Posted by: rajprajapati | 22/04/2012

પાપને ત્યજો, પુણ્યકર્મ કરીને ધર્મ નિભાવો,ભ્રષ્ટ રાજકારણીઓને ત્યજો,

પાપને ત્યજો,  ભ્રષ્ટ રાજકારણીઓને ત્યજો,  પુણ્યકર્મ કરી સમાજને બચાવો        

રાજકીય પક્ષોના ઉમેદવારો મતદાન આપીને આપણે પાપકર્મ કરી રહ્યા છીએ

       ગુજરાતમાં ભ્રષ્ટાચાર વગરની બિનરાજકીય સરકાર રચવા માટે રાજ્યમાં અપક્ષ ધારાસભ્યોનું સંગઠ્ઠન રચવાની તાત્કાલીક જરૂરીયાત રહેલી છે .. ભાજપ, કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષના ઉમેદાવારોને મતદાન આપીને આપણે હવે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવી શકીશું નહીં, માત્ર ખોટી વાતો અને ભ્રામક પ્રચાર કરીને જ્ઞાતિવાદ, કોમવાદ અને ભ્રષ્ટ વિકાસની વાતો કરીને આપણને ખુલ્લેઆમ છેતરવામાં આવ્યા છે. આથી આપણે જાતે નવો ત્રીજો બિનરાજકીય વિકલ્પ તૈયાર કરવો આવશ્યક છે..

             એકલ દોકલ અપક્ષ ઉમેદવારથી સરકારની રચના થઇ શકે નહીં અને એકલ દોકલ ઉમેદાવરને કોઇ મતદાન આપશે નહીં પણ રાજ્યમાં યોગ્ય અપક્ષ ઉમેદવારોનું એક સંગઠ્ઠન બને તો તે સરકાર રચી શકાશે..જેથી દરેક મત વિસ્તાર માટે યોગ્ય અપક્ષ ઉમેદવારની જરૂરત છે

       રાજયમાં ત્રીજા વિકલ્પ તરીકે અપક્ષોનું રાજ્ય વ્યાપી સંગઠ્ઠન હશે તો  ભ્રષ્ટાચાર નાબુદ કરવા ઇચ્છતા રાજ્યના તમામ નાગરીકો બિનરાજકીય એવા પ્રજાના પ્રતિનિધિ એવા અપક્ષ ઉમેદવારને ચૂંટી કાઢશે.

       ચૂંટણી લડવા અને જીતીને પાંચ વર્ષ ભ્રષ્ટાચાર વિનાની તંત્ર વ્યવસ્થાઓ માટે ખરી સેવા આપવા તૈયાર સજ્જ્ન નાગરીકોની અપક્ષ ઉમેદવારો તરીકે રાજ્યભરમાંથી પસંદગી થયા પછી તમામ ઉમેદાવારોને વિધાનસભા અને સરકાર ચલાવવાના નિયમો અને અન્ય કામકાજોથી પરીચિત કરાવીને પુરતી તાલીમ આપવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

       આથી આ જાહેરપત્રનો વધુને વધુ લોકો સુધી પ્રચાર-પ્રસાર થવો જરૂરી છે કારણ કે બિન રાજકીય સરકાર હશે તો આખા રાજ્યમાં તમામ પ્રકારનું શિક્ષણ ફ્રી મળશે તમામ પ્રકારની સરકારી ગેરરીતીઓનો પણ અંત આવી જશે.

       બિનરાજકીય સરકારનો પહેલો એજન્ડા દરેક ઘર સુધી ભારતના બંધારણને ગુજરાતી ભાષામાં પહોંચાડવાનું છે તેમજ દરેક પંચાયતમાં રાજ્યના ઠરાવો, કાયદાઓ અને પરીપત્રો પહોંડવાનું રહેશે.. રાજ્યના દરેક નાગરીકને તેના અધિકારોથી પુરતા માહિતીગાર કરવામાં આવશે. સરકારમાં થતી કાર્યવાહીઓથી દરેકને લેખીતમાં માહિતીઓ પુરી પડાશે. સરકારી તંત્રને રાજકારણથી મુક્તી મળ્યા પછી વેગવતી કાર્યવાહીથી અનેક ગેરરીતીઓ નાબુદ કરવામાં આવશે. હાલના ભ્રષ્ટ અને માફિયા રાજકારણીઓ આ મહાભગીરથ કાર્યને અત્યારથી ઉગતુ ડામી ના દે તે માટે બધો એજન્ડા જાહેર કરી શકાય તેમ નથી.

       રાજ્યમાં પરીવહનની ઉતમ વ્યવસ્થાઓ કરી શકાશે તેમજ ખાસ તો આરોગ્ય અને શિક્ષણની તમામ વ્યવસ્થાઓ મફતમાં થશે તેમજ નવા અભ્યાસક્રમની અમલવારી કરવાથી કોઇપણ વિદ્યાર્થીને પુસ્તક લઇને કે દફતર લઇને કોલેજ કે સ્કુલે જવાની જરૂરત રહેશે નહીં, ફકત શિક્ષકો અને પ્રોફેસરોએ દફતર લાવવાની જરૂરત રહેશે. ધોરણ ૧ થી ધોરણ ૧૨ સુધી દરેક વોર્ડ અને ગામમાં ડે સ્કુલો ચાલુ કરાશે. જેથી આપણા વિદ્યાર્થીઓ પાઠશાળા બહારના સામાજીક દુષણોથી બચી શકે.

       તમામ ગામને પુરતુ ગૌચર અને પશુશાળા આપવામાં આવશે. નગારીકોને ખાસ પ્રકારના મિલ્કત માલીકીના પ્રોપર્ટીકાર્ડ અને દરેક નાગરીકને સીટીઝન કાર્ડ આપવામાં આવશે. દરેક ખાતેદારને તેની ખેતીવાડીનું પ્રોપર્ટીકાર્ડ આપવાથી જમીન કૌભાંડોનો કાયમી અંત લાવી શકાશે.  

       રાજ્યમાં ચોથી જાગીર ગણતા અખબાર અને પત્રકારો માટે ખાસ યોજના બનાવીને તેને સ્વતંત્ર દરજ્જે બજેટ આપીને સામજીક અને સરકારી તકેદારીની ભુમીકામાં લવાશે તેમજ દરેક પત્રકારને યોગ્ય સ્કોલરશીપ આપવામાં આવશે અને અખબારને તેની પ્રજા પ્રત્યેની ફરજની યોગ્યતા મુજબ રાજ્ય સરકાર પુરતુ બજેટ ફાળવશે જેથી રાજયની સરકારથી દરેક નાગરીકને ખરા અર્થમાં સતત માહિતીગાર રાખી શકાશે

       સરકારી તંત્રમાં ફેલાયેલા વ્યાપક ભ્રષ્ટાચારને નાબુદ કરવા એડમીનીસ્ટ્રેટીવ જ્યુડીસરી કાઉન્સીલની રચના કરવામાં આવશે. ખોટી રીતે સંપાદન થયેલી જમીનો તેના માલીકો અને વારસદારોને પરત આપવામાં આવશે તેમજ દરેક શહેરી વિસ્તારોમાં રાજ્ય સરકાર આવાસો માટે યોગ્ય વ્યવસ્થાઓ કરશે. યોગ્ય જંત્રીની નવી આકારણી કરીને સ્થાવર મિલ્કતોની કીંમતો અડધા જેટલી કરી શકાશે.

       રાજ્યમાં થયેલા અનધિકૃત બાંધાકામોને કોઇપણ પ્રકારના દંડ વિના કપ્લીશન સર્ટીફીકેટ આપીને અધિકૃત કરાશે જેથી નિર્દોષ નાગરીકોને દંડથી મુક્તી આપી શકાશે. ગુનાખોરીને જડમુળથી નાબુદ કરવા ગૃહખાતાના તાબામાં માસ્ટર પ્લાનથી એક વ્યાપક કાર્યવાહી કરીને વ્હાઇટકોલર અને બ્લેકકોલર ગુનાખોરી નાબુદ કરી શકાશે.

       રાજયમાં વિજળી અને પાણીની યોગ્ય વ્યવસ્થાઓ કરીને  દરેકને સમાન દરજ્જે સેવાઓ પુરી પાડવામાં આવશે. જ્ઞાતિવાદ અને કોમવાદને નાબુદ કરવા માટે જરૂરી પ્રતિબંધો લાવીને સામાજીક સમરસતા નિર્માણ કરવામાં આવશે.

       દરેક તાલુકા અને જીલ્લા મથકે અત્યાધુનિક હોસ્પીટલો નિર્માણ કરીને આરોગ્ય સેવાઓ નિશુલ્ક કરવામાં આવશે આરોગ્યને નુકશાન કરતા પદાર્થોના વેચાણને સંદતર બંધ કરવામાં આવશે. ભેળસેળયુક્ત અને શરીરને નુકસાન કરતા ઔષધો તથા ખાધ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ પ્રતિબંધિત કરીને રાજ્યમાં આરોગ્યની જાળવણી માટે ભયાનક રીતે કામગીરી હાથ ધરાશે. દરેક ઘરને પુરતુ અને વ્યાજબી કિંમતે દુધ મળી રહે તે માટે અલાયદી યોજના બનાવીને પોષક ખોરાક લોકોને મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે.

       સૌથી મહત્વની બાબત એ છે કે યોગ્ય અને સમાનતાના અધિકારોથી સમરસ સરકારી તંત્ર  રચવા અને સાચી સમાજ વ્યવસ્થાઓ માટે સખત અને કોઇપણ બાંધછોડ વિના કાયદાઓનું સખતાઇથી પાલન કરવામાં આવશે. મંત્રીઓના ભાઇ –બાપ- બહેન કે દિકરીને પણ નિયમનું પાલન ના કરવા બદલ ફરજ પરના પોલીસકર્મી ધોકાવાળી કરી શક્શે. એકને ખોળ અને બીજાને ગોળ ની નીતી નાબુદ થશે.

       બિનરાજકીય રીતે પ્રજાના સાચા પ્રતિનિધિઓની સરકાર બનાવવાનો ગુજરાત માટે આ સુવર્ણ અવસર છે ઉપર જે વાંચ્યુ છે તે પ્રમાણે કરવાની પુરતી વ્યવસ્થાઓ છે નવા કાયદાઓ અને વિધેયકોની તૈયારી પણ થઇ રહી છે.. કામનો એક કલાક બગાડયા વિના તાત્કાલીક અસરથી રાજકારણીઓ વિનાની બિનરાજકીય સરકાર ચાલતી થાય તેના માટે પુરતુ આયોજન કરવામાં આવેલ છે.

       રાજકારણીઓએ ખુબ અને બેફામ ભ્રષ્ટાચાર કરીને આપણી સમાજ વ્યવસ્થાઓ તથા સરકારી તંત્ર વ્યવસ્થાઓને પાયમાલ કરીને બરબાદ કરી નાખ્યા છે હાલના અને આવતી પેઢીના આપણા સંતાનો માટે  રાજકીય પક્ષોના ભ્રષ્ટાચારીઓને મત આપીને આપણે આપણા પરીવારને સામાજીક અરાજકતા અને અંધકારમાં ધકેલવાનું પાપ કરી રહ્યા છીએ. આ પાપકર્મ આપણે છોડવું પડશે      

 -ઃ સજ્જનોએ ધારાસભ્ય બનવાનો સોનેરી અવસર ઃ-

       ચુંટણીમાં ઉમેદવારે કરવાની પુર્વ તૈયારી

જે નાગરીકને ચૂંટણી લડવી હોય તેમણે તેના નક્કી કરેલા વિસ્તારની મતદાર યાદીમાં પોતાના નામની તપાસ કરવી જેમાં..

 (૧) મત વિસ્તાર,  ભાગ નંબર,  ક્રમ નંબર અને જે  રીતે  જોડણીમાં નામ છાપેલુ હોય તે પ્રમાણે નામ નોધી લેવું

(૨) અપક્ષ ઉમેદવાર માટે ૧૦ ટેકેદારોની જરૂરત હોવાથી ઉમેદવારે પોતે જે મત વિસ્તારમાંથી ચૂંટણી લડવા માંગતા હોય તે મતવિસ્તારના ઉમેદવારીપત્ર ભરતી વખતે સાથે રહે તેવા ૨૫ મતદારોના નામની યાદી તૈયાર કરવી ૨૫ મતદારોની જરૂર એટલે હોય છે કે ઉમેદવારીપત્ર ભરતી અને રજુ કરતી વખતે કોઇ ગેરહાજર હોય તો અન્યને જોડી શકાય છે.( ૨૫ જેટલા ટેકેદારોના ભાગ નંબર તથા ક્રમાંક નંબર અને છાપેલી જોડણી મુજબ નામ )

(૩) ૧૦૦૦૦ રૂપીયા રોકડમાં ડીપોઝીટની રકમ

  ઉમેદાવારની મિલ્ક્તો અને આવકો વિશે નિયત નમુનામાં સોંગદનામાઓ.( જે ચૂંટણી       શાખામાંથી મળી રહેશે)

(૪) ઉમેદવારી પત્ર ભર્યા પછી થી પરીણામ પ્રસિધ્ધ થાય તે દિવસ સુધીના ઓછામાં ઓછા તેમજ જરૂરી એવા ૧૫૦૦૦ ખર્ચની રકમ.

(૫) જે મત વિસ્તારમાંની મતદારયાદીમાં નામ હોય તેના બદલે અન્ય મત વિસ્તારમાં ચૂંટણી લડવી હોય તો જે મત વિસ્તારમાં ચૂંટણી લડવી હોય તે મત વિસ્તારન ૨૫ જેટલા મતદારોના નામ. ભાગ નંબર અને ક્રમાંક નંબરની યાદી બનાવવી

(૬) જે નાગરીકને  ચોક્ક્સ ચૂંટણી લડવી છે તે મિત્રોએ તાત્કાલીક ધોરણે પોતાના વિસ્તારની કલેકટર કચેરીમાં ચૂંટણી શાખામાંથી પોતાનું નામ મતદાર યાદીના જે ભાગ અને ક્ર્માંક પર છે તેનું  અગાઉથી ચૂંટણી અધિકારી પાસેથી પ્રમાણપત્ર મેળવે લેવાનું જરૂરી છે.

—————————————————————-

અપક્ષ ઉમેદવારી કરવા અથવા અન્ય કોઇપણ બાબતની જાણકારી માટે

૯૪૨૮૬૬૧૧૬૬ / ૯૯૨૫૬૬૧૧૬૬ / ૯૮૯૮૬૬૧૧૬૬

૯૨૨૭૬૬૧૧૬૬ / ૯૩૨૮૬૬૧૧૬૬ /  ૯૯૨૪૬૬૧૧૬૬

 

https://rajprajapati.wordpress.com

http://krutgna.wordpress.com/

 

E mail :- girnarexpress@gmail.com/

 

આપ આપણા સમાજ અને રાજ્ય વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર દુર માંગો છો તો જાણો કે

શું આપ જાણો છો કે આગામી ગુજરાત વિધાનસભા ૨૦૧૨ ની ચૂંટણીમાં આપનો મત કેટલો કિંમતી હશે ?

આપે ક્યારેય આપના પોતાના મતની વાસ્તવિક કિંમત આંકી છે કે વિચારી પણ છે ?

આપ એક દિવસમાં કેટલા કરવેરા ભરો છો ?

આપે એક મહિનાના અને એક વર્ષના ભરેલા કરવેરાનો ક્યારેય હિસાબ કર્યો છે?

આપ શા માટે ભ્રષ્ટાચારની ગુલામી કરો છો ?

આપને મફત શિક્ષણ અને સર્વોતમ આરોગ્ય સેવાઓ  શા માટે મળતી નથી ?

આપ કરવેરા ભરો છો અને લાખોની કિંમતનો મત ભ્રષ્ટાચાર કરવા માટે રાજકીય પક્ષોને શા માટે આપો છો ?

    આપણા ગુજરાત રાજ્યની વિધાનસભાની મુદત ૫ વર્ષની છે દર વર્ષે રાજ્યનું સરેરાશ નાણાંકીય બજેટ બને છે એક અંદાજ મુજબ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીના પાંચ વર્ષના દરેક વર્ષનું સરેરાશ બજેટ આશરે ૧.૦૦૦.૦૦૦૧૦૦૦ (એક લાખ કરોડ) નું છે.. પાંચ વર્ષનું કુલ બજેટ આશરે ૬.૦૦૦.૦૦૦૦૦૦૦૦ ( છ લાખ કરોડ) નું હશે.. જ્યારે આગામી વિધાનસભામાં મતદાન કરનારા મહિલા મતદાતાઓની કુલ સંખ્યા ૧.૭૪.૦૬.૨૯૩ અને પુરૂષ મતદાતાઓની કુલ સંખ્યા ૧.૯૨.૨૩.૫૬૯ છે રાજ્યના કુલ મતદાતાઓની સંખ્યા ૩.૬૬.૨૯.૮૬૨ છે. (ચૂંટણી પંચની કચેરીમાંથી મળેલા આંકડાઓ મુજબની સંખ્યા છે ) 

 

         હવે ચૂંટણીઓ જીતવા અને સંગઠ્ઠનને ચલાવવા માટે અઢળક પૈસાની જરૂર પડે છે તે પૈસા ક્યાંથી આવશે તે એક પ્રાણ પ્રશ્ન રહેલો છે પણ જે સંગઠ્ઠન બનશે તે એક કોઓપરેટીવ સંગઠ્ઠન હશે તેથી તેના સભ્ય પદ માટે વાર્ષિક સભ્યફી લઇ શકીશુ અને તે સભ્ય ફી મેળવવા અને સભ્યો બનાવવા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ માટે સક્રિય સભ્ય નું કાર્યકારી સમિતિ સંકલન બનાવી શકાશે..સભ્ય ફીના ૧૦ ટકા રકમ સક્રિય સભ્યને વળતર આપવાની પ્રક્રિયા હશે તો સભ્યોની ફી નિયમિત ઉઘરાવી શકાશે અને સભ્ય બનાવવા માટે ઝડપી પ્રક્રિયા હાથ ધરાશે..હવે ઇન્ટરનેટ અને મોબાઇલનો બહોળો અને વિશાળપાયે ઉપયોગ થાય તેનો સંગઠ્ઠન સદઉપયોગ કરીને રાજ્યના દરેક નાગરીક સુધી પહોંચી શકે છે. સંગઠ્ઠન બનાવવા માટે આપણે બધાએ કોઇ ચોક્કસ માધ્યમથી જોડાયેલા રહેવું જરૂરી છે તેના માટે હાલ તો ફેસબૂક અને ઇમેઇલનું માધ્યમ ઉતમ  છે તેમજ સંગઠ્ઠન માટે વેબસાઇટ અને પ્રદેશ કક્ષાએ તથા જીલ્લા કાર્યલયો  પણ તુરતમાં સક્રિય કરી શકાશે..

       હવે રાજ્ય સરકાર ચલાવવા માટે ખુબ અનુભવની કે વહિવટી બાબતોની જાણકારી હોવી આવશ્યક છે પણ દરેક ધારાસભ્ય એક વાર તો પહેલી વાર વિધાનસભામાં આવે છે ત્યારે વિધાનસભાના કાયદાઓથી તેને ૩ દિવસ સુધી તાલીમ આપવામાં આવે છે .તેમ રાજ્ય સરકારના નિવૃત અને નિષ્ણાત અધિકારીઓ આપણા સંગઠ્ઠનમાં સક્રિય થતા રહેશે તેથી વિધાનસભા. જીલ્લા પંચાયતો. તાલુકા પંચાયતો. નગરપાલીકાઓ. મહાનગરપાલીકાઓના  સંચાલનથી તાલીમ આપીને નવા બિન રાજકીય અને સજ્જ્ન નાગરીકનું આખુ માળખુ નિર્માણ કરી શકીશુ.

Advertisements

Responses

  1. khubj saras…
    bashir memon
    98241 16101


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: