Posted by: rajprajapati | 09/01/2012

ગુજરાત સરકાર ગુનાહિત પ્રવૃતીઓની મદદ માટે કાયદાઓ બનાવે છે ?

ગુજરાત સરકાર શું ગુનાહિત પ્રવૃતી કરનારાઓની મદદ કરવા માટે કાયદાઓ બનાવે છે ?

       ( રાજ્યની વિધાનસભા પોતાની સતાથી રાજ્યની કોર્ટમાં ચાલત કેસો બારોબારો નિર્ણય કરવાની કોઇ કાયદામાં જોગાવાઇઓ કરતી હોય તો સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર સમગ્ર ન્યાયતંત્રનું અપમાન કરી  રહી છે અન્ય કેસોમાં કોર્ટ મેટર પેન્ડીંગ હોય અને નિર્ણય કરવામાં આવે તો કોર્ટ ઓફ કન્ટેમ થાય છે તો રાજ્યની વિધાનસભા જો કોર્ટ બહાર નિર્ણય લેવાની જોગવાઇવાળૉ કાયદો ઘડતી હોય તો સમગ્ર ન્યાયતત્રનું જાહેર અપમાન છે અને એક રીતે કન્ટેમ થાય છે. )

         ગુજરાતની વિકાસશીલ સરકાર રાજ્યના ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે “અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત અધિનિયમ ૨૦૧૧” લાવ્યા છે તેના નિયમો ઘડવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ગણોતધારાના કાયદા અનુસાર અને મહેસુલના કાયદા અનુસાર ખેતીની જમીનો બિનખેતી થયેલી ના હોય તેના પરનું બાંધકામ કાયદેસર કરવાનું છે તેથી ગણૉતધારા અને મહેસુલના અમુક નિયમોમાં રાજ્ય સરકાર પોતાની રીતે બાંધછોડ કરી લેવાની હોવાની વ્યાપક  ચર્ચાઓ થઇ રહી છે

          રાજ્યના શહેરી વિસ્તારોમાં અનધિકૃત બાંધકામો થયેલા છે તે મોટેભાગે ઘંધાદારી બિલ્ડર્સોએ બનાવી વેચ્યા છે બિનખેતી વિના મંજુરી આપવાની કોઇ જોગવાઇ બી.પી.એમ.સી. એકટ માં નથી છતાંપણ મોટાભાગના કિસ્સાઓમાં શરતી મંજુરીઓ આપવામાં આવી અને બહુમાળીઓ બનાવીને વેચી મારવામાં આવ્યા છે. જે તે સમયે રાજ્યના શહેરી વિકાસ ઉર્ફે ભ્રષ્ટાચાર વિકાસ વિભાગના તાબામાં સાત કમિશ્નરો અને આખુ શહેરી વિકાસ વિભાગ કાર્યરત રહેલુ હતું પરતું અનધિકૃત રીતે બંધાઇ રહેલ બાંધકામો સામેની એકપણ ફરીયાદ રાજ્ય સરકારે સાંભળી નથી અને બાંધકામો થવા દિધા છે.

       ગેરકાયદેસર બાંધકામો કરનારા રાજ્યના બિલ્ડરો પાસેથી રાજ્યની સરકારના અધિકારીઓ અને રાજકારણીઓ સતત રીશ્વત લેતા રહ્યા હોય તેમ આજે પણ કોઇ ધંધાદારી બિલ્ડર્સને વાંધો ના આવે અને બિલ્ડર્સો પર કોઇપણ જવાબદારી ના રહે તે માટે રાજ્ય સરકાર ગણૉતધારાના અમુક નિયમો અને મહેસુલના અમુક નિયમોનું રાજકીય પોલીસી પ્રમાણે મનધડત અર્થઘટન કરીને બાંધછોડ કરવા તૈયાર થયેલ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે કારણ કે રાજ્ય સરકારના મોટાભાગના કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની બાંધકામ કંપનીઓ રાજ્યમાં પ્રવૃતીમય છે અનેક ધારાસભ્યો અને સાંસદો પન બાંધકામ પ્રવૃતી સાથે સંકળાયેલા  છે.

             રાજ્યના હાલના મહેસુલ સચીવ કાયદાની જોગવાઇઓમાં કોઇ બાંધછોડ કરવા તૈયાર ના હોવાથી લાંબા સમય સુધી આ નિયમો બહાર પાડી શકાતા નથી. રાજ્ય સરકાર માટે ઇમ્પેક્ટ નો કાયદો લાવવો જરૂરી છે કારણ કે રાજ્ય સરકારે અન્ય એક પ્રકરણમાં બાંધકામ કાયદેસર કરવાનો કાયદો બનાવવાનું સોંગદનામું કરેલુ હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.

             રાજ્યની દરેક કલેકટર કચેરીઓમાં બિનખેતી કરવા માટેની સંખ્યાબંધ અરજીઓ પેન્ડીંગ પડી છે પણ તે અરજીઓ પ્રમાણે બિનખેતી કરવામાં આવતી નથી પરંતુ જે લોકોએ ગેરકયદેસર પ્રવૃતી કરીને ગેરકાયદેસર બાંધકામો કરેલા છે તેના માટે ઇમ્પેક્ટ ના કાયદાની અમલવારી માટે બિનખેતી કરવાની જોગવાઇ નિયમોમાં ઉમેરી રહેલ છે આથી રાજ્યમાં જે લોકો ગેરકાયદેસર પ્રવૃતી કરે તેના માટે ઇમ્પેક્ટના કાયદામાં દરેક જોગવાઇઓ કરી આપવાની અને જે લોકો નિયમાનુંસાર અરજીઓ કરે તેને નિયમમાં હોઇ તો પણ પુરતી રીશ્વત ના મળે તો બિનખેતી નથી કરવામાં આવતી તે પણ સ્વયંમ સ્પષ્ટ રહ્યુ છે.

       બી.પી.એમ.સી. ના કાયદા અનુસાર મહાનગરોમાં જે કમિષ્નરો ફરજ બજાવી  રહ્યા છે તે બધા ઇમ્પેક્ટના કાયદાઓની અનેક જોગવાઇઓના વિરોધમાં હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે

       ગેરકાયદેસર બાંધકામ વેચવા માટે કરેલી કોઇ પણ પ્રકારની પ્રવૃતી સામે ભારતની સુપ્રીમ કોર્ટે એક કેસમાં સ્પષ્ટતા કરેલી છે કે જે બાંધકામ ગેરકાયદેસર છે તેનું વેચાણ કરવું તે આઇ.પી.સી.ની કલમ ૪૬૭ મુજબ ફોજદારી ગુનો બને છે આ સીવીલ અપીલ નં.૨૫૪૪ / ૨૦૧૦ ના આધારે તારીખ ૨૧/૦૫/૨૦૧૧ અને તા.૨૭/૦૫/૨૦૧૧ ના રોજ સુધીર સિન્હા. અધિક પોલીસ મહાનિર્દેશક ( કાયદો અને વ્યવસ્થા) ગુ.રા. ગાંધીનગર દ્વારા ગેરકાયદેસર બાંધકામો કરીને વેચનાર સામે આઇ.પી.સી.ની કલમ ૪૬૭ મુજબ ફોજદારી ગુનો દાખલ કરવાના આદેશો પણ કરવામાં આવેલા છે જેના કારણે રાજ્યમાં હજારો બિલ્દર્સો સામે ફોજદારી ગુનો બને છે પરંતુ રાજ્ય સરકારે રાજ્યના ગુનેગારોને બચાવવા સદભાવનાપુર્ણ સંકલ્પ કરીને કમર કસી હોવાથી ઇમ્પેક્ટના કાયદાના નિયમો પણ તે પ્રમાણે બનાવી ગુજરાત સરકાર લોક્શાહીના તમામ ધોરણો તોડવાનો વિકાસ કરવા માંગતી હોવાનું પણ ચર્ચાય રહ્યુ છે.

            ફી વાળી આ બાબત રાજ્યમાં એક વર્ષથી ચાલી રહી છે તેથી રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ આ બાબતને ઝીણવટપુર્વક જાણે છે અને સમજે છે દરેક કાગળો ઉપર સતત કાર્યવાહીઓ થઇ રહી છે છેલ્લા એક વર્ષમાં ૧૦૦  થી વધુ વાર ઇમ્પેક્ટના કાયદા તથા તેના માટેના નિયમો બનાવવા વિધેયક બનાવવા માટે નિષ્ણાતો અને અધિકારીઓની મીંટીંગો મળતી રહી છે છતાં પણ ઇમ્પેકટના કાયદા સામે હાઇકોર્ટમાં કરવામાં આવેલી એક જાહેર હિતની અરજીને ગ્રાહ્ય રાખીને એક મહિનાની લાંબી મુદત આપીને રાજ્ય સરકાર અને એડવોકેટ જનરલને નોટીસો આપવામાં આવેલી  છે પરંતુ કોઇ અગમ્ય કારણોસર રાજ્ય સરકાર અને એડવોકેટ જનરલે એક મહિના બાદ ૧૦ દિવસની અને ફરી આવેલી મુદતમાં પણ ફરી સમય માંગીને પોતાનો જવાબ રજુ કરવામાં ઇરાદાપુર્વક આળસ કરી રહ્યા હોવાથી હાઇકોર્ટની ગરીમા જળવાતી નથી હાઇકોર્ટને રાજ્ય સરકારને અનુસરવાની આડકતરી ફરજ પડી રહી છે. રાજ્યની પ્રજાના ખર્ચે લાખો રૂપીયા ચુકવીને સંખ્યાબંધ વકિલો કાર્યરત છે અને રાજ્યના અધીકારીઓ પણ કાર્યરત છે છતાંપણ નામદાર હાઇકોર્ટ સમક્ષ નોટીસ બાબતે સત્ય રજુ કરવામાં શંકાસ્પદ રીતે આળસ કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે..

          રાજ્યમાં બી.પી.એમ.સી.ના કાયદાનો અમલ કરીને અનેક બાંધકામો તોડી પાડવામાં આવેલા છે જેના બાંધકામો સામે કાયદાનો અમલ કરવામાં આવ્યો તે સમયના અન્ય જે કોઇ બાંધકામો મંજુર કરવામાં આવશે તો તે સમયના તોડી પાડેલા બાંધકામોનોનું તમામ વળતર પણ રાજ્ય સરકારે ચુકવવાપાત્ર બનશે. કારણકે તે સમયે જેના ગેરકાયદેસર બાંધકામો  તોડી પડાયા અને અન્યના ટકાવી રાખ્યા તેનાથી બંધારણની સમાન અધિકારની કલમનો ભંગ થાય છે ઇમ્પેકટના કાયદામાં એક રાજ્યમાં કાયદો લાગું કરવામાં અસમાનતા રહેલી છે બી.પી.એમ.સી. જે જોગવાઇઓથી બાંધકામો તોડવામાં આવેલા તે નિયમો દરેક ગેરકાયદેસર બાંધકામને લાગું પડે છે  રાજ્ય સરકાર જેટલા જુના બાંધકામો કાયદેસર કરશે તે સમયથી તોડી પાડવામાં આવેલા તમામ બાંધકામનું સંબધિત નાગરીકોને વળતર ચુકવવાની આ કાયદામાં કોઇ જોગવાઇઓ કરવામાં આવી નથી. આથી ભારતના દરેક નાગરીકને સંવિધાનથી મળેલા સમાનતાના અધિકારોનો સ્પષ્ટ ભંગ થતો હોવાનું જાણવા મળી રહ્યુ છે..

             ગુજરાત સરકારે બે વર્ષથી ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાનો કાયદો કરવા આકાશ-પાતાળ એક કરી રહી હતી પ્રથમ વખત વિધેયક પસાર કરવામાં આવેલું ત્યારે જે અરજદારે હાઇકોર્ટમાં જાહેર હિતમાં અરજી કરી છે તે અરજદારે રાજ્યપાલ સમક્ષ જાહેર હિતની અરજી કરેલ હતી તે સમયે અરજદારના રજુ કરેલા મુદાઓને ગ્રાહ્ય રાખીને રાજ્યાપલશ્રીએ વિધેયક નામંજુર કરેલ હતું. રાજ્યમાં લોકાયુક્તની બાબતમાં રાજ્યપાલશ્રી અને રાજ્ય સરકાર વચ્ચે મતભેદ થતા ભાજપની સરકારે રાજ્યપાલશ્રી વિરુધ્ધમાં ઝુંબેશ ઉપાડી હતી જેના કારણે રાજ્યપાલશ્રીને પાછા બોલાવવા માટે રાષ્ટ્રપતિશ્રી સમક્ષ ઉગ્રતાથી રજુઆતો પણ કરવામાં આવી હતી.

           ફરીવાર રાજ્ય સરકારે ફકત કટ ઓફ ડેટનો સુધારો કરીને રાજ્યાપલશ્રીએ જે વાંધાઓ તેઓના સંદેશામાં જણાવ્યા હતા તેવા મહત્વના સુચનોને અવગણીને પણ સર્વસંમતિથી વિધેયક પસાર કરવામાં આવતા રાજ્યપાલશ્રીએ મંજુર કરેલ છે પરંતુ અનેક પ્રકારે રાજ્યના શહેરો અને શહેરી પ્રજાને દુરોગામી રીતે નુકસાન કરતું અને ફોજદારી તથા સંવિધાનના અમુક નિઅયમોનું ઉલ્લઘંન કરતો કાયદો આવતા તે અરજદારે રાજ્યની હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે જેમાં નોટીસનો જવાબ પણ રાજ્ય સરકારે રજુ કરેલ નથી અને બીજી તરફ ગણોતધારાના નિયમો અને મહેસુલના નિયમોમાં મનઘડત અર્થઘટન કરીને કોઇપણ ભોગે ઇમ્પેકટના કાયદાના નિયમો ઘડવામાં આવી રહ્યાથી ગેરકાયદેસર બાંધકામો કાયદેસર થવાની આશાઓ રાખનારા બિલ્ડર્સોમાં ચિંતાની લાગણી જોવા મળી રહેલ છે.

           રાજ્યના મંત્રીશ્રી જાહેર નિવેદનો કરે છે કે રાજ્યની વિધાનસભાને કાયદાઓ ઘડવાની સતા છે તો શું રાજ્યની કોર્ટમાં હજારો કલાકો સુધી જેની કાર્યવાહી થઇ  છે તેવા હજારો કેસોમાં લાખો કરોડો રૂપીયા વપરાયા છે જજોના પણ હજારો કલાકોનો સમય ઉપયોગમાં લેવાયો છે તો ઇમ્પેકટના કાયદામાં ની કલમ ૧૧ માં કરેલી જોગાવાઇ મુજબ રાજયમાં કોઇ ન્યાયલાયોની જરૂરત રહેતી નથી કારણકે જો રાજ્ય સરકાર બહુમતિના જોરે કાયદાઓ ઘડવા વૈધાનીક સતાઓનો દુર ઉપયોગ કરી શકતી હોય તો રાજ્યની કોર્ટોમાં લાખો કેસો પેન્ડીંગ છે સૌથી વધુ કેસો સીવીલ કોર્ટમાં છે અબજો રૂપીયાના ખર્ચાઓ કરીને ન્યાયાલયો ચાલી રહ્યા છે અને લોકશાહીનો સૌથી વિશ્વાસજનક એક સ્તંભ છે રાજ્યની વિધાનસભાઓ પોતાની સતાથી રાજ્યની કોર્ટમાં ચાલત કેસો બારોબારો નિર્ણય કરવાની કોઇ કાયદામાં જોગાવાઇઓ કરતી હોય તો સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર સમગ્ર ન્યાયતંત્રનું અપમાન કરી  રહી છે અન્ય કેસોમાં કોર્ટ મેટર પેન્ડીંગ હોવાથી નિર્ણય કરવામાં આવે તો કોર્ટ ઓફ કન્ટેમ થાય છે તો રાજ્યની વિધાન સભા જો કોર્ટ બહાર નિર્ણય લેવાનો કાયદો ઘડતી હોય તો સમગ્ર ન્યાયતત્રનું જાહેર અપમાન છે અને રાજ્યની વિધાનસભાએ રાજ્યના ન્યાયતંત્રની કન્ટેમ છે.

           રાજ્યની અદાલતોના કેસો ને બારોબાર નિર્ણય લેવાની સતા જો વિધાનસભાને છે તો ગુજરાત રાજ્યની અદાલતોમાં ચાલતા લાખો કેસોમાં ૮૦ ટ્કા કેસો રાજ્ય  સરકારની તંત્ર વ્યવસ્થામાં રહેલી અસમાનતા અને ગેરરીતીઓના કારણે થયા  છે રાજ્યની વિધાનસભામાં હાલની સરકાર બહુમતી ધરાવે છે તો લાખો કેસોના બારોબાર નિર્ણય કરવની જોગાવાઇ સાથે કાયદો ઘડીને રાજ્ય સરકારે પોતાની રાજ્ય પ્રત્યેની સદભાવના પુરવાર કરવા કમર કસવી જોઇએ તેવું માનવામાં આવી રહ્યુ છે..

             ઇમ્પેક્ટનો કાયદો ફકત અને ફકત રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામો કરવાનો વ્યવસાય કરતા લેન્ડ માફિયાઓને કાયદાનું રક્ષણ આપવા કરવામાં આવ્યો છે અને જેના કારણે ભવિષ્યમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં અનેક પ્રકારની દુરોગામી સમસ્યાઓ પેદા  થનાર છે. જેથી ઇમ્પેકટના કાયદાની રાજ્ય સરકારે કોઇ અમલવારી કરીને ભારતના સંવિધાનની સમાનતાની અધિકારોની ઉપરવટ જવાને બદલએ જેમ ચેરીટી ટ્રસ્ટ અંગેનો કાયદો અમલ કર્યા વિના બાજુ પર મુકી દેવાયો છે તેમ ઇમ્પેક્ટના કાયદાની અમલ વારી મોકુફ રાખીને આગામી વિધાનસભામાં યોગ્ય રીતે ફરી નવું વિધેયક લાવીને રાજ્ય અને ભારતના સંવિધાન પ્રત્યે સાચી અને વાસ્તવિક સદભાવના દાખવી જોઇએ તેવી રાજ્યની પ્રજાના જાહેર હિતમાં રાજ્ય સરકારને મારી જાહેર વિનંતી છે.

                                     આપનો

       રાજ પ્રજાપતિ,

૧૨૫૨ / ૨,

સેકટર ૬/ડી,

ગાંધીનગર .

૯૪૨૮૬૬૧૧૬૬

PIL… :-    SCA  17330 / 2011,

 GUJARAT HIGH COURT,  AHEMEDABAD.

———————————————————————————————————————————————————–

Translation from original Gujarati

Office of the Director General of Police

And Inspector General of Police,

Gujarat State, Gandhinagar.

Date : 27-5-2011

 MEMO

 Subject :      Lodging of cases for offences of cheating and bogus documentations against builders/promoters selling basement/cellar/terrace rights.

 Instructions have been issued vide this office letter no.G-1/Crime/T.1/Misc.21/11/1569/2011 dated 21-5-2011 for lodging cases for offences of cheating and bogus documents against the builders/promoters who are selling basements/cellar/terrace rights and copy of reported judgment rendered by the Hon’ble Supreme Court in Civil Appeal No.2544/ 2010 has also been provided. In para 37 of the judgment, it has been stated that, definition of common area and facilities (amenities) is not provided in Maharashtra Ownership Flats Act (MOFA). Since no definition of common area is prescribed in the Act, the Hon’ble Supreme Court has declared that the basement, cellar, terrace, garden, club house, parking area, storage area, corridor, lobby, staircase, lift, public and professional facilities are covered within the meaning of common area and amenities.

 Looking to the Gujarat Ownership Flats Act, 1973 also, no definition of common area and facilities is given in the said Act.

 Therefore, the judgment pronounced by the Hon’ble Supreme Court  under the MOFA is applicable in toto in Gujarat also.  The Hon’ble Supreme Court has not enacted any new Act, but, has clarified about interpretation of the prevalent Act.

 Acting contrary to the provisions of the prevalent Gujarat Ownership Flats Act, 1973, the buildings/promoters have sold out in the past also the common space i.e. basement, cellar, terrace, parking area etc. Therefore, as clarified in the memo referred, there is commission of criminal offence since the Act is in vogue since 1973.  It has been specifically clarified by the Hon’ble Supreme Court in judgment that the builders/promoters cannot sell any other space except flats, however, they cannot sale common area space which is of joint ownership of the flat owners.

It is to be reiterated that it has been mentioned in para 41 of the judgment that all the agreements which have been entered into by and between promoters and flat owners contrary to the aforesaid provisions are illegal agreements and therefore, it is null and void in the eyes of law.

 In view of the aforesaid legal position, it is hereby directed that cases be recorded against the builders/promoters those who have sold out the common area/space like basement, cellar, terrace, parking area etc. and those whosoever may do so in future.

Sd/-

(Sudhir Sinha)

Additional Director General of Police,

(Law and Order), Guj.State, Gandhinagar.

27-5-11

 To,

–                     All Police Commissioners

–                     All Heads of Range,

–                     All Police Superintendents.

Copy forwarded for information to :-

–                     All the Addl. Director General of Police

–                     All the Inspector General of Police

–                     All Deputy Director Inspector General of Police.

————————————————————————————————————————————————————

 

Translation from original Gujarati

Date : 21-5-2011

 MEMO

 Subject :      Lodging of offences against builders/promoters selling basement/cellar/terrace rights for the offences of cheating and bogus documentations.

 (1)             The findings recorded by the Hon’ble Supreme Court of India in the reported judgment in case of Civil Appeal No.2544/2010 are equivalent to the law, a copy of which is enclosed herewith.  In the said case, the appellant is Mr.Nyalchand Lalchand Pvt.Ltd. V/s Panchal Cooperating Society Ltd.

 (2)             In this judgment, it has been discussed about various rights of the flat-owners of multistoried building managed by the Cooperative Housing Society and the builders/promoters.

 (3)             In para 37 of the judgment, definition of common space is given which includes parking space and basement, cellar, terrace etc.

 (4)             It has been clearly stated in para 40 of the judgment that builders/ promoters have right to only sell flats; they have no right to sell common space i.e. basement, cellar, open parking space, gardens etc.

 (5)             It has been mentioned in para 41 of the judgment that the agreements entered into by and between promoters and flat owners contrary to the aforesaid provisions are illegal agreements.

 (6)             There are numerous incidents of sale of basement, cellar, open space etc. by promoters/builders in Ahmedabad city. Such incidents may have also occurred in other cities and districts of the Sate. In Ahmedabad town, at various places the promoters have sold basement and cellars.  Such sales are illegal and are null and void agreements in the eye of law.

 (7)             Such sales made contrary to provisions of law means that the builder/promoters earn by selling open space of basement, cellar or parking which are not of the ownership of builders/promoters.  This amounts to a case of criminal offence of cheating.

 (8)             It has been held by Hon’ble Supreme Court of India that the document which describes incorrect information becomes a forged document under section 467 of the I.P.C.  In said case, the loanee secured loan against mortgage of his premises with the bank and he also obtained loan against the very same premises from another bank and has wrongfully mentioned in the document executed with another bank that, “my property is not mortgaged with anybody”. Therefore, as held by Hon’ble Supreme Court of India, such documents become forged documents due to such incorrect information provided. The builders/promoters those who dispose off property to a society or any other person stating to be of their ownership knowing fully well that said open space of basement, cellar, terrace are not the space of ownership of such builder/promoter, are committing offence punishable under section 467 of the I.P.C.

 (9)             In such cases, it is hereby directed to all the Commissioners of Police, Range heads, Superintendents of Police that upon receipt of any such complaint, complaint be recorded immediately and to decide the same on the basis of evidences.  It is hereby directed to take strict legal action to prevent such illegal activities.

 Sd/-

(Sudhir Sinha)

Additional Director General of Police,

(Law and Order), Guj.State, Gandhinagar.

21-5-11

 Encl. : Copy of the judgment.

 To,

–                     All Police Commissioners

–                     All Heads of Range,

–                     All Police Superintendents.

 Copy forwarded for information to :-

–                     All the Addl. Director General of Police

–                     All the Inspector General of Police

–                     All Deputy Director Inspector General of Police.

Advertisements

Responses

  1. તમારી વાત તદ્દન સાચી છે આવુજ થઇ રહ્યું છે આપણા રાજ્યમાં અને ઉપરી અધિકારીઓ પોતાના ખીસા ભરવામાં મંડી પડ્યા છે તો આવી પ્રવુંતીઓ અટકાવવા માટે આપણેજ અને ગુજરાતના નાગરિકોએ જ સતેજ થઈને અને સજાગ રહીને આવી પ્રવુંતીઓ સામે લડવું જ રહ્યું !

  2. શ્રીમાન રાજભાઈ,

    આપની સાથે હું સંપૂર્ણપણે સહમત છું. આ રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓ, વચેટીયાઓ અને બિલ્ડરોની છે. સામાન્ય માણસ માટે કામ કરવાનું તેને કદી ગમ્યું નથી અને ગમશે પણ નહિ.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: