Posted by: rajprajapati | 13/11/2011

૧૧-૧૧-૨૦૧૧ માં બાળકોને ગર્ભમાંથી ખેંચી કાઢયા..

              ૧૧-૧૧-૨૦૧૧ માંથી ”૨૦૦૦” નો આંક અવગણીને સંખ્યાબંધ બાળકોને માતાના ગર્ભમાંથી ખેંચી કઢાયા.

              આંકડાની માયાજાળમાં અનેક મનુષ્યોને જન્મવાની ફરજ પડી.

         લોકોએ પોતાની ગેરસમજણોને પોષવા ૨૦૦૦ ને બાદ કરીને ૧૧-૧૧-૧૧ કરી નાખ્યુ અને અંધશ્રધ્ધાળુઓએ તારીખના ગોટાળામાં પેટ ચીરી ચીરીને અથવા ચિપીયાથી ખેંચી ખેંચીને કાચા બાળકો કાઢ્યા.

            માણસ જ્યારે પણ પ્રાકૃતિક વ્યવસ્થાઓથી કાંઇક વિશેષ કરવા જાય ત્યારે વિશેષમાં અવિવેક પણ ઉમેરાય જતો હોય છે  જેમકે ૧૧-૧૧-૨૦૧૧ ની તારીખને દિવસે લગ્ન કરવા અને બાળકોના આ દિવસે જન્મ દિવસ હોય તે માટે હજારો લોકોએ મહિનાઓ પહેલા તૈયારી કરી લીધેલી, ૧૧-૧૧-૨૦૧૧ ની તારીખમાં હક્કિતમાં તો ૧૧-૧૧-૨૦૧૧ આવે છે ૨૦૦૦ ના આંકની અવગણના કરવામાં આવી જેના પ્રતાપે ગાયનેકોલોજીસ્ટ અને લગ્નાવાડીઓ, કેટરર્સ વગેરેને સારી કમાણી થઇ શકી છે.

           સંસારના દરેક કાર્યો પ્રાકૃતિક વ્યવસ્થાઓના નિયમો પ્રમાણે થાય તે સુખરૂપ બને છે પણ કુદરતીની વ્યવસ્થાઓમાં દખલગીરી કરવાનો મનુષ્યનો સ્વભાવ જાણીતો છે. જેના કારણે ૧૧-૧૧-૨૦૧૧ ના દિવસે એક સાથે અનેક બાળકોને તેની માતાના પેટ ચીરીને કાઢી લેવાયા અને સંખ્યાબંધ બાળકોને ચીપીયાથી  ખેંચી કઢાયા છે .. આ બધા પાછળ માત્ર આંકડાની મોહજાળ અને પોતાના સંતાનની ૧૧-૧૧-૧૧ ની વિષ્શિટ તારીખનો જન્મ દિવસ આવે તેવી ઘેલછા જવાબદાર રહી છે.. ખેંચી ને ચીરીને કાઢેલા મોટા ભાગના બાળકોને વે ન્ટીલેટરમાં રાખવા પડયા તે મહત્વનો મુદો નથી પણ લોકોએ મુળ તારીખમાંથી એક આંખો અંક બાદ કરીને પોતાની ઘેલછા સંતોષવા જે કાર્ય કર્યા તે સરાહનિય છે..

          હવે કંઇ તારીખે મૃત્યુ થાય તો સ્વર્ગ મળે અથવા ક્યાં મુહ્રતમાં મરવાથી ફરી મનુષ્ય દેહ મળે તે વિદ્વાનોએ જાહેર કરવાની જરૂર છે ચોક્ક્સ તીથીના ખાસ ચોઘડીયામાં દેહત્યાગ થાય તો ફરી મનુષ્ય યોનીમાં જન્મવા મળે તે પણ વિદ્વાનો લોકોને કહેવાની જરૂર છે.. જેથી જેમ ચીરી ચીરીને કે ખેંચીને જન્મ કરવાયા છે તેમ મર્સી કીંલીંગની પણ થોડી તારીખો અથવા તીથીઓ હોવી જોઇએ, જેથી માણસ મોક્ષ માટે, સ્વર્ગ માટે અથવા પુનઃ મનુષ્ય અવતાઅર માટે વ્યવસ્થાઓ કરી શકે.

            માણસનો સ્વભાવ સુખ પામવા માટે જેમ સદાય તલપાપડ રહે છે તેમ દુઃખના સાચા નિવારણ માટે પન ઉત્સુક રહેતો હોત તો સુખની કોઇ આવશ્યકતા રહી ના હોત .

         ચાલો એક વાત તો સિધ્ધ કરી શકાય કે હવે મનુષ્યો તારીખ અને સમયની અવધી પોતાની રીતે નિયત કરીને જન્મ આપવાનો સમય અને તારીખ નક્કી કરી શકે છે..

       જેમકે ઘણા સ્ત્રી-પુરૂષો( પતિ-પત્નિ)ઓ એ નવ મહિના પછી બાળક જન્મે તે માટે નવ મહિના પહેલાની એક રાત્રીએ બળપુર્વક અને કુદરતી આવેગો વિના મૈથુન ક્રીયાથી ગર્ભધાન કરેલા હતા પણ આવા ગર્ભધાનના નવ મહિના બાદ તેઓ સફળ થતા નથી આથી આધુનિક ચિકિત્સકો તેને મદદ કરી રહેલા છે અને તેવા લોકોની નક્કી કરેલી તારીખે તેના ઇચ્છીત સંતાન ને માતાનું પેટ ચીરીને કે ચીપીયાથી ખેંચીને કાઢી આપે છે.. તે સ્ત્રી-પુરૂષો પોતાની જાતને ધન્ય બનાવી લે છે..

          થોડા વર્ષોથી આધુનિક શિક્ષણના પ્રમાણપત્રો ધરાવતા અને આયુર્વેદનું ઉપરછલ્લુ જ્ઞાન શિખેલા દંપતિઓમાં ઇચ્છીત સંતાન માટે એક આધુનિક વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવી છે.. અર્જુન જેવા ,મહારાણા પ્રતાપ જેવા, અભીમન્યુ જેવા, બિલ ગેટસ જેવા, સચીન તેંડલુકર જેવા, આઇસ્ટાઇન જેવા, શીવાજી જેવા, અમિતાભ બચ્ચન જેવા,  મતલબ કે દુનિયાના સુવિખ્યાત માણસો જેવા બાળકો પેદા કરવા સ્ત્રીઓને આયુર્વેદ અને આધુનિક ચિકિત્સાવિજ્ઞાનની ભેળસેળ બતાવીને નવાસવા ડોકટરો પરીશ્રમ કરી રહ્યા છે સારી શોધ થઇ રહી છે કે વડાપાંઉ અને પિત્ઝા ખાનારી સ્ત્રીઓ જો અભિમન્યુઓ પેદા કરે તો સારી બાબત છે ગર્વ લેવા જેવી વાત છે ભેળસેળીયા ખોરાક ખાઇને જો ભીમ પેદા થતા હોય તો સમાજ માટે ગરીમાપુર્ણ ઘટના ગણાશે.

          ભીમ જેવું બાળક પેદા કરવા માટે ભીમના બાપનું  રજતત્વ જોઇએ અને કુંતી જેવી માતાનું શરીર અને ગર્ભસ્થાન જોઇએ તે આજની સ્ત્રીઓને સ્વિકારવું નથી.

          ભગવાન શ્રીકૃષ્ણ જેવું બાળક મેળવા માટે વાસુદેવ સાથે કેદખાનામાં જઇને મૈથુન થકી તેનું રજતત્વ પ્રાપ્ત કરવું જરૂરી છે તે ડોકટરો કોઇ સ્ત્રીને કહેતા નથી.. ફક્ત એટલુ જ સમજાવે છે કે ફલાણી ફલાણી તીથીના રોજ ફલાણા  ચોઘડીયામાં ગર્ભધાન થવું જોઇએ.. ત્યારબાદ અને પહેલા કેવા કેવા ચિત્રો જોવા, કેવું વાંચન કરવું,કેવા ભોજન કરવા, કેવા કપડા પહેરવા,  કેવા મંત્રો કરવા, કેવા યજ્ઞો કરવા, કેવા જળથી સ્નાન કરવું, કેવા ઉપવાસ કરવા, કેવું સંગીત સાંભળવું ,જેવું પુસ્તકો વાંચીને બનાવ્યુ હોય તેનું આખુ નવમાસીક મેનું આપે છે અને સ્ત્રી બિચારી એમ જ સમજે કે મારી કુખે હવે ભગવાન અવતાર લેશે પણ છેવટે માયકાંગલા જન્મતા થયા છે.

           ચાલો મિત્રો.. જન્મ અને મરણ ઉપર મનુષ્યોનું નિયતંત્રણ આવી રહ્યુ છે.. ઇશ્વરીય શક્તો ને કુદરતી વ્યવસ્થાઓનો ભાર હવે મનુષ્યો જાતે ઉપાડી શકે તે આનંદની બાબત છે…

         ઇચ્છીત સંતાનો પેદા કરી આપતા.. ઇચ્છીત તારીખે બાળકોને ખેંચી કાઢતા આપણા સમાજના મનુષ્યો એટલે કે ડોકટરો ખરેખર દેવસ્વરૂપ છે પૂજનીય છે.. કારણ કે જે કાર્ય કુદરતી હતું કાર્ય હવે આવા મહાન પૃથ્વીલોકના દેવતાઓ કરી રહ્યા છે.

            ( કોલેજકાળમાં બે-ત્રણ યુવકો સાથે મિત્રતાને સંતોષવા શારીરીક સુખ પામેલી યુવતીઓ લગ્ન બાદ જો ઇચ્છીત સંતાન  માટીને પધ્ધતિઓ અપનાવી લેશે તો ભવિષ્યમાં ભારતમાં દરેક મનુષ્ય મહાન બનશે અને સમગ્ર પૃથ્વી લોકમાં દેવતાઓ અને દેવીઓ જ હશે.. અત્ર-તત્ર-સર્વત્ર.. સ્વર્ગ બની જશે…)

         (કોઇ ડોકટર મિત્રને આ બંધુ વાંચવાનો લ્હાવો મળ્યો હોય તો તેને મારી એક ખાસ વિનંતી છે કે અતિશ્રીમંત મહિલાઓના ગર્ભમાં સોનાના અને ચાંદીના વરખ ગોઠવી શકાય તો સ્વર્ણચર્મ બાળકો પણ કદાચ પેદા કરી શકાશે અને આજના વિજ્ઞાન પ્રમાણે જો અભિમન્યુ જેમ માતાના ગર્ભમાં યુધ્ધ વિદ્યા શીખેલો તેમ જો બધુ શિક્ષણ અને સંસ્કારો ગર્ભમાં આરોપી શકાય તો.. સંસારમાં સર્વત્ર અને કાયમી સુખોનું પણ નિર્માણ કરી શકાશે..)

          ( કોઇ સુસંસ્કૃત યુવાન સ્ત્રીને રાજ પ્રજાપતિ જેવું સંતાન પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો…. વગેરે ..વગેરે…)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: