Posted by: rajprajapati | 26/05/2011

દરેક ચીજ વસ્તુ ઉપર કરવેરાની કિંમતો છાપવી……

દરેક ચીજ વસ્તુ ઉપર કરવેરાની કિંમતો છાપવી……

આપણે કેટલા કરવેરા ભરી રહ્યા છીએ તેના માટે આપણે સભાન નથી પણ અભાન છીએ…કઇ વસ્તુ ઉપર કેટલો ટેકસ વસુલ થયો તે આપણે સરળતાથી ગણતરી કરી શકતા નથી.. આજે દરેક બાબતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના વેરાઓ લાગે છે.. શિક્ષણ વેરો, વેચાણવેરો, આવકવેરો,ઘરવેરો,વાહનવેરો, પરીવહનવેરો, વિજળીવેરો, સેવા વેરો,વેટ વેરો, નાનામાં નાની બાબતમાં આપણે ઘણા કરવેરા ભરીએ છીએ,

દરેક ચીજ ઉપર ઉત્પાદન તારીખ, વપરાશની મુદત,અને બધા કરવેરા સાથેની તેની વેચાણ કિંમત લખી હોય છે . આ રીતે તે વસ્તુની ઉત્પાદન કિંમત,તેની ઉપર લાગેલો કેન્દ્ર સરકારનો વેરો, રાજ્યસરકારનો વેરો, અને વેચાણ વાસ્ત્વિક કિંમતનું મુદ્રણ ફરજીયાત હોવું જરૂરી છે. રોડ રસ્તા બને કે મોટા હાઇવે બને તે બધા પ્રજાની તીજોરીમાંથી ખર્ચ કરવામાં આવે છે તો પછી જ્યારે કોઇ નવો ફોરલેન કે સિક્ષલેન અથવા એક્સપ્રેસ વે બને ત્યારે અનેક જ્ગ્યા ટોલટેક્ષ શા માટે લેવામાં આવે છે ? જો કોઇ બીજા દેશ પાસેથી લોન લીધી હોય તો ,તે રસ્તા ઉપર ચાલવાનો વેરો લેવો જરૂરી છે પ્રજાના પૈસાથી બનેલી કોઇ વસ્તુ કે વ્યવસ્થા ઉપર વેરો વસુલ કરવાની કોઇ જરૂરત નથી હોતી હક્ક્તિમાં કોઇપણ રસ્તાઓ ઉપર ટોલનાકા હોવા ના જોઇએ.

કોઇપણ વસ્તુ ઉપર તે જે રાજ્યમાં વપરાતી હોય તે ભાષામાં તેની ઉત્પાદન કિંમત , અને દરેક પ્રકારના વેરાઓ અને નફાની કિંમતો છાપેલી હોવી જોઇએ. અને નફાની કિંમતોમાં તેની વેચાણ વ્યવસ્થામાં અપાતા વળતરનો સમાવેશ થતો હોવો જોઇએ.

જો દરેક વસ્તુ ઉપર તેના પર વસુલાતાવેરાઓની સ્પષ્ટતા હોય તો દરેક માણસને તેના રોજીંદા ખર્ચની સામે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ભરપાઇ કરેલ કરવેરાની વાસ્તવિક ગણતરી મળી રહે. સામાન્ય રીતે લોકોને બે-પાંચ પ્રકારના કરવેરાઓની જાણ હોય છે.

ઉદાહરણ તરીકે ૩૦ રૂપીયાની મુળ કિંમતની વસ્તુ ઉપર ૯૦ રૂપીયા ભાવ તમામ કરવેરા સાથે છાપેલ હોય છે તેમાં ક્યાં પ્રકારનો કેટલો વેરો ચુકવાયો તેની અલગથી કોઇ કિંમત દર્શાવેલી હોતી નથી તેના કારણે સામાન્ય માણસ તેને મુળ કિંમત સમજે છે..

પેટ્રોલ અને ડીઝલ ઉપર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કેટલા કરવેરા લે છે અને તેની મુળ કિંમત શું છે તેની કરવેરા સાથેની કુલ કિંમત કેટલી છે તે તેના બિલમાં છાપેલું હોય તો દેશમાં ચાલતા દરેક વાહનચાલકને ખબર પડે આખા દિવસમાં તેણે વાહન વાપરવામાં જે બળતણ ફુંકી માર્યુ તેના પર રાજ્યની અને કેન્દ્રની સરકારને કેટલા રૂપીયા આપ્યા છે.

મિત્રો..સારી વાત છે….

ક્યાં કેટલા અને ક્યાં કેટલા વેરાઓ વસુલ થાય છે તે બિલમાં અને દરેક ચિજ વસ્તુઓ પર અલગથી અને સ્થાનીક ભાષામાં સ્પષ્ટ રીતે છાપેલું હોવું જોઇએ. …..

બાબા રામદેવજી અને અન્ના હજારેજી એ આ બાબત માટે ઉપવાસ કરવા જોઇએ… નફાની કિંમત પણ અલગથી છાપેલી હોય તો હરીફાઇ થાય અને ગ્રાહકને કિફાયતમાં માલ મળી રહે.

આપણે નવું મકાન કે ફલેટની ખરીદી કરીએ ત્યારે હજી તો જમીન હોય અને બિલ્ડર્સનું આયોજન જાહેર થાય ત્યાંથી તેમાં બૂકીંગ કરીને તબક્કાવાર પૈસા આપતા રહીએ છીએ.. આથી બિલ્ડર્સને તો જમીનના પૈસામાં રોકાણ થાય છે અને બાકી બૂંકીગ કરાવાનારાઓના પૈસા આવતા જાય તેમ તેમ કામ કરવામાં આવે છે. ખરેખર તો આ રીતે મકાનો અને કોઇ નવી મિલ્કતો ખરીદવાની પધ્ધતિ તદન ગેરવાજબી છે. કોઇપણ બાંધકામ પુર્ણ થાય અને સરકારી ધારાધોરણ પ્રમાણે તેને પ્રમાણપત્ર મળી જાય ત્યાર બાદ તેને વેચાણ કરવાનો સરકારોએ નિયમ બનાવવો. જોઇએ…

મારી રાજયના નાગરીકો વતી રાજ્ય સરકારને વિંનતી છે કે જેમ અનિયમિત બાંધકામોને પ્રજાના જાહેર હિતમાં અનેક ગુનાઓ અને ભ્રષ્ટાચારને છાવરીને સર્વ સંમતિથી વિધેયક પસાર કર્યુ તેમ દરેક ઉત્પાદન અને સેવાઓ ઉપર કેટલા પ્રકારના કરવેરાઓ વસુલ થયા તેનું ગુજરાતીમાં મુદ્રણ થવું જોઇએ અને કોઇપણ બાંધકામ સંપુર્ણ પણે પુરૂ થાય અને તેને સરકારી કાયદાઓ અને વિવિધ નિયમો પ્રમાણે પુરતી ચકાસણી પછી પ્રમાણપત્ર આપવામાં આવે તે પછી તેનું રાષ્ટ્રીયકૃત બેન્કમાં ખાસ પ્રકારથી જેમકે શેરબજારમાં શેરની લેવેચ માટે જેમ ખાતા ખોલાવે છે તેમ બિલ્ડર્સ દ્વારા ખાસ ખાતુ હોય તેના મારફત વેચાણ થઇ શકે તેવા વિધેયક લાવવા જોઇએ આ પણ પ્રજાના જાહેર હિતમાં છે અને નરેન્દ્રભાઇ મોદી અને કોંગ્રેસના તથા ભાજપના આપણા લોક્લાડીલા નેતાઓ અને લોકપ્રતિનિધિઓ છેવાડાના માણસની ચિંતામાં રાતદિવસ મહેનત કરી રહ્યા છે તેથી આગામી વિધાનસભામાં રાજ્યની વિકાસશીલ સરકાર વિધેયક લાવશે તેવી જાહેર હિતમાં મારી અપીલ છે ….

હું આ પોસ્ટ અને તેની પ્રિન્ટ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી. શહેરી વિકાસમંત્રીશ્રી નિતીનભાઇ  પટેલ અને નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા અને આદરણીય રાજ્યપાલશ્રીને પત્ર દ્વારા મોકલીશ અને તે પત્રોની નકલો આ બ્લોગમાં વાંચવા મળશે…..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: