Posted by: rajprajapati | 19/09/2011

THE LARGER INTEREST OF CITIZENS OF GUJARAT STATE

 પુર્ણ સત્ય અને વાસ્તવિકતા ગુજરાતની પ્રજા સમક્ષ રજુ કરતા પરમ આનંદ અનુભવું છું,

             પરંતુ , રાજ્ય સરકાર સત્ય સ્વિકારવા તૈયાર નથી. પ્રજા પ્રત્યે વાસ્તવમાં કોઇ સદભાવના રાખવા તૈયાર નથી.

          જેણે ગેરકાયદેસર બાંધકામો કરી વેચીને કરોડો રૂપીયા કમાયા છે તેને દંડ કરવો નથી અને જે લોકોએ માંડમાંડ કરીને દુકાનો કે મકાનો લીધા છે તેની ઉપર દોષનો ટોપલો ઢોળી દેવો છે અને ઉપરાંત જે લોકોએ કરોડો રૂપીયાનો વિરાટ સ્વરૂપમાં ભ્રષ્ટ્રાચાર કર્યો છે તેને બચાવી લેવા છે. રાજ્યની પ્રજાના પૈસે પગાર ભથ્થા અને બીજા અનેક લાભો લેતા રહીને રાજ્ય માટે કાયમી સમસ્યાઓ ખડી કરી દેનારા મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓના સરકારી અધિકારીઓને રાજ્ય સરકારે આજ સુધીમાં એક ખુલાસો પુછ્યો નથી.. મનઘડત રીતે વિકાસના નામે આખો  શહેરી વિકાસ વિભાગ પાંચ-સાત વર્ષથી બેફામ ભ્રષ્ટાચાર કરે છે તેથી હવે નિવારીના શકાય તેવી કાયમી સમસ્યા ઉકેલવા માટે વૈધાનીક સતાનો દુર ઉપયોગ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાના લાભાર્થે સરકાર ઇમ્પેકટ બીલ લાવે છે તે વાત તદન જુઠી છે ફકત બાંધકામો વેચનારા બિલ્ડર્સો અને ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા આ ઇમ્પેકટનું વિધેયક સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યુ છે તે પહેલા સત્ય હક્ક્તિથી બધા ધારાસભ્યોને આપણે રજુઆત કરી હતી પણ તેઓએ પોતાના સ્વાર્થે સત્ય સિવાર્યુ નથી અને પ્રજાને છેતરી રહ્યા છે

     ગુજરાતના દરેક શહેરોમાં બેફામપણે આડેધડ બાંધકામો કરવામાં આવ્યા છે અત્યારે દરેક શહેરમાં ટ્રાફીકની સમસ્યા વધુને વધુ વકરતી જાય છે.. બિલ્ડર્સો અને લેન્ડ ડેવલોપર્સોએ જ્યાં જગ્યા મળી ત્યાં સ્થાનીક અધિકારીઓ અને નેતાઓને રૂપીયા ખવાડાવીને બહુમાળી બિલ્ડીંગો બનાવીને વેચી માર્યા છે હવે શહેરોમાં ટ્રાફીકની સાથે પાર્કીંગની પણ જગ્યા રહી નથી..અરે બાથરૂમ જવા માટે કોઇપણ બિલ્ડીંગમાં જાહેર શૌચાલયો પણ રાખવામાં આવ્યા નથી બહેનોને તો હવે બહાર નિકળવું હોય તો પાણી પીવામાં અને ખાવામાં સંકોચ થાય છે મોટા શહેરોમાં વસ્તીના પ્રમાણમાં ૧૦ ટકા સેનેટરી ફેસેલીટી  રહી નથી.

          હું ઇમ્પેકટ બીલનો વિરોધી નથી પણ બીલથી આવનારા કાયદાઓમાં જે જોગવાઇઓ કરી છે અને જે રીતે  ગુનેગારોનો બચાવ કરવાની વ્યવસ્થાઓ સાથે ભ્રષ્ટાચાર કરવાની નવી તકો ઉભી કરી છે તેનો વિરોધી છું પોતાના રહેવા માટેના કે ઉપયોગમાં લેવાના રહેણાંક મકાનમાં થોડું વધુ બાંધકામ કરેલુ નિયમિત થાય તે યોગ્ય છે પણ કરોડોનો કારોબાર કરીને અબજો રૂપીયા કમાનારાના ભોગે રાજયની નિર્દોષ પ્રજાને કોઇ દંડ ના થાય તે માટે હું એક વર્ષથી સત્યતા પુર્વક લડત આપી રહ્યો છુ. અને સફળ થઇશ.

          રાજ્ય સરકારે ૨૦૧૧ માર્ચ મહિનાની ૨૮ તારીખે વિધાનસભામાં એક વિધેયક પસાર કર્યુ હતું તેની સામે મેં તરત અપીલ કરી હતી જે માન્ય રહેતા રાજ્યના આદરણિય રાજ્યપાલશ્રી તે વિધેયક સુધારા કરવા માટે સંદેશા સાથે સરકારના શહેરી વિકાસ વિભાગને પરત મોકલવામાં આવ્યુ હતું…. આ વિશેની અગાઉની અપીલો આ બ્લોગમાં પ્રસિધ્ધ કરવામાં આવેલી છે ત્યાર બાદ ફરી તા.૨૬/૯/૨૦૧૧ ના રાજ્ય સરકાર તે વિધેયક પરત પસાર કરેલુ છે ફરી એવુંને એવું  નજીવા સુધારા સાથે બિલ્ડર્સો અને ભ્રષ્ટ્ સરકારી અધિકારીઓનો બચાવ કરવાની જોગવાઇવાળુ વિધેયક ફરી પસાર કરીને  ગેરકાયદેસર બાંધકામની પ્રવૃતીને સમર્થન કરતું, ગુનાહિત પ્રવૃતીને છાવરતું બીલ રાજ્ય સરકારે પસાર કર્યુ છે આવી વિધાનભા  બરખાસ્ત થાય તે ઇચ્છનીય છે..

         પ્રજાના મત લઇને પ્રજાના પૈસાથી કામ કરીને તેનું પ્રમાણિકપણે લોકપ્રતિનિધિત્વ કરવાને બદલે વિધાન સદસ્ય હોવાની સતાનો દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તો ભારતમા મહામહ્મિન રાષ્ટ્રપતિશ્રી સમક્ષ આપણે ગુજરાત વિધાનસભાને બરખાસ્ત કરે તે માટે જનહિતમાં અપીલ કરવી જરૂરી છે તેના એક ભાગરૂપે વિધાનસભામાં વિધેયક પસાર કરે તે પહેલા રાજયના તમામ ૧૮૨ ધારાસભોને ખાસ પ્રકારની વિગતવાર નોટીસ પાઠવવામાં આવેલી છે જે પ્રથમ અંગ્રેજી અને પછી ગુજરાતીમાં અક્ષરઃ નીચે મુજબ છે..

………………………………

 PUBLIC INTEREST NOTICE IN

THE LARGER INTEREST OF CITIZENS OF GUJARAT STATE

Date : 17-9-2011

Gandhinagar

Hon’ble Member of Legislative Assembly,

Mr./Mrs._____________

Gujarat Legislative Assembly,

Gandhinagar.

Subject :     Notice in larger interest of human rights of common people of the State.

Hon’ble Member,

                 You have been elected as Member of Legislative Assembly under the Representation of People Act, 1951 during the election held on 23-12-2007 from ____________ constituency having received ………… votes out of total ………….. voters of your constituency.  You do not enjoy confidence of all the citizens including those who are not voters and who have noted voted in your favor.  Gujarat Legislative Assembly with your membership is empowered to enact and pass laws and special ordinances for the purpose of administration of democratic State and for the purpose of protection of equal citizen rights of citizens of the State.

          The Gujarat Legislative Assembly where you are member has, in its Eighth Session, passed a legislation named “Gujarat Regularization of Unauthorized Development Bill, Bill no.27” on 28th March, 2011 which has been sent back by H.E. Governor of Gujarat to the State Legislative Assembly with her message without giving her assent.

                You are very well aware that urban areas of the State have parallelly developed with industrial growth of the State where residential and commercial constructions and developments have taken place unauthorizedly mainly in metro cities and medium-sized towns.

          As is known to you, provisions of Bombay Provincial Municipal Corporation Act, 1949 and Urban Development Act, 1976 are prevalent for constructions in municipal corporation and municipality areas, respectively. Furthermore, the State Government has constituted Gujarat Urban Development Authority and thereby implemented special arrangements for developments within Municipal Corporation and Municipality areas keeping in view residential and commercial premises requirements of the people.

              Hon’ble Minister of Urban Development, in his speech during debate on the Bill of Regularization of Unauthorised Developments which have taken place in the State in blatant violation of prevalent Acts that, he will bring legislation before the Assembly in the next Sessions i.e. in Ninth Session of Assembly for the purpose of initiating action against the irresponsible persons and public servants who are responsible for unauthorized developments and for their illegalities.  However, not a single proceeding initiated against any of the public servant till date by the Urban Development Department of the State nor any explanation has been called from them for allowing unauthorized developments and therefore, it is evident that the Urban Development Department is encouraging unauthorized developments.

          Municipal Commissioners are appointed for the municipal corporations as also Executive Engineers are appointed. However, it seems that the Urban Development Authorities are being constituted only for the purpose of unauthorized developments.  Committees of the Urban Development Authorities only grant sanctions for developments by giving certain relaxations for construction work.  Those Urban Development Authorities do not have any responsibility to create infrastructure facilities in the developing areas like drainage systems, water supply system, electrification, adequate roads, government offices, ward or Mamlatdar offices, government schools, hospitals, fire brigade stations, police stations and police chowkies, parks and gardens, open grounds, fuel refilling stations etc. and they are enjoying powers only for regularization of unauthorized developments taking place.

               As you may be aware, before carrying out any construction, any citizen who desire to take up any work, has to submit application along with required maps/layouts, documents of land and orders of non-agricultural use of such lands, to the Town Planning Branch of the concerned Municipality or Municipal Corporation, as the case may be. Thereafter, surveyor of Construction or Town Planning Branch of the municipal authority visit such sites as mentioned in the application and submit his report after verification of site with regard to permissibility of construction sought for, open vacant space and compliance of parking and public safety norms and thereafter, all the documentary evidences submitted by such applicant are being examined.

          Once all the statutory requirements are found in order and fulfilling preliminary requirements, Development Permissions are being issued subject to certain conditions and such construction is to be commenced within 1 year period and preparation of fortnight progress report with respect to compliance of conditions like purpose of construction and all the conditions imposed in permission and any other rules relating to construction work, before the concerned officer and it is responsibility of public servants to make such fortnight progress report part of respective construction permission files.

          After every fortnight report, wherever any discrepancy or violation of construction permission is brought to the knowledge of responsible officer or surveyor, engineer or Executive Engineer, it is their duty to stop such construction work forthwith. The constructions which have been carried out have not developed overnight or within few days. It takes period from one year to four-five years to complete such unauthorized constructions. Even after such development work is over, Completion Certificates are required to be issued by the concerned municipal authority after due verification of site by the officer of concerned branch and the surveyor and verifying that the terms and conditions of the development permissions have been complied with and such development is not causing any damage to the public interest as also safety measures are maintained. The person obtaining such permission shall have right to put such construction to use only after Completion Certificate is issued otherwise, such construction is considered as unauthorized or illegal construction which cannot be put to use or sale.

          In urban areas of the State, the developments have taken place by carrying out illegal constructions on large scale wherein criminal negligence and deeds of officers working under the Urban Development Department of the State Government and officers of Municipal Corporations and Municipalities functioning under it are equally responsible which is an open secret.  However, no action have been taken against any of the public servant by the Urban Development Department of the State Government which establishes the malafide intention and corrupt administration of the Urban Development Department.

          Litigating against thousands of unauthorized developments which have taken place, citizens of State have instituted civil suits in large number before various courts in the State, which are pending for hearing.  Hundreds of thousands of hours out of precious time of Hon’ble Judges and the Courts have been spent in adjudicating those cases.  If there is provision made in the proposed Bill that on enforcement of the proposed Act, all those cases pending before various courts in the State shall stand terminated, it amounts to contempt of all the Hon’ble Judges and the Courts.  To allow unauthorized developments in large scale and to regularize them later under one or the other pretext is also nothing less than contempt of the Courts. Further, huge amount of money have been expended by the citizens who have preferred such cases as also valuable time of Hon’ble Courts and the citizens who approached courts challenging such unauthorized construction activities.

          The applicants invariably makes applications before the Chief Officer of concerned municipality or Municipal Commissioner of the concerned Corporation before approaching Hon’ble Courts by filing civil suits against unauthorized developments. In ordinary circumstances, once any citizen file application before concerned authorities, such State Government Officials never take pain to prevent continuing such unauthorized developments and ultimately the applicant is constrained to approach Hon’ble Court for filing suits for justice and whenever application is submitted before the Hon’ble Minister of Urban Development, Gujarat State, he used to send stereo-typed reply stating that nothing can be done since there is “court matter”.

          The public servants are solely responsible for all those civil or criminal cases as have been filed before Hon’ble Courts of the State in respect of illegal constructions. Lawyers are retained by the State Government at the cost of public exchequer instead of recovering from such erring public servants.  For defending the crime which is result of misdeeds of the public servants, lawyers are retained by paying them fees from the public exchequer. Before regularizing the unauthorized developments, the State Government should pay for all the expenses incurred on all those litigations which are over and are pending before various Hon’ble Courts because, when the State Government is going to regularize such criminal acts, the citizens those who are keen to get justice from Hon’ble Courts by spending huge amount of money are going to suffer by loss of their valuable time and money both.

          Thus, it is sheer lie that the objective of the Government to enact such Bill is to see that the issue of unauthorized development concern with residential and commercial constructions involving 25 lakh citizens.  In fact, Minister of Gujarat State utters lies in the Assembly House also so as to save skins of 20,000 to 25,000 persons those who have carried out unauthorized developments and those corrupt public servants and thereby, he is misleading State Legislative Assembly, press and media and citizens of the State.

          All those unauthorized constructions carried out in the State have been done for profit-making by businessmen and traders.  Most of the unauthorized developments have been sold out by earning profits therefrom, meaning thereby, unauthorized developments have not only taken place for the purpose of solving problem of residential premises for the citizens but it is being done for their benefit by the builders and land developers and by selling those constructions, they have minted crores of rupees by earning profits. Therefore, just with a view to camouflage widespread criminal activity of persons involved in carrying out unauthorized developments and the large-scale corrupt practices of the public servants working under his Department, Hon’ble Minister for Urban Development intends to bring again the Bill for Regularization of Unauthorized Development under the guise and in the name of 25 lakh citizens of the State. And, thus, this Bill is proved to be endorsing criminal activities in the State.

          Entire expenditure being incurred on administration and management of State Legislative Assembly, Hon’ble Courts of the State, Public Servants and all the members of Legislative Assembly including their salaries/pay, vehicles, buildings, offices etc. and any other government expenses are being paid from the taxes being paid by citizens of the State. Entire expenditure on functioning of State Legislative Assembly is also being incurred from the taxes levied from the citizens.

          Every citizen is liable to pay taxes in one or the other form for the amenities extended to them and on purchases of the commodities consumed by them. Even a beggar has also to pay tax on any petty article purchased by him. Thus, every citizen have equal interest and rights in any issue  concerned public interest in the State.

          It is essential that there is provision made for foothpath for pedestrians who do not own any vehicle in the same manner as the roads and parking lots for those who own vehicles. By regularization of the unauthorized developments, it may solve problem of residential and commercial premises of 25 lakh people, but, there are permanent and incurable problems have been created State-wide so far as transportation of public and parking of vehicles in the towns.

           It has been categorically stated by Hon’ble Minister for Urban Development during his speech delivered before the August House of Gujarat Legislative Assembly on 28th March, 2011 that, “In case if due to earlier statutory system or by not complying with any earlier rules or the existing rules by mistake, he himself or his residential accommodation is subjected to any action, obviously such family may have to go through sufferance…”  He also added that, “there may not be any person, any family which may resort to spend his hard-earned money for purchasing a building at wrong place or the premises which is constructed unauthorisedly. However, due to lack of awareness about statutory constraints/legalities of the things they fail to avail benefit of statutory provisions in spite of clear provisions in the law, number of people invest their money wrongly on such kinds of constructions.”   Hon’ble Minister himself has admitted that the purchasers are not aware about the legal provisions and their capital is invested on illegal constructions.  However, though those who carried out such constructions and the public servants responsible to monitor such developments were equipped with the knowledge about legal provisions and compliance thereof, such unauthorized developments have been carried out by them and they have earned crores of rupees by making profit from sale of such constructions to innocent persons who have no expert knowledge about the laws.  Nobody has ever donated such unauthorized constructions in charity.

          The citizens have equal rights for walk-ways or footpath as the vehicle owners have for the roads and parking places.  In the State, though no parking places are left in major towns, even no footpaths have left for pedestrians to walk over. Few thousand people have earned crores of rupees by selling the developments/constructions carried out by them causing huge losses to the public interest in connivance with the Urban Development Department.

          Therefore, all such responsible Public Servants who are responsible for allowing such a large scale unauthorized developments in the State, are liable not only to be terminated from service but also to be tried under criminal trials for the offence of causing harm to the public interests as also abusing and misusing of their powers and positions as public servants. For such an antisocial activity, even action under provisions of PASA Act can also be initiated against such erring Public Servants.  All such public servants have indulged in criminal act after obtaining salaries from Government exchequer and therefore, they have committed serious crime.  Instead of applying provisions of prevailing GCSR (BCSR) statutes for taking action against such persons, Hon’ble Minister of Urban Development is now coming with the Bill so as to save skins of such offenders.

 Further, for the unauthorized developments which have taken place in the State, those whoever obtained permissions for constructions and sold away such  unauthorized constructions are the main culprits, however, no action have been taken against such persons by the Government which goes to prove that Urban Development Department of the State is also equally responsible for such a large scale unauthorized developments which have taken place.

          No punitive action have been taken earlier against the persons who have carried out unauthorized developments, however, the provisions whatever proposed fro penal action are proposed against innocent persons.

          This Bill for Regularization of Unauthorized Developments is nothing but contempt of the courts of this State and it is supporting the large scale corruption taken place by those who have carried out unauthorized construction in connivance with the public servants.  Therefore, before the Bill which is proposed to be tabled by the Urban Development during Ninth Session of Twlefth Assembly is placed before the House of Assembly, it is essential that a public debate among citizens of the State take place by disseminating information on provisions of this Bill amongst the people of Gujarat.

             Since this Bill is supporting illegal activities carried out State-wide, to vote in support of the said Bill also  tantamount to endorsing the criminal activity.  Therefore, it would be in the public interest that until punitive action are taken against the public servants who are responsible for the large scale unauthorized developments taken place and those who have carried out such works, this Bill be not passed in the Assembly which is presented for Regular

             ization of Unauthorised Developments in the state and you are hereby appealed through this notice in the public interest not to pass and forward said Bill for consent of H.E. Governor.

             While you have been elected as Member of the Legislative Assembly, you do not enjoy faith of entire population of the State in the form of votes you received. All the citizens apart from those voters who have voted in your favor and those voters who have not voted in your favor, all the citizens have equal rights and human rights of freedom, and whose votes have not been received by you and therefore, it is against the principle of natural justice by giving consent or vote in favor of any such Bill or debate in the Assembly which is violating fundamental rights of the citizens. You are public representative of a democratic nation elected constitutionally and you are responsible to protect larger interest of public of the State as well as every citizen.

              Unauthorized developments have been allowed to be carried out in large scale and after it has happened and after billions of rupees of innocent citizens is invested in such constructions, the State Government has not taken penal action against such defaulting public servants and the penal action proposed in the Bill are such that they are against innocent citizens instead of penalty on persons who have carried out unauthorized developments.

               Therefore, I, the undersigned, Raj Chandrakant Prajapati, one of citizen of Republic of India having enshrined citizenship rights by the Constitution of India, and voter of Gandhinagar Legislative Assembly constituency, do hereby appeal you publicly by way of this public notice for protection of human rights and for rights of public amenities and equal rights of citizens of Gujarat State, and notify you that it would amount to support criminal acts if any Bill is supported by you which propose to penalize innocent persons who are purchasers of such unauthorized developments and which does not contain any provision for penal action against persons who have carried out unauthorized developments and the public servants in the concerned office at the relevant point of time.

            In case if any Government allows criminal acts freely within the State and if innocent citizens are penalized for such an act and thereby, support and endorse criminal activities in the State by misusing its legislative powers and the majority members give their consent for the same, H.E. President of India has powers to remove such Assembly. Therefore, even in the interest of legislative liability of the State also, this Bill cannot be supported at the cost of public amenities and human rights of citizens of the State. In case in spite of this Notice, if any such Bill is passed in the Assembly with conscious mind, representation would be made before the Her Excellency President of India on this issue and an appeal would be preferred, in larger interest of public of the State and the Constitution of India, praying for suspended animation of Gujarat Assembly.

             After this Appeal Notice, my public safety and protection of my civil rights would be responsibility of the State Government and the Legislative Assembly.  In case any harm is caused to my person or to any of my family member, the State Government will be held responsible for the same and the Chief Minister and Urban Development Minister will be personally responsible for the same.

Date : 17-9-2011           Appellant :-

Gandhinagar               Raj Chandrakantbhai Prajapati

                                         1252/2, Sector 6/D,

                                         Gandhinagar.

Copy to :-

 (1)           The Chief Secretary, Gujarat State, Gandhinagar.

(2)           All the members of Gujarat Legislative Assembly, Gandhinagar.

(3)           Hon’ble Chief Justice, High Court of Gujarat, Ahmedabad.

(4)           Hon’ble Chief Justice, Supreme Court of India, New Delhi.

(5)           H.E. President of India, Rashtrapati Bhavan, New Delhi.

(6)           Editors and media of Gujarat and India.

——————————————————————————————————————————————————-

રાજ્યના નાગરીકોના વ્યાપક હિતમાં જાહેર હિતની નોટીસ.

આદરણિય સદસ્યશ્રી,                         તારીખઃ ૧૭/૦૯/૨૦૧૧

                                                            ગાંધીનગર.

ગુજરાત વિધાનસભા,

ગાંધીનગર.

       વિષયઃ- રાજ્યના સામાન્ય નાગરીકોના માનવ અધિકારોના વ્યાપક હિતમાં જાહેર હિતની નોટીસ.

       આદરણિય સદસ્યશ્રી આપ સાહેબ ગુજરાત વિધાનસભા મતવિસ્તારમાં તાંરીખ ૨૩/૧૨/૨૦૦૭ ના લોકપ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ અન્વયે આપના મતવિસ્તારના કુલ ……………….મતદાતાઓ પૈકીના ……………… મત મેળવીને ચૂંટાયેલા છો મતદાર ના હોય તેવા નાગરીકો સહિત આપના વિસ્તારના તમામ  નાગરીકોના મત આપ ધરાવતા નથી, આપના સદસ્યતાવાળી ગુજરાત વિધાનસભા લોકતાંત્રીક રાજ્યના  વહિવટ અને રાજ્યની વ્યવસ્થાઓ માટે તથા રાજયના નાગરીક અધિકારોના સમાન હક્ક અધિકારોનું રક્ષણ કરવા ધારાઓ ઘડવા. પસાર કરવા અને વિશેષ અધિનિયમો ઘડવાની સતાઓ ધરાવે છે.

       આપ સાહેબશ્રીનું સભ્યપદ ધરાવતી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રમાં તારીખ ૨૮/૦૩/૨૦૧૦ ના ‘ગુજરાત અનિયમિત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક  ક્રમાંક ૨૭ ‘’ પસાર કરવામાં આવેલ હતું જે રાજ્યના આદરણિય રાજ્યપાલશ્રીએ તેઓના સંદેશા સાથે વિધાનસભાને પરત મોકલેલ છે અને નામંજુર થયેલ છે.

       આપ સદસ્યશ્રી સુપેરે જાણો છો કે રાજયના ઔદ્યોગીક વિકાસની સાપેક્ષે શહેરી વિસ્તારોનો પણ વિકાસ થયેલ છે તેમાં મુખ્યત્વે મહાનગરો અને મધ્યમ કક્ષાના શહેરોમાં વ્યાપક પ્રમાણમાં રહેણાંક અને વાણિજ્ય બાંધકામોનો અનિયમિત વિકાસ કરવામાં આવેલ છે.

આપ સદસ્યશ્રીને વિદિત છે તે પ્રમાણે રાજયની મહાનગરપાલીકાઓમાં બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ અને નગરપાલીકાઓમાં શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ના નિયમો અનુસાર બાંધકામો કરવાનો કાયદો અમલમાં છે તેમજ રાજય સરકારે નાગરીકોની રહેણાંક અને વાણિજ્ય સુવિધાઓની જરૂરીયાતોને ધ્યાને લઇને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના કરીને મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓમાં વિકાસ કરવાની વિશેષ વ્યવસ્થાઓ અમલમાં મુકેલી છે.

       રાજય સરકારના શહેરી વિકાસ મંત્રીશ્રીએ પ્રવર્તમાન અધિનિયમોનું વ્યાપક રીતે ઉલ્લઘંન કરીને કરવામાં આવેલા અનિયમિત વિકાસને નિયમિત કરવા માટે આઠમા સત્રમાં વિધેયક પરની ચર્ચા દરમ્યાન જણાવેલ હતુ કે આગામી એટલે કે નવમા સત્રમાં અનિયમિત વિકાસ કરનારા જવાબદારો અને ગેરરીતી આચરનારા તથા બેજવાબદાર રાજ્ય સેવકો સામે પગલા લેવા માટેનો કાયદો બનાવીશુ અને તે માટે વિધેયક લાવીશું  પરતું રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃતી કરી રહેલા એકપણ રાજ્યસેવક સામે કોઇ કાર્યવાહી કરેલ નથી કે આ અનિયમિત બાંધકામો થવા બદલ ખુલાસો પણ માંગવામાં આવેલ નથી જેથી શહેરી વિકાસ વિભાગ દ્વારા અનિયમિત વિકાસને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી  રહ્યાનું પણ સાબિત થાય છે.

       મહાનગરપાલીકાઓના વિસ્તારોમાં કમિશ્નરશ્રીઓની નિમણુંકો કરવામાં આવી છે અને કાર્યપાલક ઇજનેરો પણ નિમાયેલા છે છતાં પણ અર્બન ડેવોલપેમેન્ટ ઓથોરીટીની રચના માત્ર અનિયમિત વિકાસ કરવા માટે કરવામાં આવેલી હોવાનું જણાય આવે છે. અર્બન ડેવોલપમેન્ટ ઓથોરીટીની સમિતિઓ માત્ર બાંધકામોને અમુક રીતે છુટછાટ આપીને વિકાસ કરવાની મંજુરીઓ આપે છે. વિકાસ થઇ રહેલા વિસ્તારોમાં ગટર વ્યવસ્થાઓ, પાણી પુરવઠાની વ્યવસ્થાઓ, વિજળીના વિતરણ માટેની જગ્યાઓ, પુરતા રોડ, રસ્તાઓ, સરકારી કચેરીઓ, વોર્ડ કે મામલતદાર કચેરીઓ, સરકારી શાળાઓ, દવાખાનાઓ, અગ્નિશમન દળના અડ્ડાઓ, પોલીસ સ્ટેશનો અને પોલીસ ચોકીઓ, બગીચાઓ, ખુલ્લા મેદાનો, વાહનોના બળતણ માટેના વિતરણ કેન્દ્રો માટેની જગ્યાઓ, વગેરે અનેક જાહેર સુવિધાની કોઇપણ વ્યવસ્થાઓ કરવા જવાબદાર નથી માત્ર અનિયમિત વિકાસ કરવા માટેની સતાઓ ભોગવે છે,

આપ સાહેબને જાણમાં હશે કે .. કોઇપણ બાંધકામ કરતા પહેલા રાજ્યના નાગરીક તેના વિસ્તારમાં અસ્તિત્વમાં રહેલી નગરપાલીકા અથવા મહાનગરપાલીકાની ટાઉન પ્લાનીંગ શાખામાં ધારા ધોરણ મુજબના નકશાઓ અને જમીનના દસ્તાવેજો તથા બિનખેતીના હુકમોની નકલો સાથે અરજી દાખલ કરે છે ત્યારબાદ.. તે અરજીમાં દર્શાવેલ સ્થળ પર બાંધકામ શાખા અથવા ટાઉનપ્લાનીંગ શાખાના સર્વેયર સ્થળ તપાસ માટે જાય છે માંગેલી મંજુરી મુજબનું પ્રવર્તમાન ધારાધોરણસરનું બાંધકામ થઇ શકે તેમ હોય અને નિયમાનુસારની ખુલ્લી જગ્યાઓ અને પાર્કીંગ તથા જાહેર સલામતિના ધોરણોનું પાલન થઇ શકે તેટલી ખુલ્લી જગ્યા હોવા બાબતનો તમામ નિયમોની સાપેક્ષે ચકાસણી કરીને અહેવાલ (રીપોર્ટ) આપે છે તે બાદ અરજદારે રજુ કરેલા તમામ દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી કરવામાં આવે છે.

એક વાર તમામ નિયમોની પ્રાથમિક પુર્તતા કર્યા પછી ચોક્ક્સ શરતોને આધિન વિકાસ પરવાનગી આપવામાં આવે છે  તેમજ વિકાસ માત્ર ૧ વર્ષની સમય મર્યાદામાં શરૂ કરવાનો હોય છે તેમજ જે હેતુ માટે વિકાસ પરવાનગી આપવામાં આવેલ હોય તે હેતુને યોગ્ય બાંધકામ થઇ રહ્યુ છે અને આપેલી મંજુરીના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યુ છે તેમજ બાંધકામ અંગેના અન્ય નિયમોનું પાલન કરવામાં આવી રહ્યાનો દર પંદર દિવસનો અહેવાલ (પ્રોગ્રેસ રીપોર્ટ) સબંધિત અધિકારીને રજુ કરીને બાંધકામ મંજુરીની ફાઇલમાં સામેલ કરવાની જવાબદારી જવાબદાર રાજ્યસેવકની હોય છે.

દર પંદર દિવસના અહેવાલ બાદ જયારે પણ બાંધકામ નિયમ વિરૂધ્ધ થઇ રહ્યાનું જવાબદાર અધિકારીઓ કે સર્વેયર, ઇજનેર અથવા કાર્યપાલક ઇજનેર વગેરે કોઇપણને જાણમાં આવે તો તાત્કાલીક અસરથી અટકાવવાની તેમની ફરજ રહેલી છે, જે કોઇ બાંધકામો થાય છે તે બે-ચાર દિવસમાં કે રાતો રાત પુરા થતા નથી. એક થી ચાર-પાંચ વર્ષ જેવો સમય બાધકામને પુરૂ થતા થતો હોય છે. તેમજ તે વિકાસનું કાર્ય પુર્ણ થયા પછી પણ સબંધિત શાખાના અધિકારી અને સર્વેયર દ્વારા તેનું સ્થળ નિરિક્ષણ કરીને મંજુરીમાં આપેલા નિયમો અને શરતોનું પાલન થયાનું તેમજ તે વિકાસથી જાહેર હિતને નુકસાન થતું નથી અને સલામતિના ધોરણો જાળવવામાં આવ્યાની ખરાઇ કરીને નગરપાલીકા અથવા મહાનગરપાલીકા દ્વારા કમ્પલીશન સર્ટીફિકેટ આપવામાં આવે છે ત્યારબાદ તે બાંધકામનો ઉપયોગ કરવાનો મંજુરી લેનારને અધિકાર રહેલો છે અન્યથા કમ્પલીશન સર્ટીફિકેટ વિનાનું બાંધકામ ગેરકાયદેસર અને નિયમ વિરૂધ્ધનું ગણાય છે જેનો વપરાશ કે વેચાણ કરી શકાય નહીં .

રાજ્યના શહેરી વિસ્તારોમાં  વ્યાપક પ્રમાણમાં અનિયમિત બાંધકામો કરીને વિકાસ કરવામાં આવ્યો તેમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ તાબાના અધિકારીઓ અને મહાનગરપાલીકા તથા નગરપાલીકાઓના જવાબદાર અધિકારીઓની ગુનાહિત પ્રવૃતી પણ પુરતી જવાબદાર છે, અને જે સરાજાહેર સાબિત છે પરંતુ રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા કોઇપણ રાજ્યસેવક સામે કોઇ પગલા લેવામાં આવેલ નથી. જે રાજ્યના શહેરી વિકાસ વિભાગના બદઇરાદાઓ અને ભ્રષ્ટ વહિવટને પણ સાબિત કરે છે.

રાજ્યના ન્યાયાલયોમાં હજારોની સંખ્યામાં અનિયમિત વિકાસના વિરોધમાં રાજયના નાગરીકોએ દિવાની દાવાઓ કરેલા છે અને હાલ પણ સુનાવણી માટે રહેલા છે આ દિવાની દાવાઓ ચલાવવા રાજયની વિવિધ ન્યાયપીઠોને અને ન્યાયધિશોનો હજારો કલાકોનો કિંમતી સમય વપરાયો છે.. ન્યાયાલયોમાં ચાલતા અનિયમિત બાંધકામો સામેના દાવાઓ પણ બાંધકામ નિયમિત કરવામાં આવે પછી આપોઆપ રદ કરવાની વિધેયકમાં જોગવાઇ હોય તો રાજ્યના તમામ ન્યાયધિશો અને ન્યાયલયોનું જાહેર અપમાન કરવા સમાન છે. વ્યાપક ગેરકાનુની પ્રવૃતી ચલાવવી અને તેને જુઠા ઉદેશ્યો દર્શાવીને કાયદેસર કરવાનો પ્રયત્ન પણ ન્યાયાલયોનુ અવમાન છે.  અને તે અનિયમિત પ્રવૃતી સામે ન્યાય માંગવાના નાગરીકોના દાવાઓ માટે ન્યાયાલયોનો સમય અને રાજયની પ્રજાના તથા દાવો દાખલ કરનારા નાગરીકોના નાણાંનો ખર્ચ કરવામાં આવેલ છે.

અનિયમિત વિકાસની સામે રાજ્યની અદાલતોમાં કોઇપણ દિવાની દાવો  દાખલ થાય તે પહેલા એકવાર અથવા બે-ચાર વાર અરજદારોએ નગરપાલીકાના ચીફ ઓફીસર અથવા મહાનગરપાલીકામાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સમક્ષ અરજીઓ કરેલી હોય છે સામાન્યત નાગરીકો સ્થાનિક સંબધિત કચેરીમાં અરજી દાખલ કરે પછી રાજ્ય સરકારના અધિકારીઓ અનિયમિત વિકાસને અટકાવતા નથી તેથી આખરે અરજદાર કોર્ટમાં ન્યાય માટે દિવાની દાવો દાખલ કરે છે. અને જ્યારે રાજયના શહેરી વિકાસમંત્રીશ્રીને ફરીયાદ અરજી કરવાંમાં આવે છે ત્યારે માત્ર કાગળ પર  “કોર્ટ મેટર” હોવાથી કંઇ થઇ શકે નહીં નો કાયમી બાંધેલો જવાબ આપવામાં આવેલ છે.

રાજ્યની અદાલતોમાં દાખલ થયેલા અનિયમિત બાંધકામો વિરૂધ્ધના દિવાની કે ફોજદારી કેસો માટે રાજ્ય સરકારના રાજ્યસેવકો જવાબદાર છે કેસની બાબતમાં તેઓને બદલે રાજ્યના ખર્ચથી વકિલો રાખવામાં આવે છે ગુનાઓ રાજ્યસેવક કરે છે અને તેના બચાવ માટે રાજ્યના ખર્ચથી વકિલ રાખવામાં આવે છે. અનિયમિત બાંધકામોને નિયમિત કરતા પહેલા રાજ્યની અદાલતમાં ચાલેલા અને પેન્ડીંગ હોય તેવા તમામ કેસોનું ખર્ચ પણ રાજ્ય સરકારે આપવું જરૂરી છે. કારણ કે જો આ ગુનાહિત પ્રવૃતીને સરકાર કાયદેસર કરતી હોય તો તેની સામે કેસ કરીને ન્યાય માંગવા ગયેલા નાગરીકોને કુદરતી ન્યાયના હિતમાં સમય અને નાણાંનું મોટા પ્રમાણમાં નુકસાન થનાર છે.

આમ રાજયમાં ૨૫ લાખ લોકોના રહેણાક અને વાણિજ્ય હેતુની સમસ્યાઓના કારણે અનિયમિત વિકાસને નિયમિત કરવાનો કાયદો કરવાનો રાજય સરકારનો ઉદેશ્ય હોવાની વાત તદન જુઠી  છે વાસ્તવમાં અનિયમિત બાંધકામો કરનાર ૨૦-૨૫ હજાર લોકો અને રાજયના ભ્રષ્ટ રાજ્યસેવકોના બચાવ માટે રાજયના મંત્રીશ્રી ગૃહમાં પણ અસત્ય બોલે છે અને રાજયની વિધાનસભા. અખબાર જગત અને રાજ્યની પ્રજાને  ગેરમાર્ગે દોરી રહ્યા છે.

રાજ્યમાં જેટલા પણ અનિયમિત બાંધકામો થયેલા છે તે ધંધાદારી અને વ્યાપારી લોકોએ વેપાર કરીને નફો કરવા માટે બાંધેલા છે મોટા ભાગનાં અનિયમિત વિકાસ કરેલો છે તેઓએ બાંધકામો વેચીને નફો કરેલો છે એટલે કે અનિયમિત વિકાસ માત્ર રાજયના નગરીકોના રહેણાંક માટે થયેલો નથી પરંતુ ધંધાદારી બિલ્ડર્સો અને લેન્ડ ડેવલોપર્સોએ કરેલો છે અને તેનું વેચાણ કરીને કરોડો રૂપીયાનો નફો કરવામાં આવેલો છે. આથી રાજ્યના શહેરી વિકાસમંત્રીશ્રી અનિયમિત વિકાસ કરનારા લોકોની વ્યાપક ગુનાહિત પ્રવૃતીને અને પોતાના વિભાગના તાબાના રાજયસેવકોના બહોળા ભ્રષ્ટાચારને છાવરવા માટે રાજ્યના ૨૫ લાખ નાગરીકોના નામે રાજયની પ્રજા અને વિધાનગૃહમાં અનિયમિત વિકાસને નિયમિત કરવાનું વિધેયક લાવે છે અને તે રાજયમાં ગુનાહિત પ્રવૃતીને સમર્થન કરતું વિધેયક સાબિત થાય છે.

રાજ્યની વિધાનસભા, રાજ્યની અદાલતો, રાજય સરકારના રાજ્યસેવકો, તેમજ રાજયની વિધાનસભાના તમામ સદસ્યોનો દરેક વહિવટી ખર્ચ અને તેનું વેતન,વાહનો, મકાનો, કચેરીઓ વગેરે તથા સરકારશ્રીનું ગણાય તે તમામ ખર્ચ રાજ્યના નાગરીકોના કરવેરાઓ દ્વારા ચુકવવામાં આવી રહ્યુ છે વિધાનસભાનો તમામ ખર્ચ પણ રાજ્યના નાગરીકોના કરવેરાઓમાંથી કરવામાં આવી રહ્યો છે.

રાજયમાં દરેક નાગરીક તેને આપવામાં આવતી અનેક સુવિધાઓ અને વપરાશની પ્રત્યેક ચીજ વસ્તુઓની ખરીદી દ્વારા કોઇને કોઇ રીતે રાજ્યને કરવેરો ભરપાઇ કરી રહેલ છે ભિક્ષુકે ખરીદેલી નાનામાં નાની ચીજ- વસ્તુ પર પણ કરવેરાઓ વસુલાય છે આમ દરેક નાગરીકના રાજ્યના જાહેરહિતની બાબતોમાં સમાન અધિકારો રહેલા છે

જેમ વાહનો માટે રસ્તાઓ અને પાર્કીંગની સુવિધા હોય છે તેમ દરેક શહેરમાં વાહન વિહોણા રાહદારી નાગરીકો માટે ફુટપાથની સુવિધા હોવી જરૂરી છે અનિયમિત બાંધકામોથી ૨૫ લાખ લોકોના રહેણાંક અને વાણિજ્ય સમસ્યાઓ દુર થાય છે પણ જાહેર પ્રજાના આવાગમન અને વાહન પાર્કીંગની શહેરોમાં નિવારી ના શકાય તેવી કાયમી સમસ્યાઓ પણ પેદા થયેલી છે.

માનનિય મંત્રીશ્રી શહેરી વિકાસ શ્રીએ તારીખ ૨૮/૦૩/૨૦૧૧ ના ગૃહમાં પોતાના વિધેયકના ઉદેશ્યોની ચર્ચા દરમિયાન સ્પષ્ટ રીતે જણાવેલ છે કે  … ભુતકાળની કાયદાકીય વ્યવસ્થાને કારણે કોઇ નિયમનું અથવા અત્યારના નિયમનું પાલન ભુલથી ના થઇ શકવાના કારણે કદાચ જો તે વ્યક્તિ કે તે વ્યક્તિ કે તે પરીવારના ઘર ઉપર કોઇ જાતની આંચ આવે તો એ પરીવારને મોટી તકલીફ સ્વભાવિક રીતે થતી હોય છે …… ઉપરાંત જણાવેલ હતું કે ….. કોઇપણ વ્યક્તિ એવી નથી હોતી. કોઇ પરીવાર એવો નથી હોતો કે જે પોતાના પરસેવાની કમાણી તે કોઇ ખોટા મકાન માટે. ખોટી જગ્યાએ ખરીદવા માટે.. બિન અધિકૃત જગ્યાએ ખરીદવા માટે તે રોકતા હોય .. પરંતુ કાયદાકીય મર્યાદાઓ// કાયદાકીય જાણકારીના અભાવને કારણે નિયમોની સ્પષ્ટ જોગવાઇ હોવા છતાં એ જોગવાઇઓનો લાભ ન લેવાના કારણે અનેક લોકો આવા પ્રકારના બાંધકામોમાં ભુલથી પોતાની મૂડી રોકી દેતા હોય છે…  માનનિય મંત્રીશ્રીએ કબુલ કરેલ છે કે ખરીદદારો કાયદાથી અજાણ હોય છે અને તેની મુડી અનિયમિત વિકાસમાં ખર્ચાય છે પરંતુ જે અનિયમિત વિકાસ થયો તે બાંધકામો કરનારાઓને અને રાજ્યસેવકોને તો નિયમોની જાણકારી હતી અને તેની કાયદાઓનું પાલન કરવાની ફરજ પણ હતી છતાં અનિયમિત વિકાસ કર્યો છે અને તે બાંધકામો કાયદાથી અજાણ સામાન્ય નાગરીકોને વેચીને કરોડો રુપીયાનો નફો પણ કરેલો છે.. કોઇએ અનિયમિત બાંધકામો મફતમાં દાન કરેલા નથી.

જેટલો હક્ક મોટર અને મોટર સાયક્લના પાર્કિંગનો છે તેટલો જ અધિકાર સામાન્ય નાગરીક માટે ફુટપાથનો રહેલો છે .. રાજ્યમાં દરેક મોટા શહેરોમાં પાર્કિંગ તો રહ્યા નથી પરંતુ સામાન્ય નાગરીકને ચાલવા માટેની ફુટાપાથ પણ રહેલી નથી.. મનફાવે તે રીતે જાહેર હિતને નુકસાન કરીને શહેરી વિકાસ વિભાગની ગુનાહિત મદદગારીથી, વ્યાપક રીતે અનિયમિત વિકાસનું વેચાણ કરીને હજારો લોકોએ કાળો કારોબાર કરીને કરોડો રૂપીયાનો આર્થીક લાભ મેળવેલ છે.

આથી અનિયમિત વિકાસ થવા માટે જવાબદાર ગુજરાત રાજયના રાજય સેવકો સામે જાહેરહિતને નુકસાન કરવા ઉપરાંત રાજયસેવક તરીકે હોદા અને ફરજનો દુરઉપયોગ કરવા બદલ કાયમી બરતરફ કરીને તેની સામે ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે. અસામાજીક પ્રવૃતી બદલ ‘પાસા’ જેવા કાયદાઓનો આવા રાજયસેવકો સામે અમલ કરી શકાય તેમ છે. આવા તમામ રાજ્યસેવકોએ રાજય સરકારમાંથી વેતન મેળવીને ગુનાહિત પ્રવૃતી કરેલી છે તેથી તેનો જધન્ય ગુનો બને છે જી.સી.એસ.આર.(બી.સી.એસ.આર.) જેવા કાયદાઓ પ્રવર્તમાન છે તેનો અમલ કરવાને બદલે જવાબદાર હોય તેવા ગુનેગારોને છાવરવા માટે રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રીશ્રી વિધેયક લાવી રહ્યા છે.

તેમજ રાજ્યમાં અનિયમિત વિકાસ થયો તેના માટે મંજુરી લેનાર ને તે વિકાસને વેચનાર ગુનેગાર છે તો રાજ્ય સરકાર દ્વારા તેની સામે કોઇપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી જે રાજ્ય સરકારનો શહેરી વિકાસ વિભાગ પુરતી રીતે અનિયમિત વિકાસની પ્રવૃતી માટે જવાબદાર હોવાનું પણ સાબિત કરે છે.

અનિયમિત વિકાસ કરનારા સામે પહેલા દંડાત્મક કાર્યવાહીઓ કરવામાં આવેલી નથી પરંતુ જે દંડાત્મક કાર્યવાહી કરવાની જોગવાઇ કરવામાં આવી છે તે નિર્દોષો ઉપર કરવાની જોગવાઇઓ કરવામાં આવે છે.

આ અનિયમિત વિકાસને નિયમિત કરવા બાબતનું વિધેયક રાજ્યની અદાલતોના અપમાન સમાન છે અને રાજયમાં અનિયમિત વિકાસ કરીને નાણાંકીય લાભ મેળવનારાઓ સાથે રાજયસેવકોના બહોળા પ્રમાણમાં કરવામાં આવતા ભ્રષ્ટાચારને સમર્થન કરતા છે.. આથી આગામી ૧૨ મી વિધાનસભાની નવમી બેઠકમાં રાજ્યના શહેરી વિકાસમંત્રીશ્રી દ્વારા જે વિધેયક રજુ કરવામાં આવે તે વિધેયક પસાર કરતા પહેલા રાજ્યાના દરેક મતદારો સુધી તેની વિગતો પહોંચાડીને રાજ્યની પ્રજા સમક્ષ તેની વ્યાપક ચર્ચા થવી જરૂરી છે.

આ વિધેયક રાજયમાં ગેરકાયદેસર પ્રવૃતીને સમર્થન કરતું હોવાથી તેના સમર્થનમાં મત આપવો તે પણ ગુનાહિત પ્રવૃતીને સમર્થન આપવા સમાન છે આથી રાજયની પ્રજાના જાહેર હિતમાં જ્યાં સુધી અનિયમિત વિકાસ માટે જવાબદાર રાજ્ય સેવકો અને અનિયમિત વિકાસ કરનારાઓ સામે દંડાત્મક પગલાઓ લેવામાં  ના આવે ત્યાં સુધી આ અનિયમિત વિકાસને નિયમિત કરવા બાબતનું વિધેયક રાજયના વ્યાપક હિતમાં અને કુદરતી ન્યાયના હિતમાં વિધાનસભામાં પસાર નહીં કરવા અને રાજ્યના આદરણિય રાજ્યપાલ સમક્ષ મંજુરીની સહી માટે નહીં મોકલવાની જાહેર હિતમાં અપીલના રૂપમાં આ નોટીસ આપવામાં આવે છે.

આપ સદસ્યશ્રી વિધાનસભાના સદસ્ય બન્યા તેમાં રાજયની તમામ પ્રજાનો મત મળેલ નથી પરંતુ આપ જે મતવિસ્તારમાંથી મતદાન મેળવીને ચૂંટાયા છો તે મત વિસ્તારના કુલ મતદારો અને મતદાર ના હોય તે સિવાયના આબાલવૃધ્ધ નાગરીકો પણ તેના અધિકારો અને સ્વત્રંતાના માનવ અધિકારો ધરાવે છે તેના તમામના મત આપને મળેલા નથી, તેથી રાજયની વિધાનસભામાં કોઇ પણ વિધેયક અથવા તો કોઇપણ બાબતની ચર્ચામાં આપને પ્રાપ્ત મતદાન ઉપરાંતના નાગરીકોના કુદરતી અધિકારોનું હનન કરતી કોઇપણ કાર્યવાહીનું સમર્થન કરવું કે તેમાં સહમતિ આપવી તે પણ કુદરતી ન્યાયની હત્યા કરવા સમાન છે. આપ લોકશાહી રાષ્ટ્રના સંવિધાનિક રીતે ચૂંટાયેલા લોકપ્રતિનિધિ છો અને કાયદાઓ તથા રાજયની પ્રજાનું વ્યાપક હિત અને પ્રત્યેક નાગરીકના અધિકારોનું રક્ષણ કરવા નૈતિક રીતે જવાબદાર પણ છો.

 રાજયમાં અનિયમિત વિકાસ કરવા દિધો છે અને તે કાળો કારોબાર કર્યા પછી કાયદાથી અજાણ નિર્દોષ નાગરીકોના અબજો રૂપીયા રોકાયા પછી રાજ્ય સરકારે ગુનાહિત પ્રવૃતી કરતા રાજયસેવકો સામે દંડાત્મક પગલાં લીધા નથી તેમજ જે દંડનિય જોગવાઇઓ કરવામાં આવી છે તે અનિયમિત બાંધકામો કરનારા સામે દંડની જોગવાઇ કરવાને બદલે નિર્દોષ નાગરીકો પર કરવામાં આવી છે.

આથી હું ભારતના સંવિધાન પ્રમાણે ભારતના ગુજરાત રાજ્યનો સ્વતંત્ર નાગરીક ગાંધીનગર વિધાનસભા મત વિસ્તારનો મતદાતા નાગરીક શ્રી રાજ ચંદ્રકાંત પ્રજાપતિ આપણા ગુજરાત રાજ્યની પ્રજા અને તેના માનવ અધિકારોના રક્ષણ તથા જાહેર સુવિધાઓ અને તેના પ્રત્યેક નાગરીકના સમાન અધિકારોના હિત માટે ઉપરોકત તમામ હકિકતોને લેખીતમાં આપ સદસ્ય સમક્ષ રજુ કરીને જાહેર અપીલ કરૂ છુ અને જાહેર નોટીસ આપું છુ કે અનિયમિત વિકાસને નિયમિત  કરવા બાબતના કોઇપણ વિધેયકમાં નિર્દોષ નાગરીક એવા ખરીદદારોને દંડ કરવાની જોગવાઇ કરવામાં આવી હોય તેમજ બાંધકામો કરનારા સામે દંડનીય કાર્યવાહીની જોગવાઇ સાથે તત્કાલીન જવાબદાર રાજયસેવકો સામે દંડનીય જોગવાઇઓ કરવામાં આવેલ ના હોય તો આવા વિધેયકને સમર્થન કરવું તે ગુનાહિત પ્રવૃતીને સમર્થન કરેલું ગણાશે…

કોઇપણ સરકાર તેના તાબાના રાજ્યમાં વ્યાપક ગુનાહિત પ્રવૃતી કરવા દે અને તેના માટે નિર્દોષ નાગરીકોને દંડ કરીને તે ગુનાહિત પ્રવૃતીના સમર્થન માટે પોતાની વૈધાનિક સતાનો દુર ઉપયોગ કરે તેમજ બહુમતી સભ્યો આવી વૈધાનિક કાર્યવાહીમાં સમર્થન કરે તો આવી વિધાનસભાને ભારતના મહામહ્મિન રાષ્ટ્રપતિશ્રી બરખાસ્ત કરવાના પોતાના વિશેષ અધિકારો ધરાવતા હોય છે. આથી રાજયના  વૈધાનિક જવાબદારીઓના હિતમાં પણ અનિયમિત વિકાસને નિયમિત કરવાના વિધેયકને રાજયના વિશાળ નાગરીક સુવિધાઓના ભોગે અને નાગરીકોના માનવ અધિકારોના ભોગે સમર્થન કરી શકાય નહીં.

જો આ અપીલ નોટીસ બાદ પણ સભાનપણે રાજયની વિધાનસભામાં આવા મતલબનું કોઇ વિધેયક પસાર કરવામાં આવશે તો તે બાદ ભારતના બંધારણીય વડા મહામહ્મિન રાષ્ટ્રપતિશ્રી સમક્ષ તે બાબતની રજુઆત કરવામાં આવશે અને રાજયની વિધાનસભાને સંવિધાન અને રાજ્યના નાગરીકોના વ્યાપક હિતમાં બરખાસ્ત કરવાની અપીલ દાખલ કરવામાં આવશે..

આ અપીલ નોટીસ બાદ રાજયના નાગરીક તરીકે મારી જાહેર સલામતી અને મારા નાગરીક અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી રાજય સરકાર અને વિધાનસભાની ગણવામાં આવશે.. જો મને કે મારા પરીવારના સભ્યને કોઇપણ પ્રકારની નુકસાની થશે તો તેના માટે રાજય સરકારને જવાબદાર ગણવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસમંત્રીશ્રી આ બાબતમાં જવાબદાર રહેશે.

તારીખઃ ૧૭/૦૯/૨૦૧૧                   અપીલ / નોટીસ કર્તા અરજદાર.

          ગાંધીનગર.

                                                     રાજ ચંદ્રકાન્તભાઇ પ્રજાપતિ.

                                                      ૧૨૫૨/૨, સેકટર ૬ / ડી.

                                                       ગાંધીનગર.

નકલ રવાનાઃ-

(૧) મુખ્ય સચીવશ્રી ગુજરાત રાજય. ગાંધીનગર.

(૨) સર્વે સદસ્યશ્રીઓ. ગુજરાત વિધાનસભા. ગાંધીનગર.

(૩) ચીફ જસ્ટીસશ્રી ગુજરાત હાઇકોર્ટ. અમદાવાદ.

(૪) ગુજરાતના અને ભારતના સમાચાર માધ્યમો અને તંત્રીશ્રીઓ

(૫)ચીફ જસ્ટીસશ્રી સર્વોચ્ચ ન્યાયાલાય. ન્યુ દિલ્હી.

(૬) મહામહ્મિન રાષ્ટ્રપતિશ્રી. રાષ્ટ્રપતિ ભવન. ન્યુ દિલ્હી.

Advertisements

Responses

  1. dhanyvad u r absoluatly right, apki kosis bahot achchi hai,

  2. Aap ni koshish ne birdavu chu.Parantu kahevata vikaspurush (Mr Modi) vikas ni dot ma etla mashgul che ke temne satya dekhatu nathi.

    • સાહેબજી જેને જે ગમે છે તે તેવું કાર્ય કરે છે.. મોદીભાઇ તેને ગમે તેવું કાર્ય કરે છે મને ગમે તે હું કરૂ છુ.. આજે તે સફળ છે તો લોકો તેની પાછળ ચાલે છે સત્ય તો આમ પણ ક્યાં સસ્તુ છે કે બધાને સ્વિકારવાની શ્રીમંતાઇ હોય… સત્ય તો પ્રમાણિકતાના શ્રીમંતો માટે છે કોઇ આલી મવાલી ભિખારીઓ માટે સનાતન સત્યો હોતા નથી..
      આપના પ્રોત્સાહન બદલ આભારી છુ..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: