Posted by: rajprajapati | 22/05/2011

મુખ્યમંત્રીઓ માટે વિકાસ મંત્ર

મુખ્યમંત્રીઓ માટેનો ગુજરાત મોડેલનો વિકાસ મંત્ર

       રાજકારણમાં રહેલા પ્રત્યેક માણસને સતાની લાલસા હોય છે અને દરેક ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવાની મહેચ્છા હોય છે તેમ ભારતના દરેક મુખ્યમંત્રીને વડાપ્રધાન બનવાની ઇચ્છા હોય તે સ્વાભાવિક છે અને મુખ્યમંત્રીને વડાપ્રધાન થવું હોય તો આખા દેશમાં લોકપ્રિય થવું જરૂરી છે. ભારત લોક્શાહી અને કોઇપણ જાતના નિયંત્રણ વિના ભગવાન ભરોસે ચાલતો દેશ છે. અહિં ભ્રષ્ટાચાર કરનાર અને સુવ્યવસ્થિત ગુનાઓ કરનારાઓ માટે સ્વર્ગ સમાન કાયદાઓના છીંડાઓ છે તેથી લોકપ્રિય થવાય અને દેશના જુદા જુદા રાજ્યોમાં તમારૂ આકર્ષણ જમાવા જે કરવું જોઇએ તેનું ગુજરાતી મોડેલ રજુ કરવાનો આ નમ્ર પ્રયાસ છે.  

કાયદાઓ પુરાવાના આધારે ચાલે છે અને જ્યાં સુધી રાજકીય સતા હોય ત્યાં સુધી કાયદાઓથી ડરવાની જરૂર નથી. પૈસા હોય એટલે રાજ્યના અને દેશના મોટા અને નિષ્ણાંત વકિલો રાખી શકાય છે તેની મદદથી આર્થીક અને રાજકીય ગુનાખોરી કરવામાં ખાસ કોઇ તકલીફ પડતી નથી..

સો ટકા પ્રમાણિકતાથી કોઇ રાજકારણમાં સતા મેળવી શકે તે શક્ય નથી.. કોમવાદ. જાતીવાદ અને જ્ઞાતિવાદને સતત ભડકાવતા રહેવું પડે છે શ્રધ્ધા કરતાં અંધશ્રધ્ધા વધુ બળવાન હોય છે અને ભારતમાં શ્રધ્ધાળુઓ કરતાં અંધશ્રધ્ધાળુઓ સૌથી વધુ છે તેથી પ્રજાની ધાર્મિક લાગણીઓ સાથે ખેલ કરીને રાજકારણમાં ઝડપથી આગળ નિકળી શકાય અને લોકપ્રિય પણ થઇ શકાય છે.

 કોઇપણ પ્રકારના કાર્ય માટે સમય. પૈસા અને માનવશકિત જોઇએ .રાજકારણમાં સંગઠ્ઠન શકિતની જરૂર પડે છે સારા અને સમૃધ સંગઠ્ઠન માટે પુષ્કળ રૂપીયા જોઇએ પુષ્કળ નાંણા માટે સરકારી તીજોરી અને સરકારી મિલ્કતોથી વધુ સારી વ્યવસ્થા બીજી કોઇ નથી.. ગુજરાતનો વિકાસ જે રીતે કરી નાખવામાં આવે છે તે બરાબર સમજો પછી તેનો અમલ બીજા મુખ્યમંત્રીઓએ પોતાના રાજ્યોમાં કરવો જોઇએ.. આખરે તો આ ભારતની પ્રજાના વિકાસ માટે કરવાનુ છે.

 અઢળક પૈસા મેળવવા માટે રાજ્યના અને દેશના ઉદ્યોગપતિઓ સૌથી વધુ મદદ કરી શકે છે કરોડો રૂપીયાનું ફંડ ઉદ્યોગપતિઓની તીજોરીમાંથી મળી રહે છે ઉદ્યોગપતિઓને પોતાના કરવા માટે તમારા રાજ્યમાં તેને આવકારો અને તેને સરકારી જમીનો પાણીના ભાવે આપો અને 10 થી 20 વર્ષ સુધી હપ્તા ભરવા ના પડે તેવી રીતે પ્રજાની તીજોરીમાંથી અબજો રૂપીયાની લોન પણ આપો. 10-25 વર્ષ સુધીનો સરકારી ટેક્સ પણ માફ કરી દો. તેના ઉદ્યોગોને ચાલુ કરવા અને તેને સરકારી ધોરણે મદદ કરવા માટે સરકારી તંત્રને ભ્રષ્ટાચાર કરીને કામ કરવા માટે છુટો દોર આપી દો…

        રાજ્યમાં નોકરી કરતાં આઇ.એ.એસ. અધિકારીઓ અને આઇ.પી.એસ. અધિકારીઓના ભ્રષ્ટાચારને છાવરો અને તેના દ્વારા તમે ઉધોગપતિઓ પાસેથી કરોડો રૂપીયાનું ફંડ મેળવીને પ્રજા માટે મેળાઓ. ઉત્સવો અને મોટા કાર્યક્રમો કરતાં રહો. વિરોધપક્ષવાળા જરાપણ વિરોધ કરે તો તેને વિકાસના અને રાજ્યની પ્રજાના વિરોધી તરીકે ગણાવો.

    રાબેતા મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગરીબો માટેની યોજનાકીય સહાય આપવા તેનું એકત્રીકરણ કરી નાખો. 600 રૂપીયાની વિધવા સહાય આપવા ને બદલે છ મહિનાની સહાય ભેગી કરીને મોટા સમીયાણામાં હજારો લોકોની હાજરીમાં 3500 રૂપીયાનો ચેક આપીને લોકોને કહેતા ફરો કે ભારતમાં એકમાત્ર વિકાસ અને ગરીબોની સમૃધ કરનારી. ગરીબોનું કલ્યાણ કરનારી એકમાત્ર તમારી સરકાર છે.

    રોડ રસ્તા અને બીજા સરકારી કોન્ટ્રાકટમાં બેફામ ભ્રષ્ટાચાર થવા દો. તેમાં ધારાસભ્યો. અધિકારીઓ અને મંત્રીઓને પૈસા મળશે અને કોન્ટ્રાકટરો પાસેથી મેળાઓ અને સભાઓ કરવાનું ફંડ પણ મળશે. સરકારી મિલ્કતોનો ભ્રષ્ટાચાર કરવામાં પાછી પાની ના કરશો.. પૈસાદાર લોકો સરકારી ધોરણે જે મિલ્કતો મેળવવા ઇચ્છતા હોય તેને મિલ્કતો આપો અને જીલ્લાની મોટી મોટી સભાઓ. મેળાઓ અને બીજા કાર્યક્રમો કરવાના ખર્ચ કલેકટરો અને બિજા અધિકારીઓ મારફત આવા લોકો દ્વારા કરાવીને લોકોમાં ભ્રષ્ટાચાર વિના અને સરકારી ખર્ચ વિના કાર્યક્રમો કરતી સરકાર હોવાની પ્રતિષ્ઠા ઉભી કરો.

    સરકારી હોય કે બીન સરકારી હોય તમારૂ ભાષણ સાંભળવા કોઇ આવશે નહી. માટે સરકારી અને ખાનગી વાહનો ગામે ગામ મોકલી ને પક્ષના અને બિજા લોકોને તેડી લાવવા માટે 200-500 સરકારી બસો મોકલીને શિક્ષકો. તલાટી મંત્રીઓ અને બિજા સરકારી કર્મચારીઓને કામે લગાડી દો તે લોકોને ભરી ભરીને સભાઓમાં તમને સાંભળવા લાવશે… કરો કાંઇક અને કહો કાંઇક. જ્યારે જ્યારે મોકો મળે ત્યારે તમારી વિરોધી સરકારના ભ્રષ્ટાચારની અને તમારા વિરોધીઓ દેશના અને રાજ્યના વિકાસના વિરોધી હોવાની બુમરાળ મચાવતા રહો…

    સૌથી વધુ નાંણાકીય જોગવાઇની યોજનાઓ કેન્દ્ર સરકારમાંથી આવતી હોય છે કેન્દ્ર સરકારની જેટલી પણ યોજનાઓ હોય તેની અમલવારી પોતાના રાજ્યમાં નવા નામે ચલાવો. કેન્દ્ર સરકારની દરેક યોજનાઓ માટે જે અબજો રૂપીયા મળે તે રાજ્યની યોજનામાં ભેળવી દો અને જેટલી પણ નાની મોટી યોજનાઓ શરૂ કરવામાં આવે તેના વધુને વધુ પ્રચાર થાય તે માટે તમામ માધ્યમોનો ભરપુર ઉપયોગ કરો.

  કાંઇપણ નવી ઘટના બને એટલે જુની બધી વાતો ભુલાય જાય તે કુદરતી નિયમ છે… હમણા જેમ ટુ જી ફુજી ના કૌભાંડો રજુ  કરવામાં આવ્યા તો જુના બધા કૌભાંડો ભુલાય ગયા અને આમ પણ દેશની પ્રજા ચૂંટણી આવે ત્યારે તમામ ભ્રષ્ટાચારને ભુલી જાય છે પ્રજા સમજે છે કે ભ્રસ્ટાચારથી ગયેલા અબજો રૂપીયા આપણે મત આપીને ચૂંટેલા આપણા નેતાઓ લઇ ગયા છે ઢોળાય છે તે બધું ઘી ખીચડીમાં જાય છે. પ્રજાને તેના અધિકારો અને તેના પોતાના મતદાનની કોઇ કિંમત નથી તેથી ગમે તેટલો ભ્રષ્ટાચાર કરો તો પણ પ્રજા ફરી ફરીને તમારા પક્ષને સતા ઉપર બેસાડવા તત્પર રહેતી હોય છે…

  લોકોમાં સતત તમારૂ આકર્ષણ બનાવી રાખવા માટે દેશની સૌથી મોટી કોમ ગણાતા હિન્દુઓને લક્ષમાં રાખો હિન્દુઓના મસીહા બની જવા માટે ટેકનોલોજીની ખામીઓનો ભરપૂર દુરઉપયોગ કરો. હિન્દુઓમાં લોકપ્રિય થવા માટે ત્રાસવાદને તમારો સૌથી મોટો દુશ્મન બનાવી દો…જે મુસ્લીમ શબ્દ જેવુ લાગતું હોય તેવું તમને ગમે તેવા નામનું એક કાલ્પનીક ત્રાસવાદી સંગઠ્ઠ્ન બનાવી લો……એટલે કે…..દુબઇ કે મુસ્લીમ દેશમાં કોઇ અંગત મિત્ર રહેતો હોય તેને કહો કે બોગસ નામે એક લેપટોપ અને વાયરલેશ ઇન્ટરનેટ કનેકશન લઇ લે અને તેમાં મુજાહિદિન કે જેહાદ શબ્દ આવે તેમ એક મશીનગન કે ઓટોમેટીક રાયફલ સાથે મોઢા પર કાળું કપડું બાધેલા ત્રાસવાદીના ફોટા સાથે નો એક ઇમેઇલ દેશની સુરક્ષા એજન્સીઓને મોકલે..જેમાં તમારી હત્યા કરવા માટે સરહદ પારથી ત્રાસવાદીઓ ધુસી ચુક્યાની જાણ કરો. અને તમે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ આ બાબતે તમારા રાજયના પોલીસ વડાઓને જાણ કરે એટલે તે લોકો તમને જાણ કરશે એટલે તરત રાજ્યમાં હાઇ એલર્ટના હુકમો કરીને થોડા દિવસો તમારા કાર્યક્રમો રદ કરીને પ્રજામાં તમારા માટે લાગણી પેદા કરો. વર્ષમાં એક-બે વાર આયોજન પુર્વક આવા ખેલ પાડી દો એટલે તેમ ત્રાસવાદ વિરોધી. ગરીબોના અને વિકાસના મસીહા તરીકે દેશભરમાં લોકપ્રિય થઇ જશો. આ કાલ્પનીક ત્રાસવાદી સંગઠ્ઠન વિશે કોઇ પ્રજાજન તપાસ કરવા જવાનો નથી પણ તમારી ઉપર ત્રાસીવાદીઓનો હુમલો થવાનો ધમકીના સમાચારો છાપાઓમાં હેડલાઇન બની રહેશે…

રાજકારણમાં ઝડપથી આગળ વધવા માટે ત્રાસવાદ કરતાં પણ સ્થાનીક કોમવાદ અને જ્ઞાતિવાદ જરૂરી છે. તમારા રાજ્યના સૌથી મોટા ધાર્મીક તહેવારો દરમ્યાન તમારા જ ઉભા કરેલા લોકો દ્વારા કોમવાદી તોફાનો કરાવો અને તમે જ તેને દબાવીને તમારી શક્તિઓથી સામાન્ય પ્રજાને આંજી દો. કોમવાદી તોફાનો  વિના રાતો રાત લોકપ્રિયતા મળશે નહીં .મધ્યમવર્ગના લોકો રહેતા હોય ત્યાં બોંબ ધડાકા થાય તે જરૂરી છે. બીજા દેશના ખરેખર ત્રાસવાદીઓની તેમાં જરૂર પડતી નથી ..બીજા રાજ્યના નાના મોટા ગુનેગારો પણ આ કામ સારી રીતે કરી શકે છે.

         તમારા રાજ્ય ઉપર ત્રાસવાદી હુમલાઓ થઇ રહ્યા છે અને તમારી હત્યા કરી નાખવા ત્રાસવાદીઓ તમારા રાજ્યમાં પ્રવેશી ગયા છે તેવા બીજા દેશોના મિત્રો મારફત બોગસ નામે લીધેલા નેટ કનેકશન અને લેપટોપથી દેશની સુરક્ષા એજન્સીઓને બે-ચાર ઇમેઇલ કરાવી દો અને તમારે જાનનું જોખમ છે અને તમે હિન્દુઓના અને વિકાસના મસીહા છો તેથી ઝેડ પ્લસ જેવી દેશની સૌથી ઉંચી સુરક્ષા મેળવીને દેશભરમાં જબરૂ આકર્ષણ જમાવી દો. 

        પત્રકારો. તંત્રીઓ અને છાપાના માલીકોને સાચવી લો અને..હવા ભર્યા કરો એટલે તમને હાઇલાઇટ કરવામાં સમાચાર માધ્યમો કોઇ કસર રાખશે નહી. સાથ ના આપે તેવા બી ક્લાસ છાપાઓની સરકારી જાહેરાતો બંધ કરી દો અને જે તમારી સાથે ચાલે ત્તેને કંપનીઓ પાસેથી માલમલીદા અપાવ્યા કરો.

રાજ્યમાં સૌથી વધુ મોટું સંગઠ્ઠન અને અનુયાયીઓનો જે સંપ્રદાય હોય તેના સૌથી મોટા મંદિર કે આશ્રમ ઉપર આંતકવાદી હુમલો કરાવીને રાજ્યમાં આંતકવાદની દહેશત ફેલાવો.. તમારા કોઇ ચોક્કસ અને કાયમી સ્થળ ઉપર એકાદવાર માટે ડમી હુમલો કરાવો..આવા હુમલા કરાવવા અને તેની સારી વ્યવસ્થાઓ માટે આંતરરાજ્ય મુસ્લીમ ગુંડા ટોળીને કામ સોંપી દો. તે લોકો આંતરાસ્ટ્રીય માફિયાઓનો સરસ રીતે સંપર્ક કરીને હથીયારો અને માણસો મેળવીને તમારી યોજના મુજબ આંતકવાદી હુમલો ગણાવી શકાય તેવો હુમલો કરાવી દેશે.. તમે આંતકવાદીઓનો ખાત્મો કરવા માંગો છો તેવું સાબિત કરવા માટે બે-ચાર બોગસ એન્કાઉન્ટરો કરાવી દો. આ બધુ શક્ય છે અને વિકાસ કરવા માટે જરૂરી પણ છે. પ્રજા મોંઘવારીમાં ઘરના ચાર છેડા ભેગા કરી શકવામાંથી નવરી ના થાય એટલે સાચુ છે કે ખોટુ તેની કોઇ ખાત્રી કરવા જાય તેમ નથી…કોર્ટોમાં કેસ ચાલતા રહેશે અને દેશના અખબારોમાં રોજેરોજે તમે ચમક્યા કરશો… મરે તો બીજા મરે. જેલમાં પણ પોલીસ અધીકારીઓ અને બીજા રાજકરાણીઓ જશે..તમારે પ્રજાના મત મેળવ્યા કરવાના અને રોજ વધુને વધુ શક્તિશાળી બનતાં જવાનું હોય છે.  

જે કોઇ મુખ્યમંત્રીને પ્રજાના પૈસે અને પ્રજાના અધિકારો વાપરીને ભારતના વડાપ્રધાન બનવું હોય તેમણે કાયદાઓનો લેશમાત્ર ડર રાખવો નહી.. જે પણ કૌભાંડો કરવા હોય. કોમી હુલ્લડો કરવા હોય તેમાં તમારા પક્ષના બિજા નેતાઓ અને ચૂંટાયેલા ભ્રષ્ટ રાજકારણીઓને હાથા બનાવો…

કોઇપણ પક્ષ હોય પણ દરેક રાજકારણી કોઇ ને કોઇ રીતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હોય છે. મોટા અધિકારીઓ પણ કોઇ ને કોઇ રીતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય છે તેની દુઃખતી

 નસ દબાવતા રહો અને તેને ભ્રષ્ટાચાર કરવા મળે અને તમારા કાર્યક્રમોના ખર્ચા કાઢે તેવી જગ્યાએ તેનું પોસ્ટીંગ કરી દો….

તમારો વિરોધી હોય તેને વિકાસના અને રાજ્યના દુશ્મન ગણાવો.

ગૌચરની અને સાવર્જનીક જમીનો મોટા ઉદ્યોગપતિઓને મફતના ભાવે વેચીને તેની પાસેથી કરોડો રૂપીયાનું પાર્ટી ફંડ અને અંગત ફંડ મેળવો. . જમીનોના બદલામાં ઉદ્યોગપતિઓએ આપેલા કરોડો રૂપીયાથી રાજ્યની અંદર તથા દેશના બીજા રાજ્યોમાં પ્રચાર અને પ્રસાર માટે ખર્ચ કરતા રહો. બીજા રાજ્યોના સફળ ભ્રષ્ટાચારી નેતાઓને તમારા મિત્ર બનાવતા રહો. અને તમારી રાષ્ટ્ર્રીય તાકાત વધારતો રહો….. આમ પણ પબ્લીકને ક્યા ભાન છે કે આ બધુ શું ચાલી રહ્યુ છે તમે એકવાર ઘોડે ચડી જાવ પછી આ દેશની પ્રજા તમને ફરજીયાત વડાપ્રધાન બનાવવા પ્રયત્ન કરતી થશે.

તમારા રાજ્યમાં કટ્ટરતાથી સક્રીય હોય અને સંગઠ્ઠન અને આર્થીક રીતે સૌથી આગળ હોય તે જ્ઞાતીના લોકો અને તેના અગ્રણીઓને તમારા પક્ષમાં રાખો અને તે મુખ્ય લોકોને ભ્રષ્ટાચાર કરવા મળે તેવા હોદાઓવાળા ખાતાઓમાં નિમણુંક આપો.

સરકાર અને રાજકારણ ચલાવવા માટે સામ-દામ-દંડ અને ભેદનીતિની જરૂરતને ખાસ મહત્વ આપીને તમારા દરેક જીલ્લાઓમાં અને રાજ્ય કક્ષાએ મોટા અસામાજીક તત્વોને તમારી સાથે પક્ષના સંગઠનમાં અને સરકારમાં સામેલ રાખો. જરૂર પડે ત્યાં તેનો પડદા પાછળ ઉપયોગ કરો. વિરોધીઓ દામ લઇને ના સમજે નહિં તો દંડથી તેને મહાત કરો…..

હંમેશા એટલુ યાદ રાખો કે તંત્રનો તમારે તમારા અંગત કામો માટે પ્રજાના કાર્યો તરીકે  ખપાવીને ભરપુર દુરઉપયોગ કરવાનો છે. પ્રજાના કામો સારી રીતે અને સરળતાથી થતા હશે તો તમારી કોઇ કિંમત રહેશે નહી .રાજકારણ એને જ કહેવાય જેમાં પોતે જ પ્રશ્નો પેદા કરવાના અને પોતેજ પ્રશ્નોને થોડો સમય પ્રજામાં હેરાનગતી કરીને તે પ્રશ્નનો હલ કરવાનો અને તેનો પણ પ્રચાર તો કરવાનો.

સપનાઓના સૌદાગર બનો…દર મહિને એક નવું સપનું જાહેર કરો. રોજે રોજ નવા નવા આંક્ડાઓ અને તેની યોજનાઓ જાહેર કરતા રહો…. અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે  તેની સામે ફરીયાદો હોય તો પણ તેની સામે કોઇ પગલાં લેવા નહીં જે કોઇ ભ્રષ્ટાચાર કરે છે તે પ્રજાની જાહેર તીજોરીમાંથી કરે છે તેમાં તમને કોઇ નુકસાન નથી. કોમવાદ અને જ્ઞાતિવાદમાં રચ્યા પચ્યા રહેતા લોકોને ભ્રષ્ટાચાર સામે કોઇ વિરોધ હોતો નથી કોઇપણ જ્ઞાતિના અને સંપ્રદાયના આગેવાનો સાથે હોય પછી તેની કોમ અને તેની જ્ઞાતિના લોકો તો ઘેંટા-બકરાની જેમ પાછળ પાછળ ચાલ્યા કરતાં હોય છે….

        ગાંધીજીના એકપણ સિધ્ધાંતો પાળવા નહીં અને બીજા લોકોને તમે પ્રમાણીક હોય તેવું લાગે તે માટે જાહેર પ્રવચનોમાં ગાંધીજી અને સરદાર પટેલ તથા બીજા શહોદોને યાદ કરીને તેના ગુણગાન ગાતા રહો.. મોટા મોટા પુતળા બનાવડાવીને જાહેર રસ્તાઓ ઉપર મુકાવો અને નાનામા6 નાની બાબતમાં છેવાડાનો મતદાર ભુલાયના જાય તે રીતે તેને તેડવા વાહનો મોકલી દરેક કાર્યક્રમોના મોટા આયોજનો કરો….તમે હાથે સેકીને પાપડ ખાઓ તો તેના પણ મોટા મોટા હોર્ડીંગ રાજ્યભરમાં લગાવો… દરેક વાતને વિકાસની વાત તરીકે ખપાવી દો લોકોને વિકાસ કરવો છે જેનો થાય તેનો પણ વિકાસ શબ્દ લોકોને ગમતો શબ્દ છે અને મત મેળવવા માટે સફળ શબ્દ છે રાજ્યની બધી સાર્વજનીક મિલ્કતો વેચી મારશો તો પન વિકાસના નામે લોકો તમને મત આપશે.

 રાજકારણના બધા કામો નેગેટીવ રીતે કરવાના હોય છે પણ જાહેરમાં તેનો પ્રચાર પોઝિટીવ રીતે કરવાનો હોય છે. ગુજરાતમાં જુઓ બધા રાજકારણીઓ ભ્રષ્ટાચાર કરે છે અને પક્ષને તથા તેના રાજકારણને જીંવત રાખે છે.. બીજા પાસે ભ્રષ્ટાચાર કરાવો અને તમારા કામ પણ તેની પાસે કરાવો.

રાજકારણ ચલાવવા માટે અને ચૂંટણી જીતવા માટે જે રૂપીયા જોઇએ તે માત્ર ને માત્ર ભ્ર્ષ્ટાચારથી મળે છે અને તેથી દરેક રાજકારણીને ભ્રષ્ટાચાર તો કરવો પડે છે તેથી તેને ભ્રષ્ટાચાર કરવા દો અને તેની દુઃખતી નસ દબાવી દબાવીને તમારૂ રાજકારણ ભ્રષ્ટાચાર કર્યા વિના સારી રીતે ચલાવતા રહો…

        વિરોધ પક્ષના અગ્રણીઓના અંગત કામો ઝડપથી અને ખાનગી ધોરણે કરતા રહો. વિરોધ પક્ષના મોવડીઓ અને શક્તિશાળી વિરોધીઓને નાંણાકીય લાભ થાય તેવા તેના કામો કરતા રહો.

        દરેક કામ શરૂ કરો તેનું લાખો રૂપીયાના ખર્ચે મોટા મેળાવડામાં વાહનો મોકલી તલાટીઓ શિક્ષકો અને આંગણવાડીની બહેનોને ગામડાના લોકોને તેડી લાવે તેની સામે વિરોધીઓને વિકાસ વિરોધી ગણાવીને તમારી સરકાર જેટલા કામ કરતી હોય અને જે હજી કરવાના બાકી હોય તેના ભાષણો આપો. કલેકટરો. નાયબ કલેકટરો. મામલતદારો અને સરકારી સ્ટાફને પ્રજાના સરકારી કામો પડતા મુકાવીને તમારી સભાઓ. મેળાઓ. ઉત્સવોના આયોજનોમાં કામે લગાડી દો.નાના મોટા કોઇ પણ કામ કરવામાં આવે તેનો છાપાઓ ચેનલોમાં. હોર્ડીગ અને રંગીન પોસ્ટરો દ્વારા રાજ્યના દરેક શહેરો.ગામડાઓ. મુખ્ય રસ્તાઓ ઉપર જોરશોરથી પ્રચાર કરો.

 રાજ્યમાં સરકારી ધોરણે ચાલતી શિક્ષણ વ્યવસ્થા બંધ કરો. શૈક્ષિણક ટ્રસ્ટના નામે શિક્ષણને વ્યાપારી સ્વરૂપ આપો. શિક્ષણ વ્યવસ્થાને ઉધોગ બનાવી દો…..શિક્ષણક્ષેત્રનો વિકાસ થયો છે તેવું બતાવવા માટે દરેક વિષયની યુનીવર્સીટીઓ બનાવતા રહો.. બાલ યુનીવર્સીટી. મહિલા યુનીવર્સીટી.એનીમલ યુનીવર્સીટી. રક્ષા યુનીવર્સીટી, સ્પોર્ટસ યુનીવર્સીટી,પેટ્રોલ યુનીવર્સીટી, મિલ્ક યુનીવર્સીટી,આયુર્વેદ યુનીવર્સીટી,ફલોરીકલ્ચર યુનીવર્સીટી, હોર્ટીકલ્ચર યુનીવર્સીટી, આર્કીટેકચર યુનીવર્સીટી, સીવીલ યુનીવર્સીટી, ટેકનીકલ યુનીવર્સીટી, મીકેનીકલ યુનીવર્સીટી, મેથેમેટીકસ યુનીવર્સીટી, ઇલેકટ્રોનીક યુનીવર્સીટી, રીલીજીયન યુનીવર્સીટી, મેનેજમેન્ટ યુનીવર્સીટી,ફોરેસ્ટ યુનીવર્સીટી, બર્ડ યુનીવર્સીટી, ફાર્માક્યુટીક્લ યુનીવર્સીટી, એગ્રીકલ્ચર યુનીવર્સીટી, પ્રોટીન યુનીવર્સીટી, વિટામીન યુનીવર્સીટી, મિનરલ યુનીવર્સીટી મેટલ યુનીવર્સીટી, સિંથેટીક યુનીવર્સીટી, કોટન યુનીવર્સીટી, પોલીસ્ટર યુનીવર્સીટી, એરોનેટીક યુનીવર્સીટી, હાર્ટ યુનીવર્સીટી, કિડની યુનીવર્સીટી, લીવર યુનીવર્સીટી, ગાયનેક યુનીવર્સીટી, ઓર્થોપીડીકયુનીવર્સીટી, ગુજરાતી યુનીવર્સીટી, હિન્દી યુનીવર્સીટી, સીંગર યુનીવર્સીટી, મ્યુજીક યુનીવર્સીટી, કુકિંગ યુનીવર્સી, ફર્ટીલીટી યુનીવર્સીટી, લેધર યુનીવર્સીટી, પેપર યુનીવર્સીટી, ઇન્ફોટેક યુનીવર્સીટી વગેરે જેટલા વિષયો હાથમાં આવે તેટલી યુનીવર્સીટીઓ બનાવી નાખો તેના ખાત મુહર્ત અને લોકાપર્ણ માટેના ભવ્ય મેળાવડાઓ અને કાર્યક્રમો કરીને લોકોમાં લોકપ્રિય બનો. શિક્ષણનો ધંધો થશે પછી પ્રજાને શિક્ષણની ખરી કિમંત સમજાશે અને તમારી સરકારની પણ કિંમત વધશે તમે આંતરરાષ્ટ્રીય સ્તરની શિક્ષણ વ્યવસ્થાનો વિકાસ કરી રહ્યા છો તેથી તમારી સમગ્ર દેશમાં પ્રખ્યાતી થશે.    

ગુજરાતમાં પટેલો આજે આર્થીક રીતે અને સંગઠનની રીતે બળવાન છે તેથી સરદાર પટેલના નામે બધા નામાનિધાન કરવામાં આવે છે અને દુનિયાનું સૌથી ઉંચુ પુતળું સરદાર પટેલનું ગુજરાતની પ્રજાના ખર્ચે બનાવાશે તેમ તમારા રાજ્યની આર્થીક અને સંગઠનની રીતે સાધન સંપન્ન જ્ઞાતિના જે રાષ્ટ્રીય અગ્રણી મર્યા હોય તેના રોડ રસ્તા અને પુલો અને પ્રજાના ખર્ચે દુનિયાનું ઉંચામાં ઉંચુ પુતળું બનાવવાની જાહેરાત કરીને તેનો ખુબ પ્રચાર કરો.

                પૈસા પાત્ર હોય ને જે ગુંડાગીરી કરી શકે અને બળજબરીથી ધારેલા કામો કરી શકતા હોય તેવા લોકોને પક્ષમાં ઉંચા હોદા આપીને તમારા રાજકારણમાં સતત સક્રીય રાખો. જો પ્રજાને વધુ શક્તિશાળી બનવા દેશો તો તે રાજકારણને ફગાવી દેશે લોકોમાં રાજકીય જાગૃતી ના આવી જાય તેના માટે અવારનાર સરકાર વિરોધી એટલે કે તમારા રાજકારણમાં ગાબડા પાડી શકે તેવા તવોને સમયસર સામ દામ દંડથી કટ ટું સાઇઝ કરતા રહો.

        સમાજના પ્રખ્યાત અને વધુ અનુયાયીઓ ધરાવતા સાધુ સંતો અને આશ્રમોના વડાઓને તમારી સાથે રાખો જે કાર્યક્રમોમાં ધાર્મીક રીતે રાજ્યમાં અને દેશમાં જાણીતા અને લોકપ્રિય હોય તેવા ભગવાધારીઓ અને યોગાચાર્યો અને તમારી સરકાર અને કામગીરીની વાંરવાર પ્રંશસા કરતા કથાકારોને પણ તમારી સાથે જોડાયેલા રાખો કલાકારો અને અને બીજી રીતે સામાન્ય જનસમાજ ઉપર પોતાના વ્યક્તિત્વનું પ્રભુત્વ ધરાવતા 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: