Posted by: rajprajapati | 30/07/2011

લોકશાહીનું નાગરીકત્વ

લોકશાહીનું નાગરીકત્વ

 લોકશાહીની વાત આવે એટલે આપણને સહેજે ભારત અને અમેરીકાની લોકશાહી નજર સામે આવી જતી હોય છે. પરંતુ વાસ્તવમાં તો આ દુનિયાના કોઇ રાષ્ટ્રમાં લોક્શાહી નથી, લોકશાહીના નામે રાજનીતિ ચાલી રહી છે. રાજકીય પક્ષોની એક આખી નવી રાજાશાહી પ્રસ્થાપિત થયેલી છે લોકો એવું સમજે છે કે આપણે ત્યાં લોકશાહી છે પણ ના ખરેખર તો કોઇ લોકશાહી રાષ્ટ્રને લોક્શાહીની પરીભાષામાં આવરી શકાય તેવી લોક્શાહી ત્યાં નથી;

 જ્યાં સામાન્ય નાગરીક સર્વેસર્વા હોઇ તે લોક્શાહી હોય છે આજે દુનિયામાં જ્યાં પણ લોક્શાહીના પપુડા વાગે છે ત્યાં પણ રાજકીય પક્ષો પોતાની રાજનીતિથી તે રાષ્ટ્ર પર રાજ કરી રહ્યા છે જો કોઇ લોક્શાહી મુલ્યો ત્યાં હોઇ તો તે રાષ્ટ્રના રાજકીય પક્ષોમાં વારંવાર કોઇ એક વ્યક્તિને ચૂંટણી લડવા માટે રાજકીય પક્ષો ટીકીટ આપી શકે નહીં,

 જ્યાં પણ લોક્શાહી હોય ત્યાં દરેક ઘરમાં તે રાષ્ટ્રનું બંધારણ અચુક હોવું જોઇએ અને જે કોઇ લોક્શાહીની વાતો કરે છે તે રાષ્ટ્રોની સરકારોએ તેના દેશનાં દરેક ઘર સુધી રાષ્ટ્રનું બંધારણ સરકારી ખર્ચથી પહોંચાડવું જોઇએ;

જે દેશના નાગરીકો તેના રાષ્ટ્રીય બંધારણથી જાણકાર નથી તે રાષ્ટ્રમાં લોક્શાહી હોતી નથી. લોકશાહી રાષ્ટ્રનો નાગરીક ભણેલો હોય કે અભણ હોય પણ તેના ઘરમાં જેમ કોઇ ને કોઇ ધર્મનો ગ્રંથ હોય તેમ રાષ્ટ્રના સંચાલનના નિયમોનું બંધારણ જરૂરથી હોવું જોઇએ,

આપણા ભારતમાં લોકશાહી હોવાનું માનવામાં આવે છે પણ બંધારણની જોગવાઇઓ પ્રમાણે ધારાગૃહો અને સંસદને કાયદા ઘડવા અને જુના કાયદાઓમાં ફેરફાર કરવા તેમજ નાબુદ કરવાની સતા આપવામાં આવેલી છે તેથી બહુમતિ ધરાવતા રાજકીય પક્ષો પોતાની રાજનીતિને અનુરૂપ મનસ્વી રીતે નવા કાયદાઓ બનાવી રાજકારણથી રાષ્ટ્રની પ્રજા ઉપર રાજ કરી રહ્યા છે, દેશના રાજકીય પક્ષોમાં યાદવા સ્થળી વંશ પરંપરાગત ચાલી રહી છે જે સાબિતકરે છે કે ભારતમાં આજે પણ થોડા કુટુંબો અને તેના રાજકીય પક્ષોનું રાજ ચાલી રહ્યુ છે અને તે લોક્શાહી માટે સૌથી વધુ ઘાતક પુરવાર થયુ છે,

આજે કોઇપણ લોક્શાહી રાષ્ટ્રની રાજનીતિમાં પરીવારવાદ અને રાજકીય પક્ષોનો ભ્રષ્ટાચાર રાજ ચલાવી રહેલ છે તેનું કારણ માત્ર એટ્લુ છે કે દુનિયાના કોઇ દેશમાં લોકશાહી નથી જો લોકશાહી હોય તો એકનો એક નાગરીક બીજીવાર માટે સતા પર આવી શકતો નથી; લોકશાહી બંધારણની ખામી ગણો કે પુર્વેના કાયદા નિષ્ણાતોની ગંભીર ભુલ ગણો પણ એક નો એક નાગરીક ફરી ફરીને બીજી વાર બીજા નાગરીકોના અધિકારો મેળવી શકે તો લોક્શાહીનું કોઇ અસ્તિત્વ રહેતું નથી;

આજે પણ દુનિયાના કોઇ લોક્શાહી દેશમાં દરેક ઘરમાં તેનું બંધારણ પહોંચ્યુ નથી અને  શિક્ષણના વર્ષોમાં યુવા નાગરીકોને બંધારણ અને પ્રવર્તમાન કાયદાઓ અને રાજ્યશાસનની વહિવટી જોગવાઇઓનો અભ્યાસક્ર્મ ઉપલબ્ધ કરાવાયો નથી લોકશાહી દેશમાં દરેક નાગરીકને બંધારણથી અને પ્રવર્તમાન નીતિ નિયમોથી અવગત રાખવાની પુરતી વ્યવસ્થા હોવી જોઇએ અને તેના માટે દરેક નાગરીક જાગૃત હોવા જોઇએ;

 આજે દુનિયાના દરેક લોક્શાહી દેશના નાગરીકોને તેના અધિકારો વિશે પુરતી માહિતી નથી અને તે માહિતી હોવી જોઇએ તેના માટે નાગરીકો પોતે પણ જાગૃત નથી તેનો પુરો ગેરલાભ દરેક દેશમાં ચાલી રહેલા રાજકીય પક્ષો લઇ રહ્યા છે દરેક નાગરીકને હંમેશા એમ છે કે માત્ર તેના અધિકારો છે હક્કિતમાં તો અધિકારોનો અર્થ તો જવાબદારી થાય છે;

લોક્શાહી રાષ્ટ્રોમાં રાજ સતા ચલાવવા અને યોગ્ય રાજસેવકો નિમવા માટે વિવિધ સ્તરની ચૂંટણીઓ યોજવામાં આવે છે પરંતુ જે પોતાની જાતને હોશિયાર માને છે તેવા મુર્ખ નાગરીકો મતદાન કરીને ચૂંટણીનો રાષ્ટ્રધર્મ પણ નિભાવતા નથી, જે લોક્શાહી દેશમાં પોત પોતાના વિસ્તારોની વિવિધ ચૂંટણીઓમાં મતદાન કરતા નથી તે બધા નાગરીકો ના કોઇ અધિકારો કે જવાબદારીઓ હોતા નથી;

જે નાગરીક જવાબદારી નિભાવતો નથી તેના કોઇ અધિકારો હોતા નથી અને અધિકારો પ્રત્યે  સભાન નથી તેવા નાગરીકો ક્યારેય જવાબદારી અદા કરી શકતા નથી. આજે પણ સરકાર એટલે શું તે દરેક લોક્શાહી દેશના ૭૫ ટકા નાગરીકોને સમજાયુ નથી જ્યાં સુધી સરકાર એટલે શું તે ના સમજાય ત્યાં સુધી તે દેશના નાગરીકો લોક્શાહી વહિવટવાળી રાજ્યસતા સ્થાપિત કરી શકે નહીં,

જો લોક્શાહી દેશના નાગરીકો પોતાની સામાજીક અને રાજનૈતિક જવાબદારીઓ પુરી કરે તો તેના અધિકારો પણ આપોઆપ મળતા રહે છે લોક્શાહીનું અસ્તિત્વ તેના નાગરીકોની શિસ્તતા પર નિર્ભર હોય છે નાગરીકોની સભાનતાથી લોક્શાહી મુલ્યો ટકી શકે છે આપણે આજે પણ ભ્રમમાં છીએ કે ભારતમાં લોકશાહી છે ખરેખર તો લોક્શાહી નથી;

બંધારણની રીતે તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો રાજ્યો અને દેશના વડા છે અને તેની પાસે સર્વાધિક સતાઓ રહેલી છે છતાંપણ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પર તેનો તેજાબી પ્રભાવ હોતો નથી. પ્રજાએ ચૂંટીને મોકલેલા તેના લોકપ્રતિનિધિઓથી જે ધારાગૃહો અને સંસદની રચના થાય તે સંસદ અને ધારાગૃહોમાં બહુમતિ ધરાવતા સંગઠ્ઠનના નેતા સરકારની રચના કરીને રાજ્યસતા ચલાવે છે;

ભારત દેશને સ્વતંત્રતા મળી ત્યારથી આજ સુધીમાં જેટલી સરકારો રચાય છે તેમાંથી કોઇ સરકાર એવી નથી આવી કે તેનો મતાધિકાર આપીને લોકપ્રતિનિધિ બનાવ્યા હોઇ તેને વફાદાર રહ્યા હોય,… નાગરીકોનો દરેક પ્રતિનિધિ એક વાર સતા પર આવે પછી તે ફરી ફરીને કોઇને કોઇ સતા માટે ઉમેદવાર બની જાય છે અને કોઇને કોઇ કક્ષાની સતા ભોગવ્યા કરે છે જેના પરીણામે દેશમાં લોક્શાહીના નામે રાજકીય રાજાશાહી અસ્તિત્વમાં આવી છે;

 રાજકીય પક્ષો પણ છેલ્લા બે-ત્રણ દાયકાથી સતા ટકાવી રાખવા અને મેળવવા માટે દેશનાં નાગરીકોને ગુલામી તરફ ધકેલી રહ્યા છે. દુનિયાના બીજા દેશો સાથે સબંધો વધારવા અને ભારતનો વૈશ્વિક વિકાસ કરવાના બહાને બીજા દેશોના લોકોને ભારતમાં ખેંચી રહ્યા છે ભારત પહેલા ગુલામ બન્યુ તે સમયે પણ આવી પરીસ્થીતી બની હતી વેપાર વિકાસ અને શિક્ષણના  નામે ફિરંગીઓ. અંગ્રેજો અને બીજા દેશોની પ્રજાએ ભારતમાં કંપનીઓ જમાવી હતી તેમ આજે પણ ભારતની કંપનીઓ સાથે ભાગીદારી કરીને કે કરારો કરીને વ્પાપારી ધોરણે વિદેશી પ્રજા ભારતમાં પગ જમાવી રહી છે;

ભારત અગાઉ ૨૦૦ વર્ષ ગુલામ રહ્યુ હતુ અને હવે આજના રાજકારણ અને દેશના નાગરીકોની અભાનતાને કારણે બીજા ૩૦ વર્ષમાં ફરી ગુલામ થઇ જશે.. ૨૦૦ વર્ષની ગુલામીથી લોહીયાળ છુટકારો થયો છે ત્યાં લોક્શાહીના નામે રાજ ચલાવતા રાજકીય પક્ષો સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ પુરા થાય તે પહેલા બીજા દેશોની ગુલામીમાં ધકેલી દેશે;

આ અત્યંત ગંભીર વાત આજે વાંચી અને ચર્ચી રહ્યા છીએ આજે આપણે લોક્શાહી દેશના નાગરીક હોવાનું ગૌરવ અનુભવીને આપણી મુર્ખતાને હોશિયારીમાં ખપાવી રહ્યા છીએ આપણે લોક્શાહીના નાગરીકો હોઇએ તો અચુક પણે આપણે આપણા અધિકારો મેળવવા જાગૃત હોવા જોઇએ અને અધિકારો મેળવવા માટે નાગરીક તરીકેની પ્રત્યેક ફરજ પણ બરાબર નિભાવતા હોઇએ..

 લોક્શાહીનો દરેક નાગરીક સ્વયં એક રાજા હોય છે અને સરકારી નોકરી કરનારા સાર્વજનિક રાજ્યસેવકો હોય છે તેઓ પ્રજાના પૈસે પોતાનો નિભાવ કરતા સરકારના નોકર હોય છે છતાં પણ આજે સરકારી નોકરીયાત ને સાહેબ કહેવા પડે છે તેમજ નાગરીકોના મતદાન લઇને જે લોકપ્રતિનિધિ બને છે તે નાગરીક પ્રજાનો સેવક હોય છે પરંતુ આજે પ્રજાનો પ્રતિનિધિ પ્રજાનો બાપ બની જાય છે નાગરીકોના સેવકને બદલે પ્રજાનો રાજા બની જાય છે;

લોકશાહીનો નાગરીક તેને કહેવાય કે જે નાગરીક પોતે સામજીક શિસ્ત જાળવતો હોય અને એક રાજા જેટલી રાજકીય અને બંધારણીય જવાબદારીઓ નિભાવતો હોય.

આજે જો ભારતમાં લોક્શાહી મુલ્યો રહ્યા હોય તો કોઇ ભ્રષ્ટાચાર હોય નહીં અને એક વાર કોઇ પણ સ્તરે લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાયો હોય તે નાગરીક બીજી વાર ઉમેદવાર બની શકતો ના હોત. લોક્શાહીનો નાગરીક તો અને તો જ રાજા બની શકે જો તે તેના દેશના બંધારણને પોતાના ઘરમાં રાખતો અને જાણતો સમજતો હોય ..લોક્શાહી રાષ્ટ્રમાં સૌથી મોટો ધર્મ રાષ્ટ્રધર્મ છે જે નાગરીક રાષ્ટ્રધર્મ પાળતો હોય તેના ઘરમાં રાષ્ટ્રનું બંધારણ અચુક હોવું જોઇએ.. અને તો તે નાગરીક લોક્શાહીનો ખરો નાગરીક બની શકે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: