Posted by: rajprajapati | 04/11/2010

દિપોત્સવી પર્વની દિવ્યતા

શુભમભવઃ

આપ સર્વે વાચક ભાઇઓ, બહેનો, માતાઓ, વડીલો, અને યુવા મિત્રોને દિપોત્સવી પર્વ અને નુતન વર્ષની હાર્દિક શુભકામનાઓ..

દુનિયામાં ભારત દેશમાં દિપોત્સવી તહેવારો ઉજવાય છે દુનિયાના બિજા દેશો કે પ્રજામાં દિપોત્સવી તહેવારો ઉજવાતા નથી ભારત ઋષિકાળથી તત્વ અને મર્મની સંસ્કૃતીને સમજનારી પ્રજ્ઞાશીલ પ્રજાનો દેશ છે તેથી વાતાવરણ, ઋતુકાળ, વનસ્પતિઓ, ઔષધીઓ અને પંચતત્વોના નિર્માણને, સમજીને તેની માણસ સહિત પ્રાણી-પક્ષી જગતને વધુને વધુ અનુકુળતા મળે તેવી વ્યવસ્થાઓ માત્ર ભારતની સંસ્કૃતીમાં છે આ વ્યવસ્થાના  ભાગરૂપે ભારતની પ્રજાને વારસામાં સંસ્કારો, સભ્યતાઓ અને તહેવારો મળ્યા છે આ વ્યવસ્થાઓ ઋષિવિજ્ઞાનને કારણે પ્રજાને અને સંસારને મળી  છે તેથી સભ્યતા સાથે  ઉજવીએ છીએ

જેવો સમય ચાલતો હોય તે સમયના પોતાના સંજોગોમાંથી સુખ મેળવવા માટે માણસ ધન અને બુધ્ધી ખર્ચતા હોય છે આજનો માણસ સુખ અને આનંદ મેળવવા સતત દોડતું બુધ્ધીજીવી પ્રાણી છે અને સંસારમાં તો અનેક જીવો છે પણ એક માત્ર માણસ સ્વાર્થી અને લાલચુ  છે. આ તહેવારો આમતો ઋતુકાળ અને પંચતત્વોના જૈવીક ફેરફારોને અનુકુળ કરવા માટેનું વિજ્ઞાન છે પણ આપણે માણસો તેને મજા કરવાના પ્રસંગો બનાવીને ઉજવી નાખ્યા છે

ભારતમાં દિવાળી દરેક જ્ઞાતી અને જાતીમાં ઉજવાતો શ્રેણી તહેવાર છે નવરાત્રી પછીનો સાપ્તાહિક તહેવાર દિવાળી છે હક્કિતમાં તો દિવાળી અપભ્રંશ થયેલી ઓળખ છે ”દિવાવાળી મેઘરાત્રી”ને આપણે દિવાળી કહીએ છીએ દિપોત્સવી પર્વ તરીકે આપણે એકાદશીથી લાભપાંચમ સુધી આ પર્વ ઉજવીએ છીએ તે ખરેખર તો ઋષિવિજ્ઞાન છે અને એકાદશીના ફળાહારથી શરૂ થાય છે અને પાંચ પ્રકારના વ્યંજનો અને વાનગીના લાભપાંચમના ભોજન સુધી તેની ઉજવણી થાય છે બધા તહેવારોમાં સૌથી વધુ મજા અને આનંદ દિપોત્સવીમાં લોકો માણી શકે છે

એકાદશીના ઋતુ અનુસારના બધા ફળો ખાય ને આ પર્વની ઉજવણી શરૂ થાય છે પછી વાઘબારસ તરીકે ના બિજા દિવસે આખા ઘરમાંથી અને રહેણાકના આંગણા સહીત પાળેલા પશુ-પક્ષીના રહેઠાણોમાં વનસ્પતિઓના તેલના દિવડાઓ કરવામાં આવે છે આપણે તેલ ના થોડા પ્રકાર ઉપયોગમાં લેવાનું શિખ્યા છીએ પરંતુ આયુર્વેદ અને તેના સંદર્ભના ગ્રંથોમાં એક હજારથી વધારે વનસ્પતિના તૈલી રસાયણોનો ઉલ્લેખકરવામાં આવેલો છે આ પૈકીના ઘણા ખરા તૈલી રસાયણો ઔષધીય વાયુઓ ઉત્પન કરવા માટે વપરાશમાં લેવામાં આવતા હતા જેનાથી આપણી આસપાસના જીવજેંતુઓ અને વાયરસો તેમજ બેકટેરીયાઓની આખી સૃષ્ટી પ્રતિગમન કરી જતી અને માણસ તથા પશુ પક્ષીઓનો રોગચાળાઓથી બચાવ કરી શકાતો હતો

વાઘબારસના દિવડામાં વનસ્પતિના રસાયણોયુક્ત તેલના દિવાડા પ્રગટાવીને વાયુઓના સુક્ષ્મ જગતને શુધ્ધ કરવાની એક પરંપરા હતી પણ આપણે હવે ફકત એંરડા કે બીજા ચાલુ તેલ વાપરીને પ્રકાશ પેદા કરીને સુશોભન કરવા ઉપયોગ કરી રહ્યા છીએ. મને વાઘબારસના દિવડાઓના તેલની હજી પુરેપુરી ખાત્રીબંધ જાણકારી નથી તેથી હું અહીં આલેખી શકુ નહી પણ એટલું તો ખરૂ કે તૈલી રસાયણોના દિવડાઓને પ્રગટાવીને વાયુઓમાંથી જંતુઓને વિદાય આપવાની પ્રક્રિયાઓ કરવામાં આવતી હતી તે ઉપરાંત વિશિષ્ટ પ્રકારની ગંધ અને ધુમાડા જેવા વાયુઓ ઉત્પન કરવા આગ ચાપવાથી ધ્વની પેદા કરી શકે તેવા ગોળા પ્રગટાવીને અનેક પ્રકારના અતિ સુક્ષ્મ જંતુઓનું પણ નિવારણ કરવામાં આવતુ હતુ

ખાસ કરીને આપણા ભારતવર્ષમાં વર્ષાઋતુના અંતે આ દિપોત્સવી પર્વની ઉજવણી કરવામાં આવે છે કારણ કે વર્ષાઋતુમાં સૌથી વધુ વનસ્પતિઓ જન્મ પામે છે અને તેના કારણે હજારો પ્રકારના અતિસુક્ષ્મ જંતુઓ પણ જન્મ પામે છે આ જંતુઓ અને અમુક વનસ્પતિઓ અને તેના રસાયણો માનવ અને પશુ પક્ષીઓના શરીર અને માનસીક અવસ્થા માટે પ્રતિકુળ હોય છે જેનાથી શરીર અને માનસીક શક્તિના કોષોને ઘણુ નુકસાન પહોચતુ હોય છે અને આપણે તેને રોગો અને બિમારીઓ તરીકે ગણીને ખોટી સારવારો લેતા રહી છીએ.

ત્યારબાદ કાળી ચૌદશનો દિવસ પ્રેતાત્મા અને પિતૃદોષ નિવારણનો  દિવસ ગણાવાયો છે તે દિવસે ઘરમાં રહેલા દોષોને દૂર કરવા સંપુર્ણ ઉપવાસ કરવામાં આવે છે અને ઘરમાં રસોઇ કરવાની હોતી નથી આ દિવસે ઘરમાં રહેલા બધા અનાજ અને ભોજન માટેની સામગ્રીઓ ભરવાની જગ્યાઓમાં દિવડાઓ કરવામાં આવે છે લિબોંડીના અને કાળા તલ તથા નાળીયેરના  તેલથી દિવડા કરવામાં આવે તો સુક્ષ્મ જંતુઓનું નિવારણ થતું હોય છે તેમજ ખાવામાં અને બીજી રીતે ઉપયોગમાં લેવાતા કાળા રંગના ખાદ્ય પદાર્થોને ઘરની બહાર વહેતા પાણીમાં વહાવી દેવામાં આવે છે કાળી ચૌદશના રોજ સાંજે અડદના લોટમાંથી વડા બનાવીને તેના ઉપર મધ લગાવ્યા પછી કાળા તલ ભભરાવીને પાંદડાની એક પાતરમાં ગોઠવ્યા પછી મુંગા રહીને આખા ઘરમાં ફેરવવામાં આવે છે અને આખરે ઘરની નજીકમાં આવેલ ચાર રસ્તા પાસે બધી દિશામાંથી પવન આવતો હોય તેવી જગ્યાએ મુકીને ત્યાં દિવડો કરવામાં આવે છે આ ક્રિયા કરવાથી ઘરમાં રહેલા પ્રેત અને બીજા અદશ્ય દોષોના અણુઓ અને તંરગો અડદ તલ અને મધને કારણે માંસાહાર સ્વરૂપ બનતા તેના આકર્ષિત થઇને ઘરની બહાર કાઢવામાં આવે છે.

કાળી ચૌદશની રાતે મહાકાળી અને કાળભૈરવ જેવી શક્તિઓનું આહવાન કરીને તંત્ર સાધના કરવાની વાતો સાંભળાવા મળે છે પણ હક્કિતમાં તંત્ર સાધના માટે ઘણો લાંબો સમય જરૂરી છે કાળી ચૌદશની રાતે ગૃહસ્થો તેના ઘરમાં મહાકાળી યજ્ઞ કે તેને સમાન બીજી ધાર્મિક ક્રિયાઓ કરી શકે છે અને ભૈરવની ઉપાસના અને તેનું પૂજન કરી શકે છે અને જેનાથી દુષીત જે દુષીત શબ્દોનો ધ્વની ઘરમાં ફેલાયેલો હોય અને જુઠ્ઠુ બોલવાને કારણે થયેલી ખોટી અને દુષિત શબ્દ સૃષ્ટીનું પણ નિવારણ કરી શકાય છે કાળા વસ્ત્રોનું અને કાળા પાત્રોમાં અડદ અને કાળા તલ ભરીને સ્મશાનમાં સેવા કરતા ગરીબને દાન કરવામાં આવે છે અથવા ભૈરવ કે મહાકાળીના મંદિરના કોઇ અભ્યાગતને દાન કરવામાં આવે છે.

આમ તો કાળી ચૌદશને દિવસે પહેરવાના જુના કપડા અને પથારીમાં વપરાતા કપડા કાઢી હંમેશા માટે ઘરમાંથી કાઢવાના હોય છે ઘરમાં વપરાતા રિંજીદા કપડાઓ પણ બદલવાના હોય છે પહેરવામાં આવતા કપડા પણ બદલવાના હોય છે જેથી દરેક રીતે રહેલા જાણ્યા અજાણ્યા દોષો અને સુક્ષ્મજંતુઓનું નિવારણ થાય છે અને અનેક સુક્ષ્મદોષો પણ નાશ પામે છે…

એકાદશીથી ચૌદશ સુધીમાં રોજીંદા વપરાશમાં આવતુ જુનુ બધુ કાઢીને બદલી નવુ વસાવવામાં આવે છે તેમાં ઘરનું અનાજ મસાલા .જુના કપડા અને બીજી અનેક ચીજ વસ્તુઓને બદલવાની સાથે શરીરને પણ શુધ્ધતા મળે છે પહેલા રસોઇ અને બીજા કાર્યો માટે માટીના પાત્રો વપરાશમાં હતા તેથી ઘરમાં રહેલા માટીના જુના વાસણો પણ બદલી નાખવામાં આવતા હતા ત્યારબાદ દિપાવલીના દિવસે ઘરને ફુલો અને પાંદડાથે શણગારવામાં આવે છે દિવસના આસપાસના લોકો પરસ્પર એકબીજાને ત્યાં ભોજન કરે છે અથવા પડોશીઓ સમુહ ભોજન રાખે છે સાંજે સંધ્યા આરતી કરીને આખા ઘરમાં અંદર બહાર નાળીયેર અને ગાયના ઘીના તેમજ સફેદ તલના તેલથી દિવડાઓ પ્રગટાવવામાં આવે છે અને મોડી રાત સુધી આ દિવડાઓ પ્રગટતા રાખીને આખા ઘરમાં પવિત્ર પ્રકાશ અને તેજથી ઘરમાં પ્રવર્તતા સસંગત વાયુઓ અને પ્રકાશના અંધકારજન્ય તરંગોને દૂર કરવામાં આવે છે ભારતમાં ઋતુકાળને ધ્યાનમાં રાખીને ઋષિમુનીઓએ શરીર અને ઘરમાં આવતા જતા અનેક પ્રકારના સુક્ષ્મ જંતુઓ અને સુક્ષ્મ દોષોનુ નિવારણ કરવા આ તહેવારોનું આખુ સુક્ષ્મવિજ્ઞાન પ્રજાજનોને આપેલ છે તેમાં હજારો વર્ષોની ઋષિજનોનો પુરૂષાર્થ થયેલો છે આપણે મીણબતીઓ અને ગમે તેવા તેલના દિવડા મુકીને દિવાળી મનાવીએ તેમા આપણા માનવસમાજની સાથે પશુ-પક્ષી જગતનું પણ દિવાળુ કાઢી નાખ્યુ છે.

આમ દિવડાઓના ઋષિવિજ્ઞાનથી દિપોત્સવીની દિવ્યતાને પ્રાપ્ત કરવાના આ દિપાત્સવી પર્વને આપણે ફટાકડામાં ફોડી નાખતા થયા ત્યારથી આપણા ઘરનું અને આપણા પોતાનું ઘણુ બધુ ન સમજાય તેવી રીતે ફૂટી જતું થયુ છે…

દિપાવલીના દિવસે સાંજથી ઘરમાં અનેક પ્રકારની દૈવીશક્તિઓન આહવાન કરીને પૂજન કરવામાં આવે છે.. આપણે તો પૈસાના લાલચુઓ છીએ તેથી ફકત લક્ષ્મી નામની શક્તિ સિવાય બીજી કોઇ શક્તિઓ હોય તો પણ આપણે તેનું આહવાન કરતા નથી. આથી મોટેભાગે દિપાવળીના લક્ષ્મી પૂજન કરીને માલામાલ થવાની ક્રિયા કરીએ છીએ પણ ખરેખર તો તેનો કોઇ અર્થ હોતો નથી.. આપણી ભારતીય સંસ્કૃતી ઋષિજ્ઞાન અને ઋક્ષિવિજ્ઞાનની સંસ્કૃતી છે પરંતુ આપણા આળસુ અને લાલચુ માનસીકતાને કારણે આજે આપણને મળેલા તહેવારોને આપણે મોજ મસ્તી કરવામાં બગાડી રહ્યા છીએ..

દિવાળી (દિવા-વાળી) ના દિવસ પછીના લગભગ ઘરમાં બધુ નવુ થઇ ગયુ હોય છે તે પછીના દિવસથી નવા વર્ષની શરૂઆત ગણીને  નુતન વર્ષ દિન તરીકે મનાવવામાં આવે છે જેમ યુવાની માટે પ્રેમ પ્રસ્તાવનો વેલેટાઇન દિવસ આવે તેમ નવા વર્ષનો પહેલો દિવસ સમર્ગ કુટુંબનો પ્રેમ પ્રસ્તાવ દિવસ છે એક બીજા પરીવારઓ અને જ્ઞાતી પરીવાર્પ એક બીજાના ઘરે જઇને મળીને નવા વર્ષ માટે શુભેચ્છાઓ આપે છે અને જેના ઘરમાં પરણાવવા લાયક પુત્ર પુત્રીઓ હોય તે તેને લાગતા વળગતા યોગ્ય પરીવારને ત્યાં જઇને નવા વર્ષની શુભેચ્છા સાથે પોતાના દિકરા કે દિકરી માટે તેના કોઇ ચોક્કસ દિકરા દિકરીના માટે લગ્ન પ્રસ્તાવ આપની નવા સગપણો નક્કી કરે છે…

આપણે મન થાય ત્યારે દિકરા-દિકરીના લગ્ન માટે દોડી જતા હોઇએ છીએ પણ આપણા ઋષિ પરંપરા મુજબ તો દિપોત્સવીના તહેવારો બાદ નુતન દિવસે એક કુટુંબ બીજા કુટુંબને ત્યાં જાય છે અને તેને લગ્ન માટે પ્રસ્તાવ કરે છે દિકરા કે દિકરીને પરણાવીએ તો તે બે નું જ સગપણ બંધાતુ નથી પરંતુ બે કુટુંબોનું સગપણ થતુ હોય છે.. તેના માટે આપણી સંસ્કૃતી પ્રમાણે દિપોત્સવીના નુતન દિવસ માનવામાં આવે છે

આપણ આપણે તો બુધ્ધીશાળી સામાજીક પ્રાણી છીએ તેથી પશુઓની જેમ બગાડ ના કરીએ તો કેમ ચાલે છે ચાલો આવજો..ભુલ ચુક માફ કરજો..

દિપોત્સવી પર્વ આપને દિવ્યતા અર્પતું બની રહે તેવી પ્રાર્થના

નુતન વર્ષના અભિનંદન અને શુભેચ્છાઓ


Responses

  1. nice article, lekh ghano j mahitiprad chhe, aaj na generation ne ghanu j janava ni jarur chhe, j western culture ne apnavi ne aapna aa amulya varsa ne sanscruti ne bhuli rahya chhe, lekh mate abhinandan..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: