Posted by: rajprajapati | 12/07/2011

મંત્રીશ્રીને જાહેર હિતની જાહેર નોટીસ

આપ સૌ જાણો છો કે દરેક શહેરમાં જાહેર રસ્તા ઉપર વાહનો પાર્કીંગ થાય છે. જેના કારણે ગુજરાતના દરેક શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધતી અને વકરતી રહે છે… આપણા માનનિય મંત્રીશ્રીઓ અને દિવ્ય દ્દ્ષ્ટા એવા વિકાસશીલ મુખ્યમંત્રીશ્રી જાહેર રસ્તા પર નીકળે ત્યારે આગળ આગળ રસ્તાઓ બંધ કરાવીને તેના માટે રસ્તો સાફ રાખવામાં આવતા હોવાથી અને બધા મહાનુભાવો પાસે લાલ લાઇટની સાયરનવાળી પબ્લીકના પૈસાની ગાડીઓ હોવાથી તેને ટ્રાફિક સમસ્યા સતાવતી નથી.. રાજ્યના નાના મોટા દરેક શહેરની રાહદારી ફોટપાથો પર તો નાના ધંધાઓ માટે લારી – ગલ્લાની ભરમાર ગોઠવાયેલી હોય છે.. પાકી સડકો તો બાઇક અને મોટરને ઉપયોગી છે મતલબ એ વાહન અને પેટ્રોલના ખર્ચા ભોગવી શકે તેવા સાધનસંપન્ન લોકો માટે પાકા રસ્તાઓ બનેલા છે અને મરામત પણ અનિયમિત થાય છે

આમ જુવો તો આખા ભારતમાં લારી ગલ્લાઓ અને બિજા દબાણોને કારણે પગે ચાલનારા ગરીબ રાહદારીઓને ચાલવા માટે  નાની મોટી કોઇ ફુટપાથોનું અસ્તિત્વ રહ્યુ નથી. ગાંધીનગરમાં ફુટપાથ છે તેમાં વધુ તો ચોક્કસ કો ન્ટ્રાકટરોને લાભ થાય તે પણ જોવાનું હતુ.. ગાંધીનગરને બાદ કરતા ગુજરાતના બીજા શહેરોમાં હવે ફુટપાથ રહે નથી.. એટલે કે જે લોકો ગરીબ છે કે વાહનો રાખી શકતા નથી તેઓ માટે ચાલીને નીકળવાનો હવે સમય રહ્યો નથી અને રાજ્ય સરકાર પણ હવે આવા ગરીબો રાજ્યમાં રહે તેવું ઇચ્છતી ના હોય તેથી રાજ્યમાં ફુટપાથનું અસ્તિત્વ ખત્મ કરી દિધુ છે…

વધુમાં જે લોકો શહેરોમાં નિયમ વિરુધ્ધના મોટા બાંધકામો કરે છે તેવા અનેક રીતે ગેરકયદેસર કહેવાતા બાંધકામો કરનારાઓ માટે સરકાર લાલ જાજમ બિછાવી રાખે છે.. અને ખાસ તો પાર્કીંગ અને બીજા બધા નિયમોના ભંગ કરીને જે બિલ્ડરો અને લેન્ડ માફિયાઓ અબજો રૂપીયા કમાય છે તેના માટે સતાનો પુરો દુરઉપયોગ કરીને કાયદો પણ લાવવાની પુરી કોશિષ કરવામાં આવે છે.. સામાન્ય માણસની આજની સરકાર અને મોટા નેતાઓને કોઇ દરકાર નથી. માત્ર પ્રજાની તીજોરીમાંથી પૈસા ખર્ચીને પ્રજાની જમીનો સંપાદન કરીને ઉદ્યોગપતિઓ અને મોટા શ્રીમંતોને જમીનો અને બીજા લાખો કરોડોના કાયમી લાભો આપીને અબજો રૂપીયાનું ફંડ મેળવી લેવાને વિકાસ થાય છે વિકાસ થાય છે તેમ ગણાવીને ભોળી અને અંધશ્રધ્ધાળુ પ્રજાને છેતરવા સિવાય બીજુ કાંઇ કરવામાં આવતુ નથી.

હવેના રાજકારણમાં જાહેર અને સાર્વજનીક હિતને કોઇ ધ્યાને લેતુ નથી તેથી જાહેર હિતની કોઇ બાબતમાં સરકાર કોઇ દરકાર કરતી નથી……….

સમગ્ર ગુજરાતના શહેરી વિસ્તારોમાં એક પણ રસ્તા પર ફુટપાથનું અસ્તિત્વ નથી અને રસ્તાના અને જન સંખ્યા પ્રમાણે તેમજ વાહનો ની સંખ્યા પ્રમાણે ખુલ્લા મેદાનો અને પુરતા પાર્કીગની સુવિધા નથી.. કોઇ પણ પ્રકારના બાંધકામનો ઉપયોગ કેટલા લોકો કરશે અને તેના માતે વાહનો ના આવાગમન માટે કેટલા પાર્કીંગને જરૂરત રહેલી છે તેની કોઇ વિચારણા ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના બુધ્ધીશાળીઓ ને આવતી નથી મનફાવે તેમ બાંધકામો થયા છે દરેક શહેરમાં અધિકારીઓએ વ્યાપક અને બહોળા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.. નગરપાલીકાઓ અને મહાનગરપાલીકાઓ ના કમિશ્નરો. નાયબ કમિશ્નરો. કાર્યપાલક એન્જીનીયરો. નાયબ એન્જીનીયરો. ચીફ સર્વેયરો. સર્વેયરો. ઓવરશીયરો અને હગામી સુપરવાઇઝરોએ એટલે દરેક શહેરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ બેફામ ભ્રષ્ટાચાર કર્યો છે અને મનફાવે તેવા બહુમાળીઓ બનાવીને વેચી વેચીને અનેક નાના મોટા રાજકારણીઓ અબજોપતિ બની ગયા છે અને સરકાર તેના પાપ ધોવા ઇમ્પેકટ ફીનો કાયદો લાવવા પ્રયત્ન કરે છે… આપણી ગુજરાત સરકાર હક્ક્તિમાં પ્રમાણિક નથી.. તેનો આ સરાજાહેર પુરાવો છે.. અને પ્રજાના પૈસે ખેડૂતોની જમીનો અને ગૌચરની જમીનો મફતના ભાવે ઉદ્યોઇગપતિઓને આપીને અબજો રૂપીયાનું ફંડ મેળવવાની પ્રવૃતી સરકારની વિધીસરના વ્યાપક ભ્રષ્ટાચારનો બીજો પુરાવો છે..

આ બ્લોગમાં ગુજરાત સરકારનું અસામાજીક વિધેયક નામની એક પોસ્ટ છે  તે મેં માનનિય રાજ્યપાલશ્રીને કરેલી એક અપીલની મેટર છે.. અને તેના કારણે તેમજ બીજા થોડા કારણોસર સરકારનો ઇમ્પેકટ ફી નો કાયદો હજી સુધી મંજુર થયો નથી તેના માટે હું મહામહિમ્ન રાષ્ટ્રપતિશ્રીની કચેરી સુધી વિધિસરની રજૂઆતો કરીને આવ્યો હતો…….

હવે સામાન્ય પ્રજાનું જાહેર હિત બચાવવા અને પુરો ન્યાય મેળવવા અને રાહદારીઓ માટે ફુટપાથો બને તેમજ દરેક બહુમાળીઓ માં પુરતા પ્રમાણમાં પાર્કીંગની સુવિધા મળી રહે તેમજ રાજ્યભરના શહેરી વિકાસ હેઠળ વર્ષોથી અઢળક ભ્રષ્ટાચાર આચરીને જાહેરહિતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન કરીને કરોડો રૂપીયા કમાયેલા સરકારી અધિકારીઓ એટલે પ્રજાના પૈસાનો પગાર પેંશન લઇને પ્રજાના જાહેર હિતોને નિવારે ના શકાય તેવું નુકસાન કરી ચુકેલા રાજ્યસેવકોની સજા કરવા માટે મે આગળની કાર્યવાહી હાથ ધરીને શહેરી વિકાસમંત્રીશ્રીને એક જાહેર હિતની જાહેર નોટીસ પાઠવી છે જે આ સાથે સામેલ છે…

 સર્વે રાજ્યના નાગરીકો છો… હું જે જાહેર હિતમાં કાર્યવાહી કરી રહ્યો છુ તે યોગ્ય ના હોઇ તો પણ ચોક્કસ જણાવજો અને જો મારો સત્યાગ્રહ સક્ક્ષ્હો હોય તો જરૂરી સલાહ સુચનો પણ જરૂરથી આપજો….. આ મારી પોતાની એકલાને લડાઇ નથી માત્ર જાહેર હિતની બાબત છે..

સરકારે ૭ લાખ ૪૮ હજાર હેકટર જમીન ઉદ્યોગપતિઓને આપી છે તેના માટે સરકારી તિજોરેમાંથી પૈસા ખર્ચીને જમીનો સંપાદન કરવામાં આવી હતી તે બધી કાર્યવાહીઓ થોડાક ઉદ્યોગપતિઓ માટે થઇ છે હવે રાજ્ય સરકાર પોતાની જવાબદારી નિભાવવા દરેક શહેરમાં પુરતા પાર્કીંગોની અને ફુટપાથની જગ્યા સંપાદન કરે તે જરૂરી છે………ઉદ્યોગપતિઓ માટે જમીનો સંપાદન થાય છે તો હવે પાર્કીંગ અને ફુટપાથ માટે પણ જમીનો અને મિલ્કતો સંપાદન કરવાની જાહેર હિત માટે કાર્યવાહી કરાવાની ફરજ છે…………..

હું એક નાનકડો નાગરીક આખુ વિધેયક મંજુર થતા રોકી શકે છે અને રાજ્યના મંત્રીને પણ જાહેર નોટીસ આપી શકે છે તો થોડા બિજા નાગરીકો આ સત્યાગ્રહમાં જોડશે તો દરેક શહેરમાં પાર્કીંગ અને ફુટપાથની સુવીધા માટે સરકારે વાસ્તવિક કાર્યવાહી કરવાની ફરજ પડશે અને સરકારની પણ વાહવાહ થાશે………….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: