Posted by: rajprajapati | 26/05/2011

ન્યાય અને અન્યાયનું અનોખુ ઇમ્પેકટ બીલ

મિત્રો……

અનિયમિત બાંધકામોને નિયમીત કરવા ગુજરાત વિધાનસભાના બધા સભ્યોએ વિધેયક પસાર કરીને આદરણીય રાજ્યપાલશ્રીની સહી માટે મોકલ્યુ છે તેની સામે ગુજરાતના નાગરીક તરીકે મે જાહેર હિતની અપીલ કરી છે….. જે આ બ્લોગમાં જાહેરમાં મુકેલ છે.

આજે  બંધારણની જોગવાઇઓનો ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કર્યો….

પહેલા તો મને એક વાત સમજાય કે ન્યાય એટલે શું ? ..અને અન્યાય એટલે શું ?…

કોઇ પણ બાબતને સમાજના લોકો સ્વિકારે તે ન્યાય અને અસ્વિકાર કરે તે અન્યાય…

મુસ્લીમ સમાજમાં માસી ને કે કાકાની દિકરી સાથે લગ્ન કરવાને ન્યાય કહેવાય છે તો હિન્દુ સમાજમાં મામા-માસી કે કાકાની દિકરી બહેન થાય એટલે બહેન સાથે લગ્ન કરો તો અન્યાય છે…..

ગેરકાયદેસર બાંધકામો થયા તે બાંધકામોની મંજુરી લેનાર અને બાંધકામ કરનારે અને તે વેચીને કરોડો રૂપીયાનો નફો કર્યો તે બાંધકામો ને સામન્ય લોકોએ લાખો રૂપીયા આપીને ખરીદ કર્યા છે સામાન્ય માણસને કાયદાની બહુ ગતાગમ નથી હોતી તેનો આ ફાયદો  છે…

લાખો ગેરકાયદેસર બંધાયા છે સંખ્યાબંધ બાંધકામો ને બેંકોમાંથી લોન પણ મળી છે.. બિલ્ડર્સોએ લોનો પણ અપાવી છે…. એટલે સામાન્ય કરોડો લોકોની  રહેણાકની સમસ્યાનો પણ ઉકેલ આવ્યો છે.. ગેરકાયદેસર બાંધકામો સામે નોટીસો ફટકારીને કરોડો રૂપીયાની લાંચ પણ લેવાણી હશે..

મહાનગરપાલીકાઓમાં ૨૦૦૦ થી વધુ લોકો ૩૫૦૦ થી ૭૦૦૦ માં હંગામી ધોરણે વર્ષોથી નોકરી કરે છે તેને મોંઘવારી પ્રમાણે ઘર ચલાવા માટે ૧૫૦૦૦ થી ૧૮૦૦૦ ઓછામાં જરૂરી છે તેથી મહાનગરપાલીકામાં ભ્રષ્ટાચાર કરવો પણ ફરીજીયાત છે………

જે લોકો રાજ્યસેવક તરીકે નોકરી કરે છે તેઓએ ફરજ બજાવી નથી અને ગુનાહિત પ્રવૃતી કરી છે તેને સજા થવી જોઇએ તે એક વાત છે જો સાચી ફરજ બજાવી હોત તો બાંધકામો થઇ શક્યા ના હોત અને લાખો લોકોનો રહેણાંકની વિકટ સમસ્યા ઉભી થઇ હોત…બધા બાંધકામો સાચી રીતે ખુલ્લી જગ્યા છોડીને.. ચાર-ચાર માળના એપાર્ટમેન્ટ  બનાવ્યા હોત તો કેટલી બધી વધુ જમીનોની જરૂરત ઉભી થાત…મધ્યમ વર્ગનો એકલ દોકલ માણસ જમીન ખરીદીને નાનકડું મકાન બનાવી શકે તેમ નથી તેથી નિયમિત કે અનિયમિત કોઇપણ રીતે મધ્યમવર્ગના લાખો લોકોને રહેવા માટે ઘરનું ઘર અને જાહેર રસ્તા ઉપર ધંધો કરવા દુકાનો અને ઓફિસો મળી શકી છે જે લોકો એ ભ્રષ્ટાચાર કર્યો તે પણ આપણા દેશના અને આપણા ભારતના લોકો છે તેથી પૈસા તો ગુજરાતમાં રહ્યા છે ફકત ખીસ્સા બદલાય છે પણ એક સમાંતર ભ્રષ્ટાચાર થી અનેક ને લાભ થયો છે…. હું વાંરવાર જે ભ્રષ્ટાચાર..ભ્રષ્ટાચાર કહું છે મોંઘવારી અને સામાજીક પરીસ્થીતીઓ અને રાજકીય સંજોગો પ્રમાણે શિષ્ટાચાર છે મારા જેવા નવરા લોકો ને પાણીમાંથી પુળા કાઢવાની કુટેવો પડી ગઇ છે તેથી ખોટી અપીલ કરતા હોય છે…

પાર્કીગની અને રસ્તા ઉપર થોડી ટ્રાફીક સમસ્યા રહેશે પણ ભીડ ના હોય તો ગમે પણ નહીં ને… બધાને ધીરે ધીરે ફાવી જશે…….

હવે જોઇએ……

બંધારણ શું કહે છે……

આદરણીય રાજ્યપાલશ્રી પોતે પણ વિધાનગૃહનો એક ભાગ છે….

વિધાનસભાના પહેલા દિવસે વિધાનગૃહમાં આદરણીય રાજ્યપાલશ્રીનું સંબોધન હોય તેમાં આદરણીય રાજ્યપાલશ્રી સરકારને “ મારી સરકાર ”કહી સંબોધે છે.

 વિધાનસભા અને સંસદને  બહુમતીથી કાયદો બનાવવાની સતા છે અને કોઇપણ વિધેયક અથવા ખરડો બહુમતીથી ગૃહમાં પસાર થાય તે ત્રણ વાર બહુમતીથી પસાર થાય તો આપોઆપ કાયદો બની જાય છે……

અમુક કાયદાઓ બનાવવાની સતા વિધાનસભાને અને સંસદને બંનેને સ્વતંત્ર રીતે છે…

અમુક કાયદાઓ ઘડવાની સતા માત્ર સંસદને છે.

લોકશાહીમાં સ્વૈચ્છીક અને ગુપ્ત મતદાન કરીને નાગરીક મતદાતાઓ મતદાન  આપીને પોતાના સાર્વત્ર્રીઅક અધિકારોની સતા ભોગવવાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યો અને સંસદસભ્યોને ચુંટીને વિધાનસભા અને લોકસભાની રચના કરી છે એટલે એટલુ એ પણ સાબિત છે કે પ્રજાને સ્વિકાર્ય છે..

તેથી જાહેર હિતમાં પ્રજાના પ્રતિનિધિ છે તે વિધાનસભાના બહુમતિ સભ્યો કે બધા સભ્યો જે કાયદો પસાર કરે છે તે લોકોએ સ્વિકારેલ છે તેવું માનવાનું છે……

ઇમ્પેકટ ફી નું બિલ એટલે કે અનિયમિત બાંધકામોને નિયમિત કરવાનો કાયદો લાખો લોકોના રહેણાંક અને વ્યાપારીક આવશ્કતાઓના વિશાળ હિતના ઉદેશથી લાવવામાં આવ્યો છે….

ગેરકાયદેસર બાંધકામ કરવા અને તેને સરકારી અધિકારીઓએ થવા દેવા તે સામાજીક ગુનો છે અને તેમાં “પાસા” નીચે અન બીજા કાયદાઓ નીચે સજા કરી શકાય છે. પણ હજારોની સંખ્યામાં બિલ્ડર્સો છે અને ૨૦૦૦ થી વધુ સરકારી નોકરીયાતો છે તેને કોઇપણ કાયદામાં પકડવામાં આવે તો તેને રાખવા માટે આપણી જેલોમાં જગ્યા પણ નથી.

કલ્પના કરો કે સરકારે કડક હાથે કામ લીધુ તો….

ઓછામાં ઓછા ૫૦.૦૦૦ લોકોની ધરપકડ કરવી પડે તેના માટે ૨૦૦૦ જેટલી ખાસ અદાલતો ઉભી કરવી પડે અને ૨૦૦ જેટલી નવી જેલો બનાવવી પડે…અને લગભગ ૧૦ જેટલા નવા વધારાના નાયબ ગૃહમંત્રીઓની નિમણુંક કરવી પડે પોલીસ….. ૨૦૦૦૦ જેટલો નવો પોલીસ સ્ટાફ ઉભો કરવો પડે……..

અને કરોડો રૂપીયાનો ખર્ચ થાય અને સમય નો બગાડ થાય તે બોનસમાં…….

તમામ સજોંગો અને વિવિધિ પરીસ્થીતીઓ..અને વિધાનસભાને મળેલી કાયદા ઘડવાની સતાઓ….

લાખો લોકોના રહેણાંકની સમસ્યા… બધું જરા જરા સમજવા પ્રયત્ન કર્યો…..

લોકોએ વિધિસર ચુંટેલા તેના લોકલાડીલા ધારાસભ્યોએ સર્વસંમતિથી આ કાયદો પસાર કર્યો છે…..

એટલે તે કાયદો બનશે…..

હું બે વાર વિધાનસભાની ચૂંટણી લડ્યો છું પણ મને એક વાર ફકત ૧૦૦ મત અને બીજી વાર ૫૪૭ મત મળ્યા છે….. એક બાજુ જીતેલા ૧૮૨ ધારાસભ્યોના મત સામે મારી સાથે ફકત ૧૦૦+૫૪૭=૬૪૭ મત કયાંથી ચાલે…..

મિત્રો………

 નરેન્દ્ર મોદી જાહેરસભામાં વારંવાર બોલે છે…..મિત્રો…………મિત્રો…..

હું પણ તમને બધાને …મિત્રો કહીશ..

.જોયુને નવું શિખ્યો ને…….

મિત્રો…..

મંજુરીઓ જેણે લીધી..ગેરકાયદેસર બાંધકામો કર્યા અને વેચ્યા તેઓ ભલે કરોડો રૂપીયા કમાયા પણ બેંકોની લોનો લેવડાવી દિધી અને લાખો લોકોના ..ઘરના ઘરનું સ્વપ્ના સાકાર કર્યા છે……

મહાનગરપાલીકાઓના હંગામી અધિકારીઓ અને કર્મચારીઓએ પણ કાળઝાળ મોંઘવારીમાં રાજ્યસરકાર ઉપર કાયમી પગારનો નાંણાકીય બોજ નાખ્યા વિના૩૫૦૦ થી ૭૦૦૦ રૂપીયામાં નોકરી કરીને સરકારની વિકાસયાત્રામાં આગવી ભુમીકા અદા કરી છે..

તે બદલ હવે બધાને કાયમી કરી દેવાની રાજ્ય સરકારને મારી જાહેર ભલામણ છે….

ભાજપ અને કોંગ્રેસના બધા મળીને સર્વસંમતિથી વિધેયક પસાર કર્યુ છે એટલે શાસક અને વિપક્ષ જેવું પણ કાંઇ રહ્યુ નથી બધાએ ભેગા હળીમળીને પ્રજાની રહેણાંકની સમસ્યાનું નિવારણ કરતા અનિયમિત બાંધકામોને નિયમિત કરવા એક ઐતિહાસીક અને સરાહનિય કાર્ય કર્યુ છે જે બદલ ગુજરાતના તમામ બિલ્ડર્સો અને તેના પરીવારજનો ખુબ ખુબ ધન્યવાદ આપશે…. ( લગભગ તો પાર્ટી ફંડ તો આપતા હશે અને હજી પણ આપશે)

અન્ના હજારે જેવા મહાન ઉપવાસીજીનું નરેન્દ્ર મોદીને ..પ્રમાણિકતાનું જાહેર પ્રમાણપત્ર મળેલુ છે.

ગ્લોબલ વોર્મિગના વિષય પરનું નરેન્દ્ર મોદીનું એક પુસ્તક અમેરીકાના પ્રમુખને મોકલવામાં આવ્યુ  તેને …ઓબામાજીએ…. અદભુત ભેંટ તરીકે આખી દુનિયાને કહી બતાવ્યુ છે…….

આવા દિર્ધદષ્ટા અને ભારતભરમાં લોકપ્રિય બનેલા વિકાસશીલ મહાનુભાવ નરેન્દ્ર મોદીના વડપણ નિચે ચાલતી ગુજરાત સરકાર જે કરે તેને લોકો સ્વિકારે છે અને તે ન્યાય છે….

મિત્રો……………..

હા…હો…મિત્રો….

મે મારી ..અવિવેક બુધ્ધીને કારણે આદરણીય રાજ્યપાઅલશ્રીને કરેલી જાહેરહિતની  મારી અપીલને આજે પણ વળગી રહું અને તેમાં મને મારૂ સ્વમાન અનુભવાય છે….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: