Posted by: rajprajapati | 14/05/2011

ગુજરાતનો અનિયમિત વિકાસ

આદરણીય શ્રીમતિ કમલા બેનીવાલજી

માનનિય રાજ્યપાલશ્રી

ગુજરાત રાજ્ય.

રાજભવન.

ગાંધીનગર.

તારીખ 10/05/2011

રૂબરૂ


વિષયઃ- ગુજરાત અનિયમિત વિકાસને નિયમિત કરવા બાબતના વિધેયક 2011 સામેની જાહેર હિતની તારીખ 30/03/2011 ની અપીલ બાબતે વિસ્તૃત રજુઆત.

સંદર્ભઃ- અરજદારની તારીખ 30/03/2011 અને 06/05/2011 ની અપીલ   અન્વયે.

માનનિય રાજ્યપાલશ્રી.

જયભારત.

       સવિનય જણાવવાનું કે તારીખ 28/03/2011 ના રોજ ગુજરાત વિદ્યાનસભામાં ગુજરાત અનધિકૃત બાંધકામને નિયમિત કરવા બાબત વિધેયક 2011 સર્વ સંમતિથી પસાર કરવામાં આવેલ છે જે બાબતે અમો અરજદારે તારીખ 30/03/2011 ના રોજ આપ સાહેબશ્રી સમક્ષ વિધેયકની સુધારણા અને જાહેર પ્રજાની સમિક્ષા માટે મુકવાની જાહેર અપીલ દાખલ કરેલ છે તે બાદ સંબધિત વિભાગના મંત્રીશ્રી અને અધિકારીશ્રીઓએ આપની મુલાકાત લીધેલ છે તે બાદ તારીખ 02/05/2011 ના રોજ અમો અરજદારે આપ સાહેબ સમક્ષ રૂબરૂ વિસ્તૃત રજુઆતો કરવા માટે સમય આપવાની માંગ કરેલી છે.

       આથી અમો અરજદારને સમયસર રૂબરૂ રજુઆત માટે તથા આ સાથે આપેલ તે બાબતના મુદાઓને ધ્યાને લેવા અને રાજ્યપાલશ્રીને કક્ષાએથી તે બાબતમાં વિગતવાર અન્ય કાયદાઓ અને તેની અન્યાયી અસરો વિશે સમિક્ષા હાથ ધરીને વિધેયકને ફરી સુધારણા માટે આગામી વિદ્યાનગૃહમાં પરત મોકલવામાં આવે તેમજ આ અસમાજીક અને અન્ય કાયદાઓનું ખંડન કરીને સતાનો દૂર ઉપયોગ કરીને વિધેયક લાવવા બદલ ભારતના મહામહિમ્ન રાષ્ટ્રપતિશ્રીને આ બાબતે જાણ કરવામાં આવે તે જરૂરી છે.

મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓમાં હંગામી ભરતી કરાયેલા વર્ષો જુના કર્મચારીઓને વાસ્તવિક મોંઘવારી પ્રમાણે પગાર મળતો નથી આથી શહેરી વિકાસ વિભાગ નીચેના મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓમાં ફરજીયાત ભ્રષ્ટાચાર કરવો પડે છે. જુના કર્મચારીઓને ઉંમરને કારણે હવે બીજી નોકરી મળી શકે તેમ નથી તેથી હજારો કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જેના પરીણામે રાજ્યના શહેરી વિકાસ વિભાગ વ્યાપક ભ્રષ્ટાચારનું માધ્યમ બનેલ રહેલ છે.

 આ સરકારના સમયમાં પ્રવર્તમાન બી.પી. એમ. સી. એકટની જોગવાઇઓ અનુસાર સંખ્યાબંધ પ્રમાણમાં 260 (1) અને260 (2) અન્વયેની કમીશ્નરોની નોટીસો અનિયમિત બાંધકામોને પાઠવવામાં આવી છે જેનો કોઇ અમલ કરવામાં આવેલ નથી આવી નોટીસઓ આપીને માત્ર અને માત્ર રીશ્વત લેવામાં આવી છે અને રાજ્યના વિવિધ કક્ષાના ન્યાયાલયોમાં હજારોની સંખ્યામાં સિવિલ કેસો ચાલી રહ્યા છે અને તેના માટે વાદીઓ અને પ્રતિવાદીઓના કરોડો રૂપીયાનો ખર્ચ થઇ ચુકેલો છે.

રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ  બી.પી. એમ. સી. એકટની જોગવાઇઓનો દૂરઉયોગ કરીને કાર્યવાહી કરતા રહ્યા છે અને તેને કારણે રાજ્યકક્ષા સુધી અહેવાલ અરજીઓ કરવા છતાં રાજ્ય સરકારે રાજ્ય સેવકો સામે અને અનિયમિત બાંધકામોને અટકાવવાના કોઇ પરીણામદાયી પગલા લીધેલા નથી જે રાજ્ય સરકારના બદઇરાદાઓને સાબિત કરે છે.

જાહેર રસ્તાઓ ઉપર કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં રોજે રોજે સંખ્યાબંધ લોકોનું આવાગમન થતુ હોય છે અને આવા કોમ્પલેક્ષોની સામે અને બાજુની સાઇડમાં પુરતુ વાહન પાર્કિગ રાખવામાં આવેલ નથી આથી દરેક શહેરોમાં ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યા પેદા થયેલી છે ઇમ્પેકટ ફી ના કાયદાથી આ સમસ્યા કાયમી બની રહેનાર છે. બાંધકામો નિયમિત કરવામાં આવે પછી પણ જાહેર બજારોમાં આવતાં વાહનોને રાખવા માટેની વ્યવસ્થા માટેની ખુલ્લી જ્ગ્યાઓ ખરીદવાની અને જરૂરત સમયના જાહેર પાર્કીંગ માટેની કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવશે તે સ્પષ્ટ થતું નથી.. કોઇપણ જાતના નિયમો પાળ્યા વિના શહેરોના વાણિજ્ય વિસ્તારોમાં બનાવાયેલા બાંધકામોમાં જાહેર વાહન પાર્કીંગની જ્ગ્યાઓ કરવી પડે તેમ છે તે જગ્યાઓ ખરીદવાની આ વિધેયકમાં કોઇ જોગવાઇ કરવામાં આવી નથી સરકાર માત્ર અને માત્ર પોતાની ભ્રષ્ટતાને કારણે રાજ્યભરમાં ફેલાયેલી અનિયમિત બાંધકામને નિયમિત કરીને ભ્રષ્ટાચારને કાયદાનું સ્વંતંત્ર સ્વરૂપ આપવા માંગે છે તેના ઉદેશ્યો પણ વિધેયકમાં દર્શાવ્યા પ્રમાણે વિધેયકની હક્કિતોથી વિપરીત છે આથી આવિધેયક ના મંજુરીને પાત્ર તો છે પણ આવા કાયદાઓ લાવવા બદલ સરકારને બરખાસ્ત કરવાની તરફેણ તરફ લઇ જનાર છે.

જેટલા પણ શરતભંગ કરીને બાંધકામો કરવામાં આવ્યા છે તે ધંધાદારી રીતે વેચાણ કરીને વેચવામાં આવ્યા છે તે બાંધકામો કરનારાઓ અને બાંધકામની મંજૂરી લેનારને ગેરકાયદેસર બાંધકામ કરીને વેચી મારી નફો કરવા બદલ પાસાના કાયદા નીચે ફોજદારી કાર્યવાહી કરવાને બદલે રાજ્ય સરકાર પ્રજાના પ્રતિનિધિત્વની લોક્શાહીની બહુમતિ ધરાવતી સરકારની સતાનો દૂરઉપયોગ કરી રહી છે.

બાંધકામની મંજુરી આપવાની અને બાંધકામો શરત પાલન કરીને કરવામાં આવે છે કે નહીં તે બાબતનું નિયત્રંણ રાખવાની તમામ જવાબદારીઓ નગરપાલીકાઓ અને મહાનગરપાલીકાઓના કાર્યપાલક એન્જીનીયરો, નાયબ એન્જીનીયરો, ચીફ સર્વેયરો અને અન્ય સર્વેયરોની રહેલી છે. જેટલા પણ બાંધકામો થયા છે તેમાં અનેક ગેરરીતીઓ આચરવામાં આવી છે તેમાં સૌથી વધુ ગુનેગાર તો નગરપાલીકાઓ અને મહાનગરપાલીકાઓના રાજ્યસેવક તરીકે પગાર ભથ્થા મેળવતાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સીધા જવાબદાર છે તેની સામે શહેરી વિકાસ મંત્રાલયે કોઇપણ કાર્યવાહી કરેલ નથી.

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ફરજમાં ગુનાહિત બેદરકારી રાખે અને જાહેરહિતને નુકસાન કરતી કાર્યવાહી કરે તેના માટે બી.સી.એસ.આર.- એન્ટી કરપ્શન એકટ અને પ્રિવેન્શન ઓફ એન્ટીસોશીયલ એકટીવીટીઝ એકટની પુરતી જોગવાઇ રાજ્ય સરકાર અને ભારત સરકારમાં અમલમાં રહેલી છે ઇમ્પેકટ ફી નો કાયદો લાવનાર શહેરી વિકાસ મંત્રી અને તેના મંત્રાલય દ્વારા એકપણ કેસમાં પ્રવર્તમાન કાયદાઓનો અમલ કરીને ગેરરીતી તથા ગેરકાયદેસર બાંધકામો બાબતમાં યોગ્ય કાર્યવાહી ના કરવા બદલ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ સામે પગલા લીધેલા નથી પણ તેના ભ્રષ્ટાચાર અને ગુનાહિત પ્રવૃતીઓને સરકારે સતાનો દૂર ઉપયોગ કરીને છાવરવાનો અને તે પ્રવૃતીને કાયદેસર કરવાનો કાયદો લાવીને લોક્શાહીના લોકપ્રતિનિત્વના આદર્શોનો જાહેર ભંગ કરેલો છે. કાયદાઓ અમલમાં હોવા છતાં તેનો અમલ કરવામાં આવેલ નથી પણ ભવિષ્યમાં ભ્રષ્ટાચાર કરનારા સામે કાયદો લાવવાની વાતો કરીને વિદ્યાનગૃહમાં  જાહેર પ્રજા સમક્ષ ખોટી બાંયેધારી આપવામાં આવેલી છે

ઇમ્પેકટ ફી ના વિધેયકને વિદ્યાનસભામાં ગૃહના બધા સભ્યોએ સર્વસંમતિથી પસાર કરેલ છે તેથી પ્રજાના મતાધિકારથી મળેલી લોકપ્રતિનિધત્વની સતાનો દૂર ઉપયોગ કરીને સ્થાયી રીતે કાયમી ધોરણે જાહેર હિતને નુકસાન કરતાં ગેરકાયદેસર બાંધકામો કરનારાઓ સામે ચાલુ અને પ્રવર્તમાન કાયદાનો વાસ્તવિક અમલ કરવાને બદલે સરકારી તંત્ર વ્યવસ્થાઓને ભ્રષ્ટ કરનારા અધિકારીઓ. કર્મચારીઓ અને ગેરકાયદેસર બાંધકામો કરીને વેચાણ કરતાં લોકોની વ્યાપક ગુનાખોરીને રાજ્ય સરકારના સતાધીશ પક્ષના સભ્યો અને વિરોધપક્ષના સભ્યોએ સતાનો જનહિતને નુકસાન કરતો કાયદો લાવીને રાજ્યની પ્રજા સામે વિશ્વાસઘાત સમાન કૃત્ય કરેલું છે…જેથી વિવિધ અસરો અને વ્યાપક જન હિતમાં રાજ્યના બંધારણીય વડા માનનિય રાજ્યપાલશ્રી દ્વારા ભારતના મહામહિમ્ન રાષ્ટ્રપતિશ્રી સમક્ષ રાજ્ય સરકારને બરખાસ્ત કરવાની ભલામણ કરવા જાહેર હિતમાં અપીલ કરવામાં આવે છે.

ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2011. ની કલમ 11 માં પ્રસિધ્ધ કર્યા મુજબ આ કાયદો અમલ આવ્યા બાદ જે બાંધકામને નિયમિત કરવામાં આવે તે બાંધકામની બાબતના તમામ કોર્ટ કેસોને ફેસલ એટલે કે આપોઆપ રદ ગણવામાં આવનાર છે જે રાજ્યના તમામ ન્યાયાલયો અને ન્યાયધિશોની ગરીમાને લાંછન લગાડનાર કાયદો બની રહેનાર છે. જો ન્યાયાલયો અને ન્યાધિશોની ન્યાયીક કાર્યવાહીના હજારો કલાકોનું કોઇ મુલ્ય કે ગરીમા રહેતી ના હોય તો ન્યાયપીઠોની લોક્શાહી પ્રણાલીમાં કોઇ મહત્વા રહેતી નથી,  પ્રવર્તમાન કાયદાનું પાલન કરવાને બદલે નવો કાયદો લાવીને, સમગ્ર ન્યાય તંત્રનું જાહેર અપમાન કરવામાં આવી રહેલ છે. ન્યાયપીઠો અને ન્યાધીશોની કાર્યવાહીઓને ગેરકાયદેસર પ્રવૃતીને કાયદેસર કરતા કાયદાઓ લાવીને અપમાનજનક તથા ક્ષોભજનક પરીસ્થીતી કરવામાં આવતી હોય તો તે રાજ્યની અને સમગ્ર દેશની ન્યાય પ્રણાલિકાઓના અવમાન અને ઉલ્લંઘન સમાન છે, કાયદાઓનું પાલન કરવું નથી પરંતુ ગુનાહિત પ્રવૃતીને મદદ કરતા કાયદાઓ લાવીને ન્યાધિશોના હજારો કલાકોના સમયની કિંમત કર્યા વિના ન્યાયલાયોની ગરીમાને લાછનરૂપ કાયદા લાવવા પ્રયત્ન કરનાર રાજ્ય સરકારે દેશની ન્યાયપ્રણાલીકાઓ અને પ્રજાના મતાધિકારોની સતાનો દૂરઉપયોગ કરીને વિશ્વાસઘાત કર્યાનું ફલીત થાય છે

ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2011. માં અગાઉ તોડી પાડવામાં આવેલા અનિયમિત બાંધકામોને પણ આ કાયદાના અમલથી નિયમિતતાનો દરજ્જો મળી રહે અને તોડી પાડેલા બાંધકામોનું સ્થાનીક બજારભાવથી તાત્કાલિક અસરોથી રોકડમાં વળતર ચુકવાની જોગવાઇ કરેલ નથી જે સાબિત કરેલ છે કે અનિયમિત બાંધકામ કરનારા જે લોકોએ સ્થાનીક અધિકારીઓને લાંચ આપી નથી અને સતાધીશોની શેહમાં આવેલા નથી તેઓના બાંધકામો તોડી પાડવામાં આવેલા છે અને જે લોકોએ અનિયમિત બાંધકામો કરવા રાજ્ય સરકારના શહેરી વિકાસના નિયત્રંણના અધિકારીઓને લાંચરૂશ્વત આપેલ છે તેના બાંધકામોને તોડી પાડવામાં આવેલા નથી. આથી સ્પષ્ટ રીતે ફલીત થાય છે કે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2011.નું વિધેયક માત્ર અને માત્ર રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો બદલ વ્યાપક ભ્રષ્ટાચાર કરીને કાયદેસર કરવા પ્રજા દ્વારા અપાયેલી સતાનો જાહેર દ્રોહ કરીને લાવવામાં આવેલ છે તેથી આ સરકાર અને આ વિધેયક રાજ્યના વિદ્યાનગૃહમાં સર્વસંમતિથી પસાર થયેલ હોવાથી વિધાનગૃહને જાહેર હિતમાં બરખાસ્ત કરવાની આવશ્યકતા સ્પષ્ટ થયેલી છે.  

ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2011. ની મુખ્ય જોગવાઇના મુદાનાં 3 ના પેટા નિયમ (1) અને (2) માં જણાવ્યા મુજબ રાજય સરકાર આ જોગવાઇઓથી અનિયમિત બાંધકામને કોઇપણ વિસ્તાર માટે સરકારી સતાધિશ સિવાયની અન્ય કોઇ બીજી વ્યક્તિની પણ નિમણુંક કરી શકશે. રાજ્યમાં બી.પી.એમ.સી. એકટ અને ગુજરાત શહેરી વિકાસ અધિનિયમ 1976 અમલમાં છે તેમજ મુંબઇ ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 પણ અમલમાં છે. બાંધકામો ઉપર નિયંત્રણ રાખવા માટે રાજ્યસેવકો નિમાયેલા છે તેની બેદરકારી બાબતમાં પગલા લેવા બી.સી.એસ.આર. એકટ અને એન્ટી કરપ્શન એકટ. ઉપરાંત પ્રીવેન્શન ઓફ એન્ટીસોશિયલ એકટીવીટીઝ એકટ પણ પ્રવર્તમાન છે આવા અનેક કાયદાઓ અને અધિનિયમોનું આ વિધેયકથી સંપુર્ણતઃ રીતે ખંડન કરવામાં આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં સંખ્યાબંધ રીતે અનિયમિત બાંધકામો કરવામાં આવેલા છે અને રાજ્ય સરકારે આ ગુનાહિત પ્રવૃતીને જાણી જોઇને છાવરેલી છે આ તમામ ભ્રષ્ટાચાર માત્ર લાંચ રૂશ્વત માટે કરવામાં આવેલ છે તે સ્પષ્ટ થાય છે અન્ય બિજી વ્યક્તિની મનસ્વી રીતે નિમણુંકની જોગવાઇ રાખીને વધુ ભ્રષ્ટાચાર આચરવાની રાજ્ય સરકારની નેમ ફલીત થાય છે.સરકારી રાજ્યસેવકોના સરકારી તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર કરીને અનિયમિત બાંધકામો થવા દેવામાં આવ્યા છે અને ફરી તે બાંધકામોને નિયમિત કરવા માટે ભ્રષ્ટાચાર કરવા માટે પણ મનસ્વી રીતે નિમણુંક આપવાની જોગવાઇ કરવામાં આવેલી છે આથી આ ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2011. માત્ર અને માત્ર ગુનાહિત અને ભ્રષ્ટ પ્રવૃતી માટે પ્રજાહિતનો દ્રોહ કરીને સતાનો ખુલ્લેઆમ દૂરઉપયોગ કરીને પસાર કરવામાં આવેલું છે તેથી લોક્શાહીની પ્રણાલીઓ અને રાષ્ટ્રના સંવિદ્યાન માટે દ્રોહજનક સાબિત થાય છે આથી આ રાજ્ય સરકાર લોક્શાહીના અને રાજ્યની પ્રજાના હિતમાં સમયસર બરખાસ્ત થાય તે જરૂરી છે.

બાંધકામના નિયમોનું ખંડન કરીને બાંધવામાં આવેલી ઇમારતો ધરતીકંપ જેવી કુદરતી આફતો સમયે તુટી પડે તો જાનહાની ના વળતરની સાથે મૃતકોના વારસદરોને તેની મિલ્કતની બજાર કિંમતો ચુકવવા માટેની કોઇ જોગવાઇ આ વિધેયકમાં કરવામાં આવેલી નથી. જે બાંધકામો બાંધકામના નિયમોથી વિરૂધ્ધ હોય તેને કોઇપણ પ્રકારના કાયદાઓથી નિયમિત કરી શકાતું નથી..જો રાજ્ય સરકાર બાંધકામના સામન્ય નિયમો અને એફ.એસ.આઇ. ના નિયમોનો ભંગ કરીને બાંધવામાં આવેલા બાંધકામોને નિયમિત કરતી હોય તો તે સરકાર તે મિલ્કતો અને તેનો ઉપયોગ કરનારાઓના જાનમાલની કિમંતો ચુકવવા માટે જવાબદાર રહેલી છે જે જવાબદારીઓ આ વિધેયકમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીએ કરેલ નથી. આ બાબત પુરવાર કરે છે કે રાજ્ય સરકાર અને વિધેયકને સર્વસંમતિથી પસાર કરનારા વિદ્યાનગૃહના તમામ સભ્યો રાજ્યની પ્રજાના જાનમાલ અને સુરક્ષા પ્રત્યે પણ ગુનાહિત માનસીકતા ધરાવે છે. આથી આ વિધેયક પસાર કરનાર વિધાનસભાને તાત્કાલીક અસરથી બરખાસ્ત કરવાની રાજ્યપાલશ્રી દ્વારા ભલામણ થવી આવશ્યક બની રહે છે.

આ ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2011. માં જાહેર રસ્તા ઉપર અને અન્ય રીતે જાહેર આવાગમનને અવરોધતા અનિયમિત બાંધકામોને નિયમિત કરવા બાબતે સ્પસ્ટતા કરવામાં આવેલી નથી તેમજ ભવિષ્યમાં રોડ રસ્તાના વિકાસ અને વિસ્તૃતીકરણ માટે આ અનિયમિતમાંથી નિયમિત થયેલા બાંધકામો નિયમિત કર્યા બાદ તોડી પાડવામાં આવશે કે તે બાંધકામો યથાવત રાખવવામાં આવશે તેની સ્પષ્ટ જોગવાઇઓ કોઇ ક્લમ કે મુદાઓમાં કરવામાં આવેલી નથી.

આ ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2011 માં વિધેયકની અસરો  કઇ તારીખથી કઇ તારીખની મુદત સુધી અમલમાં રહેશે તે સ્પષ્ટ કરેલ નથી આ વિધેયકની કોઇ સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવ્યાનું જણાય આવતું નથી. આ વિધેયક અનિયમિયત બાંધકામો કરીને વેચી મારી શહેરી વિકાસ વિભાગ અને રાજ્યની મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓના અધીકારીઓને રૂશ્વત આપનારા ધંધાદારીઓ માટે લાવવામાં આવેલું છે. અનિયમિતતાઓને નિયમિત કરવા બાબતના વિધેયક લાવવામાં પણ સમય મર્યાદાઓની કોઇ નિયમિતતા જાળવવામાં આવેલી નથી.

       જે લોકોએ બાંધકામની મંજુરી લઇને માત્ર પોતાના કુંટુંબ-પરીવારના રહેણાક માટે તેનો ઉપયોગ કરતાં હોય તેવા અનિયમિત્ત બાંધકામને નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી હોય  તો તે યોગ્ય હોઇ શકે છે ગેરકાયદેસર રીતે તમામ શરતો અને નિયમોનું ઉલ્લઘંન કરીને જેણે બાંધકામ કરેલ હોય તેમજ જેના નામથી બાંધકામની મંજુરી લેવામાં આવી હોય તેણે અનિયમિત બાંધકામ કરવાનો ગુનો કરેલો હોવાથી અનિયમિયતતાને નિયમિત કરવાની.. ઇમ્પેકટ ફી નો દંડ પણ તેને ભરપાઇ કરવાને બદલે ખરીદનારાઓને દંડ ભરવાની ક્રુર જોગવાઇ આ વિધેયકમાં કરવામાં આવી છે. અનિયમિત બાંધકામ કરવાનો ગુનો જેણે કર્યો હોય તેઓને દંડ થવો જોઇએ અને આર્થીક નફો પણ અનિયમિત બાંધકામ કરનાંરાઓને થયો છે તો ઇમ્પેક્ટ ફી નો દંડ પણ બાંધકામ કરનારા અને બાંધકામની મંજુરી લેનારાઓ ઉપર લાગું કરવાને બદલે રાજ્ય સરકારે પોતાની સતાનો દુરઉપયોગ કરીને આ અસામાજીક વિધેયક લાવેલા છે અને વિધાનગૃહના સર્વે સભ્યોએ તેને જાહેર સ્વિકૃતી આપેલ છે તેથી પ્રજામતથી મળેલી સતાનો દુરઉપયોગ કરીને ગુનેગારો ને બદલે અન્ય્ઓને દંડ કરતી સરકાર અને વિદ્યાનસભાને બરખાસ્ત કરવી લોક્શાહી મુલ્યોના હિતમાં તેમજ ભવિષ્યના જાહેર પ્રજાહિતમાં જરૂરી છે.

ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2011. ની કલમ 12 ની પેટા કલમ (1) અનુસાર આ કાયદાની જોગવાઇથી નિમુણંક થયેલ સતાધિકારીના નિર્ણયથી નારાજ થયેલા અરજદારો જીલ્લા કક્ષાના ન્યાધીશો અને સચીવ કક્ષાના અધીકારી સામે અપીલ કરી શકશે તેનો સીધો અર્થ થાય છે કે આ કાયદામાં અનેક પ્રકારે મનસ્વી રીતે રાજ્ય સરકારની સીધા નિયત્રંણમાં ભ્રષ્ટાચાર કરવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે મનસ્વી રીતે નીમેલા સતાધીશોને લાંચ ના મળે તો તે બાંધકામ નિયમિત કરવાની અરજી મંજુર ના કરે તો અપીલની જોગવાઇ છે તેથી વધુ લાંચ આપીને બાંધકામ નિયમિત કરાવવાની લોકોને ફરજ પડશે.

ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2011. ની વિધેયકમાં જાહેર કરેલી તમામ કલમો અને તેની પેટા જોગવાઇઓ અને પેટા કલમો ને અરસપરસ શબ્દસહઃ વંચાણે લઇને સમિક્ષા કરતા આ વિધેયક બેજવાબદાર પણે લોકોશાહીનું ખંડન કરનારું અને અસામાજીક વિધેયક હોવાનું ફલીત થાય છે.

જે લોકો એ પ્રવર્તમાન વિવિધ કાયદાઓનું પાલન કરેલ નથી પણ પ્રજા દ્વારા આપવામાં આવેલી સતાનો વ્યાપક રીતે દૂર ઉપયોગ કરીને રાજ્યસેવકો મારફત રુશ્વતખોરી કરાવવામાં આવેલી છે અને કાયદાનું પાલન કરવાને બદલે ભ્રષ્ટાચારની અનેક વ્યવસ્થાઓ રાખીને સંપુર્ણપણે અસામાજીક વિધેયક લાવવામાં આવેલ છે.

ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2011. બાબતમાં પોતાના ઘરવપરાશ માટે અનિયમિત બાંધકામ કરનારાઓની કોઇપણ માંગણી હોવાનું જણાતું નથી પરંતુ અનિયમિત બાંધકામો કરીને વેચીને કરોડો રૂપીયાનો નફો કરવાવાળા અનિયમિત બાંધકામ કરનારા કાયમી બિલ્ડર્સો અને લેન્ડ ડેવોલપર્સોની માંગણીઓ વિધેયક લાવનાર મંત્રીશ્રીએ જાહેરમાં જણાવી છે આ ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2011. સામાન્ય નાગરીકોની સુવિધા માટે નથી પણ ગેરકાયદેસર બાંધકામો કરીને વેચવાનો ધંધો કરતા અને રાજ્ય સરકારને ભ્રષ્ટાચાર કરી લાંચ આપતા લોકોના લાભાર્થે લાવવામાં આવેલ છે તેવું સ્પષ્ટ થઇ રહેલું છે.

ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2011. ની કલમ 17 અને 18 માં જણાવ્યા પ્રમાણે જાહેરનામાં ઉપરાંત પણ નિમણુંક કરવામાં આવનારા સતાધિકારીને જરૂરી બિજા નિયમો બનાવવાની વિશેષ સતાઓ આપતી જોગવાઇ છે અને 18 મુજબ તત્કાલ સમયના પ્રવર્તમાન કાયદાઓની ઉપરવટ જઇને આ ઇમ્પેકટ કાયદાની અસરો લાગુ કરવાની જોગવાઇ કરવામાં આવી રહી છે જે રાજ્યના જમીન અને બાંધકામ બાબતની સતાઓ અને ફરજોના હોદાઓ તથા જવાબદારીઓ ધરાવતાં કલેકટરો અને કમિશ્નરોના અસ્તિત્વ ઉપર પણ પ્રશ્નાર્થ બની રહે છે.

આથી ઉપર મુજબ ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2011. ની ખરી અને સાચા અર્થમાં સમિક્ષા કરવામાં આવે તો રાજ્ય સરકારે ભારતના “રાષ્ટ્રપતિ અધિનિયમ નંબર 27 ની પેટા કલમોની જોગવાઇથી બનાવાયેલા વિકાસની બાબતોને લગતાં કોઇ પણ કાયદાઓનું પાલન કરેલ નથી” અને આ ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2011. લાવીને આડકતરી રીતે તથા સીધી રીતે સંવિધાન પ્રમાણે ભારતના મહામહિમ્ન રાષ્ટ્રપતિના અધિનિયમોનું અવમાન કરીને મહામહિમ્ન રાષ્ટ્રપતિશ્રીનું પણ પરોક્ષ રીતે અવમાન કરેલ છે. આથી આ વિધેયક અને તેની સાથે રજુ કરેલા અન્ય વિધેયકો પસાર કરીને બહુમતિ સભ્યોની પોતાની સરકારની લોક્શાહી સતાનો સ્પષ્ટપણે દુરઉપયોગ કરવામાં આવેલો છે. આથી પ્રજામત લઇને પ્રજાદ્રોહ કરીને ગેરકાયદેસર પ્રવૃતીઓને કાયદેસરતા આપતા કાયદાઓ લાવવા વિધેયકો પસાર કરનાર રાજ્ય સરકારને માનનિય રાજ્યપાલશ્રી દ્વારા મહામહિમ્ન રાષ્ટ્રપતિશ્રીને દરખાસ્ત કરીને વિદ્યાનસભાને બરખાસ્ત કરવા ભલામણ કરવા ગુજરાત રાજ્યના તમામ નાગરીકો વતિ જાહેર હિતમાં અપીલ છે. 

 

રાજભાઇ ચંદ્રકાંતભાઇ પ્રજાપતિ.

1252/2,  સેકટર 6/ડી .

 ગાંધીનગર. ગુજરાત..

 09925661166 / 09924661166 / 09898661166                 

 09428661166 / 09227661166 / 09328661166

                             https://rajprajapati.wordpress.com


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: