Posted by: rajprajapati | 30/05/2011

અનધિકૃત વિકાસને નિયમિત કરવા સામેની પુરવણી અપીલ.

                                 પુરવણી અપીલ.

શ્રીમતિ કમલાજી બેનીવાલ                           તા.૩૦/૦૫/૨૦૧૧

માનનિય રાજ્યપાલશ્રી,

ગુજરાત રાજ્ય,

ગાંધીનગર.

વિષયઃ- ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત  વિધેયક, ૨૦૧૧ સામેની તારીખ ૩૦/૦૪/૨૦૧૧ ની મુખ્ય અપીલની પુરવણી અપીલ.

આદરણીય રાજ્યપાલશ્રી,

સવિનય ઉપરોક્ત વિષય અન્વયે મારી માનસર અપીલ છે કે વિધેયકમાં જણાવેલ છે કે ગુજરાતના શહેરોમાં અનધિકૃત વિકાસ મોટા પાયા પર કરાયો છે અને તેના કારણે આવા કાયદાઓ લાવવાની આવશ્કતાઓ બની છે.  આ અનધિકૃત વિકાસ કરીને શહેરી વિકાસ વિભાગ  અને તેના તાબામાં કામ કરતા દરેક શહેરમાં બાંધકામોની જવાબદારી સંભાળતા અધિકારીઓ ભ્રષ્ટ હોવાનું આ વિધેયક સાબિત કરે છે.

વિધેયકના ઉદ્દેશો અને કારણો જણાવતા માનનિય શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિન પટેલના જણાવ્યા મુજબ અનિયોજીત બાંધકામની પ્રવૃતિમાં વધારો થયેલ છે અને એવી રીતે બાંધેલા ઘણા મકાનો વિદ્યમાન બાંધકામ વિનિયમોને અનુરૂપ નથી પરીણામે રાજ્યના શહેરી વિસ્તારોમાં ઘણી મોટી સંખ્યામાં પરવાનગી સિવાય મકાનો બાંધવામાં આવ્યા છે આવા મકાનોના માલિકો અને કબ્જેદારોને મુંબઇ પ્રોવિન્શિયલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯ અથવા યથાપ્રસંગ, ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ હેઠળ મકાનો દુર કરવા, તોડી પાડવા અથવા તેમાં ફેરફાર કરવાની નોટીસો આપવામાં આવી છે તેમ છતાં, માલિકો અને કબ્જેદારો નોટીસના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે આથી આ અધિનિયમ લાવવાનું જરૂરી જણાયુ છે.

માનનિય મંત્રીશ્રી નીતિન પટેલ પોતાના વિભાગની જવાબદારી નિભાવી શક્યા નથી અને તેના તાબાના સરકારી અધિકારીઓ એટલે કે રાજ્યસેવકોએ નોટીસોની કોઇ અમલવારી કરી નથી અને માત્ર આર્થીક ભ્રષ્ટાચાર કરેલો છે જે આ વિધેયકથી સાબિત થાય છે. અને જે રીતે ઉદ્દેશો દર્શાવ્યા છે તે પણ સંદતર જુઠા છે પ્રજાના પ્રતિનિધિ એવા મંત્રીશ્રી જાહેરમાં અને તે પણ કાયદા ઘડવાની બાબતમાં ખોટી રજુઆત કરે તે અત્યંત શરમજનક છે. મુંબઇ પ્રોવિન્શિયલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯ હેઠળ કમિશ્નરોને બાંધકામની મંજુરી આપવાની અને અનિયમિતતા બદલ તોડી પાડવાની સતા મળેલી છે. પરંતુ શહેરી વિકાસના નિયંત્રણ અને તાબામાં રહેલા અધિકારીઓ અને બીજા રાજ્યસેવકોએ પોતાની કોઇ ફરજ નિભાવેલ નથી, રાજ્યના શહેરી વિસ્તારોમાં એક બે દિવસમાં બાંધકામો થયા નથી મહિનાઓ અને વર્ષો સુધી જાહેરમાં બાંધકામો ચાલતા રહે છે અને હાલ પણ બાંધકામો ચાલુ છે જે રાજ્ય સરકારની ભ્રષ્ટ કામગીરીને સાબિત કરે છે. રાજ્યના દરેક નાગરીક મુંબઇ પ્રોવિન્શિયલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯ અને બીજા કાયદાઓ સાથે રોજીંદા સંકળાયેલા નથી તેથી રાજયના નાગરીકોને જવાબદાર ઠેરવવાને બદલે મંત્રીશ્રીએ પોતાના તાબાના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુધ્ધ બી.સી.એસ.આર. અને એન્ટીકરપ્શન એકટની વિવિધ જોગવાઇઓ પ્રમાણે કામ ચાલવીને રાજ્યસેવામાંથી દુર કરવા જોઇએ તેને બદલે અનધિકૃત વિકાસ માટે સામાન્ય નાગરીકોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે તે રાજ્ય સરકારની અનધિકૃત પ્રવૃતીને સમર્થ આપવાનો ઇરાદાઓ પુરવાર કરે છે.

આ વિધેયક લાવતાં પહેલા રાજ્ય સરકારે કોઇપણ ભ્રષ્ટ રાજ્ય સેવક સામે પગલા લીધા નથી અને તમામ વાસ્તવિકતાથી પરીચીત હોવા છતાં અનધિકૃત વિકાસ થવા દિધો છે અને અધિકારીઓના અને બીજા રાજ્યસેવકોના ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓને છાવરવામાં આવી છે. આજે રાજ્ય સરકાર ટેકનોલોજી વધુમાં વધુ ઉપયોગ કરે છે તેથી ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન તથા ફેકસ દ્વારા રાજ્યના કમિશ્નરો અને બીજા અધિકારીઓ સાથે માનનિય મંત્રીશ્રી અને તેનું કાર્યલય સતત સંપર્કમાં રહેલું છે. તેથી જે અનધિકૃત વિકાસ થયો તે માત્ર મંત્રીશ્રીની બેદરકારીનું પરીણામ છે જે વિધેયકમાં જણાવેલા તેના ઉદ્દેશો અને કારણોને જુઠા સાબિત કરે છે.

આ વિધેયકમાં જણાવેલ અને લાગુ કરવામાં આવનાર અધિનિયમની કલમો અને તેની જોગવાઇઓ સાબિત કરે છે કે આ વિધેયક માત્ર અને માત્ર અનધિકૃત વિકાસની પ્રવૃતી કરીને કરોડો રૂપીયાની કમાણી કરનારા બિલ્ડર્સો અને શહેરી વિકાસ મંત્રાલય તથા રાજ્ય સેવકોના વ્યાપક ભ્રષ્ટાચારને મદદગારી માટે લાવવામાં આવેલ છે.

આ વિધેયકની અસરો કઇ તારીખથી કઇ તારીખ સુધી ચાલુ રહેશે અને કઇ તારીખ થી કઇ તારીખ સુધીના અનધિકૃત વિકાસને નિયમિત કરવામાં આવનાર છે તે સ્પષ્ટ કરેલ નથી, પરંતુ માત્ર મુકરર સત્તાધિકારીને નોટીસ આપવાની, અરજી કરવાની અને અરજી નામજુંર થાય તો અપીલ કરવાની જોગવાઇઓ કરવામાં આવી છે જાહેરનામાથી પ્રસિધ્ધીની તારીખ અને વિધેયક જાહેરનામામાં પ્રસિધ્ધ થયાની તારીખો સ્પષ્ટ થાય છે આથી  આ ગેરકાનુની પ્રવૃતીના સમર્થન માટેના કાયદામાં તેની નિયત મુદત અને આખરી તારીખ છે પણ અંતિમ તારીખ નથી.

ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિન પટેલ દ્વારા રજુ કરવામાં આવેલ આ વિધેયકને કારણે આજે ગુજરાતમાં દરેક શહેરોમાં અનધિકૃત વિકાસના નવા કામો પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. તેથી આ વિધેયક અગાઉની કોર્ટ કાર્યવાહીઓ અને સતાધિકારીઓને બાધ ના કરે તે પણ આવશ્યક છે કારણ કે આ વિધેયકથી રાજ્યના ન્યાયતંત્ર અને કલેકટરો અને કમિશ્નરોની તમામ કાર્યવાહીઓથી ઉપરવટ કાર્યવાહીની કોઇપણ વ્યક્તિને સતા આપતો કાયદો છે જે ભારતના સંવૈધાનિક સમવાય તંત્રની ગરીમાનું ખંડન છે અને ન્યાયતંત્રનુ પણ અપમાન છે.

કલમ ૩. 

આ કલમની જોગવાઇથી રાજય સરકાર કોઇપણ વ્યક્તિની મુકરર સત્તાધિકારી તરીકે નિમંણુક કરી શકશે.

(મુંબઇ પ્રોવિન્શિયલ કોર્પોરેશન અધિનિયમૢ ૧૯૪૯ આજે પણ પ્રવર્તમાન છે અને મ્યુનિસીપલ કમિશ્નરો તરીકે સનદી અધિકારીઓની નિમણુકો થયેલી છે છતાંપણ અનધિકૃત બાંધકામો થયા છે આથી આ અધિનિયમથી કોઇપણ વ્યક્તિની નિમુંણક કરી શકાય નહીં પણ સનદી સમકક્ષ અથવા તો જ્યુડીશરી કક્ષાના અધિકારીની નિમુંણક કરવાની સ્પષ્ટતા કરવી જરૂરી છે કોઇપણ એટલે રાજકીય વ્યક્તિની અથવા રાજ્ય સરકારને સ્વતંત્ર રીતે ગમતી વ્યક્તિ એવો થાય છે આ કલમની જોગવાઇ અને કલમ ૬ ને એક સાથે વંચાણે લેતાં અનધિકૃત વિકાસને નિયમિત કરવાની બાબતમાં પણ રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર કરવાની નેમ ધરાવે છે.

કલમ ૬.

આ કલમથી સત્તાધિકારીને તપાસ કર્યા બાદ નિયમો અને પેટા નિયમોની સંગત અનધિકૃત વિકાસને નિયમિત કરવાની અરજી મંજુર કરવાની અને નામંજુર કરવાની સતા મળે છે તેનો કોઇપણ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરવા માટે પુરતો દુર ઉપયોગ કરી શકે છે.

 

કલમ ૯.

આ કલમની જોગવાઇથી ગણોત વહિવટ કાયદા હેઠળ  કલેકટરે સતાની રૂએ કરેલ કાર્યવાહીની ઉપર વટ જઇને પણ બિનખેતી ના થયેલી જમીનોને બિનખેતી કરીને તેના ઉપર થયેલા બાંધકામોને અધિકૃત કરી શકશે.  ગણોત કાયદો હાલ ગુજરાત રાજ્યમાં અમલમાં છે અને તેના સત્તાધિકારી તરીકે જીલ્લા કલેકટરો તરીકે સનદી અધિકારીઓની નિમણુંકો થયેલી તેમજ રાજ્ય સરકારે આ કાયદો નાબુદ કરેલ નથી તેથી ગણોત કાયદાનું ઉલ્લઘંન કે ખંડન કરી શકાય નહીં જે વિધાનગૃહને મળેલી સતાનો ગુનાહિત દુર ઉપયોગ છે.

કલમ ૧૧.

આ કલમની જોગવાઇથી જે અનધિકૃત વિકાસને મંજુર કરવામાં આવશે એટલે કે નિયમિત કરવામાં આવશે તેની સામે પુર્વે તત્કાલીન સત્તાધિકારીએ કરેલી કાર્યવાહીઓ રદ થશે અને તમામ કોર્ટોના કેસો રદ ગણાશે.

રાજ્યની કોર્ટોમાં કેસો એટલા માટે થયા છે કે શહેરી વિકાસ વિભાગ તાબાના કમિશ્નરો અને નાયબ કમિશ્નરો કાર્યપાલક એન્જીયરો સર્વેયરો અને ઓવરશિયરોએ કોઇ ફરજ બજાવી નથી કમિશ્નરોને કરવામાં આવતી અરજીઓ ઉપર તપાસ કરીને ૩ થી ૫ મહિના સુધી કોઇ કામગીરી કરવામાં આવેલ નથી અને અરજદાર આખરે ન્યાય માટે કોર્ટમાં દિવાની કેસ કરે છે અને રાજ્ય સરકાર પણ અરજદારને “કોર્ટ મેટર હોવાથી કોઇ કાર્યવાહી કરી શકાય તેમ નથી” જેવો જવાબ આપે છે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની ભ્રષ્ટાચાર કરવાની આ મોડસ ઓપરેન્ડી છે આથી આ કલમની જોગવાઇ કુદરતી ન્યાય ન વિરૂધ્ધમાં છે.

આ કલમની જોગવાઇથી અનધિકૃત બાંધકામ સામે કોર્ટ કેસ થયા છે તેના અરજદારોને બાંધકામ નિયમિત કરવામાં આવે તો તેના સમય અને અને નાણાંકિય ખર્ચનું તમામ વળતર ચુકવાની જવબદારી પણ રાજ્ય સરકારની રહેલી છે જેમ રહેઠાણની અને વાણિજ્ય જરૂરીયાતોને કારણે અનધિકૃત વિકાસ કરાયો છે તેમ પ્રવર્તમાન કાયદાની જોગવાઇઓ પ્રમાણે ગુજરાતના નાગરીકોએ કરેલા કેસો આ અધિનિયમથી રદ કરવા હોઇ તો જે બાંધકામ નિયમિત કરવાની મંજુરી મુકરર સત્તાધિકારી આપે તે બાંધકામ સામે થયેલા કેસના અરજદારને તેના સમય અને ખર્ચેલા નાણાંનું વળતર ચુકવવાની જોગવાઇ વિના તેના કેસોને રદ કરવા તે કુદરતી ન્યાય અને માનવ અધિકારની જોગવાઇઓ નીચે પણ અન્યાય છે.

આ કલમની જોગવાઇ મુજબ પુર્વે અનિયમિત બાંધકામો સામે થયેલી કાર્યવાહી રદ ગણાશે તો રાજ્યમાં એજ સત્તાધિકારીએ તોડી પાડેલા બાંધકામો પણ નિયમિત કરવા જોઇએ અને તેના તોડી પાડેલા બાંધકામો પણ ફરીથી રાજ્ય સરકારે પર્વવત બનાવી આપવાની ફરજ છે. અથવા તે તોડી પાડેલા બાંધકામોના બદલામાં જે બજાર કિંમત થાય તે ચુકવવાપાત્ર બને છે  આ કલમ અને અન્ય તમામ કલમનો સારાંશ સ્પષ્ટ કરે છે કે વ્યાપક ભ્રષ્ટાચારને ને અધિનિયમથી કાયદાનું સ્વરૂપ આપવામાં આવી રહ્યુ છે જે ભારતીય સંવિધાનથી મળેલી વિધાનગૃહને મળેલી કાયદા ઘડવાની સતાનો દુરઉપયોગ છે.

આ કલમની જોગવાઇમાં મુંબઇ પ્રોવિન્શિયલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯ પ્રમાણે અનધિકૃત વિકાસને અપાયેલી નોટીસોની અમલવારી કરવામાં આવશે કે આ અધિનિયમ અમલમાં ના આવે ત્યાં સુધી મુંબઇ પ્રોવિન્શિયલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯ને સ્થગિત કરવામાં આવેલ છે કે કેમ તે પણ સ્પષ્ટ થતુ નથી.  

કલમ ૧૩.

આ કલમની જોગવાઇથી જે અનધિકૃત વિકાસને નિયમિત કરવામાં આવ્શે તે બદલ કરોડો રૂપીયાનું ફંડ એકત્રીત થનાર છે તેનો ઉપયોગ કયાં કરવામાં આવશે ત સ્પષ્ટ કરવામાં આવેલુ નથી.

અનધિકૃત વિકાસને કારણે રહેણાંક ઇમારતો અને વાણિજ્ય ઇમારતોની સામે વાહન પાર્કીંગ અને માર્જીન નો પણ વિસ્તુત સમસ્યા રહેલી છે હાલ રાજ્યના દરેક શહેરોમાં વાહનો રસ્તાની બન્ને તરફ પાર્કીંગ કરવામાં આવે છે જેનાથી રાહદારીઓ અને પરીવહનને મોટા પ્રમાણમાં કાયમી અવરોધ થઇ રહેલો છે તેથી રાજ્ય સરકારે  વાહન પાર્કીંગ અને ખુલ્લી જગ્યાઓ ખરીદવા માટે આ અધિનિયમથી મળનારા ફંડનો ઉપયોગ કરવામાં આવનાર છે કે પાર્કીંગ અને ખુલ્લી જગ્યાઓ માટે જમીનો ખરીદવા અને જરૂરત પ્રમાણે સાર્વજનીક હિતાર્થે મિલ્કતો સંપાદન કરવામાં આવશે કે નહીં અને મુકરર સત્તાધિકારીઓને પાર્કીંગ માટેની વ્યવસ્થાઓની કામગીરીની સત્તા આપવામાં આવેલી નથી. તેથી આ કલમની જોગવાઇથી મળનારા નાણાંકીય ફંડની જોગવાઇની સ્પષ્ટતા થવી જરૂરી છે અનિયમિત વિકાસ રાજ્યની પ્રજાની જરૂરત છે તો જાહેર પાર્કીંગ અને ખુલ્લી જ્ગ્યાઓ હોવી જોઇએ તે પણ રાજ્યના બાકીના તમામ નાગરીકોની જરૂરત છે.  

કલમ ૧૫.

આ કલમની જોગવાઇથી કલમ ૧૧ ની જોગવાઇઓમાં વધારો કરવામાં આવ્યો છે અને મુકરર સત્તાધિકારીને તત્સમયના દિવાની ને ફોજદારી કાયદાઓની તમામ કાર્યવાહીઓનું ખંડન કરવામાં આવ્યુ છે. જે રાજય સરકારની અનધિકૃત પ્રવૃતીને સમર્થન આપવાની નીતિને સ્પષ્ટ કરે છે. આ કલમની જોગવાઇથી ન્યાયતંત્રની તમામ ગરીમાનું ખંડન કરવામાં આવ્યુ છે ન્યાય તંત્ર માટે અને ભુતકાળમાં કેસો ચલાવનારા નામદાર અદાલતોનું પણ અપમાન છે..  કલમ ૧૧ અને ૧૫ ને એકસાથે વંચાણમાં લઇએ તો આ અધિનિયમથી રાજ્યના ન્યાયતંત્ર અને નામદાર મેજીસ્ટ્રેટોની કાર્યવાહીઓ માટેના હજારો કલાકની કામગીરીનું પણ સ્પષ્ટ અવમાન છે અને ન્યાયતંત્રની ગરીમાનું પણ ખંડન છે.

કલમ ૧૮.

આ કલમથી અન્ધિકૃત વિકાસને નિયમિત કરવાને નિયમિત કરવાને લાગુ પડતુ હોય તેટલે સુધી, તત્સમયે અમલમાં હોય તેવા બીજા કોઇપણ કાયદામાં ગમે તે મજકુર હોય તેમ છતાં ઉપરવટ અસર માટેની જોગવાઇ કરી છે.

ભારતના આદરણીય રાષ્ટ્રપતિ અને ભારત સરકારના અન્ય કાયદાઓ હજી પ્રવર્તમાન છે તે રાજ્ય સરકાર ભુલી ગઇ હોય તેમ લાગે છે. “તત્સમયે અમલમાં હોય તેવા બીજા કોઇપણ કાયદામાં ગમે તે મજકૂર હોય તેમ છતાં, આ અધિનિયમથી જે સત્તાધિકારી બનશે તેની કાર્યવાહીઓની અસરો તમામ કાયદાઓથી ઉપરવટ અસર માટેની જોગવાઇ કરી છે.’’ આ શબ્દો પણ સુધારણાને પાત્ર છે.

આ કલમથી પણ ભારતના સંવિધાનના જે કાયદાઓ આ અધિનિયમને બાધ કરતા હશે તેને ફગાવી દેવાની સત્તા પણ આપોઆપ મળી રહેતી હોય તેવું ફલીત થાય છે.

વિશેષ નોંધઃ-

અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના અધિનિયમ ૨૦૦૧ ની મુદત પછીથી મેજીસ્ટ્રેટશ્રી અક્ષય મહેતા સાહેબના તપાસ પંચ દ્વારા એક સમિક્ષા રીપોર્ટ રાજ્ય સરકારમાં આપવામાં આવેલ છે તે રીપોર્ટને આ વિધેયકની બાબતે વંચાણે લેવા અપિલ છે. અમોને આ અહેવાલ તપાસ કરતા મળી શકેલ નથી આથી રાજ્યપાલશ્રી દ્વારા પુર્વે આવા અધિનિયમોની બાબતમાં કરવામાં આવેલા અહેવાલોને પણ આ અપીલની બાબતમાં ધ્યાને લેવા માટે વિનંતી છે.

આથી મારી આદરણિય રાજ્યપાલશ્રી ને જાહેર હિતમાં અને લોક્શાહીના મુલ્યો તથા ભારતના સંવિધાનના સન્માનને માટે ગુજરાત રાજ્યના નાગરીક તરીકે અપીલ છે કે….

આ અધિનિયમની  કલમ ૧૧,  કલમ ૧૩, કલમ ૧૫,  કલમ ૧૮  ની જોગવાઇઓ ની પુનઃ સમિક્ષા કરવામાં આવે અને આ વિધેયક વિધાનગુહને વિસ્તુત ચર્ચા માટે અને  રાજ્યની કોર્ટ કાર્યવાહીઓનું અવમાન ના થાય તે રીતે પુનઃ સુધારણા માટે રાજય ના વિધાનમંડળને પરત મોકલવામાં આવે.

સ્વરક્ષણ માટેની અપીલઃ-

અમો અપીલકર્તા એ રાજ્ય સરકારના શહેરી વિકાસ અને અનધિકુત વિકાસને નિયમિત કરવાની રાજ્ય સરકારના ઇરાદાને અટકાવવા તેમજ રાજ્યના ન્યાયતંત્ર અને ભારતના સંવિધાનના સન્માન માટે જે કાર્યવાહીઓ અને અપીલો કરી છે તેનાથી રાજ્ય સરકાર અને અનધિકૃત વિકાસ કરનારા લોકો  તરફથી ભય રહેલ છે હાલ રાજ્ય રાજ્ય સરકાર સામે બોગસ એન્કાઉન્ટરઓની કેન્દ્રીય તપાસ એજન્સીઓની તપાસ ચાલુ છે ઉપરાંત ગુજરાત વડી અદાલત ના પ્રવેશદ્વાર સામે એક જાહેર હિતની કાર્યવાહી કરનાર રાજ્યના નાગરીકની જાહેરમાં હત્યાનો બનાવ પણ બનેલ છે આ બધી બાબતોને ની વિશેષ નોંધ લેતા અમોને જાનનું જોખમ રહેલું છે તેમજ અમારી સ્વરક્ષણ માટે શસ્ત્ર પરવાની અરજી પણ મંજુર કરવામાં આવતી નથી આથી મારી કોઇપણ સમયે હત્યા થઇ શકવાની શક્યતાઓ વધી રહી હોવાથી મને તથા મારા કુટુંબના સભ્યોને પુરતું રક્ષણ આપવાની મારી આ જાહેર અપીલ સાથે માંગણી છે.

તારીખઃ- ૩૦-૫-૨૦૧૧                           રાજ ચંદ્રકાંતભાઇ પ્રજાપતિ

        ગાંધીનગર                                    ૧૨૫૨/૨, સેકટર ૬/ડી,

                                                            ગાંધીનગર ૩૮૨૦૦૬

                                                            ગુજરાત રાજ્ય.

૦૯૯૨૫૬૬૧૧૬૬ / ૦૯૨૨૭૬૬૧૧૬૬

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: