Posted by: rajprajapati | 20/02/2011

જીવનની તંદુરસ્તીનો મંત્ર

જીવનની તંદુરસ્તીનો મંત્ર

માણસની જીંદગી અમુલ્ય છે તો તેને ખરા અર્થમાં જીવવી જરૂરી છે પણ આજની સામાજીક પરીસ્થીતીઓ  અને આજીવીકાની વ્યવસ્થાપન પણ બહુ ખરાબ થતી જાય છે આહાર અને વિહારના એટલે કે ખાવા પીવાની દરેક બાબતમાં શરીરને નુકસાન કરતી ચીજો વપરાય છે અને રહેણીકહેણી ની રીતભાતો પણ અસભ્ય અને વાતાવરણની સાપેક્ષે ઉલટી થતી જાય છે જીવવા માટે કોઇ નિયમીત બંધારણ રહ્યુ નથી અને તેના કારણે સરવાળારૂપે શરીર ઉપર અને જીવન ઉપર ખરાબ અસરો પડી છે ….

લોકો પૈસા કમાવા બધા રસ્તા અપનાવી રહ્યા છે પણ પોતાની જીંદગીને સાચવવા બધા ખોટા રસ્તા અપનાવી રહ્યા છે પૈસાથી જીવનના વ્યવહારો સુવિધાજનક બની શકે છે પણ જીંદગી ખરેખર સમૃધ્ધ બનતી નથી તેના માટે જરૂરી છે જીવનનું સુવ્યવસ્થીત આયોજન અને બંધારણ હોવું જોઇએ..જે આજના માણસની જીવનમાં હોતુ નથી..હવે એ તો વિચારો કે આ માણસ બનીને ફરી જન્મ થશે કે નહી….. ( આ પ્રશ્ન નથી સમસ્યા છે જેનો ઉકેલ દરેક ના પોતાના કર્મમા રહેલો છે )

સવારે નીંદરમાંથી જાગ્યા ત્યારથી રોજ ફરી ફરી જીંદગીનો નવો દિવસ આવે છે અને આપને તેને સાંજ પડે ત્યારે પુરો કરીને ફરી ઉંઘી જઇએ છીએ.હક્કિતમાં આપણે જીંદગીનું એક એક પગથીયુ વિચાર્યા વિના તોડી રહ્યા છીએ…. જીવી રહ્યા નથી કે પગથયુ ચડી રહ્યા નથી..ફકત તોડી રહ્યા છીએ..

આ બધુ શા માટે છે… ?..કારણ કે જીવનમાં કોઇ નિયમિતતા નથી અને તે આપણે જાતે રાખવાની છે…રાતે સુવાની અને સવારે ઉઠવાની નિયમિતતા શરીર અને માનસીકતાની પ્રફુલિતતા માટે પહેલું પગથીયુ છે.. સારુ અને પોષ્ટીક ખોરાક અને સુધ્ધ પાણી કે બીજા પ્રવાહીઓ પણ નિયત સમયે લેવાનું બીજું પગથીયુ છે…

પોષ્ટીક ખોરાક અને શુધ્ધ પ્રવાહી ખોરાક શરીર અને માનસીક ક્ષમતા માટે જરૂરી છે તેટલું જરૂરી જીવન સારા ભવિષ્ય માટે જરૂરી છે જેનું મન અને શરીર પ્રફુલીત હોય તેના કર્યો હંમેશા સફળ હોય છે નિયમિતતા નથી તેનુએ કોઇ પ્રકારનું પ્રમાણપત્ર હોતુ નથી કે તેનું કોઇ પ્રમાણ હોતુ નથી જીંદગીમાં યોગ્ય પ્રમાણપત્ર નથી તેનું કોઇ અસ્તીત્વ સમાજમાં બનતુ નથી અને માણસ હોવા છતા સામાજીક પ્રાણી બની ને જીંદગી પુરી કરી નાખે છે….

જીવવા માટે પોષણ અને વિચારધારા હોવી જોઇએ શુધ્ધ જીંદગી માટે સારી વિચારધારા હોવી જરૂરી છે અને એ સારી વિચારધારા માત્ર નિયમિત જીવનથી મળે છે જે સમય ને સાચવતા નથી તેને સમય સાચવતો નથી અને સમય સાચવતો નથી તે સમાજમાં સાચી સફળતા મળતી નથી પણ વધુ ને વધુ સમસ્યાથી જીંદગી ખોંરભાયેલી રહે છે..

આપણે હંમેશા પૈસા કમાઇ ને સમૃધ્ધી મેળવવા મથતા રહી છીએ અને ક્યારેય આપણે સમૃધ્ધ થઇ શકતા નથી સમૃધ્ધીની કોઇ સીમા નથી તે અનંત છે તેનાથી સુખ કે શાંતી નથી તેથી તેનો અંત નથી જેનાથી સંતોષ ના થાય તે અનંત હોય છે અને તેનો અંત નથી આમ સમૃધ્ધી ક્યારેય સંતોષ આપઈ શકતી નથી અને જીદગી સમૃધ્ધી મેળવવા માં ખત્મ થઇ જાય છે…..સમૃધ્ધીથી સમાજના વ્ય્વહારો સરળ લાગે છે પણ સરળ નથી બનતા તેનાથી વધુ સમસ્યાઓના નવા રસ્તા પેદા થાય છે અને આ બધાનું કારણ શુધ્ધ વિચારધારાનો અભાવ છે

સારી વિચારધારા પ્રાપ્ત કરવા માટે શુધ્ધ અને સાત્વિક પોષણ અને જીવન જીવવાની નિયમિતતાનું એક પોતાનું બંધારણ હોવું જોઇએ….. જે લોકો આજે અનેક સમસ્યાઓ અને અસતોંષથી જીવી રહ્યા છે તે બધાએ જીવનમાં નિયમિતતાનુંઅં પોતાની અનુકુળતા પ્રમાણેનું બંધારણ બનાવી લેવું જોઇએ કરણ કે આ જીંદગી માતે જે શરીર મળ્યુ તેના આયુષ્ય ક્યારે પુરૂ થાય તે કોઇ જાણી શક્યુ નથી અને તેથી આજે માણસ તરીકેની જીંદગી મળી છે તેને જાળવી લેવી જરૂરી છે ..આપની જીંદગી આપની સંસારની સૌથી કિંમતી કહો કે અમુલ્ય કહો તેવી સંપતી છે… આ સંપતીના માલીક તમે પોતે છો તેને બચાવવી અને જાળવવાની તમારે પોતાને છે..યાદ રાખો ફરી માણસ તરીકેનું શરીર મળશે નહી તો..આજે જીંદગીને નિયમિત બનાવવા પોતાની અનુકુળતા મુજબનું બંધારણ બનાવી લો……


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: