Posted by: rajprajapati | 18/02/2011

ભ્રષ્ટાચાર છે તો રાજકિય પક્ષો છે.

પ્રજાના મત અને પૈસાથી રાજ કરવાનો ધંધો તે રાજકારણ

ભ્રષ્ટાચાર ના કરે તો રાજકિય પક્ષોનું અસ્તિત્વ ના રહે .

આજે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર કહેવાય છે પણ પ્રજાસત્તાક નથી માત્રપ્રજાને તેનો ભ્રમ રહેલો છે દેશમાં પ્રજાનું રાજ નથી પણ રાજકારણીઓ અને ભ્રષ્ટાચારનું રાજ છે…લોકશાહીમાં સ્વતંત્ર રહેલો માણસ ઘેંટા બકરાની જેમ દોરવાતો જાય છે સ્વતંત્ર છે એટલે મનફાવે તેમ ચાલી શકે છે મફતનું અને હરામનું જો મહેનત વિના મળી જતુ હોય તો આપણા દેશનો માણસ સળી ભાંગવા જેટલો પુરુષાર્થ કરવા તૈયાર નથી..

હમણા હમણા કોંગ્રેસની યુપીએ સરકારમાં કૌભાંડો જાહેર કરવાની મૌસમ ચાલે છે બધા એવું સમજે છે કે કૌભાંડો પકડાય રહ્યા છે પણ હક્કિતમાં તો કૌભાંડો જાહેર કરવામાં આવી રહ્યા છે.

કોમનવેલ્થનું પહેલા કૌભાંડ બહાર પાડ્યુ અને પછી થોડા દિવસે સ્પ્રેકટ્રમ ટુ જી નું કૌભાંડ બહાર પાડ્યું સામાન્ય માણસને એમ સમજે છે કે સરકારી પૈસાનો ભ્રષ્ટાચાર થાય તેમાં આ଑પણે શું છે તેને એ પણ ખબર નથી હોતી કે જેટલો પૈસો ખાય જાય છે તે પ્રજાનો પૈસો છે…

તમે માનો છો કે કોમનવેલ્થ અને સ્પ્રેકટ્રમ ટુ જી નું અબજો રૂપીયાનું કૌભાંડ થયુ તે એક બે કલાકમાં તો નથી થયું તેના માટે અબજો રૂપીયાની લેવડદેવડ કરવામાં આવી બેંકો અને અનેક રાજકારણીઓ ઉદ્યોગપતિઓ અને સંખ્યાબંધ ઉચ્ચ અધિકારીઓ તેમાં આખે આખે ડુબ્યા હશે ત્યારે આ અબજો રૂપીયાની હેરાફેરી થઇ શકી છે આ રૂપીયાની આપણ ને કિંમત નથી પણ સ્વિત્ઝલેંડ જેવા ટેકસ હેવન રાષ્ટ્રોને આપણા આ અબજો રૂપીયાના કૌભાંડોથી ખુબ ખુશી થાય છે ત્યાં આ કૌભાંડો કરવાવાળા માટે લાલ જાજમ બિછાવેલી રાખવામાં આવે છે.

પ્રજા પોતે જ્યાં સુધી રાજકારણ એટલે શું તે સમજશે નહીં ત્યાં સુધી આવા નિતનવા અબજો રૂપીયાના કૌભાંડો ચાલતા રહેશે…. કારણ કે પક્ષ ચલાવવા અને રાજકારણની રાજનીતિ ચલાવવા જે બેસુમાર પૈસાની જરૂર પડે તે માત્ર કૌંભાડોથી મળી શકે છે….. કોમી તોફાનો કરાવવા માટે પણ કરોડો રૂપીયાની જરૂર પડે છે તે બધા પૈસા પ્રજાની તિજોરીમાંથી આવે છે.. રાજકીય પક્ષોને જેટલુ ચુંટણી ફંડ મળે અને તે પક્શો જેટલો ચૂંટણી ખર્ચ અને પક્ષના કાર્યો માટે ખર્ચ કરે તે બધો ખર્ચ રાજકીય પક્ષોએ દર મહીને જાહેર કરવો જોઇએ અને જેટલું પાર્ટી ફંડ મળે તે જાહેર રાખવું જોઇએ… પણ રાજકારણ એટલે ભ્રષ્ટાચાર છે એટલે કોઇ રાજકીય પક્ષ તેની ખરી આવક અને ખર્ચ જાહેર કરતાં નથી… હવે તો કુટુંબ અને પરીવારની ખાનગી માલીકી હોય તેમ રાજકીય પક્ષોમાં ઉત્તરોતર પેઢી દર પેઢી રાજસતા અબાધીત રાખવાં આવી છે અમુક પરીવારો ભારતના રાજકીય પક્ષોને ઘરની પેઢી માની ને સતા ચલાવી રહ્યા છે પ્રજા પણ ઘેટા-બકરાની માફક ફરી ફરીને રાજકીય પક્ષઓને સતા પર લાવીને લોકશાહીને જડમુળથી ખત્મ કરી નાખી છે..

સ્વીસબેંકમાં સીતેર લાખ કરોડનું આપણા દેશનું કાળુ નાણું પડયુ છે તે ટનબંધ પૈસો એક-બે દિવસમાં સ્વિસ બેંકોમાં પહોંચ્યો નથી આપણા દેશના બધા રાજકીય પક્ષો અને તેના ચાલુ અને પુર્વેના મોટા બધા રાજકારણીઓ અને દેશની પ્રજાને નિચોવતા ઉદ્યોગપતિઓ અને દલાલો આ પૈસો દેશમાંથી ખેંચી ખેંચીને નિયમીત દેશની બહાર મોકલતા રહ્યા છે છેલ્લા ૨૦ વર્ષમાં જેટલી સરકારો આવી તે દરમીયાન જેટલા નાણાંકીય કૌભાંડો થયા તેનો સરવાળો કરો તો આંક ગણવા માટે નવો એકમ બનાવવો પડે તેટલો ભ્રષ્ટાચાર આપણા રાજકીય લોકોએ કર્યો છે.

ભારતમાં શિક્ષિતો જેટલા મુર્ખ અશિક્ષિતો નથી જે લોકો ભણ્યા છે તે લોકશાહીને જેટલુ નુકસાન કરી શક્યા છે તેટલું નુકસાન અભણ લોકોએ આ દેશને કર્યુ નથી…..

આપણા લોકશાહી દેશમાં સરકારમાં જેટલા પણ કૌંભાંડો થાય તે બધા પૈસા મારા અને તમારા છે પણ આપણી મુર્ખતાને કારણે આ પૈસા નાલાયક રાજકારણીઓ હડપ કરી રહ્યા છે… ..

દેશમાં કોઇ લોક્શાહીને જીવાડી શકે તેવો એકપણ રાજકીય પક્ષ નથી અને એવો કોઇ લોકનેતા નથી.. પ્રજાના પૈસે પ્રજાના મતથી ચલાવાતી સરકારો ચલાવતા રાજકીય પક્ષોને મત આપવાનું સંદતર બંધ થાય તો કદાચ ક્યારેક લોક્શાહીનું એટલે કે પ્રજાનું રાજ આવી શકે છે.

અત્યારે આખો દેશ રાજકીય પક્ષોનો ગુલામ છે….

સ્વિત્ઝર્લેંડ જેવા દેશોમાં રહેલુ આપણો પૈસો અને તાજેતરમાં જાહેર કરવામાં આવેલા અબજો- નિખર્વો રૂપીયાના કૌભાંડોએ સાબિત કર્યુ છે કે આ દેશ આજે પણ રાજકીય પક્ષોનો ગુલામ છે..હજી બે વર્ષ પછી લોકસભાની ચૂંટણી આવશે ત્યાં સુધીમાં ભારતના ઘેંટા-બકરા બધુ ભુલી જાશે અને ફરી ફરી રાજકીય પક્ષોના મુકેલા નાલાયકો અને દેશદ્રોહીઓને મત આપશે તેની ખાત્રી આપણા રાજકીય પક્ષો ને છે એટલે આજકાલ જે કૌભાંડો થયા તે સમયોચિત રીતે જાહેર કરવામાં આવ્યા છે પકડાયા નથી …

હવે ફરી ચૂટણી આવે ત્યારે તમારી પસંદગીના કોઇ એક રાજકીય પક્ષના ઉમેદવારની મત આપજો અને બધા કૌભાંડોને ભુલી જાજો….

ભલે ને હજી મોટા મોટા કૌભાંડો થાય મારા કે તમારા એકલા ના તો પૈસા નથી ને જે પૈસા ખવાય જાય તે આખા દેશના લોકોના છે તો મારે અને તમારે શા માટે ચિંતા કરવી જોઇએ….

તક મળે તો હવે સતા અને અનહદ પૈસો અને બહુ સમ્રુધ્ધિ ભોગવવી હોય તો કોઇપણ મોટા રાજકીય પક્ષમાં જોડાય જાઓ…..

ભારત મહાન દેશ છે કારણ કે સામાજીક પ્રાણીઓનો દેશ છે માણસોનો દેશ નથી અને સરકારો પણ બદમાશો ચલાવી શકે છે….

જય હિન્દ..જય ભારત….

હમણા હમણા જેની પાછળ સી.બી.આઇ.વાળા આદુ ખાઇ ને પડયા છે તે લોક્લાડીલા પુર્વ મંત્રીશ્રી રાજા જી નું કોઇ સરનામું આપજો….આપણે પણ થોડો ભાગ આપવા પત્ર લખીને નસીબ અજમાવી જોઇશું

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: