Posted by: rajprajapati | 19/02/2011

૧૬ વર્ષે લગ્નની કે શારીરીક વ્યભીચારની છુટ ?

સોળ વર્ષે શેની છુટ આપવા સરકાર મચી પડી છે?

૧૬ વર્ષે લગ્નની કે શારીરીક વ્યભીચારની છુટ ?

થોડા દિવસો પહેલા ભારતમાં થતા બળાત્કારો અને તરુણોની જાતીય વ્યથાઓના કાયમી નિકાલ માટે કેન્દ્ર સરકાર ૧૬ વર્ષની ઉંમરથી જાતીય સંબંધો રાખવાની છુટ આપતો ખરડો પસાર કરવાની જાહેરાતના સમાચારો દેશના બધા છાપાઓમાં હેડલાઇન મા ચમક્યા હતા…

મજા આવી જાય તેવા સમાચાર હતા કે નહીં ?

ભારત સંસ્કૃતી અને સંસ્કારનો દેશ છે તે હવે લગભગ બધા રાજકારણીઓ ભુલી ચુક્યા છે રાજકારણીઓ ભારતને લુંટફાટ અને ભ્રષ્ટાચાર કરવાનો દેશ સમજે છે એટલે તેને સામાજીક પ્રવાહો અને દેશની સાચી અને સારી સુલેહભરી સંસ્કૃતી અને સમાજ વ્યવસ્થા સાથે કાંઇ લેવા દેવા નથી હોતા….

જે દિવસે ૧૬ વર્ષથી સેક્સની છુટ આપવાનો ખરડો પસાર થવાના સમાચાર છાપામાં આવ્યા તે વાંચીને મને ખરેખર એમ લાગ્યુ કે હું ભારતમાં છુ કે કોઇ અભદ્રોના દેશમાં છું

૧૬ વર્ષે સેક્સની છુટ એ વાક્ય કેટલું હલકી માનસીકતાનું છે ….તમે બરાબર સમજો કે ૧૬ વર્ષે સેક્સની છુટ આપવાના સમાચારો હતા ૧૬ વર્ષે લગ્નની છુટ આપવાના સમાચારો વાંચવા મળ્યા નથી…..

નર અને માદાથી સંસાર ચાલે છે તેમ માણસ સહિત આખુ જીવ જગત ચાલે છે.. તેમાં આખા દેશમાં તેનો ઢંઢેરો પીટવાની ક્યાં જરૂર હતી… સેક્સની છુટ આપવાની જરૂર ક્યાં છે જેની જરૂરત હોય તે પુરી કરી લેતા હોય છે .

તરૂણીઓ ઉપર બળાત્કારોના બનાવો વધી ગયા છે…. સોય ફરતી હોય તો દોરો પરોવી શકાય નહી તેમ માદાની ઇચ્છા ના હોય તો નરથી બળાત્કાર કરી શકાય નહીં તે નર્યુ સત્ય છે….

જાતીય વ્યભીચારનો નિયમાનુસાર વધારો કરવા માટે ૧૬ વર્ષના છોકરી-છોકરાઓને જાતીય વ્યભીચારની છુટ આપવા માંગે છે એવું સમાચારોથી લાગે છે….

સેક્સની છુટ ૧૬ વર્ષથી થાય તો દરેક હાઇસ્કુલમાં એક ગાયનેક ડોકટર અને સેકસોલોજીસ્ટની નિમણુંક પણ કરવી પડશે…..

હાઇસ્કુલોની આસપાસ કોન્ડમ વેચતા આઉટલેટો પણ ઉભા થશે ….

બધા છાપાઓ અને સમાચાર માધ્યમોએ પણ શું લખ્યુ હતુ ? તે દેશની સમજુ માનવામાં આવતી પ્રજાએ સમજવા જેવું છે….

“૧૬ વર્ષની ઉંમરથી સેક્સની છુટ આપતો ખરડો પસાર થશે ” ……

આ દેશમાં લગભગ બધા પ્રદેશોમાં નાનપણથી સગાઇ સગપણો કરવાની પ્રણાલી હતી જેના કારણે તરુણાવસ્થાથી સ્ત્રી-પુરૂષ એકબીજા પ્રત્યે સભાન રહેતા અને એક બીજાની સામાજીક અને સંસારીક જવાબદારીની સાથે કુટુંબ – પરીવારની પ્રતિષ્ઠા શુદ્ધ વ્યવહારો અને સંબંધો નિર્માણ થતા હતા..

આધુનિકતા અને બિન જરૂરી એવા નકારાત્મક શિક્ષિણને કારણે હવે માનવીય સબંધો અને સામાજીક વ્યવસ્થાઓમાં લોકોને ગુંગણામણ થવા લાગી અને જે લગ્ન સંસ્થા અને દેશન , કોમ ની, જ્ઞાતિની તેમજ પોતાના ધર્મની સંસ્કૃતી હતી તેના બંધનો તોડવાની નવી સમાજવ્યવસ્થાઓએ સમાજમાં નકારાત્મક જીવન જીવવા જેવું આધિપત્ય ફેલાવી ચુકી છે.

જાતીય સબંધો રાખવાની કાયદેસર છુટ મળી જાય તો પછી લગ્ન સંસ્થાનું પણ અસ્તિત્વ ટકવું મુશ્કેલ બની જાશે… કુટુંબ પરીવાર જેવું કાંઇ રહેશે નહી….

જેને જ્યા ફાવે અને જેની સાથે ફાવે તેની સાથે જાતીય સબંધો રાખી શકશે કારણ કે કાયદામાં તેની છુટ હશે …

શરીરના અવયવો અને માનસીકતા પુરી રીતે પુખ્ત ના થાય ત્યાં સુધી…..

તેમજ જે સંતતી નો જન્મ થાય તેનો બરાબર ઉછેર અને પાલનપોષણની ક્ષમતા ના આવે ત્યાં સુધી જાતીય સબંધો અને લગ્ન સબંધો યોગ્ય નથી… અને તેથી તરૂણો અને બાળલગ્નો ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે……

આમ ઉંડાણપુર્વક વિચારીએ તો  ભ્રષ્ટ અને બદમાશ રાજકારાણીઓને ખીલતી કળી જેવી નાની નાની છોકરીઓ બગડે તો ભોગવવા મળે તેથી આવા વિચારો આવ્યા હશે અને કાયદાઓ લાવવાની આવશ્કતા ઉભી થઇ છે…

૧૬ વર્ષની ઉંમરથી સેકસની છુટ મળી જાય પછી……..

લગ્નની જરૂર નહી રહે અને ભ્રુણહત્યાની પણ આપોઆપ છુટ થઇ જશે…

પણ દેશની નામાંકિત કંપનીઓ

હાઇસ્કુલો – કોલેજોની આસપાસ જાતીય સુખ માણવાની વ્યવસ્થાવાળા કેબીન હાઉસોનો ધંધો શરૂ કરશે…..

મજેદાર જાતીય સુખ માણવાની તાલીમ આપતા કલાસીસો ચાલું થશે……

જે થવું હોય તે થાય ……

આપણે તો એક વાત સમજાય છે કે …

સન્યાસી બની જવાય અને જ્યાં કોઇ માનવ વસ્તી ના હોય તેવા જંગલમાં જતુ રહેવાય

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: