Posted by: rajprajapati | 07/10/2010

સત્ય એજ બ્રહ્મ અને શબ્દથી સૃષ્ટિ

માણસ પ્રકૃતિનું સત્યાનાશ કરવા પૃથ્વી ઉપર આતંક મચાવતુ પ્રાણી છે

હવા, પાણી, અન્‍ન બધું ગંદુ અને પ્રદુષિત કરવાનો ધર્મ બજાવતા માણસમાં કોઇ પવિત્રતા  રહી નથી કે માણસના શબ્દોમાં સત્ય રહ્યુ નથી

તેથી માણસ જે મંત્રો કરે, પ્રાર્થનાઓ કરે, સ્તુતિઓ ગાયા કરે, આરતીઓ કર્યા કરે તે માત્ર દંભ છે અથવા તો મુર્ખતા છે મુર્ખતા સારુ ન લાગે તો ઢોંગ છે, પણ સરવાળે આકાશમાં છાણા થાપે છે

સાચા યજ્ઞોની સમજણ નથી, જેની પાસે સમજણ છે તે યજ્ઞમય જીવન જીવે છે અગ્નિ પ્રગટાવી કરવામાં આવતા યજ્ઞથી પણ મોટા અનેક યજ્ઞો છે પણ તેની સમજણ નથી અને તેવી સમજણ મેળવવી જરૂરી પણ નથી કારણકે માણસ પૈસાનો મોહતાજ છે પૈસાનો મોહતાજ છે પૈસો જેનો ભગવાન છે તેને કોઇ સત્યની જરૂર નથી,

શરીરનું આયુષ્ય છે ત્યાં સુધી જીવ્યા કરવાનું છે માણસ શરીરને ઢસડતો રહે છે પણ જીવતો નથી શરીર ઢસરડવાને જીવન માને છે, જે કાંઇ પેદા કરી શકે તે પેદા કરી બીજા માટે મુકી જાય છે પોતાના માટે પાપકર્મો, અસત્યો અને અપવિત્ર કર્મોની સૃષ્ટિનું સર્જન કરતો જાય છે.

તમારે વિચારવાનું છે, મનન અને ચિંતન કરવાનું છે, શું સત્ય છે? અને કઈ રીતે પવિત્રતાથી જીવન જીવી શકાશે, સત્ય એજ બ્રહ્મ છે અને તે તમારી અંદર છે સત્ય અને અસત્ય બંને તમારી મરજીથી ચાલે છે તમારો ભગવાન તમારે નિર્માણ કરવાનો છે, તમારા પરમાત્માનું તમારે સર્જન કરવાનું છે, તમારે તમને પોતાને જાણવાના છે,

( આ તો કળીયુગ છે, પૈસાથી બધુ મળે છે, પૈસા હોય, બંગલા હોય ગાડીઓ હોય તો મોટા સંતો ઘરે પધારે,

આશીર્વાદથી તમને વધુને વધુ સુખ સુવિધા મળે માટે સત્ય બોલવાની, પવિત્રતા રાખવાની જરૂર નથી પણ વધુને વધુ પૈસો વગર મહેનતે ક્યાંથી મળે તે માટે મહેનત કરવાની વધુ જરૂર છે,

ફોટામાંથી કે મુર્તિમાંથી નિકળી કોઇ દેવી દેવતા ઘરે દાણાં પાણી ભરી જતા નથી ઘર ચલાવવા, બંગલા ગાડી મેળવવા પૈસાની જરૂર છે, સત્ય કે પવિત્રતાની  જરૂર નથી,

કલીયુગ છે સત્ય સમજાય તો પણ આચરણમાં મુકી શકાય નહી ભોગવ્યું એટલું ખભે આવશે, શ્રીરામ અને શ્રીકૃષ્ણ શું લઈ ગયા? અને આપણે શું લઈ જવાના, મેળવ્યું અને ભોગવ્યું તેટલું સુખ, બાકી નથી મળ્યું એટલે દુ:ખ સમજવું,)

જે કક્કા બારાક્ષરીના અક્ષરો માણસ પોતાની બોલીમાં વાપરે તે બારાક્ષરીના અક્ષરોને મંત્રો, સ્તુતિઓ, પ્રાર્થનાઓમાં પણ વાપરે છે વારંવાર અસત્ય બોલવા માટે તે અક્ષરોના શબ્દોનો પ્રયોગ થતો રહેવાથી તે અક્ષરો મુળથી ખોટા બંધાય ગયા હોવાથી તેના કારણે અંદરથી ખોટી અક્ષર રચના ઉત્પન્‍ન થવા લાગે છે જેથી કરીને સત્ય ના બોલતા હોય તો પછી કોઇ મંત્ર, પ્રાર્થના, સ્તુતિ, આરતીનો દંભ કરવાનું છોડીને થોડુંક માણસ થવામાં પણ સાર્થક્તા છે.

જીવન અને મૃત્યુના વિષય અનેક ધાર્મિક અને માર્મિક વાતો થતી રહી છે પણ હજી માણસને શા માટે જીવન મળે અને મૃત્યુ પછી શું? નો જવાબ મળતો નથી,

માણસના શરીરનો જન્મ માદા અને નર શરીરોના સંવનનથી થતો હોય છે તે બધા જાણે છે પણ તેની સાથે સાથે હવા, પાણી, અવાજ, પ્રકાશ, અન્‍ન, વગેરેનું પણ સંવનન થતુ રહે છે માણસનું શરીર બનતુ હોય કે પછી કીડી અથવા હાથીનું શરીર બનતુ હોય, વનસ્પ્તિઓનું શરીર બનતુ હોય કે સમુદ્રમાં મગરમચ્છનું શરીર બનતુ હોય, કોઇપણ પ્રકારના શરીરની રચનાઓ થતી હોય તેમા માત્ર જાતીય ધાતુ તત્વોનું મૈથુન અને સંવર્ધન થતું નથી પણ સાથે સાથે અન્‍ન, પાણી, હવા, પ્રકાશ, ધ્વની (શબ્દ)નું પણ સંવર્ધન થતુ હોય છે પંચ મહાભુત ગણવામાં આવેલા તત્વોમાં ધ્વની તત્વને ગણાતું નથી કારન કે તે પંચ તત્વોમાં સમાયેલુ હોય છે બધા તત્વોમાં ધ્વની તત્વ રહેલુ હોવા છતાં સુક્ષ્મતાથી તેની ગણતરીઓ સમજ્યા વિના તની અવગણના કરવામાં આવે છે,

માણસની મગજશક્તિનો વિકાસ થયો છે જે વધુ ઉપયોગમાં આવે તેનો વિકાસ થાય છે તેમ માણસનું મગજ વધુ વપરાય છે તેથી વધુ વિકાસ થયો છે અને તેથી માણસને જન્મ અને મૃત્યુનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે

ગર્ભાવસ્થાને  નર્કાવસ્થા કહેવાય છે કારણ કે ગર્ભમાં રક્ત, માંસ, પરૂ જેવા પદાર્થોની વચ્ચે શરીરની રચના થતી રહે છે પણ સાથે સાથે આ પદાર્થોમાંથી અન્‍ન, જળ અને પ્રકાશની સાથે ધ્વની તત્વનું સંવર્ધન શરીરમાં થતુ હોય છે

દરેક પ્રકારના શરીરનો જન્મ ચોક્કસ સ્થાને, નિયત સમયે અને ચોક્કસ પ્રકારે થાય છે અને તેના માટે અનેક વ્યવસ્થાઓ અગાઉઅથી નિર્માણ થયેલી હોય છે, શરીરનો જન્મ થાય તેની સાથે તેને પોષણ આપવાની વ્યવસ્થાઓ તૈયાર હોય છે, બે શરીરના સંસર્ગથી નવું શરીર ઉત્પન્‍ન થાય છે પણ તેના માટે ગર્ભાવસ્થામાં શરીરની રચના થતી હોય શરીરનો વિકાસ થતો હોય ત્યારે ગર્ભસ્થાનની બહારની દુનિયામાં ગર્ભાવસ્થાઓ પછીની વ્યવસ્થાઓ બનતી હોય છે,

હવા, પાણી, અન્‍ન, અને પ્રકાશ, ધ્વની જેવા તમામ તત્વોની રચનાઓ કોષો અને ઇલેક્ટ્રોનથી થઈ હોય છે, તેથી શરીર રચનાના દરેક કોષને વિજભાર હોય છે અને પ્રકાશાના કિરનો દ્વારા આ વિજભાર ઉત્પન્‍ન થાય છે, અને તેના કારણે સ્વતંત્ર ગુરૂત્વાકર્ષણ બળ નિર્માણ થાય છે શરીરના દરેક તત્વોની રચનામાં રહેલા પદાર્થોના કોષોને સ્વતંત્ર ગુરૂત્વાકર્ષણ અને પ્રતિકર્ષણબળની શક્તિઓ હોય છે પ્રત્યેક શરીર પોતાના કેન્દ્રગામી ગુરૂત્વાકર્ષણ અને પ્રતિકર્ષણબળની કક્ષામાં ફરી રહ્યા છે જેમ દરેક શરીરના કોષોને ગુરૂત્વાકર્ષણ બળ છે તેમ તેની કક્ષાઓની બહારના પ્રકૃતિક્ષેત્રમાં પ્રતિકર્ષણબળ લાગી રહ્યું છે જેને કારણે દરેક પદાર્થ ચોક્કસ રીતે અંતર રાખી પોતાની સૃષ્ટિમંડળથી રચાયેલી કક્ષામાં ભ્રમણ કરે છે

પ્રકૃતિમંડળમાં સૌરઉર્જાના કિરણો દ્વારા ઇલેક્ટ્રોન આપાત થઈ શક્તિ ચયન કરે છે તે કિરણો અને શક્તિઓ શરીરમાંથી પસાર થાય છે તેને કોઇ પદાર્થોનું ગુરૂત્વાકર્ષણ બળ પોતાના કેન્દ્રગામી બિંદુ તરફ ખેંચી શકતું નથી

પોતાના વર્ગના ઇલેકટ્રોન કે કોષો તરફ આકર્ષણ અને વિરૂધ્ધ વર્ગના ઇલેક્ટ્રોન કે કોષો તરફ પ્રતિકર્ષણ હોય છે તેથી ચોક્કસ રીતે કોષોની રચનાઓ અને સંવર્ધન થતુ હોય છે સમાન વર્ગના કોષોના સંવર્ધનથી એક નવા પ્રકારના વર્ગના કોષોની ઉત્પતી થતી હોય છે પ્રત્યેક શરીરના કોષોમાં રહેલા ઇલેક્ટ્રોનનો પ્રકાર અને કાર્ય શક્તિ જુદા હોય છે

લખવાનું તો ઘણું છે પણ હવે……….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: