Posted by: rajprajapati | 05/02/2012

WHAT IS FRIENDSHIP ? (વિજાતીય મિત્રતાની વાસ્તવિકતાઓ)

ફ્રેન્ડશીપ માટે વલખતા લોકો માટે…..   વેલે ન્ટાઇન ડે.. ની સપ્રેમ ભેંટ …

                નખશીખ પ્રમાણીક પત્રકારીત્વની ૨૦ વર્ષના, બે દાયકાની યાત્રામાં મે પુરૂષોની અને સ્ત્રીઓની માનસીકતાઓનો જુદી જુદી સ્થિતીમાં અને અલગ અલગ સંજોગોમાં અનુભવ અને અભ્યાસ કરેલો છે.. પરીચિત અને અપરીચિત સ્ત્રી હોય કે પુરૂષો હોય પણ જ્યારે ” કામ ” નો પ્રભાવ નિયમિત હોય અને તેની સામે જોઇએ તેવા વિજાતિય પાત્રની કાયમી ઉણપ હોય તો દરેક ને પોતાની મનોઇચ્છાઓ પ્રમાણે સમાજમાંથી જાણ્યા અજાણ્યા લોકોમાંથી કોઇ એક કે બે -ચાર ની શોધ કરવાનીફરજ પડે છે “ફ્રેન્ડ” ની જરૂર રહે છે

              આપણા ભારત દેશની ઋતુઓ અને આબોહવા તથા બીજી અન્ય વ્યવસ્થાઓ પ્રમાણે દિકરી માટે ૧૮ વર્ષની ઉંમર અને દિકરા માટે ૧૯ – ૨૦- ૨૧  ની ઉંમર યોગ્ય છે  ખરેખર તો ૧૭ વર્ષની છોકરી થાય ત્યારે અને છોકરો ૨૦ વર્ષનો થાય એટલે કોલેજમાં દાખલ થાય તે વર્ષમાં સગાઇ -સગપણ કરી ને યોગ્ય સમયે લગ્ન કરવાની હવે આવશ્યકતાઓ છે..

              આજે જે રીતે ફ્રી ફ્રેન્ડશીપ કલ્ચર વિકસ્યુ છે તે પ્રમાણે કોલેજોમાં ૨ વર્ષ કાઢી ચુકેલા છોકરા છોકરીઓ શારીરીક સંબધો સરળતાથી નિભાવી રહ્યા છે અને સૌથી વધુ ખતરનાક બાબત એ હોય છે કે જેમ માણસ નવા નવા કપડા બદલે તેમ કોને કોની સાથે ફાવે છે અને અનુકુળ છે તે પ્રમાણે નવું પાત્ર મળે તો જુના “ફ્રેન્ડ” ને બદલવાની હવે ફેશન પણ ચાલે છે .

             આ બધુ એટલા માટે યોગ્ય નથી કારણ કે જીવન ત્યાં પુરૂ થતુ નથી અને સતત આગળ વધે છે પોતાના શારીરીક સંબધોવાળા વિજાતિયમિત્ર સાથે લગ્ન તો થતા નથી અને લગન તોવેલ સેત અને આર્થિક બાબતોના આધારે થતા હોવાથી કોલેજના મિત્ર સાથે લગ્ન થવાની કોઇ શક્યતા હોતી નથી.

               જીવનની શરૂઆતના શારીરીક સંબધો થયા હોય તે પાત્ર જીવનમાં સાથે રહેતુ નથી  પણ જીવનભર ભુલાતું નથી અને તેના લગ્ન બીજા સાથે થાય છે જેમ આપણ ને રોજે રોજ એકનું એક એક સરખુ ભોજન ભાવતું નથી તેમ શારીરીક સુખમાં પણ અમુક સમય બાદ સ્વાદ બદલવાની કે માણવાની ઇચ્છાઓ ઝગમગતી હોય છે તેથી લગ્ન ના અમુક વર્ષો બાદ પહેલા જે વિજાતીય મિત્રો સાથે શરીર સંબધો બાંધ્યા હોય .. ફ્રે ન્ડશીપમાં જે જલ્સા કર્યા હોય તે પાત્ર ફરી એક બીજાને શોધે છે અને મોટા ભાગે તો એક બીજા ક્યા છે અને ક્યાં રહે છે તે જાણતા હોય છે તેથી ફરી જુના સંબંધો નવા સ્વરૂપે શરૂ થાય છે..

           અને પછી શરૂ થતી હોય છે લગ્ન જીવનની રામાયણ અને મહાભારત..

          મિત્રો એક વાત મહત્વની એ પણ છે કે પ્રકૃતીમાં જે છે તો સુખો ક્યારેક ને ક્યારેક તો બધાને માણવા મળે છે તેના માટે આપની જાતને હલકી કક્ષાએ લઇ જવાથી માણસની આત્મશક્તિ સંદતર ઘટે છે ઇચ્છાશક્તિઓ નબળી બને છે.. પ્રબળ ઇચ્છા શક્તિ અને આત્મશક્તિ માણસ ને સફળ અને સુખી બનાવે છે
આજે આપણે રસ્તાઓ પર બાઇક ઉપર કે કારમાં એકલા એકાંત માટે તલસતા તરૂણ કે યુવાન છોકરા છોકરીઓ ને જોતા હોઇએ છીએ.. તે લોકો પોતાના ભવિષ્ય વિશે અને આવનારા જીવનમાં પેદા થનારા ભય સ્થાનોથી અજાણ હોય છે..
માણસની કામોતેજના ખુબ જ સંવેદનશીલ હોય છે એટલે વહેવા મળે તો વહી જાય છે અને હંમેશા ખોટા પાત્ર પર વહી જાય છે..

           જે છોકરા છોકરીઓ લગ્ન વિના વિજાતીય મિત્ર સાથે શારીરીક સંબંધો રાખે છે કે ક્રીડા આચરે છે તે લોકો ગમે તેટલા સંમૃધ્ધ  હોય તો  પણ અને ગમે તેટલા ભણેલા હોય તો પણ તેના અંગત જીવન ક્યારેય સુખ -શાંતી ભર્યુ નથી બનતું.. કારન કે દરેક માણસ જે કાર્ય કરે તે સારૂ હોય કે ખરાબ હોય પણ બીજા જાણતા હોય કે ના જાણતા હોય પણ તે પોતે તો પોતાના હલકા કાર્યો અને સંબંધો જાણે છે તેથી તેનું મન હંમેશા તેને પીડા આપતું રહે છે …

              મિત્રો વિજાતીય સંબધો હંમેશા પોતાના પરીણિત પાત્ર સાથે રાખો.. જો શરીર અને મનના આવેગો ને આપને નિયંત્રીત ના કરી શકીએ અને આપણી જીજ્ઞાશાઓ અને અપેક્ષાઓને સારા સંજોગો તરફ વાળી ના શકીએ તો આપણે માણસ નથી પણ એક સામાજીક પશુ છીએ.. ગમે તેની સાથે સુઇ જવું સરળ છે પણ સુતા પછી ફરી અડીખમ ઉભુ થવું અશક્ય છે….
પોતાના પતિ કે પત્નિ સિવાય બીજા સમક્ષ એક વાર કપડા ઉતરે તે કપડા આપણુ મન ક્યારેય ફરી પહેરી શકે નહીં .. આપણે આપણી જાત અને અતિતથી પડી જઇએ અને સતત હલકા બનીએ તો તે જીવનમાં કોઇ આનંદ હોતો નથી..

                એક બાબત એ પણ પુર્ણતઃ સત્ય છે કે કદાચ આપના સમાજમાં ૫ લાખ વ્યક્તિઓમાં એક વ્યક્તિ ને અનુભુતી હોય છે કે પ્રેમ શું છે.. શારીરીક ઇચ્છાશક્તિ પ્રબળ હોય ને મનમાં સજાવેલું  પાત્ર આપણી આંખમાં ગમી જાય એટલે મન તેનામાં ખોવાયા કરે છે તેને આપણે પ્રેમ સમજીને ગઝલો લખતા થઇએ છીએ… 

                વિજાતીય પાત્ર સાથે એંકાત ખુબ જ ખુબ ખતરનાક હોય છે.. ભલે ને તમે ગમે તેવા ખુલાસાઓ કરો પણ ઓફીસો માં સાહેબ સાથે એંકાતમાં રહેતી ઘણી  સ્ત્રીઓ ઓફીસના મિત્રો સાથે શારીરીક સંબંધોથી જોડાતી હોય છે કાયમી નહીં તો હંગામી પણ જોડાય તો જાય છે. કારણે કે શરીરને પણ એક ઉર્જા હોય છે બે નજીક ની ઉર્જા સતત ભેગી થયા કરે અને એકબીજાના અવાજ સતત એકમેકને સંભળાતા રહે.. અવારનવાર સ્પર્શ થતા રહે અને અનુકુળતા હોય ત્યારે એકબીજાને એક સમયે આવેગો પ્રબળ બને ત્યારે ભલભલા વ્યક્તિત્વો લસરી પડે જ છે…

                  હવે કોલેજોમાં વિજાતીય  ફ્રેન્ડ હોવા ફરજીયાત છે જાણે કે કોલેજના દિવસોમાં શરીરને લગ્નસાથી માટે અનુકુળ બનાવવા વિજાતીય મિત્રની ફરજ છે..લગ્નજીવનમાં જે શારીરીક સંબધો માણવાના અને નિભાવવાના હોય છે તેનો હવે કોલેજકાળમાં પુરતો અભ્યાસ અને અનુભવ કરી લેવાની ફેશન છે.  જો વિજાતીય મિત્ર પ્રત્યે આપણે પવિત્ર હોઇએ અને આપણને શારીરીક સંબંધો રાખવાની ઇચ્છા જ ન હોય તો પછી કોઇપણ મિત્ર ને આપણા બાપ અને મા સાથે, ભાઇઓ બહેનો સાથે મુલાકાત કરાવવી જોઇએ.. આપણે જોઇએ છીએ કે છોકરીઓ તેના મોઢા ને સંતાડી રાખે છે પરણિત સ્ત્રીઓના પણ ચહેરા ઉપર માટી અને ધુલ ઉડતા હોય છે ગોગલ્સ પહેરેલા હોય અને મોઢે ચુંદડી વિંટાળીનેચહેરો સંતાડેલો હોય તો સમજી લેવાનું કે તે “ફ્રેન્ડ” ફકત શરીર સુખ માટે જાય  છે જે છોકરીચહેરો સંતાડે તે છોકરી ૧૦૦ ટકા અપ્રાણિક શારીરીક સંબધોમાં પ્રવૃત હોય છે આ બાબત માં કોએ અભિમાન કરવાની જરૂર નથી.. જેની પોતાની દિકરી ચુંદડી કે સ્કાફ થીચહેરો સંતાડીને ફરતી હોય તેઓએ પણ પત્નિને કહીને દિકરીને ગાયનેક પાસે ચેક-અપ કરાવીએ લેવા જેવું છે.. 

                અરે ભાઇ,…. છોકરી એ ચહેરો સંતાડવાની કંઇ જરૂર છે ? તેણે એવું ક્યુ કાર્ય કર્યુ છે કે પોતાની જાત થી છુપાય છે ?… ભગવાને સુંદર ચહેરો આપ્યો છે તે શું સંતાડી  રાખવા માટે આપ્યો છે અને આપણો ચહેરો લોકો જોવે તો ખોટુ પણ શું છે ચહેરો જ તો આપણી ઓળખ છે તેને છુપાવવાની કંઇ જરૂર છે,….. જો ખોટુ કોઇ કાર્ય કરતા નથી તો ચહેરો છુપાવવાની જરૂર નથી અને પ્રેમ જ કર્યો છે તો કોઇના બાપથી ડરવાની જરૂર પણ નથી..

             ખરેખર  વિજાતીય મિત્ર શરીર માટે ના હોય તો દરેક છોકરીએ તેના બોય ફ્રેન્ડને પોતાના માતા-પિતા..ભાઇ વગેરે સાથે પરીચય કરાવવો જોઇએ.. અને દરેક છોકરાએ છોકરીને પહેલા પોતાના ઘરે લઇ જવી જોઇએ.. આ રીતે અનેક પ્રકારની સલામતિ પણ રહેતી હોય છે સંબંધો જીવનભર ટકી રહે છે.. અને પરીવારને જાણમાં હોય તો પછી ઘરમાં પણ અનુકુળતા મુજબ તમે  બધા સંબંધો રાખી શકો છો… વિજાતીય મિત્ર સાથે લગ્ન માટેની શક્યતાઓ પણ વધુ રહે છે.. મિત્રો ના પરીવારો એકબિજાના સંપર્કમાં હોય તે દરેક છોકરા છોકરીઓ માટે સૌથી પહેલી આવશ્યકતા છે.. માતા- પિતા એ પણ પોતાના સંતાનો ને તેના કોઇપણ મિત્ર ને પહેલી વાર ઘરે લાવીને બધા સાથે પરીચય કરાવવાની ફરજ પાડવી જોઇએ.. .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: