Posted by: rajprajapati | 08/02/2012

આપના મતની કિંમત રૂ. ૧૫૭૦૦૦છે, હવે ભ્રષ્ટાચારની ગુલામી છોડો ?

આપ આપણા સમાજ અને રાજ્ય વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર દુર માંગો છો તો જાણો કે

શું આપ જાણો છો કે આગામી ગુજરાત વિધાનસભા ૨૦૧૨ ની ચૂંટણીમાં આપનો મત કેટલો કિંમતી હશે ?

આપે ક્યારેય આપના પોતાના મતની વાસ્તવિક કિંમત આંકી છે કે વિચારી પણ છે ?

આપ એક દિવસમાં કેટલા કરવેરા ભરો છો ?

આપે એક મહિનાના અને એક વર્ષના ભરેલા કરવેરાનો ક્યારેય હિસાબ કર્યો છે?

આપ શા માટે ભ્રષ્ટાચારની ગુલામી કરો છો ?

આપને મફત શિક્ષણ અને સર્વોતમ આરોગ્ય સેવાઓ  શા માટે મળતી નથી ?

આપ કરવેરા ભરો છો અને લાખોની કિંમતનો મત ભ્રષ્ટાચાર કરવા માટે રાજકીય પક્ષોને શા માટે આપો છો ?

આપણા ગુજરાત રાજ્યની વિધાનસભાની મુદત ૫ વર્ષની છે દર વર્ષે રાજ્યનું સરેરાશ નાણાંકીય બજેટ બને છે એક અંદાજ મુજબ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીના પાંચ વર્ષના દરેક વર્ષનું સરેરાશ બજેટ આશરે ૧.૦૦૦.૦૦૦૧૦૦૦ (એક લાખ કરોડ) નું છે.. પાંચ વર્ષનું કુલ બજેટ આશરે ૬.૦૦૦.૦૦૦૦૦૦૦૦ ( છ લાખ કરોડ) નું હશે.. જ્યારે આગામી વિધાનસભામાં મતદાન કરનારા મહિલા મતદાતાઓની કુલ સંખ્યા ૧.૭૪.૦૬.૨૯૩ અને પુરૂષ મતદાતાઓની કુલ સંખ્યા ૧.૯૨.૨૩.૫૬૯ છે રાજ્યના કુલ મતદાતાઓની સંખ્યા ૩.૬૬.૨૯.૮૬૨ છે.(ચૂંટણી પંચની કચેરીમાંથી મળેલા આંકડાઓ મુજબની સંખ્યા છે ) 

રાજ્યના પાંચ વર્ષના કુલ બજેટના રૂપીયા આશરે ૬.૦૦૦.૦૦.૦૦.૦૦.૦૦.૦૦૦ ને મતદાતાઓની કુલ સંખ્યા ૩૬૬૨૯૮૫૨ થી ભાગાકાર કરવામાં આવે તો એક મતદાતાના મતની કિંમત આશરે રૂ.૧.૫૭.૦૦૦ ( એક લાખ સતાવન હજાર) ની થાય છે…

 લોકશાહીમાં એક નાગરીક પોતાનો કિંમતી મત આપીને પોતાના અધિકારો વતી રાજ્યનો વહિવટ કરવા માટે અને પ્રશાસન ઉપર નિયત્રંણ રાખવા માટે એક લોકપ્રતિનિધિની ચૂંટણી કરીને તેવા નિયત કરેલા લોકપ્રતિનિધિઓથી વિધાનસભાની રચના કરે છે અને આવી રીતે લોકસભા અને પરોક્ષ રીતે રાજસભાની રચના કરે છે હક્કિતમાં તો દરેક ધારાસભ્ય અને સંસદસભ્ય તેના મતદાતાઓ અને મતવિસ્તારના નાગરીકોના પ્રતિનિધિ છે અને માત્ર પ્રશાસનના નિયત્રંણ અને નાગરીકોની જાહેર સુવિધાઓ નિર્માણ કરવા તેમજ સમાન નાગરીક અધિકારો માટેના ભારતીય સંવિધાનનું પાલન કરવા માટે વિધાનસભા અને સંસદને વિશેષ સતાઓ અને ફરજો આપવામાં આવેલી છે આ સતાઓ અને ફરજો પુરી કરવા માટે વિધાનસભામાં બહુમતિ સભ્યોનું સમર્થન હોય તેને બહુમતિ સભ્યોના વડા રાજ્યપાલ સમક્ષ બહુમતિ સભ્યોની લેખીત અનુમતિ રજુ કરીને રાજ્ય સંચાલન માટે સરકાર રચે છે તેમાં મુખ્યમંત્રીશ્રી નિયમાનસાર અન્ય મંત્રીશ્રીઓ અને વિવિધ સમિતિઓની રચના કરીને રાજ્યના રાજ્યસેવકો દ્વારા ધારાધોરણસર રાજ્યનું સંચાલન કરે છે આમ મંહદ અંશે આ વાત બધા જાણે છે અથવા આટલુ વાંચીને સરળતાથી સમજી શકાય છે.  

હવે ખાસ સમજવાનું તો એ છે કે રાજ્ય કે રાષ્ટ્રના સંચાલન માટે તથા પ્રશાસનીક કાર્યો માટે, નાગરીકોને ન્યાય અપાવવા માટે, નાગરીકોને આંતરીક અને બાહ્ય સુરક્ષા પુરી પાડવા માટે, જાહેર સુવિધા ની વ્યવસ્થાઓ કરવા માટે, અન્ન. જળ અને શિક્ષણની વ્ય્વસ્થાઓ પુરી પાડવા માટે  તેમજ અન્ય તમામ બાબતો કે જે “શ્રી સરકાર” ના નામથી થતી હોય તેના માટે જેટલો પણ ખર્ચ  થાય છે તેખર્ચ માટે દેશમાં અને રાજ્ય સરકારોમાં પ્રજાની આવક  વેચાણ અને વપરાશ પર કરવેરાઓ રાખવામાં આવેલા છે આ કરવેરાની અબજો રૂપીયાની આવક હોય છે નાનામાં નાની બાબતમાં પણ કરવેરા ઉમેરાયેલા હોય છે. પ્રજા જે કરવેરા ભરે છે તે કરવેરાથી આપણી સરકારનો કારોબાર અને વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને આ વ્યવસ્થાઓ કરવા નાગરીકોના સમાન અધિકારોથી પ્રજાના પ્રતિનિધિઓની ચૂંટણી કરવામાં આવે છે..

જે ખર્ચ કે જે બાબતમાં “શ્રીસરકાર” શબ્દ આવે તેના તમામ ખર્ચ દરેક નાગરીકના કરવેરામાંથી વસુલાય છે અને પછી ખર્ચાય છે સવારે ઉઠો ત્યારે બ્રશ કરવાથી શરૂ કરો.. ટુથપેસ્ટ કે કોઇ પણ મંજન, બ્રશ વાપરતા હોવ તેની જે કિંમત ચુકવી હોય તેમાં ૪૫ ટકા જેટલી રકમ કરવેરા તરીકે સરકારમાં જતી રહેલી હોય છે આમ દિવસ દરમ્યાન સવારથી સાંજ સુધી જે જે ચિજો ખરીદો કે વપરાશ કરો તે તમામ બાબતોના ખર્ચમાંથી સરેરાશ ૪૫ થી ૬૫ ટકા સુધીની રકમ કરવેરારૂપે સરકારમાં જમા થાય છે..

એક ૨૦ થી ૩૦ હજારની મુળ પડતર કિંમતનું મોટર સાયકલ બજારમાં ૬૦ થી ૯૦  હજારમાં વેચાય છે તે મોટર સાયકલમાં રહેલા ટાયર-ટ્યુબ અને અન્ય સ્પેરપાટર્સ પર પણ પહેલાથી કરવેરો વસુલાયો હોય છે પછી તેમાં વપરાતા પેટ્રોલમાં રોજ ૫૫ ટકાથી વધુ કરવેરો ભર્યા કરીએ છે આમ એક ચીજ નાગરીકના હાથમાં આવે તે પહેલા તે પુરી રીતે બને તે પહેલાથી જ તે અનેક કરવેરામાંથી પસાર થાય છે પછી પણ તેના વપરાશ સમયે પણ દરેક વખતે કરવેરાઓ વસુલાયા કરે છે  અને આમ છતાં પણ વેચાણવેરો, સર્વિસ ટેક્સ, શિક્ષણ ઉપકર, શેષ, ઘરવેરો ,અને આવકવેરા જેવા નાના મોટા અનેક કરવેરા સરકારમાં જમા થયા કરે છે

માણસ સવારથી સાંજ સુધીમાં જેટલો પણ ખર્ચ કરે તેના ૪૫ થી ૬૫ ટકા રકમ તો સરકારમાં કરવેરા રૂપે જમા થતી હોય છે આમ દરેક  માણસ રોજ સીધે સીધા અને આડકતરા અનેક કરવેરાઓ ભરપાય કરે છે તેમજ દરેક નાગરીક રોજેરોજ કરવેરાઓ ભર્યા જ કરે છે અને દરેક ચૂંટણીમાં મતદાન કરીને કોઇ અન્યને પોતાના અધિકારો આપીને લોકપ્રતિનિધિ તરીકે ચૂંટે છે..

હવે.. દરેક નાગરીક રોજે રોજ જે ખર્ચ કરે છે તેના ૫૦ ટકા રકમ તો કરવેરાની ગણવાની હોય છે તો દરેક નાગરીક આમ એક દિવસમાં કેટલો કરવેરો ભર્યો તે ગણતરી કરી શકે છે અને એજ રીતે મહિનાનો હિસાબ કરી શકે છે.. એક વર્ષમાં કેટલા કરવેરા તમે ભર્યા છે અને પાંચ વર્ષમાં કુલ કેટલા કરવેરા ભર્યા તેની ગણતરી રાખી શકો છો..

આમ જો કોઇ પણ નાગરીક પોતાનો અંગત કે પોતાના કુટુંબના કુલ ખર્ચનો હિસાબ કરે અને તેમા કેટલા કરવેરારૂપે જમા થયા તેનો હિસાબ કરે તો તે વ્યક્તિ પોતાના મતની કિંમત ગણી શકે છે..શરૂઆતમાં આગામી ૨૦૧૨ ના વર્ષની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ દરેક મતદાતાના એક મતની કિંમત રૂ. ૧.૫૭.૦૦૦ અંદાજવામાં આવી છે પણ આપ પોતે પોતાના ખર્ચ અને વપરાશના ખર્ચ પ્રમાણે કરવેરાની આકારણી કરીને પોતાના વ્યક્તિગત મતની કિંમત પણ આંકી શકો છો અને આમ કુટુંબના મતોની સરેરાશ કિંમત પણ આંકી શકો છો ..

હવે..  આપ જાતે નક્કી કરો કે આપ અત્યાર સુધી મતદાનની કિંમત સમજ્યા હતા કે નહીં.. હવે સમજાય હોય તો હવે પોતાની જાતને પુછો કે આપ આપનો રૂ. ૧.૫૭.૦૦૦ ની કિંમતનો મત કોને આપશો ? આપણે દરેક મતદાતાને એક વાત સમજવવાની જરૂર છે કે રૂ. ૧.૫૭.૦૦૦ ની કિંમતના મત ના બદલામાં આપણને રાજકારણીઓ ભ્રષ્ટાચાર સિવાય બીજુ ક્યું વળતર આપે છે ?  શું આપણે રાજકારણીઓને ભ્રષ્ટાચાર કરવા માટે કરવેરાઓ ભરીએ છીએ ?  એક પક્ષ જાય તો બીજો પક્ષ આવે છે પણ બધા નવા નવા રસ્તાઓ અપનાવીને ફકત ભ્રષ્ટાચાર કરે છે તેનો આપણને બધાને છેલ્લા બહોળો અનુભવ છે..

રાજ્યમાં શિક્ષણનો વેપાર ચાલે  છે સામાન્ય રીતે શિક્ષણ અને આરોગ્યની તમામ સેવાઓ પુરી પાડવાની તથા કૃષિ માટે અને જીવનનિર્વાહ માટે પાણીની મફતમાં પુરતી વ્યવસ્થાઓ કરી આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે પણ લોકોએ કિંમત મતદાન આપીને ચૂંટેલા લોકપ્રતિનિધિઓ જે રાજકીય પક્ષના પ્રતિનિધિઓ હોય છે તે પક્ષનું કામ કરે છે પ્રચાર કરે છે.. રાજકીય કાર્યક્રમો કરે છે અને થાય તેટલો ભ્રષ્ટાચાર કરીને પ્રજાના પૈસાની સરકારી તીજોરીનો ખર્ચ કરે છે. અને જ્યાં તક મળે ત્યાંથી પોતાના ઘર માટે કરોડો રૂપીયાની લુંટ કરે છે.

આપણા દેશમાં દરેક કચેરી પ્રજાના પૈસાની બની છે તેમાં વપરાતા વિજળી, પાણી, ફર્નિચર અને ટાંકણી- કાગળ અને તમામ વાહનો, પેટ્રોલ, ડીઝલ અને તેમાં કચેરીમાં નોકરી કરનાર દરેક રાજ્ય સેવકનો પગાર, પેંશન અને ભથ્થાઓ પ્રજાના કરવેરામાંથી ચુકવાય છે પ્રજા પોતના સરકાર તરફના કાર્યો પુરા કરવા માટે પોતના પ્રતિનિધિને મતદાન આપીને તેને જવાબદારી સોંપે છે તેને આપણા રાજકારણીઓ સતા તરીકે દુર ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરે છે રાજ્યની કે કેન્દ્રની કોઇપણ કચેરીમાં નાગરીકોને સરકારી કામો માટે અરજી કરવી પડતી હોય છે  તો તેનો અર્થ  એજ થાય કે આ દેશમાં કોઇ લોકશાહી નથી ફકત રાજકીય ગુમામી છે લોકશાહી પ્રમાણે રાજ્યની કે દેશની તંત્ર વ્યવસ્થાઓ કરવી હોય તો એક વ્યક્તિને બીજી વાર મત દાન આપવું તે આપણા પોતના અધિકારોની હત્યા છે અને કોઇપણ માણસ બીજી વાર ચૂંટાય તો પણ લોકશાહી મુલ્યોની હત્યા થાય છે રાજકીય પક્ષોના ઉમેદવારોને મત આપવાથી લોક્શાહીની સરેહામ હત્યા થાય છે તેથી ભ્રષ્ટાચારનું તાંડવ આ દેશને ભરડો લઇ ગળી રહ્યુ છે. 

 

હવે આપ જાતે વિચારો કે આપણા રાજ્યમાં કેટલા ધારાસભ્યો. મંત્રીઓ, સંસદ સભ્યો,ચેરમેનો, પ્રમુખો વગેરે એવા છે કે જે પેઢી દર પેઢી કે વર્ષોથી ચૂંટાયા કરે છે અને લોકો પણ તેને મતદાન આપ્યા કરે છે તેના બદલામાં પ્રજાને શું મળે છે વેચાતું શિક્ષણ, પાણીવાળુ દુધ, ભેળસેળીયા ખાધ્ય પદાર્થો, મોંઘી દવાઓ તથા મોંઘી સારવાર. આ બધુ એટલા માટે થાય છે કે પ્રજાજનો પાસે કે આપણા સમાજમાં. રાજ્યમાં કે દેશમાં કોઇ રાજ્ય વ્યાપી અને રાષ્ટ્ર વ્યાપી બિનરાજકીય લોકસંગઠ્ઠન અસ્તિત્વમાં નથી.   

દરેક વખતે અનેક ધારાસભ્યો નવા આવે છે અને જુના થાય છે વિધાનસભાઓ અને સંસદ વગેરે ચલાવવા માટેના કાયદાઓ અને નિયમો હોય છે તેથી તેના પુસ્તકોના આધારે કોઇપણ અભણ નાગરીક પણ વિધાનસભા અને સરકાર ચલાવી શકે છે..

 હવે આપ જાણો છો કે કોઇ પણ માણસને બીજી વાર મતદાન કરવું તે લોક્શાહીની હત્યા છે છતાંઘણા લોકો વર્ષોથી એકના એક માણસને સતા પર બેઠેલા રાખ્યા છે અને આમ  હંમેશા અનેક લોકો વર્ષોથી સતા પર બેઠા છે તે લોકશાહી માટે ખુબ દારૂણ વાસ્તવિકતા છે જો એક માણસ બીજી વાર સતા પર ના આવે તો ક્યારેય ભ્રષ્ટાચાર થાય નહીં
       આપશ્રી શું ફકત ભ્રષ્ટાચાર અને સરકારી ગેરરીતીઓ વધારવા મતદાન કરો છો  ? આપણે બાળપણમાં પ્રાથમીક શાળામાં પ્રતિજ્ઞા કરતા હતા તે યાદ કરો કે ..ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઇ બહેન છે આપણે આપણા સમાજ અને દેશ માટે ફરી પ્રતિજ્ઞા કરવાની છે કે

“મારા ભારત દેશની લોકશાહી અને રાષ્ટ્ર વ્યવસ્થાઓને ભ્રષ્ટાચાર રહિત રાખવા એક વાર ચૂંટાય ચુકેલા કોઇપણ નાગરીકને ફરી બીજીવાર મતદાન નહીં આપીને દેશ પ્રત્યેની મારી તટસ્થતા નિભાવીશ અને દરેક નાગરીકને સમાન અધિકારો પ્રાપ્ત થાય તે માટે મારૂ કર્તવ્ય નીભાવીશ”

          રાજ્યમાં અને દેશમાં રાજકારણીઓ બેફામ ભ્રષ્ટાચાર કરે છે. તેનું કારણ એક એ પણ છે, કે દરેક માણસ રોજે રોજ ખર્ચ કરે છે, વર્ષમાં હજારો લાખો રૂપીયાના ખર્ચ કરતા હોય છે, લાખો કરોડોની મિલ્કતો ખરીદીતા હોય છે,  પણ આપણા દેશની લોકશાહીનું, આપણા દેશના સંવિધાનનું પુસ્તક આપણે ક્યારેય ખરીદતા નથી તેથી કાયદાઓની જોગવાઇઓથી અજાણ રહ્યા છીએ ભારતીય લોક્શાહીનો એજ સાચો નાગરીક  છે કે જેના ઘરમાં પોતાના ધર્મગ્રંથની સાથે દેશનું બંધારણ રહેલુ હોય અને પરીવારનો દરેક પુખ્ત વ્યક્તિઓ તે બંધારણને નિયમિત વાંચતા હોય.

       આપણા દેશમાં જે રાજ્યમાં જે ભાષા ચાલતી હોય તે પ્રાદેશીક ભાષામાં દેશનું વખતો વખતે સુધારેલું બંધારણ છપાવી ને  દરેક નાગરીક ના ઘર સુધી પહોચાડવાની જવાબદારી રાજ્ય સરકારની છે અને ભારતીય દંડસંહિતાના અને સામાન્ય કાર્યરીતી ના અધિનિયમો તેમજ લોક્સભા- રાજસભા તમજ વિધાનસભા કાર્યરીતીના નિયમોના પુસ્તકો તૈયાર કરીને દરેક નાગરીકના ઘર સુધી પહોંચાડવાની ફરજ સંયુક્ત રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની  છે પણ આજ સુધી રાજકીય પક્ષોએ સામાન્ય નાગરીકના ઘર સુધી તેની માતૃભાષામાં આપણા દેશના બંધારણને પહોંચવા દીધુ નથી.

          કેન્દ્ર સરકારનું મંત્રીમંડળ અને રાજ્ય સરકારનું મંત્રી મંડળ કોઇપણ પ્રકારનો કાયદો બનાવે કે કોઇપણ પ્રકારનો ઠરાવ કરે અથવા તો જાહેર મિલ્ક્તો વિશે કાર્યવાહી કરે તો તે ઠરાવો અને જાહેરનામાઓની નકલો દરેક નાગરીક સુધી પહોંચવી જોઇએ, રાજ્ય અને કેન્દ્ર સરકાર કોઇપણ ખર્ચ કરે છે અને સરકાર ચલાવે કે સંસદ ચલાવે, વિધાનસભા ચલાવે તે તમામ પૈસા તો સામાન્ય નાગરીકના હોય છે અને સરકારોમાં તેમજ વિધાનસભાઓ અને સંસદમાં રહેલા તમામ સભ્યો પણ નાગરીક વતી કાર્ય કરતા પ્રતિનિધિ  છે વાસ્તવમાં તો સરકાર એટલે સ્વયં પ્રજા પોતે જ છે તેથી કોઇપણ ઠરાવ કે જાહેરનામાની નકલો દરેક નાગરીક સુધી અચુક પહોંચાડવાની જવાબદારી સરકારમાં રહેલા લોકપ્રતિનિધોની છે.

       આપને ખબર છે ને કે લોકશાહીમાં ચાર સતાઓ છે, ચાર સ્તંભ છે, રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહો  છે, ફકત સતા પર ત્રણ  સિંહ છે ચોથો સિંહ અખબાર જગતનો છે તે અન્ય ત્રણ સિંહોની પાછળ માધ્યમની ભુમીકામાં છે જો અખબાર જગતનો સિંહ  અન્ય ત્રણ સિંહોની પાછળ ચાલવાનું બંધ કરીને, સાથે , અથવા આગળ ચાલે તો ભારતમાં કોઇ માણસ કદી ગુનો  પણ નહી કરે અને કોઇ રાજકારણી કે સરકારી નોકરીયાત ભ્રષ્ટાચાર કરી શકે નહીં.

આજે આપે આ લેખ વાંચ્યો તે દેશના અને દરેક રાજ્યના નાગરીકોના સર્વસામાન્ય હિતમાં છે જેને જે ભાષા આવડતી હોય તે ભાષામાં આ લેખનું ભાષાંતર કરીને દેશનાં ખુણે  ખુણે ઇન્ટરનેટના માધ્યમથી પ્રચાર કરી શકો છો.

       જો આપને સ્વચ્છ સમાજ વ્યવસ્થા જોઇતી હોય, સમાન નાગરીક અધિકારો જોઇતા હોય, કોઇ પ્રકારના લાંચ રીશ્વત વિના સરકારી કાર્યો થાય તેમ ઇચ્છતા હોવ, તમામ પ્રકારનું શિંક્ષણ મફતમાં જોઇતું હોય, આરોગ્યની ઉચ્ચ કક્ષાની સેવાઓ મફતમાં જોઇતી હોય, .. અને જ્ઞાતીવાદ કે કોમવાદ વિના બિનરાજકીય સરકારો બને તેવું ઇચ્છતા હોવ, તો આ લેખનો દરેક પ્રાદેશિક ભાષામાં પ્રચાર, પ્રસાર થવો આવશ્યક છે.  

       આમ કેટલા રૂપીયાની કિંમતનો આપણો મત છે અને કેટલો કરવેરો સતત ભરી રહ્યા છે તેની વાતો બ્લોગ પર લખી નાખવાથી ભ્રષ્ટાચાર દુર ના થાય તે આપણે સમજી શકીએ છીએ.

તો હવે આપણે શું કરવાનું છે તે સૌથી મહત્વનું છે

       દરેક નાગરીક સમજી લે કે મત કેટલો કિંમતી છે અને પોતે કેટલા કરવેરા ભરે છે તોપણ આખરે મતદાન તો તે રાજકીય પક્ષોના લોકોને કરે તે સિવાય કોઇ વિકલ્પ હોતો નથી

રોગ પેદા થાય તો તેનું અકસીર ઔષધ પણ પેદા થાય છે

જો આપણે રાજકીય ભ્રષ્ટાચારને દુર કરી શકીએ તો બાકીના બધા ભ્રષ્ટાચારો આપોઆપ દુર થઇ શકે છે આપણે પહેલા જાતે સક્રિય થવું પડે છે આપણા કિંમતી મત અને કરવેરાની આપણી જ રખેવાળી કરવી પડે  છે

            આથી ..સજ્જન લોકો હોય અને સરકારમાં કાર્યરત રહી શકે તેમ હોય શાસાનાકીય બાબતોમાં રસ ધરાવતા હોય સામાજીક સેવાઓમાં થોડા વર્ષો પોતાના જીવનનો અમુલ્ય સમય ફાળવવા તૈયાર હોય તેવા પુખ્ત યુવાન નાગરીકોનું એક સુયોગ્ય બંધારણ ધરાવતું સંગઠ્ઠન રચવું જરૂરી છે આ સંગઠ્ઠનથી રાજ્યની પ્રજાના અગ્રણીઓને એક મંચ સાથે સક્રિય રાખી શકાશે. આ સંગઠ્ઠન સતત પરિવર્તનશીલ બનાવી શકાશે અએ તેના માધ્ય્મથી  અને તેના પીઠબળથી રાજ્યની ચૂંટણીઓમાં સજ્જ્ન લોકોને ઉમેદવાર બનાવીને આપણે સરકારની કાર્યવાહીઓ હસ્તગત કરી શકીશુ.

            હવે ચૂંટણીઓ જીતવા અને સંગઠ્ઠનને ચલાવવા માટે અઢળક પૈસાની જરૂર પડે છે તે પૈસા ક્યાંથી આવશે તે એક પ્રાણ પ્રશ્ન રહેલો છે પણ જે સંગઠ્ઠન બનશે તે એક કોઓપરેટીવ સંગઠ્ઠન હશે તેથી તેના સભ્ય પદ માટે વાર્ષિક સભ્યફી લઇ શકીશુ અને તે સભ્ય ફી મેળવવા અને સભ્યો બનાવવા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ માટે સક્રિય સભ્ય નું કાર્યકારી સમિતિ સંકલન બનાવી શકાશે..સભ્ય ફીના ૧૦ ટકા રકમ સક્રિય સભ્યને વળતર આપવાની પ્રક્રિયા હશે તો સભ્યોની ફી નિયમિત ઉઘરાવી શકાશે અને સભ્ય બનાવવા માટે ઝડપી પ્રક્રિયા હાથ ધરાશે..હવે ઇન્ટરનેટ અને મોબાઇલનો બહોળો અને વિશાળપાયે ઉપયોગ થાય તેનો સંગઠ્ઠન સદઉપયોગ કરીને રાજ્યના દરેક નાગરીક સુધી પહોંચી શકે છે. સંગઠ્ઠન બનાવવા માટે આપણે બધાએ કોઇ ચોક્કસ માધ્યમથી જોડાયેલા રહેવું જરૂરી છે તેના માટે હાલ તો ફેસબૂક અને ઇમેઇલનું માધ્યમ ઉતમ  છે તેમજ સંગઠ્ઠન માટે વેબસાઇટ અને પ્રદેશ કક્ષાએ તથા જીલ્લા કાર્યલયો  પણ તુરતમાં સક્રિય કરી શકાશે..

       હવે રાજ્ય સરકાર ચલાવવા માટે ખુબ અનુભવની કે વહિવટી બાબતોની જાણકારી હોવી આવશ્યક છે પણ દરેક ધારાસભ્ય એક વાર તો પહેલી વાર વિધાનસભામાં આવે છે ત્યારે વિધાનસભાના કાયદાઓથી તેને ૩ દિવસ સુધી તાલીમ આપવામાં આવે છે .તેમ રાજ્ય સરકારના નિવૃત અને નિષ્ણાત અધિકારીઓ આપણા સંગઠ્ઠનમાં સક્રિય થતા રહેશે તેથી વિધાનસભા. જીલ્લા પંચાયતો. તાલુકા પંચાયતો. નગરપાલીકાઓ. મહાનગરપાલીકાઓના  સંચાલનથી તાલીમ આપીને નવા બિન રાજકીય અને સજ્જ્ન નાગરીકનું આખુ માળખુ નિર્માણ કરી શકીશુ.

માણસ એક વર્ષમાં હજારો –લાખો રૂપીયા કમાય છે અને ખર્ચે છે પણ પોતાના પ્રતોનિધિઓથી ચાલતી સરકાર માટે કાર્યરત પક્ષોને ખર્ચ માટે કે પક્ષના અથવા સંગઠ્ઠનના સંચાલન માટે કોઇ દાન કે અન્ય ફંડ આપતા નથી તેથી રાજકારણીઓ જાહેર પ્રજાના લાભો અને મિલ્કતો. ખનીજો કંપનીઓ અને અન્ય ઉધોગકારોને આપીને ચુંટણી ફંડ મેળવે છે તેમજ રાજકારણીઓ જાતે પણ સતત ભ્રષ્ટાચાર કરીને પૈસા કમાયને રાજકીય બાબતોમાં ખર્ચતા રહે છે. જો મતદાન આપીએ તેમ દરેક નાગરીક પોતાના પસંદગીના પક્ષ કે સંગઠ્ઠન ને વાર્ષિક અનુદાન આપે તો રાજકીય પક્ષો પણ સારી રીતે પ્રમાણિકતાથી કાર્ય કરી શકે  છે આ ઉપરાંત જાણતા અજાણતા પણ સરકાર ચલવવાના કાયદાઓ તથા અન્ય કાયદાઓ તેમજ ભારતનું સંવિધાન સરકારી પ્રેસમાંથી ખરીદવાની મહત્વતા ક્યારેય સમજાય નથી.

રાજકીય પક્ષોને કરોડો –અબજો રૂપીયા ચૂંટણી ખર્ચ અને પક્ષના સંગઠ્ઠન ચલાવવાનો ખર્ચ થાય છે તે માટે રાજકીય પક્ષો અને રાજકારનીઓ જાહેર પ્રજાના લાભો એક જુથ કંપની કે અન્ય લોકોને આગમટે આપીને કે યોજનાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર કરીને મેળવે છે તેથી આપણે સામાજીક સંગઠ્ઠન માટે જે ખર્ચ કર્વાનું થાય તે રાજ્યના સામાન્ય નાગરીક પાસેથી તેના લાભો તેના સુધી ભ્રષ્ટાચાર વિના પહોંચાડવા માટે લેવું પડશે..જો દરેક નાગરીક સુધી એક વાત પહોચી ચુકી કે મત ની કિંમત કેટલી અને કેટલો કરવેરો ભરીએ છીએ તેની ગણતરીઓ સમજાય જાય તો પછી બિન રાજકીય સંગઠ્ઠન ની જરૂરીયાતો દરેક નાગરીક સમજી શકશે અને સભ્યપદના વાર્ષિક ખર્ચ પેટે જરૂરી ફી ના પૈસા ખર્ચવા તૈયાર થશે. રાજ્યમાં ૫.૩૦ કરોડ નાગરીકો હોય તો દરેક નાગરીક પ્રતિ વર્ષ ફકત ૨૦૦ રૂપીયા ફી આપે તો આપણા સંગઠ્ઠન ને વાર્ષિક ૧૦ અબજ રૂપીયા મળી શકે છે દરેક નાગરીક સંગઠ્ઠન માટે જવાબદાર પણ રહેશે અને સંગઠ્ઠન  માટે ફરજ બજાવવા ઉત્સુક રહેશે..

પોતે જે સંગઠ્ઠન માટે પોતાના ઘરના સભ્યો પ્રમાણે ૨૦૦ રૂપીયા દિઠ રૂપીયા ખર્ચે તો દરેક સભ્ય સંગઠ્ઠન બાબતે જાગૃત રહેશે અને સંગઠ્ઠન તરફથી ચૂંટણીઓમાં ઉમેદવારો રાખી ને ચૂંટણી જીતાડવા પણ નજીવો ખર્ચ થશે. અને આપણા સંગઠ્ઠન ની પોતાની પ્રજાના પ્રતિનિધોની સરકાર હશે  તો હંમેશા માટે સરકાર ચલાવવાની પ્રક્રિયાઓથી રાજ્યનો દરેક નાગરીક સીધો જોડાયેલો રહેશે. ભ્રષ્ટાચાર દુર કરવા અને દરેક નાગરીક ને મફત શિક્ષણ તથા આરોગ્ય સેવાઓ નિશુલ્ક પુરી પાડવા માટે આપણે જાતે પ્રજાના પ્રતિનિધો ચૂંટવાની જરૂરતનો બીજો કોઇ વિકલ્પ રહેલો નથી.

બિન રાજકીય અને એક વ્યક્તિ એક હોદો ધરાવતા ચોક્ક્સ બંધારણ ને કારણે કોઇ જ્ઞાતિવાદ કે કોમવાદ પણ અવકાશ રહેશે નહીં .ખાસ તો કોઇ એક પરીવાર કે એક વ્યક્તિ બીજી વાર સતા અપ્ર આવી શક્શે નહીં અને ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ પણ ભ્રષ્ટાચાર કે કોઇ નાનકડી ગેરરીતી કરી શક્શે નહીં ..          આપણુ સંગઠ્ઠન દરેક નાગરીક ના ઘર સુધી દેશનું બંધારણ આપની માતૃભાષામાં પહોંચાડશે. દરેક પંચાયત સુધી સરકારના ઠરાવો અને જાહેરનામાઓ પહોચાડશે. દરેક સભ્ય મતદાર પોતાના સંગઠ્ઠન અને સરકારી બાબતોની માહિતીઓ પોતાના ઘરે બેઠા મેળવી શક્શે આપને નથી લાગતુ કેં હું આપના મનની વાત કરી રહ્યો છુ, જો ભ્રષ્ટ રાજકારણીઓ સરકાર ચલાવી શકે છે તો રાજ્યના સજ્જન અનેપ્રમાણિક લોકો રાજકીય પક્ષ વિના પણ સરકાર કેમ ચલાવી ના શકે ? ચલાવી શકે છે અને ચલાવશે.

       ઉપર જણાવ્યા મુજબ પબ્લીક કોઓપરેટીવ ઓર્ગેનાઇઝેશન બની જાય પછી રાજ્યમાં રાજકીય યાદવાસ્થળીનો સમુળગો નાશ થાય, જાગીરદારી ભોગવતા અમુક રાજકીય પરીવારોથી પ્રજાનો કાયમી છુટકારો થાય ..આપ ઇચ્છો છો કે આપણને કોર્ટ કચેરીમાંથી ઝડપી ન્યાય મળે, જાહેર સુવિધાના કામો માટે અરજીઓ ના કરવી પડે, બધાને શિક્ષણ અને આરોગ્ય સેવાઓ નિશુલ્ક મળે, અને આંતરીક તથા સામાજીક ગુનાખોરી નેસ્તનાબુદ થાય, તેવી સરકાર બનાવવા માટે, તેવી રાજ્ય વ્યવસ્થાઓ બનાવવા માટે, આપણે જાતે આળસ ખંખેરીને ઘરની બહાર આવવું પડશે, આપણે જાતે આપણા કરવેરાઓના ખર્ચ અને મતદાનની કિંમત વસુલવી પડશે.

આપ.. જાતે જ્યાં છો ત્યાં આસપાસ આ મેઇલને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ લોકોમાં પહોંચાડો, મેઇલ  વધુને વધુ લોકો સુધી ફોરવર્ડ કરો,એસ.એમ.એસ.થી https://rajprajapati.wordpress.com/ બ્લોગની લીન્ક મોકલો, આપણે બધા સાથે ભેગા મળીને  ખુબ જ ઝડપથી એક પ્રજાકીય સંગઠ્ઠન રચી શકીશુ, ભ્રષ્ટ રાજકીય પક્ષોથી આપણા રાજ્યને, આપણા પરીવારને,આપણા સંતાનોને કાયમી ધોરણે છુટકારો અપાવી શકીશુ.

આપના મેઇલ અને આપના એસ.એમ.એસ. આપણા રાજ્યની તેમજ દેશની સામાજીક ક્રાંતી માટે મહત્વની ભુમીકા નીભાવશે ..

આપ પોતે પણ આ રાજ્યમાં, આ દેશમાં બધાની સાથે વ્યવહાર રાખીને જીવો છો તેથી આપ પણ સમાજની અને સરકારની દરેક બાબત માટે જવાબદાર છો, આપશ્રી જાતે સરકાર ચલાવવા અને સંગઠ્ઠન ચલાવવા સમર્થ છો આપણે જોઇએ છે તે સંગઠ્ઠન બનાવવા આપ આજે જ સક્રિય બની બે વર્ષ સુધી રોજ ફકત ૧ કલાક નો સમય આપશો તો પણ ફકત ૨ મહિનામાં આપણુ સંગઠ્ઠન દરેક વોર્ડ દરેક ગામ
સુધી સહેલાઇથી કાર્યરત થઇ જશે.   

       આપણી સૌની રાજ્યના અને દેશના તથા આપણા સૌના પ્રમાણિક હિત માટે જાહેર અપીલ  છે કે આપ આપના મોબાઇલ અને  ઇન્ટરનેટનો મહતમ ઉપયોગ કરો અને આપણી આ ભગીરથ અને ઐતિહાસીક ક્રાંતીમાં સક્રિય બનો ..

       આપ બધાને મોક્લો .. જે બને તે યોગદાન આપ આપના પોતાના સંગઠ્ઠન અને સમાજ માટે આપી શકો છો.. આપનો એક એસ.એમ.એસ. સમાજને નવી અને પ્રમાણિક દિશા તરફ વાળશે. આપલેખનેઆપનીપાસેનાતમામમેઇલઆઇ.ડીપરમોકલીઆપોતે  દેશનીઅનેઆપણાસમાજનીસૌથીમોટીસેવાબનીરહેશે, અનેભારતભ્રષ્ટાચારમુક્તબનીશકશેતેમજભ્રષ્ટાચારરહિતરહીશકશે.

       આપણી લોકશાહીની સુચારૂ સમાજ વ્યવસ્થાઓ વિશેના અન્ય લેખો માટે આપ https://rajprajapati.wordpress.com/ બ્લોગ ની મુલાકાત લઇ શકો છો અને બ્લોગની લીન્ક  મોબાઇલ મેસેજ દ્વારા મિત્રોને મોકલી વધુ ઝડપે ક્રાતી લાવી શકશો જેટલી ઝડપે આપ સક્રિય થશો તેટલુ વહેલુ સંગઠ્ઠન બની જશે અને તેટલી વહેલી તકે રાજ્યમાં આપણે તમામ શિક્ષણ ફ્રી મળી શકશે. આપની સક્રિયતા સૌથી મહત્વની બની રહેશે.

                                    https://rajprajapati.wordpress.com/

                  http://krutgna.wordpress.com/

 Email:-  jaychitroda2812@gmail.com  

       ૦9925661166 / ૦9924661166 / ૦9227661166

    ૦9428661166 / ૦9898661166 / ૦9328661166.

            ( આ નંબરો આપણા સંગઠ્ઠન માટે હેલ્પલાઇન અને માહિતી માટેના છે )  

 

            વડિલો, ભાઇઓ, બહેનો, તથા મિત્રો.. આપણે હવે કોઇ રાજકીય પક્ષ કે અન્ય ભ્રષ્ટાચાર વિરોધી વ્યક્તિઓની પાછળ ચાલવાનો સમય પુરો થયેલો છે હવે આપણા રાજ્યના તમામ સજ્જનોએ સક્રિય થવાનું છે.. રાજ્યમાં બિનરાજકીય જનપ્રતિનિધિઓ માટે એક નવો મંચ તૈયાર કરવાનો છે આપણે પોતે ધારાસભ્ય બનવાનું છે આજે પ્રજા રાજકીય પક્ષોથી ત્રાહિમામ પોકારી ચુકી છે સજ્જ્ન લોકોને મતદારો સુધી પહોંચાડવા માટે આપણે સામાજીક સંગઠ્ઠનોના અગ્રણીઊ સાથે મળીને તાત્કાલીક અસરથી એક રાજ્ય વ્યાપી સંગઠ્ઠનની રચના કરવી જરૂરી છે.. રાજકીય પક્ષો કે તેના દ્વારા એક પક્ષને હટાવવા માટે કાર્ય કરતા મોટીવેટેડ લોકો માત્ર ભ્રષ્ટાચાર નો વિરોધ કરવાની વાતો કરીને સતા પર બેઠેલા પક્ષને બદલે બીજા પક્ષને તક આપવા સક્રિય છે જેનાથી સામાન્ય જનતાને કોઇ ફાયદો થવાનો નથી આપણે પોતે હવે સરકારની રચના કરવી જરૂરી છે દુધનું દુધ અને પાણીનું પાણી કરવું હોય તો અને રાજ્યની વ્યવસ્થાઓ સાચી બનાવી પડશે. જાતે જ ધારાસભ્ય બનવાની આજથી તૈયારી કરવાની આજે પ્રતિજ્ઞા લેવાની છે.

 

 આ કાગળોની વધુને વધુ કોપી કરાવો અને દરેકને કહો કે આ દેશભક્તિનું અને કાયમી ધોરણે પ્રમાણિક  સમાજ વ્યવસ્થાનું કાર્ય છે આપણા સંતાનો માટે કુટુંબ માટે અને આપણા પોતાના સુંદર ભવિષ્ય માટે આ કાગળોની કોપીઓ દરેક નાગરીક સુધી પહોંચાડીને માનવ જન્મનું સૌથી મોટુ પુણ્યકર્મ કરી રહ્યા છીએ..

       ભ્રષ્ટાચારીઓના રાજકીય પક્ષોને મતદાન આપીને દેશની અને આપણા રાજ્યની સમાજ વ્યવસ્થાઓ અને રાજ વ્યવસ્થાઓ ગંદી અને ભ્રષ્ટ કરવાનું જે કર્મ આપણે કરી રહ્યા છીએ તે આપના જીવનનું સૌથી મોટુ પાપ છે ભ્રષ્ટ રાજકારનીઓને મતદાન આપીને આપણે આપણા સંતાનો અને પરીવાર માટે ખુબ જોખમી સમાજ વ્યવસ્થા બનાવીને આપને આપણા કુટુંબ પરીવારનું ભવિષ્ય અંધકારમય બનાવી રહ્યા છીએ. આપણા રાજ્યમાં પ્રમાણિક રાજ્ય વ્યવસ્થાઓ અને સમાજ વ્યવસ્થાઓ તેમજ સાચી ધર્મ વ્યવસ્થાઓ માટે આપણે પાપકર્મો છોડીને પુણ્ય કર્મ કરવા પડશે..

 

       આપણી દરેક ગુજરાતીઓને જાહેર અપીલ છે કે દેશ અને રાજ્યના સાચા અને સુંદર તેમજ સલામત ભવિષ્ય માટે આ જાહેર હિતના પત્રની વધુને વધુ કોપીઓ આપણા દરેક નાગરીક સુધી પહોંચાડીને પુણ્યકર્મ કરીને આ ધરતીમાતાનું ઋણ આપણે અદા કરીએ…

 

જય ભારત.. જય ગુજરાત…

 

                                               

 

Advertisements

Responses

 1. ઓહ ! રાજ … તે કેટલો ગહન અભ્યાસ કર્યો છે આ બાબતોનો ! ને હુ ઢબ્બુની ઢ …

  • માતેશ્રી.. જે ગહન અભ્યાસ થયો છે તે સતત સંઘર્ષ અને આપ સર્વે વડીલોના અસીમ આશીર્વાદ છે


 2. please sir refer my facebook profile on
  http://facebook.com/jugal24X7
  i wanna be with you for the same intense , I have a huge nos of students youngsters and friends…. who can work with me in my BHARUCH, BARODA, SURAT District level, Let’s Do something that is become eyecatther and attract othe sleepy gujjus and indians… If you are intresested visit me one on facebook or call n mail me… 9408910289
  JUGAL PATEL
  Founder CEO Eguru IT Education and services

 3. Raj apane logo ki jawabdehi batai hai.
  logo ko jagana hi hoga varana ane vali kal
  hume maf nahi karegi.humsafar log bahut hai
  jinki harek sans me parivartan ki nazar hai.aise bahut sare log is desh me Jinda hai .kuchh bhi karenge jiyenge ya marenge per naya sawera layenge.
  KYOKI .LOGONE DEKHA HAI….BAHUT JAISE
  ….SONVANE KO JINDA JALAYA GAYA.
  ….J. DEY KO MARA GAYA
  ….AMIT KI SOPARI DI GAYI
  …DODIYA KO PARIVARJANOKE SAMNE KATA GAYA
  .. J..GADHAVI KO NYAY KE LIYE KHUD JALANA PADA
  …NADIM KI POLICE KE SAMANE GARDAN KATI GAYI
  …VO APANE HI HAI AISE BAHUT APANE CHALE GAYE
  …AB BHI JAYENGE KYOKI YE PAISE BHUKHE BHEDIYE
  … KUBTAK KAPAT KARATE RAHENGE UNAKE
  ….ASALI CHAHERE KO LOG JAN GAYE HAI…..
  ….AB UNAKI HI BARI HAI.TABHI TO APANI SOCH SATH MILI HAI.
  … vinod pandya-Ahmedabad
  ….9825551238

 4. Shri Vinod Pandya sir… આપની વાત ૧૦૦% સાચી છે આપણા લોકો આજે પ્રમાણપત્રનું ભણતર ભણીને પોતાને એજ્યુકેટેડ ગણાવી રહ્યા છે તે લોકો પોતાના ભવિષ્ય પ્રત્યે ખુબ બેદરકાર હોય છે.. પોતાના અધિકારો અને જવાબદારીઓથી ભણેલા લોકો વધુ ઉદાસીન છે તેના કારણે ભ્રષ્ટ સરકારો વધુ વકરતી જાય છે દરેક રાજ્યોમાં ભ્રષ્ટાચારની આગમાં સળગે છેતો પણ ભણેલા ગણાતા લોકો અંગત અને થોડા સ્વાર્થ માટે સામાજીક જબાદારીઓથી પોતાની જાતને દુર રાખી રહ્યા છે .. આપણા જેવા સંઘર્ષશીલ વડીલ મિત્રો સક્રિય થયા છે તે સાબિત કરે છે કે થોડા સમયમાં સમાજમાં અને રાજ્યવસ્થાઓમાં મુળભુત પરીવર્તન શરૂ થશે. અને જેમ દાવાનળની જેમ પરીવર્તનનો ફેલાશે.. આપણે સૌ આ પરીવર્તનમાં નિમિત બનીએ છીએ તેમજ પ્રમાણિક સમાજ વ્યવસ્થાઓ માટે કાર્યરત છીએ તે પણ એક ઇતિહાસ બનશે..

  હું ભારતના અને ગુજરાતના જનસમાજ વતી આ તકે આપ સૌ વડીલ મિત્રોનો ખુબ આભારી છુ.. ઘણા ઘનઘોર અંધકાર પછી જ સોનેરી સવાર ખીલે છે તે પ્રકૃતીનો સિંધ્ધાત છે અંધકાર છે તો હવે સવાર પણ નજીકમાં ખીલશે..

  આપનો કૃતજ્ઞઃ રાજ પ્રજાપતિ..

 5. આટલું બધું ક્યાંથી શોધી લાવ્યા? ખૂબ મહેનત કરી છે. ધન્યવાદને પાત્ર છે.

  • શ્રી ભુપેન્દ્રસિંહજી રાઓલ સાહેબ … આપના સહકાર બદલ તથા પ્રોત્સાહન બદલ ખુબ ખુબ આભાર.

 6. you have done great work.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: