Posted by: rajprajapati | 03/08/2011

શ્રાવણે અંધશ્રધ્ધાનું ઘોડાપુર.

શ્રાવણે અંધશ્રધ્ધાનું ઘોડાપુર

અંધશ્રધ્ધાના કારણે બેસુમાર શ્રધ્ધા ગટરમાં વહી જાય છે

ભારતને બિનસાંપ્રદાયિક અને શ્રધ્ધાળુઓનો દેશ ગણવામાં આવે છે સમાજ વ્યવસ્થાને નિંયત્રિત રાખવા માટે મનુષ્યને કોઇ અજ્ઞાત ભય અને અજ્ઞાત કૃપાના વહેમમાં રાખવા માટે ધર્મ નામની એક આખી માનસીકતા ઘડી કાઢવામાં આવી છે અને તેનાથી સામાન્ય કક્ષાના મનુષ્યો ઉપર બુધ્ધિશાળી મનુષ્યો રાજ ચલાવી શકે છે.

ભારતમાં તેત્રીસ કરોડ પ્રકારના દેવો હોવાની માન્યતા છે અને તેના માટે બુધ્ધિશાળી મનુષ્યોએ અનેક પ્રકારના શાસ્ત્રો રચીને સમાજના સામાન્ય મનુષ્યોને બુધ્ધિપુર્વક બાંધી રાખ્યા છે શાસ્ત્રો અને કોઇ ગ્રંથો ઉપર કોઇ દેવતાઓની સહી હોતી નથી કે કોઇ ભગવાનના અગુંઠાની છાપ મારેલી હોતી નથી. માત્ર અને માત્ર બુધ્ધિશાળીઓ સમયે સમયે અન્ય માનવીઓને પોતાની સમજણ અને પોતાના તાબામાં કરવા માટે નિયમો અને આચારસંહિતાઓને નિર્દેશીત કરતી કથાઓમાં વ્યવસ્થિત પાત્ર લેખન કરીને સમાજને દોરવતા રહ્યા છે.

આમ તો શ્રધ્ધા અને વિશ્વાસ એ બે શબ્દો માણસના આત્મવિશ્વાસ માટેના બે અલગ અલગ ઘટકો છે શ્રધ્ધા શબ્દ પરાવલંબી છે જે અજ્ઞાત શક્તિઓ પાસે અપક્ષિત ઘટક છે તો વિશ્વાસ શબ્દ સ્વાવલંબી અને સ્વશક્તિનો અપેક્ષિત ઘટક છે મનુષ્યના જીવનમાં સ્વાવલંબન કરતાં પરાવલંબન વધુ હોય છે જેના કારણે તેને આત્મવિશ્વાસની સતત જરૂર પડતી રહે છે અને આત્મ વિશ્વાસને સતત જાળવી રાખવા માટે કોઇને કોઇ અજ્ઞાત શક્તિ પર આધાર રાખવાની જરૂર પડે છે તે અજ્ઞાત અધારને શ્રધ્ધા કહેવાય છે અને જ્ઞાન અથવા પોતાના કે બીજાના અનુભવથી જે સ્વંશક્તિનો આધાર બને છે તેને વિશ્વાસ કહેવાય છે આમ શ્રધ્ધા અને વિશ્વાસથી મનુષ્યની માનસીકતાને બળ મળી રહે છે જેને આપણે આત્મવિશ્વાસ કહીએ છીએ.

         જ્યારે કોઇ અજ્ઞાત આધાર પર માનસીકતા પ્રવૃત હોય ત્યારે તેના માટે પ્રતિકો અને વિશેષ સ્વરૂપોને અજ્ઞાત આધારના રૂપકો તરીકે પ્રમાણિત કરવા પડે છે જેના વિના શ્રધ્ધાને ટકાવી શકાતી નથી. આ રૂપકોના આધાર પર જ શ્રધ્ધાનું ઘડતર થાય છે આવા આધારો આપણી સામે મુર્તિઓ કે પ્રતિકૃતી(ફોટા)ઓના રૂપમાં આપવામાં આવ્યા છે આ રૂપકોને કે સ્વરૂપોને ચોક્ક્સ કારણો અને એક બીજાને આધાર આપે અને તેનાથી પ્રકૃતીનું નિયમન થાય તેમ રચવામાં આવતા હોય છે. જો માનસીકતાને બળ પુરૂ પાડવા માટે શ્રધ્ધા અને વિશ્વાસ જેવા ઘટકો ના હોય તો માણસ નિરાધાર રીતે જીવનના કર્મોને ગતિ આપી શકતો નથી.

         વાહન ચલાવતો ચાલક તેના અનુભવ અને વાહનના સંચાલન અને નિયંત્રણ બાબતના જ્ઞાનને કારણે વિશ્વાસથી વાહન ચલાવીને એક સ્થાનેથી બીજા સ્થાને જઇ શકે છે ડ્રાયવર સ્વાલંબી ઘટકના આધારે કર્મ કરી રહ્યો છે તે બાબતમાં તે ચોક્ક્સ રીતે આગળ વધી શકે છે તેવો તેનો આત્મવિશ્વાસ નિર્માણ થયેલો છે. એક માણસ કોઇ એક અજ્ઞાત રૂપકના ફોટા સામે બેસીને કે કોઇ ખાલી જગ્યાએ પ્રાર્થના સ્તુતિ કે નમાજ અદા કરી રહ્યો છે તો તે પરાવલંબી ઘટક છે જે તેના અજ્ઞાત સ્મરણ અને સ્મૃતિ શક્તિઓને બળ આપે છે જેના કારણે માણસ તેની સ્વશક્તિથી કરવામાં આવતા કર્મો પ્રત્યે પુરૂષાર્થ કરીને સફળતા મેળવી શકે છે.

         શ્રધ્ધા અને અંધશ્રધ્ધામાં બહુ પાતળી ભેદ રેખા છે જેમ ધર્મને અધ્યાત્મ તરીકે ના ગણી શકાય અને સંપ્રદાયોની ક્રિયાઓને ધર્મ તરીકે ના ગણાવી શકાય તેમ શ્રધ્ધાએ જ્ઞાન અને વિજ્ઞાનના સુમેળથી નિર્માણ થયેલુ અધ્યાત્મ છે અને અંધશ્રધ્ધાએ માણસના અંગત સ્વાર્થને પોષવા માટે અને અંગત રીતે સફળતાનો ફાયદો મેળવા માટે કરાયેલી પ્રક્રિયાઓ છે.

         સામાન્ય રીતે માણસની માનસીકતાને અંધશ્રધ્ધાથી વધુ બળ મળે છે અને અંધશ્રધ્ધાથી માણસ વધુ કાર્યશીલ થતો હોય છે જયારે શ્રધ્ધાથી તો માણસ નિસ્પૃહી પણ બની શકે છે. કારણ કે શ્રધ્ધાનો સબંધ ફકત સત્ય સાથે છે અને અંધશ્રધ્ધાઓ સબંધ ફકત અસત્ય સાથે હોય છે.  

               સંસારનો દરેક માણસ સમજે છે કે મુર્તિઓ અને ફોટામાં વાસ્તવિક રીતે નાક-કાન જીભ કે આંખ હોતા નથી કે કોઇ પ્રકારનું ચૈતન્ય હોતુ નથી વાસ્તવમાં ફોટા-મુર્તિઓમાં ભગવાન, માતાજી, ઇશ્વર કે પરમાત્મા હોતા નથી કે તેનો રતિભાર અંશ પણ હોતો નથી,  લોકો પુષ્પો ચડાવે તે કોણ સુંઘે છે ? મંત્રો સ્તુતિઓ કોણ સાંભળે છે ? આરતી ઉતારો, દિવડા પ્રગટાવો તે પ્રકાશ કોને મળે છે ? શૃંગાર કરો તે કોણ જુવે છે ? દર્શન-શ્રવણ – ઉચ્ચાર વગેરે કાર્ય કરવાની ચેતનાઓ ફોટાઓ કે મુર્તિઓમાં હોતી નથી,  શ્રાવણ મહિનામાં શીવલીંગ ઉપર હજારો ગેલન દુધ, ગંગાજળ અને સુકામેવા ચડાવી દેવાય છે તે ગૌમુખીમાં થઇને ગટરમાં જાય છે પાંચ પચ્ચીસ હજ્જારના લીંગ કે મુર્તિ ઉપર બનેલા લાખો-કરોડોના મંદિરો-આશ્રમોમાં ગુંચવાયેલા લોકોને કારણે મનુષ્યની વૃતિઓ, ભાવનાઓ, દર્શન, શ્રવણ અને કર્મની નીતિઓમાં દોષ પેદા થયા છે માનસીકતામાં વધુને વધુ બગાડ થતો જાય છે માણસ વધુને વધુ લાલચુ અને કર્મ કરવાથી આળસુ બનીને તત્વથી વિખુટો પડી ગયો છે સત્વના મર્મથી છુટો પડી ગયો છે.

              આપણે પોતે ગહનતાથી વિચારવા જેવું છે કે પથ્થરના સ્વયંભુ કે સ્થાપિત કહેવાતા કોઇ લીંગ ઉપર માણસના શરીરને પોષણ પુરૂ પાડતા તત્વોને ચડાવી ને ગટરમાં વહાવી દેવાનું કર્મ સારૂ કર્મ છે કે ખરાબ કર્મ છે. બિલ્વપત્રમાં કેવા રસાયણો અને તત્વો છે તે આપણે સમજવાની કોશિષ કરી છે અને દુધને લીંગ પર રેડી દેવાથી શું ફાયદો થાય છે રેડનાર ને તો કોઇ ફાયદો થતો નથી લાખો ગરીબ બાળકો અને ભિક્ષુકોને જો એક મહિનો દુધનું દાન કરવામાં આવે તેમજ જે કાજુ બદામ મંદિરોમાં ચડાવી દેવાય  છે તે પણ ગરીબ લોકોને આપવામાં આવે તો તે સારૂ કર્મ છે આ તો કોઇને ખાવા પીવા આપવું નથી અને માત્ર અને માત્ર પુણ્ય કમાવાના સ્વાર્થમાં લાખો ગેલન દુધ રેડીને સર્વાધિક સુખી થવાની માનસની લાલસા ખોટી છે આ તો ખરેખર પાપકર્મ છે.

            જીવ એજ શીવ છે અને આત્મ એજ પરઆત્મા છે તેથી જે શરીરને પોષણ આપે છે તે તત્વો અને પદાર્થોને અંધશ્રધ્ધાથી બેફામ પણે સ્વાર્થ માટે બગાડી નાખવથી પાપ થાય છે. કોઇ જીવને તમે પોષણ આપો તે પુણ્ય છે પણ કોઇ જીવને આપવાને બદલે ગટરમાં વહાવી દો તે તો પાપ છે.

         ઇડાં ખાવા તે માંસાહાર છે.. એક મરધીના ઉદરમાંથી ઘણા ઇડાં મળે છે તેમ એક ઘંઉનો દાણો ઉગે ત્યારે બીજા ઘણા દાણાને તેના ઉદરમાંથી જન્મ આપે છે … મરઘીનું બચ્ચુ નાનું હોય તે ધીરે ધીરે મોટુ થાય છે તે સજીવ છે અને તેને પણ આત્મા હોય  છે અને એક રીંગણીના છોડમાં અનેક રીંગણ પેદા થાય છે ત્યારે નાના હોય છે ધીરે ધીરે મોટા થાય છે તે પણ સજીવ હોય છે તો શું તેને આત્મા નથી હોતો ?  જે ખાવાથી માનસીક શક્તિઓ અને વિચારોમાં તમસ પેદા થાય તે માંસાહાર કહેવાય છે અને જે ખાવાથી સત્વ પેદા થાય છે તેને શાકાહાર કહેવાય છે સત્વ એટલે હકારાત્મક ભાવનાઓ અને તમસ એટલે નકારાત્મક ભાવનાઓ.

     ઇડાં ખાવાથી એક આત્માની હત્યા ગણાય છે પણ દહીંમાં તો હજારોની સંખ્યામાં સુક્ષ્મ બેકરીયાઓ હોય છે તે હજારો આત્માઓ આપણે આરોગીએ છીએ તો શું તે માંસાહાર નથી. કે તે જીવ હત્યા નથી.  તેવી રીતે જો ખરેખર બરાબર ગહનતાથી વિચારીને સમજો કે શ્રાવણ મહિનામાં શીવ ને રાજી કરવા માટે બીજા લાખો જીવોને પોષણ આપતું દુધ અને બીજા ખાવા લાયક કિંમતી પદાર્થોને અંધશ્રધ્ધાથી ગટરોમાં વહાવી દેવાથી તો ખુબ જ પાપ થાય છે…

આપ ને લાગતુ હશે કે રાજ પ્રજાપતિ તો રાક્ષસ છે તે ખોટુ કહે છે પણ આ લેખ લખ્યાનું પણ મને પુણ્ય પ્રાપ્ત થશે.. કારણ કે મે સત્ય ને સ્પષ્ટ અને નિસંકોચ રીતે રજુ કર્યુ છે જેનાથી લાખો જીવોને પોષણ આપતા પોષક પદાર્થોને બગડતા કે વેડફાતા અટાકાવા માટે મે જાહેર પ્રયત્ન કરેલો છે …

એક પ્રયોગ તો કરી જુઓ……

એક દિવસમાં જેટલુ દુધ લીંગ ઉપર ચડાવવા રેડી દઇએ છીએ તે અડધો કે એક લીટર દુધ તમે ગરીબ બાળકો કે ભિક્ષુકોને પ્રેમથી પીવડાવજો… જે કાજુ બદામ અને મીઠાઇઓ મંદિરમાં પધારાવી દો છો તે બધુ એક દિવસ કોઇ ગરીબને ખવડાવજો.. અને પછી તેની આંખમાં અને ચહેરાને નીરખજો. ભગવાન એટલે શું અને ભગવાન હોય તો કેવા હોય તે સમજાય જશે…..  

Advertisements

Responses

  1. વાહ રાજ સરસ લેખ છે…
    સપના


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: