Posted by: rajprajapati | 22/05/2011

દાન બંધ કરો તો પણ ભ્રષ્ટાચાર દૂર થાય

દાન બંધ કરો તો પણ ભ્રષ્ટાચાર દૂર થાય.

પોતે પોતાનો ભ્રષ્ટાચાર દુર કરો.

દેશમાંથી બધો ભ્રષ્ટાચાર દુર થઇ જશે.

               બધા સમજે છે કે આર્થીક ગેરરીતીઓને ભ્રષ્ટાચાર કહેવાય છે પણ હક્કિતમાં તો ભ્રષ્ટાચાર એક માનસીકતા છે તે વાતો કરવાથી કે ભાષણો કરવાથી અથવા તો કાયદાઓથી દુર કરી શકાય નહીં ભ્રષ્ટાચાર દુર કરવા માણસની સામાજીક અને આધ્યાત્મીક માન્યતાઓ અને લઘુતાગ્રંથીઓને એક સાથે  દુર કરવી પડે છે. ભ્રષ્ટાચારની માનસીકતાઓ વ્યવહારમાં આવે ત્યારે આપણને એવું લાગે કે બીજા ભ્રષ્ટ કામ કરી રહ્યા છે પણ તેના માટે આપણે પણ થોડા ઘણા અંશે જવાબદાર છીએ.

દરેક પ્રકારનો ભ્રષ્ટાચાર આપણા પોતાનાથી શરૂ થતો હોય છે અને તેનું કારણ આત્મવિશ્વાસનો અભાવ છે દરેક માણસ સ્વભાવે આળસુ અને મનોરંજનનો ચાહક હોય છે. દરેક માણસ કાંઇપણ કર્યા વિના બધી સમૃધ્ધી પામીને સર્વે સુખોથી જીવવાની ગળથુંથી પી ને જીંદગીની શરૂઆત કરે છે અને તેથી તે સ્વાર્થી વૃતીથી સામાજીક અને જીવનના બીજા વ્યવહારો કરતા રહે છે આમ દરેક માણસમાં વધતે ઓછે અંશે ભ્રષ્ટાચાર તો રહેલો છે. ઘરમાં રહેલા થોડા લોકો સાથે મતભેદ અને થોડા લોકો સાથે મનમેળ હોવો તે પણ માણસ તરીકેની સ્વાર્થ વૃતીનો એક સ્વભાવ છે જેને આપણે પારીવારીક ભ્રષ્ટતા કહી શકીએ છીએ. આવી રીતે દરેક માણસ સ્વાર્થવૃતીના જન્મજાત સ્વભાવને કારણે સમાજીક અને રાજકીય બાબતે પણ થોડે ઘણે અંશે ભ્રષ્ટ હોય છે જેના પરીણામે લોકશાહીમાં ભ્રષ્ટતા હોવી સર્વસામાન્ય છે તેમાં પણ ભ્રષ્ટાચાર તો રાજકારણનો પર્યાય છે. આપણે જેને રાજકારણ કહીંએ છીએ તે રાજકારણ નહીં ભ્રષ્ટાચાર કહેવાય છે આમ પણ જ્યાં સુધી માણસ જાતે પોતાનો સ્વભાવ ના બદલે ત્યાં સુધી કોઇપણ પ્રકારનો ભ્રષ્ટાચાર દૂર થઇ શકે નહીં.

આપણો ભારત લોક્શાહી રાષ્ટ્ર હોવાથી અહીં કોઇપણ માણસ પૈસાથી મળતી સુવિધાઓને સુખ અને સંપતિ માને છે પૈસાથી સતા મળે છે ભ્રષ્ટ સામાજીક વ્યવસ્થાઓ અને સરકારી તંત્રની ભ્રષ્ટતાઓને કારણે પૈસો એક સમાજીક શક્તિ છે આથી દરેક માણસ વધુને વધુ પૈસા મેળવવા માટે જેમ જેમ તક મળતી જાય તેમ વધુને વધુ ભ્રષ્ટ થતો જાય છે. કોઇ માણસને જે સ્થિતીમાં સંતોષ નથી અને જ્યાં સુધી માણસ પોતાની સ્થીતી પ્રમાણે સંતોષથી જીવવા માટે માનસીકતા કેળવશે નહી ત્યાં સુધી સમાજ વ્યવસ્થાઓ કે કોઇપણ પ્રકારની તંત્ર વ્યવસ્થાઓમાંથી ભ્રષ્ટાચાર દૂર થઇ શકશે નહીં ભ્રષ્ટાચાર નામનો કોઇ નવો વ્યવહાર હોતો નથી પણ આ એક સામાજીક પ્રણાલી છે પૈસા લઇને કામ કરો અને પૈસા આપીને કામ કરાવો. બધી બાબતોમાં માધ્યમ તો પૈસા છે. આપણી પાસે પૈસા હોવા જોઇએ પૈસા વિનિમય શક્તિ છે અને પૈસા થકી સમાજનો તમામ વ્યવહાર ચાલતો હોય છે. ખોટું કામ કરવા જેમ આર્થીક વ્યવહાર કરવો જરૂરી છે તેમ સાચુ કામ અટકે નહી અને સમયસર સફળ થાય તે માટે પણ પૈસા આપીને વ્યવહાર કરવો જરૂરી છે.

ભ્રષ્ટાચારનું કોઇ એક સ્વરૂપ હોતું નથી માણસમાં નૈતિકતા અને પ્રમાણિકતા ઘટતી જાય તેમ તેમ તેના જીવન વ્યવહારમાં ભ્રષ્ટતાનું પ્રમાણ વધતું જાય સફળતા અને સમૃધ્ધી મળતી હોય તો કોઇપણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવા દુનિયાનો દરેક નાગરીક હંમેશા તૈયાર રહેલો છે.

        સમાજમાં વ્યાપ્ત તમામ પ્રકારના ભ્રષ્ટાચારમાં રાજકીય ભ્રષ્ટાચાર દેશની તમામ પ્રજા અને દરેક નાગરીક માટે વ્યક્તિગત રીતે સૌથી વધુ ખતરનાક અને નુકશાન કરતા હોય છે આજે ભારતના દરેક રાજકીય પક્ષો અને રાજકારણીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને એજ ભારતની રાજનીતિ છે જેને સમાજના દરેક માણસે સ્વિકારી છે શિક્ષિત અને અશિક્ષિત એમ બને પ્રકારના નાગરીકોને આજ સુધી સતત રાજકારણ અને ભ્રષ્ટાચાર ગમ્યા છે અને જાહેર જીવનમાં ભ્રષ્ટાચારથી આગળ આવેલા સફળ ભ્રષ્ટાચારીઓને લોકો મત આપીને પોતાના અધિકારોની શક્તિઓ આપી રહ્યા છે તેમાં કોઇને પણ કયારેય ક્ષોભ થયો નથી કે કોઇએ મતદાન કરતા પહેલા સમાજમાં અને સરકારી એટલે કે સાર્વજનીક તંત્ર વ્યવસ્થામાં પ્રવર્તીત થઇ રહેલી ગેરરીતીઓ અને ભ્રષ્ટાચારને વિશે નિખાલસતાથી વિચાર્યુ નથી કારણ કે તે સમયે દરેક મતદાતા પોતાને સૌથી વધુ હોશિયાર સમજતા હોય છે અને ભ્રષ્ટ રાજકીય પક્ષના ઉભા કરેલા ભ્રષ્ટ લોકોને મત આપતા હોય છે આથી સરકારી તંત્રમાંથી કે સમાજની બીજી કોઇપણ જાહેર વ્યવસ્થાઓમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો ઘણો કઠીન છે.

        મારો ભ્રષ્ટાચાર મારે દૂર કરવાનો છે અને તમારો ભ્રષ્ટાચાર તમારે દૂર કરવાનો છે જ્યાં આપણા બંનેનું સાર્વજનીક હિત સમાયેલું છે એટલે કે સાર્વજનીક હિતો સમાયેલા છે તે બધી બાબતમાં મારે – તમારે અને આપણે સૌએ સાથે મળીને ભ્રષ્ટાતાઓ દૂર કરવી પડશે.

        રાજકારણમાંથી ક્યારેય ભ્રષ્ટાચાર દૂર થઇ શકતો નથી રાજકારણ ભ્રષ્ટાચારના પાયા ઉપર ચાલતું હોય છે રાજકારણ માટે રાજકીય પક્ષો કેવી રીતે પૈસા મેળવે છે અને કેવી રીતે વાપરે છે તેનો કોઇ કાયદો નથી. સરકારી તીજોરી એટલે કે પ્રજાની તીજોરીમાંથી અબજો રૂપીયાનો લાભ વાણિજ્ય ક્ષેત્રના મોટા લોકોને આપો તો તે રાજકીય પક્ષ માટે અને રાજકારણીના ઘર માટે કરોડોનું ફંડ આપે છે આમ રાજકારણ ચલાવવા માટે પ્રજાની તીજોરી અને પ્રજાની મિલ્કતો ખાનગી ધંધો કરતા લોકોને આપીને ફંડ મેળવતા રહી રાજનીતિ ચલાવવાની હોય છે આજ સુધીમાં ગરીબ ખેડૂતો કે શિક્ષકો અને મજદૂરોને બોલાવીને તેની સાથે સમિક્ષા કરીને કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે બજેટ બનાવ્યુ નથી. દરેક સરકારો પણ બજેટ બનાવવા માટે દેશના અને રાજ્યોના ઉદ્યોગપતિઓની પુછીને બજેટ બનાવે છે અને ઉદ્યોગપતિઓને અનુકુળ રહે તેમ બજેટ બનાવાય છે કરવેરાની જોગવાઇઓ અને બીજી તમામ નીતિઓ ઉદ્યોગઓને ફાયદો કરતાં હોય છે ભારતમાં પંજાબ સિવાય કોઇ સરકાર ખેડૂતો વિશે વિચારતી નથી રાજકારણીઓથી ચાલતી સરકારોનો આધાર પૈસાદાર લોકો હોય છે શ્રીંમતોને જેમ જેમ પ્રજાની તીજોરીમાંથી લાભ અપાવો તેમ તેમ તેની પાસેથી વધુને વધુ પૈસા ફંડરૂપે મળતા રહે છે. રાજકારણીઓના હાથમાં સતા હોય તો પણ તેના ઘરની સંપતિ વધારવા માટે સરકારી તીજોરીમાંથી પૈસાની સીધી ઉચાપત કરી શકતા નથી આથી ઉદ્યોગપતિઓને લાભ કરાવીને તેની પાસેથી પૈસા મેળવતા હોય છે. તેમાં પણ સીધુ ગણિત હોય છે 100 રૂપીયાના માલ સામે 30 રૂપીયા જેટલું ફંડ મળે છે જે કાંઇ નુકસાન થાય છે તે જાહેર મિલ્કતો અને પ્રજાની સાર્વજનીક તીજોરીમાં થાય છે આથી સામાન્ય માણસને તેની સીધી અસરો સમજાતી નથી એકલ દોકલ માણસને આ બાબતની કોઇ પણ ગંભીરતા હોતી નથી.

        બધા એમ કહેતા હોય છે કે સરકારી તીજોરીમાંથી ગમે તેટલો ભ્રષ્ટાચાર થાય તો એમાં અમારે શું જે કાંઇ લૂંટાય જાય તે સરકારનું જાય છે. લોકોને સરકાર એટલે કોણ તે પણ ખરેખર ખબર નથી હોતી. સરકાર પાસે પૈસા ક્યાથી આવે છે તે પણ સામાન્ય રીતે લોકોને ગંભીરતાથી સમજાયુ નથી હજી સુધી ભારતની લોકશાહીમાં 100 માંથી 70 લોકોને સરકાર એટલે કોણ છે તેની સમજણ નથી અને તેનો ભરપુર દૂરઉપયોગ રાજકારણીઓ અને ભ્રષ્ટાચારી લોકો કરી રહ્યા છે.

        ભારત લોકશાહી રાષ્ટ્ર તરીકેની છાપ ધરાવે છે પણ વાસ્તવિક્તામાં તો ભારત લોક્શાહી રાષ્ટ્ર નથી. કહેવા પુરતું લોક્શાહી છે પણ રાજ ચલવવામાં રાજાશાહીની જેમ પરીવારવાદ અને વંશ પરપંરા ચાલી રહી છે. લોકશાહીમાં એક માણસ બીજી વાર સતા ઉપર આવતો નથી કે તેના પછી તેના પરીવારનો કોઇ સતા ઉપર આવતો નથી લોક્શાહીમાં એક નો એક માણસ ફરી સતા ઉપર આવે તો ચોક્કસ ભ્રષ્ટાચાર થાય છે. પેઢી દર પેઢી એક પરીવારના લોકો રાજ સતા ભોગવતા રહે તો ભ્રષ્ટાચાર થાય છે અને આજે ભારતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે તેનું મુખ્ય કારણ પણ આ જ છે.

        જ્યા સુધી સામાન્ય મતદાર પોતાના મતની કિંમત સમજશે નહીં અને એક ના એક માણસને બીજી વાર મતદાન આપવાનું ચાલુ રહેશે ત્યાં સુધી આ દેશ ભ્રષ્ટ્રાચારમાં ફસાયેલો રહેશે. ભારતમાં જેટલી શક્તિઓ છે તે માત્ર બગાડ કરવામાં કામ આવે છે લોકોને પણ ચૂંટણી સમયે રાજકારણનો એટલો ખરાબ ચસ્કો લાગેલો હોય છે કે તેને બધા રાજકીય પક્ષો ગમે છે અને રાજકીય પક્ષો રાજકારણીઓ ચલાવે છે રાજકીય પક્ષો ભ્રષ્ટાચારથી ચાલે છે તો હવે તમે કહો કે ભ્રષ્ટાચાર ક્યાં છે અને કોણ દૂર કરી શકે છે… હક્કિતમાં તો ભ્રષ્ટાચાર આપણા જેવા તમામ સમાન્ય માણસોની માનસીકતા છે તેથી તે બીજા કોઇપણ ભાષણોથી કે આંદોલનોથી દૂર થઇ શકવાની નથી.

        માણસે પોતાની જાત ઓળખવાની જરૂર છે પછી નાત અને જાત વિશે વિચારવું જોઇએ. આજે રાજનીતિના ભ્રષ્ટ લોકોએ સમાજમાં નાત અને જાતના અનેક વાડા ઉભા કરી દિધા હોવાથી ચૂંટણી સમયે મતદારો પોતાની નાત અને જાતને સૌથી વધુ મહત્વ આપીને મતદાન કરે છે પોતાને જ્ઞાતિનો માણસ બદમાશ અને ભ્રષ્ટ હોવાનું જાણતા હોવા છતાં પણ લોકો પોતાની જ્ઞાતિના બદમાશને મતદાન આપીને ભ્રષ્ટાચારને માથે ચડાવે છે.

        ભ્રષ્ટાચારને દૂર કરવાની તમામ વાતો અને જનાઆંદોલન ઉફાણે ચડેલા ગરમા દુધ જેવા હોય છે વાસ્તવમાં કોઇ જન આંદોલનથી ભ્રષ્ટાચાર રતીભાર દૂર થયો નથી મોટે ભાગે ભ્રષ્ટાચાર વિરોધી લોકો આખરે સમાધાનકારી વલણ અપનાવીને ભ્રષ્ટાચારીઓ સાથે ભળી જતા હોય છે.

        હમણા હમણા દેશમાં ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે અનેક લોકો મેદાનમાં આવી રહ્યા છે કારણ કે લોકો ભ્રષ્ટાચાર દૂર કરવા વાળાને અહોભાવથી જોતા હોય છે દેશની પ્રજામાં લોક્પ્રિયતા મેળવવા માટે ભ્રષ્ટાચાર ના વિરોધમાં જાહેર કાર્યક્રમો કરવાની દેશભરમાં એક ફેશન ચાલી છે  પ્રજાને પણ ચૂંટણી સમયે થાય છે તેવો ભ્રમ છે કે આંદોલનો અને ઉપવાસો કરવાને કારણે દેશભરના રાજકારણીઓ રાતો રાત સુધરી જશે.  જેને સતા આપવા માટે તમે જ્ઞાતી અને જાતીના ગણીત માંડ્યા હોય તે બદમાશો કોઇ કાળે સતા છોડીને દેશને ભ્રષ્ટાચારથી મુકત કરી દેશે તે પણ શેખચલ્લી જેવી માનસીકતા છે.

        ભ્રષ્ટાચાર ત્યારે દૂર થઇ શકશે જ્યારે દરેક મતદાર ને સમજાશે કે તે દરેક ચીજ વસ્તુઓ ઉપર  તે પોતે રોજના કેટલા કરવેરાઓ સરકારી તીજોરીમાં જમા કરી રહ્યો છે અને તેના દરેક ચૂંટણીના એક મતની વાસ્તવિક કિંમત કેટલી છે……

        સામાન્ય રીતે ભ્રષ્ટાચાર દૂર કરવાની એક માત્ર ચાવી એ છે કે  દરેક મતદાર કોઇપણ જ્ઞાતી અને જાતી કે કોમ ને ધ્યાને લીધા વિના  અને કોઇ પણ રાજકીય પક્ષમાં ના હોય તેવા  બિનરાજકીય ઉમેદવારને મતદાન આપવાનો સંકલ્પ કરશે.

        આપણા ભારતનો માણસ રોજે રોજે કેટલા કરવેરા ભરી રહ્યો છે તેની ગણતરી કરતો થશે ત્યારે આપોઆપ ભ્રષ્ટાચાર પણ દૂર થતો જશે… નબળી માનસીકતાના કારણે ભ્રષ્ટાચાર વધુ ને વધુ પ્રભાવી બનતો ગયો છે અને આજે તે દરેક સ્થાને એક વ્યવહાર બની ગયો છે.

        ‘’ભલે ને બીજા લોકો ભ્રષ્ટાચાર કરે’’ તે વાક્ય બોલાતું અને સંભળાતુ હંમેશા માટે બંધ થાય અને ક્યાંય પણ ભ્રષ્ટાચાર ની ખબર પણ પડે તો સફાળા જાગી જાય અને તેને ડામી દેવા કટીબધ્ધ થશે ભ્રષ્ટાચારીને તત્કાલ સજા આપવામાં આવશે ત્યારે ભ્રષ્ટાચાર પણ આપોઆપ નાબુદ થશે… દેશમાં મુર્ખાઓનો પણ પાર નથી નજીવી મહેનતથી રાતોરાત પૈસાદાર થવા અને પ્રજા ઉપર રાજ કરવા માટે સસ્તું અને સારૂ જો કાંઇ હોય તો તે ભ્રષ્ટાચારની આપણા દેશની પ્રણાલીકા છે.

        આજે પણ અંગ્રેજોના ગુલામ જેવી આપણી માનસીકતા દૂર થઇ નથી આજે પણ સરકારી નોકરીયાતોને આપણે આપણા સાહેબ બનાવીને બેઠા છીએ. જે માણસ સરકારી તીજોરીનો પગાર લેતો હોય અને પ્રજાની સેવા માટે નોકરી પર રાખવામાં આવ્યો હોય તે માણસ પ્રજાનો સાહેબ એટલે કે પ્રજાનો હાકેમ કેવી રીતે હોય શકે… સરકારી નોકરીયાત પ્રજાનો નોકરીયાત છે તેની જવાબદારી છે કે તે  નીતિ નિયમ અને કાયદા પ્રમાણે તંત્ર વ્યવસ્થાઓ દ્વારા પ્રજાની સેવા કરે પરંતુ આજે પણ આપણે સરકારી અધીકારીઓને સાહેબ કહીને આપણા સતાધીશ ગણી રહ્યા છીએ. જેને “ ગવર્નમેન્ટ સર્વન્ટ’’ કહેવાય તેને બીજા કોઇ માનવાચક સંબોધન કરી શકાય પણ આપના સાહેબ તો ના કહેવાય.

                એક તરફ આપણા દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો કરવાની ફેશન ચાલી છે તેમ ધર્મનો ધંધો પણ અતિવિકાસ પામ્યો છે હિન્દુ સમાજ વ્યવસ્થામાં ક્યાંય એકતા રહી નથી સંખ્યાબંધ સંપ્રદાયો અને કથાકારોએ અંધશ્રધ્ધાના દરીયામાં સ્ટીમ્બરો ચલાવીને જલ્સા કરી રહ્યા છે ટેમ્પલ ઇન્ડસ્ટ્રીઝ અથવા તો આશ્રમ ઇન્ડસ્ટ્રીઝ પણ આ દેશની ભ્રષ્ટ સમાજ વ્યવસ્થા માટે જવાબદાર છે દાન નો મહિમા વગાડીને કરાતા ધર્મના વ્યાપારમાં આજે ટેકસ ફ્રી આવકથી હજારો લોકો રંગબેંરગી વેશભુષા પહેરી લાલચુ લોકોને ધુતી રહ્યા છે. કથાઓ કરીને પણ મોટો વકરો કરવામાં આવી રહ્યો છે. ગુરૂજીઓ ને માટે અંધ્ધશ્રધ્ધાળું ઓ માથા આપી દેવા તૈયાર હોય છે

        ધર્મની સાચી સમજણ તો બહુ ઓછા લોકોને હોય છે બાકી દિવાલમાં છાણા થાપીને લોકોને કહેવામાં આવી રહ્યુ છે કે ઇશ્વરની કૃપાથી ભેંસ દિવાલ ઉપર ચડીને પોદળા કરી રહી છે સંપ્રદાયોના વડાઓ અને ગુરૂજીઓને સમાજમાં અને તંત્ર વ્યવસ્થામાં વ્યાપક રીતે ફેલાયેલા ભ્રષ્ટાચાર સામે કોઇ વિરોધ નથી તેને તો પોતાના માટે વધુને વધુ દાતાઓ મળી રહે તે જોવાનું હોય છે.

        ધર્મ ના નામે સમાજને લુંટવામાં આવી રહ્યો છે ગઇ સદી ના સો વર્ષોમાં જુદા જુદા પ્રકારની કરોડો કથાઓ અને ધર્મ સંમેલનો થયા અને તેના પ્રતાપે લોકોની માનસીકતામાં વધુને વધુ ભ્રષ્ટતાઓ ફેલાય છે લોકોને હથેળીમાં રામ અને કૃષ્ણના દર્શન કરાવી દેનારાઓનો પણ આ દેશમાં અભાવ નથી.

        આ બ્લોગમાં આધ્યાત્મિક લેખો છે spiritual category માં અનેક લેખો છે તેમાં ધર્મની વાસ્તવિકતાને બહુ નજીકથી સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે આપ એકાગ્રતાથી વાંચીને ઘણી બાબતો ને નવી દષ્ટિથી વિચારી શકશો.

        બીજા બધા સમાજોને દરેક બાબતમાં ચોક્ક્સતા છે જ્યારે હિન્દુ સમાજના સંપ્રદાયોમાં અનેક પ્રકારની ભીન્નતાઓ અને વિરોધાભાષ જોવા મળે છે બધાની આરતીઓ અને સ્તુતિઓ જુદી છે બધાની આરતીના સમય અને તેની સમય મર્યાદાઓ પણ જુદી છે. દરેકની વેશભુષાઓ જુદી છે પણ દરેકની એક વાત જ સમાન છે કે બધા દાન લેવા માટે અનેક પ્રકારે સક્રિય છે. અને આ બધા સંપ્રદાયોનો પહેલો લક્ષ મહિલાઓ છે સ્ત્રીઓની સંવેદનાઓ ઉપર ધર્મના ધંધાદારીઓનો આધાર છે.દાન કરવાથી પાપ ધોવાય જાય છે અને પુણ્ય મળે છે વાત તદન જુઠી છે દાન કરવાથી સો ટકા પાપ થાય છે દાન કરે છે તેણે પાપ કર્યુ છે તે તેનું પ્રમાણપત્ર છે દાન કરો એટલે મફતનું ખાવાની એક આખી માનસીકતા પેદા થાય છે દાનથી પાપ થાય છે કારણ કે માનસ કર્તવ્યથી દૂર થાય છે અને વધુને વધુ મફતનું ખાતો અને મફતનું ભોગવતો થાય છેઅને વધુને વધુ શ્રીમંતોને પોતાના દાતા બનાવવા માટે વેશધારીઓ અનેક જાતના પ્રસંગોનું અયોજન કરીને ધનવાનોને કલાત્મક અને મોંઘીદાટ કંકોત્રીઓ મોકલીને આંમત્રીત કરીને મુરઘા બનાવાવની સ્પર્ધા કરી રહ્યા છે અને આ પ્રવૃતીઓનો ભોગ બનાનારી દેશની પ્રજાને સત્યથી બહુ દૂર ધકેલી દીધી છે.

        ભારતની સ્ત્રીઓ મંદોરો અને આશ્રમોમાં જવાનું બંધ કરે અને કથાઓ સાંભળવાનું બંધ કરી દે તો પણ સમાજમાં ઘણી પ્રમાણિકતા આવી જાય  છે. સંપ્રદાયોમાં ફસાયેલા લોકોને એટલી હદે ભ્રમીત થયા છે કે તેને ક્યા કર્મોથી પાપ થાયાને ક્યા ક્રમોથી પુણ્ય થાય તેનું કોઇ ભાન રહ્યુ  નથી.. સંપ્રદાયના વડાઓ સાથે જાહેરમાં બેસતા રાજકારનીઓ તરફ સામાન્ય માનસને વધુ આકર્ષણ થાય છે ધર્મના ધંધાર્થીઓ રાજકારણીઓનો પોતાના લાભાર્થે દુરઉપયોગ કરતા હોય છે જમીનો મેળવવા માતે સંપ્રદાયોને ભ્રષ્ટ રાજકારણીઓની ખુબ જરૂર હોય છે આમ એકબીજા ભેગા મળીને આ દેશની પ્રજાને ચુસી લેવા સિવાય વિશેષ કાંઇ કરી શકે તેમ નથી.

        ઘરમાં રહેલી મુર્તિમાં જે ભગવાન હોય તે ભગવાન આશ્રમ અને મંદિરની મુર્તિમાં ફસાયેલા હોય છે. જે લોકો બીજાને પુણ્ય કરાવે છે તે પોતે કેમ બધા પુણ્યો ભેગા કરીને સીધા સ્વર્ગમાં ભગવાનના ઘરે રહેવા નથી જતા…….?

       हजारो साल बादकी बाते या कथाओ से आजके समाजको कोइ फर्क नहीं पडता सिर्फ धर्मका धंधा करने वालोको शहेनशाही भुगतने को मीलती हे आजके समयमे कथाओ का बहुत बडा धंधा सफल हुआ हे तो टीवी चेनलोमे कथाओ का प्रसारण करवाने के लीये कथाकारोकी लंबी लाइन लगी रहेती हे.. अपने घरके सदस्यो और निजी लोगोका ट्रस्ट बनाके टेक्स फ्री धंधा करके कथाकारोने अरबो रुपीयोकी धनराशीका दान अंधश्रध्धालुओकी जेबसे बटोरे हे….

       ભ્રષ્ટાચાર દૂર કરવા અને સમાજમાં ધર્મની સાચી સમજણ લાવવા માટે દરેક માણસે એક માણસને બીજી વાર મત દાન કરવું નહી અને ઘરની સ્ત્રીઓને મંદિરો. આશ્રમો અને કથાઓથી દૂર રાખવી અને કોઇએ પુણ્ય કમાવાની લાલચમાં કોઇપણ દાન કરવું નહીં જે ભિક્ષુક દરવાજે સમયસર ભોજનના સમયે આવે તો જે ઘરમાં ખાવાનું હોય તે પ્રેમથી જમાડજો પણ કોઇ માણસને કોઇપણ પ્રકારના શુભકાર્ય માટે ફૂટી કોડીનું રોકડ દાન આપવું નહી…

        દાન આપવાનું બંધ થાય તો બધો ભ્રષ્ટાચાર બંધ થાય તેમાં કોઇ શંકા નથી… તમે તમારી જાતને પુછો ને કે તમે શા માટે દાન આપો છો.. સ્વાર્થવૃતીથી બીજા હક્ક્નું જો તમે લીધુ નથી તો દાન શા માટે કરો છો..તમે પુરુષાર્થ વિના બુધ્ધીથી બીજાના હક્કનું કે સાર્વજનીક ઉપયોગનું લીધુ છે તેના પાપ ધોવાની લાલચે તમે દાન કરતા રહો છો જે કોઇ અપકર્મો કરતા નથી તો દાન શા માટે કરો છો તે તમારી જાતને પુછી લો….

        આમ ભ્રષ્ટાચાર બહારની દુનિયામાં નથી પણ દરેક માણસની સ્વાર્થવૃતીને કારણે એક માનસીકતા બની ગયેલો છે અને તેનો રાજકારણીઓ અને સંપ્રદાયો થકી વેશધારીઓ ધનવાન થવા અને જાહોજલાલી ભોગવા ભરપુર દૂરઉપયોગ કરી રહ્યા છે.

        કોઇપણ રાજકીય પક્ષ ગમે તેટલા પ્રમાણીક અને સજજન માણસને ઉમેદવાર તરીકે મુકે તો પણ તેને બીજી વાર મતદાન આપવું નહીં અને જેના કુટુંબનો એકપન સભ્ય ગમે ત્યાં ચૂટાયેલો હોય તે કુટંબના બીજા સભ્યને પણ મતદાન આપવું નહીં..કોઇપણ પ્રકારનું દાન આપવાનું લોકો સંદતર બંધ કરી દેશે તો દેશની તંત્ર વ્યવ્સ્થાઓ અને સમાજની બીજી બધી સામાજીક વ્યવ્સ્થાઓ માંથી કાયમી ધોરણે ભ્રષ્ટાચાર નાબુદ થશે.   સાર્વજનીક મિલ્કતો અને મફતની દાનની જાહોજલાલી બંધ થાય એટલે બધાને ફરજીયાત પુરુષાર્થ કરવો પડશે ને આપોઆપ સારા રસ્તાઓનું નિર્માણ થશે તેમજ લોકોને સમાજ વ્યવસ્થાઓ અને તંત્ર વ્યવ્સ્થાઓ પ્રત્યેની તેની જવાબદારીઓની સાચી સમજણ પણ કેળવાતી જશે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: