Posted by: rajprajapati | 07/09/2011

ભારતનું ભવિષ્ય અરાજકતાભર્યુ હશે.

ભારતનું ભવિષ્ય અરાજકતાભર્યુ હશે.

૨૦૧૦ થી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરેલા કરોડો અબજો રૂપીયાના કૌભાંડો સતત ચર્ચામાં રહ્યા અને સામાન્ય માણસ છાપાઓમાં આવા સર્વસામાન્ય બની ગયેલા સમાચારો વાંચીને આનંદપુર્વક હૈયા વરાળ કાઢીને સંતોષ માનતો થયો છે…..

દુનિયામાં સાવ ભગવાન ભરોસે આખી તંત્ર વ્યવસ્થા ચાલતી હોય તેવો ભારત એકમાત્ર શુકનિયાળ દેશ છે ભારતની પ્રજા ગુલામીમાં રહેવા ટેવાયેલી છે ગુલામીમાં જીવવાના આનુવંશિક ગુણો આ દેશની પ્રજામાં ભારોભાર પડેલા છે તેથી વિદેશીઓની ગુલામી પછી આજે પોતાના મત આપીને સમાજના ભ્રષ્ટ લોકોની ગુલામી કરવામાં આવે છે.

૧૮ ઓગષ્ટ ૨૦૧૧ પછીના પખવાડીયામાં ૧૮૫૭ પછીની એક ઐતિહાસીક ઘટના બની. મહારાષ્ટ્રના આદરણિય સત્યાગ્રહી શ્રી અન્ના હજારેજીએ સરકાર દ્વારા આચરવામાં આવતા અબજો રૂપીયાના ભ્રષ્ટાચારને કાબુમાં લેવા માટે જનલોક્પાલ નામનો કાયદો બનાવવાની માંગણી સાથે ઉપવાસ આંદોલન કર્યુ અને તેમાં ભારતના પ્રત્યેક પ્રદેશના તમામ ધર્મોના અને દરેક કોમના આબાલવૃધ્ધ પુરૂષ અને સ્ત્રી નાગરીકોએ અભુતપુર્વ સમર્થન આપીને ભારતની સંસદના રાજસભા અને લોકસભાના ગૃહોમાંથી તેનો પ્રસ્તાવ પાસ કરવાની દેશની કેન્દ્ર સરકારને ફરજ પાડી હતી… ખુબ જ નોંધનિય રીતે જનસમાજે એક સત્યને જીતાડ્યુ હતુ. કે જેના માટે સત્યાગ્રહ કરવામાં આવી રહ્યો હતો.

આખી ઘટનામાં એક વાત મહત્વની હતી કે સત્યાગ્રહ કરનાર સત્યપ્રિય હતા અને તેનો આગ્રહ માત્ર બિનરાજકીય ધોરણે વર્તમાન સરકાર પાસે એક સારો કાયદો કરાવીને લોકોના પૈસાનો ભ્રષ્ટાચાર કરતાં રાજકારણીઓ અને બીજા લોકોને નિયંત્રીત કરવાનો હતો.

પરંતુ હવે આખા દેશમાં કોઇપણ રાજ્યોમાં ભ્રષ્ટાચાર સામે સ્થાનિક લડત આપવાની વાત ઉપસ્થીત થાય તો તરત લોકો અન્ના હજારે તે રાજ્ય સરકાર સામે આંદોલન કરે અને લોકોને ન્યાય અપાવે એવો આગ્રહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જો દરેક રાજ્યમાં ભ્રષ્ટાચાર દુર કરવા માટેની અન્ના હજારેજીની જવાબદારી હોય તો ત્યાંના  ભોગ બનેલા સ્થાનીક જનસમાજની પોતાની જવાબદારી શું છે.

દેશના નાગરીકો ભ્રષ્ટાચારીઓને મતદાન આપે છે એકના એક માણસને વારંવાર મત આપે છે અને ભ્રષ્ટાચારને વધુ બળ પુરૂ પાડે છે અને ફરી ફરીને ભ્રષ્ટાચાર થઇ રહ્યાની બુમો પાડતા રહે છે અને પાછા બીજાને બોલાવે છે કે તમે આવીને ભ્રષ્ટાચારથી મુક્તી અપાવો.. અરે ભાઇ એકના એક માણસને મત આપવાનું બંધ કરો ને  તો પણ ભ્રષ્ટાચાર આપોઆપ દુર થઇ જાશે.

જ્યાં સુધી આ દેશનો મતદાર પોતાનો મત બીજી વાર એક જ માણસને આપશે ત્યાં સુધી દેશમાંથી કે કોઇપણ રાજ્યમાંથી એકપણ પ્રકારનો ભ્રષ્ટાચાર દુર થવાનો નથી.. લોકપાલ રાખો કે લોકાયુક્ત રાખો એક પણ રીતે ભ્રષ્ટાચાર દુર થવાનો નથી.. દેશના મોટા અને પુરેપુરા ખોટા ગણાતા કોંગ્રસ અને ભાજપ જેવા રાજકીય પક્ષો ફકત એકબીજાને પછાડીને સતા મેળવવા અને પોતાનું રાજ ચલાવવા પ્રયત્ન કરે છે.. જનલોકપાલને ભાજપે સમર્થન કર્યુ હતું ભાજપ શાસીત રાજ્યોમાં તેને લોકાયુક્ત અને રાજ્યપાલો રાખવા નથી.

અન્ના હજારેજીના સત્યાગ્રહ આંદોલન સમયે સરકારમાં કોંગ્રસને બદલે ભાજપ હોત તો  ૧૨ દિવસને બદલે ૧૭ દિવસ સુધી અન્નાને ઉપવાસ કરવા પડત અને બે-ત્રણવાર ભારતબંધની ઘટના પણ બની હોત.. શેરીઓ અને રસ્તાઓ પર તોફાનો થયા હોત જે રીતે શાંતીપુર્ણ આંદોલન થયું તેના બદલે ભાજપની સરકાર હોત તો દેશની પ્રજાનું બે ભાગમાં વિભાજન થઇ ગયુ હોત..  જેમ કોંગ્રેસ ભ્રષ્ટ છે તેમ ભ્રષ્ટાચારમાં ભાજપ તેનો પણ બાપ છે.. ભાજપ અને તેની માતૃસંસ્થા હિન્દુવાદને કારણે લોકપ્રિય થયા હતા પણ તેનો કોમવાદી ઢાંચો પણ હવે વેરવિખેર થઇ ચુકયો છે તેથી ભાજપ હવે આંતકવાદના મુદા પર લોકોના મત લઇને ભારતમાં પોતાની સરકાર બનાવવા માંગે છે..

હવે ભાજપ પાસે હિન્દુવાદનો મુદો રહ્યો નથી અને ભાજપ લઘુમતિ મોરચો ખોલીને મુસ્લીમો ભારતમાં વિકાસ કરી રહ્યાની વાતો કરીને મુસ્લીમોને રીઝવવા પ્રયત્ન કરી રહ્યો છે. વિશેષમાં રાષ્ટ્રીય કક્ષાએ સામાન્ય માણસને  ભેગા કરવા આંતકવાદ સૌથી ગરમાગરમ મુદો બની રહે તેમ છે જેનાથી લોકમાનસને ભાજપ તરફ વાળી શકાય તેમ છે તેથી હવે ભાજપવાળા માટે આંતકવાદ ફેલાય તે પણ મહત્વનું બની રહેશે.

ગુજરાતમાં સૌથી વધુ આંતકવાદીઓ આવી રહ્યા છે આંતકવાદીઓ માટે ગુજરાત નંબર વન આંતરાષ્ટ્રીય હિલ સ્ટેશન બની ગયુ છે.. આખી દુનિયાના દરેક આંતકવાદી જુથ માટે નરેન્દ્ર મોદી એક જ મોસ્ટ વોન્ટેડ હોય તેવું ચિત્ર તૈયાર થયુ છે કોઇપણ ચિત્ર વિશિષ્ટ દરજ્જાના કલાકારે આયોજનપુર્વક દોરવું પડે છે. ભારતમાં ખરેખર તો હિન્દુત્વનો કાયમી ઝંડો મહારાષ્ટ્રની શિવસેનાના હાથમાં હતો અને મુસ્લીમોનો સખત વિરોધી પક્ષ ગણાતો હતો. વર્ષોથી બોમ્બ બને છે અને મશિનગનો પણ બને છે.. બાળ ઠાકરે  કે શિવસેનાના કોઇ પણ રાજકારણીને મારી નાખવા માટે આંતકવાદીઓએ ક્યારેય ઇ-મેઇલ કર્યા નથી કે એક સમયે હિન્દુસમ્રાટ ગણાતા બાળ ઠાકરે ને મારવા શિખાવ આંતકવાદી અમસ્તો અમસ્તો પણ આવ્યો નથી.

તેની સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના પ્રચારક નરેન્દ્ર મોદી માટે દર બે- મહિને નિયમિત આંતકવાદીઓ કેન્દ્રના ગુપ્તચર વિભાગને ઇ-મેઇલ કરીને મોદીને હિરો બનાવતા રહે છે.. ગુજરાતના અમદાવાદમાં થયેલા કોમી રમખાણો બાદ ઇન્ડીયન મુજાહિદિન નામનું  એક આધુનિક આંતકવાદી જુથ પણ બન્યુ છે તે ક્યાં દેશનું છે તે હજી દુનિયાની કોઇ ગુપ્તચર સંસ્થા શોધી શકી નથી. અને ખાસ તો દુનિયાના કોઇ આંતકવાદી સંગઠ્ઠને પણ પોતાની નવી નકોર ઇન્ડીયન મુઝાહિદિન નામની નવી કોઇ શાખા ખાસ ગુજરાત અને મહારાષ્ટ્ર માટે ચાલુ કરી હોય તેવી કબુલાત પણ કરી નથી..

આખા ભારતમાં હવે ફકત બે હિન્દુ નેતાઓ રહ્યા છે નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી. આ બે નેતા ભારતના વડાપ્રધાન બનવા માટે ગમે તે કરી છુટવાવાળા મહત્વાકાંક્ષી રાજકારણીઓ છે અને દુનિયાભરના આંતકવાદીઓ સામે માત્ર નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી લડી શકવા સક્ષમ ગણાય છે. જો નરેન્દ્ર મોદીને  વડાપ્રધાન બનવું હોય તો આંતકવાદ સૌથી મહત્વનો રાષ્ટ્રીય મુદો છે અને તેના માટે દેશના દરેક રાજ્યના મોટા શહેરોમાં નાના મોટા બોમ્બ ધમાકા થાય તેમાં થોડાક નિર્દોષ લોકોના જીવ જાય તે જરૂરી છે જેથી દેશની જનતાને આંતકવાદીઓ સામે લડી શકે તેવા નેતાની જરૂરત ઉભી થઇ શકે છે.

બોમ્બ ધમાકા થાય અને આંતકવાદનો ભારતની પ્રજામાં  પુરતો ડર પેદા થાય તો લોકો આંતકવાદ સામે લડવા અને તેને નાબુદ કરવા એક થશે. ભારત અને પાકીસ્તાનના ભાગ પડ્યા ત્યારથી છેક નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી ભારતમાં કાશ્મીર સિવાય અન્ય રાજ્યોમાં ખાસ કોઇ આંતકવાદી પ્રવૃતી થતી નહોતી પણ મોદીભાઇ જેવા વિકાસશીલ અને દિર્ધદષ્ટાએ સક્રિય થયા ત્યારથી જાણે આંતકવાદીઓ ભારતમાં અપડાઉન કરવા માંડ્યા છે કારણ કે મોદી એક જ હિન્દુ નેતા છે અને બાકી બધા નેતાઓ ફકત રાજકારણીઓ છે.

ઘરના દરદાગીના અને જરઝવેરાત વેચી મારીને મકાનને રંગરોગાન કરાવીએ તેને વિકાસ ના કહેવાય તે વાત ગુજરાતીઓ સમજ્યા નથી ત્યાં સુધી નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી રહેશે અને જો આંતકવાદીઓ નિયમિત નરેન્દ્ર મોદીની હત્યા માટે ફકત ઇ-મેઇલ મોકલાવ્યા કરશે અને દેશન જુદા જુદા શહેરોમાં બોમ્બ ધમાકાઓ થતા રહેશે તો આંતકવાદ સામે લડી લેવાવાળા નેતા તરીકે પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે…….. નરેન્દ્ર મોદીના હાથમાંથી જો સતા ગઇ તો સમજો કે ભારતનુ ભવિષ્ય શુન્ય થઇ જશે અને વિકાસ રુંધાય જશે…. ઉદ્યોગપતિઓ બેરોજગાર થઇ જાશે અને દેશમાં શિક્ષણ વ્યવસ્થા પણ લગભગ ભાંગી પડશે.. ગરીબોનું એક સાથે કલ્યાણ કરતા મેળાઓ પણ થશે નહી અને ગરીબો સાવ ભિખ માંગતા થઇ જશે. નર્મદા યોજના પણ બંધ થઇ જાશે.. ખુશ્બુ ગુજરાત કી બદબુ બની જાશે……

એક વાત લોકોને સમજાતી નથી કે નરેન્દ્ર મોદીનો અંગત રીતે કોઇ વિરોધ કરે કે કોંગ્રેસવાળા તેની પર આક્ષેપો કરે તો તે મોદી પોતાના નહીં પણ ગુજરાતના વિરોધી ગણાવે છે.. મોદીના દુશ્મન બધા ગુજરાતના દુશ્મન છે અને ગુજરાત આમ પણ અત્યારે તો નરેન્દ્ર મોદીની અંગત મિલ્કત જેવું છે કારણ કે તે મન ફાવે તે વેચી શકે છે અને મન ફાવે તેવા હુકમો પણ કરે છે અને રાજ્યના બંધારણીય વડાને પણ ખસેડી લેવાની જીદ કરે છે. આવા નરેન્દ્ર મોદી જો દેશના વડાપ્રધાન બને તો ..ભારતમાં રાજ્યપાલો. લોકાયુક્તો. રાષ્ટ્રપતિ અને લોક્પાલને પણ દુર કરવા પડે…. ફકત નરેન્દ્ર મોદી તેની રીતે દેશનો વિકાસ કરી શકે તે જરૂરી છે.

આ લેખનું શિર્ષક છે કે ભારતનું ભાવી અંધકારમય હશે….

કારણ કે લોકોના માનસ પોતાની તરફ ખેંચવા ભ્રષ્ટાચાર અને આંતકવાદ હવે પછીની ચૂંટણી જીતવા અને જેને વડાપ્રધાન બનવું છે તેવા લોકો માટે મુખ્ય વિષય બની રહેનાર છે.. દુષ્કાળ પડે તો પાણીની કિંમત થાય છે અને પાણીની જરૂરીયાતો સમાજાય છે તેમ આંતકવાદ ફેલાય તો આંતકવાદ વિરોધી નેતાની જરૂરત સમજાય છે અને જનમાનસ આંતકવાદ સામે લડનારને વડાપ્રધાન બનાવવા તેના પક્ષને મત આપે છે અને સતા પર બેસાડે છે…

આ બધુ જો ગંભીરતાથી વિચારીએ તો …….. અને દેશના રાજકીય પક્ષો. તેના નેતાઓની પ્રવૃતીઓ.. અને સમયાંતરે બનતી ચોક્કસ ઘટનાઓ આપણને દેશનું ભવિષ્ય અંધકારમય હોવાનું સાબિત કરે છે.

જો ભારતને આંતકવાદ અને ભ્રષ્ટાચારથી ખરેખર બચાવવો હોય અને દેશમાં શાંતી બનાવી રાખવી હોય તો ભાજપ અને કોંગ્રસ સહિત તમામ પક્ષના હાલના અને ભુતકાળમાં ધારાસભ્ય અને સંસદસભ્ય તરીકે ચૂંટાયેલા બધા રાજકારણીઓને એકપણ મત આપવો જોઇએ નહીં દરેક વિધાનસભા અને સંસદમાં તદન નવા નાગરીકોને ચૂંટીને મોકલવા પડશે.

જયભારત. જય ગુજરાત …

દેશ માટે ગુજરાતનો વિકાસ.. અને

ચૂંટણીઓ લડવા અને પક્ષ ચલાવવા ગુજરાતની પ્રજાનો પૈસો …

એજ મંત્ર અપનાવીએ…


Responses

  1. દશા અન દિશા કેવી રીતે અને કોણ નક્કી કરશે અહિયા તો બધા ભ્રષ્ટાચરી પક્ષો છે એક આશા અન્ના અને એમની ટીમ હતી એ પણ ધીમે દ્જીમે અસ્તાચળે જઈ રહી છે…આપ બધા જો ખરેખર ગંભીર હો અને સાચેજ ‘કાઈક’ કરવા માગતા હો તો જે કાઈ કાર્યક્રમ આપો તેની જાણ મને ૯૪૨૬૮૮૯૬૪૪ પર કરશો …હુ શારિરીક રીતે સંપૂર્ણ ચુસ્ત ન હોવા છતા હાજર રહેવા અને એ શક્ય નહી બને તો માર્ગદર્શન જરુર આપીશ …કારણ હુ ૬૫ નો થયો અને કાયમ નેટ પર નથી બેસતો


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: