Posted by: rajprajapati | 11/04/2011

ગુજરાત સરકારનું અસામાજીક વિધેયક એટલે ઇમ્પેક્ટ ફી

ગુજરાત સરકારનું અસામાજીક વિધેયક એટલે ઇમ્પેક્ટ ફી

પ્રતિ

આદરણીય શ્રી કમલાજી,

માનનિય રાજ્યપાલશ્રી,

ગુજરાત રાજ્ય,

ગાંધીનગર.

તા. ૦૧//૨૦૧૧

વિષય:- ગુજરાત વિધાનસભામાં પસાર થયેલું “ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક, ૨૦૧૧”ની સમિક્ષા અને બંધારણીય અને લોકશાહીના હિતમાં જાહેર જનતાના અભિપ્રાય માટે મુકવા બાબત.

આદરણીય રાજ્યપાલશ્રી,

જય ભારત સાથ જણાવવાનું કે ગુજરાત વિધાનસભામાં સન ૨૦૧૧ના માર્ચ મહિનાની ૧૯મી તારીખે રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કર્યા મુજબ “ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક ૨૦૧૧” પસાર કરવામાં આવેલ છે તેની તમામ બાબતો અને અધિનિયમો અંગેની જાહેર જનતાને વિગતવાર સત્ય હકિકત જાણવામાં આવેલ છે તે સ્પષ્ટપણે નીચેના ખાસ મુદ્દાઓ અને બાબતોની સમિક્ષા કરવામાં આવે તો અસામાજીક અને ગુનાહિત બાબતોને સમર્થન કરતું વિધેયક ફલીત થાય છે.

આ વુધેયક બહુમતી અને સર્વસંમતિથી પસાર કરવામાં આવેલ હોય તો પણ વિધાનસભાના તમામ સભ્યોને ૧૦૦% મતદારોનું મતદાન પ્રાપ્ય નથી, પરંતુ ૧૦૦ ટકા મતદારો અને રાજ્યના તમામ નાગરિકો તેની દરેક ચીજ વસ્તુઓના વપરાશ અને આવશ્યક સેવાઓના ખર્ચથી શ્રી સરકારને કરવેરા ભરપાઇ કરી રહેલ છે. ઉપરાંત આવકવેરાઓ, સેવા વેરાઓ, વેચાણવેરાઓ સહિતના અસંખ્ય વેરાઓ પણ ભરપાઇ કરી રહેલ છે જેનાથી રાજ્યસેવકો અને રાજ્ય સરકારનું સંચાલન કરવામાં આવે છે. તેથી જે મતદારો અને રાજ્યના અન્ય્અ નાગરીકોને પણ લાગુ પડતો કોઇ પણ કાયદાઓ જ્યારે નામદાર ન્યાયપીઠો અને પ્રવર્તમાન કાયદાઓ અધિનિય્અમોનું ઉલ્લંઘન કરીને બહુમતિના આધાર પર નવા અને લોકશાહીના બંધારણને અસર કરતા હોય ત્યારે વિધેયકના અધિનિયમો અને વિધેયકની વાસ્તવિક અસરોથી રાજ્યના સામાન્ય પ્રજાજનોને માહિતગાર કરવા અત્યંત આવશ્યક છે.

ઉપરોક્ત વિધેયકમાં પ્રવર્તમાન ગુજરાત રેવન્યુ એક્ટ અને દત્તક લીધેલ મુંબઇ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯ના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ બની રહેલ છે. આ વિધેયક ફલીત કરે છે કે રાજ્ય સરકાર ગુજરાત રેવન્યુ એક્ટ તેમજ ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ અને મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯નું પાલન કરી શકી નથી અને તે બેદરકારી ભરી અસમર્થતાને કારણે આ વિધેયક લાવવામાં આવ્યું છે.

સૌથી મહત્વની બાબત એ છે કે આ વિધેયકથી પુરવાર થાય છે કે કોર્પોરેશનમાં ફરજ પર રહેલા સરકારશ્રીના રાજ્ય સેવકોએ ગુનાહિત બેદરકારી રાખેલી છે અને તેના કારણે કરોડો રુપીયાના ખર્ચથી રાજ્યની અદાલતોમાં ન્યાય માટે દાવાઓ કરવામાં આવેલા છે, છતાં પણ રાજ્ય સરકારના સંબંધિત વિભાગ દ્વારા ગુનાહિત પ્રવૃતિ કરતા રાજ્ય સેવકો સામે ધારાધોરણસરની કોઇ કાર્યવાહી થઇ નથી પરંતુ રાજ્ય સેવકોની આવી પ્રવૃતિને સ્વિકારી લેવામાં આવી છે અને ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ અને મુંબૈ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯ના અધિનિયમોનું ખંડન કરતું વિધેયક પસાર કરીને રાજ્યની પ્રજા સાથે વિશ્વાસઘાત સમાન કૃત્ય કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત બાબતોની સાપેક્ષે નીચેના મુદ્દાઓને અનુલક્ષીને પ્રવર્તમાન કાયદાઓ, અધિનિયમોની સમિક્ષા કરીને રાજ્યના બંધારણીય વડા આદરનિય રાજ્યપાલશ્રી “ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક, ૨૦૧૧” બાબતમાં ભારતીય સંવિધાન અને આદરણિય રાષ્ટ્રપતિશ્રીના આ બાબતોના અધિનિયમોની સાપેક્ષે તેમજ લોકશાહી પ્રણાલીના હિતમાં યોગ્ય વિચારણા અને કાર્યવાહી કરી શકે છે.

(૧) ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક, ૨૦૧૧ માં નિર્દેશિત બાબત મુદ્દા નં. ૨ની પેટા (ડ) અને ((ઢ) માં ‘કબ્જો ધરાવનાર’, ‘માલિક’, ‘ભાડા મુક્ત ભાડુઆત’, ગીરોદાર’ને નિયત કરવામાં આવે તે ઇમ્પેક્ટ ફી ભરપાઇ કરવાની થાય છે. આ બાબતમાં ‘અનધિકૃત બાંધકામ કરનાર’ એવું સ્પષ્ટ રીતે જણાવેલ નથી તેને મદદ કરવામાં આવી છે.

પરંતુ, . . . જે અનધિકૃત બાંધકામ કરે છે તેમને કોઇ પણ પ્રકારની ફી કે દંડ કરવા અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેનો સ્પષ્ટ અર્થ થાય છે કે જે અનધિકૃત બાંધકામ કરે છે તેને આ વિધેયકથી ગુનાહિત કામમાં મદદ કરવામાં આવી છે કારણ કે રહેણાંક અથવા વાણિજ્યિક જરૂરિયાતને ધ્યાનમાં લઇને સામાન્ય નાગરિકો કાયદાઓની બાબતમાં અભ્યાસુ હોતા નથી જેથી રાજ્યના કોર્પોરેશનોમાં “મુંબઇ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯”ને લાગુ કરીને રાજ્ય સેવકોનું વિશાળ મહેકમ કાર્યરત કરેલું છે અને તેના નિયંત્રણ માટે રાજ્ય સરકારમાં કેબીનેટ મંત્રીની સત્તા નીચે શહેરી વિકાસ વિભાગ કાર્યરત છે. અને આ તમામ તંત્રવ્યવસ્થાઓનો ખર્ચ રાજ્યની પ્રજા ચુકવી રહી છે.

(૨) ખરિદનાર, માલીક, ભાડા મુક્ત ભાડુઆત, ગીરોદાર ઇમ્પેક્ટ ફી ભરવા જવાબદાર બને છે પણ જે લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરીને નાણાંકીય લાભો મેળવેલા છે તેની સામે કોઇ કાર્યવાહી કરવાની સ્પષ્ટતા નથી એટલે કે કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

(૩) આ વિધેયકથી અંશત: રીતે “ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬” અને ” મુંબઇ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯” મૃત:પ્રાય થાય છે તો તે અધિનિયમોના અસ્તિત્વ અને આ વિધેયક પછી તે મૃત:પ્રાય થાય છે તેની કોઇ સ્પષ્ટતા કરવામા6 આવી નથી અર્થાત આ અધિનિયમો આપોઆપ મૃત:પ્રાય થાય છે અન્યથા રદ્દ થાય છે તેમ માની લઇ શકાય છે.

(૪) કોઇ પણ પ્રકારની ગેરકાયદેસરતાઓ કોઇને કોઇ કાયદા કે અધિનિયમનો ભંગ કરીને અસ્તિત્વમાં આવેલી છે જે પ્રવર્તમાન કાયદાઓ અને અધિનિયમો સબબ કોઇ કાર્યવાહી કરાવવામાં આવ્યા બાદ તેમાં નિષ્ફળતા મળ્યાથી આ વિધેયક લાવ્યાનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી,

(૫) ગેરકાયદેસરના વિકાસકામો એટલે કે બાંધકામો કરનારા બિલ્ડરો સામે કોઇ કાર્યવાહી કરવાની જોગવાઇ નથી આથી ખરીદનાર અને કબ્જેદારને નિયમિતતા માટે પરોક્ષ રીતે ફવા રજ પાડીને ઇમ્પેક્ટ ફી ભરાવવામાં આવી રહ્યાનું ફલીત થાય છે. વિધેયક લાવવાની બાબતમાં ઉદ્દેશમાં જણાવ્યા અનુસાર રહેણાંકની વ્યાપક સમસ્યાઓ નિવારવા આ વિધેયક લાવ્યાનું જણાવવામાં આવ્યું છે તે તદ્દન સત્ય હકિકતોથી વિપરિત છે. આ વિધેયક માત્ર અને માત્ર નાણાંકીય હિતોને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર બાંધકામો કરીને વેંચી નાખી ગુનાહીત પ્રવૃતિ કરતા બિલ્ડરો અને લેંડ ડેવલોપર્સની મદદગારી કરવા માટે લાવવામાં આવેલ હોવાનું ફલીત થાય છે.

(૬) બાન્ધકામો અનધિકૃત હોવા છતાં પણ ‘કબ્જેદાર’, ‘માલિક’, ‘ભાડા મુક્ત ભાડુઆત’ અથવા ‘ગીરોદાર’ ઇમ્પેક્ટ ફી ભરીને નિયમિત કરાવે નહીં તો તે બાંધકામ તોડી પાદવામાં આવશે કે તે બાંધકામો કોઇ ચોક્કસ મુદ્દત પછી આપોઆપ નિયમિત થઇ જશે અથવા તો તેવા બાંધકામો ચોક્કસ મુદ્દત પછી તોડી પાડવામાં આવશે કે નહીં તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

(૭) આ વિધેયક સ્પષ્ટ રીતે માત્ર અને માત્ર ગુનાહિત રીતે અનધિકૃત બાંધ કામ કરીને વેચી નાંખતા લોકોને મદદ કરવા માટે તમામ રીતે અસામાજીક વિધેયક તરીકે ઓળખાવી શકાય છે.

(૮) અનધિકૃત બાંધકામ સ્વરૂપની સ્થાવર મિલકતની ખરીફ કિંમત ઉપરાંત ઇમ્પેક્ટ ફી ચુકવી હોય તેવા ‘કબ્જેદાર’, ‘માલિક’, ‘ભાડા મુક્ત ભાડુઆત’ અથવા ‘ગીરોદાર’ની જે મિલકત ભવિષ્યમાં જાહેર સુવિધાઓના ઉપયોગ માટે રાજ્ય સરકાર દ્વારા પરત લેવામાં આવે કે રોડ-રસ્તા સરકારી કચેરીઓ વગેરેના રાજ્ય સરકારના કોઇ પણ ઉપયોગ માટે ફરી સંપાદન કરવાની થાય તો ‘કબ્જેદાર’, ‘માલિક’, ‘ભાડા મુક્ત ભાડુઆત’ અથવા ‘ગીરોદાર’ને વ્યાજ સાથે ઇમ્પેક્ટ ફી પરત ચુકવવામાં આવશે કે નહી તે સ્પષ્ટ કર્યું નથી.

(૯) કલમ ૧૧ મુજબ . . .

આ કલમથી જોગવાઇ કરેલ છે કે સમુચિત સત્તાશિકારી અથવા કબ્જો ધરાવનાર અથવા માલીકે કોઇ પણ કોર્ટમાં કેસ દાખલ કરેલા અથવા અન્યથા દાખલ કરાયેલા અને અનિર્ણિત હોય તેવા અનધિકૃત વિકાસને લગતા તમામ કોર્ટ કેસ અને કરવામાં આવેલી બીજી કાર્યવાહી આવા અનધિકૃત વિકાસને નિયમિત કરવામાં આવતા રદ્દ્ થયેલ ગણાશે.

આ કલમથી તમામ કોર્ટોમાં ચાલેલા અને પેન્ડિંગ કેસોનું પ્રોસીડીંગ મૃત:પ્રાય થાય છે. આ પ્રોસીડીંગ માત્ર અને માત્ર ન્યાયના હિતમાં ન્યાયાધિશો ચલાવતા હોય છે તે તમામ ન્યાયપીઠોનું અવમાન થાય છે કારણ કે વિધેયકની આ કલમથી રાજ્યની ન્યાયપીઠો સામે પણ પ્રશ્નાર્થ ઉભો થાય છે. રાજ્ય સરકાર વિધેયક લાવીને ગેરકાયદેસરતાને નિયમિત કરતી હોય તો પછી બહુમતિ સભ્યો ધરાવતી રાજ્ય સરકારો અસ્તિત્વમાં હોય ત્યાં ન્યાયાલયોની આવશ્યકતા રહેતી નથી તેવું આ કલમથી ફલીત થાય છે.

(૧૦) આ વિધેયકના ઉદ્દેશો પ્રમાણે રહેણાંક અને આણિજ્ય વપરાશની પ્રજાકીય જરૂરીયાતો પુરી કરવાનું જણાવાયું છે પરંતુ આ બાંધકામો થી જાહેર પરીવહન, રોડ-રસ્તાઓ પરના બાંધકામો, જાહેર માર્ગ પરના પાર્કિંગ ઉપરના અનધિકૃત હોય તેવા બાંધકામોને નિયમિત કર્યા પછી જાહેર રસ્તાઓ મુખ્ય માર્ગોના વિકાસ માતે રાજ્ય સરકારે વિશેષ કોઇ જોગવાઇઓ રાખી હોવાનું પણ સ્પષ્ટ કરેલ નથી.

(૧૧) ભૌતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે કોઇ પણ પદાર્થ ગુરૂત્વાકર્ષણના બળને કારણે પૃથ્વીના ન્યુટન તરફ ખેંચાયેલો રહે છે. આથી પૃથ્વીના પેટાળમા6થી મીલીયન-ટ્રીલીયન ખનીજો કાઢીને વપરાશ કરવામાં આવ્યો છે અને હાલમાં પણ આ પ્રવાહી અને ઘન ખનીજો કાઢવાનું કાર્ય દુનિયાભરમાં ચાલે છે. તેથી પૃથ્વીના પેટાળમાં હજ્જારો કિલોમીટરનો જે ખાલી ભાગ બનેલ છે તે ભાગની ગુરૂત્વાકર્ષણના બળને કારણે પુર્તતા થતી હોય છે અને પૃથ્વીની સપાટ પેટાળ તરફ સંકોચાતી હોય છે. સમુદ્રો અને જમીન ઉપર ધરતીકંપો આવતા હોય છે અને જેમ જેમ ખનીજો કાઢવાનું ચાલુ રહેશે તેમ તેમ નજીકના દિવસોમાં વધુ ને વધુ ધરતીકંપો થતા રહેશે. આવા જ કારણોસર થોડા દિવસો પહેલા જાપાનમાં સુનામી પ્રકારનો ધરતીકંપ આવતા અબજો ડોલરના આર્થિક નુકસાન સાથે હજ્જારો માનવ જીંદગીઓ નાશ પામી હતી જેનાથી નાણાંમાં ના પુરી શકાય તેવું નુકસાન થવા પામેલ છે.

રજૂ કરેલા વિધેયક બાબતમાં રાજ્યના શહેરી વિકાસ મંત્રીએ કોઇ પણ માનવીય ન્યાયને ધ્યાને લીધો નથી તેમજ ભૌતિકશાસ્ત્રના નિયમોને પણ ગ્રાહ્ય રાખ્યા નથી. પ્રકૃતિના નિયમોનું સંચાલન ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગની સત્તામાં આવતું નથી તેથી ધરતીકંપ કે અન્ય પ્રાકૃતિક આફતો સમયે અનધિકૃત બાંધકામોને નિયમિત કર્યા પછી તેનો વપરાશ કરનારાઓની જાનહાની થાય અને અબજો રૂપીયાનું નાણાંકીય નુકસાન થાય તો રાજ્ય સરકારની કોઇ જવાબદારી નક્કી કરવામાં આવી નથી. આ બાબત સ્પષ્ટ કરે છે કે આ વિધેયક સંપુર્ણપણે કુદરતી ન્યાયના વિરુધ્ધમાં અને અમાનવીય છે.

(૧૨) જે બાંધકામો અનધિક્ર્ત છે તે બાબતમાં ગુજરાત સરકારના રજ્ય સેવકોની ફરજમાં બેદરકારી અને ગુનાહિત પ્રવ્ર્તિ સાબીત થાય છે અનધિક્ર્ત બાંધકામો ના થાય તે માટે “ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬” અને “મુંબઇ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯”ની સત્તાઓ અને જવાબદારીઓથી રાજ્યસેવકોની નિમણુંકો કરવામાં આવી છે. તો આ રાજ્ય સરકારના આ જવાબદાર રાજ્યસેવકો સામે કાયદાકીય રીતે દંડનીય કાર્યવાહી કરવાની કોઇ જોગવાઇ કરવામાં આવી નથી જેથી ભવિષ્યમાં કોઇ પણ વિભાગના રાજ્યસેવકોને અનધિકૃત કાર્યવાહીઓ કરવાનું પ્રોત્સાહન મળી રહેશે.

(૧૩) જો ગેરકાયદેસર બાંધકામો માટે રાજ્ય સરકાર ‘ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક, ૨૦૧૧’ થી બાંધકામો નિયમીત કરી આપે તો જે તારીખ પછીના બાંધકામો નિયમિત કરી આપે છે તે તારીખ પછીના બાંધકામો નિયમિત કરી આપે છે તે તારીખ પછીનાં રાજ્યની કોર્ટના માર્ગદર્શનથી અને સત્તાધિકારીઓની સત્તાથી તોડી પાડવામાં આવેલા ગુજરાત રાજ્યના તમામ બાંધકામોના માલીકોને વ્યાજ સાથે તમામ ખર્ચ ચુકવવાની જોગવાઇ કરવામાં આવેલ નથી.

ઉપરોક્ત તમામ બાબતો અને મુદ્દાઓને જાહેર જનતા સમક્ષ રજુ કરીને અથવા કાયદાના નિષ્ણાંતોની બિન રાજકીય ન્યાય સમિતિ સમક્ષ સમિક્ષા કરાવ્યા બાદ આ અસામાજીક પ્રકારનું વિધેયક મંજુર કરવાનો નિર્ણય કરવામાં આવે તે રાજ્યપાલશ્રી અને ભારતના બંધારણ પ્રમાણે આદરણિય રાષ્ટ્રપતિની ગરિમા માટે અતિ આવશ્યક બની રહે છે.

બહુ ટુંકા સમયમાં આ વિધેયક તૈયાર કરીને બહુમતિ સભ્યોને કારણે ગૃહમાં પસાર કરવામાં આવેલ છે. તેથી રાજ્યની પ્રજા અને જેને આ વિધેયકથી નુકસાન થઇ રહેલ છે તેવા રાજ્યના નાગરીકો આ વિધેયકથી માહિતગાર થઇ શકેલ નથી તેમજ આ વિધેયક મંજુર થતાં જે નાગરીકોને નુકસાન થનાર છે અને કુદરતી ન્યાયથી વંચીત રહેનાર છે તેવા અગણિત નાગરીકો સુધી આ વિધેયક બાબતની માહિતી પહોંચાડી શકાય તેમ નથી. આ માટે એક વર્ષ જેટલા સમયની આવશ્યકતા છે. આથી હું ગુજરાત રાજ્યનો નાગરીક અને મતદાતા શ્રી રાજભાઇ ચન્દ્રકાંતભાઇ પ્રજાપતિ, રહે. ૧૨૫૨/૨, સેક્ટર-૬/ડી, ગાંધીનગર આથી રાજ્યના બંધારણના વદા માનનીય રાજ્યપાલશ્રીને રાજ્ય્ની પ્રજાના જાહેર હિતમાં રાજ્યની પ્રજા વતી રાજ્ય સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા “ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક, ૨૦૧૧” બાબતે આ જાહેર હિતની અપીલથી ઉપરના મુદ્દાઓ અને બાબતોને ધ્યાને લઇને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી કરૂ છું.

તા. ૦૧/૦૪/૨૦૧૧              

ગાંધીનગર.                                                             રાજ  પ્રજાપતિ

                                                                   મો. ૯૪૨૮૬૬૧૧૬૬/૯૯૨૫૬૬૧૧૬૬


Responses

  1. rajbhai……aje ghana samay pachi tamara badha articals vanchya bahu maja avi gai……waah

    • આભાર… નરેશભાઇ..મોટે ભાગે કોઇ વાંચતું નથી અને જેટલા વાંચે છે તે બધા ફેસબૂકના જ મિત્રો ને લિંક મોકલાવ્યા પછી વાંચે છે તે બધા મિત્રો નો પણ ખુબ આભાર… મારાથી કોઇ ભુલો રહી જતી હોઇ તો જરૂર કહેતા રહેજો…. પછી જાહેરમાં માફી માંગવી તેના કરતા તો પહેલાથી ભુલો સુધારતા જવું સારૂ નેૢ… આભાર.. ભાઇ..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: