Posted by: rajprajapati | 07/11/2010

પાખંડીઓના પરચાં

પાખંડીઓંના  પરચાં

વિચાર કરીને વાંચજો,  સમજીને સમજાવજો,

ફરજ આપણી નીભાવજો, પાખંડીઓથી બચાવજો.

સાધુ બન્યો છે મોજ મનાવવા,  આશ્રમ બનાવ્યા હોટલ જેવા,

દેખાવ કરે છે સન્યાસી જેવા,  ભગવાન સાથે નથી લેવા દેવા.

સાધુ બની વૈભવ વધાર્યો,  કદી ન લિધો હાથમાં એક તારો,

સાધુના વેશમાં હોય ધુતારો,  સાધુ કરતાં તો સંસારી સારો

સાધુ બનીને શોખ વધારે,  સમાજ ને  એ શું સુધારે,

પોતાની એ જીંદગી બગાડે,  બગડેલા ને એ શું સુધારે.

ચાલતા નથી પગપાળા,  કરવા નીકળે રોજ ફંડ ફાળા,

ભગવા પહેરીને કરે કામ કાળા,  ફેરવતા નથી કદી માળા.

ભગવા પહેરીને બન્યા બાવા,  આશ્રમ બાંધ્યા સમાજ છેતરવા,

બેઠા છે બધાને પગે લગાવવા, બાવા મથે ધન ભેગું કરવા.

ઝુંપડી બાંધી બનો વનવાસી, વૈભવ છોડો સાધુ સંન્યાસી,

ભોગ છોડો બનો ઉપવાસી,  ત્યારે બનશો સાચા સંન્યાસી.

પૈસાદાર ને પહેલા બોલાવે,  સ્ત્રીઓ પાસે સેવા કરાવે,

આશ્રમમાં એ.સી.-વીડીયો વસાવે, ભગવાન આવા સાધુથી બચાવે.

સાચા સંત મળે છે એક વાર,  જુઠ્ઠા મળે વારંવાર,

ડુબાડી દેશે તમારો પરીવાર, આપુ છું આ સાચા સમાચાર.

ભગવો પહેરી ભોગી બન્યા,  સાધુ જાજા લુટારા બન્યા,

સાચા સંતો ભાગ્યે જ મળ્યા, માણસો બધા ખોટામાં વળ્યા.

સાધુ હોવાના ઢોંગ કરે છે,  ગાડીમાં બેસી ફર્યા કરે છે,

પૈસાદારના વખાણ કરે છે,  ભગવાનના નામે ભેગું કરે છે.

જટા-દાઢી રાખે છે ઢીલા, આશ્રમમાં રહીને કરે છે લીલા,

પૈસા બતાવો ત્યાં પડે છે ઢીલા, બાવા બની ગયા રંગ-રંગીલા.

સંસારને એ અ-સાર સમજાવે, સત્સંગના નામે સૌને ફસાવે,

સંસારીને બ્રહ્મચારી બનાવે, સાધુ પાછા સંસારમાં વસાવે.

આશ્રમમાં કરે રોજ ભંડારો,  મનમાં રાખે ખોટા વિચારો,

શિષ્યનો કરે રોજ એ વધારો,  સાચા સાધુનો આવે નહીં વારો.

ધરતી માથે પાપ ચડાવે., રોજ રોજ નવી સેજ સજાવે,

સમાજ આખાને ઉલ્લુ બનાવે, છતાં શરમ એને ના આવે.

આ કશુંય લખ્યુ નથી હજી તો ભાઇ,  બાવાઓમાં હોય છે ઘણી બુરાઇ,

લખવામાં પણ આવે શરમ અમને,  તો’યે સારા કોઇ સાધું હોય છે ભાઇ.

 

(આખી જનજાગૃતીની રચના મારા પરમ મિત્ર શ્રી જયેશભાઇ માંગરોળીયા દ્વારા સુરતમાં પત્રિકારૂપે વરાછા રોડ અને બોમ્બે કાપડ માર્કેટમાં વિતરણ કરવામાં આવી હતી..વાત બહુ સારી અને હાલના વાતાવરણ પ્રમાણે સાચી છે તો મે મિત્રો માટે અહીં રજુ કરી છે..આપનો કૃતજ્ઞ…રાજ )


Responses

  1. verry good

  2. verry verry good.
    akdum sachu


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: