Posted by: rajprajapati | 30/09/2011

વિધેયક સામે આદરણીય રાજ્યપાલશ્રીને જાહેર અપીલ

ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત  વિધેયક, ૨૦૧૧

   અને તે માટેના સુધારાઓ બાદની વિધેયક સામે જાહેર અપીલ

શ્રીમતિ કમલાજી બેનીવાલ                                      તા.૨૭/૦૯/૨૦૧૧

માનનિય રાજ્યપાલશ્રી,

ગુજરાત રાજ્ય,

ગાંધીનગર.

વિષયઃ- ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત  વિધેયક, ૨૦૧૧ અને તે માટેના સુધારાઓ બાદની વિધેયક સામે જાહેર અપીલ.

આદરણીય રાજ્યપાલશ્રી,

  સવિનય ઉપરોક્ત વિષય અન્વયે મારી માનસર અપીલ છે કે ગુજરાત રાજયની બારમી વિધાનસભાના આઠમા સત્રમાં તારીખ ૨૮/૦૩/૨૦૧૧ ના માનનિયશ્રી શહેરી વિકાસ મંત્રીશ્રી દ્વારા “ગુજરાત અનિયમિત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક.૨૦૧૧ ક્રમાંક ૨૭ રજુ કરવામાં આવેલુ છે વિરોધપક્ષના વિરોધ વિના બહુમતીથી પસાર કરવામાં આવેલ હતું.

          વિધેયકમાં રાજયના નાગરીકોના સમાન અધિકારો અને અન્ય કારણોસર અમો અરજદારે તત્કાલીન સમયે આ વિધેયક સામે જાહેર હિતની અપીલ કરી હતી તે બાદ આપ આદરણીય રાજયપાલશ્રી દ્વારા વિધેયકમાં જરૂરી અને આવશ્યક સુધારાઓના સંદેશા સાથે પરત મોકલવામાં આવેલ હતું.

બારમી વિધાનસભાના નવમાં સત્રમાં આ વિધેયકની થોડા સુધારાઓ સાથે મુળ વિધેયકની કોઇ જોગવાઇઓ કે કલમોમાં ફેરફાર કર્યા વિના પરત પસાર કરવામાં આવેલ છે આ સુધારાઓ બાદ પણ વિધેયકના મુળ ઇરાદાઓમાં કે તેની જોગવાઇઓમાં રાજય સરકારના સબંધિત વિભાગ દ્વારા કોઇ ફેરફાર કરવામાં આવેલ નથી. 

         નવમા સત્રમાં “ગુજરાત અનિયમિત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક, ૨૦૧૧.” ક્રમાંક ૨૭, ને સુધારા સાથે ફરી પસાર કરવામાં આવે તે પહેલા અમો અરજદારે રાજ્યના વ્યાપક હિતમાં ગત તારીખ ૧૭-૦૯-૨૦૧૧ ના રોજ વિધાનસભાના સર્વે ૧૮૨ સદસ્યોને આ અનિયમિત વિકાસની વાસ્તવિક પરીસ્થીતીની સંપુર્ણ માહિતી રજુ કરીને “ગુજરાત અનિયમિત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક, ૨૦૧૧” ક્રમાંક ૨૭, પ્રમાણિક સુધારા કર્યા વિના પસાર નહીં કરવા અને આ વિધેયકને સમર્થન નહીં કરવા માટે જાહેર હિતમાં અપીલ નોટીસ પાઠવેલી છે (નોટીસની એક પ્રત આ સાથે જોડેલ છે) વિધાનસભાના તમામ સદસ્યો અનિયમિત વિકાસના સાચા કારણોથી પુર્ણ રીતે માહિતીગાર છે પરતું વિધાયકો સત્ય જાણતા હોવા છતાં, વાસ્તવિક જોગવાઇઓના બદલે, “અલ્ટ્રા વાઇરસ” જોગવાઇઓ અને કલમો ધરાવતા વિધેયકને સમર્થન કરીને બહુમતિ સદસ્યોએ પોતાને મળેલી વૈધાનીક સતાનો અપ્રામાણિક ઉપયોગ કર્યો છે આથી રાજ્યના નાગરીકોના સમાન અધિકારોનું હનન અટકાવવા રાજ્યની વિધાનસભાને બરખાસ્ત કરવી આવશ્યક છે. ­

 માનનિય મંત્રીશ્રી શહેરી વિકાસએ તા. ૨૮/૦૩/૨૦૧૧ ના ગૃહમાં પોતાના વિધેયક ઉપરની પ્રથમવાર ચર્ચા દરમિયાન સ્પષ્ટ રીતે જણાવેલ હતુ કે ભુતકાળની કાયદાકીય વ્યવસ્થાને કારણે કોઇ નિયમનું અથવા અત્યારના નિયમનું પાલન ભુલથી ના થઇ શકવાના કારણે કદાચ જો તે વ્યક્તિ કે તે વ્યક્તિ કે તે પરીવારના ઘર ઉપર કોઇ જાતની આંચ આવે તો એ પરીવારને મોટી તકલીફ સ્વભાવિક રીતે થતી હોય છે, ઉપરાંત જણાવેલ હતું કે, કોઇપણ વ્યક્તિ એવી નથી હોતી. કોઇ પરીવાર એવો નથી હોતો કે જે પોતાના પરસેવાની કમાણી તે કોઇ ખોટા મકાન માટે. ખોટી જગ્યાએ ખરીદવા માટે, બિન અધિકૃત જગ્યાએ ખરીદવા માટે તે રોકતા હોય, પરંતુ કાયદાકીય મર્યાદાઓ/ કાયદાકીય જાણકારીના અભાવને કારણે નિયમોની સ્પષ્ટ જોગવાઇ હોવા છતાં એ જોગવાઇઓનો લાભ ન લેવાના કારણે અનેક લોકો આવા પ્રકારના બાંધકામોમાં ભુલથી પોતાની મૂડી રોકી દેતા હોય છે. 

વિધાનસભામાં માનનિય મંત્રીશ્રીએ કબુલ કરેલ છે કે ખરીદદારો કાયદાથી અજાણ હોય છે અને તેની મુડી અનિયમિત વિકાસમાં ખર્ચાય છે પરંતુ જે અનિયમિત વિકાસ થયો તે બાંધકામો કરનારાઓને અને રાજ્યસેવકોને તો નિયમોની જાણકારી હતી અને તેની કાયદાઓનું પાલન કરવાની ફરજ પણ હતી છતાં અનિયમિત વિકાસ કર્યો છે અને તે બાંધકામો કાયદાથી અજાણ સામાન્ય નાગરીકોને વેચીને કરોડો રુપીયાનો નફો પણ કરેલો છે તેથી કોઇપણ પ્રકારનો દંડ કે શિક્ષા કરવાની હોય તો તે અનિયમિત વિકાસ કરનારને કરવાને બદલે નિર્દોષ ખરીદદાર લોકો પર શિક્ષાત્મક દંડની જોગવાઇઓ કરવામાં આવી છે તે પણ અન્યાય છે.

રાજયની મહાનગરપાલીકાઓમાં બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ અને નગરપાલીકાઓમાં શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ના નિયમો અનુસાર બાંધકામો કરવાનો કાયદો અમલમાં છે તેમજ રાજય સરકારે નાગરીકોની રહેણાંક અને વાણિજ્ય સુવિધાઓની જરૂરીયાતોને ધ્યાને લઇને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના કરીને મહાનગરપાલીકાઓ વિકાસ કરવાની વિશેષ વ્યવસ્થાઓ અમલમાં રાખેલી છે મહાનગરપાલીકાઓના વિસ્તારોમાં કમિશ્નરશ્રીઓની કાર્યપાલક ઇજનેરો, ટાઉન પ્લાનીંગ અધિકારીઓ પણ નિમાયેલા છે અર્બન ડેવોલપમેન્ટ ઓથોરીટીની સમિતિઓ માત્ર બાંધકામોને અમુક રીતે છુટછાટ આપીને વિકાસ કરવાની મંજુરીઓ આપે છે. વિકાસ થઇ રહેલા વિસ્તારોમાં ગટર વ્યવસ્થાઓ, પાણી પુરવઠાની વ્યવસ્થાઓ, વિજળીના વિતરણ માટેની જગ્યાઓ, પુરતા રોડ, રસ્તાઓ, સરકારી કચેરીઓ, વોર્ડ કે મામલતદાર કચેરીઓ, સરકારી શાળાઓ, દવાખાનાઓ, અગ્નિશમન દળના અડ્ડાઓ, પોલીસ સ્ટેશનો અને પોલીસ ચોકીઓ, બગીચાઓ, ખુલ્લા મેદાનો, વાહનોના બળતણ માટેના વિતરણ કેન્દ્રો માટેની જગ્યાઓ, વગેરે અનેક જાહેર સુવિધાની કોઇપણ વ્યવસ્થાઓ કરવામાં આવેલ નથી ફકત અનિયમિત વિકાસ કરવા માટેની સતાઓ ભોગવેલ છે,

વિધેયકમાં કટ ઓફ ડેટ સિવાયના મહત્વના કોઇ સુધારા કરવામાં આવેલ નથી કલમ નં-૮ અને કલમ નં ૧૬ ભારતના સંવિધાનની કલમ ૧૪, ૧૯ અને ૩૦૦ ની જોગવાઇઓનો પણ પ્રત્યક્ષ ભંગ કરે છે.

વિધેયકમાંના સુધારામાં કલમ ૧૬ ની પેટા કલમ (૨) માં તદન ગેરવ્યાજબી સુધારો કરવામાં આવેલ છે કારણ કે બાંધકામ માટે મંજુરી આપવાની અને અનધિકૃત બાંધકામને દુર કરવાની સ્થાનીક સત્તાધિકારીને પ્રવર્તમાન બોમ્બે પ્રોવિશન કોર્પોરેશન એકટ ૧૯૪૯ પ્રમાણે મળેલી છે અને તેનો સતત દુરઉપયોગ કરવામાં આવેલ છે એક જ પ્રકારની સત્તા એક જ કામ માટે જુદા જુદા કાયદાથી આપવાની કોઇ જરૂરીયાત રહેલી નથી તેથી કલમ ૧૬ ની પેટા કલમ (૨) માં કરેલો સુધારો અર્થહિન છે આમ રાજ્યની વિધાનસભાએ કોઇ પણ મહત્વના સુધારાઓ કરેલા નથી અને વિધેયકને સર્વસંમતિથી પસાર કરેલુ છે જે વૈધાનીક સતાઓનો દુરઉપયોગ થયો છે.

      રાજ્યના શહેરી વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં અનિયમિત બાંધકામો કરીને વિકાસ કરવામાં આવ્યો તે પૈકીના મોટાભાગના ધંધાદારી બિલ્ડર્સોએ વેચાણ કરીને નફો કરવા માટે બાંધેલા છે અનિયમિત વિકાસ કરનારા મોટા ભાગનાં લોકોએ બાંધકામો વેચીને ­­­­­­નફો કરેલો છે એટલે કે અનિયમિત વિકાસ રાજ્યના નાગરીકોના રહેણાંક હેતુઓ માટે થયેલો નથી પરંતુ ધંધાદારી બિલ્ડર્સો અને લેન્ડ ડેવલોપર્સોએ કરેલો છે અને રાજ્યના શહેરી વિકાસ વિભાગ તાબાના અધિકારીઓ અને મહાનગરપાલીકા તથા નગરપાલીકાઓના જવાબદાર અધિકારીઓની ગુનાહિત પ્રવૃતી પણ પુરતી જવાબદાર છે, અને જે સરાજાહેર સાબિત છે પરંતુ રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા કોઇપણ રાજ્યસેવક સામે કોઇ પગલા લેવામાં આવેલ નથી કે અનિયમિત વિકાસ કરીને તેના વેચાણ કરીને નાણાંકીય લાભ મેળવેલ છે તેવા અનિયમિત વિકાસ માટે ખરેખર જવાબાદાર છે તેવા લોકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી કે વિધેયકના સુધારાઓમાં પણ જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની કોઇ કલમ કે જોગવાઇઓ ઉમેરવામાં આવી નથી આથી રાજ્ય સરકાર અને રાજ્યના શહેરી વિકાસ વિભાગના ભ્રષ્ટ વહિવટ અને ગુનાહિત પ્રવૃતી સમર્થન કરવાના બદઇરાદાઓ સાબિત કરે છે.

અમો અરજદારે અગાઉ રાજ્યના શહેરી વિકાસમંત્રીશ્રી,માન.મુખ્યમંત્રીશ્રી અને અગ્રસચીવશ્રી શહેરી વિકાસ તથા રાજ્યની સાત મહાનગરપાલીકાઓના કમિશ્નરશ્રીઓને પણ આ બાબતમાં અપીલો કરેલી છે પરંતુ રાજ્ય સરકારનો ઇરાદો અપ્રમાણીક હોવાથી રાજ્ય સેવકો સામે કે અનિયમિત બાંધકામો કરનારા લોકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

  રાજ્યની વિધાનસભા,રાજ્યની અદાલતો,રા­­જયના રાજ્યસેવકો, તેમજ રાજયની વિધાનસભાના તમામ સદસ્યોનો દરેક વહિવટી ખર્ચ, વેતન,વાહનો, મકાનો, કચેરીઓ વગેરે તથા રાજ્યનો તમામ વહિવટી ખર્ચ રાજ્યના નાગરીકોના કરવેરાઓ દ્વારા ચુકવવામાં આવી રહ્યો છે,

  રાજયમાં દરેક નાગરીક તેને આપવામાં આવતી સાર્વજનીક સુવિધાઓ અને અંગત વપરાશની પ્રત્યેક ચીજ વસ્તુઓની ખરીદી દ્વારા કોઇને કોઇ રીતે રાજ્યને કરવેરો ભરપાઇ કરી રહેલ છે ભિક્ષુકે ખરીદેલી નાનામાં નાની ચીજ- વસ્તુ પર પણ કરવેરાઓ વસુલાય છે આથી રાજ્યની જાહેરહિતની બાબતોમાં દરેક નાગરીકના સમાન અધિકારો રહેલા છે,

  જેટલો હક્ક-અધિકાર વાહનોના પાર્કિંગનો છે તેટલો જ અધિકાર સામાન્ય નાગરીક માટે ફુટપાથનો રહેલો છે રાજ્યમાં દરેક મોટા શહેરોમાં વસ્તી અને પરીવહનના પ્રમાણમાં પાર્કિંગ રહ્યા નથી તેમજ સામાન્ય નાગરીકને ચાલવા માટેની ફુટપાથ પણ રહી નથી, મનફાવે તે રીતે જાહેર હિતને નુકસાન કરીને, શહેરી વિકાસ વિભાગની ગુનાહિત મદદગારીથી, રાજયમાં વ્યાપક પ્રમાણમાં અનિયમિત વિકાસની ગુનાહિત પ્રવૃતી થવા દિધા પછી તેને  સમર્થન કરતું આ વિધેયક હોવાનું સાબિત થાય છે,  

વિધેયકની કલમ ૧૧. અન્વયે,

  અનિયમિત વિકાસની સામે રાજ્યની અદાલતોમાં કોઇપણ દિવાની દાવો દાખલ થાય તે પહેલા એકવાર અથવા બે-ચાર વાર અરજદારોએ નગરપાલીકાના ચીફ ઓફીસર અથવા મહાનગરપાલીકામાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સમક્ષ અરજીઓ કરેલી હોય છે સામાન્યત નાગરીકો સ્થાનિક સંબધિત કચેરીમાં અરજી દાખલ કરે પછી રાજ્ય સરકારના રાજ્યસેવક અધિકારીઓ અનિયમિત વિકાસને અટકાવતા નથી તેથી આખરે અરજદાર કોર્ટમાં ન્યાય માટે દિવાની દાવો દાખલ કરે છે. અને ત્યાર પછી અરજદાર દ્વારા રાજયના શહેરી વિકાસ વિભાગને ફરીયાદ અરજી કરે છે, ત્યારે “કોર્ટ મેટર” હોવાથી કંઇ થઇ શકે નહીં નો જવાબ આપવામાં આવતો રહ્યો છે.

  રાજ્યની અદાલતોમાં દાખલ થયેલા અનિયમિત બાંધકામો વિરૂધ્ધના દિવાની કે ફોજદારી કેસો માટે રાજ્ય સરકારના રાજ્યસેવકો જવાબદાર છે કેસની બાબતમાં તેઓને બદલે રાજ્યના ખર્ચથી વકિલો રાખવામાં આવે છે ગુનાઓ રાજ્યસેવક કરે છે અને તેના બચાવ માટે રાજ્યના ખર્ચથી વકિલ રાખવામાં આવે છે. જ્યારે પ્રજાજનો પોતાના ખર્ચથી વકિલો રાખીને ન્યાય માટે અદાલતમાં દાવો દાખલ કરે છે.

  અનિયમિત વિકાસને નિયમિત કર્યા બાદ કોઇપણ કોર્ટમાં ચાલતા અને અન્ય સતાધિકારીઓના તત્કાલીન હુકમો રદ કરવામાં આવે તો રાજ્યની કોર્ટોના ન્યાયધિશોનું પણ અવમાન થાય છે પ્રજાજનો ન્યાય માટે કોર્ટમાં  દાવો દાખલ કરે છે અને ન્યાયલાયો મહિનાઓ સુધી તેની સુનાવણીઓ કરવામાં આવી હોય છે આ લાંબો સમય ચાલેલી જ્યુડીશીયલ પ્રક્રિયાઓ કોઇપણ અનિયમિત બાંધકામ નિયમિત કરવામાં આવે ત્યાર પછી રદ કરવામાં આવે તો ન્યાય માટે દાવો કરનારા નાગરીકોને સ્પષ્ટ રીતે પ્રત્યક્ષ નુકસાન થાય છે. આથી કલમ ૧૧ ની જોગવાઇઓ કુદરતી અને સમાન નાગરીક અધિકારોનું હનન કરતા છે અને ન્યાયાલયોની હજારો કલાકોની કામગીરી તથા  રાજ્યની કોર્ટોના ન્યાયધિશશ્રીઓના આત્મસન્માનને નુકશાન કરતી કલમ છે આ કલમમાં વિધેયક બાબતના સુધારામાં પણ સુધારવામાં આવેલ નથી.

આ વિધેયકમાં કોર્ટના કેસોને રદ કરવાની સ્પષ્ટ જોગવાઇ છે પણ અનિયમિત વિકાસ સામે કોઇપણ નાગરીકને વાંધો હોય તો તેની વાંધા અરજીનો આખરી હુકમ ના આવે ત્યાં સુધી અનિયમિત વિકાસને નિયમિત નહીં કરવાની કોઇ જોગવાઇ વિધેયકમાં સ્પષ્ટ નથી આમ અનિયમિત વિકાસથી રાજ્યના જે નાગરીકોનું જાહેર અને અંગત હિતને નુકસાન થઇ રહ્યુ છે તે નાગરીકોના અધિકારોનું સામુહિક રીતે હનન કરવામાં આવેલ છે. 

રાજ્યની વિધાનસભામાં લોકપ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ અન્વયે તારીખ ૨૩/૧૨/૨૦૦૭ના રોજ ચૂંટાયેલા જાહેર થયેલા તમામ સદસ્યોએ રાજ્યના કુલ મતદારો પૈકી બહુમતિ નાગરીકોના મતદાન મેળવેલ નથી, મતદાર નહોય તેવા નાગરીકોની સંખ્યા લોકપ્રતિનિધિની રૂએ ચૂંટાયેલા સદસ્યને મળેલા મતદાન કરતા વધુ રહેલી છે રાજ્યના કુલ નાગરીકો પૈકીના સરેરાશ ૩૫ ટકાથી વધુ મતદાન ચૂંટાયેલા કોઇપણ સદસ્ય ધરાવતા નથી આથી રાજ્યના ખુબ લધુમતિ સંખ્યાના નાગરીકોના લાભાર્થે,  રાજ્યના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમાન સાર્વજનીક અધિકારો ધરાવતા બહુમતિ નાગરીકોના જાહેર હિતોનું વિધાનસભાના બહુમતિ સભ્યો દ્વારા હનન કરતું વિધેયક ફરીવાર પસાર કરવામાં આવેલુ છે આ રીતે બહુમતિ સભ્યો દ્વારા પોતાની વૈધાનિક સતાઓનો ઇરાદાપુર્વક દુરઉપયોગ કરેલ છે તેથી આ વિધાનસભા બરખાસ્ત કરવી રાજ્યના બહુમતિ નાગરીકોના હિતમાં રહેલ છે.  

  આથી હું ભારતના ગુજરાત રાજ્યનો નાગરીક શ્રી રાજ ચંદ્રકાન્તભાઇ પ્રજાપતિ, આદરણિય રાજ્યપાલશ્રીને લોક્શાહીના મુલ્યો રક્ષણ માટે અને ભારતના સંવિધાનના સન્માનન માટે તથા રાજ્યના બહુમતી નાગરીકોના જાહેર હિતમાં ગુજરાત રાજ્યના નાગરીક તરીકે અપીલ કરૂ છું કે,

 રાજ્યના આદરણિય રાજ્યપાલશ્રીના સંદેશામાં જણાવેલ સુધારાઓ બાબતમાં પણ મહત્વની કોઇ કલમમાં સુધારાઓ કરેલ નથી આથી આ વિધેયકને ભારતના રાષ્ટ્રપતિશ્રી સમક્ષ મુકવામાં આવે અને અનિયમિત વિકાસની પ્રવૃતી ઇરાદાપુર્વક ચાલુ રહેવા દઇને, તેવી અસામાજીક રીતે, રાજ્યના વિશાળ નાગરીક સમુદાયના સમાન સાર્વજનીક નાગરીક અધિકારોનું હનન કરીને, રાજ્યની વિધાનસભામાં ફરીવાર વિધેયક પસાર કરીને અનધિકૃત પ્રવૃતીના સમર્થનમાં વૈધાનીક સતાઓનો દુરઉપયોગ કરવામાં આવેલ છે ત્યારે આ વિધાનસભાને બરખાસ્ત કરવાની આદરણિય રાજ્યપાલશ્રી મારફત દરખાસ્ત મુકવા ગુજરાત રાજ્યના જાહેર હિતમાં મારી અપીલ છે.   

અરજદારની સલામતી અને સ્વરક્ષણ માટેની અપીલઃ-

         અમો અપીલકર્તાએ રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રીશ્રી અને અનધિકુત વિકાસને નિયમિત કરવાના રાજ્ય સરકારના ઇરાદાને અટકાવવા તેમજ રાજ્યના ન્યાયતંત્ર અને ભારતના સંવિધાનના સન્માન માટે સમાન માનવ અધિકારોના રક્ષણ માટે જાહેર હિતમાં જે કાર્યવાહીઓ અને અપીલો કરી છે તેનાથી રાજ્ય સરકારના ભ્રષ્ટ રાજ્યસેવકો અને અનધિકૃત વિકાસ કરનારા બિલ્ડર્સ માફીયા લોકો તરફથી કાયમી ધોરણે ભય રહેલ છે અમોને ભવિષ્યમાં જાનનું જોખમ રહેલું છે તેમજ અમારી સ્વરક્ષણ માટે શસ્ત્ર પરવાનાની અરજી ત્રણ વર્ષથી મંજુર કરવામાં આવતી નથી, આથી મારી કોઇપણ સમયે હત્યા થઇ શકવાની શક્યતાઓ વધી રહી હોવાથી મને તથા મારા કુટુંબના સભ્યોને પુરતું રક્ષણ આપવાની મારી આ જાહેર અપીલ સાથે માંગણી છે.

                                                                                                ——————————————-

તારીખઃ- ૨૭-૦૯-૨૦૧૧            શ્રી રાજ ચંદ્રકાંતભાઇ પ્રજાપતિ

        ગાંધીનગર                         ૧૨૫૨/૨, સેકટર ૬/ડી,

                                                  ગાંધીનગર ૩૮૨૦૦૬

                                                  ગુજરાત રાજ્ય.

                                                  09925661166,

                                                  09428661166,

  E-mail: <girnarexpress@gmail.com>

  https://rajprajapati.wordpress.com/

બિડાણઃ-

(૧) વિધાનસભામાં તા.૨૮/૩/૨૦૧૧ ના વિધેયક પર થયેલી ચર્ચાની પ્રત,

(૨) તમામ ૧૮૨ વિધાનસભા સદસ્યોને પાઠવેલ નોટીસની પ્રત,

(૩) વિધેયક બાબતમાં પ્રથમવાર તારીખ ૩૦-૦૫-૨૦૧૧ ના કરેલ અપીલની પ્રત,

(૪) પ્રથમ વખત વિધેયક બાબતમાં આદરણિય રાજ્યપાલશ્રી અને ભારતના   રાષ્ટ્રપતિશ્રીને કરેલી અપીલોની પ્રતો

(૫) માનનિય મુખ્ય મંત્રીશ્રી, માન.શહેરી વિકાસમંત્રીશ્રી અને અગ્રસચીવશ્રી શહેરી વિકાસને કરેલી જાહેર અપીલોની પ્રતો.

પ્રત રવાનાઃ-  

(૧) ભારતના મહામહ્મિન રાષ્ટ્રપતિશ્રી, રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: