Posted by: rajprajapati | 08/10/2010

કન્યાદાનથી ઋણમુક્ત બનો.

કન્યાદાન

દિકરીના માતા-પિતા બની કન્યાદાનથી ઋણમુક્ત બનો.

મનુષ્યના જીવનની મહત્વની અવસ્થાને ગૃહસ્થાશ્રમ કહેવાય છે ગૃહસ્થાશ્રમમાં લગ્ન મહત્વનો સબંધ છે આ સબંધમાં કન્યાદાન આપવામાં આવે છે કન્યાનું પરીગ્રહણ કરીને પછી ગૃહાસ્થાશ્રમનો શુભારંભ થાય છે આ સર્વે સબંધોની માયામાં અનેક ઋણાનુબંધનું નિર્માણ થાય છે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવા માટે કન્યાદાનના ઋણથી જે બંધાય છે તે કન્યાદાન કર્યા પછી ઋણથી નિવૃત થાય છે.

આજે માણસમાં પશુતા વ્યાપી ગઇ હોવાથી માણસને પોતાનું કર્તવ્ય પણ સમજાતું નથી તેથી કન્યાદાન લીધા પછી જે ઋણ થયેલું તેનું કોઇને ભાન રહેતુ નથી માટે કદાચ ઘણા પાપી માણસો ગર્ભ પરીક્ષણ કરાવીને કન્યા હોવાનું જાણ્યા પછી કન્યાની ગર્ભમાં હત્યા કરાવી નાખે છે આવા પાપીઓ તે કેવું હિન કર્મ કરી રહ્યા છે તેનો પોતે લગીર વિચાર પણ કરતા નથી…

જે માતાએ જન્મ આપ્યો તે માતા પુર્વે તો કન્યા હોય છે તેની સાથે પિતાનો ગૃહસ્થાશ્રમ નિશ્વિત થતાં આપણો જન્મ થયો છે તેથી કન્યાઓની ગર્ભમાં હત્યા કરી દેનાર માતૃહત્યાનો પાપી છે આવા પાપીને સમાજમાં રહેવાનો કોઇ અધિકાર હોતો નથી ગર્ભમાં રહેલી કન્યા પણ આવનાર ભવિષ્યની માતા છે આપણી માતાને કોઇએ ગર્ભમાં મારી નાખી હોત તો આપણો જન્મ થઇ શક્યો હોત ?

પુત્ર અથવા પુત્રી નો જન્મ થવો ભાગ્ય અને પ્રારબ્ધની બાબત છે તેમાં ઋણાનુબંધ પ્રમાણે જીવ જન્મ પામતા હોય છે ગર્ભાવસ્થાની પ્રાપ્તિ કરનાર જીવ ચોક્ક્સ ઋણાનુબંધન અનુસાર પ્રવેશતો હોય છે તેમાં ફેરફાર કરવો કે જન્મ ધારણ કરી દેહની રચનાઓ થતી હોય તે જીવાત્માની હત્યા કરવી અતિઘોરપાતક છે પોતાની ગર્ભમાં હત્યા થઇ ગઇ હોત તો આ સંસારમાં જન્મ ના થઇ શક્યો હોત અને આ સૃષ્ટી મિથ્યા બનેલી હોત…

જે મનુષ્યોએ ગૃહસ્થાશ્રમ સ્વિકાર્યો હોય તેમણે કન્યાદાન ગ્રહણ કર્યુ હોય છે તેથી ગૃહસ્થાશ્રમમાં કર્તવ્ય અનુસાર દંપતિએ અભિગમન બાદ એક કન્યાને જન્મ આપવો જોઇએ. તેથી પોતાનું કન્યાદાન ગ્રહણ કર્યાના ઋણમાંથી નિવૃત થવા કન્યાદાન કર્યા પછી ગૃહસ્થાશ્રમના મુળભુત ઋણથી નિવૃત થઇ શકાય છે .

ગૃહસ્થાશ્રમીને જેટલા પુત્રો હોય તેટલી પુત્રી હોવી જોઇએ તેના બદલે કુસંસ્કારોને વરેલી આધુનીક સ્ત્રીઓ ગર્ભ પરીક્ષણ કરાવીને પતિ, સાસુ, સસરા વગેરના કારણે તેમજ પોતાની પુત્રએષ્ણામાં કન્યાની ગર્ભમાં હત્યા કરે છે તે માતાએ પોતે એક કન્યા હતી.

દરેક મનુષ્યએ કાયમ માટે ખીલા ઠોકીને યાદ રાખવાનું છે કે સમાજ વ્યવસ્થાઓના કાયદાઓમાંથી જીવહત્યા કરનારા ભલે નિર્દોષ છુટી જતા હશે પણ તેવા પાપકર્મના ફળ તો સિંકદરોને પણ ભોગવવા પડે છે બીજાની આંખને ના દેખાય તો શું થયુ ? પ્રકાર બદલે છે પણ જે ફળનું નિર્માણ થઇ ચુક્યુ હોય તેનાથી સંસારની કોઇ શક્તિ, કોઇ ભગવાન, કોઇ મહાત્મા, કોઇ તપશ્ર્વર્યા પણ ભોગવ્યા વિના બચાવી શકતા નથી કન્યાની ગર્ભમાં કે બીજી કોઇ અવસ્થામાં હત્યા કરવાનું ફળ અતિ ભયાનક દુઃખોનું નિર્માણ કરે છે તેમાંથી ભોગવ્યા વિના મુક્ત થવાતુ નથી.

ગર્ભમાં પ્રવેશનાર જીવાત્મા નર હોય કે માદા હોય પણ તે એક આત્મા છે તેની હત્યા કરવાથી અનેક ગર્ભયોનીમાં અનેકવાર પ્રવેશી નર્કાગારની મહાપીડાઓ સહેવી પડે છે તેથી સંસારના તમામ ગૃહસ્થાશ્રમીઓએ ગર્ભમાં પાદુર્ભાવ થઇ ચુકેલા આત્માના અવતારની હત્યાના મહાદોષથી સદાય બચીને રહેવું.

જે લોકોને ગર્ભયોનીના નર્કાગારનો અનુભવ કરવો હોય તો તેઓએ સ્ત્રીઓનું મુત્ર, ઋતુકાળ સમયનું આર્તવ, માનવ સમાજ જેને પાળે છે તેવા માદા પશુઓના મુત્ર વગેરે એક ટાંકીમાં એકઠા કરીને તેમાં મૃત મનુષ્ય તેમજ પશુઓના રક્ત, પરૂ, ઉમેરી તે ટાંકીમાં ડુબકી લગાવીને તે દ્રાવણમાં રહેવું તેથી ગર્ભાવસ્થા એટલે શું તે સમજાય જશે કારણ કે ગર્ભાવસ્થાનો અનુભવ કરવા આ એક પ્રયોગ આત્માને નર્કાગારનો અનુભવ કરાવવા પુરતો છે.

ગર્ભ પરીક્ષણ કરાવી કન્યાઓની હત્યા કરતા પહેલા પોતાને જન્મ આપનારી માતાની હત્યા કરી નાખવી તે પછી કન્યાની ગર્ભહત્યા માટે વિચારવું, દિકરી ફકત દિકરી નથી તે “મા” પણ છે જે ધરતી ઉપર આપણે જન્મ લીધો છે તે ધરતી પણ કન્યારૂપ છે જે ધરતીનું ઋણ ચુકવતા નથી, જે કન્યારૂપે જન્મ ધારણ કરનારને ગર્ભમાં મોત આપે છે તે પાપીનો પડછાયો પણ દોષરૂપ છે જેમ અગોચર પડછાયામાં આવી જાય તો માણસ પાગલ બની જાય છે તેવું સાંભળવા મળે છે તેમ ગર્ભહત્યા કરનારાના પડછાયામાં આવી જઇએ તો અડધો મનુષ્ય જન્મ એળે જાય છે. તેના ઘરનું અન્ન-જળ ખવાય-પીવાય જાય તો આખો મનુષ્ય અવતાર એળે જાય છે.

દરેક જીવાત્માના  જન્મ-જીવન અને મૃત્યુ એ કર્મો અને ઋણાનુબંધને આભારી છે તેમાં હસ્તક્ષેપ કરવો તે સંસાર રચનાની હત્યા કરવા સમાન છે….

સંસારમાં અવતાર ધારણ કરીને મનુષ્યએ શુભકર્મો અને પવિત્ર જીવનથી પોત પોતાના ઋણાનુબંધોનું કર્તવ્ય નિભાવીને જીવવાનું છે જીવનમાં કરેલા પાપકર્મો અને પુણ્યકર્મો પણ પોતે ભોગવવાના છે તેમ જે જે સબંધ સ્વિકાર્યો છે તે સબંધથી નિર્માણ પામેલા દરેક ઋણાનુબંધથી પણ નિવૃત થવાનું હોય છે.

જેણે પણ ગૃહસ્થાશ્રમ સ્વિકારીને લગ્ન કરેલા છે જેણે પણ કોઇને કોઇ રીતે કન્યા સાથે અભિગમન સ્વિકાર્યુ છે જેણે પણ કન્યાદાન લીધુ છે તેણે કન્યાદાન કરીને ગૃહસ્થાશ્રમનું સૌથી મોટુ ઋણ ચુકવવા કે આ ઋણથી નિવૃત થવા એક કન્યાદાન તો જરૂર કરવું પડે છે..

જેને પોતાની કન્યા નથી તેવા દંપતિઓએ કે તેવા માતા અથવા પિતાએ ક્ન્યાદાનમાં સહભાગી રહેવું જોઇએ… દંપતિ સજોડે હયાત હોય તો સગા-સબંધીઓ કે ભાઇઓ-બહેનોને ત્યાં જો વિશેષ કન્યાઓ હોય તો તેને સંકલ્પથી દત્તક લઇને તેનું કન્યાદાન કરવું જોઇએ..

જે પોતાને માટે લઇએ તેવુ બીજાને આપવું પડે અને જે ભોગવ્યે તે બીજાને ભોગવવા દેવું પડે તે આ ઋણાનુબંધનો સિદ્ધાંત છે તેથી કન્યાદાન લઇને લગ્ન કર્યા છે કન્યાદાન લઇને ગૃહસ્થાશ્રમ અને સંસાર ભોગવ્યો હોય તે બધાએ કોઇને કોઇ રીતે કન્યાદાનનું ઋણ તો ઉતારવું જ પડે છે… જો લગ્ન કર્યુ હોય, ગૃહસ્થાશ્રમ સ્વિકાર્યો હોય તો કન્યાદાન કર્યા વિના મૃત્યુ થાય તો તેવા લોકોને ફરી નારીયોનીમાં કન્યા તરીકે જન્મ મળે છે અને તેને નારી યોનીમાં લગ્ન પછી તરત વિધવા બનવું પડે છે અથવા તો વિશેષ કરીને વૈશ્યા જેવું જીવન મળે છે

ક્ન્યાદાનનું ઋણ તો દરેક ગૃહસ્થાશ્રમીના પ્રારબ્ધમાં અંકાયેલુ હોય છે તેથી જે દંપતિને ત્યાં પ્રથમ દિકરીનો જન્મ થાય તો તે સદભાગ્ય છે કે દિકરીનો જન્મ થયો છે તો આ જન્મમાં તે દંપતિને ગૃહસ્થાશ્રમના પ્રથમ ઋણમાંથી નિવૃત થવાનો યોગ છે અને જો એક કરતા બે દિકરીનો જન્મ થાય તો તે દંપતિને દિકરોના હોય અને માત્ર બે દિકરીઓ હોય તે ધરતીમાતાના ઋણમાંથી પણ મુક્ત થાય છે.

( મારા લગ્ન થયા નથી અને કોઇ નૈમિતિક કર્મો પણ કર્યા નથી કે અભિગમન કર્યા નથી તેથી મારે કોઇ દિકરી નથી પણ મને એમ થાય છે કે ધરતીમાતાએ મને ખુબ અન્ન-આહાર આપ્યા છે તે ધરતીમાતાનું ઋણ ચુકવવા માટે મારે પણ આઠ-દસ દિકરીઓનું કન્યાદાન કરવું જોઇએ.અથવા તો કન્યાદાન માટે સહયોગી બનવું જોઇએ. )


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: