણ થશે.

 •  વસતીના પ્રમાણમાં દરેક પોલીસ સ્ટેશનોને પુરતો અને પુરતા પગાર સાથેનું કાયમી મહેકમ નિમંણુક કરાશે. આધુનિક વાહનો અપાશે

 •  ટ્રાફિક રાજ્યની કાયમી સમસ્યા હોવાથી ટ્રાફિક અને બંદોબસ્તની પોલીસની નવી શાખાઓ શરૂ કરાશે. મોબાઇલ કોર્ટ દ્વારા સ્થળ પર દંડનીય કાર્યવાહીઓ કરાશે.

 •  ઝડપી ન્યાય માટે રાજ્યના દરેક જીલ્લામાં હાલની કોર્ટ કરતા બમણી કોર્ટો ઉભી કરાશે.

 •  હાઇકોર્ટમાં નવી ૫૦ કોર્ટો ઉભી કરાશે.

 •  સુપ્રીમ કોર્ટની એક બેંચ શરૂ કરાશે.

 •  રીઢા અને વ્હાઇટ કોલર ગુનેગારો સામે સખત કાર્યવાહી કરીને જાહેર સમાજ વ્યવસ્થાને ગુનાહિતોથી સંપુર્ણ મુક્ત કરાશે.

v શ્રમ અને રોજગાર ———————-

 •  રાજ્યમાં દરેક જીલ્લામાં પબ્લીક બોન્ડ ભાગીદારીથી વિવિધ ઉત્પાદનો કરતી ઇ ન્ડસ્ટ્રીઝ નિર્માણ કરાશે અને શિક્ષિત –અશિક્ષિત દરેક નાગરીકને રોજગાર મળે રહે અથવા તેને બો ન્ડ ને કારણે માસીક આવાક થશે. કોઇ નાગરીક બેરોજગાર રહેશે નહીં રાજ્યના કોઇપણ નાગરીકને રોજગારની સમસ્યા રહેશે નહીં.

 •  દરેક તાલુકામાં બોન્ડ ભાગીદારીથી કન્ટ્રકશન કંપનીની રચના કરાશે અને તાલુકાના દરેક નાગરીકને તેના બોન્ડ અપાશે તાલુકા કક્ષાના તમામ રોડ રસ્તાઓ અને મકાનોનું નિર્માણ કાર્ય તાલુકાની આ કંપનીઓ દ્વારા કરાશે.

v શિક્ષણ———————————————

v

 •  ગુજરાતના કોઇપણ નાગરીકને ભેદભાવ વિના સરકારી ધોરણે દરેક પ્રકારનું શિક્ષણ નિશુલ્ક અપાશે.

 • તમામ પ્રકારના શિક્ષણ માટે શિક્ષકો અને પ્રાધ્યાપકો તથા અધ્યાપકોને રાજ્ય સરકાર પાઠ્ય પુસ્તકો સરકારી ખર્ચથી આપશે. વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો વિના શિક્ષકોએ સાચી રીતે શિક્ષણ આપવાની ફરજ રહેશે.

 •  દરેક ગામ અને શહેરોમાં વોર્ડ પ્રમાણે ધોરણ ૧ થી ૧૨ ની ડે-સ્કુલ પધ્ધતિની આધુનિક સ્કુલો બનાવાશે.  શિક્ષણનો ઉદ્યોગ સંદતર નાબુદ કરાશે.

 •  બાળકોના સર્વાગી વિકાસ અને પોષણક્ષમ આહાર અને સંસ્કારો માટે સક્ષમ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાશે.

 • ફકત ૨૦ મહિનામાં દરેક જીલ્લામાં વસતીના પ્રમાણમાં ટેકનીકલ. એન્જીનયરીંગ. આઇ.ટી. મેડીકલ અને અન્ય કોલેજો નિર્માણ કરાશે. અને પુરતા પ્રમાણમાં અધ્યાપકોની કાયમી નિમંણુકો કરાશે.

 •  પાયાની અને સંપુર્ણ સાચી શિક્ષણ પધ્ધતિ દાખલ કરાશે દરેક શાળાઓમાં બે કે તેથી વધુ અંગ્રેજી શિક્ષકોની કાયમી નિમણુકો કરીને દરેક વિદ્યાર્થીને પ્રાથમીક કક્ષાથી અંગ્રેજી ભાષાનું પુરતુ જ્ઞાન અપાશે અને આંતરાષ્ટ્રીય પ્રવાહો પ્રમાણે શિક્ષિત કરાશે.

 •  સમગ્ર  રાજ્યના દરેક વિદ્યાર્થીને  પડતર કિંમતે ત્રણ કોમન યુનીફોર્મ અપાશે અને અનુસાશનનો કડક અમલ કરાશે.

 •  રાજ્યમાં ટ્યુશન પ્રથા સંપુર્ણ નાબુદ કરાશે અને ટ્યુશન ચલાવતા શિક્ષિતોને તેની લાયકાત પ્રમાણે સરકારી સ્કુલ કોલેજોમાં ભરતી કરી તેના કૌશલ્યનો પ્રમાણિક સદઉપયોગ કરાશે.

 •  એકથી બાર ધોરણના વિદ્યાર્થીને સમગ્ર રાજ્યમાં પરીવહન માટે વિદ્યાર્થી પાસ અપાશે.

 •  દરેક વિદ્યાર્થીને પ્રથમથી તેના સામાજીક દરજ્જાઓ સાથે બ્લ્ડ ગૃપ અને જન્મ તારીખ સાથેનું વિશિષ્ટ એક્રેડીટેશન સ્માર્ટ કાર્ડ અપાશે (જેમા વિદ્યાર્થીનો કાયમી કોડનંબર હશે જે તેના અંતિમ શિક્ષણ સુધી રહેશે.) અન્ય કોઇ પ્રમાણપત્રોની જરૂરીયાતો નાબુદ કરાશે.

 •  મંજુરોના અને ગરીબોના બાળકો માટે આધિનીક મોબાઇલ સ્કુલો દ્વારા તેના વિસ્તારમાં સ્થળ પર શિક્ષણ પુરૂ પડાશે. દરેક બાળકને તેની અનુકુળતા મુજબ શિક્ષણ અપાશે

 • રાજકારણીઓએ પોતે ખાનગી શિક્ષણનો ધંધો કરેલો છે પણ નવી સરકારી હાઇ સ્કુલો અને પ્રાથમીક શાળાઓ ચાલુ કરી નથી આથી દરેક શહેરમાં વોર્ડ પ્રમાણે વસતીના પ્રમાણમાં નવી આધુનીક સ્કુલો અને હાઇસ્કુલો ચાલુ નિર્માણ કરાશે અને તેના માટે નવા મકાનો બનાવાશે.

 •  દરેક સ્કુલોમાં એક યોગશિક્ષક અને વ્યાયામ શિક્ષકની નિમણુંકો થશે.

 •  રાજ્યમાં “એડમીનીસ્ટ્રેશન સાયન્સ” અને “સોશિયલ સાયન્સ” ના ડીગ્રી કોર્ષ ચાલુ કરાશે જેમાં વિધાનસભા, રાજસભા, લોકસભા, સંવિધાન, સરકારી કચેરીઓના સંચાલન,  વગેરે સામેલ હશે જેનાથી  રાજ્યના દરેક નાગરીક સરકાર ચલાવવા સક્ષમ બનશે.

v આરોગ્યઅનેઔષધો——————————————–

v

 •  માનવજીવનને નુકશાન કરતાં તમામ ઉત્પાદનો પર પ્રતિબંધ લદાશે.. ગુટકાના વેચાણ પર કાયમી પ્રતિબંધ લદાશે.

 •  દરેક તાલુકામાં આધુનિક હોસ્પિટલ અને જીલ્લા મથકે તમામ સારવાર આપતી અત્યાધુનિક સારવાર આપતી મલ્ટીપર્પઝ સરકારી હોસ્પિટલો પ્રમાણિક અને નૈતિકતાથી કાર્યરત ડોકટરોની કાયમી નિમણુકો સાથે કાર્યરત કરાશે.

 •  રાજ્યના ચાર ઝોનમાં વિશાળ આંતરાષ્ટીય સરકારી હોસ્પિટલો નિર્માણ થશે

 •  દરેક ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં યોગ્ય ડોકટરોની નિમણુક કરાશે અને આરોગ્ય કેન્દ્રોને આધુનિક બનાવાશે

 •  રાજ્યના કોઇપણ નાગરીકને આરોગ્ય જાળવણીના વિષયમાં ખર્ચ ના કરવો પડે તે પ્રમાણે આરોગ્ય સેવાઓ નિર્માણ થશે.

 •  દરેક ઘરને આયુર્વેદના ઉત્પાદનો અને રોગ નિવારણ માટેના ઉપયોગો માટે આયુર્વેદના ગ્રંથો સરકાર દ્વારા પુરા પડાશે.

v ઉર્જા વ્યવસ્થાપન ————————————–

v

 •  દરેક ગામમાં કૃષિ માટે વિજળીનું ખાસ નિયમન કરીને પુરતો પુરવઠો અપાશે.

 •  જે ઉદ્યોગમાં ગુજરાતના ૭૦ ટકા લોકોને રોજગાર અપાયેલ હશે તે ઉદ્યોગને પણ યોગ્ય નિયમનથી પુરતો વિજળી પુરવઠો અપાશે.

 •  વિજળીના ઉત્પાદન માટે સોલાર પેનલનું રાજ્ય સરકાર અને પબ્લીક ભાગીદારીની કંપની ઉત્પાદન કરશે અને દરેક ગામ તથા શહેરો અને રસ્તાઓને સોલાર વિજળીથી ઝગમગતા રખાશે.

 •  પાણી અને કોલસામાંથી ઉત્પન થતી વિજળી દ્વારા ખેતી અને ઉદ્યોગોને પુરવઠો પુરો પડાશે.

 •  રાજ્યમાં જરૂરત મુજબ વિજળી ઉત્પાદન કરવા માટે નદીઓનું એકત્રી કરણ કરીને પણ નવા ટર્બાઇન ચાલુ કરાશે .

 •  પવનચક્કીથી વિજળી ઉત્પાદન મેળવવા માટે રાજ્ય સરકાર પબ્લીક ભાગીદારીની કંપનીની સ્થાપના કરીને ગૃહ વપરાશની વિજળીનું વિશેષ ઉત્પાદન કરશે..

v મહેસુલ————————————————————

 •  રાજ્યના નાગરીકની અનામત રહેલી અને સંપાદન કરેલી હોય તેવી તમામ ફાજલ રહેલી જમીનોનું ધારાધોરણસર વળતર ચુકવાશે અથવા મુળ અધિકાર ધરાવતા લોકોને જમીનો પરત સોંપવામાં આવશે.

 •  રાજ્યમાં રેવન્યુ કોર્ટ શરૂ કરાશે જે જમીનો ના કેસોનો ફકત ૧૦ દિવસમાં હુકમ કરશે. જમીન વિવાદોના નિવારણ માટે દરેક જીલ્લામાં ખાસ રેવન્યુ કમિશ્નરોની અને નાયબ કમિશ્નરોની કચેરી ચાલુ કરાશે.

 •  દરેક ખાતેદારને તેની જમીન વિશેની માહિતી સાથેનું ખાતેદાર હોવાનું સ્માર્ટ કાર્ડ અપાશે.

v  નાગરીક  અધિકાર

 •  દરેક ઘરને સરકાર તરફથી માતૃભાષામાં દેશનું સંવિધાન અપાશે.

 •  દરેક ઘરને ફોજધારી. દિવાની તેમજ અમલમાં રહેલા કાયદાઓના પુસ્તકો નિશુલ્ક અપાશે તેમજ દરેક વોર્ડ અને પંચાયત કચેરીઓમાં કાયદાના પુસ્તકોની લાયબ્રેરીઓ કાર્યરત કરાશે જેથી દરેક નાગરીક પોતાના દેશના કાયદાઓ અને તંત્ર વ્યવસ્થાઓથી માહિતીગાર રહી શકે.

 •  દરેક નાગરીકને નાગરીક ડેટા-કાર્ડ ( સીટીઝન કાર્ડ) અને નાગરીક કોડ અપાશે જેના કારણે કોઇપણ વ્યકતિ પોતાની જાત અને ઓળખ છુપાવી શકશે નહીં. આ સીટીઝન કાર્ડથી દરેક વ્યક્તિની પ્રમાણિક આવક અને ખર્ચ નોધાયેલા રહેશે.

 •  કો–ઓપરેટીવ સહકારી અને ખાનગી બેંકોમાં ફડચામાં ગયેલા નાણાં ડીપોઝીટરોને પરત કરાશે.

v આવાસ અને માર્ગ વ્યવસ્થાપન ————–

 • ટ્રાફિક અને પાર્કીંગની વ્યવસ્થાઓ થઇ શકે તે રીતે અનધિકૃત બાંધકામોને નિશુલ્ક નિયમિત કરાશે. અનિયમિત રહેઠાણો ધરાવતા કોઇપણ નિર્દોષ નાગરીકને તેનું બાંધકામ નિયમાનુસાર નિશુલ્ક નિયમિત કરી અપાશે.

 •  ગ્રામ્ય વિસ્તારમાં બે- ચાર દાયકા રીપેર ના કરવા પડે તેવા જરૂરી પુલો સાથેના રસ્તાઓ તૈયાર કરાશે.

 •  શહેરી વિસ્તારોમાં સોસાયટીઓ અને મહોલ્લાઓમાં લોકભાગીદારીથી સીમેન્ટ રોડ બનાવાશે

 • ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની પડતર જગ્યાઓ પર આર્થીક રીતે પછાત વર્ગના પરીવારો માટે મકાનો બનાવાશે.

 •  નાગરીક ક્રમાંક કોડ ( સીટીઝન કાર્ડ) ની યોજનાથી  આર્થીક રીતે નબળા અને આવાસવિહિન પ્રજાજનોની ચોક્ક્સતા નક્કી થશે અને જેને આવાસ નથી તેના માટે તેના નજીકના વિસ્તારોમાં તેને ઘર અપાશે.

  *ફકત બે વર્ષમાં  શિક્ષકો અને અન્ય કર્મચારીઓ -અધિકારીઓ માટે ગ્રામ વિસ્તારમાં અને તાલુકા તથા જીલ્લા મથકો ઉપર સારી જગ્યાએ બે બેડરૂમના સરકારી ક્વાર્ટરો બનાવાશે.

  વન અને પર્યાવરણ

 •  રાજ્યમાં વન અને વૃક્ષોના વિકાસ માટે ખાસ યોજનાથી પ્રતિ વર્ષ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આશરે ૨૦ કરોડ વૃક્ષો ઉછેરાશે. વૃક્ષારોપણના નાટકીય કાર્યક્રમો સંદતર નાબુદ કરાશે.

 •  નિયત્રીત વન વિસ્તારમાં કેન્દ્ર અને આંતરાષ્ટ્રીય સહાયથી સુરક્ષાના કડક પગલા લેવાશે. વુક્ષછેદનની પ્રવૃતીને કાયમી ધોરણે કડક હાથે નાબુદ કરાશે. જરૂરી કાયદાઓ લાવીને વન વિસ્તારોને વધુ સુદઢ રીતે સુરક્ષિત કરાશે.

 •  પ્રદુષણ ફેલાવતા તમામ ઉદ્યોગોને બંધ કરાવશે

 •  પ્રદુષણ કરતા વાહનો અને અન્ય મશિનરીઓને પ્રતિબંધિત કરાશે.

 

v પરીવહન——————————————————-

 •  રાજ્યના સ્ટેટ ટ્રાસપોર્ટનું આધુનિકકરણ કરાશે અને પબ્લીક ભાગીદારીથી કંપની સ્વરૂપે લકઝરીસ સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. બસ સ્ટેશનોનું આધુનિક કરાશે.

 •  રાજ્યમાં આંતરીક હવાઇ ઉડાન માટે દરેક જીલ્લામાં નવા ડોમેસ્ટીક એરપોર્ટ બનશે તેમજ પબ્લીક શેરની કંપની દ્વારા ૪૦થી વધુ એરબસની ગુજરાત એરવેઝ શરૂ કરાશે.

 •  પબ્લીક ભાગીદારીથી શહેરી ટ્રાસપોર્ટ માટે કંપની સ્થાપાશે આ કંપની દ્વારા સીટી બસ સર્વિસ માટે મીની લકઝરી બસો ચાલુ કરાશે.

 •  બસો અને મીની બસોના ઉત્પાદન માટે રાજ્ય સરકાર પબ્લીક બોન્ડથી બોડી બાંધકામની કંપની સ્થાપશે જે ટકાઉ અને સુવિધાપુર્ણ બસોનું નિર્માણ કરશે અને અન્ય રાજ્યોને વેચાણ કરશે.

 

 •  ટેકનોલોજી–——————————————————-

 

 •  લેપટોપ- કોમ્પુટર- મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનીક ઉપકરણોના ઉત્પાદન માટે આંતર રાષ્ટ્રીય કંપનીઓ સાથે ટેકનોલોજીકલ કરારથી કંપનીઓની સ્થાપનાઓ કરાશે જે સંપુર્ણ ગુજરાતીઓની માલીકીની હશે ફકત જેમાં દરેક નાગરીકને એક શેર આપીને ફરીજીયાત ભાગીદાર બનાવશે.

 •  દરેક ગામ અને વોર્ડને એક સાયબર બુથ અપાશે જેનો સરકારી કામકાજ માટે કચેરી સમયમાં પ્રજાજનો મફત ઉપયોગ કરીને સરકારી કામો સરળતાથી કરી શકશે.

 •  આગામી ત્રણ વર્ષમાં રાજ્ય સરકાર પબ્લિક ભાગીદારીથી સેલ્યુલર કંપનીની સ્થાપના કરશે અને દરેક રાજ્યમાં આતરીક સંદેશા વ્યવહાર માટે નાગરીકને મફત સેવા પુરી પડાશે. 

 

 •  ખનીજ —————————————————————-

  તમામ પ્રકારના ખનીજોનું વેચાણ અને વિતરણ રાજ્ય સરકાર દ્વારા પબ્લીક સુપરવિઝનથી કરવામાં આવશે ખાનગી કંપનીઓને મળતો નફો અને આવક નાબુદ કરીને ખનીજોની આવકથી નિશુલ્ક શિક્ષણ અને નિશુલ્ક આરોગ્ય સેવાઓ ચલાવાશે.

  •  રાજ્યમાં પ્રતિવર્ષ ૨.૦૦.૦૦૦ કરોડનું ખનીજ વેચાણ થાય છે તેની વિરાટ આવક ખાનગી પેઢીઓ અને કંપનીઓને મળે છે તે બધી મિલ્કતો જાહેર પ્રજાની હોવાથી આપણી પ્રજાના પ્રતિનિધોની બિનરાજકીય સરકાર શિક્ષણ,પરીવહન, આરોગ્ય, સુરક્ષા અને ન્યાય વ્યવસ્થાપનના ખર્ચ માટે કરશે.

  •  દરેક તાલુકામાં ખનીજોના સુપરવિઝન માટે દરેક ગામના બે સભ્યપદવાળી એક નિયમન સમિતીની રચનાઓ કરાશે જે તેના તાલુકાના ખનીજોનું સુપ્રવિઝન કરશે.

v અન્ન અને પુરવઠો ——————————

 •  કઠોળ અને  અન્ય અનાજ તથા ખાધ્ય ઉત્પાદનોની રાજ્યની જરૂરીયાતો પ્રમાણે નિયંત્રીત કરાશે.. શાકભાજી- દુધ અને અન્ય સ્થાનિક જરૂરીયાતોના ખાધ્ય પદાર્થોની નિકાસ પર પ્રતિબંધ લવાશે જેથી સ્થાનિક બજારમાં તેનો ભાવ નિયંત્રીત રાખી શકાશે ( “ઘરના છોકરા ઘંટી ચાટે અને ચોરે મિજબાની” નો “નિકાસ” નો ખેલ બંધ કરાશે)

 •  દરેક તાલુકા અને શહેરમાં ફૂડ કોર્ટ કહલુ કરાશે જે મોબાઇલ લેબોરેટરી સાથે સ્થળ ઉપર કાર્યાવાહી કરીને ભેળસેળવાળા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરીને સ્થળ પર સજા કરશે અને સ્થળ પર લાયન્સ રદ કરશે

 • v સામાજીક જવાબદારીઓ ——–

 •  પરીવાર વિનાના અને નિર્વાહ ના કરી શકતા તમામ વૃધ્ધો માટે વડીલો માટે પેન્શન યોજના ચાલુ કરાશે અને દરેક તાલુકામાં વડીલો માટે ખાસ “સુવર્ણમંદિરો” નું નિર્માણ થશે જેમાં વડીલો તેમની મરજી મુજબ રહી શક્શે.

 •  વિકલાંગો માટે ઓશિયાળાપણુ નાબુદ કરવા ખાસ પ્રકારની શૈક્ષણિક અને તાલીમી છાત્રાલયો રાજ્યના ચાર ઝોનમાં નિર્માણ કરાશે.

 •  વિધવા અને ત્યકતા બહેનો માટે તેમજ નીરાધાર બહેનોના નિવાસ માટે દરેક જીલ્લામાં “વંદે માતરમ ભવન”નું નિર્માણ થશે.

 •  રાજ્યના અનાથ અને નિરાધાર બાળકો માટે દરેક જીલ્લામાં “બાળ મહેલ” નામથી છાત્રાલયો નિર્માણ કરાશે અને રાજ્ય સરકાર સર્વોતમ સુવિધા સાથે તેનું ભરણ-પોષણ અને શિક્ષણનો નિભાવ કરશે.

 •  સાચા સાધુ સંતો અને સન્યાસીઓ માટે રાજ્યમાં તેની નિષ્ઠાવાન અને આધ્યાત્મિક પ્રવૃતી બદલ વિશેષ સુવિધાઓ અને માસીક ભેટ-પુજા અપાશે.

 •  દરેક જીલ્લામાં સાચા સાધુ સંતો ફકીરો માટે “માનવ વાટીકા” નામનું સંત ભુવન અને ભોજનશાળા નિર્માણ થશે.

 •  સાધુ-ફકીરોને રાજ્યમાં પરીવહન માટે ખાસ એક્રેડીટેશન કાર્ડ અપાશે જેના દ્વારા સંતો ધર્મ સેવા માટે નિશુલ્ક યાત્રા કરી શકશે.

  પ્રત્યેક તાલુકામાં દરેક ધર્મ અને સંપ્રદાયઓનું સાચુ જ્ઞાન આપવા માટે “રીલીજીયન્સ એવન્યુ ” બનાવાશે. જે દરેક વ્યક્તિમાં માનવતા અને સત્યના ગુણોનો વિકાસ કરશે. જાતી-પાતી- કોમ અને જ્ઞાતિની બેડીઓથી મુકત કરીને માનવતાનો ધર્મ કાયમ કરશે.

  http://rajprajaapti.wordpress.com/

એક સાથે બધી બેઠકો પર યોગ્ય પ્રજાસતાક  ઉમેદાવારો ઉભા રાખવા માટેની રાજ્ય વ્યાપી સંગઠ્ઠનોની નેમ છે રાજકીય પક્ષોએ વર્ષો પ્રર્યત માત્ર ભ્રષ્ટાચાર અને વ્યાપક અસામાજીક પ્રવૃતીઓનો વિકાસ કર્યો છે અને પ્રજાને ૬૪ વર્ષથી વિશ્વાસઘાત કરીને છેતરી હોવાથી હવે પ્રજાને સાચી લોકશાહી શાસનની આવશ્યકતા છે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય કોઇ ત્રીજો મંચ કે સંગઠ્ઠન અસ્તિત્વમાં નથી ત્રીજો વિકલ્પ નથી માટે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના નક્કી કરેલા અસામાજીક ઉમેદાવારોને મતદાન આપવામાંથી છુટકારો મેળવવા, પ્રજાના જાહેર હિતમાં રાજ્યમાં બિનરાજકીય નાગરીકોનું એક સંગઠ્ઠન અસ્તિત્વમાં આવી રહ્યુ છે,   જે નાત-જાત અને કોમના કબાડાને તોડીને માનવતાના પક્ષનું નિર્માણ કરશે, આ બિનરાજકીય અને સાચો લોકશાહી વિકલ્પ છે જે મતદાતાને તેના ૧.૫૦.૦૦૦ ના મતનું અને લાખો રૂપીયાના કરવેરાઓનું પ્રમાણિક અને તટસ્થ વળતર આપશે, આપણે આપણા પુનરોધ્ધાર માટે પુરૂષાર્થ કરવાનો છે.

આપના વિસ્તારના બિનરાજકીય સમાજીક સંગઠ્ઠનો સક્રિય છે તેના અગ્રણીઓને આ બાબતની તુરંત જાણ કરશો અથવા આ http://rajprajaapti.wordpress.com/ બ્લોગની લિન્ક તેને આપી બ્લોગની વિઝીટ કરવા જણાવશો.

આપની જાણમાં કોઇ નિશ્વાર્થ અને પ્રમાણિક વ્યક્તિ પ્રજાના અધિકારોનું પ્રતિનિધિત્વ કરવા લાયક હોય તો તેના વિશે અમોને નીચેના નંબરો પર જાણ કરી શકો છો અથવા તે સન્માનીય નાગરીકને આપણા નીચે જણાવેલા નંબરો પર સંપર્ક કરવા જણાવશો…

૯૪૨ ૮૬૬૧૧૬૬ / ૯૮૯ ૮૬૬૧૧૬૬ / ૯૩૨૮૬૬૧૧૬૬,

૯૯૨૫ ૬૬૧૧૬૬ / ૯૯૨૪ ૬૬૧૧૬૬ /૯૨૨૭ ૬૬૧૧૬૬.

Advertisements

Responses

 1. આપણા વિસ્તારના ઉમેદવાર પાસેથી બધી ખત્રી મેળવવી અથવા આપણા ઉમેદવાર રાખી પુરી તાકાત થી લડત આપવી રહે મેં ઍક વર્ષ પહેલા મારી સાઇટ મા નોટ લખેલ;;;;;;


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: