Posted by: rajprajapati | 03/06/2012

ભ્રષ્ટાચારનો વિરોધ કરવાથી શું ભ્રષ્ટાચાર નાબુદ થઇ જશે ?

ભ્રષ્ટાચારનો વિરોધ કરવાથી શું ભ્રષ્ટાચાર નાબુદ થઇ જશે ?

રેલીઓ કાઢવાથી કે નારાબાજી કરવાથી ભ્રષ્ટાચાર દુર થઇ જશે.?

દેશના રાજકારણીઓએ વિદેશી બેંકોમાં જમા કરાવેલું કાળુ નાણું રાજકારણીઓ પોતે દેશની તીજોરીમાં પાછુ લાવી આપશે ?

( આ ભ્રમ અને પાગલપણામાંથી પ્રજાજનોએ બહાર આવી જવાની જરૂર છે )

        ભ્રષ્ટાચાર દુર કરવા માટે જો દરેક નાના મોટા સંગઠ્ઠનો જુદા જુદા માર્ગે કાર્યશીલ રહેશે તો વિશાળ રાજકીય પક્ષો સામે કદિય પરીણામદાયી સફળતા મેળવી શકશે નહીં. માટે દરેક સંગઠ્ઠનના અગ્રણીઓએ પોતાના અંહકાર અને પોતાની વાતોને થોડો સમય અનામત રાખીને ચૂંટણી જીતવા માટે સંગઠ્ઠીત થવું પડશે.

        લોકપાલ અને લોકાયુક્તોની કાયમી નિમણુંકો થાય તો પણ ભ્રષ્ટાચાર ક્યારેય દુર થવાનો નથી અકરણ કે ભ્રષ્ટાચાર તો માનસીક વ્યવસ્થા છે.. આજે આપણ ને પોતાને ૨૫ – ૫૦ કરોડનો ભ્રષ્ટાચાર કરવાની ઉમદા તક મળતી હોય તો આપણે પણ ભ્રષ્ટાચાર કરવા તૈયાર છીએ. આપણને તક મળી નથી જો આપણ ને ૨૫-૫૦ કરોડ મળતા હોય તો આપણે પોતે જ ભ્રષ્ટાચારી બની જવા તૈયાર છીએ.. આ એક નરી વાસ્તવિકતા છે કારણકે ભ્રષ્ટાચાર સામાજીક અને તાંત્રીક વ્યવસ્થા છે. તેથી સૌથી પહેલા આ વ્યવસ્થાઓ બદલવી જરૂરી છે.

        ભ્રષ્ટાચાર દુર કરવા અને કાળુનાણું પાછુ લાવવા દિલ્હીમાં કોંગ્રેસની સરકાર સામે અન્ના હજારે અને બાબા રામદેવજી જનાઅંદોલન ચલાવી રહ્યા છે જેનાથી મરેલી જેવી જનતા જનાર્દનમાં એક ચેતનાનો સંચાર જરૂર થયો છે સતત કોંગ્રેસની સરકાર સામે પસ્તાળ પાડવાથી માત્ર ભાજપ અને સાથી પક્ષોને ફાયદો થઇ રહ્યો છે કેન્દ્રમાંથી કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની સરકાર જશે તો ભાજપ અને તેના સાથી પક્ષોની સરકાર આવશે અન્ના હજારે અને બાબા રામદેવ કાળાનાણાં અને લોક્પાલ કાયદાના મુદે દેશવ્યાપી જન આંદોલન ચલાવી રહ્યા છે તેમાં ભાજપ અને તેના સાથી પક્ષોનો એક રતીભાર જાહેર ટેકો નથી કે સંસદમાં લોકપાલના કડક કાયદાઓ માટે ભાજપ અને તેના સાથી પક્ષોએ કોઇપણ રીતે જનલોકપાલના કાયદા માટે પ્રયત્ન કરેલ હોય, સત્ય તો એ છે કે ભ્રષ્ટાચારમાં ભાજપ અને કોંગ્રેસની સ્પષ્ટ હરીફાઇ છે ભાજપ અને તેના સાથી પક્ષોમાં કોંગ્રેસ કરતા વધુ ભ્રષ્ટાચારીઓ છે ભાજપના અને કોંગ્રેસના રાજકારણીઓ પાસે આજે અબજો રૂપીયાની મિલ્કતો અને બેસુમાર કાળુ નાણું દેશમાં જ  જમા પડ્યુ છે..

        છેલ્લા એક વર્ષથી દરેક રાજ્યોમાં ભ્રષ્ટાચારના સંખ્યાબંધ કિસ્સાઓ બહાર આવયા છે ભાજપના યેદુરપ્પા તેમજ જગન રેડ્ડી, કલમાડી, કુશવાહા જેવા ૧૦ ડઝન રાજકારણીઓએ અબજો રૂપીયાનો ભ્રષ્ટાચાર કર્યો છે અને જાહેર થયો છે તેની સામે ફકત તપાસો ચાલે છે, કેસ થાય છે અને તે લોકો રાબેતા મુજબ બાદશાહી જીવન જીવે છે. રાષ્ટ્રના ચોરો સરાજાહેર અબજો રૂપીયાનો ભ્રષ્ટાચાર કરે છે તેને જામીન આપવામાં આવે છે તે જે પક્ષમાં હોય છે તે રાજકીય પક્ષ તેની હકાલપટ્ટી પણ કરતો નથી.

        કોંગ્રેસમાંથી નીકળેલા તમામ ભ્રષ્ટાચારીઓ આજે ભાજપમાં સમાયેલા છે  એન.સી.પી., સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ, જનતાદ, જેવા પક્ષોના રાજકારણીઓ પાસે અબજો રૂપીયાની સંપતિઓ છે દેશની રાષ્ટ્રીય સંપતિઓમાંથી અડધો – અડધ સંપતિઓ અને ખનીજોની ચોરીથી આ રાજકીય પક્ષોના રાજકારણીઓએ ભ્રષ્ટાચારથી પોતાની અઢળક સંપતિ બનાવી લીધી છે.

  પ્રજા દરેક પગલે કરવેરા ભરે છે તેના બદલામાં રાજકીય પક્ષો માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર આપે છે. દરેક ચીજની મુળ કિંમત હોય તેના ઉપર ૫૫% થી ૬૦% તો કરવેરા ઉમેરાયેલા હોય છે. પ્રજાના કરવેરાના જે અબજો રૂપીયા પ્રજાની તીજોરીમાં જમા થાય છે તેનો દુરઉપયોગ માત્ર દેશના રાજકીય પક્ષોમાં રહેલા વ્હાઇટ કોલર અને હાર્ડકોર ક્રિમિનલો કરે છે.

        ભારતની સંસદ અને દેશના રાજ્યોની દરેક વિધાનસભામાં ૪૦%ફોજદારી ગુનાના ગુનેગારો અને ૬૦% દિવાની ગુનાઓના ગુનેગારો બેઠા છે અને દરેક રાજકીય પક્ષ તેના પક્ષમાં વ્હાઇટ કોલર ક્રિમિનલને વધુ મહત્વ આપે છે આવા ગુનેગારો સામ-દામ-દંડ અને ભેદ નિતીથી ચૂંટણી જીતી શકે છે આથી દેશના દરેક રાજકીય પક્ષમાં વધુને વધુ વ્હાઇટ કોલર ક્રિમિનલો મહત્વનું સ્થાન ધરાવે છે આ ગુનેગારો અને ભ્રષ્ટાચારથી મુક્ત થવા હવે પ્રજાએ રાજકારણીઓ અને રાજકીય પક્ષોનો સામુહિક ત્યાગ કરવો પડશે.

        કોંગ્રેસ નહી,  ભાજપ પણ નહીં, હવે પ્રજાના પ્રતિનિધિ સિવાય કોઇ રાજકીય પક્ષ નહીં

હવે પ્રજાએ રાજ્યના સ્થાનીક સમાજસેવકો અને ભ્રષ્ટાચાર સામે લડતા અગ્રણી લોકોનું રાજ્ય વ્યાપી સંગઠન બનાવીને પ્રજાના પ્રતિનિધિઓની સરકાર બનાવવી પડશે.

આજે પ્રજાના ઘરમાં આપણા દેશનું બંધારણ માતૃભાષામાં કે રાષ્ટ્ર ભાષામાં ઉપલબ્ધ નથી, સંસદ અને વિધાનસભા ચલાવવાના કાયદાઓ અને નિયમોના પુસ્તકો પ્રજાના ઘરમાં નથી, મહેસુલ અને ફોજદારી કાયદાઓ આપણા ઘરોમાં નથી તેથી પ્રજાને તેના પોતાના અધિકારોની જાણ નથી અને રાષ્ટ્ર સંચાલન કે રાજ્ય સંચાલનથી પ્રજા વિમુખ છે.

લોકસભા અને વિધાનસભા વખતે અપાતા એક મતની કિંમત કેટલી છે તે ૧૦૦૦૦ મતદારોમાંથી એકાદ મતદારને ખબર છે બાકી બધાને પોતાના મતની કિંમત પણ ખબર નથી.

ડગલે અને પગલે કરવેરા વસુલાય છે પણ તેના બદલામાં મફત શિક્ષણ અને આરોગ્ય સેવાઓ તથા આંતરીક તેમજ બાહ્ય સુરક્ષાઓ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોએ આપી નથી.. આંતરીક સુરક્ષા માટે નો પોલીસ વિભાગ સૌથી ભ્રષ્ટ વિભાગ માનવામાં આવે છે કારણ કે પોલીસ અધિકારીઓને ફકત સતાધારી પક્ષના રાજકારણીઓની ઇચ્છા મુજબ કામ કરવાનું હોય છે જો પોલીસ વિભાગને સ્વાયતતા આપવામાં આવે તો અને સીધા બંધારણીય સતાઓ અને અલગ સ્વાયત નિંયત્રણ આપવામાં આવે તો આપણું પોલીસ તંત્ર એક એક રાજકારણીની તીજોરીમાંથી કાળા અને ધોળા બંને નાણાં પાછા ખેચી શકવા સક્ષમ છે. પરતું રાજકીય પક્ષોની સરકારોના તાબામાં ફકત ગુલામી કરતો પોલીસ વિભાગ પ્રજાના કરવેરાના પૈસા લઇને પ્રજા ઉપર દમન કરવા સિવાય કાંઇ કરી શકતો નથી આમ આંતરીક સુરક્ષાનો સમુળગો નાશ થયો છે.

દરેક રાજ્યોમાં રાજકીય પક્ષોના રાજકરણીઓ ખાનગી યુનીવર્સીટીઓ અને ખાનગી શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે પ્રજા માટે વસતીના પ્રમાણમાં સરકારી કોલેજો અને શાળાઓ- હાઇસ્કુલો વગેરેનું નિર્માણ બધા રાજકીય પક્ષોએ છેલ્લા ૨૦ વર્ષથી બંધ કરીને પોતાની ખાનગી સંસ્થાઓ દ્વારા શિક્ષણનો વેપાર કર્યો છે જે નાણાં શિક્ષણ માટે વાપરવાના હોય છે તે બીજી અનેક યોજનાઓ બનાવીને તેમાં વાપરીને વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં છે.

આરોગ્ય સેવાઓ માટે વસતીના પ્રમાણમાં તાલુકા કક્ષાએ નવી સરકારી હોસ્પીટલો બનાવાતી નથી. સરકારી નિયમ મુજબ ખાનગી ફાર્મસીઓ પાસેથી દવાઓ લેવાતી નથી નવા સાધનો અને નવા મકાનો બનાવાતા નથી આરોગ્ય સેવા માટેના માતબર નાણાં અન્ય યોજનાઓમાં નાખીને  યોજનાઓના કરોડોના કોંટ્રાકટમાંથી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.

        દરેક રાજ્યમાં મોટા ભાગનું આંતરીક અને આંતરરાજ્ય પરીવહન ખાનગી ટ્રાવેલર્સ મારફત કરવાની ફરજ પડે છે દરેક રાજ્યમાં આંતરીક પરીવહન વિભાગમાં પાયાથી વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે તેથી બસો અને વાહનો ભંગાર  બનાવીને પ્રજાને માથે ઠોકી દેવાય છે ૧૫ લાખની બસ હોય તેના ૩૦ લાખનું બિલ પ્રજાની તીજોરીમાંથી ચુકવાય છે.

આમ દરેક રાજકીય પક્ષો માત્ર અને માત્ર ભ્રષ્ટાચારના પાયા ઉપર ઉભા છે એક પણ રાજકીય પક્ષ પાસે પ્રજાનું હિત જોવાનો સમય નથી અને ક્યારેય રાજકીય પક્ષો પ્રજાનું હિત વિચારી પણ શક્શે નહીં.

(*પ્રજાનો પૈસો પંચનો પૈસો છે તેનાથી બુધ્ધી ભ્રષ્ટ બની જાય છે. પંચનો પૈસો એટલે વૈશ્યાની કમાણીનો લોહીનો પૈસો- ભિક્ષુકોની ભીખનો પૈસો- મજુરોના વૈઠનો પૈસો.- રીશ્વતનો પૈસો- અને અણહક્કનો હરામનો પૈસો જેમા સમાયેલો છે તે પંચનો પૈસો છે આ સરકારી તીજોરીમાંથી કે સરકારી નોકરીમાંભ્રષ્ટાચાર કરીને જે લોકો પૈસા ખાય છે તે પંચનો પૈસો છે આવા ભ્રષ્ટ લોકો વ્યભીચારી અને દુરાચારી બને છે. )

        આ બધી વાતો કરવાથી કે જાણકારી મેળવી લેવાથી દરેક માણસ ભ્રષ્ટાચાર દુર કરવા આગળ આવી શકે તેમ નથી કારણ કે વાસ્તવમાં ભ્રષ્ટાચાર દુર કરવા માટે શું કરવાનું છે તેની કોઇ દિશા અને સમજ આપણા સામાન્ય માણસમાં નથી. આ રાજકીય પક્ષોની ચુંગાલમાંથી બચવા માટે તાત્કાલીક ધોરણે રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી દળો અને સંગઠ્ઠનોના અગ્રણીઓએ એક મંચ ઉપર આવવું જરૂરી છે.

નજીકમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ અને કોમની વસતીના સમપ્રમાણમાં રાજ્યકક્ષાનું બધા સંગઠ્ઠનોના અગ્રણીઓનું એક સંગઠ્ઠન બનાવી તેની સાથે જીલ્લાનું પણ એક સંગઠ્ઠન બનાવવુ જરૂરી છે. દરેક મતદાતા સુધી તેના મતની કિંમતની જાણ કરવી પડશે.. દરેક નાગરીકને તેના અધિકારો વિશે ટુંકમાં વધુ સમજણ આપવી પડશે મફત શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માટેના તેના અધિકારો વિશે લડવા માટે દરેક નાગરીકને સમજાવું પડશે.

                આપણા રાજ્યના મુખ્ય અખબારોમાં એક જાહેરાત આપીને,  અપક્ષ ચૂંટણી લડવા તૈયાર હોય તેવા, રાજ્યની દરેક બેઠક વિસ્તારનાઅગ્રણી સામાજીક સ્વયંસેવકો,  ભુતપુર્વ બિનરાજકીય અપક્ષ ઉમેદવારો, સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ, ભ્રષ્ટાચાર વિરૂધ્ધમાં આંદોલન ચલાવતાં સ્વયંભુ યુવાદળો, ધર્મક્ષેત્રના વડાઓ, વગેરેનું રાજ્યના મુખ્ય મેટ્રોસીટીમાં સંમેલન બોલાવીને એક મંચ ઉપર ભેગા થવું જરૂરી છે. બધાના બાયોડેટા અને આર્થીક સક્ષમતાની વિગતોના ફોર્મ ભરાવી તેમાંથી સંપુર્ણ યોગ્ય વ્યક્તિની પસંદગીઓ કરીને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ભ્રષ્ટાચર નાબુદી માટે અપક્ષ ધારાસભ્યો કે જે ખરા અર્થમાં પ્રજાના પ્રતિનિધિ હશે તેવા લોકોને સતા પર લાવીને ભ્રષ્ટાચાર નાબુદી માટે પાયાનું પ્રથમ પગલુ ભરી શકીશું .

        એકલ-દોક્લ ઉમેદવારોને કોઇ મતદાન આપતું નથી કે બે –પાંચ અપક્ષ ઉમેદવારો સરકારની રચન કરી શકે નહીં આથી તમામ બેઠકો ઉપર સંગઠનના ઉમેદવારોને ઉભા રાખી રાજ્ય વ્યાપી લોકપ્રતિનિધોને પ્રજા જરૂર મતદાન આપશે. કારણકે એક મંચ પરથી લડી રહેલા ઉમેદવારોને એક સમાન ચૂંટણી પ્રતિક મળી શકશે.. જરૂરી ચૂંટણી ફંડ એકઠુ કરી શકાશે અને મતદાતાઓ પણ ખુલ્લેઆમ રાજકારણીઓ સામે વિરોધ નોધાવવા અપક્ષોને પોતાનો મત આપવાની હિમ્મત કરશે.

         રાજ્યમાં બિનરાજકીય ધારાસભાની રચના કરીને વાસ્તવમાં ભ્રષ્ટાચાર નાબુદીનું પહેલુ પગલું ભરવાની જરૂર છે ફકત વિરોધ કરવાથી કે માંગણીઓ કરવાથી ભ્રષ્ટાચાર નાબુદ થશે નહીં આગામી દરેક ચૂંટણીમાં ભ્રષ્ટચાર કરનારા રાજકીય પક્ષોના દરેક ઉમેદવારને હાંકી કાઢવાની જરૂર છે ફકત સંગઠ્ઠીત મંચના અપક્ષ ઉમેદવારોને મત આપીને પ્રજા ભ્રષ્ટાચાર મુક્ત રાજસતા લાવી શકશે..

       ( આવડા મોટા સંગઠ્ઠનનું સંચાલન કરવા અને સતત પરીવર્તનશીલ તેમજ ભ્રષ્ટાચાર મુક્ત રાખવા એક સુચારૂ બંધારણ હોવું જોઇએ .. જો સંગઠ્ઠ્ન બનશે તો સંગઠ્ઠન ચલાવવા માટે શ્રેષ્ઠ બંધારણ પણ તૈયાર છે )

        વધુ માહિતીઓ અને ચૂંટણી જીતવા માટેની વધુ બાબતો માટે આ બ્લોગના અન્ય લેખો વાંચતા રહો અને જરૂર પડે ત્યારે.. 9925661166 / 9924661166 / 9898661166 / 9428661166 / 9227661166 / 9328661166   ઉપર આપની ઓળખ આપીને સીધી વાત કરી શકો છો..  જય ભારત.. સત્યમેવ જયતે…

        આપણા દેશમાંથી અને આપણા રાજ્યમાંથી હંમેશા માટે ભ્રષ્ટાચાર અને સરકારી ગેરરીતીઓ નાબુદ કરીને,  આપને ફ્રી શિક્ષણ અને ઉતમ આરોગ્ય સેવાનો હક્ક પાછો મેળવવો હોય તો આપ ફેસબૂક… ઓરકુટ જેવી રીલેશન સાઇટો ઉપર તેમજ મોબાઇલથી એસ.એમ.એસ. દ્વારા આપના મિત્ર વર્તૃળમાં આ લીન્ક  https://rajprajapati.wordpress.com/  નો વ્યાપક પ્રચાર કરીને પણ ભ્રષ્ટાચારથી રાજ્ય અને રાષ્ટ્રને મુક્ત કરવા ઉમદા સેવા આપી શકો છો…


Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: